________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮] ભરેલો જે સ્વભાવ છે તેને ભૂલે ને રાગ-દ્વેષ ને પરમાં મારી સત્તા છે એમ માન્યતા કરે તો એ પરિભ્રમણ કરે; કર્મના લઈને કાંઈ પરિભ્રમણ કરતો નથી.
જેમ કોઠીમાં માલ ભર્યો હોય ને! તેમ આ અસંખ્ય પ્રદેશમાં આત્માનો બધો માલ પડ્યો છે. ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે પણ માલ તો અનંત ગુણનો તેમાં ભર્યો પડ્યો છે, ભાવ અનંત ભર્યા છે. ક્ષેત્ર નાનું માટે માલ થોડો એવું કાંઈ નથી. જેમ આંખનું ક્ષેત્ર નાનું છતાં વૃંગર ઉપરથી કેટલા માઈલનું દેખી શકે છે? તેમ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા પોતાની–સત્તામાં રહીને અનંત ક્ષેત્રને જાણે એવી એના સ્વભાવની સામર્થ્યતા છે. માટે એ ભગવાન આત્માને અંતરમાં જે, તારું ઘર અસંખ્ય પ્રદેશ છે, શરીર-મન-વચન કે કર્મ એ તારું ઘર નથી. અરે! પરમાત્મા જિનેશ્વરદેવથી પણ તારું ઘર જુદું છે.
અસંખ્ય પ્રદેશનો પિંડ શુદ્ધ અનંત ગુણથી ભરેલો પ્રભુ છે, એવા આત્માનું ધ્યાન કરો. આહાહા! આ તો યોગસાર છે ને? એટલે બહું ટૂંકું કરીને માલ બતાવ્યો છે. ૨૩.
હવે ૨૪મી ગાથામાં કહે છે કે વ્યવહારથી આત્મા શરીર પ્રમાણે છે અને નિશ્ચયથી લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશી છે તેમ કહે છે:- -
णिच्छइं लोय-पमाणु मुणि ववहारें सुसरीरु । एहउ अप्प-सहाउ मुणि लहु पावहि भव-तीरु ।।२४।। નિશ્ચય લોકપ્રમાણ છે, તyપ્રમાણ વ્યવહાર;
એવો આતમ અનુભવો, શીધ્ર લહો ભવપાર. ૨૪. આહાહા! જ્યાં હોય ત્યાં “શીઘ્ર લહો ભવપાર;”—કેમ કે અહીં તો ભવનો અભાવ કરવાની એક જ વાત છે. ભવ મળે એ કાંઈ વસ્તુ નથી, એ તો અનાદિથી ચાલી આવે છે. આત્મા પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે ને ભવનો અભાવ કરે એ નવી વાત છે, બાકી ભવ પ્રાપ્ત કરે ને સંસારમાં રખડ એ તો અનાદિનો સંસારભાવ છે, તેમાં નવું શું કર્યું? તેથી અહીં કહે છે કે શીધ્ર લહો ભવપાર.
નિશ્ચયથી આત્મા લોકપ્રમાણે છે એટલે કે લોકના જેટલા અસંખ્ય પ્રદેશ છે એટલા અસંખ્ય પ્રદેશ પ્રમાણ નિશ્ચયથી આત્મા છે, લોકના પ્રદેશ જેટલો પહોળો આત્મા છે એમ વાત નથી, પણ લોકના જેટલા અસંખ્ય પ્રદેશ છે એટલા અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા નિશ્ચયથી છે. એ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા કર્મમાં, શરીરપરમાણુમાં કે રાગમાં પણ આવતો નથી.
નિશ્ચયથી અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. નિમિત્તપણે વ્યવહારથી ગણો તો શરીરના આકારપ્રમાણે ત્યાં આત્મા રહેલો છે. અસંખ્ય પ્રદેશી એ જ એની પહોળાઈ–એટલું જ એનું પહોળું ક્ષેત્ર છે. આ શરીરપ્રમાણે અસંખ્ય પ્રદેશમાં આત્મા છે. જેમ પાણીનો કળશ હોય તેમાં અંદર પાણીનો આકાર ને એનું સ્વરૂપ કળશના આકારે હોવા છતાં પાણીનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com