________________
૧૨૪]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પ્રવચન નં. ૨૩]
તે જ ધન્ય છે જે પોતાના ૫૨માત્માને અનુભવે છે
[શ્રી યોગસા૨ ઉપ૨ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧–૭–૬૬ ]
[હું
આ યોગસાર ચાલે છે. પુણ્ય-પાપભાવથી રહિત પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વભાવમાં એકાગ્ર થઈ શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા પ્રગટ કરવી તેનું નામ યોગસાર કહેવામાં આવે છે.
અહીં ૬૪મી ગાથા ચાલે છે. જેણે પોતાના નિર્મળ શુદ્ધ સ્વભાવને સાધ્ય બનાવીને સાધ્યો છે એવા ધર્મીને ધન્ય છે. જુઓ! પૈસાવાળા ધૂળના ધણીને ધન્ય ન કહ્યાં! તેમ દાનમાં ખૂબ ધન ખર્ચનારને પણ ધન્ય નથી કહ્યાં. કેમ કે એ કાંઈ ધન્ય ચીજ નથી. અંતરમાં સચિદાનંદ ધ્રુવ લક્ષ્મી પડી છે તેમાં યોગ એટલે કે જોડાણ કરીને શુદ્ધ નિર્મળભાવોને પ્રગટ કરે તે ધર્મી ધન્ય છે.
चयति ।
मुणंति ॥ ६४ ॥
धण्णा ते भयवंत बुह जे परभाव लोयालोय-पयासयरु अप्पा विमल ધન્ય અહો ભગવંત બુધ, જે ત્યાગે લોકાલોક પ્રકાશક, જાણે વિમળ સ્વભાવ. ૬૪.
પરભાવ;
પુણ્ય-પાપ આદિ પરભાવને જે ત્યાગે છે અને લોકાલોકને પ્રકાશનારા પોતાના નિર્મળ સ્વભાવને જે જાણે છે, સ્વીકારે છે એટલે કે પરભાવથી વિમુખ થઈને જે સ્વસન્મુખ દૃષ્ટિ કરે છે એવા ધર્માત્માઓ ધન્ય છે. એક સમયમાત્રમાં આખા લોકાલોકને જાણવાનો આત્માનો જ્ઞાનસ્વભાવ એવો અસાધારણ છે કે એવો સ્વભાવ બીજા દ્રવ્યોમાં તો નથી પણ આત્માના બીજા કોઈ ગુણોમાં પણ એવો અસાધારણ સ્વભાવ નથી. એવા જ્ઞાનસ્વભાવ વડે જે પોતાના આત્માને જાણે છે અને તેમાં એકાગ્ર થાય છે તે ધન્ય છે.-પ્રસંશનીય છે.
ભગવાન આત્માની પરમ સંપદાને રુચિપૂર્વક સાધતાં જગતના અન્ય પદાર્થોથી ઉદાસીનતા થઈ જાય છે. કદાચિત્ પુણ્યના ઉદયથી ચક્રવર્તી, કામદેવ, નારાયણ, પ્રતિનારાયણ, ઇન્દ્ર, ધરણેન્દ્ર, અમિંદ્ર આદિ પદવીઓ પ્રાપ્ત થઈ હોય તોપણ ધર્મીને મોહ થતો નથી. નિજપદની પૂર્ણ સાધના કરનાર ધર્મીને લૌકિક પદવીઓની જરાય ચાહના નથી. ધર્માનુરાગ, પંચપરમેષ્ઠીની ભક્તિ, શાસ્ત્રવાંચન, પૂજન, અનુકંપા આદિ શુભભાવો ધર્મી જીવને આવે છે પણ તેનો તેને આદર હોતો નથી. શુદ્ધ સ્વભાવમાં ઠરી શક્તો નથી તેથી શુભભાવમાં આવે છે પણ ધર્મી તે ભાવને કે તેના ફળને આદરતો નથી. ધર્મીને ધર્મપ્રચારનો વિકલ્પ આવે છે પણ તેને છોડવા લાયક સમજે છે, એક નિજપદની નિર્વિકલ્પ સાધનામાં જ ઉપયોગને રોકે છે, કેમ કે શુદ્ધસ્વરૂપમાં જેટલી એકાગ્રતા થાય એટલો જ પોતાને લાભ છે. ધર્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com