________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦]
મિથ્યાદર્શનથી મોહેલો ૮૪ લાખ યોનિમાં રખડે છે, “મુનિવ્રત ધાર અનંત બાર ગ્રેવયેક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન ન લેશ સુખ પાયો.” દિગંબર સાધુ થાય, ૨૮ મૂળ ગુણ પાળે, પણ એ તો રાગ છે, તેમાં હિત માને એ મિથ્યાશ્રદ્ધાથી મોહેલો પ્રાણી છે. તેને આત્માના જ્ઞાન ને આનંદની ખબર નથી તેથી તે મરીને ચાર ગતિમાં રખડવાના છે. મિથ્યાશ્રદ્ધાવાળાને જરીયે સુખ નથી એમ કહ્યું. મિથ્યાશ્રદ્ધા એટલે શું? આપણે કુદેવકુશાસ્ત્ર-કુગુરુને માનતા નથી, આપણે પંચમહાવ્રત પાળીએ છીએ, માટે આપણને મિથ્યાશ્રદ્ધા નથી; પણ એ પંચમહાવ્રત રાગ છે, એને પાળું ને એ મારા છે એ માન્યતા પોતે જ મિથ્યાશ્રદ્ધા છે, તેથી તે જીવ અજ્ઞાની મિથ્યાષ્ટિ છે, ભલે તે જીવ દિગંબર સાધુ થઈને પંચમહાવ્રત પાળતો હોય પણ એ ભાવ મને હિતકર છે એમ માને છે તેને મિથ્યાદર્શનનું ઝેર ચઢેલું છે, તેને આત્માના અમૃતનો જરીયે સ્વાદ હોતો નથી. ૪.
जई वीहउ चउ-गई गमणा पर-भाव चएहि । अप्पा झायहि णिम्मलउ जिम सिव-सुक्ख लहेहि।।५।।
ચાર ગતિ દુઃખથી ડરે, તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમ ચિંતન કરી લે શિવસુખનો લાભ. ૫. શુભ ને અશુભ રાગ એ સ્વરૂપમાં નથી, એને હિતકર માનવો એ જ મિથ્યાદર્શનમાં મોહેલો જીવ છે, તેથી આત્માના ધર્મનું કારણ કોણ તે કહે છે.
* ચાર ગતિનો ભય લાગ્યો હોય તો પરભાવને છોડ * ચાર ગતિનો ભય લાગે, સ્વર્ગમાં અવતરવું એ પણ દુઃખ માને. કેટલાક કહે છે કે આપણે અત્યારે વ્રતાદિ પાળો, સ્વર્ગમાં જઈશું ને ત્યાંથી ભગવાન પાસે જઈશું. પણ અત્યારે તો આત્માનો અનાદર કરે છે, ભગવાને કહ્યું કે દયા-દાન-વ્રતાદિ આત્માના હિતનું કારણ નથી એને તો તું માનતો નથી. ભગવાનનો તો તું અનાદર કરે છે તો સ્વર્ગમાંથી ભગવાન આગળ સાંભળવા જઈશું એ ખોટી ભ્રમણા છે.
એક બળદ હતો તે ખોવાઈ ગયો. તેનો માલિક બળદ શોધવા માટે લુહારને ત્યાં આવ્યો કે તમારી પાસે બળદને ખસ્સી કરવા એકવાર લાવેલ તેથી કદાચ અહીં આવ્યો હોય! લુહાર કહે કે ભાઈ ! એ બળદ અહીં તે પાછો આવતો હશે? ખસ્સી કરાવવામાં તો બહુ ત્રાસ થાય ને તે અહીં પાછો ડોકાતો હશે?–એમ વાત આવે છે. તેમ અહીં કહે છે કે જેને ૮૪ લાખ યોનિના ત્રાસ લાગ્યા છે ને ફરી હવે મારે આ ગતિમાં નથી આવવું-તેને માટે આ વાત છે.
ટૂંકો સિદ્ધાંત કહે છે કે જો તને ભવભ્રમણનો ત્રાસ લાગ્યો હોય તો, ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સિવાય પુણ્ય-પાપનો રાગ પરભાવ છે, એ પરભાવને તું છોડી દે. બહુ ટૂંકી ને ટચ વાત કરી છે કે ભવભ્રમણનો ત્રાસ લાગ્યો હોય તો પરભાવને છોડી દે. તેનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com