________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
परिणामें बंधु जि कहिउ मोक्ख वि तह जि वियाणि । इउ जाणेविणु जीव तुहुं तहभाव हुं परियाणि ।।१४।। બંધ-મોક્ષ પરિણામથી, કર જિનવચન પ્રમાણ;
નિયમ ખરો એ જાણીને, યથાર્થ ભાવો જાણ. ૧૪. ભગવાન સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્માએ પરિણામોથી જ કર્મબંધ કહ્યો છે. તારા જે પરિણામ છે તેનાથી જ બંધ થાય છે. કોઈ જીવની હિંસા કે દયાથી બંધન થતું નથી પણ તારા પરિણામથી ભગવાને બંધ કહ્યો છે. શ્રી સમયસારમાં પણ ભગવાન પોતે એમ કહે છે કે કોઈ વસ્તુના આશ્રયે બંધ થતો નથી, પર જીવ મરે કે બચે તેના આશ્રયે બંધ થતો નથી. તારા જેવા શુભ ને અશુભભાવ-મિથ્યાભાવ તેનાથી બંધ થાય છે. શુદ્ધસ્વભાવની સન્મુખતા છોડી દઈને પરસમ્મુખતાના તારા પરિણામ તે એક જ બંધનું કારણ છે.
આત્મા શુદ્ધસ્વરૂપી છે, તેની સન્મુખતાના પરિણામ તે મોક્ષનું કારણ છે અને તેની વિમુખતાના તારા જે પરિણામ તે બંધનું કારણ છે. કર્મના લઈને બંધ થાય કે સામો જીવ જીવે-મરે તે બંધનું કારણ છે જ નહીં. ભલે એ પરિણામમાં પર ચીજ નિમિત્ત હો, પણ એ ચીજ બંધનું કારણ નથી. તારા સ્વભાવની વિમુખતા ને પરચીજની સન્મુખતાના તારા મિથ્યાત્વ પરિણામ ને પુણ્ય-પાપના પરિણામ તે એક જ બંધનનું કારણ છે.
જેમ પોતાના અશુદ્ધ પરિણામ-મિથ્યાત્વના પરિણામ, શુભાશુભભાવના, અવ્રતના, પ્રમાદના, કષાયના તારા જે પરિણામ તે પરસમ્મુખતાના પરિણામ જ બંધને ઉત્પન્ન કરાવનારા છે. તેમ તારા પરિણામથી જ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામથી જ મોક્ષ છે. સ્વસમ્મુખતાના પરિણામ જ મોક્ષનું કારણ છે ને તેને છોડીને મિથ્યાત્વના અવ્રત આદિના પરસમ્મુખતાના પરિણામ જ બંધનું કારણ છે-એમ તીર્થંકરદેવ સો ઇન્દ્રો ને ગણધરોની ઉપસ્થિતિમાં કહેતા હતા.
પોતાના શુદ્ધ સ્વભાવની સન્મુખતારૂપ નિશ્ચયરત્નત્રયના પરિણામ જ મોક્ષનું કારણ છે-એમ તું જાણ-એમ ભગવાન ફરમાવે છે. પોતાની શુદ્ધ સંપદાને છોડીને એના માહાભ્યને મૂકીને પોતાથી અધિકપણે પર વસ્તુની કિંમત કરવારૂપ મિથ્યાત્વના પરિણામ અને તેની સાથે જે શુભ કે અશુભ પરિણામ તે એક જ બંધનું કારણ છે. ચાર ગતિમાં રખડવાનું આ એક જ કારણ છે. નવા કર્મો જ બંધાય તે તારા પરિણામથી બંધાય છે, પરચીજથી બંધાતા નથી. પર જીવ મરે કે પર જીવ બચે, લક્ષ્મી જાય કે રહે, લક્ષ્મી આવવાની જે ક્રિયા થાય અથવા કંજુસાઈની જે ક્રિયા થાય તે કાંઈ તને બંધનું કારણ નથી. પરંતુ તેના તરફની રુચિ ને આસક્તિપૂર્વકના તારા જે પરિણામ તે એક જ બંધનું કારણ છે, બીજું બંધનું કારણ નથી, પોતાના પરિણામ બંધનું કારણ ને કર્મ પણ બંધનું કારણ-એમ બે કારણ છે જ નહીં. બીજું નિમિત્ત ભલે હો પણ બંધનું કારણ તો એક જ જીવના પોતાના પરિણામ જ છે.
ભગવાન આત્માના શુદ્ધ આનંદસ્વભાવને ભૂલીને પરમાં કે પુણ્ય-પાપના ભાવમાં ક્યાંય પણ સુખ છે એવી માન્યતાના પરિણામ તે તેને સંસારના બંધનું કારણ છે અને તે જ પરિણામથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com