________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯૫
પરમાત્મા ] તેમ ભગવાનની મૂર્તિ મને સંસારસમુદ્રથી તારી દેશે એમ માને તે મૂઢ છે. જ્ઞાની જાણે છે કે સિંહનો આકાર, ભય દેખાડવા માત્ર આ મૂર્તિ છે, તે સિંહનું જ્ઞાન કરવામાં નિમિત્તમાત્ર છે, સાક્ષાત્ સિંહ નથી. તેમ ભગવાનની પ્રતિમા ભગવાન કેવા હતા તેનું સ્વરૂપ દેખાડવામાં નિમિત્ત છે. ભગવાનનું સ્મરણ કરાવે છે માટે મૂર્તિને મૂર્તિ માનવી, પરમાત્મા ન માનવા તે યથાર્થ જ્ઞાન છે. અંદર બિરાજે છે તે પરમાત્મા છે. આ યોગસાર કોઈ દી વંચાણું નથી. પહેલીવાર વંચાય છે. વ્યવહાર ખરેખર અસત્યાર્થ છે. તે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ બતાવતો નથી. દાખલા તરીકે નારકી, મનુષ્ય, પશુ, દેવ આદિ છે તે આત્મા છે એમ વ્યવહારથી કહેવાય પણ ખરેખર નિશ્ચયથી તે આત્મા નથી. તે શરીરમાં રહેલો જ્ઞાનમય છે તે આત્મા છે. માટે જ્ઞાની પોતાને માનવ નથી માનતા; પોતે સાક્ષાત્ ભગવાન છે તેમ માને છે.
સવર્ણ પરમાત્મા વ્યવહારને અસત્યાર્થ અને નિશ્ચયને સત્યાર્થ કહે છે. સર્વ સંસારી જીવ ભૂતાર્થ-નિશ્ચય જ્ઞાનથી બહુ દૂર છે. મોટો ભાગ તો વ્યવહાર અને નિમિત્તને વળગ્યો છે. વ્યવહારથી નિશ્ચય પમાશે એટલે કે અસત્યથી સત્ય પમાશે એમ માનીને વળગ્યો છે. ભૂતાર્થ ભગવાન આત્મા અખંડાનંદ પ્રભુને જોનારા બહુ થોડા છે. નિશ્ચય સમજ્યા વિના વ્યવહારને માનનારા ક્યારેય સત્ય પામી શક્તા નથી.
પદ્રવ્યને અને આત્માને અત્યંત અભાવ છે તો વ્યવહારની નીતિના વચનથી આવે છે. પરંતુ અધ્યાત્મદષ્ટિથી તો વિકારને અને આત્માને અત્યંત અભાવ છે. ચૈતન્યગોળો વિકારથી ભિન્ન એકલો છૂટો જ પડયો છે એને દેખ ! જેમ તેલ પાણીના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી તેમ વિકાર ચૈતન્યના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, ચૈતન્યદળમાં પેસતો નથી.
- પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com