________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
| [ ૬૭ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશે જાગૃત સ્વભાવનો પિંડ પ્રભુ તેની ભાવના એટલે કે નિર્વિકલ્પ એકાગ્રતા કરવાથી મોક્ષ થશે. આ તો ભાવનાનો ગ્રંથ છે, તેને પુનઃક્તિદોષ ન લાગુ પડે, એને તો પુનઃભાવના લાગુ પડે. ભાવના એટલે નિર્વિકલ્પ એકાગ્રતા, તે એક જ મોક્ષનો માર્ગ છે, વ્યવહારના વિકલ્પો મોક્ષનો માર્ગ નથી. શાસ્ત્રની સ્વાધ્યાય કરતાં નિર્જરા થાય. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ પ્રભુ છે. તેની એકાગ્રતા કરતાં જ મોક્ષ થશે, બીજી રીતે મુક્તિ થશે નહિ. માટે તું ભ્રમના ભૂલાવામાં ન પડ. ભટકવા માટે ભ્રમણાના સ્થાન ઘણા છે અને ભ્રમણા મૂકવાનું સ્થાન ભગવાન આત્મા એક જ છે.
जाम ण भावहि जीव तुडं णिम्मल अप्प-सहाउ । ताम ण लब्भइ सिव-गमणु जहिं भावइ तहि जाउ ।। २७।।
જ્યાં લગી શુદ્ધસ્વરૂપનો, અનુભવ કરે ન જીવ;
ત્યાંલગી મોક્ષ ન પામતો, જ્યાં રુચે ત્યાં જાવ. ૨૭. હે જીવ! જ્યાં સુધી નિર્મળ આત્માના સ્વભાવની ભાવના નહિ કર ને લાખ વ્રત-નિયમ-પૂજા-ભક્તિ તથા શાસ્ત્ર દેવા-લેવાના વિકલ્પની જાળમાં જ્યાં સુધી અટક્યો છો ત્યાં સુધી આત્માનો મોક્ષમાર્ગ નથી બધી વિકલ્પની જાળોને છોડીને ભગવાન પૂર્ણાનંદ અભેદ ચૈતન્યસ્વરૂપનો અનુભવ ન કર ત્યાં સુધી મોક્ષમાં જઈ શકતો નથી, પૂર્ણાનંદ તરફ તારું ગમન-પરિણમન નહિ થાય.
લોકો તો બિચારા પ્રભાવના માટે જિંદગી ખોઈ બેસે છે! આપણે પ્રભાવના કરીએ તો ઘણાને લાભ થાય ને!-એમ એના માટે જિંદગી ખોઈ બેસે! પણ જ્યાં સુધી ભગવાન આત્માની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રની ભાવનાની એક્તા ન કર ત્યાં સુધી મોક્ષ પામી શક્તો નથી, ભલેને લાખ પ્રકારના બહારના વ્યવહાર-વિકલ્પો કરતો હો ! પણ મુક્તિ પામીશ નહિ.
આહાહા! આવો માર્ગ છે. દિવ્યધ્વનિ તે જૈનશાસન નહિ, વિકલ્પ ઊઠે તે જૈનશાસન નહિ, પંચમહાવ્રતના પરિણામ ઊઠે તે જૈનશાસન નહિ, બીજાને સમજાવવાના વિકલ્પમાં રોકાવું તે જૈનશાસન નહિ. ઠરેલું શાંતરસનું બિંબ આત્મતત્ત્વ, તેમાં આવા વિકલ્પોને અવકાશ જ ક્યાં છે? અને તે વિકલ્પ હોય તોપણ તે શિવપંથના કારણમાં કેમ ભળે? ભગવાન આત્માની અનુભવની દષ્ટિ, અનુભવનું જ્ઞાન ને અનુભવની સ્થિરતા તે એક જ શિવપંથનું-મોક્ષના પંથનું ગમન ને પરિણમન છે.
જ્યાં સુધી સ્વભાવમાં એકાગ્રતા ન કરે ને બહાર વિકલ્પની જાળમાં ઠર્યા કરે ત્યાં સુધી શિવમાર્ગને પામીશ નહિ માટે જ્યાં તને ગોઠે ત્યાં જા, મુક્તી જોઈતી હોય તો સ્વભાવ તરફની એકતા કર, બાકી વિકલ્પમાં તો છો ને તેનાથી લાભ થશે-એ તો અનાદિનું ચાલ્યું જ આવે છે. એમાં અમારે તને શું કહેવું?
જ્યાં રુચે ત્યાં જા, મોક્ષનો લાભ ચાહતો હો તો સ્વભાવ તરફ એકાગ્ર થા. બધાં પ્રપંચની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com