________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ] હવે ૮૬ મી ગાથા કહે છે કે એક આત્માનું મનન કર!
एक्कलय इंदिय-रहियउ मण-वय-काय-ति-सिद्धि । अप्पा अप्पु मुणेहि तुहुं लहु पावहि सिव-सिद्धि ।। ८६ ।। એકાકી ઈન્દ્રિય રહિત, કરી યોગત્રય શુદ્ધ
નિજ આત્માને જાણીને, શીધ્ર લહો શિવસુખ. ૮૬. પાંચ ઈન્દ્રિયથી વિરક્ત થઈને તું આત્માનું આત્મા દ્વારા મનન કર! તો અલ્પકાળમાં તું મોક્ષ પામીશ.
નિરંતર એક સ્વભાવનું જ ઘોલન કર! વિકલ્પનો સ્પર્શ ન કર! આત્મા દ્વારા આત્માનું મનન કર! મનન એટલે વિકલ્પ નહિ પણ અંતર સ્વરૂપમાં એકાકાર થવાની વાત છે. આવું મનન જે કરશે તે મોક્ષની સિદ્ધિ શીધ્ર કરી શકશે.
ગૃહસ્થાશ્રમમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયના પુરુષાર્થ વિકલ્પની જાળમાં અટકવું પડે છે. અર્થ અને કામનો અશુભ પુરુષાર્થ છે અને ધર્મનો શુભ પુરુષાર્થ છે પણ છે ત્રણેય વિકલ્પની જાળ !
શ્રોતા-આપ ધર્મને શુભભાવ કેમ કહો છો?
પૂજ્ય ગુરુદેવ -ભાઈ ! એ ધર્મને સમયસારમાં પુણ્ય કહ્યું છે. વ્યવહારધર્મ કહો કે પુણ્ય કહો બન્ને એક જ છે, તે નિશ્ચયધર્મ નથી.
સ્વતંત્ર વસ્તુસ્વભાવની દષ્ટિ કરવામાં જો રાગની રુચિ રહી જાય, રાગમાં લાભ મનાય જાય તો દષ્ટિ ત્યાંથી નહિ ખસે પ્રભુ! તને તારી શાંતિ નથી ગોઠતી અને રાગ ગોઠે છે! તો તું ક્યાં જઈશ? જ્યાં સુધી રાગનું પોષાણ છે ત્યાં સુધી વીર્ય અંતરમાં કામ નહિ કરી શકે. વીર્ય ગુણનું ખરું કાર્ય તો પોતાના સ્વભાવની રચના કરવાનું છે. પણ જ્યાં સુધી વીર્ય રાગ, પુષ્ય, સંયોગ આદિમાં ઉલ્લાસથી કાર્ય કરશે ત્યાં સુધી સ્વભાવનું કાર્ય નહિ કરી શકે. માટે ગૃહસ્થ પહેલાં જ રાગાદિની રુચિ છોડી દેવી જોઈએ.
કર્મના લક્ષે ઉત્પન્ન થતી ધારા કર્મધારા છે તે જ્ઞાનધારામાં વિધ્ર કરનારી છે ત્રણકાળ ત્રણલોકમાં વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું કહેવાય છે. “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.' તેમાં ઢીલું મૂકીને કાંઈ ફેરફાર ન કરાય. પ્રભુ! તારું સ્વરૂપ ક્યાં ઢીલું છે? જ્ઞાનથી જો તો એકલો જ્ઞાનનો પૂંજ છે. વીર્યથી જો તો એકલો વીર્યનો પિંડ છે. આનંદથી જો તો એકલો આનંદનો પિંડ છે. ગુણપુંજ આત્મા છે. અનંત ગુણનો ઢગલો છે.
દિગંબર સંતોની કથનપદ્ધતિ પણ કોઈ અલૌકિક છે. એક એક શબ્દમાં આખો સિદ્ધાંત ભરી દીધો છે. આ તો ભાઈ ! સર્વજ્ઞભગવાને જેવું સ્વરૂપ જોયું છે, કહ્યું છે તેવું જ વસ્તુનું સ્વરૂપ છે અને તેવું જ અનુભવમાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com