________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬] નથી. આત્મા પોતે જ અંતરમાં એકાકાર થઈ પરિણમતો...પરિણમતો પૂર્ણ કાર્યરૂપે પરિણમી જાય છે.
પંચાસ્તિકાયમાં સુવર્ણનું દષ્ટાંત આપ્યું છે કે સુવર્ણને શુદ્ધ થવામાં અગ્નિ તો નિમિત્ત છે પણ સુવર્ણ પોતે જ શુદ્ધ થતું થતું સોળવલું સુવર્ણ થઈ જાય છે. તેમ આત્માના મોક્ષ માટે આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ જ મોક્ષમાર્ગ છે. ઉપાદાના પોતે જ કાર્યરૂપે પરિણમી જાય છે. સાથે નિમિત્ત-વ્યવહાર હોય છે તેની ના નથી પણ તેનું લક્ષ છોડ-આશ્રય છોડ, ત્યારે જ મોક્ષમાર્ગની શરૂઆત છે.
આત્માનું દર્શન અથવા આત્માનો અનુભવ એ જ મોક્ષની સીધી સડક છે. જેમ સીમંધર ભગવાન ક્યાં બિરાજે છે?—આ (-પૂર્વ દિશામાં) સીધા ભગવાન બિરાજે છે, તેમ સિદ્ધપણાની પર્યાયની સીધી સડક આત્માની શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિપૂર્વક અનુભવ કરવો તે છે. મોક્ષમહેલના પૂર્ણકાર્ય સુધી કારણ ચાલ્યું જાય છે.
જેમ અહીંથી સીધી સડક પાલીતાણા શત્રુંજયની તળેટી સુધી જાય છે તેમ આત્માના શ્રદ્ધા-જ્ઞાન અને અનુભવરૂપ સીધી સડક સિદ્ધદશાના મોક્ષમહેલ સુધી જાય છે. આ બધાં દષ્ટાંતો સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે દેવાય છે.
રાગ અને નિમિત્તનું અનુસરણ છોડીને ભગવાન આત્માને અનુસરતી શ્રદ્ધાજ્ઞાન-અનુભવની સીધી સડક સિદ્ધદશાના મહેલ સુધી પહોંચે છે. મોક્ષમહેલમાં જવાની આ સિવાય બીજી કોઈ સડક જ નથી ગલી પણ નથી.
સાક્ષાત્ પરમાત્માની ભક્તિ પણ જીવને મોક્ષમહેલમાં પહોંચાડતી નથી. શ્રોતા:- તો પછી ભગવાનની ભક્તિ કરે કોણ?
પૂજ્ય ગુરુદેવ - જ્યાં સુધી વીતરાગ થાય નહિ ત્યાં સુધી પૂર્ણાનંદના આશ્રયની પરિણતિ હોવા છતાં એવો શુભભાવ આવ્યા વગર રહેતો નથી. અશુભથી બચવા શુભભાવ આવ્યા વગર રહેતો નથી એમ કહેવાય પણ ખરેખર તો તે કાળે તે શુભભાવ આવ્યા વગર રહેતો નથી-એવી જ વસ્તુસ્થિતિ છે.
દ્રવ્ય અનંત ગુણસાગરનો પિંડ છે અને તે ગુણોનું પરિણમન તે પર્યાય છે. દ્રવ્યદૃષ્ટિથી જુઓ તો પરમપરિણામિક ત્રિકાળ ધ્રુવ છે, કૂટસ્થ છે અને પર્યાયદષ્ટિથી જુઓ તો ઉત્પાદ–વ્યય તે ધ્રુવનું પરિણમન છે. દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્ય પરિણમતું નથી. તેથી જ તેને સદશ કહ્યું છે એટલે જેવું છે તેવું જ ત્રિકાળ રહે છે. પરિણમે છે તે પર્યાય છે. દ્રવ્ય તો અપરિણામી છે, પર્યાય તેનું લક્ષ કરે છે. અનિત્ય પર્યાય વડે ધ્રુવનું લક્ષ થાય છે.
ખરેખર તો નિશ્ચયનું સ્વરૂપ જ ધ્રુવ છે. ઉત્પા-વ્યય છે તે બધો વ્યવહારનો વિષય છે અને બીજી રીતે કહીએ તો પારિણામિક છે તેની આ પર્યાય છે પણ તે વ્યવહારનયની અપેક્ષાએ છે. પારિણામિક સ્વભાવ છે તે તો ત્રિકાળ એકરૂપ છે, તેમાં કાંઈ ઓછું નથી, વિશેષ નથી, ભેદ નથી અને પરિણમન પણ નથી પણ તેનું લક્ષ પર્યાયથી થાય છે. લક્ષ કરનાર પર્યાય છે અને લક્ષ દ્રવ્યનું છે. આમ સદશ વસ્તુ તે નિશ્ચયનયનો વિષય છે. વિદેશ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com