________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
•
૪૪]
[ પ્રવચન નં. ૮] હે મોક્ષાર્થી ! નિજ પરમાત્મામાં ને જિનેન્દ્રમાં
કિંચિત્ ભેદ ન જાણ! [ શ્રી યોગસાર ઉપર પરમપૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા ૧૪-૬-૬૬ ]
આ યોગસાર શાસ્ત્ર છે. આત્માનું હિત જેમાંથી પ્રગટ થાય એવો જે પોતાનો આત્મા તેની એકાગ્રતાનો જે ભાવ તે યોગ છે અને તે યોગથી જે વીતરાગતા પ્રગટ થાય તે યોગસાર છે. અહીં આપણે ૧૯મી ગાથા ચાલી રહી છે.
जिणु सुमिरहु जिणु चिंतवहु जिणु झायहु सुमणेण । सो झायंतह परम-पउ लब्भइ एक्क-खणेण ।। १९ ।। જિન સમરો જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ, તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ. ૧૯
* શુદ્ધ ભાવે જિનેન્દ્રનું સ્મરણ કરો * શુદ્ધ ભાવે જિનેન્દ્રનું સ્મરણ કરો એટલે શું?-જિનેન્દ્ર એટલે જે પૂરણ પરમાત્મા થઈ ગયા એવો જ આ આત્મા જિનેન્દ્ર છે; એ જિનેન્દ્રનું શુદ્ધભાવથી સ્મરણ કરવું એટલે કે રાગ વિનાની વીતરાગી દશા દ્વારા ભગવાન આત્માનું સ્મરણ કરવું.
રાગનો આશ્રય એ કાંઈ જિનેન્દ્રનું સ્મરણ નથી, એ તો વિકારનું સ્મરણ છે. પુણ્યપાપના રાગમાં તો જિનેન્દ્રથી વિરુદ્ધ વિકારભાવનું સ્મરણ કર્યું, તેથી તેને સંસાર અનાદિ જેમ છે તેમ રહે છે. ભાઈ ! તારે એ સંસારનો અંત લાવવો હોય, સુખી થવું હોય તો જિનેન્દ્રનું સ્મરણ કરવું એટલે કે જિનેન્દ્ર સમાન તારો સ્વભાવ છે તેનું સ્મરણ કરવું. એ સ્મરણ ક્યારે કરી શકે ?-કોણ કરી શકે ?-કે પહેલાં નિર્ણય કર્યો હોય કે હું પોતે પરિપૂર્ણ પરમાત્મા છું, મારા સ્વભાવમાં પૂર્ણાનંદ ને પૂરણ નિર્દોષતા ભરી પડી છે-આમ જેને શ્રદ્ધામાં ધારણામાં આવ્યું હોય એ જિનેન્દ્રનું સ્મરણ કરી શકે.
જેનો જેને પ્રેમ હોય તેનું તે સ્મરણ કરે. લગ્નની ધમાલમાં અરે! મોટીબેન ને ભાણીયા ન આવી શક્યા-એમ ઓરતો કરે-યાદ કરે; કેમ કે પ્રેમ છે ને! એટલે લગ્નની ધમાલમાં પણ સ્મરણ કરે! તેમ શુદ્ધ અખંડાનંદ પરમાત્માનું સ્વરૂપ તે જ મારુ સ્વરૂપ છે-એમ નિર્ણયમાં આત્માનો જેને પ્રેમ જાગ્યો હોય તે તેનું વારંવાર સ્મરણ કરે
જેણે નિર્ણય કર્યો છે કે પૂરણ શુદ્ધ આનંદસ્વરૂપ પરમાત્મા હોય છે, તેને એવો નિર્ણય આવે કે હું પોતે વસ્તુ તરીકે પરમાત્મા છું, મારું સ્વરૂપ જ વીતરાગ બિંબ છે. વસ્તુમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com