________________
૫૨માત્મા]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
इन्द्र-फणिंद-णरिंदय वि जीवहं सरणु ण होंति । असरणु जाणिवि मुणि-धवला अप्पा अप्प मुणंति ।। ६८ ।। ઇન્દ્ર, ફણીન્દ્ર, નરેન્દ્ર પણ નહિ શરણ દાતાર,
શરણ ન જાણી મુનિવરો, નિજરૂપ વેદે આપ. ૬૮.
[ ૧૩૩
આત્મધ્યાની આત્મજ્ઞાની મહામુનિ સંત યોગીન્દ્રદેવ જગત સામે પોકાર કરીને કહે છે કે ઇન્દ્ર, ધરણેન્દ્ર કે ચક્રવર્તી કોઈ પણ આ સંસારી જીવના રક્ષક થઈ શક્તા નથી. દરેકને પોતાનો આત્મા જ એક રક્ષક છે, શરણ-દાતાર છે. તેની મુનિ પોતાને પોતાનું શ૨ણ જાણી પોતે પોતાને ધ્યાવે છે. પોતાના આત્મામાં શરણ મેળવી લ્યે છે.
‘નિજરૂપ વેદે આપ ' કહેતાં એમ કહેવું છે કે વ્યવહાર દ્વારા કે નિમિત્ત દ્વારા અનુભવ થઈ શકતો નથી પણ શુદ્ધ વીતરાગ પ્રભુ નિજ આત્માનો શુદ્ધ વીતરાગ પરિણિત દ્વારા જ અનુભવ થઈ શકે છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.–એમ પોતે પહેલાં નિર્ણય કરવો જોઈએ.
જીવને જ્યારે પ્રતિકૂળતાનો કે મરણનો કાળ આવે છે ત્યારે તેમાંથી તેને છોડાવવા કોઈ સમર્થ નથી. ચક્રવર્તી જેવાને પણ મરણકાળે છ ખંડનું રાજ્ય છોડીને જવું પડે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી ૭૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી અંત સમયે હીરાના પલંગમાં સૂતો હતો, હજારો દેવો જેની સેવામાં હાજર હતાં, ૯૬૦૦૦ રાણીઓ સામે ઊભી હતી અને બ્રહ્મદત્ત મરીને સીધો સાતમી નરકમાં ૩૩ સાગરનું આયુષ્ય લઈને ગયો. ત્યાં વિલાપ કરે છે કે અરે મને અહીં કોઈ શરણ ન મળે ! ભાઈ ! તેં આત્માને તો સાંભળ્યો નથી. વિકલ્પ પણ જ્યાં શરણ નથી, ત્યાં બહારના સંયોગો તો શું શરણ આપે! અનંત સામર્થ્યનો ધણી પોતાનો આત્મા તેની દૃષ્ટિ કદી કરી નથી તો તેના વગર કોણ શરણ આપે? ભગવાન પણ શરણદાતા નથી. પોતાનો પ્રભુ જ પોતાને શરણદાતા છે. પોતાનો આત્મા જ અરિહંત છે, પોતાનું સ્વરૂપ જ સિદ્ધ સમાન છે, પોતાનું સ્વરૂપ આચાર્ય, ઉપાધ્યાય, સાધુની વીતરાગી પરિણતિ જેવું છે. આત્મા પોતે જ પાંચ પદરૂપે છે. અષ્ટપાહુડમાં શ્રી કુંદકુંદાચાર્યે આ વાત લીધી છે કે પાંચેય પદરૂપે પોતાનો આત્મા જ છે. અરિહંત, સિદ્ધ આદિ કોઈ શરણ આપવા આવતા નથી.
આ રીતે જ્ઞાની જીવે અશરણ ભાવના ભાવીને કર્મોના ક્ષયનો ઉપાય કરવો યોગ્ય છે કેમ કે કર્મોનો સંયોગ એક સમય પણ ગુણકારી નથી.
સમયસારમાં કહ્યું છે કે હું ૫૨ જીવને સુખી-દુઃખી કરી શકું છું એ માન્યતા મહા મિથ્યાત્વ છે. સૌ પોતાના પૂર્વના કર્મોના ઉદય પ્રમાણે આયુષ્ય અને સંયોગ લઈને આવે છે, તેમાં અન્ય કોઈ જીવ ફેરફાર કરી શકતો નથી. બૃદ-સામાયિક પાઠમાં આવે છે કે જ્યારે મરણ આવે છે ત્યારે વૈદ્ય, બ્રાહ્મણ, સ્ત્રી, પુત્ર, માતા, નોકર, ચાકર કે ઇન્દ્ર આદિ કોઈ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com