________________
૫૨માત્મા]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પ્રવચન નં. ૨૫] મુક્તિદાતા: નિજ ૫રમાત્મા
[ શ્રી યોગસા૨ ઉ૫૨ પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૪-૭-૬૬ ]
આ ભરતક્ષેત્રમાં સેંકડો વર્ષ પહેલાં એક યોગીન્દ્રદેવ નામના મુનિ થઈ ગયા. તેમણે આ શાસ્ત્રની રચના કરી છે. શાસ્ત્રનું નામ પણ ‘યોગસાર' છે. આત્માનો સ્વભાવ અનાદિ અનંત શુદ્ધ, પવિત્ર છે તેમાં એકાગ્ર થવું તે યોગનો સાર છે.
અહીં ૬૯ ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે ‘ જન્મ-મરણ જીવ એકલો કરે છે.’
इक्क उपज्जइ मरइ कु वि दुहु सुहु भुंजइ इक्कु ।
णरयहं जाइ वि इक्क जिउ तह णिव्वाणहं इक्कु ।। ६९ ।।
[ ૧૩૫
જન્મ-મરણ એક જ કરે. સુખ-દુ:ખ વેદે એક, નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. ૬૯.
જીવ એકલો જ જન્મે છે અને દેહ છૂટે ત્યારે એકલાને જ પરલોકમાં જવું પડે છે, કોઈ સ્વજન સાથે જતાં નથી. જીવનપર્યંત જેવાં ભાવ કર્યાં હોય તે પ્રમાણે મીને અન્ય ગતિમાં જીવ એકલો જ જાય છે. નરકમાં જાય તોપણ એકલો અને સ્વભાવદિષ્ટ કરીને તેમાં લીન થઈ સર્વથા કર્મોનો અભાવ કરી મુક્તિમાં જાય તોપણ જીવ એકલો જ જાય છે. ત્યાં દેવ-શાસ્ત્ર-ગુરુ કે સંઘ સાથે આવતાં નથી. સ્વરૂપમાં એકાગ્રતા કરીને પોતાનો આત્મા જ પોતાને મુક્તિ પ્રાપ્ત કરાવે છે. તેમાં કોઈ મદદ કરતું નથી.
આ શ્લોકમાં એકત્વભાવનાનો વિચાર કરવામાં આવ્યો છે. ચારગતિના ભ્રમણમાં અનેક જન્મોમાં જીવને માતા-પિતા, ભાઈ-બહેન, સ્ત્રી-પુત્ર, મિત્ર તથા જડ વસ્તુનો સંયોગ થયો અને છૂટયો, પોતે તો એકલો ને એકલો જ રહ્યો. કોઈ સાથે આવ્યું નહિ. માટે હે જીવ! આમ વિચારીને તું તારું હિત શીઘ્ર કરી લે !
જીવ જેવા શુભ-અશુભ ભાવ કરે છે, તેવા કર્મ બંધાય છે અને તેવું તેનું ફળ મળે છે. એક દષ્ટાંત આવે છે કે નાનો ભાઈ બીમાર હતો. મોટા ભાઈએ તેને સાજો કરવા માંસ-ઇંડા આદિ તેને ખબર પડવા દીધા વગર ખવરાવ્યાં. મરીને મોટોભાઈ નારકી થયો અને નાનોભાઈ અસુરકુમા૨ દેવ થઈને તેને મારવા લાગ્યો. જેને માટે પાપ કર્યું તે પરમાધામી થયો અને જેણે પાપ કર્યું તે નારકી થયો. નારકીનો જીવ કહે છે કે અરે! પણ મેં તારા માટે થઈને આ પાપ કર્યું હતું અને તું મને જ મારે છે? પેલો કહે કે મને તો ખબર ન હતી, તેં શા માટે પાપ કર્યું? હું તો તને મારીશ. આ દષ્ટાંત ઉ૫૨થી દરેકે વિચાર કરવા જેવો છે કે કુટુંબ માટે થઈને પોતે જે પાપ કરે છે તેનું ફળ પોતાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com