________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા]
[૮૯ બીજાને જોતાં પણ પોતાના જ્ઞાનને જ દેખે છે, આવો ધર્મ જીવે કોઈ દી સાંભળ્યો નથી. અનાદિથી ચોરાશીના અવતારમાં ભટકીને ભૂકા થઈ ગયા, તોપણ જ્ઞાન તે આત્મા તેમ જાણ્યું નહિ પણ આત્માને અણાત્મા માન્યો અને અણાત્માને આત્મા માન્યો.
બીજાના દોષનું જ્ઞાન થયું પણ ત્યાં જ્ઞાન થયું ને! તો જ્ઞાન થયું તે પોતામાં થયું છે. માટે પોતાનું જ્ઞાન થયું છે પણ દોષનું જ્ઞાન થયું નથી. માટે જ્યાં હોય ત્યાં પોતાનું જ્ઞાન થાય છે-પોતાનું જ્ઞાન જણાય છે.
જ્ઞાનની મૂર્તિ છે એમ અંતરભાન થતાં તે બધેય જ્ઞાન અથવા આત્મા જ ભાળે છે. જેમ ખેતરમાં ચણા વાવ્યા હોય તો ખેડૂતની નજર ચણા ઉપર જ હોય. કેટલા થયા છે? ને કેવા થાય છે? એમ એની નજર ચણા ઉપર હોય. પણ ડાળા-પાંદડા ઉપર નજર ન હોય. તથા જેમ સોનામાં મણિ જડેલ હોય ને ઝવેરી પાસે જાવ તો તેની દૃષ્ટિ મણિ પર જ હોય; સોના પર નહિ કેમ કે તેને મણિનું કામ છે જ્યારે સોનીને ત્યાં જાવ તો તેની દષ્ટિ સોના ઉપર જ હોય, તેમ જેને આત્માની શ્રદ્ધા જ્ઞાન ને ભાન થયું તેને
જ્યાં હોય ત્યાં આત્માનો પાક જ દેખાય કે હું જાણનાર-દેખનાર છું. બીજું મારામાં છે નહિ ને હું જ મને જાણનાર-દેખનાર છું. હવે અનાત્મજ્ઞાની કુતીર્થમાં ભમે છે તેમ કહે છે:
ताम कुतित्थई परिभमइ धुत्तिम ताम करेइ । गुरुहु पसाएं जाम णवि अप्पा-देउ मुणेइ ।। ४१।। સદગુરુ વચન પ્રસાદથી, જાણે ન આતમદેવ;
ભમે કુતીર્થ ત્યાં સુધી, કરે કપટના ખેલ. ૪૧. ગુરુ મહારાજના પ્રસાદથી દેહદેવળમાં બિરાજમાન પોતાના આત્માને સચ્ચિદાનંદસ્વરૂપ-પોતાના દેવને સચ્ચિદાનંદસ્વરૂપ જ્યાં નથી જાણતો ત્યાં સુધી કુતીર્થોમાં ભમે છે, જ્યાં ત્યાં ભટક્યા કરે છે.
નદીમાં સ્નાન કરવા જાય તો કલ્યાણ થાય ને! અરે ધૂળમાં કલ્યાણ થાય! ત્યાં માછલાં તો ઘણાં સ્નાન કરે છે! તો શું તેનું કલ્યાણ થઈ જશે? કુતીર્થોમાં લાભ માનવો તે લોકમૂઢતા છે. વિષયોની પ્રાપ્તિ માટે જીવ મિથ્યાદેવ, મિથ્યાગુરુ ને મિથ્યા શાસ્ત્રોની ખૂબ પૂજા-ભક્તિ કરે છે. પણ તે મૂઢતા છે. શુદ્ધાત્માને અનુભવવો તે દેવની સાચી પૂજા છે, સમ્યગ્દર્શન છે. બાકી કુતીર્થોમાં રખડવાથી કાંઈ લાભ થાય નહિ. તુંબડીનો દાખલો આવે છે ને કે તુંબડીને તીર્થમાં ખૂબ નવરાવી પણ એની કડવાશ તો ગઈ નહિ. તો પછી શું તારી કડવાશ તીર્થમાં નાવાથી ચાલી જશે? અહા ! ભ્રમણારૂપી ઝેર તો ઉતર્યા નથી તો પછી શેના તીર્થ કર્યા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com