________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬]
[ પ્રવચન નં. ૧૭] રાગ-દ્વેષ ત્યાગીને, નિજ પરમાત્મામાં કરો નિવાસ [શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૨૪-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ દિગંબર મુનિ થઈ ગયા. તેમણે આ યોગસાર બનાવ્યું છે. આ આત્માનો સ્વભાવ શુદ્ધ ને આનંદ છે અને તેમાં એકાગ્રતા થવી તેનું નામ યોગ કહેવાય છે. અને તેનો સાર એટલે નિશ્ચય સ્વભાવની સ્થિરતા. તેમાં અહીંયા ગાથા ૪૬ માં કહે છે કે ધર્મરૂપી અમૃત પીવાથી અમર થવાય છે
जइ जर-मरण-करालियउ तो जिय धम्म करेहि । धम्म-रसायणु पियहि तुहुं जिम अजरामर होहि ।। ४६ ।।
જરા-મરણ ભયભીત જો, ધર્મ તું કર ગુણવાન,
અજરામર પદ પામવા, કર ધર્મોષધિ પાન. ૪૬. હે જીવ! તું જરા-મરણથી ભયભીત હો અને દુનિયાના સંયોગના દુ:ખ ને ચોરાશીના અવતારથી જ તું ભયભીત હો તો ધર્મ કર. ધર્મ એટલે શું? ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેની અંતર શ્રદ્ધા જ્ઞાન ને રમણતા તેને અહીંયા ધર્મ કહેવામાં આવે છે. તું તે ધર્મરૂપી રસાયણ અર્થાત્ ઉત્તમ ઔષધિનું સેવન કર, જેથી તું અજર-અમર થઈ શકે. પણ પહેલાં જીવને આ જન્મ-મરણના દુઃખ ભાસવા જોઈએ.
ઘડપણ આવતાં શરીરની શક્તિ ક્ષીણ થઈ જાય છે. ઈન્દ્રિયોમાં શક્તિ રહેતી નથી. બહારના રોગ મટાડવાને જેમ ઔષધ હોય છે, તેમ જન્મ-જરા-મરણના રોગને મટાડવા માટે આત્મામાં ઔષધ છે. આત્માના આનંદ સ્વરૂપને અનુસરીને અંતરમાં તેની શ્રદ્ધા જ્ઞાન ને રમણતારૂપ અનુભવ કરવો તે જન્મ-જરા-મરણને નાશ કરવાનો ઉપાય-ઔષધિ છે-એમ સર્વજ્ઞ પરમાત્મા વીતરાગદેવ ત્રણ કાળ, ત્રણ લોકના જાણનાર કહે છે. માટે ધર્મ રસાયણ છે. અને આ ધર્મ રત્નત્રયસ્વરૂપ છે. દેહની ક્રિયા તે ધર્મ નથી, તેમજ દયા, દાન, ભક્તિ આદિના ભાવ થાય તે પણ ધર્મ નથી. પરંતુ શુદ્ધ આનંદકંદ આત્માનો અનુભવ કરવો તે ધર્મ છે. આહાહા !! આત્મા અનંતગુણનું પવિત્રધામ છે. જેટલો જે કાંઈ આ વિકાર દેખાય છે તે કાંઈ આત્મા નથી. માટે આત્માનો અનુભવ કરવો તે જ જન્મ-જરા-મરણને મટાડવાનું ઔષધ છે. તે ધર્મ
ઔષધ શુદ્ધિભાવરૂપ છે, આત્મતલ્લીનતારૂપ છે. જ્યારે અનાદિ પુણ્ય-પાપના વિકારીભાવની તલ્લીનતા તે જન્મ-મરણના રોગોને ઉત્પન્ન કરવાનું કારણ છે. આહાહા ! આ દેહ તો માટી જડ છે. કર્મ પણ જડ છે ને જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે પણ વિકાર ને દુઃખ છે, દોષ છે તેથી તેનાથી રહિત આત્માના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com