________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૨૨૯ [ પ્રવચન નં. ૪૪]
ગુરુ આદેશઃ દેહવાસી નિજ-પરમાત્મામાં અને
સર્વજ્ઞ-પરમાત્મામાં ફેર ન જાણ! [ શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૬-૭-૬૬ ]
આ શ્રી યોગસાર શાસ્ત્ર ચાલે છે. તેની ૧૦૪ ગાથા ચાલે છે. યોગીન્દ્રદેવ કહે છે કે આત્મા પોતે જ પંચ-પરમેષ્ઠી છે.
अरहंतु वि सो सिद्ध फुडु सो आयरिउ वियाणि । सो उवझायउ सो जि मुणि णिच्छई अप्पा जाणि ।। १०४।। આત્મા તે અર્હત છે, સિદ્ધ નિશ્ચયે એ જ;
આચારજ, ઉવઝાય ને સાધુ નિશ્ચય તે જ. ૧૦૪. નિશ્ચયદષ્ટિ અર્થાત યથાર્થ દષ્ટિથી જુઓ તો, આત્મા જ અહંત છે એમ જાણો. અહંત, સિદ્ધ, આચાર્ય આદિના પર્યાયો આત્માના ધ્રુવપદમાં-અંતરમાં શક્તિરૂપે પડી છે.
આત્મામાં વર્તમાન દશામાં અલ્પજ્ઞાન, અલ્પદર્શન અને રાગ-દ્વેષાદિની વિપરીતતા છે. એ તો ક્ષણિક અવસ્થા છે પણ અંતરમાં તો, અહંતના જેવા અનંત ચતુષ્ટય ત્રિકાળ પડયાં છે.
પ્રવચનસારની ૮૦ મી ગાથામાં આવે છે કે અહંતનું દ્રવ્ય એટલે શક્તિવાન, તેના ગુણ એટલે શક્તિ અને તેની વર્તમાન અવસ્થાને જે જાણે છે તે પોતાના આત્માના દ્રવ્ય ગુણ-પર્યાયને જાણે છે એટલે કે અહંતના દ્રવ્ય-ગુણ-પર્યાય સાથે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને મેળવે છે કે મારામાં પણ અહંત જેવા દ્રવ્ય-ગુણ છે. મારા સ્વભાવમાં અનંત જ્ઞાન-દર્શન, સુખ આદિ સ્વભાવો છે તે પ્રગટ થશે. જે હોય તે પ્રગટ થાય, ન હોય તો ક્યાંથી આવે? આહાહા! રાગ રહિત નિર્વિકલ્પ શ્રદ્ધા વડે હું અહંત જેવો જ છું એવી પ્રતીતિ થઈ શકે છે.
ભગવાન આત્મા એટલે કારણ પરમાત્મામાં અહંતપદનું કારણ પડયું છે તે પ્રગટ થાય છે. તૃષા લાગી હોય તો, પાણી હોય તો તૃષા છીએ. તેમ અહંતપદ અંતરમાં હોય તો તેમાં એકાગ્રતા કરવાથી પર્યાયમાં તે પ્રગટ થાય. પાણી ન હોય તો તૃષા ન છીએ, તેમ અંતરમાં અહંતપદ ન હોય તો પર્યાયમાં પ્રગટ ક્યાંથી થાય?
અહીં યોગસારની આ ૧૦૪ ગાથામાં જે વાત છે એ જ વાત મોક્ષપાહુડની ૧૦૪ મી ગાથામાં છે, તેનો અહીં આધાર આપ્યો છે.
અરે! આ તત્ત્વનો ભરોસો પણ કેમ થાય? ભાઈ ! તારી દશામાં ભલે અલ્પજ્ઞાન હો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com