________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬]
માટે કહે છે કે સામાન્યગુણે આકાશ આદિ બધાં દ્રવ્યો સમાન છે પણ વિશેષગુણે કરીને દરેક દ્રવ્યમાં તફાવત છે.
આકાશ આદિ ચાર જડ દ્રવ્યો પણ શુદ્ધ છે અને આત્મા ચેતનસ્વભાવી પણ શુદ્ધ છે. આકાશ આદિ દ્રવ્યોને શુદ્ધતા છે તે પ્રાપ્ત કરવાની નથી, પ્રાપ્ત જ છે, પણ જેને શુદ્ધતા પ્રગટ કરવી છે તેવા જીવે પોતાના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરીને તેમાં એકાગ્ર થઈને શુદ્ધતાનો અનુભવ કરવો એ જ નિર્વાણનો માર્ગ છે.
ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવી હોવાથી, ચેતનપણે જાગ્રત થઈને ચેતનાનો અનુભવ કરવો તે જ પોતાની મુક્તિનો ઉપાય છે. હવે ૬૦ મી ગાથામાં કહે છે કે પોતાની અંદર જ મોક્ષમાર્ગ છે.
णासग्गि अभिंतरह जे जोवहिं असरीरु । बाहुडि जम्मि ण संभवहिं पिवहिं ण जणणी-खीरु ।।६०।।
ધ્યાન વડે અભ્યતરે, દેખે જે અશરીર;
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની ક્ષીર. ૬). જે જ્ઞાની નાસિકાદષ્ટિ રાખીને એટલે કે અંતર્મુખ દષ્ટિ કરીને જ્ઞાનાનંદસ્વભાવી, અશરીરી પોતાના આત્માને દેખે છે, ધ્યાવે છે તેને ફરી આવાં લજ્જાજનક જન્મો કરવા પડતાં નથી.
નાસિકાદષ્ટિ એટલે અંતરમાં જે મુખ્ય વસ્તુ છે તેના ઉપર દષ્ટિ રાખીને શરીર રહિત-અશરીરી, શુદ્ધ કુંદન સમાન નિર્મળ પોતાના આત્માને જે ધ્યાવે છે, અનુભવે છે. તે મોક્ષમાર્ગી છે. જ્ઞાનમૂર્તિ ભગવાન આત્મા પોતાની પૂર્ણ જ્ઞાનદશા પ્રગટ કરવા અત્યંતર દષ્ટિનું સાધન કરે તેને ફરી બીજી માતાની કુખે અવતરીને માતાનું દૂધ પીવું નહિ પડે.
ચૈતન્યબિંબને અગ્ર કરીને-મુખ્ય કરીને તેનું અંતર ધ્યાન કરે તે અંતરનો મોક્ષમાર્ગ છે, તે જ સાચો-વાસ્તવિક મોક્ષમાર્ગ છે. વિકલ્પમાં કે નિમિત્તમાં કે મજબૂત શરીરના સંહનનમાં મોક્ષમાર્ગ ખરેખર નથી.
વસ્તુના સ્વભાવ ઉપર દષ્ટિ લઈ જવી તેને અહીં નાસાગ્રષ્ટિ કહી છે. પૂર્ણ આનંદ તે આત્માનું નાક છે, તેના લઈને આત્મા નભી રહ્યો છે, માટે તેના ઉપર દષ્ટિ મૂકવાનું કહ્યું છે. લોકો મોટી આબરૂને પોતાનું નાક કહે છે. અહીં કહે છે કે આત્માની મોટી આબરૂ “કેવળજ્ઞાન” તે આત્માનું નાક છે. કેવળજ્ઞાનરૂપી નાકનો આત્મા ધણી છે. શું એની મહિમા !! કેવળજ્ઞાનીની વાણીમાં ન આવી શકે એટલે આત્માનું જ્ઞાન છે, એટલી શાંતિ છે અને એવું અનંતુ બળ આદિ બધા ગુણો વાણીમાં ન આવી શકે એટલાં મહાન છે. અનંતી અનંતી અવંતી આત્મિકશક્તિ તે આત્માનું નાક છે. આત્મા જેવી બીજી ચીજ કેવી? એની શું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com