________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર ]
આ૨૧
એકરૂપ ભગવાન આત્મા સીધો અનુભવ કરવાને લાયક છે પણ એની એણે કદી કિંમત કરી નથી. પૈસાની કિંમત ! ધૂડની કિંમત ! પણ એક આત્માની હિંમત નથી, આહાહા! જગતના મોહ તો જુઓ! જ્યાં સુધી જીવ સમ્યગ્દર્શન પામતો નથી ત્યાં સુધી હે જીવ! નિઃસંદેહ એમ વાત જાણ કે ૮૪ લાખ યોનિમાં ફરવું મટતું નથી.
ભગવાન આત્મા “સ્વાનુમૂલ્ય વસંતે' સીધો અનુભવ થવાને લાયક હોવા છતાં ભવિષ્યમાં જ્યાં સુધી સમ્યગ્દર્શનને પામશે નહિ ત્યાં સુધી રખડશે. એમ નિર્કાન્તપણે જાણ. “સમકિત નવ લહ્યું” એમ કહ્યું છે પણ કાંઈ ચારિત્ર વિના રખડી રહ્યો છે એમ કહ્યું નથી. કેમ કે સમકિત હોય ત્યારે ચારિત્ર હોય. સમકિત વિના ચારિત્ર હોતું નથી. ક્રિયાકાંડ કાંઈ ચારિત્ર નથી, એવા ક્રિયાકાંડ તો અનંતવાર કર્યા છે.
શ્રી સમતભદ્રાચાર્ય શ્રાવક રત્નકરંડાચાર બનાવ્યું છે, તેમાં એક શ્લોક છે કે ત્રણ લોકમાં ને ત્રણ કાળમાં સમ્યગ્દર્શન જેવું જીવને હિતકારી કોઈ નથી. સમ્યગ્દર્શન સિવાય બીજા કોઈ પણ પરિણામ આત્માને હિતકારી નથી. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા, પંચ મહાવ્રત આદિના પરિણામ અનંતવાર કર્યા પણ એની કાંઈ કિંમત નથી વ્યવહાર આચરણનો જે ગ્રંથ શ્રાવકરત્નકરંડાચાર તેમાં પહેલી ભૂમિકા એમ બાંધી છે કે ત્રણ કાળ ત્રણ લોકમાં સમકિત જેવું જીવને હિતકર કાંઈ નથી અને મિથ્યાદર્શન જેવું જીવનું બુરુ કરનાર કાંઈ નથી. ભગવાન આત્માના આશ્રયે જે સમ્યગ્દર્શન થાય એ સમ્યગ્દર્શન વિના જીવને જગતમાં બીજું કોઈ હિતકારી નથી. હિંસા-જૂઠું-ભોગ-વાસનાના અશુભ પરિણામ એટલું બૂર ન કરે જેટલું બૂરું મિથ્યાશ્રદ્ધા કરે છે.
ભગવાન આત્માએ પોતાના સ્વભાવનો આશ્રય લઈને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અનંત કાળમાં જીવે કદી કરી નથી; ત્રણ લોકમાં એવા સમ્યગ્દર્શન જેવી કિંમતી બીજી કોઈ ચીજ નથી. અને ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ હોવા છતાં તેનાથી વિરુદ્ધની શ્રદ્ધા, શુભરાગના એક કણથી પણ મને લાભ થશે, દેહની ક્રિયા મને સહાયક થાય તો મારું કલ્યાણ થાય-એવી મિથ્યામાન્યતા એવી જગતમાં બીજી કોઈ બૂરી ચીજ નથી.
આહાહા ! સમકિત શું ચીજ છે એની જગતને ખબર નથી ! નિરાવલંબી નિરપેક્ષ ચીજને સાપેક્ષ માનવી એ વાત જ ખોટી છે, ભલે વ્યવહાર હો, પણ હોય તેથી શું થયું? એને કોઈ રાગ કે નિમિત્ત કે ગુરુ કે કોઈ શાસ્ત્ર કે કોઈ ક્ષેત્રના આધારની કોઈની જરૂર નથી. એવો નિરાવલંબી ભગવાન બિરાજી રહ્યો છે. એની શ્રદ્ધા ને જ્ઞાન જેવી કિંમતી ચીજ ત્રણ કાળ ત્રણ લોકમાં અન્ય કોઈ નથી. ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્માને સીધો જાણ્યો નથી ને રાગના કણને લાભદાયક માને, પરના આશ્રયે કાંઈક હળવે હળવે કલ્યાણ થશે, રાગ કરીશું તો કલ્યાણ પામીશું-એવી જે મિથ્યાશ્રદ્ધા એના જેવું જગતમાં કોઈ બૂરું કરનાર નથી. ૨૫.
શુદ્ધાત્માનું મનન જ મોક્ષમાર્ગ છે, ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ બિરાજે છે તેનો અનુભવ કરવો તે એક જ મોક્ષમાર્ગ છે. શુદ્ધ પવિત્ર આત્મા અંદર બિરાજે છે તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com