________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ॐ
परमात्मने नमः ।
હું ૫રમાત્મા
શ્રી યોગીન્દ્દેવ-વિરચિત યોગસાર ઉપર
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચન
[પ્રવચન નં. ૧]
પૂજ્ય ગુરુદેવશ્રીનાં મંગલ આશીષઃ
અમે તને પરમાત્મપણે દેખીએ છીએ
(શ્રી યોગસા૨ ઉપ૨ ૫રમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૬-૬-૬૬)
શ્રી યોગીન્દ્રદેવ નામના વનવાસી દિગંબર સંત-આચાર્ય ૧૩૦૦–૧૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયા; તેમણે આ યોગસાર અને પરમાત્મપ્રકાશ જેવા બે પ્રસિદ્ધ શાસ્ત્રો રચ્યાં છે. તેમાં આ યોગસાર એટલે નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં યોગ નામ જોડાણ કરીને, સાર એટલે તેની નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવી તેનું નામ યોગસા૨ છે.
દિગંબર સંતોએ તત્ત્વનું દોહન કરીને બધું સાર....સાર જ આપ્યું છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, યોગસાર આ બધાં શાસ્ત્રોમાં સંતોએ તત્ત્વનો સાર આપ્યો છે.
યોગસાર તે પર્યાય છે પણ તેનો વિષય ત્રિકાળ ધ્રુવ-શાશ્વત શુદ્ધ સત્ વસ્તુ છે, તેનું ધ્યેય બનાવીને તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા કરવી તેને ભગવાન અહીં યોગસાર કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com