________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[ ૧૨૧ જેવા લાગે છે. ૯૬OOO રાણી હોય, રાજપાટ હોય, ૩૨OOO મુકુટબંધી રાજા જેની નીચે હોય અને પોતે ખમ્મા..ખમ્મા.. થતો હોય છતાં ધર્મી જાણે છે કે અરે! મારો આનંદ તો મારી પાસે છે, મારા આનંદ પાસે આ વૈભવની પણ કાંઈ કિંમત નથી.
સમકિતી ગૃહસ્થ હો કે આત્મજ્ઞાની મુનિ હો પણ તેના અનુભવના કાળમાં દરેકને પોતાની બધી શક્તિઓની વ્યક્તતા અંદર પ્રગટ થાય છે. ભગવાન આત્માના ગુણોના ભાવની અચિંત્યતા તો અપાર છે પણ ગુણોની સંખ્યા પણ અનંત, અચિંત્ય અને અપાર છે. એ અનંત ગુણોના ધારક નિજ આત્માનો અનુભવ થતાં સમયે સમયે અનંતા ગુણોની અનંતી પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે.
જેની આંખો હીરાનું પારખું કરે તે જ ઝવેરી કહેવાય. તેમ જે વીર્ય આત્માના સ્વરૂપને રચે તે જ વીર્ય કહેવાય અને જે જ્ઞાન આત્માને શેય બનાવે તેને જ જ્ઞાન કહેવાય. આ તો અગમ્યને ગમ્ય કરવાની વાતો છે બાપુ!
મોક્ષમાર્ગનું સાધકપણું અસંખ્ય સમય જ હોય છે અને તેનું ફળ અનંતસમયનું છે. આહાહા ! એક શ્લોકમાં પણ કેટલું ભરી દીધું છે! જંગલમાં વસતા એક યોગીન્દ્રદેવ પોકાર કરે છે કે પોતાને પોતાથી જાણતાં શું ફળ ન મળે? અનુભવના આનંદથી માંડીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને કેવળજ્ઞાન બધું જ મળે.
અનુભવનું પહેલું ફળ તો અતીન્દ્રિય આનંદનું વેદન કહ્યું. હવે બીજું ફળ કહે છે કે વીર્યમાં ઉલ્લાસ આવે છે કે હું હવે સ્વરૂપની પૂર્ણ રચનાનું કામ કરી શકીશ. વીર્ય ઉછળ્યું તે હવે પૂર્ણ કેવળજ્ઞાન લેશે. ઉલ્લસિત વીર્ય જ કેવળજ્ઞાનનું અધિકારી છે. પામર વીર્ય કેવળજ્ઞાન લઈ શકે નહિ. ઉલ્લસિત વીર્ય એટલે શું?-કે જે શક્તિમાં વીર્ય ગુણ છે તે અનુભવ થતાં પર્યાયમાં વ્યક્ત થયો કે હવે હું કેવળજ્ઞાન લઈને જ રહીશ. અલ્પકાળમાં હું સિદ્ધપદને પ્રાપ્ત કરીશ-એમ એનું વીર્ય ઉછાળા મારે છે. તેને એમ ન થાય કે અરેરે ! હવે શું થશે? કેવળજ્ઞાન સુધી કેમ પહોંચાશે?—એવું હીન વીર્ય ન હોય. દ્રવ્ય છે તે કદી પડીને અદ્રવ્ય ન થાય, તેમ જાગેલું વીર્ય કદી પાછું ન પડે. ક્ષયોપશમ સમ્યગ્દર્શન હોય તો ક્ષાયિક લ્ય અને ક્ષાયિક હોય તો શુક્લધ્યાન ત્યે અને શુક્લધ્યાન હોય તો કેવળજ્ઞાન લ્ય.
આત્માના શુદ્ધ મહિમાવંત દ્રવ્યસ્વભાવને અનુભવતાં વીર્ય એવું ઉછળીને કામ કરે છે કે જ્ઞાનની વૃદ્ધિ શ્રદ્ધાની શુદ્ધતા, ચારિત્રની સ્થિરતા, આનંદની વૃદ્ધિ, સ્વચ્છતાની વૃદ્ધિ, પ્રભુતાની ઉગ્રતા આદિ બધી પર્યાયોમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અનુભવ થતાં વીર્યનું વીરપણે જાગૃત થાય છે. અલ્પકાળમાં વિકલ્પ તોડીને નિર્વિકલ્પતા પ્રાપ્ત કરનારું એ વીર્ય છે.
હવે અનુભવના બીજાં પણ ફળ કહે છે કે અનુભવ થતાં પાપકર્મનો અનુભાગ ઘટી જાય અને પુણ્યકર્મનો રસ વધી જાય છે તથા આયુકર્મ સિવાય બધાં કર્મોની સ્થિતિ ઘટતી જાય છે. મોક્ષમાર્ગ પ્રગટ થઈ ગયો તેને સંસારની સ્થિતિ કેમ વધે? ન જ વધે, ઊલટી તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com