________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮] વિકલ્પની જાળ છોડી દે. ભગવાન આત્માનું નિર્વિકલ્પ સ્વરૂપે ધ્યાન કર એ એક જ મોક્ષનો ઉપાય છે. ૨૭.
ત્રણ લોકમાં પૂજ્ય હોય તો ભગવાન પોતે જ છે, પોતાને માટે પોતાનો આત્મા જ પૂજ્ય છે. એમ ૨૮ મી ગાથામાં કહે છે:
जो तइलोयह झेउ जिणु सो अप्पा णिरु वुत्तु । णिच्छय-णई एमइ भणिउ जाणि णिभतु ।। २८ ।। ધ્યાનયોગ ત્રિલોકના, જિન તે આતમ જાણ;
નિશ્ચયથી એમ જ કહ્યું, તેમાં ભ્રાંતિ ન આણ ૨૮. ત્રણલોકના પ્રાણીઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય જિન છે એટલે કે ભક્તોને ધ્યાન કરવા લાયક કોઈ હોય તો તે ભગવાન આત્મા છે. ભગવાનની ભક્તિ-પૂજાનો વ્યવહાર વિકલ્પ વચ્ચે આવે ને?–તો ભલે આવે, પણ કાંઈ પરમાર્થે પૂજ્ય નથી. જો પરમાર્થે પૂજ્ય હોય તો ત્યાંથી લક્ષ ફેરવીને અંદરમાં લક્ષ કરવાની જરૂર પડે નહિ!
ભગવાનની મૂર્તિના દર્શનથી નિધત-નિકાચિત કર્મને તોડે ને? ભાઈ ! બાપુ ત્રણલોકનો નાથ પૂજ્ય ભગવાન આત્મા છે, તેના દર્શનથી નિધત ને નિકાચિત કર્મના ભૂક્કા ઊડી જાય છે! એવો ભગવાન આત્મા છે. વ્યવહારના લખાણ આવે કે પરમેશ્વર અને મૂર્તિ દેખવાથી સમ્યગ્દર્શન થાય પરંતુ નિજ ભગવાન આત્માના દર્શનથી સમ્યગ્દર્શન થાય ત્યારે બહારમાં નજીકમાં શું હોય તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે.
ત્રણલોકના પ્રાણીઓને ધ્યાન કરવા લાયક જે જિન છે તે ભગવાન આત્મા છે. પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો જિનસ્વરૂપ પરમાત્મા પોતે જ ધ્યાન કરવા લાયક છે. ભક્તજનોએ એટલે કે આત્માની ભક્તિ કરનાર જીવોએ ભક્તિ કરવા લાયક પોતાનો ભગવાન આત્મા છે. તીર્થકર ભગવાન વ્યવહારે પૂજ્ય છે ને નિશ્ચયથી તો એનો પોતાનો ત્રણલોકનો નાથ આત્મા પૂજ્ય છે.
એકલો શુદ્ધ બુદ્ધ જ્ઞાનઘન આનંદકંદ ધ્રુવ તેને નિશ્ચયથી આત્મા કહ્યા છે. દેહની કિયા તો જડ, પુણ્ય-પાપના ભાવ આસ્રવ, વર્તમાન પર્યાયની અલ્પતા એ વ્યવહારઆત્મા ને ખરેખરો આત્મા તો ત્રિકાળી શુદ્ધ બુદ્ધ ધ્રુવ, એકલો ચૈતન્ય પિંડ ધ્રુવ તે ખરેખર આત્મા છે. સત્ય વાત કહેનાર વાણી અને જ્ઞાન આમ કહે છે.
ત્રણ લોકનો નાથ પ્રભુ તું પૂજ્ય છો, આહાહાહા! ભગવાન સર્વશદેવ ને પ્રતિમા એ વ્યવહાર પૂજ્ય છે ને મોક્ષનો માર્ગ પૂજ્ય તે પણ વ્યવહારે, પૂરણ શુદ્ધ ચૈતન્યનો પિંડલો ભગવાન કે જ્યાં નમવા જેવું છે, જ્યાં અંતર સન્મુખ થવા જેવું છે એવો ત્રણ લોકનો નાથ પૂજ્ય પ્રભુ પોતાનો આત્મા પોતાને પૂજ્ય છે.
નિશ્ચયનય આમ કહે છે માટે તેમાં સંદેહ ન કર. અમે આવા આત્મા? ભક્તો પોતાના ભગવાન આત્માને પૂજે? આવડું મોટું આ તત્ત્વ?–એમ ભ્રાંતિ ન કર. સો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com