Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/009029/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ।। નમો નમો નિમ્મતનુંસામ્સ II આગમ સટીક અનુવાદ ૩૮ અનુવાદ શ્રેણી સર્જક - મુનિ Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસીકઅનુવાદ ઉત્તરાધ્યયન-૨ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર 38/1 આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૪-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. ૨૦૬૬ કા.સુપ Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમસૂર સટીક અનુવાદ A TI ST આગમ સટીક અનુવાદના આ ભાગ - ૩૮ માં છે.... ૦ ઉત્તરાધ્યયન-મૂળ-૪ ના... -- અધ્યયન-૭થી આરંભીને -૦- અધ્યયન-૨૧-સુધી – x -x –x ––– » –– » –– » –– * ટાઈપ સેટીંગ -: મુદ્રક - શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ|| નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. IN ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 || Il Tel. 079-25508631. Page #4 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર ટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ [૩૮] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પૂપૂમલયપ્રગુણાશ્રીજી મ.ના શિષ્યા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મ.ના શિષ્યા આ સાનીથી પ્રશમરનાચ્છીજી મ.) તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી દેતાંબર જૈન તપાગચ્છ સંઘ વાંકાનેર Page #6 -------------------------------------------------------------------------- ________________ વ્યસહાયકો અનુદાન દાતા આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ (૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા [પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] બે ભાગ. બે ભાગ. બે ભાગ. બે ભાગ. એક ભાગ. એક ભાગ. Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ સાળીશ્રી ધ્યાનરસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ. 66 (૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ. - (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી. (૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ॰ જૈનસંઘ,” પાલડી, અમદાવાદ. ' Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂ. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું માન મસુરાણ-સટી તો છે જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ દાકાળનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી Page #15 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂકસંદર્ભ, સૂત્રપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. - આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ ઃ અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના (૫) વિધિ સાહિત્ય : • દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ ૧૫ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિશતિ સ્થાનક યંત્ર 3 3 ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. – x – x – Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્મલદંસણમ્સ પ.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ - ભાગ - ૩૮ :-) આ ભાગમાં ઉત્તરાધ્યયન નામક મૂળસૂત્રના અધ્યયન - ૭ થી ૨૧ નો સમાવેશ થાય છે. આ પૂર્વેના ભાગ-૩૭માં અધ્યયન - ૧ થી ૬ નો સમાવેશ થયો હતો. અધ્યયન - ૨૨ થી ૩૬ નો સમાવેશ હવે પછીના ભાગ - ૩૯ માં કરવામાં આવશે. આ સૂત્રને પ્રાકૃતમાં ઉત્તરઝયણ નામે કહેવાયેલ છે. સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષામાં ઉત્તરાધ્યયન નામે જ ઓળખાવાય છે. જેમાં કુલ ૩૬ - અધ્યયનો છે. અધ્યયનમાં કોઈ ઉદ્દેશાદિ પેટા વિભાગો નથી. મુખ્યત્વે પધ (ગાથા) સ્વરૂપ આ આગમમાં માત્ર - ૮૮ સૂત્રો છે, બાકી બધી ગાથાઓ જ છે. આ આગમની ઓળખ “ધર્મકથાનુયોગ' રૂપે શાસ્ત્રકારોએ આપેલ છે. પણ વિનય, પરીષહ, સભિક્ષ, રથનેમી આદિ અધ્યયનો વિચારો તો ચરણકરણાનુયોગ' પણ અહીં મળશે. સખ્યત્ત્વ પરાક્રમ, લેશ્યા, જીવાજીવ વિભક્તિને વિચારતા અહીં દ્રવ્યાનુયોગ' દેખાય છે. ૩૬ - અધ્યયનોમાં અહીં વિનય, પરીષહ, મનુષ્યજીવનની દુર્લભતાદિ, પાપશ્રમણ, સામાચારી, મોક્ષમાર્ગ, પ્રમાદ સ્વરૂપ, બ્રહ્મચર્ય, કર્મ, વેશ્યા, તપ, જીવાજીવ, મરણના ભેદો આદિ અનેક વિષયો સમાવાયેલ છે. આ આગમમાં નિયુક્તિ, કેટલીક ભાષ્ય ગાથા, વિવિધ કર્તાએ કરેલી વૃત્તિ, ચૂર્ણિ આદિ રૂપે જોવા મળે છે. પ્રાયઃ આટલું પ્રચૂર ટીકા સાહિત્ય કોઈ આગમ પરત્વે અમે જોયેલ નથી. તેમાં ભાવવિજયજી ગણિ અને લક્ષ્મીવલ્લભ કૃત ટીકાનો અનુવાદ તો થયો જ છે. અમે આ અનુવાદમાં અહીં નિર્યુક્તિ સહિત મૂળસૂત્ર પરત્વે કરાયેલ શાંત્યાચાર્ય વિરચિત વૃત્તિનો આધાર લીધેલ છે. જેમને કથા સાહિત્યમાં જ વધુ રસ છે, તેમણે ભાવવિજયજી કૃત ટીકાનુવાદ જોવો. આ મૂળસૂત્રોમાં આ ચોથું મૂળસૂત્ર છે. પ્રત્યેક સાધુ-સાધ્વીએ આ આગમને સતત વાગોળવા જેવું છે. તેમાં આચરણ સાથે વૈરાગ્યનો સુંદર બોધ છે તથા જૈન પરિભાષા પણ અહીં છે. 3 ] Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ૪૩ ઉત્તરાધ્યયન - મૂલસૂત્ર-૪/૨ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન અધ્યયન - ૭ “ઓરશ્રીય છે. ૦ ક્ષુલ્લક નિગ્રન્થીય નામે છઠું અધ્યયન કહ્યું. હવે સાતમું આરંભે છે. તેનો અભિસંબંધ આ છે- અનંતર અધ્યયનમાં નિર્ચન્થત્વ કહ્યું. તે સમૃદ્ધિના પરિહારથી જ જન્મે છે. અને તેના વિપક્ષે અપાય જાણવા. તે દષ્ટાંત ઉપન્યાસ દ્વારમાં પરિસ્કૂટ થાય છે. રસગૃદ્ધિ દોષ-દર્શક ઉરભ્રાદિ દાંત પ્રતિપાદક આ અધ્યયન આરંભીએ છીએ. આ સંબંધે અધ્યયન આવેલ છે, તેમાં ઉરભ્ર (ઘેટું) નો નિક્ષેપ કહે છે - • નિર્યુક્તિ - ૨૪૪, ર૪૫ + વિવેચન - ઉરભ્રવિષયક નિક્ષેપો ચાર પ્રકારે છે - નામાદિ ભેદથી. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્ય ઉરભ્ર બે ભેદે છે - આગમથી અને નોગમથી. તેમાં આગમથી ઉરભ્ર શબ્દને જાણે પણ તેમાં અનુપયુક્ત. નોઆગમથી દ્રવ્ય ઉરભ્ર ત્રણ ભેદે છે, તે પ્રમાણે - (૧) જ્ઞશરીર ઉરભ્ર - ઉરભ્ર શબ્દાર્થાનું સિદ્ધશિલા તલે રહેલ શરીર. (૨) ભવ્ય શરીર ઉરભ્ર - ઉરભ્ર શબ્દનો અર્થ જાણતો નથી, પણ કાલાંતરે જાણશે, તેનું શરીર. (3) તવ્યતિરિક્ત- તે ત્રણ ભેદે છે. જે અનંતર ભવમાં જ ઉરભ્ર- ઘેટાંપણે ઉપજશે. તે જ ઘેટાના આયુના બંધ પછી આના વડે બદ્ધાયુક કહે છે. ત્રીજું કહે છે - અભિમુખ નામ ગોત્ર, જેને ઘેટા સંબંધી છે તે, અંતર્મુહૂર્ત પછી જ ઘેટાનો ભવ થશે તે. હવે ભાવ ઉરભ્ર અધ્યયન નામનો બંધ કહે છે : • નિર્યુક્તિ - ૨૪૬, ૨૪૭ + વિવેચન - ઘેટાનું આયુ. નામ અને ગોત્ર, જેના ઉદયથી તે ઘેટો થાય છે. તે અનુભવતો, ભાવને આશ્રીને ઘેટો. - x-ભાવ ઉરભ્રથી દષ્ટાંતપણાથી અહીં આ નામ ઉત્પન્ન થયેલ છે. • x- *- ઉરભ્રના જ અહીં પહેલાં કહેવાપણાથી બહુવક્તવ્યતાથી આ કહેલ છે. અન્યથા કાકિણી આદિ દષ્ટાંતો પણ અહીં કહેલ છે. તેથી નિયુક્તિકાર કહે છે - ઉરભ્ર, કાકિણી, આમ્રફળ, ક્રય - વિક્રમરૂપ વ્યવહાર, સમુદ્ર આ પાંચ દષ્ટાંતો જ આ ઉરભ્રીય અધ્યયનમાં છે. હવે ઉરભ્રની દષ્ટાંતતાને જણાવે છે - • નિર્યુક્તિ - ૨૪૮ - વિવેચન આરંભ - પૃથ્વી આદિનું ઉપમર્દન, રસગૃદ્ધિ - મધુરાદિ રસની આકાંક્ષા, દુર્ગસિગમન - નરક, તિર્યંચાદિમાં પર્યટન, અહીં જ તેના અપાયમાં શિરચ્છેદાદિ થાય, તેનાથી આર્ત-રીન્દ્ર ધ્યાન યુક્ત થઈ દુર્ગતિમાં પડે. દુઃખાદિ અનુભવવા રૂપ ઉપમા - સાદેશ્ય ઉપદર્શનરૂપ. કમથી આરંભાદિ અથ વડે ઉરભ્રના વિષય કરાયેલ Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૭ ભૂમિકા ૧૯ છે. અહીં એવું કહેવા માંગે છે કે - જે વર્તમાનને જ જોનારો છે, તે વિષયાદિ અર્થે તે-તે આરંભ કરે છે. તે આરંભ વડે ઉપચિત કર્મો વડે કાલશોકરિકાદિવત્ અહીં જ દુઃખો પામીને નરકાદિ કુગતિને પામે છે, તેથી ઘેટાના ઉદાહરણથી અહીં કહેશે. કાકિણી આદિ સાધર્મ્સ દૃષ્ટાંત ઉપલક્ષણ છે. * * * નામ નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર આલાપક નિક્ષેપ અવસર છે. તે સૂત્ર હોય તો થાય. તેથી હવે સૂત્રને કહે છે - • સૂત્ર ૧૭૯ - જેમ કોઈ સંભાવિત અતિથિના ઉદ્દેશથી ઘેટાનું પોષણ કરે, તેને ચોખા, જવ, આદિ આપે. તેને પોતાના આંગણામાં જ પોષે છે. ♦ વિવેચન - ૧૭૯ - યથા - ઉદાહરણના ઉપન્યાસમાં છે “અહીં પરિજનો આવશે’’ એ આદેશ છે. = આવનાર મહેમાનને આશ્રીને, જ્યારે આ આવશે તેની સાથે ખાઈશું. એમ વિચારી પરલોકમાં અપાયથી નિરપેક્ષ થઈ ઘેટાને પોષે છે. કઈ રીતે ? ભોજન, મગ-અડદ આદિ તેની પાસે મૂકે છે, સંભવ છે કે આવો કોઈ ભારે કર્મી પોતાના આંગણામાં પોષે - x - અથવા જેમાં બેસાય તે વિષય - ગૃહ, તેના આંગણામાં અથવા વિષય - રસ રૂપ અથવા વિષયોને ધારીને, ધર્મ નિરપેક્ષ થઈને પોષે. છે જેમ એક ઘેટો - મહેમાનો નિમિત્તે પોષાય છે. તે સ્થૂળ શરીર, સારી રીતે સ્નાન કરાવેલ, હળદાર આદિથી અંગરાગ કરેલો, કુમાર હોય. તે વિવિધ ક્રીડા વિશેષથી રમતો હોય. તેને પુત્રની જેમ લાલન કરતો જોઈને માતા વડે સ્નેહથી ગોપવેલ દોહક વડે તેની અનુકંપાથી મૂકેલ દૂધને રોષથી પીતો નથી. તેણી એ પૂછતા તે કહે છે - હે માતા! આ નંદિતકનું કેવું લાલન પાલન કરાય છે ? હું મંદ ભાગ્ય હું સુકું ઘાસ પણ પુરું મળતું નથી. માતા બોલી - હે પુત્ર ! આ તેના મરવાના લક્ષણ છે, તેથી તે જે કંઈ માંગે તે અપાય છે. જ્યારે તે નંદિતકને મારશે ત્યારે તું જોજે. આ વાત નિર્યુક્તિકાર કહે છેનિર્યુક્તિ - ૨૪૯ - વિવેચન • રોગીને મરવાનો થાય ત્યારે જે માંગે તે અપાય છે, તેમ આને પણ અપાય છે. ત્યાર પછી તે ઘેટો કેવો થયો ? શું કરે છે ? સૂત્ર - ૧૮૦ - ત્યાર પછી તે ઘેટું પુષ્ટ, પરિવૃદ્ધ, મોટા પેટવાળું થઈ જાય છે. તે સ્થૂલ અને વિપુલ દેહવાળો અતિથિની પ્રતિક્ષા કરે છે. • વિવેચન - ૧૮૦ - ઓદનાદિ ખવડાવ્યા પછી તે ઘેટો ઉપચિત માંસપણાથી પુષ્ટ અને સમર્થ થાય છે. ચતુર્થ ધાતુથી ઉપચિત થવાથી મોટા જઠરવાળો થઈ, પ્રીણિત એવો તે યથા સમયે અપાયેલા આહારપણાથી વિશાળ શરીરી થઈ, આદેશ - આવનારની પરિકાંક્ષા કરે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર છે. જો કે તત્ત્વથી તેની આવી ઇચ્છા સંભવતી નથી, આ તો ઉપમા માત્ર છે. એ પ્રમાણે તે અહીં પરિકાંક્ષા કરે છે. શું છે એ પ્રમાણે ચિરસ્થાયી થાય ? સૂત્ર - ૧૮૧ - જ્યાં સુધી અતિથિ આવતો નથી, ત્યાં સુધી તે બિયારો જીવે છે. મહેમાન આવતાં જ તેનું માથુ છેદીને ખાઈ જવાય છે. • વિવેચન - ૧૮૧ - જ્યાં સુધી - એ કાળની અવધારણા છે. મહેમાન ન આવે ત્યાં સુધી. પછીના કાળે પ્રાણને ધારણ કરતો નથી. કોણ? ઘેટો, સુખી થઈને રહે છે અથવા તત્ત્વથી તો દુ:ખી જ છે. હવે મહેમાન આવતાં સુધી તેના પ્રાણ છે, પણ ઘેટાના મસ્તકના બે ટુકડા કરીને તેનો સ્વામી, મહેમાન સાથે બેસી ઘેટાને ખાઈ જાય છે. ક્વે કથાનકને આગળ કહે છે - પછી તે વાછડો, મહેમાન આવતા ઘેટાને હણાતો જોઈને તરસ્યો હોવા છતાં માતાના સ્તનની અભિલાષા કરતો નથી. માતા બોલી - કેમ પુત્ર ! ભયભીત થયો છે? હવે દુધ કેમ પીતો નથી ? વાછરડો બોલ્યો - હે માતા ! મને સ્તનપાનની ઇચ્છા કેમ થાય? મારી સામે તે બિચારો ઘેટો હમણાં કોઈ મહેમાન આવતા લબડતી જીભવાળો, ફાટી ગયેલી આંખવાળો, વિસ્વર રડતો, ત્રણ અને શરણ રહિત મારી નંખાયો. તે ભયથી મને દૂધ પીવું કેમ ગમે ? માતા બોલી - હે પુત્ર ! ત્યારે જ તને આ બધું કહેલું ને? આ તેણે વિપાકને પ્રાપ્ત કર્યો. આ દષ્ટાંત કહીને દાખત્તિક કહે છે - • સૂત્ર • ૧૮૨ - મહેમાનને માટે સમીહિત તે વે, જેમ મહેમાનની પ્રતિક્ષા કરે છે, તેમ ધર્મિષ્ઠ જ્ઞાની જીવ પણ નરકાસુની પ્રતિક્ષા કરે છે. • વિવેચન ૧૮૨ - જે પ્રકારે નિશ્ચયથી પૂર્વોક્ત સ્વરૂપનું ઘેટું મહેમાન માટે કલ્પિત થઈ, હું આને દેવાઈ જઈશ, તે માટેની પરિકાંક્ષા કરે છે, એ પ્રમાણે અજ્ઞાન અને અધર્મની અભિલાષા કરતો, અધર્મગણના યોગથી અતિશય અધર્મ - અધર્મિષ્ઠ તેના અનુકૂળ ચરિતથી વાંછે છે, શું? નરકજીવિતને. ઉક્ત અર્થનો વિસ્તાર કરતા કહે છે - • સૂત્ર - ૧૮૩ થી ૧૮૫ - - હિંસક, અજ્ઞાની, મિટાભાષી, મામાં લુંટનાર, બીજાની આપેલ વસ્તુને વચ્ચેથી જ હડપી લેનાર, ચોર, માયાવી ક્યાંથી ચોરી ક્યું ? એમ નિરંતર વિચારનાર, ધૃત્ત.... સી અને બીજા વિષયોમાં આસક્ત, મહાઆરબી, મહાપરિગ્રહી, દારુ - માંસ ભોગી, બળવાન, બીજાને દમનાર... બકરાની જેમ કર-કર શબ્દ કરતા માંસાદિ ભક્સ ખાનાર ફાંદાળ, અધિક લોહીવાળો, ઘેટો જેમ મહેમાનની પ્રતિક્ષા કરે તેમ તે નરકના અણુની આકાંક્ષા કરે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૭/૧૮૩, ૧૮૫ • વિવેચન - ૧૮૩ થી ૧૮૫ - હણવાના રવભાવવાળો તે હિંસ. - સ્વભાવથી જ હિંસા કરનાર, અજ્ઞાની, પાઠાંતરથી હેતુ વિના કોપ કરનારો - ક્રોધી, અસત્ય બોલનારો, માર્ગમાં લુંટફાટ કરનાર. - માર્ગમાં જતા લોકોનું સર્વસ્વ લુંટનાર, રાજાદિ વડે અપાયેલને વચ્ચેથી જ હરી લેનાર. અથવા બીજા વડે અપાયેલને હરનાર કે ગામ નગારાદિમાં ચોરી કરનાર, વિસ્મરણશીલ, સર્વ અવસ્થામાં બાલવને જણાવવા માટે છે. ચોરી વડે જ ઉપકલિત આત્મવૃત્તિવાળા, ગ્રંથિ છેદાદિ ઉપાય વડે અપહરે છે તે ચોર, ખાતર પાડનાર, વંચનામાં એક ચિત્ત, કોનું શું કરી લઉં? એવા અધ્યવસાય યુક્ત, વક્ર આચારવાળા. તથા સ્ત્રી અને વિષયોમાં અભિકાંક્ષાવાળા, અપરિમિત અનેક જંતુને ઉપઘાત કરનાર વ્યાપાર વાળા, ધાન્યાદિના સંચયવાળા, માંસ-મદિરા ભોગી, ઉપચિત માંસ અને લોહી વડે બળવાન, તેથી જ બીજાને દમનાર. બકરાની જેમ કર્કર કરતાં. • અહીં પ્રસ્તાવથી અતિ પફવ માંસને દાંત વડે ચાવતા. અથવા માંસના ભોજી, તેથી જ મોટા પેટવાળા થયેલા. ઉપચયને પ્રામ, લોહીથી પુષ્ટ. આદિથી યુક્ત તે સીમંતકાદિ નરકની તેને યોગ્ય કર્મ આરંભીપણાથી કાંક્ષા કરે છે. કોની જેમ? ઉક્તરૂપ ઘેટાની માફક. અહીં હિંસા ઇત્યાદિ અર્ધ શ્લોક વડે આરંભ કહ્યો. માંસાદિ ભાજીપણાથી રસમૃદ્ધિ બતાવી, આયુ વડે દુર્ગતિ ગમન કહ્યું. તેના પ્રતિપાદન વડે અર્થથી પ્રત્યપાયને કહ્યા. નરકાયુની કાંક્ષા પછી શું કરે? અથવા સાક્ષાત્ ઐહિક અપાય કહે છે - • સૂત્ર - ૧૮૬, ૧૮૭ - આસન, શય્યા, વાહન, ધન અને અન્ય કામભોગોને ભોગવી દુખે એકત્રિત કરેલ ધનને છોડીને, કર્મની ઘણી જૂળ સંચિત કરીને... કેવળ વર્તમાનને જોવામાં તત્પર, કર્મોથી ભારે થયેલ જીવ મૃત્યુ સમયે તે રીતે જ શોક કરે છે, જે રીતે મહેમાન આવતા ઘેટું કરે છે. • વિવેચન ૧૮૬, ૧૮૭ - આસન, શયન, યાનને ભોગવીને, દ્રવ્ય અને મનોજ્ઞ શબ્દાદીને ભોગવીને દુઃખથી પોતાને અને બીજાને દુઃખ કરવાથી, અતિશય ઉપાર્જિત તે દુઃખાહત અથવા દુઃખ સંહરાય છે માટે દુઃસંહત, દ્રવ્યને ભોગવીને અસત્ વ્યયથી તજીને મિથ્યાત્વાદિ કર્મબંધુ - હેતુના સંભવથી. પ્રભૂત આઠ પ્રકારની કર્મ રજ ઉપાજીને, પછી શું? તે કહે છે - પછી રજના સંચયથી, કર્મના ભારથી અધો નરકગામીપણાથી, ભારેક પ્રાણી વર્તમાનમાં પરાયણ બની, “જે આંખે દેખાય છે, તેટલો જ લોક છે” તેવા નાસ્તિક મતાનુસારીતાથી પરલોક નિરપેક્ષ થઈ, મહેમાનની પ્રતિક્ષા કરતા બકરા માફક મૃત્યુની પ્રતિક્ષા કરે. આ રીતે શિષ્યોના અનુગ્રહને માટે ઘેટાના દષ્ટાંતનો વિસ્તાર કર્યો. તે ભારેકર્મી જીવ વિચારે છે - મારા વિષય વ્યામોહને ધિક્કાર છે, હવે મારે ક્યાં જવું ? ઇત્યાદિ પ્રલાપ કરતો ખેદ પામે છે. • x- હવે પારભવિક કહે છે - Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • સૂત્ર - ૧૮૮ - વિવિધ પ્રકારે હિંસા કરનાર, અજ્ઞાની જીવ, આણુ ક્ષીણ થતાં જ્યાં શરીર છોડે છે, ત્યારે કૃત કમી વિવશ અંધકારવાળા નરકમાં જાય છે. • વિવેચન - ૧૮૮ - શોક કર્યા પછી, તે ઉપાર્જિત ભારે કમ. તે ભવસંબંધી આયુમાં જીવિતનો ક્ષય થતાં, કદાચિત આયુ ક્ષયના પૂર્વે શરીરથી ભ્રષ્ટ થાય, તે વિવિધ પ્રકારે પ્રાણિઘાતક, અવિધમાન સૂર્યવાળા • ગ્રહ - નક્ષત્ર વિરહિત, આ સંસારી દિશાને અર્થાત ભાવ દિશાને અથવા રૌદ્ર કર્મકારી બધાં પણ અસર કહેવાય છે. તેથી આ આસુરી દિશાને - અર્થાત નરકગતિ પ્રતિ તે અજ્ઞાની જાય છે. કેવી રીતે? કર્મથી પરવશ થઈને. - xઅંધકારયુક્તપણાથી તમસ, દેવગતિમાં પણ સૂર્યના અસંભવથી, તેના વિચ્છેદ માટે દિ વિશેષણ મૂક્યું. તેથી “નરકગતિ' લીધી. હવે કાકિણી અને આમ્ર બે દષ્ટાંત કહે છે - • સૂત્ર - ૧૦૯ એક કાકિણીને માટે જેમ મૂઢ મનુષ્ય હજારો હારી જાય છે અને રાજા એક અપધ્ય પ્રફળ ખાઈને બદલામાં જેમ રાજ્ય હારી જાય છે.. • વિવેચન - ૧૮૯ - જેમ કાકિણીની કારણે પરપ હજાર કાષપણને હારી જાય. અહીં સંપ્રદાયથી એક ઉદાહરણ છે - એક ઢમકે આજીવિકા કરતા હજાર કષપણ અર્જિત કર્યા. તે ગ્રહણ કરીને દ્રમક સાર્થની સાથે સ્વગૃહે ચાલ્યો. તેણે ભોજન નિમિત્તે કાકિણી માટે રૂપીયો આપી દીધો. પછી રોજેરોજ કાકિણી ખાતો. છેલ્લે એક કાકિણી બચી. તે પણ ખોવાઈ ગઈ. બીજાએ ચોરી લીધી. ઇત્યાદિ - ૪- તે ઘેર જઈને શોક કરવા લાગ્યો. તથા અપથ્ય - અહિત, આમ્રફળ ખાઈને રાજા રાજ્યને હારી ગયો. અપથ્થભોજીને એ પ્રમાણે સજાનું હરણ સંભવે છે, તેનું દષ્ટાંત કોઈ રાજાને આશ્વના અજીર્ણથી વિસૂચિકા થઈ ગઈ. વૈધએ ઘણાં યત્ન વડે તેની ચિકિત્સા કરી, પછી કહ્યું - ફરી આમ ખાશો તો વિનાશ પામશો. તે રાજાને આશ્વ અતિ પ્રિય હતા. તેણે પોતાના દેશમાં બધે આમ્ર ઉગાડેલા. કોઈ દિવસે ઘોડા ખેલાવવા નીકળ્યો, અમાત્ય સાથે હતો. ઘોડો ઘણે દૂર જઈને થાકીને ઉભો રહ્યો. વનખંડમાં આમની છાયામાં અમાત્યએ વારવા છતાં બેઠો, નીચે કેરીઓ પડી, તેણે કેરીને સાફ કરી. પછી સુંઘી, પછી ખાવા માટે સ્પર્શવા ગયો, અમાત્યએ વારવા છતાં, ખાઈને મરી ગયો. હવે દાષ્ટન્તિકની યોજના કહે છે - • સૂત્ર - ૧૯૦ - એ પ્રમાણે દેવતાના કામ ભોગોની તુલનામાં મનુષ્યના કામભોગો નગPય છે. મનુષ્યની અપેક્ષાએ દેવતાનું આવ્યું અને કામભોગો હાર ગુણા છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૭/૧૯૦ ૨ ૩ • વિવેચન - ૧૯૦ - એ પ્રમાણે કાકિણી અને આમ્ર સંદેશ મનુષ્યોમાં આ મનુષ્યકોના વિષયો, દેવ સંબંધી વિષયોની સમીપમાં હજારમાં ભાગે છે. - *- મનુષ્યના આયુ અને કામની અપેક્ષાથી હજારગણાં છે. આના વડે તેનું અતિભૂયત્વ સૂચવેલ છે, તે માટે આગ્ર માટે રાજ્યત્યાગનું દષ્ટાંત કહ્યું. તેમાં આયુ - જીવિત, કામ – શબ્દાદિ, દિવ્ય - સ્વર્ગમાં થનાર, દેવ - ૪- *- મનુષ્યના કામોનું જ કાકિણી અને આમ્રફળ ઉપમાપણું ભાવિત કરવા કહે છે - • સૂત્ર - ૧૯૧ - પ્રજ્ઞાવાનની દેવલોકમાં અનેક નાયુત વર્ષોની સ્થિતિ હોય છે, એમ જાણીને પણ મૂર્ખ મનુષ્ય સો વર્ષથી જૂન આયુમાં તે સુખોને ગુમાવે છે. • વિવેચન - ૧૯૧ અનેક તે અહીં અસંખ્યય વર્ષો, યુત - સંખ્યા વિશેષ છે, તે અનેક વર્ષ નયુત, ઉભયના અર્થથી પલ્યોપમ અને સાગરોપમ સુધી જાણવા. નયુત કઈ રીતે આવે ? ૮૪ લાખ વર્ષનું એક પૂર્વાગ, તેને ૮૪ લાખથી ગુણતા એક પૂર્વ. એ પ્રમાણે એકવીશ વખત ગુણવાથી નયુતાંગ આવે, તેને ૮૪ લાખ વડે ગુણવાથી નયુત આવશે. એ પ્રમાણે કોણ કહે છે ? પ્રજ્ઞાપક શિષ્યોને કહે છે - પ્રકર્ષથી જણાય છે વસ્તુ તવ સહિત જેના વડે તે પ્રજ્ઞા - હેયે ઉપાદેયનો વિભાગ કરનારી બુદ્ધિ, તે જેનામાં છે, તે પ્રજ્ઞાવાન. - x x- અથવા નિશ્ચયમતથી ક્રિયારહિત પ્રજ્ઞા પણ પ્રજ્ઞા જ છે. પ્રજ્ઞા વડે જ ક્રિયા આક્ષિત છે, તેથી પ્રજ્ઞાવાન જ્ઞાનદિયાવાન કહેવાયેલ છે. તે પ્રજ્ઞાવાનને સ્થીર થવાય છે, જેના વડે અર્થથી દેવભવમાં તે સ્થિતિદેવ આયુ. અધિકાર થકી દિવ્યકામો જાણવા. તેના હેતુભૂત અનુષ્ઠાન ન સેવવાથી અનેક વર્ષ - નયુત દિવ્યસ્થિતિના દિવ્ય કામોના વિષયભૂતને હારી જાય છે. - તે વિપર્યયાદિ દોષ દુષ્ટવથી મેધા - વસ્તુ સ્વરૂપ અવધારણ શક્તિ આમની તે દુર્મેધસ, પ્રાણીઓ વિષયો વડે જીતાયેલા છે. તે પણ કંઈક ન્યૂન સો વર્ષ જેવા અ આયુમાં, મનુષ્યોના કામો પણ અભ્યતાવાળા હોય છે. અથવા આયુષ્ય ઘણું હોય તો પ્રમાદથી એક વખત હાર્યા પછી ફરી તે જીતે છે, પરંતુ આ સંક્ષિપ્ત આયુમાં એક વખત હાર્યા પછી હારેલો જ રહે છે. અહીંન્યૂન સો વર્ષ એટલે કહ્યું, કારણ કે ભગવંત વીરના તીર્થમાં પ્રાયઃ મનુષ્યોનું આટલું જ આયુ હોય છે. અહીં ભાવાર્થ એ છે કે મનુષ્યોનું આયુ અને વિષયો અલ્પ છે, તે માટે કાકણી અને આમ્રફળની ઉપમા આપેલ છે. દેવોનું આયુ અને કામો અતિ પ્રભૂતપણે છે, તે હજાર કાર્દાપણ અને રાજ્ય તુલ્ય છે. જેમ દ્રમક અને સજા હારી ગયા, આ દુર્મેધસ પણ એ પ્રમાણે અલ્પતર મનુષ્ય આયુમાં કામાર્થે દેવાયુ અને કામોને હારી જાય છે. હવે વ્યવહારુ ઉદાહરણ કહે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ♦ સૂત્ર ૧૯૨, ૧૯૩ - જેમ ત્રણ વણિકો મૂળ મૂળી, ધન લઈને વ્યાપાર કરવા નીકળ્યા તેમાં એક અતિરિક્ત લાભ પામે છે, એક માત્ર મૂળ લઈને પાછો આવે છે.... એક મૂળ પણ ખોઈને આવે છે. આ વ્યવહારની ઉપમા છે. આ પ્રમાણે ધર્મના વિષયમાં પણ જાણવું જોઈએ. ♦ વિવેચન - ૧૯૨, ૧૯૩ - જેમ ત્રણ વણિકો મૂળ - મૂળી, ધનની રાશિ આદિ લઈને નીકળ્યા. અર્થાત્ પોતાના સ્થાનથી બીજે સ્થાને જવા ચાલ્યા. સમીહિત સ્થાનને પામીને, ત્યાં ગયેલામાંનો એક - વણિક્ કળા કુશળ હતો. તે વિશિષ્ટ દ્રવ્યસંગ્રહ રૂપ લાભને પામ્યો. તેમાંના બીજો એક જે બહુ નિપુણ હતો તેમ અનિપુણ પણ ન હતો, તે મૂળ ધન જે ઘરેથી લઈને નીકળેલો તેટલું જ પાછું લઈને સ્વસ્થાને આવી ગયો. તથા ત્રીજો એક પ્રમાદી અને ધૃત - દારુ આદિમાં અત્યંત આસક્ત ચિત્ત હતો તે ઉક્તરૂપ મૂળી પણ નાશ કરીને સ્વસ્થાને આવ્યો. - ૪ - ૪ - તેમની મધ્યે વણિક્ જ વાણિયો જાણવો. તેનું દૃષ્ટાંત હવે કહે છે - એક વાણિયાને ત્રણ પુત્રો હતા, તેણે તેમને હજાર-હજાર કાર્યાર્પણ (રૂપિયા) આપ્યા અને કહ્યું કે - આનાથી વ્યાપાર કરો. આટલા સમયમાં પાછા આવજો. તે ત્રણે મૂળી લઈને સ્વનગરથી નીકળ્યા. જૂદા જૂદા નગરમાં ગયા. ત્યાં એક ભોજન અને આચ્છાદન વર્ઝને જુગાર, દારુ, માંસ, વૈશ્યા, વ્યસન રહિત માર્ગમાં વેપાર કરતો વિપુલ લાભયુક્ત થયો. બીજો વળી મૂળી સહિત દ્રવ્યના લાભને ભોજન, વસ્ત્ર, માળા, અલંકારાદિને ભોગવતો હતો. બહુ ધ્યાન રાખીને વ્યાપાર કરતો ન હતો, ત્રીજો કંઈ વ્યાપાર ન કરતો જૂગાર આદિ તથા ગંધ, માળાદિ શરીર ક્રિયામાં થોડાં જ કાળમાં તે દ્રવ્ય વાપરી દીધું. પિતાએ આપેલ કાળ મર્યાદામાં ત્રણે પોતાના નગરે પાછા આવ્યા. તેમાં જે મૂળને ગુમાવીને આવેલો તેને બધે જ સ્વામીપણું છીનવીને નોકર બનાવી દીધો, બીજાને ઘરના કાર્યમાં નિયુક્ત કર્યો. અને ભોજન-પાનથી સંતુષ્ટ કર્યો. ત્રીજો ગૃહવિસ્તારનો સ્વામી થયો. ૨૪ - કેટલાંક વળી કહે છે - ત્રણ વણિકો, પ્રત્યેકે પ્રત્યેક વેપાર કરે છે. તેમાં એક છિન્ન મૂળીવાળાને નોકરપણું મળ્યું. શેનાથી ધંધો કરે. બીજો અછિન્નમૂળી ફરી વેપાર કરે છે. ત્રીજો ભાઈઓ સાથે મોજ કરે છે. - હવે સૂત્ર વિચારીએ - વ્યવહાર ઉપમા કહી. એ પ્રમાણે ધર્મના વિષયમાં આવી ઉપમા જાણવી. - ૦ - કઈ રીતે ? તે કહે છે - ♦ સૂત્ર ૧૯૪ - મનુષ્યત્વ એ મૂળી છે, દેવગતિ લાભરૂપ છે. મૂળનો નાશ થતાં નિર્દે નરક અને તિચ ગતિ પ્રાપ્ત થાય છે. · Page #26 -------------------------------------------------------------------------- ________________ ૭/૧૯૪ વિવેચન ૧૯૪ - મનુષ્યત્વ એ મૂળી છે. સ્વર્ગ અને મોક્ષ રૂપ ઉતરોત્તર લાભનો હેતુ છે. મનુષ્યગતિની અપેક્ષાથી વિષય સુખાદિથી વિશિષ્ટપણું એ લાભ છે, દેવત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ મનુષ્યત્વગતિની હાનિરૂપ પ્રાણીને નરકત્વ અને તિર્યંચત્વની નિશ્ચયે પ્રાપ્તિ થાય છે. અહીં એક દૃષ્ટાંત છે - - - ત્રણ સંસારી જીવો મનુષ્યપણામાં આવ્યા. તેમાં એક માર્દવ, આર્જવાદિ ગુણવાળો અને મધ્યમ આરંભ - પરિગ્રહયુક્ત હતો. તે મરીને હજાર કાર્પાપણવાળી મૂળી રૂપ માનુષત્વને પામ્યો. બીજો સમ્યગ્દર્શન ચાત્રિગુણ વાળો સરાગ સંયમથી લાભપ્રાપ્ત વણિજ્ માફક દેવોમાં ઉત્પન્ન થયો. ત્રીજો હિંસક, બાળ, મૃષાવાદી હતો તે સાવધ યોગ વડે વર્તીને મૂળી ખોઈ બેઠેલા વણિકમારક નારકાદિમાં ઉત્પન્ન થયો. મૂળીના નાશથી નરક કે તિર્યંચપણાની પ્રાપ્તિ કહે છે - • સૂત્ર ૧૯૫ - અજ્ઞાનીજીવની બે ગતિ છે નરક અને તિર્યંચ. ત્યાં તેમને વધમૂલક કષ્ટ પ્રાપ્ત થાય છે. કેમકે લોલુપતા અને શઠતાને કારણે દેવત્વ અને મનુષ્યત્વને તે પહેલાં જ હારી ગયો છે. • વિવેચન ૧૯૫ બે પ્રકારે ગતિ, તે નરકગતિ અને તિર્યંચગતિ થાય, કોની? બાળકની. બે પ્રકારે - રાગ દ્વેષ વડે આકુલિતની, આવે છે, શું ? પ્રાણિઘાત, ઉપલક્ષણથી મહારંભ, મહાપરિગ્રહ, અસત્યભ્રમણ, માયાદિ જેનું મૂળ કારણ છે તે વધમૂલિકા. અથવા અજ્ઞાનીની બે ગતિ થાય છે. તે ગતિમાં વિનાશ, તાડન, છેદ, ભેદ, અતિભારારોપણાદિ થાય. જીવને આ બંને ગતિમાં વિવિધ આપત્તિ આવે છે. શા માટે ? દેવ ભવ અને મનુષ્યભવ જે કારણે હારી ગયેલ છે તે લાંપટ્ય અને વિશ્વસ્તજનને છેતરવારૂપ શઠતાથી. અહીં લોલુપતા એ પંચેન્દ્રિય વધાદિ ઉપલક્ષણ છે. તથા તે નસ્કત્વ હેતુ અભિધાન છે. શઠતા તે તિર્યંચગતિનો હેતુ છે. મૂળ જ મનુષ્યત્વ અને દેવત્વનો લાભ આપે છે તે બંને હારી જવાથી નરક અને તિર્યંચગતિ જ મળે છે. હવે મૂલછેદ માટે જ કહે છે ***** . ૨૫ - ૦ સૂત્ર - ૧૯૬ - નરક અને તિર્યંચરૂપ બે દુર્ગતિને પ્રાપ્ત અજ્ઞાની બીજી બે ગતિને સદા હારેલા છે, કેમકે ત્યાંથી દીર્ઘકાળ સુધી નીકળવું દુર્લભ છે. ૭ વિવેચન - ૧૯૬ - - X - દેવત્વ અને માનુષત્વથી હારેલા અજ્ઞાનીને સદા નરક અને તિર્યંચગતિ જ થાય છે. કેવી રીતે ? નિંદિતા ગતિ તે દુર્ગતિ. - દેવ અને મનુષ્યત્વને હારેલા તેને નરક અને તિર્યંચ ગતિમાંથી નીકળવું દુષ્કર છે, કેમકે લાંબા કાળ સુધી તેમાં ડૂબેલો રહે છે. તેથી કહે છે - આગામી કાળમાં જલ્દી ન નીકળી શકે. - x - ૪ - અર્થાત્ ઘણો Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ લાંબો ભાવિકાળ તે બાહુલ્યથી કહેલો છે, અન્યથા કેટલાંક એક ભવમાં જ તેમાંથી નીકળીને મુક્તિને પામે છે. અહીં પશ્ચાનુપૂર્વીથી વ્યાખ્યા કરી છે. “મૂળ' હારી જનારના ઉપનય કહીને હવે મૂલ પ્રવેશેલાને જણાવવા કહે છે કે, વિપક્ષના અપાયના પરિજ્ઞાનપણાથી ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવા માટે પહેલા મૂળને હારી જનારને દર્શાવીને હવે આ પ્રમાણે કહે છે - • સૂત્ર - ૧૯૭ - આ પ્રમાણે હારેલા બાળ જીવોને, તથા બાલ અને પંડિતની તુલના કરીને જે માનુષ યોનિમાં આવે છે, તે મૂળ ધન સાથે પાછા આવેલા (પૂર્વોક્ત) વણિક સમાન છે. • વિવેચન : ૧૯૭ • લોલુપતા અને શઠતાથી દેવ અને મનુષ્યત્વ હારેલા અજ્ઞાની વિશે સમ્યગુ આલોચના કરીને તથા ગુણ - દોષની તુલના કરીને અથવા સખ્ય અવિપરીત બુદ્ધિથી વિચારીને, શું? બાળ અને પંડિતને અથવા મનુષ્ય દેવગતિ ગામીને. અહીં હારેલા એ બાલ' નું જ વિશેષણ છે, પંડિતનું નથી. તેમ હોવાથી મૂળધનથી પ્રવેશે છે. - - - અથતિ મનુષ્ય છે અને મનુષ્ય યોનિમાં પાછો આવે છે. કોણ ? બાલત્વનો ત્યાગ કરીને અને પંડિતત્વને સેવનારા. જે રીતે મનુષ્ય થાય તે કહે છે - • સૂત્ર - ૧૯૮ - જે મનુષ્ય વિમાના રિક્ષા વડે, ઘરમાં રહેવા છતાં પણ સુવતી છે, તે માનુષી યોનિમાં ઉત્પન્ન થાય છે કેમકે જીવો કર્મસત્ય હોય છે. • વિવેચન - ૧૯૮ - વિમાત્રા - વિવિધ પરિણામ કે વિચિત્ર પરિણામને આશ્રીને વિદેશી શિક્ષા વડે - પ્રકૃતિ ભદ્રકત્વાદિ અભ્યાસ રૂપથી - - જે પુરુષો, ગૃહસ્થો વ્રતને ધારણ કરેલા છે, તેઓ પ્રકૃતિ ભદ્રકત્વાદિ અભ્યાસના અનુભાવથી એ પ્રમાણે વિષાદ કે વિપત્તિ પામતા નથી. - x- સદાચાર આદિ જ સજ્જનોના વ્રતો છે, - - - આગમ વિહિત વ્રતોની ધારણા આમને સંભવતા નથી, કેમકે તે દેવગતિ હેતુપણાના અભિધાનથી છે. એવા તે માનુષ સંબંધિ યોનીને પામે છે. ઉક્તરૂપ કર્મોથી - મનોવાક ક્રિયાલક્ષણથી અવિસંવાદી તે કર્મસત્ય જ છે કેમકે અસત્યતા તો તિર્યંચયોનિના હેતુપણે કહેલ છે. પાઠાંતરથી કર્મસુ - મનુષ્યગતિ યોગ્ય ક્રિયા રૂપમાં આસક્ત તે કર્મસ જીવો, અહીં મનુષ્યગ્રહણ છતાં પ્રાણીગ્રહણ એવો શબ્દ મૂક્યો તે તેમને દેવાદિ પરિગ્રહ નથી તેમ જણાવવાનું છે. અથવા વિમાસાદિ શિક્ષા વડે મનુષ્યો સુવત ગ્રહીને તેમના નિત્ય સંબંધથી માનુષી યોનિને પામે છે. શા માટે ? જીવો કર્મ સત્ય છે. સત્ય એટલે અવંધ્યફળ, કર્મ - જ્ઞાનાવરણાદિ, જેમને છે તે સત્યકર્મ પ્રાણીઓ, નિરુપક્રમ કર્મોની અપેક્ષાથી આ કહેલ છે. હવે લબ્ધલાભનો ઉપનય કહે છે - Page #28 -------------------------------------------------------------------------- ________________ ૭િ/૧૯૯ -- - • સૂત્ર - ૧૯૯ - મની શિક્ષા વિપુલ છે, જેઓ ગૃહસ્થ છતાં શીલવંત અને ઉત્તરોત્તર ગુણોથી યુક્ત છે, તે અદીન પુરુષો મૂલધનરૂપ મનુષ્યત્વથી આગળ વધીને દેવત્વને પામે છે. • વિવેચન - ૧૯૯ - જેમને વિપુલ - નિઃશંકિતત્વાદિ સમ્યકત્વ આચાર અને વ્રત આદિ વિષયપણાથી ગ્રહણ - આસેવનરૂપ વિસ્તીર્ણ શિક્ષા, મૂળધનવત્ માનુષ્યત્વ, એવા સ્વરૂપના તે, ઉલ્લંઘીને. કેવા થઈને ઉલ્લંઘે - સદાચાર, અવિરતિ સમ્યમ્ દશવાળા. વિરતિવાળા, કે જેમાં વિધમાન છે, તે શીલવંત, તથા ઉત્તરોત્તર ગુણ સ્વીકાર રૂપ વર્તે છે. તેથી જ અદીન - ક્યારે અમે આવા થઈશું એવા વૈકલ્પથી રહિત અથવા પરીષહ - ઉપસર્ગમાં દીનતા ન કરનારા, દેવભાવને પ્રાપ્ત કરે છે. તત્ત્વથી તો મુક્તિગતિ એ જ લાભ છે, છતાં દેવગતિ કહીં. કેમકે સૂત્ર ત્રિકાળ વિષયક છે. વિશિષ્ટ સંહના અભાવે મુક્તિગતિના અભાવથી દેવગતિ જ છે. - *- પ્રસ્તુતાર્થનો ઉપદેશ - • સૂત્ર - ૨૦૦ - એ પ્રમાણે દીનતા રહિત સાધુ અને ગૃહસ્થને લાભયુક્ત જાણીને, કઈ રીતે કોઈ તે લાભને હારશે ? શરતો તે કેમ પશ્ચાતાપ નહીં કરે? • વિવેચન - ૨૦૦ - આ રીતે લાભયુક્ત થયેલા, દૈન્યતારહિત સાધુ કે ગૃહસ્થને જાણીને તથાવિધ શિક્ષાના વશથી દેવ-મનુષ્ય ગામિત્વને જાણીને પ્રયત્ન કરે, શા માટે ? કયા પ્રકારે ? કોઈ પ્રકારે નહીં. કષાય આદિ વડે અનંતરોક્ત દેવગતિરૂપ લાભને હારતો ન જાણે કે હું કઈ રીતે આના વડે જીતાયો? કે કઈ રીતે ન જીતાયો? જે કે અહીં અર્થ એવો છે કે - તે શપરિફાથી જાણે જ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના વિરોધ માટે પ્રવર્તે જ. માટે તમે પણ - ૪- તે જાણો અને તેને ૪- માટે પ્રવર્તે. અથવા એ પ્રમાણે અદીનતાવાળો ભિક્ષુ અને અગારીને જાણીને અતિ રોદ્ર ઇંદ્રિયાદિ વડે પ્રયત્ન કરતો આત્મા હારે છે તેમ જાણે. તે અહીં પ્રકમથી મનુષ્ય અને દેવગતિ લક્ષણ છે. અથવા એ પ્રમાણે અદીનતાવાળો સાધુ કે ગૃહસ્થ લબ્ધલાભ જાણીને યત્ન કરતો કઈ રીતે વિષયાદિથી ન હારે? તે જાણવું. આ દેવગતિરૂપ લાભ છે. અહીં આશય એ છે કે, જે લાભ પામનાર જાણતો ન હોય તો તેનો લાભ ન થાય પણ જો જાણતો હોય તો કઈ રીતે તે પ્રાણી દેવત્વ લક્ષણથી હારવાનો છે ?- X હવે સમુદ્રનું દૃષ્ટાંત આપે છે - • સૂત્ર - ૨૦૧ - સમુદ્રની તુલનામાં કુશાગ્રભાગે રહેલ જળબિંદુની માફક દેવતાના કામભોગની તુલનામાં મુલ્યના કામભોગ શુદ્ધ જાણવા. Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ૦ વિવેચન - ૨૦૧ - જેમ કુશ -- દર્ભ વિશેષનો અગ્રભાગ, તે કુશાગ્ર, તેમાં રહેલ જળ. - x - સમુદ્રજળ સાથે તુલના કરતા, તેની તુલનાએ મનુષ્ય સંબંધી વિષયો, મનુષ્ય વિશેષણ - તેમને જ આ ઉપદેશ યોગ્ય છે અને વિશિષ્ટ ભોગ સંભવે છે, માટે કહ્યું. તે દિવ્ય ભોગોની પાસે, ઘણાં દૂર હોવાથી સમ્યક્ અવધારી શકાતા નથી. અર્થાત્ જેમ કુશાગ્રે રહેલ જળબિંદુને જોઈને અજ્ઞાની તેને સમુદ્ર માને છે, તેમ મૂઢો ચક્રવર્તી આદિ માનુષી દિવ્ય ભોગોને માને છે, તત્વતઃ કુશાગ્ર જળબિંદુવત્ મનુષ્યના ભોગોનું દિવ્ય ભોગોથી ઘણું મોટું અંતર છે. ઉક્ત અર્થનો જ નિગમન કરતાં ઉપદેશ કહે છે ૦ સૂત્ર - ૨૦૨ - મનુષ્યભવના આ અલ્પાયુમાં કામ ભોગ કુશાગ્ર જળબિંદુ માત્ર છે, તો પણ અજ્ઞાની કયા હેતુથી પોતાના લાભકારી યોગક્ષેમને નથી સમજતા? ૦ વિવેચન ૨. ૨૦૨ - કુશાગ્ર શબ્દથી કુશાગ્ર સ્થિત જળબિંદુ જાણવા, તેનું પરિણામ, આ પ્રત્યક્ષ મનુષ્ય વિષયો છે તે અત્યંત સંક્ષિપ્ત છે. જો એકીભાવથી જીવિત નિરુદ્ધ કરાય. આના વડે મનુષ્યાયુની અલ્પતા કે સોપક્રમતા અથવા કામની અલ્પતા કહી. ઉપલક્ષણથી સમૃદ્ધિ આદિની અલ્પતા જાણવી. કેમકે દિવ્યકામ સમુદ્ર તુલ્ય છે. - ૪ - અલબ્ધનો લાભ અને લબ્ધનું પરિપાલન તે યોગક્ષેમ છે અર્થાત્ અપ્રાપ્ત વિશિષ્ટ ધર્મની પ્રાપ્તિ અને પ્રાપ્ત ધર્મની પરિપાલના લોકો જાણતા નથી. તે અજ્ઞાનમાં જ મનુષ્ય વિષયાસક્તિ જ હેતુ છે. કેમકે તે જ ધર્મપ્રાપ્ય દિવ્ય ભોગોની અપેક્ષાથી પ્રાયઃ (તુચ્છ) જ છે. તેથી તેનો ત્યાગ કરીને વિષયાભિલાષી પણ ધર્મને માટે જ પ્રયત્ન કરવો જોઈએ. - અથવા આ કામો અતિ અલ્પ છે, પલ્યોપમાદિ દીર્ઘ આયુવાળા નહીં પણ સંક્ષિપ્ત આયુવાળા છે. તે કયા હેતુથી તેને આગળ કરીને અસંયમને ન સેવે. (બાકી સૂત્રાર્થવત્ જાણવું) આ પાંચ દૃષ્ટાંત કહ્યા. તેમાં પહેલાં ઘેટાના દૃષ્ટાંતથી ભોગોનું મહેમાનો માટે અપાય બહુલત્વ કહ્યું. - x - કાકિણી અને આમ્રફળ દૃષ્ટાંત તુચ્છત્વ પરિહરવાના અસામર્થ્ય વિષયમાં છે. વણિનું ઉદાહરણ આય-વ્યય તુલનાકુશલ સંદર્ભમાં છે. સમુદ્ર દૃષ્ટાંતથી દિવ્ય કામોની મહાનતા બતાવી છે. - યોગ ક્ષેમને ન જાણતો કામથી અનિવૃત જ થાય છે, તેના દોષને કહે છે - - - - ૭ સૂત્ર - ૨૦૩ મનુષ્ય ભવમાં કામ ભોગોથી નિવૃત્ત ન થનારનો આત્માર્થ વિનષ્ટ થઈ જાય છે, કેમકે તે સન્માર્ગને વારંવાર સાંભળીને પણ તેને છોડી દે છે. • વિવેચન ૨૦૩ - મનુષ્યત્વમાં કે જિનશાસનમાં પ્રાપ્ત કામોથી અનિવૃત્ત, તેના આત્માનો અર્થ - સ્વર્ગાદિ નાશ પામે છે. અથવા આત્મા જ અર્થ તે આત્માર્થ નાશ પામે છે, બીજા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૦૩ કોઈનો આત્માર્થ અપરાધ થતો નથી, બંનેમાં દુર્ગતિમાં જાય છે, તે ભાવ છે (શંકા) વિષયવાંછા વિરોધી જિનાગમમાં કઈ રીતે કામની અનિવૃત્તિ સંભવે છે ? નૈયાયિક માર્ગ - સમ્યક્ દર્શનાદિ મુક્તિપથને સાંભળીને પણ ફરી પરિભ્રષ્ટ થાય. અભિપ્રાય શું છે ? જિન આગમના શ્રવણથી કામ નિવૃત્તિ પામીને પણ ભારે કર્મોથી પતન પામે, જેઓ સાંભળવા છતાં ન સ્વીકારે અથવા જેણે શ્રવણ પણ નથી કર્યું તે બધાં કામભોગથી અનિવૃત છે. અથવા તે કામથી અનિવૃત્ત થઈ નૈયાયિક માર્ગને સાંભળ્યા પછી પણ મિથ્યાત્વને પામે છે, તેનો આ આત્માર્થ ભારેકર્મીપણાથી નાશ પામે છે.- x - X + X - હવે જે કામથી નિવૃત્ત થાય છે, તેના ગુણો કહે છે - • સૂત્ર - ૨૦૪ - મનુષ્ય ભવમાં કામ ભોગોથી નિવૃત્ત થનારનું આત્મ પ્રયોજન નષ્ટ થતું નથી, તે પૂતિદેહને છોડીને દેવ થાય છે, તેમ મેં સાંભળેલ છે. ♦ વિવેચન - ૨૦૪ - અહીં કામથી નિવૃત્તનો આત્માર્થ નાશ થતો નથી. આત્મા કે તેનો અર્થ સાપરાધ થતો નથી. પછી તે આ કુથિત દેહ અર્થાત્ ઔદારિક શરીરનો અભાવ તેનાથી થાય છે. કામથી નિવૃત્ત તે સૌધર્માદિવાસી દેવ કે સિદ્ધ થાય છે એમ મેં પરમગુરુ પાસેથી સાંભળેલ છે. આત્માર્થનો વિનાશ ન થવાથી તેને સ્વર્ગાદિ પ્રાપ્તિનું નિમિત કહ્યું. જે પામે છે તે - • સૂત્ર - ૨૦૫ દેવલોકથી આવીને તે જીવ જ્યાં ઉપજે છે ત્યાં ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ, આયુ અને અનુતર સુખ હોય તેવું મનુષ્યકુળ હોય છે. • વિવેચન ૨૯ - - ૨૦૫ - ઋદ્ધિ - સુવર્ણ આદિ સમુદાય, ધૃતિ - શરીરની કાંતિ, યશ - પરાક્રમ વડે કરેલ પ્રસિદ્ધિ, વર્ણ - ગાંભીર્યાદિ ગુણોથી શ્લાધા કે ગૌર આદિ, આયુ-જીવિત, સુખ - ઇપ્સિત વિષય. આ બધું અનુત્તર હોય. વળી દેવભાવની અપેક્ષાથી ત્યાં પણ અનુત્તર એવું આ બધું તેને સંભવે છે. પછી તે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કામથી અનિવૃત જેનો આત્માર્થ છે તે વિનાશ પામે છે માટે તે બાલ છે અને બીજો પંડિત છે. હવે આના જ સાક્ષાત્ સ્વરૂપ ફળને દર્શાવતા કહે છે - • સૂત્ર - ૨૦૬ થી ૨૦૮ બાળજીવની અજ્ઞાનતા જુઓ. તે અધર્મ સ્વીકારીને અને ધર્મને છોડીને અધર્મિષ્ઠ બનીને, નરકમાં ઉત્પન્ન થાય છે.... બધાં ધર્મોનું અનુવર્તન કરનાર ધીર પુરુષોનું ધૈર્ય જુઓ. તે અધર્મ છોડીને ધર્મિષ્ઠ બને છે અને દેવોમાં ઉત્પન્ન થાય છે.... પંડિત મુનિ બાલભાવ અને અબાલભાવની તુલના કરીને બાલભાવને છોડીને અબાલભાવ સ્વીકારે · Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 છે - તેમ હું કહું છું. . ૦ વિવેચન - ૨૦૬ થી ૨૦૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ અજ્ઞાનીનું અજ્ઞત્વ જુઓ. તે ધર્મ વિપક્ષ વિષયાસક્તિ રૂપ સ્વીકારીને - × - વિષય નિવૃત્તિ રૂપ સદાચાર ધર્મને છોડે છે. સીમંતક આદિ નરકમાં કે અન્ય દુર્ગતિમાં પછી તે ઉત્પન્ન થાય છે. અધ્યયન · તથા શ્રી - બુદ્ધિ, તેની વડે રાજે - શોભે છે, તે ધીર ધીમાન અથવા પરીષહાદિથી ક્ષોભિત ન થતો તે ધીર, તેને જુઓ. તે ધીરભાવને સર્વ ધર્મ - ક્ષાંત્યાદિ રૂપ અનુવર્તે છે, તે અનુકૂળ આચારપણાથી સ્વીકારવાના સ્વભાવવાળો, તેથી સર્વ ધર્માનુવર્તી છે. ધીરત્વ જ કહે છે - તે વિષય અભિરતિ રૂપ અસદાચારને છોડીને, ધર્મિષ્ઠ થાય. પછી દેવમાં ઉપપાદ પામે છે. જો એમ છે, તો શું કરવું ? તે કહે છે - બાલભાવ એ અબાલભાવની તુલના કરીને અનંતરોક્ત પ્રકારથી પંડિત - બુદ્ધિમાન બાલત્વને છોડીને મુનિ અબાલત્વને સેવે છે. - મુનિ દીપરત્ન સાગરે કરેલ ૭ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અધ્ય. ૮ ભૂમિકા અધ્યયન - ૮ - “કાપિલીય” છે. o “ઉરશ્રીય અધ્યયનની વ્યાખ્યા કરી. હવે આઠમું આરંભીએ છીએ. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં રસમૃદ્ધિના ઘણાં અપાયો બતાવી, તેનો ત્યાગ કહ્યો. તે નિર્લોભીને જ થાય છે, તેથી અહીં નિલભત્વ કહે છે. આ સંબંધે આવેલા આ અધ્યયન છે તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપામાં કપિલ નો નિક્ષેપ કહે છે - • નિયુક્તિ - ૨૫૦ થી ૨૫૨ : વિવેચન કપિલ વિષય નિક્ષેપ નામાદિ ચાર પ્રકારે છે. તેમાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ છે. દ્રવ્ય વિષયક બે ભેદ છે - આગમથી અને નોઆગમથી. તેમાં નોઆગમથી ત્રણ ભેદ છે. તે આ - કપિલ શબ્દાર્થ જ્ઞશરીર, પશ્વાત્કૃત પર્યાય જ્ઞશરીર કહેવાય છે. ભવ્ય શરીર • પુરસ્કૃત કપિલ શબ્દાર્થપણા રૂપ પર્યાય, તવ્યતિક્તિ દ્રવ્ય કપિલ, તે પણ ત્રણ ભેદે છે - એકભાવિક, બાયુષ્ક, અભિમુખનામ ગોત્ર. હવે ભાવકપિલ કહે છે - કપિલ નામ, ગોત્રને અનુભવતો ભાવને આશ્રીને કપિલ થાય છે. તેનાથી આ અધ્યયન આવેલ છે, તે કપિલીય. આ “કપિલ' થકી કઈ રીતે આવ્યું? તે કહે છે - • નિર્યુક્તિ - ૨૫૩ થી ૫૯ - વિવેચન વૃત્તિકાર મહર્ષિ આ સાત ગાથાના કેટલાંક વિશિષ્ટ શબ્દોની વ્યાખ્યા કરીને પછી તેનો ભાવાર્થ કથાનક થકી જણાવે છે, તે આ છે - તે કાળે તે સમયે કૌશાંબી નગરીમાં જિતશત્રુ રાજા હતો. ચૌદ વિધાનોપારગામી કાશ્યપ બ્રાહ્મણ હતો જે રાજાને બહુમાન્ય હતો. તેની આજીવિકા રાજા આપતો હતો. તેને યશા પત્ની અને પુત્ર કપિલ હતો. તે કપિલ નાનો હતો, ત્યારે જ કાશ્યપનું મૃત્યુ થયું. તેનું પદ રાજાએ કોઈ બીજા બ્રાહ્મણને આપ્યું. તે અશ્વ અને છત્ર ધારણ કરી જતો. તે જોઈને યશા બ્રાહ્મણી રડવા લાગી. કપિલે પૂછ્યું, ત્યારે તેણી બોલી - તારા પિતા આવી જ ઋદ્ધિથી નીકળતા હતા. કેમકે તે વિધાસંપન્ન હતા. કપિલે કહ્યું - હું પણ ભણીશ. યશા બોલી - અહીં ઈષ્યને લીધે તને કોઈ પણ નહીં ભણાવે, શ્રાવસ્તીનગરીએ જા, ત્યાં તારા પિતાનો મિત્ર ઇંદ્રદત્ત બ્રાહ્મણ છે, તે તને ભણાવશે. - કપિલ તેની પાસે ગયો. ઇંદ્રદત્તે પૂછવું - તું કોણ છે? આદિ. કપિલે બધી વાત કરી. પછી તેમની પાસે ભણવા તૈયાર થયો. ત્યાં શાલિભદ્ર નામે શ્રેષ્ઠી હતો. તેની પાસે ઇંદ્રદત્ત વ્યવસ્થા કરી. કપિલ ત્યાં જમતો અને ભણવા લાગ્યો. કોઈ દાસકન્યા તેને ભોજન પીરસતી હતી. તે હસમુખી હતી, તેની સાથે કપિલ પ્રેમાસક્ત થયો. કન્યા બોલી કે તું મને પ્રિય છો, પણ તારી પાસે કંઈ નથી. મારે પણ કોઈ નથી. પેટને માટે આપણે બીજા-બીજા પાસેની રહ્યા છીએ. હવે હું તારી આજ્ઞા પાળીશ. કોઈ દિવસે ત્યાં મહોત્સવ આવ્યો. દાસી કપિલથી વિરક્ત થઈ. કન્યાને નિદ્રા આવતી નથી. કપિલે પૂછયું - તને અરતિ કેમ છે? દાસી બોલી - મહોત્સવ આવે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ મારી પાસે પત્ર-પુષ્પાદિનું મૂલ્ય નથી. સખીજનોમાં હું નિંદા પામીશ. ત્યારે કપિલ પણ ખેદ પામ્યો. દાસીએ કહ્યું - અહીં ધન નામે શ્રેષ્ઠી છે, વહેલી સવારે જે એને પહેલી વધામણી આપે, તેને તે બે માસા સુવર્ણ આપે છે. તો તું જઈને લઈ આવ. કપિલે કહ્યું સારું. ત્યારે લોભથી બીજો કોઈ ન પહોંચે, તે માટે તે ઘણો જ વહેલો નીકળ્યો. આરક્ષક પુરષોએ પકડી લીધો. પ્રભાતમાં પ્રસેનજિત રાજા પાસે તેને લાવ્યા. રાજાએ પૂછતા, કપિલે બધો વૃત્તાંત કહી દીધો. રાજા બોલ્યો - જા, અશોક વનિકામાં જા. તેણે ત્યાં જઈને વિચારવા માંડ્યું કે - બે માસા સુવર્ણમાં તે દાસી ક્યા આભરણ, શાળી વગેરે લઈને મહોત્સવમાં જશે ? તેના કરતા કંઈક વિશેષ જ માંગી લઉં. એમ આગળ વધતા વધતા કરોડ માસા સુવર્ણ સુધી પણ તે ન અટક્યો. શુભ અધ્યવસાયથી તેને સંવેગ ઉત્પન્ન થયો. મતિ સ્મરણ જ્ઞાન થયું. સ્વયંબુદ્ધ થયો. જાતે જ લોચ કરી દેવતાદત્ત હરણ, ઉપકરણાદિ લઈને રાજા પાસે આવ્યો. રાજાએ પૂછ્યું- શું વિચાર્યું? તે બોલ્યો - જેમ લાભ વધે છે, તેમ લોભ વધે છે. બે માસા સુવર્ણનું પ્રયોજન હતું, કરોડોથી પણ પુરું ન થયું. રાજાએ હર્ષિત મુખ કરીને કહ્યું- હે આર્ય ! હું કોટિ માસા સુવર્ણ આપવા તૈયાર છું. કપિલ તેનો ત્યાગ કરીને શમિત પાપ એવો શ્રમણ થયો. પછી છ માસ છદ્મસ્થ રહી કેવલી થયા. આ તરફ રાજગૃહીના માર્ગમાં અઢાર યોજનની અટવીમાં બલભદ્ર આદિ ઇકકડ દાસ નામના ૫૦૦ ચોરો રહેતા હતા. કપિલ કેવલીએ જ્ઞાનથી જાણ્યું કે, તેઓ બોધ પામશે. કપિલ કેવલી ત્યાં પહોંચ્યા. તે ચોરોએ જાણ્યું કે કોઈ શ્રમણ આપણો પરાભવ કરવાને આવી રહેલ છે. રોષથી કપિલ કેવલીને પકડીને સેનાપતિ પાસે લઈ ગયા. સેનાપતિએ કહ્યું- હે શ્રમણ ! તમે નૃત્ય કરો. કપિલમુનિ બોલ્યા - તમે વાધ વગાડો તો હું નૃત્ય કરું. ૫૦૦ ચોરો તાળી વગાડવા લાગ્યા. કપિલ કેવલીએ ગાવાની સાથે બોધ વચનો બોલવા શરૂ કર્યા. જેમકે - “અધુવ, અશાશ્વત અને દુઃખ બહુલ સંસારમાં એવું કયું કર્મ છે ? જેનાથી હું દુર્ગતિમાં ન જાઉં?” એ પ્રમાણે શ્લોકો ગવાતા કેટલાંક પહેલાં શ્લોકમાં બોધપામ્યા, કેટલાંક બીજામાં બોધ પામ્યા, એ પ્રમાણે પ૦૦ ચોરો બોધ પામ્યા. એ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે - • સૂત્ર - ૨૦૯ - ધુવ, શાશ્વત, દુઃખ બહુલ સંસારમાં એવું કયું કર્મ છે ? જેના થકી હું દુગતિમાં ન જાઉં ? • વિવેચન - ૨૦૯ - તે ભગવાન કપિલ નામે સ્વયંબદ્ધ ચોરોના સમૂહને સંબોધવા આ ધૂવક ગાયું. ધ્રુવ- એકાસ્પદ પ્રતિબ્ધ, જે તેવો નથી તે અધ્રુવતેવા સંસારમાં, જેમાં અનેક સારા-માઠાં સ્થાનોમાં પ્રાણીઓ ભટકે છે, તેમાં કવચિત અનુત્પન્ન પૂર્વના અભાવથી કહે છે- શાશ્વત એટલે નિત્ય અને અનિત્ય તે અશાશ્વત સંસારમાં, અશાશ્વત આ સર્વે રાજ્યાદિ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૮/૨૦૯ ૩ ૩ અથવા ધુવ એટલે નિત્ય, તેમ નથી તે અધુવ, તેમાં એ પ્રમાણે કેટલો કાળ રહેવાનું, એવી આશંકા થાય તેથી કહે છે - શાશ્વત, તેવું નથી તે અશાશ્વત તેમાં શાશ્વત થવાથી બે આદિ ક્ષણની અવસ્થિતિ પણ સંભવે, તેનો પણ નિષેધ કરીને પર્યાયાર્થપણાથી વીજળીના ચમકારા માફક ક્ષણમાત્ર અવસ્થાયિની એમ કહ્યું. અથવા બંને પદો એકાઈક છે. આમાં પણ શું? જેમાં કર્મવશવર્તી જંતુઓ સંસરે છે તે સંસાર, તેમાં પ્રચુર એવું શારીરિક, માનસિક દુઃખ સંભવે છે, તેમાં અથવા જેમાં દુઃખોનો પ્રચુર લાભ થાય છે, તેમાં શું? એવું કહ્યું અનુષ્ઠાન છે? જેથી હું નરકાદિ દુર્ગતિમાં ન જાઉં. અહીં ભગવાન છિન્નસંશયવ છતાં અને મુક્તિગામી હોવા છતાં દુર્ગતિ ન થવાની હોવા છતાં પૂર્વસંગતિકને પ્રતિબોધવા આ પદ કહે છે. નાગાર્જુનીયો જો કે અહીં “મોહ ગહણાએ પદ બોલે છે. જાણવા છતાં પ્રાણી મોહાય તે મોહ, તેનાથી ગહન તેવા મોહગહનમાં. ચોરો પણ આ પદ ફરી ગાય છે, પછી કપિલ કેવલી કહે છે - • સૂત્ર - ૨૧૦ - પૂર્વ સંબંધોને એક વાર છોડીને પણ કોઈ ઉપર સ્નેહ ન કરે. સ્નેહ કરનાર સાથે પણ સ્નેહ ન કરે. એવો ભિક્ષુ બધાં પ્રકારના દોષો અને પ્રદોષોથી મુક્ત થઈ જાય છે. • વિવેચન - ૨૧૦ - વિશેષથી - તેનું અનુરમણાદિને છોડીને, કોનું? પૂર્વપરિચિત માતા, પિતાદિનું. ઉપલક્ષણથી બીજાં સ્વજન, ધનાદિ સંયોગ, તે પૂર્વસંયોગ. પછી શું? કોઈ બાહ્ય કે અત્યંતર વસ્તુમાં પણ સ્નેહ- આસક્તિ ન કરે. તથા કયા ગુણ થાય તે કહે છે - અનેહ એટલે અવિધમાન પ્રતિબંધ, સ્નેહ કરણશીલ પ્રતિ પણ - પુત્ર પત્ની આદિમાં પણ, તેને અપરાધસ્થાન માનીને ત્યાગ કરે. શું કહે છે? નિરતિચાર ચારિત્રિ થાય. અમુક્ત સ્નેહવાળો જ પત્ની આદિની આસક્તિથી અતિચારરૂપ દોષપદને સાધુ પ્રાપ્ત કરે છે. પાઠાંતરથી - દોષ એટલે મનથી તાપ આદિ, પ્રદોષ - પરલોકમાં નરક ગતિ આદિથી. ફરી આ જે કરે, તે કહે છે - • સૂત્ર - ૨૧૧ - જ્ઞાન અને દર્શનથી સંપન્ન, મોહમુક્ત કપિલમુનિએ બધાં જીવોના હિત અને કલ્યાણને માટે તથા વિમોક્ષણ માટે આમ કહ્યું - • વિવેચન - ૨૧૧ - ત્યાર પછી મુનિવર કહે છે, તે મુનિ કેવા છે? જેના વડે આત્મા વિશેષથી વસ્તુને જાણે તે જ્ઞાન, જેના વડે વસ્તુ સામાન્યરૂપે જોવાય તે દર્શન. તે કેવળજ્ઞાન અને કેવળ દર્શન વડે અથવા પરિપૂર્ણ જ્ઞાન અને દર્શન જેને છે તે સમગ્ર જ્ઞાનદર્શન. તે મુનિ શા માટે બોલે છે? હિત - ભાવ આરોગ્યનો હેતુ હોવાથી પથ્ય, નિઃશ્રેયસ એટલે 38/3] Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂર-સટીક અનુવાદ/૨ મોક્ષ. આ બંનેને માટે અથવા સમસ્ત હિત તે સમ્યગજ્ઞાનાદિ. તેના જ તત્ત્વથી હિતપણા થકી તેવા નિઃશેષ હિતને માટે અર્થાત કઈ રીતે નિઃશેષ હિત તેઓને પ્રાપ્ત થાય? સર્વે જીવોને અને તે ૫૦૦ ચોરોને આઠ પ્રકારના કર્મોથી મુક્તિ મળે. તે જ પ્રયોજનને માટે મુનિ બોલે છે. - x x મુનિવર – અનિપ્રધાન. જેનો મોહ વિનષ્ટ થયો છે તે વિગતમોહ. અહીં વિગતમોહ વચનથી ચારિત્ર મોહનીયના અભાવથી યથાખ્યાત ચારિત્ર કહ્યું. - ૮- ૪ - - હવે કપિલ મુનિ જે બોલે છે, તે કહે છે - • સૂત્ર - ૨૧૨ - તથાવિધ ભિક્ષુ બધાં પ્રકારની ગ્રન્થિ અને કલહનો ત્યાગ કરે. બધાં પ્રકારના કામભોગોમાં દોષ જોતો મુનિ તેમાં લિપ્ત ન થાય. વિવેચન - ૨૧૨ - બધાં જ બાહ્ય - ધનાદિ અને અત્યંતર - મિથ્યાત્વ આદિ જે ગ્રંથી, તથા કલહનો હેતુ હોવાથી - ક્રોધ, ચ શબ્દથી માનાદિ, અહીં ક્રોધ અત્યંતર ગ્રંથરૂપ હોવા છતાં તેનું પૃથક્ ઉપાદાન તેના બહુદોષનો જણાવવા માટે છે. એ બધાંનો ત્યાગ કરે. રાથવિઘ - કર્મ બંધ હેતુનો, પણ ધર્મ ઉપકરણનો નહીં. ભિક્ષુ - તે જ આવા પ્રકારના ધર્મને યોગ્ય હોવાથી અહીં લીધા છે. અથવા તેઓ જ એ પ્રમાણે મૂક્ત થાય છે. તેથી શું થાય? બધાં જ મનોજ્ઞ શબ્દાદીના પ્રકારો કે સમૂહોના કટુ વિપાકોને જોતો - તે વિષયક દોષોને જોતો. કર્મોથી લપાતો નથી. કેમકે કામદોષજ્ઞને પ્રાયઃ તેવી પ્રવૃત્તિનો અભાવ રહે છે. તથા દુર્ગતિથી આત્માનું રક્ષણ કરે છે. આ પ્રમાણે ગ્રંથ ત્યાગીના ગુણોને જાણીને વિપક્ષે દોષો કહે છે - • સૂત્ર - ૨૧૩ - ભોગરૂપ આશિષ દોષમાં ડૂબેલો, હિત અને નિઃશ્રેયસમાં વિપરીત બુદ્ધિવાળો, અજ્ઞાની, મંદ અને મૂઢ જીવ, કફમાં માખીની જેમ કર્મા'માં બંધાય છે. • વિવેચન - ૨૧૩ - ભોગવાય તે ભોગો - મનોજ્ઞ શબ્દાદિ, તે રૂપ આમિષ, અત્યંત ગૃદ્ધિ હેતુ પણાથી ભોગામિષ, તે જ આત્માને દૂષિત કરે છે, દુઃખ લક્ષણ વિકાર કરણથી ભોગમિષદોષમાં વિશેષથી નિમગ્ન, અથવા ભોગામિષના દોષો. તેઓ તેમાં આસક્ત થઈને વિચિત્ર કલેશ, સંતાન ઉત્પતિ, તેનું પાલન આદિથી વ્યાકુળ થઈને વિષાદમાં પડેલ તે ભોગદોષ વિષણ. - x x હિત - એકાંત પથ્ય, નિ:શ્રેયસ - મોક્ષ, અથવા હિત - યથા અભિલષિત વિષયની પ્રાપ્તિથી અભ્યદય અને નિઃશ્રેયસ. તેથી કે તેમાં કે તે બંનેની બુદ્ધિ - તેની પ્રાપ્તિના ઉપાયવિષયક મતિ, તેમાં વિપર્યયતા જેની છે તે હિતનિઃશ્રેયસબુદ્ધિવિપર્યસ્ત. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૮/૨૧૩ ૩ ૫ - *- અથવા વિપર્યતા હિતમાં નિઃશેષ બુદ્ધિ જેની છે તે. તથા બાલ - અજ્ઞાની, મન્દ - ધર્મકાર્ય કરણમાં અનુપત, મૂઢ- મોહથી આકુલિત માનસવાળા, તે એવા પ્રકારનો શું થાય? જ્ઞાનાવરણાદિ કર્મોથી શ્લિષ્ય થાય - ચોટે, જેમ માખી કફમાં ચોટે છે. કફની સ્નિગ્ધતા અને ગંધાદિ વડે આકૃષ્ય થતાં, તેમાં ડૂબી જાય છે. ડૂબીને ધૂળ આદિથી બદ્ધ થાય છે, એ પ્રમાણે પ્રાણીઓ પણ ભોગામિષમાં કર્મો વડે મગ્ન થાય છે. (શંકા) જો આ ભોગો આવા કર્મબંધનું કારણ છે, તો શું બધાં જીવો તેનો ત્યાગ કરે છે ? તે કહે છે - • સૂત્ર - ૨૧૪ - આ કામ ભોગોનો ત્યાગ દુર છે, અધીર પુરુષો દ્વારા આ કામભોગ આસાનીથી છુટતાં નથી. પણ સુવતી સાધુ તેને એવી રીતે તરી જાય છે, જે રીતે વણિક સમુદ્રને તરી જાય છે. • વિવેચન - ૨૧૪ - દુ:ખેથી ત્યાગ કરી શકાય છે તે દુષ્પપરિત્યજા, આ પ્રત્યક્ષ પ્રાપ્ત કામ ભોગો, સુખેથી - પ્રયાસ વિના સુત્યાજ્ય નથી, વિષ યુક્ત સ્નિગ્ધ મધુર અન્નવતું. કોને ? અધીર પુરુષોને. અબુદ્ધિવાળા કે અસત્વવાળા પુરુષોથી. પુરુષના ગ્રહણથી, જેઓ અલા વેદોદયથી સુખે તજનારા સંભવે છે, તેઓ પણ આને સુખેથી તજી શકતા નથી. તે પછી અતિદારુણ સ્ત્રીનપુંસક વેદોદયથી આકુળથી તો કેમ છુટે? આ તેનું દુષ્પરિત્યાજ્ય પણું - - ૪- કહ્યું, તે “અધીર' ને આશ્રીને કહ્યું. ધીરને તો સુત્યાજ્ય જ છે. તેથી કહે છે - સમ્યગ જ્ઞાનાધિષ્ઠત્વથી શોભન વ્રતો - હિંસા વિરમણ આદિ, જેમને છે તે સુવતી. શાક્તિને આશ્રીને શાંતિસવતી. પૌરુષેયી વડે અને ક્રિયા વડે મુક્તિને સાધે છે તે સાધુ. તેઓ તરવાને પણ અશક્ય એવા વિષય સમૂહ કે ભવને તરી જાય છે - અતિક્રમે છે. કોની જેમ ? વણિજુ ની જેમ. જેમ વણિ ન તરી શકાય તેવા સમુદ્રને યાન-પાત્રાદિ ઉપાયથી તરે છે, એ પ્રમાણે આ “ધીર' પણ વ્રતાદિ વડે ઉક્ત રૂપ ભવથી તરી જાય છે. - x- શું બધાં સાધુઓ આ અત્તરને તરી જાય છે ? • સૂત્ર - ૨૧૫ - “અમે શ્રમણ છીએ” એમ બોલવા છતાં, કેટલાંક પશુ જેવા અજ્ઞાની જીવો પ્રાણવધને સમજતા નથી. તે મંદ અને અજ્ઞાની પાપદષ્ટિઓને કારણે નરકમાં જ જાય છે. • વિવેચન - ૨૧૫ - મુક્તિને માટે ખેદ કરે તે શ્રમણ, - સાધુઓ. મુ-પોતાના નિર્દેશ માટે છે, બીજા કહે છે - મુ એટલે અન્યતીર્થી, પોતાના અભિપ્રાયને કહેતા. પ્રાણવધને ને જાણતા. મૃગ - પશુ સમાન. જ્ઞપરિજ્ઞાથી ન જાણીને. તે પ્રાણી કોણ છે? તેમના પ્રાણો ક્યા છે? તેમનો વધ કઈ રીતે ? તે ન જાણતા. પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ ન કરેલા. આના વડે પહેલું વ્રત પણ ન જાણતા, તો બીજા ક્યાંથી જાણે? તેથી મદ - મિથ્યાત્વ Page #37 -------------------------------------------------------------------------- ________________ '૩૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદાર મહારોગગ્રસ્ત. નરક પ્રતિ જાય છે. બાલ -- હેય અને ઉપાદેયના વિવેકથી રહિત. તેઓ નરકને પામે છે. - x x x- અથવા પાપ હેતુ એટલે પાપિકા દષ્ટિ વડે - દર્શન અભિપ્રાયરૂપથી. - - - - હવે સૂત્રકાર કહે છે કે - • સૂત્ર - ૨૧૬ - જેમણે આ સાધુધર્મની પ્રરૂપણા કરી છે, તે આર્ય પુરુષોએ કહેલ છે કે - પ્રાણવધને અનુમોદનાર કદાપી સર્વ દુઃખોથી મુક્ત થતાં નથી. • વિવેચન - ૨૧૬ - પ્રાણવધ, ઉપલક્ષણથી મૃષાવાદાદિને અનુમોદતા, કરવા - કરાવવાની વાત તો દૂર રહી. અનુમોદના પણ ન તજે, તો મોક્ષની સંભાવના પણ નથી, એમ કહે છે. તેઓ કોનાથી મુક્ત ન થાય? દુઃખે છે તે દુઃખ- કર્મો, બધાં પણ તે દુઃખો તે સર્વદુઃખો, તેના વડે અથવા નરકાદિગતિ ભાવિ શારીરિક માનસિક ફલેશોથી, તેથી શ્રમણો પ્રાણાતિપાતથી નિવૃત્ત જ દુસ્તરને તરે છે, બીજા નહીં. તેમ કહેલ છે. શું આ તમે કહો છો ? ના, ઉક્ત પ્રકારે આયોંએ - બધાં હેય ધમાંથી દૂર એવા તીર્થકરાદિ વડે કે આચાર્યો વડે કહેવાયેલ છે. જેમણે - આ હિંસા નિવૃત્તિ આદિ સાધુધર્મ પ્રરૂપેલ છે. આ પ્રમાણે આત્મામાં વર્તમાનને તેની પ્રજ્ઞાપના કરીને ચોરોને પ્રત્યક્ષ સાધુધર્મ નિર્દેશેલ છે. જો એમ છે, તો શું કરવું જોઈએ? • સૂત્ર - ૧૭ - જે જીવોની હિંસા નથી કરતા, તે ‘સમિત' કહેવાય છે. તેમના જીવનમાંથી પાપકર્મ એ રીતે નીકળી જાય છે, જેમ એ સ્થાનેથી પાણી. ૦ વિવેચન - ર૧૭ - પ્ર - પાંચ ઇંદ્રિયો આદિનો જે નાશ ન કરે. ચ શબ્દથી કારણે પણ અનુમતિનો નિષેધ છે. ઉપલક્ષણથી મૃષાવાદાદિથી પણ નિવૃત્ત થાય. તે પ્રાણોનો અતિપાત કેમ ન કરે ? પ્રાણોનો અતિપાત ન કરતા તે સમિતિવાળો થાય છે, કેવો થઈને ? પ્રાણીનો રક્ષક બનીને. સમિતત્વમાં શો ગણ છે ? તે સમિતથી જ્ઞાનાવરણાદિ અશુભ કર્મો નીકળી જાય છે. કઈ રીતે ? અતિ ઉન્નત્તર પ્રદેશથી નીચે જતાં જળની જેમ, આના વડે પૂર્વબદ્ધ કર્મનો અભાવ કહ્યો. - x- પાપ ગ્રહણનો અવશ્યપણે અભાવ કહેલ છે. પુન્યના સંહનન આદિ દોષથી મુક્તિ ન મળે, પણ દેવાદિમાં ઉત્પતિ સંભવે છે. પુન્યને પણ સોનાની બેડી સમજી છોડી દેવું. પ્રાણાતિપાતને સ્પષ્ટ કરે છે - • સૂત્ર - ૨૧૮ - જગતને આશ્રિત જે કોઈ બસ કે સ્થાવર પ્રાણી છે, તેમના પ્રતિ મન-વચન-કાયારૂપ કોઈપણ પ્રકારના દંડનો પ્રયોગ ન કરે. • વિવેચન - ૨૧૮ - લોકમાં આશ્રિતને જગતનિશ્રિત, તેમાં પ્રાણીઓ - ત્રસ તે બસ નામ કર્મોદયવાળા, બે ઇંદ્રિયાદિ અને સ્થાવર - તે નામ કર્મોદયવર્તી પૃથ્વી આદિમાં, તેમના Page #38 -------------------------------------------------------------------------- ________________ ૮/૨૧૮ 39 રક્ષણીયપણે પ્રતીત હોવાથી તેનો આરંભ ન કરે. દંડવું તે દંડ, તે આ અતિપાત રૂપ છે. તેને મન, વચન, કાયાથી ન સ્વયં આરંભે, ન બીજા પાસે આરંભાય કે આરંભ કરનારને ન અનુમોદે. • - ૪ - ૪ - ૪ - ૪ - અથવા જગત નિશ્રિત ભૂત ત્રસ અને સ્થાવર વડે હણાવા છતાં પણ તેના પ્રત્યે દંડનો આરંભ ન કરે. કોની જેમ ? ઉજ્જૈનીના શ્રાવક પુત્રવત. અહીં ઉદાહરણ છે - ઉજ્જૈનીમાં એક શ્રાવકપુત્ર, ચોર વડે હરણ કરાઈને માળવામાં રસોઈયાના હાથમાં વેચાયો. તેને એક કબુતરને મારવાનું કહ્યું. શ્રાવકપુત્રે કહ્યું - નહીં મારું. હાથીના પગ નીચે કચડવામાં આવ્યો. એ પ્રમાણે તેણે પ્રાણનો ત્યાગ કરવા છતાં જીવને ન હસ્યો. એ પ્રમાણે બીજાઓએ પણ પ્રયત્ન કરવો જોઈએ. મૂલગુણો કહ્યા, હવે ઉત્તર ગુણો કહે છે, તેમાં પણ એષણા સમિતિ પ્રધાન હોવાથી, તેને કહે છે • સૂત્ર - ૨૧૯ - શુદ્ધ એષણાને જાણીને ભિક્ષુ તેમાં પોતાને જ સ્થાપિત કરે, ભિક્ષાજીવી મુનિ સંયમયાત્રાને માટે આહારની એષણા કરે. પણ રસોમાં મૂર્છિત ન થાય. ♦ વિવેચન ૧૯ શુદ્ધ - શુદ્ધ મતિ કે દોષરહિત, તે એષણા - ઉદ્ગમ એષણાદિથી શુદ્વૈષણા, જિન કલ્પિકોની અપેક્ષાએ શુદ્વૈષણા પાંચ છે. - x - એ પ્રમાણે જાણીને શું ? “જ્ઞાનનું ફળ વિરતિ” એ પ્રમાણે ત્યાં એષણામાં સ્થાપે. ભીક્ષા કરવાના ધર્મથી તેને ભિક્ષુ કહે છે. - X- અનેષણાના પરિહારથી જ એષણા શુદ્ધ લેવું. તે પણ શા માટે ? તે કહે છે - સંયમ નિર્વાહયાત્રા નિમિત્તે‘ગ્રાસ'ની આહારની ગવેષણા કરે. - x - x - એષણા શુદ્ધ આહાર લાવીને પણ કઈ રીતે ખાય ? એ પ્રમાણે ગ્રાâષણાને કહે છે - સ્નિગ્ધ મધુરાદિ રસમાં ગુદ્ધિમાન્ ન થાય. આના વડે સાધુને રાગનો પરિહાર કહ્યો. ઉપલક્ષણથી દ્વેષનો પણ પરિહાર કરવો. તેના દ્વારા રાગદ્વેષ રહિત થઈને આહાર કરે એમ કહેલ છે. - -0- અમૃદ્ધ રસોમાં જે કરે તે કહે છે - • સૂત્ર ૨૨૦ ભિક્ષુ (પ્રાયઃ) નીરસ, શીતપિંડ, પુરાણા અડદ અથવા સાર વગરના રૂક્ષ, બોર આદિનું ચૂર્ણ જ જીવનયાપન માટે ગ્રહણ કરે છે. • વિવેચન - ૨૨૦ - · - પ્રાંત - નીરસ અન્નપાન, ચ શબ્દથી અંત પણ લેવું. તેથી અંતપ્રાંત આહાર કરે, અસાર આહારને ન પરવે, અથવા ગચ્છથી નીકળેલાની અપેક્ષાથી પ્રાંતને જ સેવે. કેમકે તેમને તેવું જ ગ્રહણ કરવાની અનુજ્ઞા છે. તે કેવું છે ? શિતળ આહાર, શીત પણ શાલિ આદિનો પિંડ રસ સહિત જ હોય છે, તેથી કહે છે - પુરાણા – ઘણાં વર્ષોના કુમાાષા - અડદ. આ જ પુરાણા અત્યંત પૂતિ અને નીરસ હોય છે, તેથી તેનું ગ્રહણ કર્યું. ઉપલક્ષણથી જૂના મગ આદિ લેવા. અથવા લુકકસ - મગ, અડદ આદિ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ નખિકા નિષ્પન્ન અન્ન અતિ રસ વગરનું હોય અથવા અસાર એવા વાલ અને ચણાદિ લે. શા માટે ? શરીરના નિર્વાહ માટે ખાય - ભોગવે. ચાપનાર્થે શબ્દથી એ પ્રમાણે સૂચિત છે કે - જે શરીરનો નિર્વાહ હોય તો જ તેને ખાય, જે અતિ વાયુ આદિ થયેલા હોય તો ત્યારે યાપના જ ન હોય, તેથી ન ખાય. આ ગચ્છમાં રહેલની અપેક્ષા છે. ગચ્છમાંથી નીકળેલા તો ચાપનાર્થે આ જ વસ્તુનો ઉપભોગ કરે - બોરનું ચૂર્ણ ખાય. આનું પ્રાંતત્વ અતિરૂક્ષપણાથી છે. ઉપલક્ષણથી અસાર વસ્તુનું ગ્રહણ જાણવું. અહીં ફરી ક્રિયાના અભિયાનથી - એક જ વખત આવું ખાય તેમ નહીં પણ અનેક વખત આવો આહાર કરે, તેમ જાણવું. “શદ્વેષણાથી આત્માને સ્થાપે” તેનાથી વિપરીતમાં બાધકને કહે છે - • સૂત્ર - ૨૨૧ - જે સાધુ લક્ષણશાસ્ત્ર, પ્રશાસ્ત્ર અને માંગવિધાનો પ્રયોગ કરે છે, તેને સાધુ કહેવાતો નથી. એ પ્રમાણે આચાર્યોએ કહેલ છે. • વિવેચન - ૨૨૧ - જે શુભાશુભ સૂચક પુરુષલક્ષણાદિ. રૂઢિથી તેના પ્રતિપાદક શાસ્ત્રને પ્રયોજે. રૂઢિથી જે સ્વપ્રના શુભાશુભ ફળ સૂચક શાસ્ત્રને પ્રયોજે જેમકે - સફેદ બળદના વસ્ત્ર દર્શનથી યશની પ્રાપ્તિ થાય. અંગવિધા-મસ્તક વગેરે અંગનું સ્કૂરણ, તેનાથી શુભાશુભ સૂચિકા ઇત્યાદિ વિધાને કહે. અથવા પ્રણવ-માયા બીજાદિ વર્ણ વિન્યાસ રૂપ, અથવા અંગ - અંગવિધામાં વ્યાવર્ણિત ભીમ અંતરિક્ષાદિ વિધા, જેમકે- હલિહાલમri Tની સ્વાહા, ઇત્યાદિ વિધાનુવાદ પ્રસિદ્ધા. • x-x- આ બધાને જે પ્રયોજે છે - X• xતેમાંથી કોઈપણ લક્ષણની પ્રવૃત્તિ કરે તે કેવા થાય? આવા પ્રકારનાને “સાધુ' કહેવાતા નથી, તેમ પ્રતિપાદિત કરેલ છે. અહીં પુષ્ટ આલંબન વિના આ લક્ષણાદિ શાસ્ત્રની પ્રવૃત્તિ કહી છે તેમ જાણવું. અન્યથા આવો પ્રયોગ કરનાર બધાંને આ આપત્તિ આવશે એ પ્રમાણે આર્યોએ કે આચાર્યોએ કહેલ છે. આના વડે યથાવસ્થિત વસ્તુવાદિથી આત્મામાં બીજાના અપવાદનો દોષ નિવારેલ છે. આવા પ્રકારના તેઓ જે પામે છે, તે કહે છે • સુત્ર - ૨૨ - જે વર્તમાન જીવનને નિયંત્રિત ન રાખી શકવાને કારણે સમાધિયોગથી ભ્રષ્ટ થાય છે, તે કામગભગ સાને રસોમાં આસક્ત લોકો સુરકાયમાં ઉત્પન્ન થાય છે. • વિવેચન - ૨ - 'આ જન્મમાં અસંયમ જીવિતને બાર પ્રકારના તપોવિધાનાદિ વડે નિયંત્રિત ન કરવાથી વ્યુત થાય, કોનાથી? સમાધિ- ચિત્ત સ્વાથ્ય, તેનાથી પ્રધાન યોગો - શુભ મન વચનકાય વ્યાપાર, તેનાથી. અથવા સમાધિ - શુભચિતની એકાગ્રતા અને યોગ - પૃથક જ પડિલેહણાદિ પ્રવૃત્તિ, તે સમાધિયોગથી અનિયંત્રિત આત્માને જ પગલે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૮/૨૨૨ ૩ ૯ પગલે તેનો ધંશ સંભવે છે. અનંતર કહેલા કામભોગોમાં અભિરિત સ્વરૂપમાં રસ - અત્યંત આસક્તિરૂપ, તેનાથી ગૃદ્ધ - તેની આકાંક્ષાવાળા તે કામભોગ રસમૃદ્ધો અથવા રસ - પૃથક્ જ શૃંગાદિ, ભોગનો અંતર્ગત છતાં તેનું પૃથક્ ઉપાદન, અતિગૃદ્ધિ વિષયતા જણાવવા માટે છે. તેઓ અસુરનિકાયમાં ઉત્પન્ન થાય છે. અર્થાત આવા તેઓ કંઈક ક્યારેક અનુષ્ઠાનથી અનુતિષ્ઠ છતાં પણ અસુરોમાં જ ઉપજે છે - - પછી શું થાય ? • સૂત્ર - ૨૩ - ત્યાંથી ઉદ્ભવતને પણ તેઓ સંસારમાં ઘણો કાળ સુધી ભમે છે ઘણાં અધિક કમથી લેવાવાને કારણે તેમને બોધિધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. • વિવેચન - ૨૨૩ - અસુર નિકાયથી નીકળીને બીજે અનુર્ગતિરૂપ વિપુલ કે વિસ્તીર્ણ સંસારમાં ભટકે છે. અથવા ઘણાં પ્રકારે ચોર્યાશી લાખમાં સાતત્યથી ભટકે છે - અનુસરે છે. અનંતાથી તે ઘણાં કર્મો -ક્રિયમાણપણાથી જ્ઞાનાવરણ આદિ ઘણાં કર્મોના લેપ અર્થાત ઉપચય, તેના વડે લિસ અર્થાત્ ઉપચિત થઈને જિનધર્મની પ્રાતિરૂપ બોધિ તેમને અતિશય દુપ્રાપ્ય થાય છે. - X- X- જે કારણે આ ઉત્તરગુણ વિરાધનામાં દોષ છે, તે કારણે તેની આરાધનામાં પ્રયત્ન કરવો જોઈએ. (શંકા) આ દ્રવ્યશ્રમણો જાણવા છતાં પણ કેમ આવા લક્ષાણાદિ પ્રયોજે છે ? (સમાધાન) લોભથી, તેથી જ આકુલિત આત્મની દુપૂરતા કહે છે. • સૂત્ર - ૨૨૪ - પ્રતિપૂર્ણ એવો આ સમગ્ર લોક પણ જે કોઈ એકને આપી દેવાય, તો પણ તે તેનાથી સંતુષ્ટ થશે નહીં. (કેમકે) આ આત્મા એટલો દુષ્કર છે. • વિવેચન • ૨૨૪ - પરિપૂર્ણ છતાં પણ, જે સુરેન્દ્રાદિ આ પ્રત્યક્ષ જગત જે ધન - ધાન્ય- હિરણ્યાદિ ભરેલ છે, તે આપી દે, ઘણાંને શું કામ? કોઈ એકને જ કે જેણે કોઈકને કદાચિત આરાધિત કરેલ હોય, તેને આપી દે, તો પણ તે સંતુષ્ટ થશે નહીં. - “મને આટલું મળ્યું” એવી તુષ્ટિ પામશે નહીં. - x x- આવા કારણથી દુઃખે કરીને પૂરવા શક્ય તે દુપુર, એવા આ પ્રત્યક્ષ આત્મા છે એમની ઇચ્છા પરિપૂર્ણ કરવી અશક્ય છે. તે કેમ સંતોષ પામતો નથી, તેનો સ્વ સંવિદિત હેતુ કહે છે - • સૂત્ર - ૨૨૫ - જેમ લાભ થાય, તેમ લોભ થાય છે, લાભથી લોભ વધે છે. બે માસા સુવર્ણથી નિષ્પક્ષ થનાર કાર્ય કરોડથી પણ પૂર્ણ ન થયું. • વિવચન - ૨૨૫ - જે પ્રકારે અર્થની પ્રાપ્તિ થાય, તે પ્રકારે લોભ - વૃદ્ધિની આકાંક્ષા થાય છે. તેનાથી શું ? લાભથી લોભ પ્રકર્ષથી વધે છે. અહીં વીપ્સાર્થ લેવાં જેમ જેમ લાભ થાય Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ તેમ તેમ લોભ થાય છે. કઈ રીતે? બે સંખ્યાત્મક ભાષા વડે જે પ્રયોજન હતું કે દાસીને પુષ્ય, તાંબુલાદિ મૂલ્યરૂપ, તે કરોડો સુવર્ણ વડે પણ નિષ્પન્ન ન થયું. આ કાર્ય જે કારણે ન થયું, તેનું મૂળ સ્ત્રી છે. તેથી સ્ત્રીનો ત્યાગ કેમ જરૂરી છે? તે દર્શાવવા માટે કહે છે - • સૂત્ર - ૨૨૬ - જે છાતીમાં ફોન રૂપ સ્તનોવાળી છે, અનેક કામનાવાળી છે, જે પરુષને પ્રલોભનમાં ફસાવી તેને દાસની માફક નચાવે છે, એવી રાક્ષસી સ્વરૂપ સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી જોઈએ. • વિવેચન - ૨૨૬ - રાક્ષસી - સ્ત્રીઓ, તેમાં (ન કરવી) જેમ રાક્ષસી બધું જ લોહી ખેંચી લે છે અને પ્રાણીનું જીવિત પણ હરી લે છે, તેમ સ્ત્રીઓ પણ જાણવી. તત્ત્વથી જ્ઞાનાદિ જ જીવિત અને સર્વસ્વ છે, તેને તેણીઓ હરી લે છે. તથા - - *- ગુદ્ધિ કરવી - અભિકાંક્ષાવાળા થવું. કેવી સ્ત્રીમાં - ગંડ એટલે ગડુ તે ઉપસ્થિત માંસતા પિંડરૂપ પણે છે, તેમાંથી રસી લોહી આદ્રતાના સંભવથી ગળતા રહે છે, તે ઉપમાથી સ્ત્રીઓના સ્તનને ગંડ કહેવાય છે. એવી છાતી જેની છે તેણી, વૈરાગ્યના ઉત્પાદન માટે આમ કહેલ છે. તથા અનેક સંખ્યામાં ચંચળતા જેણીના મનમાં છે, તે કારણે અનેક ચિત્તવાળી, જેમકે - કોઈના ખોળામાં રમે છે, કોઈ બીજાને આલિંગીને સુવે છે, કોઈની સાથે હસીને વાતો કરે છે, કોઈ પાસે રડવા બેસે છે. ઇત્યાદિ કારણે આ ચંચલ ચાલિકા સ્ત્રીઓને ધિક્કાર છે. તથા જે પરષો કુલીન છે, તેને લોભાવીને “તમે જ મારા શરણ છો, તમે જ પ્રીતિ કરવા યોગ્ય છો, ઇત્યાદિ વાણી વડે છેતરીને ક્રીડા કરે છે - દાસની જેમ નચાવે છે. હજી તેણીનું અતિ હેયપણું બતાવે છે - • સૂત્ર - ૨૨૭ - સ્ત્રીનો ત્યાગ કરનારા આણગાર તેનામાં આસક્ત ન થાય. ભિક્ષ ધર્મને પેશલ ાણીને, તેમાં પોતાની આત્માને સ્થાપિત કરે. વિવેચન - ર૭ - સ્ત્રીઓમાં પ્રવૃદ્ધિ ન કરે. પ્ર શબ્દથી વૃદ્ધિનો આરંભ પણ ન કરે. તો શું કરે? સ્ત્રીઓ વિવિધ પ્રકારે પ્રકર્ષથી ત્યાગ કરે છે. પૂર્વત્ર સ્ત્રીના ગ્રહણથી મનુષ્ય સ્ત્રી જ કહી, અહીં દેવ અને તિર્યંચ સંબંધી સ્ત્રી પણ તજી દે, તેમ કહે છે. કોણ? અણગાર. પછી શું કરે? બ્રહ્મચર્યાદિ રૂપ ધર્મ તેનું અવધારણકરે. કેમકે તે પેશલ - અહીં અને બીજે પણ એકાંત હિતપણાથી અતિ મનોજ્ઞ જાણીને આત્માને જ સ્થાપે અને વિષયના અભિલાષથી નિષેધે. હવે અધ્યયનનો ઉપસંહાર કહે છે - • સૂત્ર - ૨૨૮ - વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલ મુનિએ આ પ્રકારે ધર્મ કહેલ છે જે તેની Page #42 -------------------------------------------------------------------------- ________________ ૮/૨૨૮ ૪૧ સમ્યફ આરાધના કરશે, તે સંસાર સમુદ્રને પાર કરશે. તેના દ્વારા જ બંને લોક આરાધિત થશે - તેમ હું કહું છું. • વિવેચન - ૨૨૮ - આ પ્રકારથી અનંતર કહેલ યતિ ધર્મ, સકલતત્ત્વ સ્વરૂપ વ્યાતિથી કહેલ છે. કોણે ? કપિલ મુનિએ. કેમ ? આ મારા પૂર્વસંગતિક મારા વચનથી તે સ્વીકારશે. નિર્મળ અવબોધ પામશે. તેનાથી ભવસમુદ્ર તરી જશે. વિશેષથી તરી જશે. કોણ ? જેઓ આ ધર્મનું અનુષ્ઠાન કરશે. બીજાઓએ તેની આરાધનાથી આલોક અને પરલોકને સફળ કર્યા છે. ઇત્યાદિ - - ૪ - ૪ - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૮ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂમ-સટીક અનુવાદ/૨ હe અધ્યયન - ૯ - “નમિપ્રવજ્યા” . – X — — x૦ આઠમું અધ્યયન કહ્યું, હવે નવું આરંભે છે. તેના અભિસંબંધ આ છે - અનંતર અધ્યયનમાં નિલભત્વ કહ્યું. અહીં તેના અનુષ્ઠાનથી આ લોકમાં જ દેવેન્દ્રાદિ પૂજા પામે છે, તે બતાવે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનનો - ૪ - નામનિક્ષેપ “નમિપ્રવજ્યા” છે. તેથી નમિનો અને પ્રવજ્યાનો નિક્ષેપ કરતાં નિયુક્તિકાર કહે છે • નિર્યુક્તિ - ૨૬૦ થી ૨૬૩ - વિવેચન નમિ વિષય નિક્ષેપો નામ આદિ ચાર ભેદે છે, તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યનમિના બે ભેદ છે, આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી જ્ઞાતા પણ અનુપયુક્ત, નોઆગમથી ત્રણ ભેદ - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. તેમાં તવ્યતિરિક્તનમિત્રણ ભેદે - એકભવિક, બદ્ધાયુક, અભિમુખનામગોત્ર. તે પૂર્વવત. તથા નમિનું આયુ, નામ અને ગોત્રને વેદતો ભાવથી નમિ થાય છે. તે નમિનો અહીં અધિકાર છે. તેથી અહીં નમિપ્રવજ્યા નામક આ અધ્યયન જ કહીએ છીએ. પ્રવજ્યાનો પણ નામાદિ ચાર ભેદે નિક્ષેપ છે. - ૪ - બીજા તે અહંત પ્રણીત તીર્થથી અન્યત્વથી તીર્થો - પોતપોતાના અભિપ્રાયથી ભવસમુદ્ર તરવા પ્રતિ કરણપણાથી વિકભિતત્વથી અન્યતીર્થો, તેમાં થયેલ તે અન્યતીર્થિકો. તે શાક્ય આદિને દ્રવ્યમાં વિચારવા. પ્રવજ્યાના યોગથી તેમને પણ પ્રવજ્ય કહેવાય. - *- અહીં અન્યતીર્થિક વડે વિવક્ષિત ભાવ વિકલતા સૂચવી છે. તેથી અન્યતીર્થી કે સ્વતીર્થી જે પ્રવજ્યા પર્યાય શૂન્ય હોય તેની દ્રવ્ય પ્રવજ્યા જાણવી. ભાવથી વિચારતા પ્રવજ્યા તે - પૃથ્વી આદિની હિંસા તે આરંભ અને મૂછ તે પરિગ્રહ, તે બંનેના પરિહાર, માત્ર બાહ્ય વેષની ધારણાદિ નહીં. જો કે અહીં નમિપ્રવજ્યા જ પ્રકાંત છે, તો પણ જેમ આ પ્રત્યેકબુદ્ધ છે, તેમ બીજાં પણ કરકંડૂ આદિ ત્રણ સમકાળે સુરલોકથી આવીને પ્રવજ્યા લઈ, કેવળજ્ઞાનોત્પત્તિથી સિદ્ધિગતિને પામ્યા. તેથી પ્રસંગથી શિષ્યને વૈરાગ્ય ઉત્પાદન માટે તેની વક્તવ્યતા પણ કહેવા નિયુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૨૬૪ થી ૨૭૯ - વિવેચન - આનો અર્થ પ્રાયઃ સંપ્રદાયથી જ જણાય, તેથી તે જ કહે છે - (૧) કરનૅડ- ચંપાનગરીમાં દધિવાહન રાજા હતો, ચેટક રાજાની પુત્રી પદ્માવતી તેની પત્ની (રાણી) હતી. તેને મનોરથ થયા. હું કઈ રીતે રાજાનો વેશ પહેરીને ઉધાન અને કાનનોમાં વિચરણ કરું? તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. રાજા પૂછે છે, મનોરથ જાણીને રાજા અને પદ્માવતી રાણી જય હાથી ઉપર આરૂઢ થયા, રાજા છત્રને ધારણ કરે છે. ઉધાનમાં ગયા, પહેલી વર્ષાઋતુ હતી, શીતળમાટીની ગંધથી હાથી અભ્યાહત થઈને વનને યાદ કરે છે. નિવૃત્ત Page #44 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૯ ભૂમિકા ૪ ૩ વનની અભિમુખ ચાલ્યો. લોકો તેની પાછળ પહોંચી ન શક્યા. બંને જ અટવીમાં પ્રવેશ્યા. રાજા વટવૃક્ષ જોઈને રાણીને કહે છે - આ વડની નીચેથી જશે. ત્યારે તું વડની શાખા પકડી લેજે. તેણીએ તે વાત સ્વીકારી, પણ શાખા પકડી ન શકી. રાજા હોંશીયાર હતો. તેણે શાખા પકડી લીધી. તે શાખાએથી ઉતરીને આનંદરહિત થયેલો એવો ચંપાનગરીએ ગયો. તે રાણી પણ મનુષ્ય રહિત અટવીમાં હાથી વડે લઈ જવાઈ. તેટલામાં તેણીને તરસ લાગી, તેણીએ માહામોટું દ્રહ જોયું. ત્યાં ઉતરીને હાથી રમવા લાગ્યો. રાણી પણ ધીમેથી તળાવથી ઉતરી. દિશાને જાણતી નથી. એક જ દિશામાં સાગાર ભક્ત પ્રત્યાખ્યાન કરીને ચાલી. થોડે દૂર પહોંચી તેટલામાં તાપસે ગણીને જોઈ. તાપસે તેને અભિવાદિત કરીને પૂછયું - હે માતા ! આપ અહીં ક્યાંથી આવ્યા ? ત્યારે રાણી બોલી કે - હું ચેટક રાજાની પુત્રી છું. યાવતુ હાથી વડે અહીં લવાઈ છું. તે તાપસ ચેટકનો સ્વજન હતો. તેણે રાણીને આશ્વાસિત કરતા કહ્યું- ડરશો નહીં. ત્યારે તેણીને વનના ફળો આપ્યા. એક દિશાથી અટવીમાંથી બહાર કાઢી. પછી કહ્યું - આ ખેડાયેલ ભૂમિ છે, અમે તેની ઉપર ન ચાલીએ. આ દંતપુરનો દેશ છે. અહીં દંતચક રાજા છે. (તમે પધારો) રાણી તે અટવીથી નીકળીને દંતપુર નગરમાં કોઈ સાધ્વીની પાસે જઈ પ્રવજ્યા લીધી. તેણીએ બધી વાત કરી પણ ગર્ભની વાત ન કરી. પછી જ્યારે જાણ્યું ત્યારે મહત્તરિકા પાસે જઈને આ વૃત્તાંત કહ્યો. બાળકને જન્મ આપ્યો. પછી નામની મુદ્રા અને કંબલરત્ન સહિત તેનો શ્મશાનમાં ત્યાગ કર્યો. પછી શ્મશાનના ચાંડાલે તેને ગ્રહણ કરીને, પોતાની પત્નીને આપ્યો. તે બાળકનું “અવકીર્ણક” એવું નામ રાખ્યું. તે પદ્માવતી આયએ ચાંડાલણી સાથે મૈત્રી બાંધી. તે સાધ્વીને અન્ય સંયતીઓએ પૂછ્યું - તમારો ગર્ભ ક્યાં? પદ્માવતી આર્યાએ કહ્યું કે - ગર્ભ મરેલો જન્મવાથી, મેં તેને ફેંકી દીધો. તે બાળક ત્યાં મોટો થવા લાગ્યો. ત્યારે બીજા બાળકો સાથે રમે છે. તે બાળક ત્યાં બીજા બાળકોને કહે છે કે, તમારો રાજા છું. તમારે મને કર આપવાનો. તેમને કહેતો કે મને તમે ખંજવાળો. ત્યારથી તે “અવકીર્ણક” બાળકનું નામ “કરકંડૂ” કરી દીધું. તે બાળક તેની માતા સાધ્વી પ્રત્યે અનુરાગવાળો હતો. તે સાધ્વી પણ તેને લાડવા આપતા, જે ભિક્ષામાંથી પ્રાપ્ત થયા હોય. કરકંડૂ મોટો થયો, શમશાનની રક્ષા કરે છે. ત્યાં બે સાધુઓ તે શ્મશાનમાં કોઈક કારણથી આવી ગયા. તેટલામાં કોઈ વાંસની જાળીમાં વાંસનો દંડો જોયો. તે બે સાધુમાં એક દંડના લક્ષણ જાણતો હતો. તે બોલ્યો કે જે આ દંડને ગ્રહણ કરશે, તે રાજા થશે. પણ પ્રતીક્ષા કરવી પડશે. કેમકે હજી ચાર આંગળ વધશે, ત્યારે તે યોગ્યલક્ષણ થશે. તે વાત માતંગપુત્રએ સાંભળી અને એક બ્રાહાણે પણ સાંભળી. ત્યાર પછી તે બ્રાહ્મણ અ૫ સાગારિકે તેને ચાર આંગળ ખોદીને છેલ્લો. તે પેલા બાળક (કરકંડ) એ જોયું. તેણે બ્રાહ્મણ પાસેથી દંડને છીનવી લીધો. તે બ્રાહણે દંડ આપી દેવા કહ્યું. બાળક Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર બોલ્યો - મારા શ્મશાનમાં થયો છે, માટે હું આપીશ નહીં. બ્રાહ્મણ બોલ્યો - તું બીજો દંડ લઈ લે. પણ બાળકે તેની વાત ન માની. તે વિવાદ કારણિક (ન્યાય કરનાર) સુધી પહોંચ્યો ત્યારે તે બાળકને પૂછ્યું- તું આને દંડ કેમ આપતો નથી? તે બોલ્યો - હું આ દંડના પ્રભાવથી રાજા થઈશ. ત્યારે કારણિકે હસીને કહ્યું - જ્યારે તું સજા થા ત્યારે તું આને એક ગામ આપજે. બાળકે તે કબુલ રાખ્યું. તે બ્રાહાણે બીજા બ્રાહ્મણોને પોતાના પક્ષમાં કર્યા - આને મારી નાંખીને દંડ પાછો હરી લઈએ. ત્યારે તેના પિતાએ તે સાંભળ્યું. તે બધાં ભાગ્યા, યાવત્ કાંચનપુર પહોંચ્યા. ત્યાં રાજા અપુત્ર મૃત્યુ પામેલો. અશ્વને અધિવાસિત કર્યો. તે બહાર સુતેલા બાળક પાસે આવ્યો. તેને પ્રદક્ષિણા કરીને રહ્યો. તેટલામાં નગરજનોએ તે લક્ષણયુક્ત બાળકને જોયો. જય-જય શબ્દ કર્યો. નંદી વાજિંત્ર વગાડ્યું. તે કરકંડૂ પણ બગાસુ ખાતો ઉભો થયો. વિશ્વસ્ત થઈ ઘોડા ઉપર બેઠો. તેને ચાંડાળ જાણીને બ્રાહાણો તેને પ્રવેશવા દેતા નથી. ત્યારે તેણે દંડરત્ન ગ્રહણ કર્યો, તે દંડ સળગવા લાગ્યો. બધાં ડરીને ઉભા રહી ગયા. ત્યારે તેણે હરિકેશા બ્રાહ્મણા કર્યા. તે બાળકનું ઘરનું નામ અવકીર્ણ હતું પછી તેનું બાળકોએ કરેલ નામ “કરકૂંડ'' એ પ્રમાણે સ્થાપિત થયું. ત્યારે પેલો બ્રાહ્મણ આવ્યો, તેણે કહ્યું - મને ગામ આપ. ત્યારે કરકંડૂ રાજાએ કહ્યું કે- તને જે ગામ ચે તે લઈ લે. મારું ઘર ચંપાનગરીમાં છે. ત્યાં એક ગામ આપ. ત્યારે કરેકંડૂએ ચંપાનગરીએ દધિવાહન રાજાને લેખ લખ્યો, મને એક ગામ આપો, હું તમને જે ગમતું હોય તે ગામ કે નગર તમને આપીશ. તે રોપાયમાન થયો. હે દુષ્ટ માતંગ! તું મને ઓળખતો નથી, કે મારી ઉપર આવો લેખ મોકલે છે. દૂતે પાછા આવીને કરકંડૂને તે વાત કરી. કરકં ક્રોધિત થયો. તેણે ચંપાનગરીને રૂંધી. યુદ્ધ ચાલુ થયું. આ વાત સાધ્વીએ જાણી, લોકોનો સંહાર ન થાય, તે માટે કરકંડૂની પાસે જઈને રહસ્યસ્ફોટ કર્યો કે આ દધિવાહન તારા પિતા છે. ત્યારે કરકંડૂએ તેના માતાપિતાને પૂછ્યું. તેઓએ સદ્ભાવ કહ્યો. અભિમાનથી તે ત્યાંથી પાછો ન ફર્યો. ત્યારે પદ્માવતી સાધ્વી ચંપાએ ગયા. દાસ-દાસીઓ તેણીના પગે પડીને રડવા લાગ્યા. રાજા પણ તે સાંભળીને આવ્યો. વંદન કરીને આસન આપીને, તેણીને ગર્ભ વિશે પૂછ્યું. સાધ્વી બોલ્યા કે - આજે તમારા નગરને રોપીને રહેલો છે, તે તમારો પુત્ર છે. બંને મળ્યા. બંને રાજ્યો તેને આપીને દધિવાહને દીક્ષા લીધી. ત્યારપછી કરકંડૂમહાશાસનવાળો થયો. તે ગોકુલપ્રિય હતો. તેને અનેક ગોકુલ થયા. તેટલામાં શરદઋતુ આવી. એક વાછરડોઘણો પુષ્ટ અને તહતો, તેને રાજાજુએ છે. ત્યારે તે ગોવાળોને કહે છે કે- આ વાછરડાની માતાને દોહતા નહીં, તે જ્યારે મોટો થાય ત્યારે તેને બીજી ગાયોના દુધ પીવડાવજો. તે ગોવાળોએ પણ તે વાત સ્વીકારી. તે ઘણાં ઉંચા શીંગડાવાળો એવો સમર્થ બળદ થયો. રાજા તેને જોઈને ખુશ થયો. . ફરી ઘણાં કાળે રાજા ત્યાં આવ્યો. મહાકાય જીર્ણ વૃષભ જોયો. નાની ભેંસો પણ તેને પરેશાન કરતી હતી. રાજાએ ગોવાળોને પૂછ્યું કે - તે બળદ ક્યાં છે ? Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૯ ભૂમિકા ૪ ૫ તેઓએ આ જીર્ણ વૃષભ બતાવ્યો. તેને જોઈને રાજાને વિષાદ પ્રાપ્ત થયો. તે અનિત્યતાની વિચારણા કરતો બોધ પામ્યો. આ પ્રમાણે પ્રત્યેક બુદ્ધ - ૧ - “કરકંડૂ' ને જણાવ્યો. (૨) દુર્મુખ - આ તરફ પાંચાલ જનપદમાં કંપીલપુર નગર હતું. ત્યાં દુર્મુખ નામે રાજા હતો. તેણે ઇંદ્રધ્વજને જોયો. લોકો તેની પૂજા કરતા હતા. અનેક હજાર પતાકાઓ વડે તે મંડિત હતો, ખૂબ રમ્ય લાગતો હતો. રાજા પાછો ફરે છે, ત્યારે જુએ છે - એ ઇન્દ્રધ્વજ વિલુપ્ત છે. નીચે પડેલો છે, તે પણ મળ અને મૂત્રની મધ્યમાં. આ જોઈને દુર્મુખ રાજાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો (આવી અનિત્યતા જગતમાં છે, તે પણ બોધ પામી પ્રવજિત થયો. એ પ્રત્યેકબુદ્ધ - ૨ - “દુર્મુખ' ને વૃત્તિકારે સંક્ષેપમાં કહેલ છે. (3) નમિરાજર્ષિ - આ તરફ વિદેહ જનપદમાં મિથિલા નગરીમાં નમિ રાજા હતો. તેને શરીરમાં દાહ ઉપડ્યો. રાણીઓ ચંદનનો લેપ કરે છે. તે વખતે તેણીના વલયો અવાજ કરે છે. રાજા બોલ્યો - મને આ કંકણનો અવાજ કાનમાં ભટકાય છે. રાણીએ એક એક કરીને બધાં કંકણો કાઢી નાંખ્યા, માત્ર એક જ કંકણ રહેવા દીધું. તેણીને રાજાએ પૂછ્યું - હવે તે વલયોનો ખખડાટ કેમ સંભળાતો નથી? તેણી બોલી - કંકણો કાઢી નાંખ્યા. રાજા તે દુઃખથી આહત થઈને પરલોકાભિમુખ થઈને ચિંતવે છે - ઘણામાં દોષ છે, એકમાં દોષ નથી. જો આ રોગમાંથી મુક્ત થઈશ, તો પ્રવજ્યા સ્વીકારીશ. ત્યારે કારતક પૂર્ણિમા વર્તતી હતી, એ પ્રમાણે વિચારતા તે સૂઈ ગયો. વહેલી પરોઢે એક સ્વપ્ર જોયું - શ્વેત નાગરાજ મેરુની ઉપર પોતાને આરૂઢ કરે છે, પછી નંદીઘોષના નાદથી વિબોધિત થયો - જામ્યો હાર્ષિત અને સંતુષ્ટ થઈને વિચારે છે - અહો !પ્રધાન સ્વપ્ર મેં જોયું. ફરી વિચારે છે કે મેં આવો ગુણજાતીય પર્વત પૂર્વે જોયેલ છે, એમ વિચારતા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વે મનુષ્યભવમાં શ્રામસ્ય પાળીને તે પુષ્પોત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ હતો. ત્યાં દેવત્વમાં મેરુ પર્વત ઉપર જિનમહિમાદિ માટે આવેલ. એ પ્રમાણે પૂર્વભવ જોયો, તે બોધ પામ્યો દીક્ષા લીધી. એ પ્રમાણે પ્રત્યેકબુદ્ધ - ૩ - નમિરાજર્ષિ કહ્યા. (૪) નગ્નતી રાજા - આ તરફ ગાંધાર જનપદમાં પુરુષપુર નામે નગર હતું. ત્યાં નગ્નતી નામે રાજા હતો. તે કોઈ દિવસે અનુયાત્રાએ નીકળ્યો. તેણે પપિત થયેલ એવી આશ્રમંજરી જોઈ. તેણે તેમાંથી એક મંજરી તોડી. એ પ્રમાણે આખા લશ્કરે એક-એક મંજરી તોડી. છેલ્લે ત્યાં માત્ર ઝાનું ઠંડુ રહ્યું. પાછો ફરતા રાજાએ પૂછ્યું કે - તે આમ્રવૃક્ષ ક્યાં ગયું? અમાત્યએ કહ્યું કે- આ જ તે વૃક્ષ છે. રાજાએ પૂછ્યું - તો લાકડાનું ઠંડુ કેમ થઈ ગયું? અમાત્ય બોલ્યો- તમે એક મંજરી લીધી, પાછળ બધાંએ તેમ કર્યું. રાજા વિચારે છે - આવી આ રાજ્યની લક્ષ્મી છે. જ્યાં સુધી ત્રદ્ધિ છે, ત્યાં સુધી શોભે છે. વૈરાગ્ય વાસિત થઈ રાજા બોધ પામ્યો, તે પણ પ્રવજિત થયો. આ પ્રમાણે પ્રત્યેષુદ્ધ - ૪ નગ્નતિ કહો. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪ ૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ચારે પ્રત્યેકબદ્ધ વિચરતા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પહોંચ્યા. ત્યાં દેવકુલને ચાર દ્વારો હતા. પૂર્વથી કરકંડૂ પ્રવેશ્યા, દક્ષિણથી દુર્મુખ, કેમ સાધુની પરાગમુખ રહેવું એમ વિચારી તે વ્યંતરના દક્ષિણ પડખે મુખ કરીને રહ્યા. નમિ પશ્ચિમથી આવ્યા, ગાંધાર ઉત્તરથી પ્રવેશ્યા. - તેમાં કરકંડૂ પાસે બાલ્યપણાથી કંડૂ હતી, તે કંડૂ લઈને બંને કાન ખંજવાળે છે. પછી તેણે કંડૂ ભેગી કરીને ગોપવી દીધી. તે દુર્મુખે જોયું. તે બોલ્યા- રાજ્ય આદિ બધું છોડ્યું પણ એક કંડૂનો ત્યાગ કરી શકતા નથી. યાવત્ કરકંડૂએ તેનો ઉત્તર ન આપ્યો. નમિ આ વચન બોલ્યા કે - તમારા પૈતૃક રાજ્યમાં ઘણાં નોકર હતા. તું નોકર બનીને બીજાનું કેમ ધ્યાન રાખે છે? ત્યારે ગાંધારે કહ્યું - બધાંનો ત્યાગ કર્યો - તો બીજાની ગહકેમ છોડતા નથી? કઠંડુ ત્યારે બોલ્યા- રોષ ન કરવો, હિતકારી ભાષા બોલવી ઇત્યાદિ. આ સંપ્રદાય કહ્યો. તે ઉક્ત બધી ગાથાનો ભાવાર્થ હતો. અક્ષરાર્થ તો સ્પષ્ટ જ છે. છતાં કંઈક કહે છે - મિથિલા નામે નગરી હતી. તેના સ્વામી તે મિથિલાપતિ નમિ નામના રાજાને છ માસથી દાહજ્વર નામે આતંક થયેલો. વધો પાસે તે નિવારવા ઘણો પુરુષાર્થ કર્યો. વૈધોએ કહી દીધું કે આની ચિકિત્સા થઈ શકશે નહીં. કારતક પૂર્ણિમાએ સ્વપ્ર જોયું. નાગરાજા અચલરાજાએ મેરુ પર્વતને નંદિ ઘોષ કર્યો. તેનાથી તે નમિ રાજા બની ગયો. આ મિથિલાપતિ નમિ એમ કહેવાથી, તીર્થકર એવા નમિ ન સમજી લે, તે માટે વિદેહમાં બે નમિ થયા તેમ કહેલ છે. બધાંને એક સમયે પુષ્પોત્તર વિમાનથી ચ્યવન થયું. પ્રવજ્યા થઈ, એક એક હેતુને આશ્રીને બોધ પામ્યા તેથી પ્રત્યેકબુદ્ધ થયા. કેવળજ્ઞાન પણ ચારે પામ્યા અને સિદ્ધિગતિમાં ગયા. (વૃત્તિકારે આગળ પણ કેટલાંક શબ્દ વિશેષના અર્થો આપેલા છે પણ તેમાંનું ઘણું બધું કથન ભાવાર્થરૂપે કથામાં કહેવાઈ ગયેલ હોવાથી અમે તે બધાંની અહીં પુનરુક્તિ અનાવશ્યક સમજીને છોડી દીધેલ છે.) આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂવાલાયક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે તે સૂત્ર હોય ત્યારે જ થાય છે, તેથી સૂગાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે - • સૂત્ર - ૨૯ - દેવલોકથી ચ્યવીને નમિનો જીવ મનુષ્યલોકમાં જન્મ્યો. તેનો મોહ ઉપશાંત થતા, તેને પૂર્વ જન્મનું મરણ થયું. • વિવેચન - ૨૨૯ - દેવલોકથી ચ્યવીને માનુષ સંબંધી લોકમાં ઉત્પન્ન થયો. પછી દર્શનમોહનીયનો અનુદય જેને પ્રાપ્ત થયો છે તેવો તે ઉપશાંત મોહનીય વિચારે છે. તેને પૂર્વની દેવલોકથી ઉત્પત્તિ થયાની વાત તદ્ગત સર્વચેષ્ટાતે “જાતિનું મરણ થયું. પછી શું? તે કહે છે Page #48 -------------------------------------------------------------------------- ________________ ૯)૨૩૦ ૪ ૭ • સૂત્ર - ૨૩૦ - ભગવન નમિ પૂર્વજન્મનું સ્મરણ કરીને અનુતર ધર્મમાં સ્વયં સંબુદ્ધ થયા. રાજ્યનો ભાર પુત્રને સોંપીને અભિનિષ્ક્રમણ કર્યું. ૦ વિવેચન - ૨૩૦ - જાતિનું સ્મરણ કરીને, ભગા શબ્દ જો કે ધૈર્યાદિ અનેક અર્થોમાં વર્તે છે, -x- તો પણ અહીં પ્રસ્તાવથી બુદ્ધિવચન જ લેવા. તેથી ભગ - બુદ્ધિ, જેને છે તે ભગવાન. સ્વયં જાતે જ સંબુદ્ધ - સમ્યગુ તત્વને જાણેલ, તે સહસંબુદ્ધ, બીજા વડે પ્રતિબોધિત નહીં અથવા સહસા - જાતિ સ્થાપન કરીને અભિનિષ્ક્રમણ કર્યું - ધર્માભિમુખ્ય થઈ ગૃહસ્થ પર્યાયથી નીકળ્યા. અર્થાત પ્રવજ્યા લીધી. કોણ ? “નમિ' નામે પૃથ્વીપતિ રાજા. જે એમ છે, તો ક્યાં રહ્યાં ? કેવા ભોગો ભોગવીને સંબુદ્ધ થયા? કઈ રીતે અભિનિષ્ક્રમણ કર્યું? • સૂત્ર - ૨૩૧ - નમિ રાજા શ્રેષ્ઠ અંતઃપુરમાં રહીને, દેવલોક સદેશ ભોગો ભોગવીને એક દિવસ બોધ પામી, તેમણે ભોગોનો પરિત્યાગ કર્યો. • વિવેચન - ૧૩૧ - તે અનંતર ઉદિષ્ટ દેવલોકના ભોગ સમાન ભોગો, પ્રધાન એવા અંતઃપુરમાં રહીને કેમકે વરાંતપુર જ રાગનો હેતુ થાય, તેમાં રહેલને તેના ભોગનો પરિત્યાગ કહીને જીવના વીર્ષોલ્લાસનો અતિરેક કહ્યો. તેમાં પણ કદાચિત વર’ શબ્દાદિ હોય - ન હોય તો પણ સુબંધુ માફક કોઈક નિમિત્તને કારણે ભોગો ન ભોગવે, તેથી કહ્યું - પ્રધાન મનોજ્ઞ શબ્દાદિ ભોગવીને નમિ નામના રાજાએ તત્ત્વને જાણીને આ ભોગોનો ત્યાગ કર્યો. અહીં ફરી “ભોગ'નું ગ્રહણ અતિ વિસ્મરણશીલને પણ અનુગ્રાહ્ય જ છે, તે જણાવવાને માટે કહેલ છે. શું માત્ર ભોગોને ત્યજીને દીક્ષા લેવા નીકળ્યા કે પછી બીજું પણ કંઈ હતું? . • સૂત્ર - ૨૩ર - ભગવંત નમિએ પુર અને જનપદ સહિત પોતાની રાજધાની મિથિલા, સેના, અંતઃપુર અને બધાં પરિજનોને છોડીને અભિનિષ્ક્રમણ કર્યું અને એકાંતવાસી થઈ ગયા. • વિવેચન - ૨૩૨ - મિથિલા નામની નગરી, અન્ય નગરો અને જનપદ સહિત હતી. તેથી માત્ર પોતાની નગરી નહીં, હાથી-ઘોડાદિ સૈન્ય, અંતઃપુર, પરિજન વર્ગ, તે બધું જ. તથાવિધ કોઈ જ પ્રતિબંધ નહીં, આ બધાંને છોડીને દીક્ષા લીધી. એક - અદ્વિતીય, જેમાં કર્મોનો અંત છે, તેથી એકાંત એટલે મોક્ષ, તેમાં આશ્રિતવાનની જેમ અધિષ્ઠિત થયા. અથવા એકાંત એટલે દ્રવ્યથી - વિજન ઉધનાદિ, ભાવથી - “કોઈ મારું નથી અને હું કોઈનો નથી.” ઇત્યાદિ ભાવનાથી હું એકલો જ છું, તેવો નિશ્ચય તે એકાંત, Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર તેને અધિષ્ઠિત. ભગવાન્ - વૈર્યવાન, શ્રતવાન. તેણે શું શું છોડીને દીક્ષા લીધા તે કહીશું? • સૂત્ર - ૨૩૩ - જે સમયે નમિ રાજર્ષિ અભિનિષ્ક્રમણ કરીને પ્રવજિત થઈ રહ્યા હતા, તે સમયે મિથિલામાં ઘણો કોલાહલ થયો. • વિવેચન - ૨૩૩ - કોલાહલ - વિલાપ અને આક્રંદન કરનારનો કલકલ, તે થયો જેમાં તે કોલાહલક ભૂત, અથવા ભૂત શબ્દ ઉપમાથે છે તેથી કોલાહલ - રૂપતાને પામ્યા, કેમકે - હા પિતા ! માતા ! ઇત્યાદિ કલકલથી આકુલિત થઈને, મિથિલામાં થયો. સર્વે ગૃહ, આરામ આદિમાં થયો. ક્યારે? દીક્ષા લેતા હતા તે કાળે. રાજર્ષિ - રાજા, તે રાજ્યવસ્થાને આશ્રીને, ત્રાષિ- તે કાળની અપેક્ષાએ છે અથવા રાજ્યાવસ્થામાં પણ ઋષિ - ક્રોધાદિ છ વર્ગના ભયથી કષિ જેવા. - *- ૮ - નમિ નામના રાજા ઘેરથી અથવા કષાય આદિથી નીકળ્યા ત્યારે શું થયું તે કહે છે - • સૂત્ર - ૨૩૪ - ઉત્તમ પ્રવજ્યા સ્થાનને માટે પ્રસ્તુત થયેલા નમિ રાજર્ષિને બ્રાહ્મણ રૂપે આવેલા દેવેન્દ્રએ આ વચન કહ્યા - • વિવેચન - ૨૩૪ - અગ્રુધત રાજર્ષિ, પ્રવજ્યા સ્થાને જ રહે છે - સભ્ય દર્શનાદિ ગુણો તેમાં છે. તે પ્રવજ્યા સ્થાન. તેથી ઉત્તમ એવા પ્રવજ્યા સ્થાનના વિષયમાં ઉધમવંત નમિને બ્રાહ્મણ વેશથી આવેલા ઇંદ્ર - ત્યારે જ તે મહાત્માનું પ્રવજ્યાને ગ્રહણ કરવાનું મન જાણી તેના આશયની પરીક્ષા કરવાની ઇચ્છાથી સ્વયં ઇંદ્ર આવ્યો. ત્યારે તે આ કહેવાનાર વચનો - વાક્યો બોલ્યા. શું બોલ્યા? તે કહે છે - • સૂત્ર - ૨૩૫ - હે રાજર્ષિ ! આજે મિથિલા નગરીમાં, પ્રાસાદોમાં, ઘરમાં કોલાહલપૂર્ણ દારૂણ શબ્દો સંભળાઈ રહ્યા છે ? • વિવેચન - ૨૩૫ - કિમ્-પરિપ્રશ્ન અર્થમાં છે, નુ વિતર્કમાં, ભો - આમંત્રણમાં. આજના દિવસે નગરી ઘણાં કલકલરૂપ વ્યાકુળ - કોલાહલ સંકુલ ધ્વનિ સંભળાઈ રહ્યો છે. તે કદાચ બંદિછંદોનો ઉદીરિત પણ હોય, તેના નિરાકરણ માટે કહે છે – લોકોના મનને વિદારે છે તે દારુણ વિલાપ અને આકંદન આદિ, તેઓ ક્યાં રહેલા છે ? સાતભૂમિ આદિ પ્રાસાદોમાં સામાન્ય ઘરોમાં અથવા પ્રાસાદ- દેવ અને નરેન્દ્રોનો, ગૃહ - તે સિવાયના લોકોનું રહેઠાણ. ચ શબ્દથી ત્રિક, ચતુષ, ચત્વરાદિમાં પણ જાણવો. • સૂત્ર - ૨૩૬ દેવેન્દ્રની આ વાત સાંભળીને હેતુ આને કારણથી પ્રેરિત નામ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪ ૯ ૯/૨૩૬ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું - • વિવેચન - ૨૩૬ : અનંતરો અર્થને જણાવતો ધ્વનિ સાંભળીને, હેતુ - વિક્ષિત અર્થમાં જાય છે તે, તે પાંચ અવયવ વાક્યરૂપ છે. કારણ - અન્યથા અનુપપત્તિ માત્ર, તેના વડે પ્રેરિત તે હેતુ અને કારણથી પ્રેરિત, કોલાહલસંકુલ દારુણ શબ્દો સંભળાય છે, આના વડે ઉભયથી આ પ્રમાણે સૂચિત છે, તેથી કહે છે - આપની આ અભિનિષ્ક્રમણ પ્રતિજ્ઞા અનુચિત છે, કેમકે આક્રંદનાદિ દારુણ શબ્દના હેતુપણાથી હેતુ, જીવહિંસાવત્ દષ્ટાંત છે. જે આકંદનાદિ દારુણ શબ્દનો હેતુ છે, તે - તે ધમર્થીને અનુચિત છે. જેમ જીવ હિંસા, તેમ આ આપનું અભિનિષ્ક્રમણ - એ ઉપનય છે. - x x x- ઇત્યાદિ - ૪ - X - X - X - ૪ - પ્રેરણા પછી નમિ રાજર્ષિ શકને હવે કહેવાશે તે પ્રમાણે કહ્યું. આ સૂત્રાર્થ છે. તેમણે શું કહ્યું? તે કહે છે - • સૂત્ર - ૨૩૭ - મિથિલામાં એક પૈત્યવૃક્ષ હતું. જે શીતળ છાયાવાળુ મનોરમ, પત્રપુષ્પ અને ફળોથી યુક્ત, ઘણાંને માટે સદૈવ ઉપકારક હતું. • વિવેચન - ૨૩૭ - મિથિલામાં પત્ર- પુષ્પ આદિથી ઉપચિત ચેત્ય - ઉધાન હતું તે ચેત્ય - ઉધાનમાં વૃક્ષ વડે શીતલ છાયા જેની છે, તેવી શીત છાયામાં ચિત્ત વૃતિને પામે એવા મનોરમ નામક અને પત્ર - પુષ્પ - ફળથી યુક્ત અને પક્ષીઓથી ભરેલું, ઘણાં ગુણવાળ, સદાકાળને માટે પ્રયુર ઉપકારકારી એવું ચેત્યવૃક્ષ હતું. તેમાં શું? • સૂત્ર - ૨૩૮ - પ્રચંડ આંધીથી તે મનોરમ વૃક્ષના પડી જવાથી દુઃખિત, શરણ અને 7 એવા તે પક્ષી છંદન કરી રહ્યા હતા. • વિવેચન - ૨૩૮ - વાયુ વડે અહીં-તહીં ફેંકાતા, ત્યાં વાયુશકએ જ કરેલો એવો સંપ્રદાય છે, ચિતિ - ઇષ્ટકાદિનો સંગ્રહ, તે જ મૈત્ય, તેમાં અધોબદ્ધ પીઠિકાની ઉપર મનના અભિરતિ હેતુથી ઉંચી કરાયેલ પતાકાઓ હતી. દુ:ખિત - જેમને દુઃખ થયેલું છે તે, અશરણ - બાણ સહિત, તેથી જ પીડિત, આ પ્રત્યક્ષ આકંદ શબદ કરે છે. ખગ - પક્ષીઓ. અહીં આ મિથિલામાં આ દારુણ શબ્દો કેમ સંભળાય છે? એ પ્રમાણે સ્વજનોનું આકંદન કહ્યું, તે પક્ષીનું કંદન પ્રાયઃ સમજવું અને આત્માને વૃક્ષ સમાન જાણવો. તત્ત્વથી નિયતકાળ જ સાથે રહીને અને ઉત્તરકાળે સ્વ-સ્વગતિ ગામીપણાથી વૃક્ષને આશરે રહેલા પક્ષીની ઉપમા દ્વારા સ્વજનોને બતાવ્યા. - x x x- આ જ સ્વજનો વાયુ વડે પડી ગયેલા વૃક્ષથી છુટા પડી ગયેલા પક્ષીની માફક પોત-પોતાના પ્રયોજનની હાનિ થયાની આશંકા કરતા કંદન કરે છે. પોતાનું પ્રયોજન સદાવાથી સ્વજન અને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦. ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ પરિજન હાહાકાર કરતાં રહે છે. ઇત્યાદિ - x x- જાણવું. એ પ્રમાણે આઝંદાદિ દારુણ શબ્દોનું કારણ નમિ રાજર્ષિનું અભિનિષ્ક્રમણ છે, તે હેતુ અસિદ્ધ છે. તેઓ તેમના પ્રયોજન અને હેતુપણાથી આકંદન કરી રહ્યા છે. એ પ્રમાણે તમે કહેલા હેતુ અને કારણ અસિદ્ધ જ છે, એમ કહેવા માંગે છે. - પછી - • સૂત્ર - ૨૩૯ - નમિ રાજર્ષિના આ આર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું - • વિવેચન - ૨૩૯ - આ અર્થને સાંભળીને હેતુ અને કારણ - જે પૂર્વ સૂત્રમાં કહ્યા છે, તેનાથી પ્રેરિત - “આપે બતાવેલ હતુ અને કારણ અસિદ્ધ છે', એ અનુપપત્તિથી પ્રેરિત એવા દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું, શું કહ્યું? • સૂત્ર - ર૪૦ આ અગ્નિ છે, આ વાયું છે, તેનાથી આ તમારું રાજભવન બળી રહેલ છે. ભગવાન ! આપ આપના અંતાપુર તરફ કેમ નથી જોતાં ? • વિવેચન - ૨૪૦ - આ પ્રત્યક્ષ દેખાતો અગ્નિ અને પવન છે, તે પ્રત્યક્ષ ભમસાત કરે છે, પ્રક્રમથી વાયુ વડે પ્રેરિત અગ્નિની માફક (કોને ?) આપના ભવનને. તથા હે ભગવન્! અંતઃપુરની સામે કેમ જોતા નથી? અહીં જે-જે પોતાનું છે, તેનું રક્ષણ કરવું જોઈએ, જેમ - જ્ઞાનાદિ. આ આપનું જ અંતઃપુર છે. ઇત્યાદિ હેતુ-કારણની ભાવના પૂર્વવત્. સૂત્ર - ૨૪૧, ૨૪૨ - દેવેન્દ્રના આ અર્થને સાંભળીને - x - ૪ - રાજર્ષિએ આમ કહ્યું - જેની પાસે પોતાનું કહેવાય તેવું કંઈ નથી, એવા અમે સુખે રહીએ છીએ. સુખે જીવીએ છીએ. મિથિલાના બળવામાં મારું કંઈ જ બળતું નથી. • વિવેચન - ૨૪૧, ૨૪૨ - (૨૪૧નું વિવેચન પૂર્વના સૂત્ર - ૨૩૬ વત જાણવું) જે રીતે સુખ ઉપજે, એ પ્રમાણે અમે રહીએ છીએ. પ્રાણ ધારણ કરીએ છીએ. અમારી કોઈ વસ્તુજાત વિધમાન નથી. કેમકે - હું એકલો છું, મારું કોઈ નથી. જેમ જીવ એકલો જન્મે છે, મરે છે પણ એકલો જ. તેથી આ અંતઃપુર આદિ કોઈ મારા નથી. એમ હોવાથી આ નગરીના બળવાથી મારું કંઈ પણ બળતું નથી, મિથિલાનું ગ્રહણ માત્ર અંતઃપુરાદિ જ નથી, મારા સંબંધી બીજા પણ કોઈ સ્વજનાદિ પણ નહીં, કેમકે પ્રાણીઓ પોતપોતાના કર્મોના ફળ જ ભોગવે છે, તે-તે પ્રમાણે ભ્રમણ કરે છે, તેથી અહીં કોણ કોનું પોતાનું કે પારકું છે? તે જણાવે છે. તેથી આના વડે પૂર્વોક્ત હેતનું અસિદ્ધત્વ કર્યું. તત્ત્વથી જ્ઞાનાદિ સિવાયનું બધું જ અસ્વકીયપણાથી છે, ઇત્યાદિ ચર્ચા પૂર્વવતુ આ જ વાત કહે છે - Page #52 -------------------------------------------------------------------------- ________________ ૯/૨૪૩, ૨૪૪ ૦ સૂત્ર - ૨૪૩, ૨૪૪ - પુત્ર, પત્ની અને ગૃહવ્યાપારથી મુક્ત ભિક્ષુને માટે કોઈ વસ્તુ તેને પ્રિય નથી હોતી કે અપ્રિય હોતી નથી... બધી બાજુથી હું એકલો જ છું” એ પ્રકારે એકાંતદ્રષ્ટા ગૃહત્યાગી મુનિને બધાં પ્રકારથી સુખ જ સુખ છે. ૭ વિવેચન ૨૪૩, ૨૪૪ - ત્યા - પરિહરેલ છે પુત્ર અને પત્ની જેણે તે તથા તેને, તેથી જ કૃષિ, પશુપાલનાદિ ક્રિયાને પરિહરેલ ઉક્તરૂપ ભિક્ષુને પ્રિય - ઇષ્ટ કંઈપણ નથી અને અપ્રિય અનિષ્ટ પણ કંઈ નથી. કેમકે પ્રિય કે અપ્રિય વિભાગના અસ્તિત્વમાં જ પુત્ર, પત્ની આદિનો ત્યાગ ન જ કરેલો જાણવો. તે બંને જ અતિપ્રતિબંધ વિષયપણે છે. આના વડે “કાંઈ નથી” એ વાતનું સમર્થન કરેલ છે, તે સ્વકીયત્વ જ પુત્રાદિના અત્યાગથી આસક્તિ થાય, તેથી તેનો નિષેધ કર્યો. એવું હોય તો સુખેથી વસવું કે જીવવું કઈ રીતે થાય ? તે કહે છે - મુનિને ઘણું કલ્યાણ કે સુખ બાહ્ય અત્યંતર બંને રીતે અણગારપણામાં છે અથવા સ્વજન અને પરિજનથી વિપ્રમુક્ત અને “હું એકલો છું” એવી એકત્વ ભાવનારૂપ પર્યાલોચન કરતો (સાધુ કલ્યાણ કે સુખને પામે). - * - * - ૦ સૂત્ર - ૨૪૫, ૨૪૬ આ અર્થને સાંભળીને દેવેન્દ્રએ નમિ રાજર્ષિને કહ્યું - હે ક્ષત્રિય ! પહેલાં તું નગરના પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકા, દુર્ગની ખાઈ, શીતઘ્ની બનાવીને જાઓ (બનાવીને પછી દીક્ષા લો). . - ♦ વિવેચન - ૨૪૬ - પ્રકર્ષથી મર્યાદા વડે કરે છે તેને તે પ્રકાર - ધૂળ અને ઇંટો આદિથી વિરચિત કરીને, ગોપુર - ગાય વડે પૂરાય છે તે, પ્રતોલી દ્વારો, ગોપુરના ગ્રહણથી આગળીયો, બારણા આદિ પણ લેવા. અટ્ટાલક પ્રાકાર કોષ્ઠકની ઉપર રહેલા આયોધન સ્થાનો. ખાઈ - પર સૈન્યને પાડવા માટે ઉપરથી ઢાંકેલ ખાડો. શીગધ્ન - સો ને હણે તેવું યંત્ર વિશેષરૂપ. એ પ્રમાણે બધુ જ નિરાકુલ કરીને જા. ક્ષતથી રક્ષણ આપવા માટે ક્ષત્રિય, તે સંબોધન છે. હેતૂપલક્ષણ આ છે - જે ક્ષત્રિય છે, તે નગર રક્ષા માટે પ્રવૃત્ત હોય. • સૂત્ર - ૨૪૭ થી ૨૫૦ - - ૫૧ - - - * . આ અર્થને સાંભળીને નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું • શ્રદ્ધાને નગર, તપ અને સંયમને અર્ગલા, ક્ષમાને મન વન કાયાની ત્રિગુપ્તિથી સુરક્ષિત કરી, એ પ્રમાણે અજેય મજબુત પ્રકાર બનાવીને... પરાક્રમને ધનુપ્, ઇસિમિતિને તેની જીવા, ધૃતિને તેની મૂળ બનાવીને, સત્યથી તેને બાંધીને.... તપરૂપી બાણોથી યુક્ત ધનુથી કર્મરૂપી કવચને ભેદીને અંતયુદ્ધનો વિજેતા મુનિ સંસારથી મુક્ત થાય છે. ૭ વિવેચન - ૨૪૭ થી ૨૫૦ શ્રદ્ધા - તત્ત્વરુચિ રૂપા સંપૂર્ણ ગુણ આધારપણાથી, નગરી કરીને - હ્રદયમાં 6 · - Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ અવધારીને. આના વડે પ્રથમ સંવેગ આદિ ગોપુર કરીને તેમ ઉપલક્ષણથી કહ્યું. આગળીયો, બારણા, કઈ રીતે? તે કહે છે. તપ - અનાશનાદિ બાહ્ય, તેનાથી પ્રધાન. સંવર - આશ્રવ નિરોધ લક્ષણ તપ સંવર તેને. મિથ્યાત્વ આદિ દુષ્ટ્રનિવારકપણાથી અર્ગલા - પરિધ, તેનાથી પ્રધાન બારણા પણ અર્ગલા કહેવાય. પ્રાકાર - ક્યા? તે કહે છે - ક્ષમા નિપુણ - શત્રુ રક્ષણ પ્રતિ શ્રદ્ધા વિરોધી અનંતાનુબંધી કોપને ઉપરોધીપણાથી પ્રાકાર કરે. ઉપલક્ષણથી માનાદિ નિરોધી માર્દવાદિને પણ લેવા અટ્ટાલક, ઉસ્થૂલક, શતક્ની સંસ્થાનીય મનોગુતિ આદિ ત્રણ ગુમિ વડે ગુપ્ત. આ પ્રકારના વિશેષણ છે. તેથી જ દુઃખથી અભિભૂત થાય તેથી દુuઘર્ષ. અહીં જે “પ્રાકારાદિ કરાવીને" કહેલ, તેનું પ્રતિવચન કહેલ છે. હવે પ્રાકાર અને અટ્ટાલકમાં અવશ્ય જાણવું. તેના હોવાથી પ્રહરણાદિમાં વૈરીઓ સંભવે છે. તેથી કહે છેo- ઘનુષ - કોદંડ, પરાક્રમ - જીવ વીર્ષોલ્લાસરૂપ ઉત્સાહ કરીને, જીવા - પ્રત્યંચા, ઇ - ઇદિ પાંચે સમિતિઓ. સદા - સર્વકાળ. વૃતિ - ધર્મમાં અભિરતિ રૂપ, કેતા - શૃંગમય ધનુ મધ્યમાં કાષ્ઠમય મુઠ્ઠીરૂપ. તેને મનઃ સત્યાદિ વડે બાંધે. પછી શું? તે કહે છે. તપ: - અવ્યંતર છ ભેદે લેવા. તે જ કર્મ પ્રતિ અભિભેદીપણે છે. નારીચ - લોઢાનું બાણ, તેનાથી યુક્તપણાથી અનુક્રમે ધનુષ્ય વડે ભેદીને - કર્મ વિદારીને, જ્ઞાનાવરણાદિ કંચુક વત્ કર્મકંચુક, તેને વિદારીને. કર્મકંચુકના ગ્રહણથી આત્મા જ વૈરી થાય છે. કર્મનું કંયુકત્વ તેમાં રહેલ મિથ્યાત્વ આદિ પ્રકૃતિ ઉદયવર્તી શ્રદ્ધાનગરનો રોધ કરીને આત્માનું દુર્નિવારત્વ છે. કર્મના ભેદમાં જિતપણાથી જેનો સંગ્રામ ચાલ્યો ગયો છે. તે વિગત સંગ્રામ છે. જેમાં શારીસ્કિ, માનસિક દુઃખો હોય છે, તે ભવ - સંસાર, તેનાથી મૂકાય છે. આ રીતે જે “પ્રાકાર કરાવીને” ઇત્યાદિ કહ્યું તે સિદ્ધ સાધન છે. આ રીતે શ્રદ્ધા નગર રક્ષણ કહીને તત્વથી ઇંદ્રની અવિજ્ઞતા બતાવી, ઇંદ્રને અભિમત પ્રાકારાદિ કરણમાં મુક્તિ ન થાય તેમ કહ્યું. • સૂત્ર - ૨૫૧, ૫ર - આ કાર્યને સાંભળીને - 1 - 1 - 1 - દેવેન્દ્રએ રાજર્ષિને રામ કહ્યું - હે ક્ષત્રિય આ પહેલાં તમે પ્રસાદ, વર્ધમાનગૃહ અને ચંદ્રશાળા બનાવીને પાછી જજે (વજિત થશે). • વિવેચન ૫૨ - જેમાં મનુષ્યોના નયન અને મન પ્રસન્ન થાય છે, તે પ્રાસાદ. અનેક પ્રકારે વાસ્તુવિધામાં બતાવ્યા મુજબ બનેલ તે વર્તમાનગૃહ. વાલીગ્રપોતિકા તે “વલભી'નો વાયક છે, તેથી વલભી કરાવીને, બીજા મતે આકાશ અને તળાવ મધ્યે સ્થિત ક્ષુલ્લક પ્રાસાદ - ચંદ્રશાળા, તે ક્રીડા સ્થાન રૂપ કરાવીને ત્યારપછી જજો. હે ક્ષત્રિય ! આના વડે જે પ્રેક્ષાવાન છે તે છતાં સામર્થ્યમાં પ્રાસાદાદિ કરાવીને - જેમ બ્રહ્મદત્ત આદિ, પ્રેક્ષાવાના સામર્થ્ય હોવાથી થવાય છે, ઇત્યાદિ હેતુ અને કારણના સૂચનકારી છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૯/૨૫૧, ૨૫૨ ૦ સૂત્ર - ૨૫૩, ૨૫૪ - આ અર્થને સાંભળીને નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું - * - * - જે માર્ગમાં ઘર બનાવે છે, તે પોતાને સંશયમાં નાંખે છે, તેથી જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાં જ પોતાનું સ્થાયી ઘર બનાવવું જોઈએ. • વિવેચન ૨૫૪ - સંશય - અહીં આમ થશે કે નહીં તેવા ઉભય અંશનું અવલંબન, પછી એ પ્રમાણે સંશય કરે છે કે - જો કદાચ મારે જવાનું થશે તો ? એ પ્રમાણે જે માર્ગમાં ઘર બનાવે છે, - × - પણ હું સંશયિત નથી એમ કહેવા માંગે છે. સમ્યગદર્શનાદિના મુક્તિ પ્રતિ અવંધ્ય હેતુપણાથી મેં નિશ્ચિતપણાથી મેળવેલ છે. જો સંશયી નથી તો પણ શા માટે અહીં જ ઘર કરતો નથી ? તેથી કહે છે - જે વિવક્ષિત પ્રદેશમાં જવાને ઇચ્છે છે તે ઇચ્છિત પ્રદેશમાં જ પોતાનો આશ્રય - ગૃહ તે સ્વાશ્રયને કરવું જોઈએ. અથવા શાશ્વત - નિત્ય ગૃહ જ કરવું જોઈએ. અર્થાત્ માર્ગનું અવસ્થાન પ્રાયઃ છે, જ્યાં જવાની નિશ્ચે ઇચ્છા છે, તે મુક્તિપદ છે. તેના આશ્રય વિધાનમાં જ અમે પ્રવૃત છીએ. - પ્રેક્ષાવાન ઇત્યાદિ છે, તેણે સિદ્ધસાધનપણાથી જ રહેવું. - ૪ - ૪ - તેથી - ૭ સૂત્ર - ૨૫૫, ૨૫૬ આ અર્થને સાંભળીને ૫૩ - - * - * - દેવેન્દ્રએ રાજર્ષિને કહ્યું - હે ક્ષત્રિય 1 પહેલાં તમે લુંટારા, પ્રાણઘાતક ડાકુ, ગ્રંથિભેદકો અને ચોરોથી નગરની રક્ષા કરીને પછી જો - દીક્ષા લેજો. • વિવેચન સદ ચોતરથી લુંટે છે - ચોરી કરે છે, પ્રાણીના રોમોને હરે છે તે લોમાહાર. શું કહેવા માંગે છે ? આત્મવિધાતની આશંકાથી બીજા પ્રાણોને હરીને પછી તેનું બધું જ લુંટી લે. વૃદ્ધો કહે છે - લોમહારા એટલે પ્રાણહારકો. ગ્રંથિ - દ્રવ્ય સંબંધી, તેને ભેદે છે, અર્થાત્ કાતર ઇત્યાદિ વડે વિદારે છે. તે ગ્રંથિભેદી. ટાસ્કર - સર્વકાળ ચોરી કરનારા - x - ૪ - આવા બધાં આમોષાદિ ઉપતાપકારી હોવાથી, નગરનું ક્ષેમ કરીને, પછી હે ક્ષત્રિય ! જો. આના વડે પણ જે સધર્મી રાજા છે, તે અહીં અધર્મકારીનો નિગ્રહ કરે, જેમકે - ભરત આદિ. સધર્મ રાજા વડે હેતુ કારણની સૂચના કરી છે. – ૦ સૂત્ર - ૨૫૭, ૨૫૮ - આ અર્થને સાંભળીને - - * . નમિ રાજર્ષિએ દેવેન્દ્રએ આમ કહ્યુંઆ લોકમાં મનુષ્યો દ્વારા અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. અપરાધ ન કરનારા પકડાય છે અને અપરાધી છૂટી જાય છે. ૦ વિવેચન - ૨૫૭, ૨૫૮ - અનેકવાર મનુષ્યો વડે મિથ્યા, શું કહેવા માંગે છે ? અનપરાધિમાં અજ્ઞાન, અહંકાર આદિ હેતુ વડે અપરાધિની માફક દંડવા તે દંડ - દેશત્યાગ, શરીર નિગ્રહાદિ પ્રયોજાય છે. આમ કેમ ? અકારિઙ્ગ - આમોષાદિ અવિધાયી, આ પ્રત્યક્ષ ઉપલક્ષ્યમાન Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર મનુષ્યલોકમાં નિગડાદિ વડે નિયંત્રિત કરાય છે. જ્યારે તે કરનારા છુટી જાય છે આના વડે જે પૂર્વે કહ્યું : “આમોષકાદિના ઉપદ્રવથી નગરને બચાવીને જવું' તેમાં તેઓને જાણવાનું અશક્ય પણે હોવાથી ક્ષેમકરણ પણ અશક્ય જાણવું. જે સધમાં આદિ બતાવ્યા, તેમાં અપરિજ્ઞાનથી અનપરાધીને પણ દંડ કરવાથી સધર્મનૃપતિત્વ પણ વિચારવું જોઈએ, એ પ્રમાણે અસિદ્ધતા હેતુ છે. • સૂત્ર - ૨૫૯ - આ અર્થને સાંભળીને - * - *- દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આમ કહ્યું• વિવેચન - ૫૯ - આ સ્વજન, અંતઃપુર, નગર, પ્રાસાદ, નૃપતિધર્મ વિષયમાં આમને આસક્તિ છે કે નહીં, એ વિમર્શ કરીને હવે દ્વેષનો અભાવ થયો છે કે નહીં? તે જાણવાની ઇચ્છાથી, તેની જ પરીક્ષા કરવાને શકએ આમ પૂછ્યું - • સૂત્ર - ૨૬૦ - હે ક્ષત્રિય જે રાજા હાલ તમને નમતા નથી, પહેલાં તેમને તમારા વશમાં કરીને જ - દીક્ષા લેજે. • વિવેચન - ૨૬૦ - જે કેટલાંક રાજાઓ તમારી મર્યાદામાં રહેલા નથી, તમને નમતા નથી - - ૪ - તેથી હે નરાધિપ ! નૃપતિ ! ન નમેલા રાજાઓને સ્થાપીને પછી જજો, હે ક્ષત્રિય! અહીં પણ જે સજા, તેના નમેલા રાજાને નમાવે છે. જેમ ભરત આદિ, ઇત્યાદિ હેતુ અને કારણે અર્થથી આક્ષિત છે. • સૂત્ર - ૨૬૧ થી ૨૬૪ - આ અર્થને સાંભળીને - 1 - 1- નમિ રાજર્ષિ દેવેન્દ્રને આમ કહ્યું - જે દુલ સંગ્રામમાં દશ લાખ યોજાને જીતે છે, તેની અપેક્ષાએ જે એક પોતાને જીતે છે, તેનો વિક્સ જ પરમ વિજય છે... બહારના યુદ્ધોથી શું ? સ્વયં પોતાનાથી યુદ્ધ કરો. પોતાનાથી પોતાનાને જીતીને જ સાચું સુખ પ્રાપ્ત થાય છે.... પાંચ ઇંદ્રિયો, ક્રોધ, માન, માયા, લોભાદિ વાસ્તવમાં દુલ છે. એક પોતાને જીતવાથી આ બધાં જીતાઈ જાય છે. - વિવેચન - ૨૬૨ થી ૨૬૪ - જે હજારો સુભટોને દુર્જયયુદ્ધમાં જીતી લે છે, તેનો એકને કોઈ જીવ વીયૅલ્લાસથી જીતી લે, કોને ? આત્માને. કેવા ? દુરાચાર પ્રવૃત્ત. તે તેણે અનંતરોક્ત હજારોને જીતીને પ્રકૃષ્ટ જ્ય - બીજાનો પરાભવ કરેલ છે. આના વડે આત્માનું અતિ દુર્જયત્વ કહ્યું. તેથી આત્મા સાથે જ સંગ્રામ કરો. - x- પણ બીજા કોઈ સાથે નહીં. તારા સંગ્રામથી બાહ્ય રાજા આદિને આશ્રીને અથવા બાહ્ય યુદ્ધ કરવા કરતાં આત્માને જીતીને એકાંતિક આત્યંતિક મુક્તિ સુખરૂપ પામે છે અથવા શુભ - પુન્યને પામે છે. આત્માને જ જિતવાથી સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય? તે કહે છે. શ્રોત્ર આદિ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૯/૨૬૧, ૨૬૪ ૫૫ પાંચ ઇન્દ્રિયો, ક્રોઘ - કોપ, માન - અહંકાર, માયા - નિકૃતિ, લોભ - વૃદ્ધિરૂ૫, તે દુર્જય - દુરભિભવ છે. સતત તેવા તેવા અધ્યવસાય સ્થાનાંતર એ પ્રમાણે વ્યુત્પત્તિથી આત્મા એટલે મન, સંપૂર્ણ ઇંદ્રિયાદિ અને ઉપલક્ષણથી મિથ્યાત્વ આદિ, તે બધું આત્માને જીતવાથી જિતાયેલ જ છે. મનને જીતવાથી ઇંદ્રિયો જિતાયેલી જ છે, પછી તેના જયને અલગથી કેમ જણાવ્યો ? સત્ય છે. તો પણ પ્રત્યેક દુર્જયત્વ જણાવવા માટે તેનો પ્રથક ઉપન્યાસ છે. • x x- જે કારણે આત્મા જ દુર્જય છે, તેથી બધી જ ઇંદ્રિય આદિ આત્માના જીતતા જિતાયેલ જ છે. આના વડે ઇંદ્રિય આદિના જ દુઃખ હેતુત્વથી તેના જયથી સુખ પ્રાપ્તિ સમર્થિત થાય છે. એ પ્રમાણે ફળ ઉપદર્શન દ્વારથી જીતવાની ઇચ્છા કલ્યાણકારી છે, એમ કહ્યું. તેથી જે રાજા આદિને તત્ત્વથી જીતવાપણું દર્શાવીને સિદ્ધ સાધનપણાથી પ્રયોજેલ છે. • સૂત્ર - ૨૬૫, ૨૬૬ - આ અર્થને સાંભળીને - x - = - દેવેન્દ્રએ નમિ રાજર્ષિને કહ્યું - હે ક્ષત્રિય ! તમે વિપુલ યજ્ઞ કરાવીને, શ્રમણ અને બ્રાહ્મણને ભોજન કરાવીને દાન દઈને, ભોગો ભોગવીને અને સ્વય યજ્ઞ કરીને જજે - દીક્ષા લેજે.. • વિવેચન - ૨૬૫, ૨૬૬ - - અનંતર પરીક્ષાથી આણે દ્વેષને પણ પરિહરેલ છે, તેમ નિશ્ચય કરીને, જિન પ્રણિત ધર્મ પ્રતિ ચેર્યની પરીક્ષા કરવાની ઇચ્છાથી શકએ આ પ્રમાણે કહ્યું - વિપુલ યજ્ઞ - ચાગને યોજીને, આગંતુક શ્રમણ - નિર્ગળ્યાદિ, બ્રાહ્મણો - દ્વિજોને જમાડીને, દ્વિજાદિને ગાય, ભૂમિ, સુવર્ણ આદિનું દાન કરીને, મનોજ્ઞ શબ્દાદિને ભોગવીને, સ્વયં યાગાદિ કરીને પછી હે ક્ષત્રિય! જો. આના વડે જે તે પ્રાણીને પ્રીતિકર છે. તે ધર્મને માટે, જે હિંસાથી વિરમણાદિ છે, તેના વડે આ યાગાદિને હેતુ અને કારણપણે સૂચવેલ છે. • સૂત્ર - ૨૬૭, ૨૬૮ - આ અર્થને સાંભળીને - x - = • નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું - જે મનુષ્ય દર મહિને દશ લાખ ગાયોનું દાન કરતો હોય, તેને પણ સંયમ જ શ્રેય છે, ભલે, પછી તે કોઈને કંઈપણ દાન ન કરે. • વિવેચન - ૨૬૮ - પ્રતિમાસ દશલાખ ગાયોનું દાન કરે, આવો દાતા પણ જો કંઈક ચાસ્ત્રિમોહનીય ક્ષયોપશમથી સંયમ - આશ્રવાદિ વિરમણરૂપ થાય ત્યારે તે જ અતિશય પ્રશસ્ય છે. કેવા પ્રકારનાને પણ? સ્વષ્ય પણ વસ્તુ ન આપતો હોય અથવા તેના કરતા પણ ઉક્તરૂપથી દાતાના વિવક્ષિત અવધિપણાથી, જેઓ પ્રાણિહિંસાથી સમ્યક અટકે છે કે સંયમવાનું સાધુ પ્રશસ્યતર છે. અથવા તે દાતા કરતાં પણ અર્થાત્ ગોદાન ધર્મથી ઉક્ત રૂપ સંયમ શ્રેય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ અહીં ગોદાન એ યાગાદિનું ઉપલક્ષણ છે. ઘણાં લોકોએ આચરેલ છે એ પ્રમાણે સંયમના પ્રશસ્યત્વને કહીને યોગાદિનું સાવધત્વ અર્થથી બતાવેલ છે. વળી - x - પશુવધમાં કઈ રીતે અસાવધતા હોય ? તથા દાનાદિ પણ અશનાદિ વિષયક ધર્મોપકરણ ગોચર છે તે ધર્મને માટે વર્ણવેલ છે. - x - × - બાકીના સુવર્ણ, ગોભૂમિ આદિ પ્રાણીની હિંસાના હેતુપણાથી સાવધ જ છે, ભોગોનું સાવધત્વ સુપ્રસિદ્ધ છે. તે પ્રમાણે પ્રાણિપ્રીતિ કરવાપણું આદિ અસિદ્ધ હેતુ છે. કેમકે જે સાવધ છે, તે ૫૬ પ્રાણીપ્રીતિકર નથી. જેમ હિંસાદિ સાવધ અને યાગાદિ છે. * * * - ૦ સૂત્ર - ૨૬૯, ૨૭૦ - આ અર્થને સાંભળીને દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આમ કહ્યું હે મનુજાધિપ ! તું ગૃહસ્થાશ્રમને છોડીને જે બીજા આશ્રમની ઇચ્છા કરો છો તે ઉચિત નથી. અહીં રહીને જ પૌષધવ્રતમાં અનુત્ત રહો. ♦ વિવેચન - ૨૬૯, ૨૭૦ - આ પ્રમાણે જિનધર્મમાં સ્વૈર્યને અવધારીને પ્રવ્રજ્યા પ્રતિ આ દૃઢ છે કે નહીં તેની પરીક્ષા કરવા શક્રએ આ પ્રમાણે કહ્યું - અત્યંત દુરનુચર એવા આ આશ્રમ છે, સ્વ-પર પ્રયોજન અભિવ્યાપ્તિથી ખેદ અનુભવે છે, એમ કરીને ગૃહસ્થ ધર્મ, તે જ અલ્પ સત્વવાળાથી દુષ્કરપણે છે તેમ કહ્યું. કેમકે ગૃહસ્થાશ્રમ સમાન ધર્મ ન હતો, ન થશે. તેને શૂર મનુષ્યો પાળે છે. કાયરો પાખંડનો આશ્રય લે છે. તેને છોડીને - ત્યાગ કરીને બીજા કૃષિ પશુપાલન આદિ અશક્ત કાયર જન વડે અતિ નિંદિતની ઇચ્છા કરે છે. કોને ? પ્રવ્રજ્યા રૂપ આશ્રમને. તમારા જેવાને આ કાયર જેવું આચરણ કરવું ઉચિત નથી. તો શું ઉચિત છે ? તે કહે છે - આ જ ગૃહાશ્રમમાં રહેવું. પૌષધ ધર્મની પુષ્ટિ કરે તે વ્રત વિશેષ, તેમાં આસક્ત, તે પૌષધરત અર્થાત્ અણુવ્રત આદિ વાળા થાઓ. આનુ ઉપાદાન પૌષધ દિનોમાં અવશ્ય ભાવથી તપ-અનુષ્ઠાન ખ્યાપક છે. * X - X- માટે હે રાજન્ ! અહીં ગૃહસ્થ પદથી હેતુને કહ્યાં, તેથી જે જે ઘોર છે, તે - તે ધર્માર્થીએ કરવું જોઈએ, જેમકે - અનશન આદિ. માટે આ ગૃહાશ્રમને અનુસરવો જોઈએ. •સૂત્ર ૨૭૧, ૨૭૨ - આ અર્થને સાંભળીને - - - - - નમિ રાજર્ષિએ દેવેન્દ્રને કહ્યું - જે બાળ સાધક મહિને મહિને તપ કરી, પારણે કુશાગ્ર આહારને ખાય છે, તે સમ્યક્ ધર્મની સોળમી કલાને પણ પામી શકતો નથી. ♦ વિવેચન - ૨૭૧, ૨૭૨ - મહિને - મહિને એટલે પ્રતિમાસે, મહિને કે પખવાડીયે નહીં, જે કોઈ અવિવેકી પારણે તૃણ માત્ર ખાય, અર્થાત્ જેટલું કુશના અગ્ર ભાગે રહે તેટલું જ ખાય પણ અધિક નહીં અથવા કુશાગ્રંથી ઓદનમાત્ર ખાય એટલા સાધકપણાથી વ્યવહાર કરનારો પણ એટલે કે આવો કષ્ટ અનુષ્ઠાયી પણ શોભન સર્વ સાવધવિરતિરૂપ પણાથી A Page #58 -------------------------------------------------------------------------- ________________ ૯/૨૭૧, ૨૭૨ ૫૭ સોળમે ભાગે પણ ન આવે, એ પ્રમાણે તીર્થંકર આદિ વડે કહેવાયેલી છે. તેવા પ્રકારનો ધર્મ જેનો છે તે સ્વાખ્યાત ધર્મ એટલે કે ચારિત્રથી સોળમી કળાએ પૂર્વોક્ત બાલ તપસ્વી ન આવે. અહીં એવું કહેવા માંગે છે કે ઘોર તપ આદિ પણ સ્વાખ્યાત ધર્મના જ ધર્માર્થી વડે અનુષ્ઠયપણે છે. બીજાને તો તે આત્મવિધાત રૂપ જ થાય કેમકે તે અન્યથા ૫ણે છે. જે સ્વાખ્યાત ધર્મરૂપ ન હોય, તેણે ઘોર એવા તે ધર્માર્થી અનુષ્ઠાનો ન કરવા, જેમકે આત્મવધાદિ અને ગૃહાશ્રમ, કેમકે તેવા સાવધત્વથી હિંસાવત થાય. • સૂત્ર - ૨૭૩, ૨૭૪ - આ અર્થને સાંભળીને X* X = દેવેન્દ્રએ નમિ રાજર્ષિને કહ્યું - હે ક્ષત્રિય ! તમે ચાંદી, સોના, મણિ, મોતી, કાંસાના પાત્ર, વસ્ત્ર, વાહન અને કોશની વૃદ્ધિ કરીને પણ જો - દીક્ષા લેજો. • વિવેચન ૨૭૩, ૨૭૪ યતિધર્મમાં આ દૃઢ છે, તેવો નિશ્વય કરીને આ આસક્તિથી દૂર છે એ પ્રમાણે તેના અભાવની પરીક્ષા કરીને. ફરી પરીક્ષા કરવા ઇંદ્ર કહે છે - સોનું, વિશિષ્ટ વર્ણિક અથવા ઘડેલું સોનું અને બીજું સોનું, ઇંદ્રનીલાદિ મણિ, મોતી, કાંસાના ભાજન આદિ, વસ્ત્રો, રથ અશ્વાદિ વાહન અથવા વાહન સહિત હિરણ્ય આદિ, ભાંડાગાર, ચર્મલતાદિ અનેક વસ્તુની વૃદ્ધિ કરીને સમસ્ત વસ્તુ વિષયેચ્છા પરિપૂર્તિ કરીને જો. આશય આ છે કે - જે આકાંક્ષા સહિત છે તે ધર્માનુષ્ઠાન યોગ્ય થતો નથી. જેમ મમ્મણ વણિક. - x - - - · • સૂત્ર - ૨૭૫ થી ૨૭૭ - આ અર્થને સાંભળીને - * - - નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું સોના અને ચાંદીના કૈલાશ સમાન અસંખ્ય પર્વત હોય, તો પણ લોભી મનુષ્યની તેનાથી કોઈ તૃપ્તિ થતી નથી, કેમકે ઇચ્છા આકાશ સમાન અનંત છે. પૃથ્વી, ચોખા, જવ, સોનું અને પશુ ઇચ્છાપૂર્તિને માટે પર્યાપ્ત નથી, એ જાણીને સાધક તપનું આચરણ કરે. · • વિવેચન - ૨૭૬, ૨૭૭ - સોનું અને રૂપું, તેની પર્વત પ્રમાણ રાશિ કરાય. પર્વત પ્રમાણ કહેવાથી લઘુ પર્વત પ્રમાણ જ થાય, તેથી કહે છે - તે કૈલાશ પર્વત તુલ્ય જ હોય, કોઈ બીજા લઘુ પર્વત પ્રમાણ નહીં, તે પણ અસંખ્ય હોય, બે કે ત્રણ નહીં, તે પણ લોભી મનુષ્યને તેટલા સોના-રૂપાથી પણ થોડો પણ પરિતોષ થતો નથી. કેમકે તેના ઇચ્છા-અભિલાષ આકાશતુલ્ય અનંત છે. - * - * · શું સોનું, રૂપું જ માત્ર ઇચ્છાની પરિપૂર્તિ માટે પર્યાપ્ત નથી? તે આશંકાથી કહે છે - લોહિત શાલિ આદિ, જવ, બાકીના બધાં ધાન્યો, તાંબુ વગેરે ધાતુ, ગાય ઘોડા આદિ પશુઓ પણ ઇચ્છાપૂર્તિ માટે સમર્થ નથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર આ પ્રમાણે જાણીને અથવા તે હેતુથી પંડિત પુરુષ બાર પ્રકારના તપને આયરે, તેથી જ નિસ્પૃહતાથી ઇચ્છાપૂર્તિ સંભવે છે. આના વડે સંતોષ જ નિરાકાંક્ષાતામાં હેત છે, સુવર્ણ આદિની વૃદ્ધિ નહીં તેથી “સુવર્ણાદિ વધારીને” એવું જ અનુમાન અહીં કર્યું તેમાં આકાંક્ષત લક્ષણ હેતુ અસિદ્ધ છે, સંતોષપણાથી મને આકાંક્ષણીય વસ્તુનો જ અભાવ છે, તેમ કહ્યું - • સૂત્ર - ૨૭૮, ૨૭૯ - આ અર્થને સાંભળીને - ૪ - x - દેવેન્દ્ર નતિ રાજર્ષિને કહ્યું - હે પાર્થિવ ! આશ્ચર્સ છે કે તમે પ્રત્યક્ષ પ્રાપ્ત ભોગોને ત્યાગી રહ્યા છો અને આરામ ભોગોની ઇચ્છા કરો છો, તમે વ્યર્થ સંકલ્પોથી ઠગાઓ છો. • વિવેચન - ૨૭૮, ૨૭૯ - અવિધમાન વિષયોમાં આ વિષયવાંછા નિવૃત્ત છે, એ નિશ્ચય થતાં, વિધમાનમાં તેની આસક્તિ છે કે નહીં તે જાણવા, ઇંદ્રએ પૂછ્યું - આશ્ચર્ય વર્તે છે, તમે આવા પ્રકારના અદ્ભૂત ભોગોનો ત્યાગ કરો છો. હે પૃથ્વીપતિ અથવા હે ક્ષત્રિય! આશ્ચર્ય છે કે મળેલા ભોગોને પણ તમે છોડી દો છો અને અવિધમાન ભોગોની અભિલાષા કરો છો, તે પણ આશ્ચર્ય છે. અથવા તમારો અહીં અધિક દોષ છે કે ઉત્તરોત્તર પ્રાપ્ત ભોગના અભિલાષરૂપ વિકલ્પથી તમે બાધા પામો છો. કેમકે આવા સંકલ્પો અનંત છે. - - ૪ - અહીં આશ્ચર્ય અને અભૂતનું એકાWત્વમાં ઉપાદન છે તે અતિશય જણાવવા માટે છે - અતિશય અભૂત ભોગોને છોડીને અસત એવા કામોને પ્રાર્થો છો. અન્યથા તમારા જેવા વિવેકીને આવું કેમ સંભવે? આના વડે કહે છે કે - જે સદ્વિવેકી છે, તે પ્રાપ્ત વિષયોને અપ્રામની કાંક્ષામાં છોડે નહીં, તેમ કહ્યું. જેમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિ, આ સૂત્રનો હેતુ અને કારણ સૂચવે છે કે - સદ્વિવેકી થવું. • સૂત્ર - ૨૮૦, ૨૮૧ - આ સાથને સાંભળીને - * - * - દેવેન્દ્રને નમિ રાજર્ષિએ કહ્યું - સંસારના કામભોગો શલ્ય, વિષ અને આશીવિષ સર્પ સમાન છે, જે કામભોગોને ઇચ્છે છે, પણ તેનું સેવન ન કરે, તે પણ દુગતિમાં જાય છે. • વિવેચન - ૨૮૧ - દેહમાં ચાલે છે તે શલ્ય - શરીરમાં પ્રવિણ શલ્યવત, તે શું છે? કામના કરાય તે કામ • મનોજ્ઞ શબ્દાદિ, શલ્યની માફક કામ ભોગો પણ સદાબાધા ઉત્પન્ન કરનારા છે, તથા જે વ્યાપે તે વિષ - તાલપૂટાદિ, વિષ સમાન આ કામ છે. જ્યારે તેનો ઉપભોગ કરાય ત્યારે મધુર અને અતિ સુંદર જેવા લાગે છે, પરિણત થાય ત્યારે અતિ દારુણ આ ભોગો છે તથા જેની દાઢમાં વિષ છે, તે આશીવિષ, તેની સમાન આ કામભોગો છે જેમ અજ્ઞાની વડે અવલોકાતા ને મણિથી વિભૂષિત અને ફેલાયેલી ફેણની જેમ શોભન લાગે છે, પણ સ્પશદિ વડે અનુભવાય ત્યારે વિનાશને માટે થાય છે, એવા આ કામભોગો છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૯/ર૮૦, ૨૮૧ ૫ ૯ કામની પ્રાર્થના કરતો અને ઇચ્છાતા એવા કામના પ્રભાવથી તે દુષ્ટ એવી નરકાદિગતિમાં જાય છે. આના વડે માત્ર શલ્યાદિષત અનુભવાતા એવા આ કામો છે, પણ પ્રાર્થના કરાય તો પણ દોષકાર કહ્યા છે. વળી, સવિવેક અનૈકાંતિક હેતુ છે, તે એકાંત નથી કે પ્રાપ્તને અપ્રામાર્થે ન જ પરિહરાય. પ્રાપ્તમાં પણ અપાય હેતુ હોય તો તેનો ઉચ્છેદ કરીને પ્રાપ્તિને માટે વિવેકી તેનો ત્યાગ કરે છે. બાકી તો મુમુક્ષને કદાચિત પણ આવી આકાંક્ષા જ અસંભવ છે. કામની પ્રાર્થના કરનારો કેમ દુર્ગતિમાં જાય ? તે કહે છે - • સૂત્ર - ૨૮૨ - ક્રોધથી અધોગતિ થાય, માનાથી મધમાગતિ, માયાથી સુગતિમાં બાધા આવે છે. લોભથી બંને તરફ ભય રહે છે. વિવેચન - ૨૮૨ - અધો -નરક ગતિમાં જાય છે - ક્રોધથી. માનથી નીચ ગતિમાં જાય. પરવંચનરૂપ માયાથી સુગતિનો વિનાશ થાય છે. લોભ - વૃદ્ધિથી બંને પ્રકારની - આ લોક અને પરલોક બંનેમાં ભય - દુ:ખ રહે છે. - ૮ - કામમાં પ્રાર્થમાનને અવશ્ય ક્રોધાદિનો સંભવ રહે છે. આવા પ્રકારે તે હોવાથી, કઈ રીતે તેની પ્રાર્થનાથી દુર્ગતિગમન ન સંભવે? તે અભિપ્રાય છે અથવા ઇંદ્રએ કહ્યું, તે બધું જ કષાય અનુપાતી છે, તેના વિપાકનું આ વર્ણન છે. એ પ્રમાણે ઘણાં ઉપાયો વડે તે ઇન્દ્ર નમિ રાજર્ષિને ક્ષોભ પમાડવા અસમર્થ થયો ત્યારે શું કરે છે? • સૂત્ર - ૨૮૩ થી ૨૮૫ - દેવેન્દ્રએ બ્રાહારના રૂપને છોડીને, પોતાનું મૂળ ઇંદ્રરૂપને પ્રગટ કરીને મધુર વાણીથી સ્તુતિ કરતાં, નમિ રાજર્ષિને વંદના કરીને કહ્યું - અહો ! આશ્ચર્ય છે કે - તમે કોઇને જીત્યો, માનને પરાજિત કર્યા, માયાને દૂર કરી અને લોભને વશ કર્યો છે. તમારી સરળતા ઉત્તમ છે, મૃદુતા ઉત્તમ છે, તમારી ક્ષમા અને નિલભતા ઉત્તમ છે. • વિવેચન - ૨૮૩ થી ૨૮૫ - બ્રાહ્મણના રૂપ - વેશને ત્યાગ કરીને, ઉત્તર પૈક્રિય રૂપ જે ઇંદ્રનો સ્વભાવ તેને વિકુવને, અનેકાર્થત્વથી પ્રણમે છે, અભિમુખ્યતાથી સ્તુતિ કરે છે - અનંતર કહેવાનાર શ્રુતિને સુખકારી વાણી વડે તેમને કહે છે, અહો ! વિસ્મયની વાણી છે કે - તમે અતિશયથી જિતેલા છે (આ કષાયાને) ક્રોધને નિર્જીત કર્યા છે - તમને ન નમતા રાજાને વશ કરવાની પ્રેરણા કર્યા છતાં તમે ક્ષોભિતન થયા. અહો ! માન- અહંકારનો હેતુ તેને પણ પરાજિત કર્યો છે, જે તમે તમારું ભવનાદિ બળે છે તેમ કહવા છતાં - મારા જીવતા કેમ આમ ? એવો અહંકાર ન કર્યો. અહો ! તમો માયાને પણ દૂર ધકેલી છે જે તમે નગર રક્ષા હેતુ પ્રાકારાદિમાં નિકૃતિ હેતુ આમોષકના ઉચ્છેદનાદિમાં મનને રોક્યું નહીં. તથા અહો ! તમે લોભને વશ કર્યો છે, જેથી તમને હિરણ્યાદિ વધારવા Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬ ૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ જાઓ, એમ મેં સહેતુક કહેવા છતાં તમે આકાશતુલ્ય ઇચ્છાનો ઉત્તર આપીને મારા તે કથનનો ધ્વંસ કર્યો. ખરેખર તમારું જુવ, મૃદુત્વ, ક્ષમા, નિલભતા ઉત્તમોત્તમ છે - x - -. આ પ્રમાણે ગુણ વર્ણનના દ્વારથી સીવીને હવે ફળ ઉપદર્શનના દ્વારથી સ્તવના કરે છે - • સૂત્ર - ૨૮૬ - ભગવન ! આપ આ લોકમાં પણ ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ થશો. કર્મ મળથી રહિત થઈ આપ લોકમાં સર્વોત્તમ સ્થાન સિદ્ધિને પ્રાપ્ત કરશો. • વિવેચન - ૨૮૬ - આ જન્મમાં તમે ઉત્તમ ગુણોથી યુક્ત થશો, ભદંત ! પરલોકમાં પણ ઉત્તમ થશો. કઈ રીતે? ચોદરાજરૂપ ઉપસ્વર્તી લોકોત્તમની અપેક્ષાએ પ્રધાન અથવા લોકના કે લોકમાં અતિશય પ્રધાન તે લોકોત્તમ, જે સ્થાને રહ્યા પછી, બીજે સ્થાને જતાં નથી તેવું સ્થાન. તે શું? મુક્તિ રજ- કર્મથી નિર્ગત તે નીરજ. હવે ઉપસંહાર કહે છે - • સૂત્ર - ૨૮૭ - ૨૮૮ - એ પ્રમાણે સ્તુતિ કરતાં ઇંદ્રએ ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની પ્રદક્ષિણા કરતાં, અનેકવાર વંદના કરી. પછી નમિ મુનિવરના ચક્ર-અંકુશ લક્ષણ યક્ત ચરણોની વંદના કરીને લલિતત અને ચપળ કુંડલ અને મુગટને ધારણ કરનારો જ આકાશ માર્ગે ચાલ્યો ગયો. • વિવેચન - ૨૮૭ - ૨૮૮ - - એ પ્રમાણે અભિખવીને, રાજર્ષિને નમીને, પ્રધાન શ્રદ્ધાભક્તિથી પ્રદક્ષિણા કરતો પુનઃ પુનઃ વંદે છે. પછી જે કર્યું તે કહે છે - તે શક લક્ષણવાળા મુનિના ચરણોને વાંદીને આકાશમાં ઉચે દેવલોક અભિમુખ જતી એવી ઉત્પતિત ગતિથી અને લલિતપણાથી ચપળ અને ચંચળ એવા કુંડલ, આભરણ, મુગટ ધારણ કરેલો ગયો. આ પ્રમાણે સ્વયં ઇન્દ્ર વડે અભિખવાતા મુનિના મનમાં ઉત્કર્ષ આવ્યો કે નહીં? તે કહે છે - • સૂત્ર - ૨૮૯ - નામિ રાજર્ષિએ આત્મભાવનાથી પોતાને વિનીત કર્યા. સાક્ષાત દેવેન્દ્ર દ્વારા પ્રેરિત કરાયા છતાં ઘર અને વૈદેહી ત્યાગીને શામણયભાવમાં સુસ્થિર રહ્યા. • વિવેચન - ૨૮૯ - નમિ ભાવથી નમિત થયા. સ્વતત્વ ભાવનાથી વિશેષ પ્રગુણિત થયા. - xકેવા નમિ ? પ્રત્યક્ષ આવીને ઇન્દ્ર વડે પ્રેરિત થવા છતાં. ત્યજીને વૈદેહી એટલે વિદેહ નામક જનપદના અધિપતિ, બીજો કોઈ નહીં અથવા વિદેમાં તે વૈદેહી - મિથિલા નગરીને છોડીને શ્રમણભાવમાં ઉધત થયાં. અથવા નમિ સંયમ પ્રતિ નમી ગયા. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬.૧ ૯/૨૮૯ શકથી સાક્ષાત પ્રેરિત, નહીં કે બીજા પાસે સંદેશો મોકલાયેલા એવા નમિ શ્રમણ્યમાં સ્થિત થયા. તેમની પ્રેરણા છતાં ધર્મ પ્રતિ વિલુપ્ત ન થયા. શું આટલું જ કે બીજું કંઈ? • સૂત્ર - ૨૯૦ - એ પ્રમાણે કરીને સંબુદ્ધ, પંડિત અને વિચક્ષણ પુરુષ ભોગોથી નિવૃત્ત થાય છે, જેમ કે નમિ રાજર્ષિ થયા. તેમ હું કહું છું. • વિવેચન - ૨૯૦ - એ પ્રમાણે જેમ નમિએ નિશ્ચલત્વ કર્યું તેમ બીજાએ પણ કરવું, ઉપલક્ષણથી કર્યું છે અને કરશે. તેની જેમ જ નહીં કેમકે તેનું દષ્ટાંત તો નિદર્શન માટે છે. કેવા પુરુષો તે કરે છે? સંબુદ્ધ - મિથ્યાત્વ થકી દૂર જઈને જીવાજીવાદિ તત્ત્વને જાણેલો, પતિ - સનિશ્ચિત કરેલ શાસ્ત્રાર્થવાળો. પ્રવિચક્ષણ - અભ્યાસના અતિશયથી ક્રિયા પ્રતિ પ્રાવિયવાળા. તેવો થઈને શું કરે? વિશેષથી તેના સેવન થકી અટકે. કોના ? ભોગોના. કોની જેમ ? નમિ રાજર્ષિની જેમ નિશ્ચલ થઈને તેનાથી નિવૃત્ત થાય. અથવા આ પરમ ઉપદેશ છે એ પ્રમાણે ભોગોથી નિવૃત્ત થઈને અત્યંત નિશ્ચલપણે નિવર્તે. - x x મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૯ - નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ 99 ૧૦ ‘દ્રુમપત્રક’ X X X નવમું અધ્યયન કહ્યું, હવે દશમું કહે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં ધર્મચરણ પ્રતિ નિષ્કપત્વ કહ્યું. તે પ્રાયઃ અનુશાસનથી જ થાય છે. તે ઉપમા વિના સ્પષ્ટ ન થાય, એ પ્રમાણે પહેલાં ઉપમા દ્વારથી ‘અનુશાસન’ નામે આ અધ્યયન છે. એ સંબંધે આવેલા આ અધ્યયનનો - x- નામ નિષ્પન્ન નિક્ષેપે ‘દ્રુમપત્રક’ એવું દ્વિપદ નામ છે. તેથી દ્રુમ અને પત્રનો નિક્ષેપો કહે છે - વિવેચન ૬૨ અધ્યયન • નિયુક્તિ - ૨૮૦ થી ૨૮૨ દ્રુમ વિષય નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યનિક્ષેપ બે ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ત્રણ ભેદે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તદ્બતિક્તિ. આ તદ્બતિરિક્ત દ્રુમ પણ ત્રણ ભેદે છે - એકભવિક, બદ્ઘાયુષ્ક અને અભિમુખનામ ગોત્ર. દ્રુમના આયુ, નામ, ગોત્રને વેદતો તે ભાવદ્રુમ. આ પ્રમાણે જ પત્ર ના પણ નિક્ષેપ જાણવા. હવે નામનો અર્થ - • નિયુક્તિ ૨૩ વિવેચન દ્રુમ - વૃક્ષ, પત્ર પાંદડા, આ વૃક્ષના પર્ણોની ઉપમાથી આયુષને કહે છે. કયા ગુણોથી ઉપમિત કરે છે ? સ્વકાળના પરિપાકથી પાતિત રૂપે, ઉપક્રમણ - દીર્ઘકાળ ભાવિની સ્થિતિની સ્વલ્યકાળતાનું આપાદન - તેથી ક્રુમપત્ર અધ્યયન કહેવાય છે. જે રીતે આનું સમુત્થાન છે, તે રીતે દર્શાવતી તેવીશ ગાથાનો સમૂહ કહે છે - વિવેચન X - • નિયુક્તિ - ૨૮૪ થી ૩૦૬ (વૃત્તિકારશ્રી અહીં નોંધે છે કે -) આનો અક્ષરાર્થ સ્પષ્ટ જ છે, છતાં કિંચિત્ જણાવે છે - મગધાપુર નગર એટલે રાજગૃહ. તેના તે કાળની અપેક્ષાથી મગધોમાં પ્રધાનપુરપણાથી અને અવિધમાન કરપણાથી કહ્યું. નાયક સર્વ જગના સ્વામી અથવા જ્ઞાત, ઉદાર ક્ષત્રિય, સર્વ જગતમાં જેમની વિખ્યાત છે તેવા, સ્વભાવથી અતિ નિર્મળ એવી શુક્લ લેશ્યાવાળા, કર્મોને નિરાકૃત કરેલા અથવા કરીને ઇત્યાદિ - x - * - * - * - * - * - X* X * X + X - (અમે વિશેષ કથન છોડી દઈએ છીએ. કેમકે નિમ્નોક્ત કથાના ભાવાર્થમાં તેનો સમાવેશ થયેલો જ છે.) સંપ્રદાયથી આ નિયુક્તિના ભાવાર્થરૂપ કથાનક કહે છે, તે આ - તે કાળે તે સમયે પૃષ્ઠચંપા નામે નગરી હતી. ત્યાં શાલ નામે રાજા અને મહાશાલ નામે યુવરાજ હતો. તે શાલ અને મહાશાલની બહેન યશોમતી નામે હતી. તેના પતિનું નામ પિઠર હતું. આ યશોમતી અને પીઠરને ગાગલિ નામે પુત્ર હતો. ત્યાં વર્ધમાન સ્વામી સુભૂમિ ભાગ ઉધાનમાં પધાર્યા. શાલ રાજા નીકળ્યો. ધર્મ સાંભળીને બોલ્યો - મહાશાલને રાજા તરીકે સ્થાપીશ, (પછી દીક્ષાની ભાવના છે). તે ગયો. તેને પૂછ્યા પહેલાં મહાશાલે કહ્યું - હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલો છું તમે જેમ અમારે - A - Page #64 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૦ ભૂમિકા ૬ ૩ અહીં મેઢીપ્રમાણ છો, તેમ દીક્ષામાં પણ થાઓ. પછી કાંપિલપુરથી ગાગલીને બોલાવીને પટ્ટબદ્ધ અભિષિક્ત રાજા બનાવ્યો. ગાગલીની માતા જે કંપિલપુરમાં પિઠરને પરણાવેલી, તેને બોલાવી બંને ભાઈઓએ બે શિબિકા કરાવી. ચાવતુ બંનેએ દીક્ષા લીધી. બહેન યશોમતી પણ શ્રાવિકા થઈ. બંને શ્રમણો અગિયાર અંગ ભણ્યા. ત્યાર પછી શ્રમણ ભગવન મહાવીર બહારના જનપદમાં વિચરે છે. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ભગવંત પધાર્યા. ત્યારે ભગવંત ફરી પણ નીકળીને ચંપા તરફ ચાલ્યા. ત્યારે શાલ અને મહાશાલ મુનિએ પૂછ્યું - અમે પૃષ્ઠચંપા જવા નીકળીએ, કદાચ કોઈ ત્યાં બોધ પામે અથવા સમ્યકત્વનો લાભ પામે. ભગવંત જાણતા હતા કે તેઓ બોધ પામવાના છે, ત્યાર ભગવંતે ગૌતમ સ્વામી સાથે તે બંનેને મોકલ્યા. ગૌતમ સ્વામી સાથે પૃષ્ઠચંપા પધાર્યા - ગાગલી, પીઠર અને યશોમતી નીકળ્યા, ભગવંતે ધર્મ કહ્યો. તેઓ ધર્મ સાંભળીને સંવેગવાળા થયા. ત્યારે ગાગલિ બોલ્યો કે - હું માતા-પિતાને પૂછીને અને મોટાપુત્રને રાજ્યમાં સ્થાપે. (પછી દીક્ષા લઉં) તેના માતા-પિતાએ પણ સામેથી જ કહ્યું - જો તું સંસારના ભયથી ઉદ્વેગ પામ્યો છે તો અમે બંને પણ ઉદ્વિગ્ન થયા છીએ. ત્યારપછી તેણે પુત્રને રાજ્યમાં સ્થાપીને ગાગલીએ માતા-પિતા સાથે દીક્ષા લીધી. ગૌતમ સ્વામી તેમને લઈને ચંપાનગરી જવા નીકળ્યા. તે શાલ અને મહાશાલ બંનેને માર્ગમાં જતાં - જતાં હર્ષ થયો, જે રીતે અમને સંસારમાંથી બહાર કાઢ્યા, એ પ્રમાણે તેમને બંનેને શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. બીજાને પણ એવી વિચારણા શરૂ થઈ કે આ પ્રમાણે આ બંને ભાઈઓએ આપણને રાજ્ય આપ્યું. સંસારથી છોડાવ્યા ઇત્યાદિ વિચારણાથી શુભ અધ્યવસાય થતાં ત્રણેને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ રીતે શાલ, મહાશાલ આદિ પાંચે કેવળી થયા. એપ્રમાણે તે ઉત્પન્ન જ્ઞાનવાળા બધા ચંપા પહોંચ્યા. ભગવંતને પ્રદક્ષિણા કરીને, તીર્થને નમસ્કાર કરીને કેવલિની પર્ષદા પ્રતિ ચાલ્યા. ગૌતમ સ્વામી પણ ભગવંતને વાંદીને ત્રણ વખત પ્રદક્ષિણા કરીને, પગે પડીને, ઉભા થઈને બોલ્યા - ક્યાં જાઓ છો? પહેલા અહીં તીર્થકરને વંદના કરો. ત્યારે ભગવંત બોલ્યા- હે ગૌતમ કેવલીની આશાતના ન કરો. ત્યારે ગૌતમ સ્વામીએ ખમાવ્યા, પછી સંવેગને પામ્યા. ત્યારે ગૌતમ સ્વામીને શંકા થઈ કે - હું કદાચ મોક્ષે જઈશ નહીં, એ પ્રમાણે ગૌતમ સ્વામી વિચારે છે. આ તરફ દેવોમાં સંલાપ ચાલતો હતો - જે અષ્ટાપદ ચડીને ચેત્યોને વાંદે, તો તેવા મનુષ્ય તે જ ભવે સિદ્ધિ પામે છે. ભગવંત ત્યારે તેના ચિત્તને અને તાપસોના બોધ પામવા વિશે જાણે છે. ગૌતમ સ્વામી પણ સ્થિર થશે અને તાપસો પણ સંબોધિત થશે, એમ બે કાર્યો થશે. ગૌતમ સ્વામી પણ ભગવંતને પૂછે છે કે અષ્ટાપદ જાઉં? જા, અષ્ટાપદ જઈને ચેત્યોની વંદના કર. Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ત્યારે ગૌતમ સ્વામી હર્ષિને અને સંતુષ્ટ થઈ, ભગવંતને વાંદીને નીકળ્યા. ત્યાં અષ્ટપદે પણ જનવાદ સાંભળીને ત્રણ તાપસો ૫૦૦-૫૦૦ ના પરિવાર સહિત પ્રત્યેક અષ્ટાપદ ચડીએ એ પ્રમાણે ત્યાં કલેશ કરી રહ્યા હતા. કૌડિન્ય તાપસો હતા તે એકાંતર ઉપવાસ કરતા અને પારણે સચિત મૂલ અને કંદનો આહાર કરતા હતા. તે અષ્ટાપદની પહેલી મેખલાએ અટકી ગયેલા. બીજા દત્ત તાપસો છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા અને પડી ગયેલા પાંડુ પત્રોના આહાર કરતા હતા, તે બીજી મેખલાએ અટકી પડેલા. ગૌવાલ તાપસી અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરતા હતા. તેઓ સ્વંય મલીન થયેલી શેવાલનો આહાર કરતા હતા. તેઓ ત્રીજી મેખલાએ અટકી ગયેલા. એ પ્રમાણે તેઓ પણ કલેશ પામતા હતા. ગૌતમ સ્વામી ઉદાર શરીરી હતા, અગ્નિ કે વિજળી જેવા ચમકતા સૂર્યના કિરણો સદેશ તેજવાળા હતા. તાપસો તેમને આવતા જોઈને એ પ્રમાણે બોલે છે કે - આ આવા સ્થૂળકાય શ્રમણ કઈ રીતે અષ્ટાપદ ચડશે? આપણે જે મહાતપસ્વી, શુષ્ક, બુભૂક્ષિત પણ ચડી શકતા નથી. ગૌતમ સ્વામી અંધાયારણ લબ્ધિથી ભૂતાતંતપટકની પણ નિશ્રાએ ચડવા લાગ્યા. હજી તો તેઓ જુએ છે કે આ આવ્યા, તેટલામાં તો ગૌતમ સ્વામી દેખાતા બંધ થઈ ગયા. ત્યારે તે તાપસો વિસ્મીત થયા. તેમની પ્રશંસા કરવા લાગ્યા અને સહ જોતાં ઉભા રહી ગયા. જ્યારે પાછા આવે ત્યારે આપણે તેમના શિષ્યો બની જઈશું એવી પ્રતીક્ષા કરતા રહે છે. - ગૌતમ સ્વામી પણ ચેત્યોને વાંદીને ઇશાન દિશા ભાગમાં પૃથ્વી શિલા પટ્ટકે બેઠા, અશોક વૃક્ષની નીચે રાત્રિયાસાર્થે આવ્યા. આ તરફ શક્રનો લોકપાલ વૈશ્રમણ, તે પણ અષ્ટાપદે ચૈત્યવંદનાર્થે આવ્યો. તે ચૈત્યોને વાંદીને ગૌતમ સ્વામીને વંદે છે. ત્યારે ગૌતમ સ્વામી ધર્મ કહે છે. ભગવદ્ અણગારના ગુણોને કહેવાને પ્રવૃત્ત થયા. અણગારો અંતાહારી, પ્રાંતાહારી હોય એ પ્રમાણે વર્ણન કરે છે. વૈશ્રમણ વિચારે છે કે- આ ભગવન ગૌતમ સ્વામીના આવા ગુણોને વર્ણવિ છે, જ્યારે તેમના પોતાના શરીરની સુકુમારતા જેવી છે, તેવી તો દેવોને પણ ન હોય. ગૌતમ સ્વામીએ તેના મનોભાવ જાણીને પુંડરીક નામે અધ્યયનની પ્રજ્ઞાપના કરી. પુષ્કલાવતી વિજયમાં પંડરીકિણીનગરીમાં નલિનીગુભ ઉધાન છે. ત્યાં મહાપદ્મ નામે રાજા હતો. પદ્માવતી રાણી હતી. તેમને બે પુત્રો હતા - પુંડરીક અને કંડરીક. તે બંને સુકમાલ યાવત પ્રતિરૂપ હતા. પુંડરીક યુવરાજ થયો. તે કાળે તે સમયે સ્થવિર ભગવંતો યાવત્ નલિનીગુભ ઉધાનમાં પધાર્યા. રાજામહાપદ્મ નીકળ્યો. ધર્મ સાંભળીને બોલ્યો- હે દેવાનુપ્રિયો પુંડરીક કુમારને સજા પણે સ્થાપીને દીક્ષા ગ્રહણ કર્યું. સ્થવિરોએ કહ્યું- સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરશો. એ પ્રમાણે યાવત પંડરીક રાજા થયો. યાવત્ વિચરે છે. પછી કંડરીકકુમાર યુવરાજ થયા. ત્યારે તે મહાપદ્મ રાજા પુંડરીક સજાને પૂછે છે, ત્યાર પછી પુંડરીક સજા શિબિકા મંગાવે છે. ચાવત મહાપદ્મ રાજા Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૦ ભૂમિકા ૬ ૫ દીક્ષા લે છે. વિશેષ એ કે ચૌદપૂર્વે ભણ્યા. ઘણાં છઠ્ઠ, અઠ્ઠમ, મહાતપ આદિ કરતાં ઘણાં વર્ષો શ્રામણ્યને પાળીને માસિકી સંલેખના કરીને ૬૦ ભક્તોને છેદીને યાવત્ સિદ્ધ થયા. કોઈ દિવસે તે સ્થવિરો પૂર્વાનુપૂર્વીથી વિચરતા યાવત્ પુંડરીકિણી નગરીમાં પધાર્યા, પર્ષદા નીકળી, ત્યારે તે પુંડરીક રાજાએ કંડરીક યુવરાજની સાથે આ વૃત્તાંત જાણીને હર્ષિત થયા યાવત્ ત્યાં ગયા. ધર્મકથા સાંભળી, યાવત્ તે પુંડરીકે શ્રાવક ધર્મ સ્વીકાર્યો યાવત્ પાછો ફર્યો અને શ્રાવક થયો. ત્યારે તે કંડરીક યુવરાજે સ્થવિરો પાસે ધર્મ સાંભવ્યો, તે હર્ષિત થયો. યાવત્ જે પ્રમાણે આપ કહો છો, તેમ જ છે. વિશેષ એ કે હે દેવાનુપ્રિય ! પુંડરીક રાજાને પૂછીને આવું. ત્યાર પછી દીક્ષા લઉં. સ્થવિરોએ કહ્યું - જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી તે કંડરીક યાવત્ સ્થવિરોને પ્રણામ કરીને, સ્થવિરોની પાસેથી નીકળે છે. નીકળીને તે જ ચાતુર્ઘટ અશ્વરથ ઉપર આરૂઢ થાય છે. યાવત્ પાછો આવે છે. આવીને જ્યાં પુંડરીક રાજા છે ત્યાં આવે છે. બે હાથ જોડીને યાવત્ પુંડરીક રાજાને એ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે મેં સ્થવિરોની પાસે યાવત્ ધર્મ સાંભળેલ છે. તે ધર્મ ઇપ્સિત છે, પ્રતીપ્સિત છે. અભિરુચિત છે. હે દેવાનુપ્રિય ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ-જરા-મરણથી ભય પામ્યો છું. હું આપની અનુજ્ઞા પામીને સ્થવિરોની પાસે યાવત્ દીક્ષા લેવા ઇચ્છુ છું. ત્યારે તે પુંડરીક રાજા આ પ્રમાણે બોલ્યો - હે દેવાનુપ્રિય ! તું હમણાં સ્થવિરોની પાસે યાવત્ દીક્ષા ન લે. હું પહેલાં તને મોટા-મોટા રાજ્યાભિષેકથી અભિસિંચિત કરું. ત્યારે કંડરીકે પુંડરીક રાજાના આ અર્થનો આદર ન કર્યો, જાણ્યો નહીં, મૌન જ રહ્યો. ત્યાર પછી કંડરીકે પુંડરીક રાજાને બે-ત્રણ વખત આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! હું યાવત્ દીક્ષા લેવાને ઇચ્છુ છું. ત્યારે તે પુંડરીક રાજા કંડરીક કુમારને જ્યારે વિષયાનુકૂલ એવી ઘણી આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વડે પણ સમજાવી શકવા સમર્થ ન થયો, ત્યારે વિષય પ્રતિકૂળ, સંયમ ભય-ઉદ્વેગકારી પ્રજ્ઞાપનાથી પ્રજ્ઞાપના કરતો આ પ્રમાણે બોલ્યો - હે જાતક ! એ પ્રમાણે નિશ્ચે આ સત્ય, અનુત્તર, કૈવલિક નિગ્રન્થ પ્રવચનમાં તથા પ્રતિક્રમણમાં બધાં દુઃખોનો અંત કરે છે, પરંતુ આ જિન પ્રવચન સર્પની જેમ એકાંત દૃષ્ટિવાળું, અસ્તરાની જેમ એકાંત ધારવાળુ, લોઢાના જવ ચાવવા સમાન, રેતીના કવલની જેમ આસ્વાદ રહિત, ગંગા મહાનદી માફક પ્રતિશ્રોત ગમન રૂપ, મહાસમુદ્રની જેમ ભુજાઓ વડે તરવું દુષ્કર, તીક્ષ્ણ એવી અસિની ધાર ઉપર ચાલવા સમાન અને તપનું આચરણ કરવા પણે છે. વળી શ્રમણ નિગ્રન્થોને પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય, ન કલ્પે - આધાકર્મી, ઔદ્દેશિક, મિશ્રજાત, અધ્યવપૂરક, પૂતિ, ક્રીત, પ્રામિત્ય, આચ્છેધ, અનિઃસૃષ્ટ, અભ્યાહત, સ્થાપિત, કાંતારભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાનભક્ત, 38/5 Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬ ૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ પ્રાપૂર્વકભક્ત, શય્યાતરપિંડ, રાજપિંડ, મૂલભોજન, કંદભોજન, ફળભોજન, બીજભોજન, હરિત ભોજન ખાવું કે પીવું ન કલ્પે. હે જાત ! તું સુખ સમુચિત છે, શીત કે ઉષ્ણ, ભૂખ કે તરસ, ચોર કે બાલ, દંશ કે મશક એ બધાંને સહન કરવા સમર્થ નથી. વાતિક, પૌતિક, શ્લેખિક કે સાંનિયામિક વિવિધ રોગ કે આતંક સહન કરવા સમર્થ નથી, સારા-ખરાબ ગ્રામ કંટક કે બાવીશ પરીષહો સહન કરવા સમર્થ નથી, ઉદીર્ણ ઉપસર્ગોને સમ્યક્ અધ્યાસિત કરી શકે તેમ નથી. વળી નિશે તારો વિયોગ ક્ષણવાર પણ સહન કરી શકીએ તેમ નથી, તો હમણાં રહે, રાજયલક્ષ્મીને ભોગવ, પછી પ્રવજ્યા લેજે. ત્યારે તે કંડરીકે આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય તે પ્રમાણે જે તમે કહો છો. પરંતુ હે દેવાનુપ્રિય!આ નિર્ચન્જ પ્રવચન નપુંસક, કાયર, કાપુરુષ, આલોકમાં પ્રતિબદ્ધ, પરલોકથી પરાંનું મુખ, વિષય તૃષ્ણાવાળા સામાન્ય લોકોને દુરનુચર છે, પરંતુ ધીરને નિશ્ચિતને, વ્યવસિતને તેમાં નિશ્ચે કાંઈ દુકરકારક નથી. તેથી હે દેવાનુપ્રિય! દીક્ષા લેવા ઇચ્છું છું. ત્યારે તે કંડરીકને જ્યારે પુંડરીક રાજા ઘણી બધી આખ્યાપના આદિ વડે કહેવા - સમજાવવા આદિ માટે સમર્થન થયા ત્યારે અનિચ્છાએ જ દીક્ષા લેવા માટેની અનુમતિ આપી. ત્યાર પછી તે પુંડરીક કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - મહા, મહાઈ, મહાઈ, મહાનિષ્ક્રમણ મહિમાને કરો. યાવત કંડરીક પ્રવજિત થયો. પછી કંડરીક મુનિ સામાયિકાદિ અગિયાર અંગોને ભણ્યા. ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ અને તપ-ઉપધાન પૂર્વક વિચારે છે. પણ કોઈ દિવસે તેમને અંત-પ્રાંત યાવત રોગાતંક ઉત્પન્ન થયો. યાવતુ દાહ વ્યુત્ક્રાંત થયો, યાવત વિચરે છે - ત્યાર પછી તે સ્થવિર ભગવંતો અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરણ કરતો. ગ્રામાનુગ્રામ વિહરતા, પુંડરીકિણીમાં નલિનીવન ઉધાનમાં પધાર્યા. ત્યારે તે પુંડરીક રાજા આ વૃત્તાંતને પામ્યા. પામીને ચાવતું ત્યાં જઈને પર્યાપાસે છે. ભગવંતે ધર્મકથા પ્રસ્તુત કરી. ત્યારે પંડરીક રાજા ધર્મ સાંભળીને જ્યાં કંડરીક અણગાર હતા ત્યાં જાય છે. જઈને કંડરીક મુનિને વંદે છે. વાદીને પ્રણમે છે. ત્યારે તેણે કંડરિક મુનિના શરીરને વ્યાબાધા અને રોગ સહિત જોયું. પંડરીક રાજા જ્યાં સ્થવિરો હતા ત્યાં આવ્યા, સ્થવિરોને વંદન કર્યું. વાંદીને આ પ્રમાણે કહ્યું - હે ભદંતો ! હું કંડરીક અણગારની યથા પ્રવૃત ચિકિત્રિતા પ્રાસુક એષણીય વડે, યથા પ્રવૃત્ત ઔષધ ભૈષજ્ય અને ભોજન-પાન વડે ચિકિત્સા કરીશ. હે ભદંતો ! આપ, મારી યાનશાળામાં પધારો. ત્યારે સ્થવિરોએ પુંડરીક રાજાની આ વાતનો સ્વીકાર કર્યો, સ્વીકારીને યાવતુ યાનશાળામાં વિચરે છે. ત્યારપછી તે પુંડરીક રાજા કંડરીક મુનિની ચિકિત્સા કરાવે છે. ત્યારપછી તે મનોજ્ઞ અશનાદિનો આહાર કરતા, તેના રોગાતંક જલ્દીથી ઉપશાંત થયા, તેઓ Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૦ ભૂમિકા પણ હષ્ટ-પુષ્ટ થયા. શરીર રોગ રહિત અને બલિક થયું. પછી રોગાતંકથી મુક્ત થવા છતાં પણ તે મનોજ્ઞ અશનાદ્રિમાં મૂર્ણિત યાવત આસક્ત થઈને અને વિવિધ પાનકમાં મૂર્શિતાદિ થઈને, બહાર અગ્રુધાત વિહારથી વિહરવાને સમર્થ ન થયા. - ત્યાર પછી પુંડરીક આ વૃત્તાંત જાણીને, જ્યાં કંડરીક મુનિ હતા ત્યાં જ આવે છે, આવીને કંડરીક મનિને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વાંદે છે. વાંદીને આ પ્રમાણે બોલ્યા ! હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છો. એ પ્રમાણે પુન્યવાન છો, કૃતાર્થ છો, કૃતલક્ષણ છો. દેવાનુપ્રિય ! તમને મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ સારી રીતે પ્રાપ્ત થયું છે કે જેથી તમે આ રાજ્ય અને અંતઃપુરનનો ત્યાગ કરીને ચાવત્ પ્રવજિત થયા છો. જ્યારે હું અધન્ય છું, અકૃતપ્રચું છું યાવત્ (આ) મનુષ્ય ભવ, જે અનેક જાતિ, જરા, મરણ, રોગ, શોક, શારીર-માનસિક પ્રકામ દુ:ખ વેદના, સેંકડો ઉપદ્રવોથી અભિભૂત, અધુવ, અનૈત્યિક, અશાશ્વત, સંધ્યાના વાદળના રંગ જેવું, પાણીના પરપોટા જેવું, ઘાસના તણખલા ઉપર રહેલા જળબિંદુ સદેશ, સ્વપ્રની ઉપમા જેવું, વિધુત જેવું ચંચળ, અનિત્ય, શટન-પતન-વિધ્વંસક પર્મ, પહેલાં કે પછી અવશ્ય છોડવા જેવું છે. - તથા - માનુષ્ય શરીર પણ દુઃખના આયતન સમાન, વિવિધ સેંકડો વ્યાધિના નિવાસ સ્થાન રૂપ, શિરા-સ્નાયુના જાળા આદિથી અવનદ્ધ, માટીના ભાંડની જેમ દુર્બળ, અશુચિ સંકિલષ્ટ, અનિષ્ટ છતાં પણ સર્વકાળ સંસ્થાપ્ય, જરા ઘૂર્ણિત, જર્જરગૃહ જેવું, શટન-પતન-વિધ્વંસક ધર્મવાળું, પહેલા કે પછી અવશ્ય છોડીને જવાનું છે. મનુષ્યના કામભોગો પણ અશુચિવાળા, અશાશ્વત, વમન - પિત્ત - બ્લેખ - શુક્ર - લોહીના ઝરવા વડે યુક્ત, વળી મળ-મૂત્ર- કફ - બળખા - વમન - પિત્ત - શુક્ર અને શોણિતથી ઉદ્ભવેલ છે, અમનોજ્ઞ એવા પૂત - મૂત્ર - પૂતિ - પુરીષથી પૂર્ણ છે, મૃતગંધ- અશુભ ઉચ્છવાસ અને વિશ્વાસ ઉઠેજક, બીભત્સ, અકાલીન લઘુસ્વક, ઘણાં દુ:ખવાળું, બહુજન સાધારણ, પરકલેશ કૃચ્છુ દુઃખ સાધ્ય, અબુધજનોએ નિષેવિત, સાધુને સદા ગહણીય, અનંત સંસાર વર્ધન, કટુક ફળ વિપાકી, ચૂડલની માફક ન મૂકી શકાય તેવું, દુઃખાનુબંધી, સિદ્ધિગમનમાં વિપ્નવાળુ, પૂર્વેકે પછી અવશ્ય છોડવાનું જ છે. વળી જે રાજ્ય, હિરણ્ય, સુવર્ણ યાવત સ્થાપતેય દ્રવ્ય, તે પણ અગ્નિ સ્વાધીન, ચોર સ્વાધીન, શાયદ સ્વાધીન, અધુવ, અનિત્ય, અશાશ્વત, પૂર્વેકે પછી અવશ્ય છોડવાનું જ છે. આવા પ્રકારના રાજ્ય યાવાત અંતઃપુરમાં અને માનુષ્યક કામ ભોગોમાં મૂર્શિત એવો હું પ્રવજિત થવાને સમર્થ નથી. તેથી તમને ધન્ય છે યાવત તમને માનુષ જન્મ દીક્ષા લઈને સફળ કર્યો છે. ત્યારે તે કંડરીક મુનિ પુંડરીકે આ પ્રમાણે કહ્યું ત્યારે મૌન રહ્યા. ત્યારે તે પંડરીકે બે-ત્રણ વખત એ પ્રમાણે કહ્યું - તમે ધન્ય છો યાવતુ હું અધન્ય છું. ત્યારપછી બે-ત્રણ વખત પુંડરીકે આમ કહેતા લજ્જા, ગારવ આદિથી પુંડરીક રાજાને પૂછીને Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ સ્થવિરો સાથે બહારના જનપદવિહાર વિચરે છે. ત્યારપછી કંડરીક મુનિ સ્થવિરોની સાથે કેટલોક કાળ ઉગ્ર - ઉગ્ર વિહારથી વિચરી. પછી શ્રમયથી કંટાળી, શ્રામસ્યથી નિર્ભત્સિત થઈ. શ્રમણ ગુણયોગથી મુક્ત થઈ, સ્થવિરોની પાસેથી ધીમે-ધીમે પાછા ફરતા ગયા અને જ્યાં પુંડરીકિણી નગરી હતી, જ્યાં પુંડરીક રાજાનું ભવન હતું, જ્યાં અશોક વનિકા હતી, જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું, જ્યાં પૃથ્વી શિલાપટ્ટક હતો ત્યાં આવ્યા, આવીને ચાવત શિલાપટ્ટકે બેઠા. બેસીને અપહતમનઃ સંકલ્પ થઈને ચાવત ચિંતામાં પડેલા હતા. ત્યારપછી પુંડરીક રાજાની ધાત્રી ત્યાં આવે છે. યાવત કંડરીકને જુએ છે, જોઈને તે વાત પુંડરીક રાજાને કહે છે. પુંડરીક પણ અંતઃપુર અને પરિવાર સાથે સંપરિવૃત્ત થઈને ત્યાં આવે છે. આવીને ત્રણ વખત આદિક્ષણ પ્રદક્ષિણા કરીને ચાવત તમને ધન્ય છે ઇત્યાદિ બધું કહે છે. યાવતુ કંડરીક મૌન રહે છે. ત્યારપછી પંડરીક રાજાએ આ પ્રમાણે પૂછયું - શું આપને ભોગોથી પ્રયોજન છે ? (કંડરીકે કહ્ય) - હા, છે. ત્યારે કૌટુંબિક પુરુષોને પુંડરીક રાજા બોલાવે છે, બોલાવીને કલિકલુષ વડે અભિષિક્ત કર્યો. રાજ્યાભિષેક કર્યો, યાવત તે કંડરીક રાજ્યનું પ્રશાસન કરતા વિચરે છે. ત્યારે તે પંડરીકે સ્વયં જ પંચમૌષ્ટિકલોચ કર્યો, કરીને ચતુર્યામધર્મ સ્વીકાર્યો. સ્વીકારીને કંડરીકના આચારભાંડને સર્વ સુખના સમુદાય સમાન ગ્રહણ કર્યા. કરીને આવો અભિગ્રહ ગ્રહણ કર્યો કે - મને સ્થવિરોની પાસે ધર્મ સ્વીકારીને પછી જ આહાર કરવાનું કહ્યું છે. આ પ્રમાણે અભિગ્રહ કરીને સ્થવિર પાસે જવા નીકળ્યા. કંડરીકને પ્રણિત પાન-ભોજન કરવાથી તે સમ્યફ પરિણમ્યો નહીં, વેદના ઉત્પન્ન થઈ, તે વેદના અતિ ઉજ્જવલ, વિપુલ રાવલ દુખે કરીને સહન થઈ શકે તેવી હતી. પછી તે રાજ્યમાં અને ચાવત અંતઃપુરમાં મૂર્ણિત થઈને યાવત આસક્ત થઈને આd - દુખાર્તા - વશાત્ત થઈને અકામ જ મરણ પામીને સાતમી નરકે ૩૩ - સાગરોપમસ્થિતિમાં ગયો. પંડરીક પણ સ્થવિરોને મળીને, તેમની પાસે ફરીવાર ચાતુર્યામ ધર્મ સ્વીકાર્યો, અઠ્ઠમ તપના પારણે અદીન યાવત આહાર કરે છે. તેના વડે અને કાલાતિક્રાંત, શીતલ, રૂક્ષ, અરસ, વિરસ આહાર પરિણત ન થતાં અસહ્ય વેદના ઉત્પન્ન થઈ. પછી તે વેદના અધારણીય છે, એમ વિચારીને બે હાથ જોડી યાવત્ અજલિ કરીને આ પ્રમાણે બોલ્યા અર્થાત (આવી ભાવના ભાવી) - અરહંત ભગવંત યાવત મોક્ષસંપ્રાપ્તને નમસ્કાર થાઓ. તથા સ્થવિર ભગવંતોને, મારા ધર્માચાર્યોને, ધમપદેશકોને નમસ્કાર થાઓ. પૂર્વે પણ મેં વિરોની પાસે જાવજીવને માટે સર્વે પ્રાણાતિપાતના પચ્ચખાણ કરેલા છે. યાવત સર્વે અકરણીય યોગના પચ્ચક્ખાણ કર્યા છે. હાલ પણ તે જ ભગવંતોની પાસે યાવત સર્વે પ્રાણાતિપાત અને યાવત સર્વે અકરણીય યોગના પ્રત્યાખ્યાન કરું છું. આ મારું જે શરીર છે, તે પણ યાવત્ છેલ્લા ઉચ્છવાસ - નિઃશ્વાસથી વોસિરાવું છું. એ પ્રમાણે આલોચના અને Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૦ ભૂમિકા ૬ ૯ પ્રતિક્રમણ કર્મ કરીને સમાધિ પ્રાપ્ત કરીને તે પુંડરીક અણગાર કાળ માસે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહમાં મોક્ષે જશે. તેથી (હે વૈશ્રમણ લોકપાલ !) તું મારા દુર્બળત્વ કે બલિત્વ તરફ ધ્યાન ન દે. જેમ તે કંડરીક દુર્બળતાથી આર્ત્ત, દુઃખાત્ત અને વશાત્ત થઈને સાતમી નારકીમાં ઉત્પન્ન થયો. પુંડરીક પરિપૂર્ણ ગોળ મટોળ હોવા છતાં સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. તેથી હે દેવાનુપ્રિય ! બલીષ્ઠ કે દુર્બળ એ અહીં કારણ નથી, ધ્યાનથી નિગ્રહ કરવો કેમકે તે જ પરમ પ્રમાણ છે. ત્યારે તે વૈશ્રમણ - ‘અહો ! ભગવંત ગૌતમે મારા મનોગતભાવને જાણી લીધા” એમ વિચારી અતી સંવેગ પામી, વાંદીને ગયો. કેટલાંક કહે છે - તે ભકદેવ હતો. ત્યારે ગૌતમ સ્વામી પ્રભાતે ચૈત્યોને વાંધા, નીચે ઉતરે છે, ત્યારે તે તાપસો કહે છે - તમે અમારા આચાર્ય, અમે તમારા શિષ્યો, ગૌતમ સ્વામી કહે છે - અમારા અને તમારા આચાર્ય ત્રિલોકના ગુરુ છે. તાપસોએ પૂછ્યું - આપને પણ બીજાં આચાર્ય છે ? ત્યારે ગૌતમ સ્વામી ભગવંતના ગુણોની સ્તવના કરે છે. તે તાપસોએ દીક્ષા લીધી. દેવતા વડે વેશ આપવામાં આવ્યો, ત્યારે તેઓ ગૌતમ સ્વામી સાથે નીકળ્યા. ભિક્ષાવેળા થઈ, ગૌતમ સ્વામીએ પૂછ્યું - શું લાવું ? તેઓ બોલ્યા - ખીર. ગૌતમ સ્વામી સર્વલબ્ધિ સંપૂર્ણ હતા. પાત્રને મધુસંયુક્ત ખીરથી ભરીને આવ્યા. ત્યારપછી કહ્યું કે - બધાં ક્રમથી બેસી જાઓ. તેઓ બેસી ગયા. ગૌતમ સ્વામી અક્ષીણમહાનસિક લબ્ધિ-ધારી હતા. તેઓ ધરાઈ ગયા. તે સારી રીતે આવર્જિત (આકર્ષિત) થયા. પછી ગૌતમે સ્વયં આહાર કર્યો. ત્યારપછી ફરી ત્યાંથી વિહાર કર્યો. તેઓમાં જે સૈવાલભક્ષી હતા. તેમને જમતી વેળા જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દત્તના વર્ગમાં છત્રાતિછત્ર જોતાં કેવળજ્ઞાન થયું. કૌડિન્ય વર્ગમાં ભગવંતને જોઈને કેવળજ્ઞાન થયું. ગૌતમ સ્વામી આગળ ભગવંતને પ્રદક્ષિણા કરે છે, તે તાપસો પણ કેવલીની પર્ષદામાં ગયા. ગૌતમ સ્વામી બોલ્યા - આ સ્વામીને વંદન કરો. ત્યારે ભગવંત બોલ્યા - ગૌતમ ! કેવલીની આશાતના ન કરો. ગૌતમ સ્વામી આવીને “મિચ્છામિ દુક્કડં” કરે છે. ત્યારે ગૌતમ સ્વામીને ઘણી બધી અવૃતિ થઈ. ભગવંતે ત્યારે ગૌતમ સ્વામીને પૂછ્યું - શું દેવોનું વચન ગ્રાહ્ય છે કે જિનોનું ? ગૌતમે કહ્યું - જિનવરનું. તો પછી શા માટે અધૃતિ - ખેદ કરે છે ? ત્યારે ભગવંત ચાર પ્રકારે કટ સાદડીની પ્રજ્ઞાપના કરે છે. તે આ પ્રમાણે - શુંબકટ, વિદલકટ, ચર્મકટ અને કંબલકટ. એ પ્રમાણે ભગવંત પણ ગૌતમ સ્વામીને આશ્રીને કંબલકટ સમાન હતા. (વળી) હે ગૌતમ ! તું મારો ચિર સંસૃષ્ટ છે યાવત્ - Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ પછી પણ આપણે બંને અવિશેષ અને ભેદ રહિત થઈશું. ત્યારે ભગવંતે ‘દ્રુમપત્રીય’ અધ્યયન કહ્યું. તે વૈશ્રમણ સામાનિક દેવ ત્યાંથી ચ્યવીને તુંબવન સંનિવેશમાં ધનગિરિ નામે ગાથાપતિ કે જે દીક્ષા લેવાની ઇચ્છાવાળો હતો. તેના માતા-પિતા તેને પરણાવવા ઇચ્છતા હતા. પછી તે માતા-પિતા જ્યાં જ્યાં ધનગિરિને વળાવવા જતા હતા, ત્યાં-ત્યાં જઈને ધનગિરિ તે-તે કન્યાને વિપરિણામિત કરી દેતો અને કહેતો કે - “હું દીક્ષા લેવાની ઇચ્છાવાળો છું.'' તેને તેના અનુરૂપ ગાથાપતિની પુત્ર સુનંદા નામે મળી. સુનંદા બોલી કે મને ધનગિરિ સાથે વરાવી દો. ત્યારે સુનંદા ધનગિરિને આપી. સુનંદાનો ભાઈ ‘આર્યસમિત' નામે હતો, તેણે પૂર્વે દીક્ષા લીધી હતી. તે સુનંદાની કુક્ષિમાં તે વૈશ્રમણ દેવ ઉત્પન્ન થયો. ત્યારે ધનગિરિએ કહ્યું કે - તારે આ ગર્ભ બીજો (રક્ષક) થશે. પછી સિંહગિરિ સ્વામી પાસે તે ધનગિરિએ દીક્ષા ગ્રહણ કરી. સુનંદાએ પણ નવ માસે બાળકને જન્મ આપ્યો. ઇત્યાદિ વજસ્વામીની કથા આવશ્યક ચૂર્ણિથી જાણવી. 90 આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાલાપક - નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે સૂત્ર હોવાથી થાય, તે માટે સૂત્ર કહે છે - • સૂત્ર ૨૯૧ - જેમ સમય વીતતા વૃક્ષનું સુકુ સફેદ પાન પડી જાય છે, તેમ મનુષ્ય જીવિત છે. તેથી તે ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કર. • વિવેચન ૨૯૧ - દ્રુમ - વૃક્ષ, તેનું પાન, તે જ તથાવિધ અવસ્થા પામીને અનુકંપિત થાય, તે દ્રુમપત્રક, ખાંડુરક - કાળના પરિમાણથી કે તેવા પ્રકારના રોગ આદિથી જે પ્રકારે આવા ભાવને પામે તે. શિથિલવૃંત બંધનત્વથી અનુક્રમે વૃક્ષથી ભ્રષ્ટ થાય છે. રાત્રિના સમૂહ, ઉપલક્ષણથી રાત્રિ અને દિવસનો સમૂહ વીતી જતાં, એવા પ્રકારે મનુષ્યોનું જીવન છે. ઉપલક્ષણથી બાકીના જીવોનું પણ જીવિત - આયુ છે તે પણ રાત્રિ-દિવસનો સમૂહ વીતી જતાં સ્થિતિ અનુસાર - સ્થિતિ ખંડકના અપહારરૂપ અધ્યવસાયાદિ વડે જનિત ઉપક્રમણથી અથવા જીવપ્રદેશોથી ભ્રંશ થાય છે, એ પ્રમાણે કહે છે. · અત્યંત નિરુદ્ધ કાળ તે ‘સમય’ અપ્તિ શબ્દના હોવાથી અહીં સમયની જેમ આવલિકા આદિ પણ લેવા. ગૌતમ એ ગોત્ર સહિત ઇંદ્રભૂતિનું આમંત્રણ છે. પ્રમાદ ન કર, બાકીના શિષ્યોને ઉપલક્ષણથી લેવા ગૌતમનું ગ્રહણ કરેલ છે. નિયુક્તિકારે કહેલ છે કે, “તેની નિશ્રાએ ભગવન શિષ્યોને અનુશાસન આપે છે.’’ અહીં ‘પાંડુરક’ પદના આક્ષેપથી યૌવનનું પણ અનિત્યત્વ બતાવવા માટે કહે છે - • નિયુક્તિ - ૩૦૭ થી ૩૦૯ વિવેચન परिवर्तित કાળ પરિણતિથી અન્યથાકૃત, લાવણ્ય - આના અભિરામ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૯૧ ૩૧ ગુણાત્મક. તે પરિવર્તિત લાવણ્ય. તેને પૂર્વવત્ સૌકુમાર્યાદિ હોતું નથી તથા જેમાં સંધિઓ શિથિલ થાય છે, તેથી જ વૃક્ષ સામર્થ્યથી વૃંતક પત્રબંધનનો ત્યાગ કરે છે. તે મુંચઘૂંટાક - વૃંતના વૃક્ષમોચનથી પત્રનું પડવું જ થાય છે. આપત્તિને પ્રાપ્ત પત્ર તે વ્યસન પ્રાપ્ત તથા કાળના પ્રક્રમથી પતન પ્રસ્તાવ, તેને પ્રાપ્ત. ગવાય તે ગાથા - છંદ વિશેષ રૂપ. તેને જ કહે છે - જેમ તમે વર્તમાન કિશલય ભાવને અનુભવો છો - સ્નિગ્ધાદિ ગુણો વડે ગર્વને વહન કરો છો, અમારી હાંસી કરો છો, તેવા તમે પણ થશો જેવા હાલ અમે છીએ. જીર્ણભાવમાં જ જે રીતે અમે અત્યારે વિવર્ણ - વિચ્છાયપણાથી હાંસી કરીએ છીએ, તેમ તમે પણ કરશો. આ ન્યાયથી જેમ પિતા પુત્રને કહે તેમ ઉપદેશ આપે છે. (કોણ ?) જીર્ણ પત્રો અભિનવ પત્રોને. (શંકા) પત્ર કિસલયનો ઉલ્લાપ કઈ રીતે સંભવે છે ? કે જેથી આમ કહો છો ? આવો સંવાદ થતો નથી, થશે નહીં, થયો પણ નથી. (કોને ?) કિશલય પાંડુ પત્રોને. તો પછી અહીં કેમ એ પ્રમાણે કહ્યું - આ તો ઉપમા માત્ર છે. ભવિકજનને વિબોધ કરવાને માટે અહીં વિહિત છે. તે આ પ્રમાણે - જેમ અહીં કિશલય પાંડુપત્ર વડે અનુશાસિત કરાય છે, તેમ બીજાં પણ ચૌવનગર્વિતને અનુશાસિત કરવા. આનો અનુવાદ વાચકવર્ય એ આમ કરેલો છે . લોક જરા વડે પરિર્જરીત કરાયેલા શરીરનો કેમ પરાભવ કરો છો ? થોડાં કાળમાં તમે પણ તેવા જ થશો. શા માટે યૌવનના ગર્વનું વહન કરો છો ? એ પ્રમાણે જીવિત અને યૌવનનું અનિત્યત્વ જાણીને પ્રમાદ ન કરવો જોઈએ. હવે આયુષ્યનું અનિત્યત્વ જણાવવાને કહે છે - • સૂત્ર - ૨૯૨ - કુશના અગ્રભાગ ઉપર રહેલા ઓસના બિંદુની માફક મનુષ્યનું જીવન ક્ષણિક છે. તેથી હે ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કર. ૭ વિવેચન - ૨૯૨ - કુશ - દર્ભ સમાન તૃણ વિશેષ. તનુતર હોવાથી તેનું ઉપાદાન કર્યું. તેનો અગ્ર પ્રાંત ભાગ, તેમાં જેમ - શરદ્કાળભાવી શ્લક્ષ્ય વર્ષા. તેનું બિંદુ તે ઝાકળ બિંદુ. અલ્પકાળ રહે છે. ક્ષણમાં પડી જાય છે. બદ્ધ હોય તો પણ કદાચિત્ કાલાંતરે પણ રહેવા સમર્થ થાય. તેની જેમ મનુષ્યોનું, અર્થાત્ જીવોનું જીવિત છે. આ પ્રમાણે હોવાથી હે ગૌતમ ! એક સમય માટે પણ પ્રમાદી થતો નહીં. આનો જ ઉપસંહાર કરતાં ઉપદેશ આપે છે - . • સૂત્ર - ૨૯૩ - આ અલ્પકાલીન આયુષ્યમાં, વિઘ્નોથી પ્રતિહત જીવનમાં જ પૂર્વ સંચિત કર્મરજને દૂર કરવાની છે માટે ગૌતમ ! ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કર. Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ વિવેચન - ૨૯3 • ઉક્ત ન્યાયથી ઇત્તર એટલે સ્વલ્પકાળભાવી, અને ઉપક્રમ હેતુ વડે અનપવર્તાપણાથી યથાસ્થિતિ એ પ્રમાણે અનુભવનીયપણાને પામે તે આયુ. અને તે નિરૂપક્રમ જ છે, તેમાં તથા અનુકંપિત જીવિત, સોપક્રમ આયુમાં ઘણાં ઉપઘાત હેતુઓ અધ્યવસન નિમિતાદિ રહેલા છે. આના વડે અનુકંપપણાનો હેતુ બતાવ્યો. એ પ્રમાણે ઉક્તરૂપ દ્રુમપત્રના ઉદાહરણથી અને કુશના અગ્ર ભાગે રહેલા જલબિંદુના ઉદાહરણથી મનુષ્યનું આયુ નિરુપક્રમ અને સોપક્રમ બતાવ્યું. તેથી તેની અનિત્યતા માનીને જીવથી પૃથક્ કરવા. કોને ? તે કાળની અપેક્ષાથી પૂર્વ કરેલા. તે દૂર કરવાનો ઉપાય કહે છે - હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં. » X - X - જો મનુષ્ય ભવ પામ્યા છો, તો ઉધમ કરવો. તે કહે છે - ૭૨ • સૂત્ર ૨૯૪ - વિશ્વના બધાં પ્રાણીઓને ચિરકાળે પણ મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. કર્મોનો વિપાક ઘણો તીવ્ર છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રમાદ ન કર. - ૭ વિવેચન - ૨૯૪ - દુર્લભ - પામવો મુશ્કેલ, ‘ખલુ’ વિશેષણ છે, તે “સુકૃત ન કરેલા તે” એ વિશેષનું ધોતક છે. મનુષ્ય સંબંધી જન્મ, ઘણાં કાળથી પણ અર્થાત્ થોડાં કાળની વાત તો દૂર રહી, બધાં જ જીવોને - મુક્તિગમન પ્રતિ ભવ્યોને જ નહીં. જેમ કેટલાંકને મનુષ્યભવની પ્રાપ્તિ પ્રતિ સુલભત્વ વિશેષ છે. આમ કેમ કહ્યું ? જેનો વિનાશ કરવો અશક્યપણે છે, તેવા દૃઢ છે. શું ? કર્મોનો વિપાક. કયા કર્મનો ? મનુષ્યગતિ વિધાની પ્રકૃતિરૂપ. જો એમ છે તો શું કરવું ? હે ગૌતમ ! ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવો નહીં. આ મનુજત્વ કઈ રીતે દુર્લભ છે ? અથવા જે કહ્યું કે - સર્વે પ્રાણીને મનુજત્વ દુર્લભ છે. તેમાં એકેન્દ્રિયાદિ પ્રાણીને તેનું દુર્લભત્વ દર્શાવવાની ઇચ્છાથી કાય સ્થિતિ કહે છે - • સૂત્ર - ૨૯૫ થી ૩૦૪ - (૨૯૫) પૃથ્વીકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. (૨૯૬) કાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. (૨૯૭) તેઉકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. (૨૯૮) વાયુકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૯૫ થી ૩૦૪ ૭ ૩ (૨૯૯) વનસ્પતિકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અનંતકાળ રહે છે, તેથી હે ગૌતમ / ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં. (૩૦૦) બેઇંદ્રિયકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રાનો પ્રસાદ કરીશ નહીં. (૩૧) તેઇંદ્રિયકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં. (૩૦૨) ચઉરિંદ્રિયકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં. (૩૦૩) પંચેન્દ્રિય કાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ તેમાં રહે છે, તેથી હે ગૌતમ ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં. (૩૦૪) દેવ અને નરક યોનિમાં ગયેલ જીવ ઉત્કૃષ્ટથી એક-એક ભવ ગ્રહણ કરે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં. ૦ વિવેચન - ૨૫ થી ૩૦૪ - પૃથ્વી – કઠિનરૂપ, તે જ કાચ - શરીર, પૃથ્વીકાય - તે અતિશયથી મરીને. તેના ઉત્પતિલક્ષણથી પ્રાપ્ત તે અતિગત. ઉત્કૃષ્ટથી જીવ, તે જ રૂપે ત્યાં રહે. કાલ - સંખ્યાતીત અર્થાત અસંખ્ય. જો એમ છે, તેથી હે ગૌતમ ! ક્ષણવાર પણ પ્રમાદી થતો નહીં. આ પ્રમાણ અટકાયાદિ ત્રણે સૂત્રો જાણવા. વનસ્પતિ સૂત્ર તેમજ જાણવું. વિશેષ એ કે - કાળ અનંત કહેવો. અનંતકાયિકની અપેક્ષાથી આ વિધાન છે. પ્રત્યેક વનસ્પતીની કાયસ્થિતિ અસંખ્યાત કાળ છે તથા દુષ્ટ અંત જેનો છે તે દુરંત, એ પણ સાધારણ અપેક્ષાથી જ છે. તે જ અત્યંત અયુબોધપણાથી ત્યાંથી ઉદ્ભૂત થઈને પણ પ્રાયઃ વિશિષ્ટ માનુષાદિ ભવને પ્રાપ્ત કરતા નથી. અહીં કાળમાં સંખ્યાતીત એવું વિશેષ અભિધાન છતાં પણ અસંખ્ય ઉત્સર્પિણ - અવસર્પિણી પ્રમાણ છે, અનંત વિશેષણથી અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી પ્રમાણ છે તેમ જાણવું. કેમકે આગમ માં કહેલ છે કે અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી એકેન્દ્રિય ચારની અને અનંત વનસ્પતિની જાણવી. હે - બે સંખ્યા ઇંદ્રિયની તે સ્પર્શન અને રસના જેમાં છે તે બેઇંદ્રિયકૃમિ આદિ, તેની કાયા ઉત્કૃષ્ટથી - જીવ તેમાં સંખ્યાત હજાર વર્ષ રહે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પ્રમાદી ન થા. એ પ્રમાણે તેઇંદ્રિય, ચઉરિન્દ્રિય જાણવા. - પાંચ ઇંદ્રિયો - સ્પર્શનાદિ જેમને છે તે. તેમાં આગળ દેવ અને નારકને કહ્યા હોવાથી મનુષ્યત્વના દુર્લભપણાથી પ્રક્રમથી તિર્યંચ જ લેવા. અર્થાત્ તે કાયમાં ઉત્પત્તિ કહેવી. ઉત્કૃષ્ટથી જીવ સાત કે આઠ ભય તેમાં રહે. તેને જ તે ભવોનું ગ્રહણ - જન્મોપાદાન સાત, આઠ ભવ કહ્યું. દેવો અને નારકમાં રહેલ જીવ ઉત્કૃષ્ટથી એક - એક ભવગ્રહણ વડે જ રહે. ત્યાર પછી અવશ્ય મનુષ્ય કે નિર્ચચમાં ઉત્પાદ થાય. તેનો ઉત્કૃષ્ટ કાળ તેત્રીશ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ સાગરોપમ પ્રમાણ છે. તેમાં એક - એક ભવનું ગ્રહણ જ કહેલ છે. માટે જીવ તેટલું જ ત્યાં રહે, માટે પ્રમાદ ન કરવો. ઉક્ત અર્થના જ ઉપસંહારને માટે કહે છે - • સૂત્ર ૩૦૫ - પ્રમાદ બહુલ જીવ શુભાશુભ કર્મોને કારણે એ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવો નહીં. - • વિવેચન ૩૦૫ ઉક્ત પ્રકારે પૃથ્વી આદિ કાયસ્થિતિ લક્ષણથી થવું જ - તિર્યંચ આદિ જન્મરૂપ સંસરવાપણાથી સંસાર તે ભવસંસાર, તેમાં પર્યટન કરે છે.. શુભ - શુભ પ્રકૃતિરૂપ, અશુભ - અશુભ પ્રકૃતિરૂપ તે શુભાશુભ, કર્મ – પૃથ્વીકાયાદિ ભવ નિબંધન વડે પ્રાણી પ્રમાદથી વ્યાપ્ત થઈને અથવા ઘણાં ભેદોને લાવે તે બહુલ - મધ આદિ અનેક ભેદથી પ્રમાદ એટલે ધર્મ પ્રતિ અનુધાત્મક જેને છે તે બહુલ પ્રમાદ. અહીં આશય એવો છે કે જીવ પ્રમાદ - બહુલ થઈ શુભાશુભ કર્મો એકઠા કરે છે. એકઠા કરીને, તેને અનુરૂપ ગતિમાં તેવા - તેવા ભાવોને પામીને ભ્રમણ કરે છે. તેના કારણે ફરી માનુષત્વ દુર્લભ થાય છે. આ રીતે પ્રમાદના મૂળપણાથી બધી અનર્થ પરંપરા થાય છે. તે કારણે હે ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવો નહીં. એ પ્રમાણે મનુજત્વનું દુર્લભત્વ કહ્યું. હવે તે પામીને ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે, તેને કહે છે - સૂત્ર - ૩૦૬ થી ૩૧૦ - (૩૦૬) દુર્લભ મનુષ્યત્વ પામીને પણ આર્યત્વ પામવું દુર્લભ છે. કેમકે ઘણાં દસ્યુ અને મલેચ્છ હોય છે, ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૦૭) આર્યત્વ પ્રાપ્ત થયા પછી પણ અહીન પંચેન્દ્રિયત્ન દુર્લભ છે. ઘણાં વિકલેન્દ્રિયો દેખાય છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૦૮) અહીન પંચેન્દ્રિયત્વની પ્રાપ્તિ પછી પણ ઉત્તમ ધર્મનું શ્રમણ દુર્લભ છે. કુતીર્થિકોની ઉપાસના કરનારા લોકો દેખાય છે. તેથી હે ગૌતમા ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૦૯) ઉત્તમ ધર્મની શ્રુતિ મળવા છતાં તેની શ્રદ્ધા થવી દુર્લભ છે. ઘણાં લોકો મિથ્યાત્વ સેવે છે. તેથી ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૧૦) ધર્મની શ્રદ્ધા કરતો પણ તદનુરૂપ આચરણ દુર્લભ છે. ઘણાં લોકો કામગુણોમાં મૂર્છિત છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. ♦ વિવેચન ૩૦૬ થી ૩૧૦ - આ મનુષ્યત્વ અતિ દુર્લભ જ છે, છતાં કોઈકને પ્રાપ્ત થઈ પણ જાય, તો પણ આર્યત્વ - મગધાદિ આર્ય દેશમાં ઉત્પત્તિ થવી દુર્લભ છે. તેથી કહે છે - ઘણાં જ દસ્યો - દેશના છેડે વસનારા ચોર, મલેચ્છ - અવ્યક્ત વાચાવાળા, જે ઉક્ત આર્યત્વને ધારણ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૦૬ થી ૩૧૦ ૭૫ કરતા નથી તેવા શક, યવન, શબર આદિ દેશોમાં ઉદ્ભવ, તેમાં મનુષત્વ પામીને પણ પ્રાણી ઉત્પન્ન થાય છે. આ બધાં જ ધર્મ-અધર્મ, ગમ્ય-અગમ્ય, ભક્ષ્ય-અભક્ષ્ય, આદિ બધાં જ આર્ય વ્યવહાર નિર્યયપ્રાયઃ જ છે. એમ હોવાથી હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર. - આ રીતે આર્ય દેશમાં ઉત્પત્તિ રૂપ આર્યત્વ અતિ દુર્લભ છે, તો પણ કદાચ તે પ્રાપ્ત થઈ જાય. તો અવિકલ સ્પર્શનાદિ પાંચે ઇન્દ્રિયો જેને છે તે અહીન પંચેન્દ્રિયતા દુર્લભ જ છે. હવે તેનો હેત કહે છે. વિકલ એટલે રોગાદિ વડે ઉપહત ઇંદ્રિયો, જેમાં તેનો ભાવ છે તે વિકલેન્દ્રિયતા દુ’ શબ્દ અનેકાર્થતાથી બહુભસૂચક છે, તેથી જે કારણે બાહુલ્યથી વિકલેન્દ્રિયતા દેખાય છે, તેથી દુર્લભ જ અહીન પંચેન્દ્રિયતા છે. તે કારણે હે ગૌતમ! સમયનો પણ પ્રમાદ ન કર, તેથી અહીન પંચેન્દ્રિયતા પણ ઉક્ત ન્યાયથી અતિ દુર્લભ છે તેમ કહીને જણાવે છે કે કદાચ જીવને તે પણ પ્રાપ્ત થઈ જાય, તો પણ ઉત્તમ જે ધર્મ, તેનું શ્રવણ રૂપ તે ધર્મ શ્રુતિ તેનાથી પણ દુર્લભ છે. શા માટે ? કુલિત એવા જે તે તીર્થો તે કુતીર્થ - શાક્ય, ઉલ્કાદિ, તેને અનુષ્ઠયપણાથી સ્વીકાર કરવાથી તે કુતીર્થકોને નિત્ય સેવે છે માટે કુતીર્થનિષેધક લોકો. કુતીર્થિકો જ યશ અને સત્કાર આદિની ઇચ્છાવાળા હોવાથી લોકોને જે પ્રિય છે તે વિષયક જ ઉપદેશ આપે છે, તેના તીર્થના કર્તા પણ આવા પ્રકારના જ હોય છે. - - - તેમને સેવનારને ઉત્તમ ધર્મશ્રતિ ક્યાંથી હોય ? એ પ્રમાણે તેનું દુર્લભત્વ અવધારીને, ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર, * ઉત્તમ ધર્મ વિષયત્વથી ઉત્તમા, ઉક્તિરૂપ શ્રુતિ પ્રાપ્ત થાય તો પણ તેની શ્રદ્ધા - તત્ત્વરૂચિ રૂ૫ થવી તે પણ દુર્લભ છે. તેનો હેતુ અહીં કહે છે - મિથ્યાત્વ - અતત્વમાં પણ જે તત્ત્વની પ્રતીતિ, તેને જે સેવે છે તે મિથ્યાત્વ નિષેવક લોકો છે. અનાદિ ભવની અભ્યસીતાથી કે ભારેકર્મીપણાથી તેમાં જે પ્રાયઃ પ્રવૃત્તિ રહે છે. જો એમ છે, તો ગીતમાં સમય માત્રનો પ્રમાદ ન કર. વળી કહે છે - ઘર્મ તે પ્રકમથી સર્વજ્ઞ પ્રણિત લેવો. તેની શ્રદ્ધા કરતો હોવા છતાં - તેને કરવાના અભિલાષ હોવા છતાં દુર્લભ છે તેના કાયા એટલે શરીરથી અને ઉપલક્ષણથી મન અને વચન વડે સ્પર્શવું અર્થાત તે ધર્મનું અનુષ્ઠાન કરવું કારણ કેઆ જગતમાં શબ્દાદિ કામ ગુણામાં મૂર્શિત અથવા ગૃદ્ધિવાળા પ્રાણીઓ છે. પ્રાયઃ જીવોને અપથ્ય એવા જ વિષયોમાં આસક્તિ હોય છે. - X- વિષયાતુર જગને તે પ્રમાણે પ્રિય વિષયો અનુકૂળ હોય છે. પાઠાંતરથી કામગુણો વડે મૂર્જિતની જેમ મૂર્જિત, ધર્મ વિષયક ચેતન્યથી વિલુમ, તેઓને આવી ધર્મસામગ્રી પ્રાપ્ત થવી દુર્લભ છે, તે કારણે હે ગૌતમ! સમય માબ પણ પ્રમાદ ન કર, આ પ્રમાણે પાંચ સૂત્રોનો અર્થ કહ્યો. વળી શરીરનું સામર્થ્ય પણ હોય અને ધર્મની સ્પર્શના પણ હોય, તો પણ તેની અનિત્યતા જણાવીને અપ્રમાદનો ઉપદેશ આપતા કહે છે - Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • સૂત્ર - ૩૧૧ થી ૩૧૬ (૩૧૧) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, શ્રવણશક્તિ નબળી પડી રહી છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. ૭૬ - (૩૧૨) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, આંખોની શક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૧૩) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, પ્રાણશક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૧૪) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, જીભની શક્તિ નષ્ટ થઈ રહી છે. ગૌતમ ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૧૫) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, સ્પર્શ શક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૧૬) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, તારું સર્વ બલ હીન થાય છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. ♦ વિવેચન - ૩૧૧ થી ૩૧૬ પરિજીયંતિ – સર્વ પ્રકારે વયની હાનિ અનુભવે છે. તારું શરીર જરા આદિથી અભિભૂતપણાથી અનુકંપનીય થયું છે, અથવા આત્માને પરિનિંદે છે - અર્થ કરવો. જેમકે - મને ધિક્કાર છે, હું કેવો થઈ ગયો ? કઈ રીતે ? માથાના વાળ, ઉપલક્ષણથી રોમ પણ સફેદ થઈ ગયા છે. પૂર્વે લોકોના નયનને આકર્ષણ કરતાં અતિ કૃષ્ણ હતા, હવે સફેદ થઈ ગયા છે. - ૪ - પૂર્વે જે મારું શ્રોત્ર બળ અર્થાત્ દૂર આદિના શબ્દોને સાંભળવાનું સામર્થ્ય હતું તે, વૃદ્ધાવસ્થાથી ક્ષયને પામી રહ્યું છે. અથવા શરીરની જીર્ણતા અવસ્થાને વિચારવી, આ બંને યોજવા - શરીર જીર્ણ થઈ રહ્યું છે અને વાળ સફેદ થઈ રહ્યા છે. એ પ્રમાણે આ શ્રોત્રબળ ઘટી રહ્યું છે, તેથી શરીરના સામર્થ્યના અસ્થિરપણાથી, ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર. આ પ્રમાણે પાંચે સૂત્રો જાણવા. વિશેષ એ કે - અહીં પહેલાંથી શ્રોત્રનું ઉપાદાન તેની પ્રધાનતા બતાવે છે. તેનું પ્રધાનત્વ તેના હોવાથી બાકીની ઇંદ્રિયોના અવશ્ય ભાવથી પટુતર ક્ષપોપશમજત્વથી છે. તથા ઉપદેશના અધિકારથી ઉપદેશનું શ્રોત્રગ્રાહ્યત્વથી છે. તથા સર્વબળ - એટલે હાથ, પગ આદિ અવયવોના સ્વ-સ્વ વ્યાપારનું સામર્થ્ય, અથવા મન - વચન - કાયાના બધાં ધ્યાન, અધ્યયન, ચંક્રમણ આદિ ચેષ્ટા વિષયક શક્તિ. - sol વૃદ્ધાવસ્થાથી શરીરની અશક્તિ કહી, હવે રોગથી તેને કહે છે • સૂત્ર - ૩૧૭ - અરતિ, ગંડ, વિસૂચિકા, આતંક, વિવિધ રોગોની સ્પર્શનાથી તે શરીર પડી જાય છે, વિધ્વસ્ત થઈ જાય છે. તેથી હે ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. - Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૩૧૮ • વિવેચન - ૩૧૭ - - અરતિ - વાત આદિથી જનિત ચિતનો ઉદ્વેગ. ગંડ - ફુંસી ફોડા. વિસૂચિકા શરીરને વિંધે છે તે અજીર્ણ વિશેષ. આતંક સર્વ આત્મપ્રદેશ અભિવ્યાપ્તિથી આત્માને જીવિત કૃચ્છુ કરે છે, તે આતંક - જલ્દી હણનાર રોગ વિશેષ. અનેક પ્રકારે તારા શરીરને સ્પર્શે છે. તેથી વિશેષથી બળના અપચયને લાવે છે. વિશેષથી તારા શરીરને નીચે પાડે છે અને જીવથી મુક્ત કરે છે. તેથી હે ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. જો કે ગૌતમને કેશ - વાળનું સફેદપણું આદિ સંભવતું નથી. તો પણ તેની નિશ્રામાં રહેલ શિષ્યને પ્રતિબોધ કરવાને માટે કહેલ છે. જે રીતે ‘અપ્રમાદ’ કરવો જોઈએ, તે કહે છે - માત્ર પણ પ્રમાદ ન કર. ૦ સૂત્ર - ૩૧૮ - જેમ શરદ્કાલીન કુમુદ પાણીથી લિપ્ત થતું નથી, તે પ્રકારે તું પણ તારા બધાં પ્રકારના સ્નેહને ત્યાગીને નિર્લિપ્ત થા. હે ગૌતમ ! સમય ૦ વિવેચન - ૩૧૮ - વિવિધ પ્રકારોથી પ્રબળપણે દૂર કરે છે, તે બુચ્છિન્નકર. કોને ? સ્નેહ આસક્તિને. કોના સંબંધી ? પોતાની. કોની જેમ ? ચંદ્રના ઉદ્યોત વિકાસી ઉત્પલની જેમ. શારદીય - શરદ ઋતુમાં થયેલ પાણી. જે રીતે તે પહેલાં જળમગ્ન હોય છતાં પણ જળને છોડીને વર્તે છે, તે રીતે તું પણ ચિરસંસૃષ્ટ ચિરપરિચિતપણાથી મારા વિષયના સ્નેહને દૂર કર, એ પ્રમાણે સર્વ સ્નેહ વર્જિત થઈને સમય માત્રનો પ્રમાદ ન કર. અહીં જળને દૂર કર એટલું કહેવાથી અર્થ સિદ્ધ હોવા છતાં જે ‘શારદ’ શબ્દનું ઉપાદાન કર્યું છે, તે શારદીય જળની જેમ સ્નેહનું અતિ મનોરમત્વ બતાવવાને છે. 99 - • સૂત્ર - ૩૧૯ ધન અને પત્નીનો પરિત્યાગ કરીને તું અણગાર વૃત્તિમાં દીક્ષિત થયેલો છે. તેથી વમન કરેલા ભોગોને તું ન પી. ગૌતમ ! જરા પણ પ્રમાદ ન કર. - · - • વિવેચન ૩૧૯ પરિહરીને, શું ? ઘન - ચતુષ્પદ આદિ, પછી ભાર્યા - પત્નીને. પ્રવૃતિ ઘરથી નીકળેલ. અણગાર - ભાવભિક્ષુ થા, અનગારિક અનુષ્ઠાન કર. અર્થાત્ તેનો સ્વીકાર કર. અથવા અનગારિતાનો સ્વીકાર કર. તેથી ઉલટી કરેલાને ફરીથી પી નહીં. પણ ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. કઈ રીતે વમેલું આપાન થાય છે તે કહે છે - ♦ સૂત્ર ૩૨૦ - મિત્ર, બંધુ અને વિપુલ ધન રાશિનો સંચય છોડીને ફરી તેની - Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ગવેષણા ન કર. હે ગૌતમ ! સમય માબ પણ પ્રમાદ ન કર, • વિવેચન - ૩૨૦ - છોડીને, શું? મિત્રો, બાંધવ - સ્વજન, વિસ્તીર્ણ કનક આદિ ધન, તેનો સમૂહ, તેની રાશિ તે ઘનઘસંચયને. તે મિત્રાદિને ફરી ગ્રહણાર્થે શોધન કરી તેના પરિત્યાગથી શ્રામસ્યને સ્વીકારીને ફરી તેમાં આસક્તિવાળો ન થા. તે વમન કરેલાની ઉપમા અને તેની આસક્તિને ત્યજે. વમેલાનું આપાન પ્રાય, એમ અભિપ્રાય છે. તેથી ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. આ રીતે પ્રતિબંધના નિરાકરણ અર્થને કહીને દર્શન વિશુદ્ધિ અર્થે કહે છે - • સૂત્ર - ૩૨૧ - (લોકો કહેશે કે -) આજે જિનવર તો દેખાતા નથી. જે માર્ગદર્શક છે, તેઓ પણ એકમત દેખાતા નથી. તને આજે ન્યાયમાર્ગ ઉપલબ્ધ છે. તેથી ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર • વિવેચન - ૩૨૧ - જા - તીર્થકર, આ કાળમાં જોવા મળતા નથી. માર્ગો ઘણા છે, તે દ્રવ્યથી - નગર આદિના માર્ગ, ભાવથી સાતિશય શ્રુતજ્ઞાન - દર્શન - ચાત્રિરૂપ મુક્તિમાર્ગ, તેમાં અહીં ભાવમાર્ગ ગ્રહણ કરાય છે. માર્ગીપણાના અર્થથી મુક્તિમાર્ગ, જે જિનવરો વડે કહેવાયેલ છે, તે ઉપલબ્ધ છે. અહીં કહેવાનો આશય આ છે - ભલે, હાલ જિનવર દેખાતા નથી. પણ તેમનો ઉપદેશાવેલ માર્ગ દેખાય છે. આવા પ્રકારનો માર્ગ અતીન્દ્રિયાર્થદર્શી જિનવર વિના સંભવતો નથી, તેથી અસંદિગ્ધ ચિત્તથી ભાવીત હોવાથી ભવ્યો પ્રમાદ ન કરવો. હાલ મને નિશ્ચિત મુક્તિ નામક લાભ પ્રયોજન માર્ગ મળેલ છે. તેથી હે ગૌતમ ! કેવળજ્ઞાન ઉત્પન્ન થશે કે નહીં એવા સંશય - વિધાનથી પ્રમાદી ન થા. અથવા ત્રિકાળ વિષયવથી આ ઉપદેશ છે. તેથી આ પ્રમાણે અર્થ જાણવો - જેમ આધ માર્ગોપદેશક નગરને ન જોવા છતાં પણ માગને અવલોકતા, તેને અવિચ્છિન્ન ઉપદેશથી તેનું પામવાપણું નિશ્ચિત કરે છે. તથા જો કે અહીં જિનના ઉપલક્ષણથી મોક્ષ પણ દેખાતો નથી. તો પણ તેમના દ્વારા કહેવાયેલ માર્ગ-મોક્ષ તેના સૂત્રપણાથી દેશક તે માર્ગદર્શક દેખાય છે. તેથી તેનું પણ તેને પ્રાપકત્વ મેં ન જોયેલ છતાં ભાવિ ભવ્યો વડે નિશ્ચિત કરવું. તેથી આ ભાવિ ભવ્યોને ઉપદેશ કરાય છે. - *- આ જ અર્થમાં ફરી ઉપદેશ કહે છે. • સૂત્ર - ૩૨૨ - કંટક આકીર્ણ માર્ગ છોડીને તું સ્વચ્છ રાજમાર્ગ ઉપર આવી ગયેલ છો. તેથી દેઢ શ્રદ્ધાથી આ માર્ગે ચાલ. ક્ષણ માત્ર પ્રમાદ ન કર, • વિવેચન - ૩૨૨ - પૃથક્ કરીને, પરિહરીને કે અવશોધીને શું? કંટક પંથને - દ્રવ્યથી બબૂલના Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૩૨૩ ' કાંટા આદિ, ભાવથી ચરક આદિ કુશ્રુતથી આકુળ એવો માર્ગ, પછી તું અનુપ્રવિષ્ટ થઈશ, ક્યાં ? માર્ગે, મહા અંતવાળા કે મોટા આલય આશ્રમ તે મહાલય, તે દ્રવ્યથી રાજમાર્ગ અને ભાવથી મહત્ તીર્થંકર આદિ વડે પણ આશ્રિત સમ્યક્ દર્શનાદિ મુક્તિ માર્ગ, તેમાં કોઈ ઉતરીને પણ માર્ગે ન જાય, તેથી કહે છે - માર્ગે જા. પાછો ઉભો જ ન રહી જતો. સમ્યગ્ દર્શનાદિ અનુપાલના વડે મુક્તિમાર્ગ ગમન પ્રવૃત્તપણાથી થાઓ. ત્યાં પણ અનિશ્ચયમાં અપાયની પ્રાપ્તિ જ થાય છે, તેથી કહે છે - વિનિશ્ચિત કરીને, તેમાં જ પ્રવૃત્ત થઈને, હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. એ પ્રમાણે પૂર્વે દર્શન વિશુદ્ધિથી માર્ગનો સ્વીકર કરીને, તેની પ્રતિપત્તિ છતાં પણ કોઈને અનુતાપ સંભવે છે, તેને નિરાકૃત કરવા કહે છે - • સૂત્ર - ૩૨૩ - નિર્બળ ભારવાહક જેમ વિષમમાર્ગે જઈને પશ્ચાત્તાપ કરે છે, હે ગૌતમ ! તેમ તું તેની માફક વિષમ માર્ગે ન જા, અન્યથા પછી પસ્તાવો થશે. તેથી ગૌતમ ! સમય માત્ર પ્રમાદ ન કર. • વિવેચન ૩૨૩ અબૅલ – શરીર સામર્થ્ય વિધમાન ન હોવું તે. યથા - - આ ઉપમા છે, ભારને વહે છે તે ભારવાહક. માઁ - નિષેધ અર્થમાં છે. આ વિષમ માર્ગ મંદ સત્ત્વવાળાને અતિ દુસ્તર છે. તે માર્ગે પ્રવેશ કરે. અંગીકાર કરેલ ભારને છોડીને, તે કાળ પછી પશ્ચાતાપ કરે છે. અહીં એમ કહેવા માંગે છે કે - જેમ કોઈ દેશાંતર ગયેલો ઘણાં ઉપાયોથી સુવર્ણ આદિને ઉપાર્જીને પોતાના ઘર તરફ આવતા, અતિ ભીરુપણાથી અન્ય વસ્તુમાં રાખેલ સુવર્ણ આદિને પોતાના મસ્તકે આરોપીને કેટલાંક દિવસ સારી રીતે વહન કરે છે. ત્યાર પછી ક્યારેક ખાડા-ટેકરાદિ વાળા માર્ગમાં અહો ! હું આ ભારથી આક્રાંત છું એમ વિચારી તેને છોડીને પોતાના ઘેર આવે છે. અત્યંત નિર્ધનતાથી અનુતાપ પામે છે. - “કેમ મેં મંદભાગ્યથી તે સુવર્ણાદિનો ત્યાગ કરી દીધો ?’' એ પ્રમાણે તું પણ પ્રમાદ પર થઈને ત્યજેલા સંયમ ભારવાળો ન થા. ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદી ન થા. - ૭૯ - આ ઘણું છે, હજી તો અલ્પ જ નિસ્તારેલ છે. નિસ્તારીશ એમ વિચારતા ઉત્સાહભંગ પણ થાય છે, તેને દૂર કરવા કહે છે - ૩૨૪ - - • સૂત્ર તે મહાસાગરને તો પાર કરી દીધો છે. હવે કિનારા પાસે આવીને કેમ ઉભો છે? તેને પાર કરવામાં ઉતાવળ કર. હે ગૌતમ ! ક્ષણ માત્ર પણ તું પ્રમાદ ન કર. • વિવેચન ૩૨૪ તું તીર્થ છો. કોને ? મોટા ભારે સમુદ્રને. અહીં કિ પ્રશ્ન અર્થમાં, પુન: વાક્ય ઉપન્યાસ માટે છે. તેથી કિનારો પામીને શા માટે ઉભો છે ? અહીં શું કહેવા માંગે છે ? Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ભાવની ઉત્કૃષ્ટ સ્થિતિ કે કર્મોને ભાવથી સમુદ્ર કહે છે. તે બંને પ્રકારે પણ તેં પ્રાય: ઉત્તીર્ણ કરેલો જ છે. હવે કીનારે આવીને શા માટે દાસીન્યને ધારણ કરે છે ? આશય એ છે કે • હવે તારે આ ઉચિત નથી. પરંતુ અભિમુખતાથી પર તીર – ભાવથી મુક્તિપદે જવાને શીઘ - ઉતાવળો થા. તે માટે ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદી ન થા. હવે જો થાય કે - મારામાં પારપ્રાપ્તિની યોગ્યતા જ નથી, તેથી કહે છે - અથવા બાકીના શિષ્યોની અપેક્ષાથી આ અપ્રમાદનું શું ફળ છે? તેથી ફરી-ફરી આ પ્રમાણે ઉપદેશ આપે છે, તે કહે છે - • સૂત્ર - ૩૫ - તું દેહમુક્ત સિદ્ધત્વને પ્રાપ્ત કરાવનારી ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થઈને ક્ષેમ, શિવ અને અનુત્તર સિદ્ધિલોકને પ્રાપ્ત કરીશ. તેથી હે ગૌતમાં ક્ષણ માત્ર પણ સમયનો પ્રમાદ ન કર, • વિવેચન - ૩૫ - કલેવર - શરીર, જેમાં શરીર વિધમાન નથી તે અક્કેવરસિદ્ધ, તેની શ્રેણી વત્ શ્રેણી, જેનાથી ઉત્તરોત્તર શુભ પરિણામ પ્રતિ રૂપપણાથી, તેઓ સિદ્ધિપદને આરોહે છે, તે ક્ષપક શ્રેણીને આરૂઢ થા. અથવા કડેવર - તે એકેન્દ્રિય શરીરો, તન્મયપણાથી તેમની શ્રેણી - તે કડેવર શ્રેણિ • વંશઆદિથી વિરચિત પ્રાસાદાદિના આરોહણ હેતુ. તે નહીં પણ જે અકડેવર શ્રેણિ અનંતરોક્ત રૂપ છે. તેને આરોહીને અથવા ઉત્તરોત્તર સંયમ સ્થાનની પ્રાપ્તિરૂપ છે, તેને આરોહીને સિદ્ધિ નામના લોકમાં, હે ગૌતમ ! તું જઈશ. આ સંશયના વ્યવચ્છેદના ફળપણાથી તું જઈશ જ. ક્ષેમ - પરચક્ર આદિ ઉપદ્રવ રહિત, શિવં - સંપૂર્ણ દૂરિતાના ઉપશમથી. અનુત્તર - જેને બીજું કોઈ ઉત્તર - પ્રધાન નથી તે અનુતર અર્થાત્ સર્વોત્કૃષ્ટ. એમ હોવાથી હે ગૌતમ ક્ષણ માત્ર પ્રમાદ ન કર, હવે નિગમન કરવાને ઉપદેશ સર્વસ્વ કહે છે - • સૂત્ર - ૩૨૬ - બુદ્ધ અને પરિનિવૃત્ત થઈને સંયતભાવથી તું ગામ અને નગરમાં વિચરણ કર. શાંતિમાની વૃદ્ધિ કર. ક્ષણમાત્ર પ્રમાદ ન કર, • વિવેચન - ૩૨૬ - બુદ્ધ - હેય આદિ વિભાગને ક્ષણનાર, રનિવૃત્ત - કપાય અગ્નિના ઉપશમનથી ચોતરફ શીતીભૂત થઈ સંયમનું સેવન કર. ગામમાં કે નગરમાં રહે. ઉપલક્ષણથી અરણ્ય આદિમાં રહે. અહીં એવું કહેવા માંગે છે કે - બધામાં અનાસક્ત થઈને રહે. સંયત - સમ્યક રીતે પાપસ્થાનોથી ઉપરત - અટકેલ. જેના બધાં દુરિતો શાંત થયેલા છે તે શાંતિ - નિર્વાણ, તેનો માર્ગ- પન્થ અથવા શાંતિ એટલે ઉપશમ. તે જ મુક્તિ હેતુપણાથી માર્ગ છે, તેવો શાંતિ માર્ગ. દશવિધ ધર્મોપલક્ષણ શાંતિનું ગ્રહણ કરવું. તેની બૃહણા કર એટલે કે ભવ્યજનોને પ્રરૂપવા વડે વૃદ્ધિને પમાડ. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૩૨૭ • સૂત્ર - ૩૨૭ - અર્થ અને પદથી સુશોભિત તથા સુકથિત બુદ્ધની - ભગવંત મહાવીરની વાણીને સાંભળીને, રાગ અને દ્વેષનું છેદન કરીને ગૌતમ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયા. તેમ હું કહું છું. • વિવેચન - ૩ર૭ - બુદ્ધ - કેવળજ્ઞાન વડે આલોક - અવલોકિત સમસ્ત વસ્તુતત્વના પ્રકમથી શ્રીમન મહાવીરના ભાષિત- વાણીને સાંભળીને, કેવી રીતે કહેલ?) શોભન - એવા નયાનુગ તત્ત્વાદિ પ્રકારણથી કહેવાયેલ - પ્રબંધથી પ્રતિપાદિત તે સુકથિત. તેથી જ અર્થ વડે પ્રધાન પદો તે અર્થપદો. તેના વડે ઉપશોભિત એટલે કે જાતશોભમર્થપદથી ઉપશોભિત. રાગ એટલે વિષયાદિની આસક્તિ અને દ્વેષ એટલે અપકારિણી અને અપ્રીતિ સ્વરૂપ. આવા રાગ અને દ્વેષ બંનેનું છેદન કરીને - બંનેને દૂર કરીને સિદ્ધિ ગતિ - મુક્તિ ગતિ પ્રાપ્ત થયા. કોણ મુક્તિ ગતિને પ્રાપ્ત થયું ? ઇંદ્રભૂતિ નામના ભગવંતના પહેલા ગણધર, ઇતિ - પરિસમામિ અર્થમાં છે. બ્રવીતિ - પૂર્વવત્ જાણવું એ પ્રમાણે અનુગમ કહ્યો. નયો પણ પૂર્વવત્ જાણવા. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૦ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ 33/] Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ અધ્યયન - - X X 0 દશમું અધ્યયન કહ્યું. હવે અગિયારમું કહે છે. આનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં અપ્રમાદ રહેવા માટે અનુશાસન કહ્યું. તે વિવેકીને જ વિચારવું શક્ય છે. વિવેક બહુ શ્રુતની પૂજાથી જન્મે છે. તેથી બહુશ્રુતપૂજા કહે છે. આ સંબંધથી આવેલા આ અધ્યયનમાં યાવત્ નામ નિષ્પન્ન નિક્ષેપમાં બહુસૂત્રપૂજા કે બહુશ્રુતપૂજા નામ છે. તેથી તેના નિક્ષેપને પ્રતિપાદિત કરવાની ઇચ્છાથી નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ ૩૧૭ વિવેચન ગૅડુ - ઘણું, સુય - સૂત્ર કે શ્રુત. તેની પૂજા. આ ત્રણે પદોના નામ આદિ ચાર પ્રકારે નિક્ષેપા થાય છે. તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્યથી હુ તે દ્રવ્યબહુત્વ, તેનાથી ઘણાં જીવ - ઉપયોગ લક્ષણ, પુદ્ગલ - સ્પર્શાદિ લક્ષણ, ચ શબ્દથી પુદ્ગલોનું જીવની અપેક્ષાથી બહુતરત્વ બતાવે છે. તે પણ એકૈક સંસારીજીવ પ્રદેશમાં અનંતાનંત જ હોય છે. જીવપુદ્ગલો જ ‘દ્રવ્યબહુ’ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશના એક દ્રવ્યત્વથી અને કાળના પણ તત્ત્વપણાથી સમયરૂપત્વથી બહુત્વનો અભાવ છે. • નિયુક્તિ - ૩૧૧ વિવેચન ભાવ બહુત્વથી બહુક ચૌદ પૂર્વે - ઉત્પાદપૂર્વ આદિ અનંત ગમ યુક્ત છે. તેમાં ગમ - જેના વડે વસ્તુસ્વરૂપ જણાય તે. ગમ - વસ્તુ પરિચ્છેદ પ્રકારો નામ આદિ, તેના વડે યુક્ત અને ઉપલક્ષણથી પર્યાય આદિ લેવા. આના વડે તદાત્મકપણાથી પૂર્વેનું પણ આનંત્ય કહ્યું. આ કાય ભાવમાં વર્તે છે, જેનાથી ‘ભાવબહુ’ કહેવાય ? તે કહે છે - ‘ભાવ’ આત્મપર્યાયમાં ક્ષાયોપશનિકમાં ચૌદ પૂર્વે વર્તે છે. ક્ષાયિક ભાવમાં કોઈ ‘ભાવબહુ’ કેમ નથી ? છે, તે કહે છે - કર્મના ક્ષયથી ઉત્પન્ન અને અનંત પર્યાયપણાથી કેવળજ્ઞાન પણ ભાવબહુક છે. ‘બહુ’ કહ્યું. હવે સૂત્ર કે શ્રુત કહે છે - . ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ બહુશ્રુત પૂજા - ૧૧ - X • નિયુક્તિ - ૩૧૨ - વિવેચન દ્રવ્યસૂત્ર કે દ્રવ્યશ્રુત, તેમાં પહેલું પુંડજ આદિ, બીજું કહે છે - દ્રવ્યશ્રુત - તે અક્ષરરૂપપણે ન્યસ્ત, પુસ્તકાદિમાં છે તે. બોલાતું પણ દ્રવ્યશ્રુત કહેવાય છે. ભાવશ્રુત બે ભેદે - સમ્યક્ શ્રુત અને મિથ્યા શ્રુત. તેનું સ્વરૂપ - વિવેચન • નિયુક્તિ - ૩૧૩, ૩૧૪ ભવમાં કે ભવ્ય, આમની સિદ્ધિને ભવસિદ્ધિ કે ભવ્યસિદ્ધિક. આ જ પ્રાણીઓ સમ્યક્ દૃષ્ટિ છે. જે શ્રુત ભણે છે, તે સમ્યક્શ્રુત શબ્દથી પ્રક્રમથી ભાવશ્રુત કહેવાય છે. (શંકા) બોલાવવાપણાથી તેને દ્રવ્યશ્રુતત્વ કેમ ન કહ્યું ? આના વડે આનાથી જનિત ઉપયોગ જ ઉપલક્ષિત કરેલ છે, માટે દોષ નથી. આ પ્રમાણે બીજે પણ વિચારવું. તેનું માહાત્મ્ય કહે છે - આઠ પ્રકારના કર્મોને દૂર કરનાર. હવે મિથ્યાશ્રુત કહે છે - મિથ્યાર્દષ્ટિ જીવો અહીં પણ ભવ્ય જીવો જ લેવા. જો અભવ્યો લેશે તો મિથ્યાશ્રુત શબ્દથી અહીં પણ ભાવશ્રુત કહેલ છે, તેવો સંબંધ થશે. કર્મ - જ્ઞાનાવરણ આદિ સ્વીકાર કરાય છે, B Page #84 -------------------------------------------------------------------------- ________________ આધ્ય. ૧૧ ભૂમિકા કર્માદાન - કર્મ ઉપાદાન હતુ. તે શ્રત કહ્યું. હવે ‘પૂજા' - તે પણ નામાદિ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં પહેલાં બે સુગમ છે. હવે દ્રવ્યપૂજા કહે છે - • નિર્યુક્તિ - ૩૧૫ - વિવેચન ઈશ્વર - દ્રવ્યપતિ, તલવર - પ્રભુ સ્થાનીય, નગરાદિ ચિંતક, મંડળ - જળદુર્ગ, તેમાં થાય તે માંડલિક તેનો ભોક્તા. આ ઈશ્વરાદિ ત્રણે તથા શિવ - શંભુ, ઇન્દ્ર - શક્ર, સ્કંદ - કાર્તિકેય, વિષ - વાસુદેવ. આ બધાંની જે પૂજા કરાય તે દ્રવ્ય નિક્ષેપને આશ્રીને થાય છે, તેથી દ્રવ્યપૂજા. દ્રવ્યથી પણ ભાવપૂજાનો હેતુ કહે છે. આ દ્રવ્યથી અપ્રધાન કે પૂજા તે દ્રવ્યપૂજા. - 1- આ દ્રવ્ય શબ્દના અનેકાર્થત્વના સૂચકપણાથી કહ્યું. હવે ભાવપૂજા કહે છે - • નિર્યુક્તિ - ૩૧૬ - વિવેચન તીર્થકર - અરહંત, કેવલી - સામાન્યથી ઉત્પન્ન કેવળજ્ઞાનવાળા, સિદ્ધ, આચાર્ય, સર્વ સાધુ. એ બધાંની જે પૂજા કરાય છે, તે પૂજા ભાવનિક્ષેપને આશ્રીને થાય છે. કિલ - શબ્દ પરોક્ષ આપ્તવાદસૂચક છે. તીર્થકરાદિ પૂજા બધી પણ ક્ષાયોપશમિકાદિ ભાવવત જ હોય છે, તેથી ભાવપૂજા જ છે. જે પુષ્પાદિ પૂજામાં દ્રવ્યસ્તવ કહ્યું તે દ્રવ્યપુષ્પાદિ વડે સ્તવ, તે સંપૂર્ણ ભાવસ્તવના કારણપણાથી છે. હવે પ્રસ્તુત ઉપયોગ કહે છે • નિયુક્તિ - ૩૧૭ - વિવેચન જે ચૌદપૂર્વધર છે, સમસ્ત જે આ કારાદિ અક્ષરો છે, તેમની તે તે અર્થની અભિધાયક્તાથી સાંગત્યથી ઘટનાકરણ તે સવક્ષર સંનિપાત, તે અધિગમ વિષયપણાથી જેનામાં વિધમાન છે, તે આ સર્વાક્ષર સંનિપાત. નિપુણ - કુશલ, જે ચૌદપૂર્વીની પૂજા - ઉચિત પ્રતિપત્તિરૂપ છે, ઉપલક્ષણ થકી આ શેષ બહુશ્રુતોની પૂજા. પ્રાધાન્યથી આનું જ ઉપાદાન છે. નિશ્ચિત તે ભાવવિષયક છે. બહુશ્રુત પૂજા લક્ષણથી ભાવપૂજા વડે અહીં અધિકાર છે. આ પ્રમાણે નામનિષ્પન્ન નિક્ષેપ કહો. હવે સૂત્ર કહેવું જોઈએ - • સૂત્ર - ૩૨૮ - સાંસારિક બંધનોથી રહિત, ગૃહત્યાગી ભિક્ષના આકારનું હું યથાક્રમે કથન કરીશ. તે તમે મારી પાસેથી સાંભળો. • વિવેચન - ૩૨૮ - સંયોગથી વિપ્રમુક્ત અણગાર ભિક્ષના આચાર એટલે આચરણ, ઉચિત ક્રિયા, વિનય. વૃદ્ધો કહે છે - આચાર, વિનય એ એનાર્થક છે. અને તે અહીં બહુશ્રુત પૂજારૂપ જ ગ્રહણ કરાય છે. કેમકે તેનો જ અહીં અધિકાર છે. તો હું અનુક્રમ પ્રગટ કરીશ. તેને હું કહું છું, તે સાંભળો. આ બહુશ્રુતપૂજા કહી. તે બહુશ્રુત સ્વરૂપ પરિજ્ઞાન જ કરવા સમર્થ છે. બહુશ્રુતનું સ્વરૂપ તેના વિપર્યયના પરિજ્ઞાનમાં તદ્વિવિક્ત સુખથી જ જણાય છે. તેથી અબહુશ્રુતનું સ્વરૂપ કહે છે - Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - ૩ર૯ - જે વિધાહીન છે, (વિધાવાન હોવા છતાં) સહકારી, લુબ્ધ, અનિગ્રહ, વારંવાર અસંબદ્ધ બોલનાર છે, તે અબહુશ્રુત છે. • વિવેચન - ૩૨૯ • જે કોઈ વિધાથી રહિત હોય - સમ્યફ શાસ્ત્રના અવગમ વગરનો એટલે કે નિર્વિધ હોય, એfપ શબ્દથી વિધવાળો હોય, તો પણ જે અહંકારી છે, રસ આદિ ગૃદ્ધિવાળો છે, જેને ઇંદ્રિયનું નિયમન વિધમાન નથી તેવો અનિગ્રહ, વારંવાર પ્રાબલ્યથી અસંબદ્ધ ભાષિતાદિ રૂપથી બોલ બોલ કરે છે, વિનપરહિત છે. તેના નિત્ય અભિસંબંધથી તે અબહુશ્રુત કહેવાય છે. વિધા સહિત હોવા છતાં તેનું અબહુશ્રુતત્વ બાહઋત્ય ફળના અભાવથી છે, તેમ વિચારવું. આનાથી વિપરીત અર્થથી “બહુશ્રુત' કહેવાય છે. આવું બહુશ્રુતત્વ કે બહુશ્રુતત્વ કઈ રીતે પ્રાપ્ત થાય છે ? • સૂત્ર - ૩૩૦ થી ૩૩ર - પાંચ કારણે શિક્ષા પ્રાપ્ત ન થાય - અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ, આળસ... આ આઠ સ્થાનોમાં વ્યક્તિ શિક્ષાશીલ થાય છે - (૧) હસી મજાક ન કરે, (૨) સાદા દાંત રહે. (૩) મદઘાટન ન કરે. (૪) આશીલ ન હોય. (૫) વિશીલ ન હોય. (૬) અતિલોલુપ ન હોય. (૭) અકોલી હોય. (૮) સત્યરત હોય. • વિવેચન - ૩૩૦ થી ૩૩ર - પાંચ સંખ્યક સ્થાનોમાં કર્મવશ જીવો રહે છે, તે સ્થાનો. તેથી - કહેવાનાર હેતુ વડે શિક્ષણ તે શિક્ષા - ગ્રહણ આસેવનરૂપ પામતા નથી. તેના વડે આવા પ્રકારે અબહુશ્રુતત્વ પામે છે. કોના વડે તે પ્રાપ્ત ન થાય? માનથી, કોપથી, મધવિષયાદિ પ્રમાદથી, કુષ્ઠાદિ રોગથી, આળસથી શિક્ષા ન પામે. આના સમસ્ત કે વ્યસ્ત હેતુત્વને જણાવે છે. આ અબહઋતત્વ હેતુને જણાવિને હવે બહુ ઋતત્વ હેતુ કહે છે- આઠ સ્થાનો વડે શિક્ષામાં સ્વભાવ જેને છે કે શીક્ષાનો અભ્યાસ કરે છે તે શિક્ષાશીલ - બે પ્રકારે શિક્ષા અભ્યાસ કરેલ. તીર્થકર, ગણધરાદિ વડે કહેવાયેલ છે, તે જ કહે છે - (૧) ન હસવાના સ્વભાવવાળો, સહેતુક કે અહેતુક હસતા નથી. (૨) સર્વકાળ ઇંદ્રિય અને નોઇંદ્રિયને દમનાર, (૩) બીજાને અપભ્રાજનાકારી કુલિત જાતિ આદિનું ઉદ્ઘાટન ન કરે. (૪) શીલ રહિત કે સર્વથા વિનષ્ટ ચાસ્ત્રિ ધર્મ ન હોય. (૫) વિરૂપશીલ, અતિયાર કલુષિત વ્રતવાળા ન હોય. (૬) અતિ રસ લંપટ ન હોય. (૭) અપરાધી કે નિરપરાધી પ્રત્યે કથંચિત ક્રોધ ન કરે. (૮) સત્ય - અવિતથ ભાષણમાં રક્ત. આ આઠ ગુણોવાળો શિક્ષાશીલ કહેવાય છે. તે જ બહુશ્રુત થાય છે. અહીં સ્થાનના પ્રકમમાં આ પ્રમાણે અભિધાન ધર્મ અને ધર્મના કંઈક Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૧/૩૩૦ થી ૩૩ર અનન્યત્વને જણાવવા માટે છે. વિશેષ કથનથી કવચિત, કોઈકને અંતર્ભાવ સંભવમાં પણ પૃથક ઉપાદાન, તેને પરિહાર આગળ પણ કહેવો. અબહુશ્રુતત્વ કે બહુશ્રુતત્વમાં અથવા અવિનય કે વિનયમાં મૂળ કારણ તત્ત્વથી ઉક્ત હેતુમાં આનો અંતર્ભાવ છે તે માટે અવિનીત અને વિનીતનું સ્વરૂપ જાણ્યા વિના તે જાણવા શક્ય નથી, તેથી કહે છે - • સૂત્ર - ૩૩૩ થી ૩૪૦ - ચૌદ સ્થાને વ્યવહાર કરનાર સંવત મુનિ અવિનીત કહેવાય. અને તે નિવણ ન પામે. (૧) ભિક્ષણ ક્રોધી હોય. (૨) ક્રોધને લાંબો સમય ટકાવે. (૩) મિત્રતાને હરાવે, (૪) શ્રત પામીને અહંકાર કરે, (૫) બીજાનો પાપ પરિક્ષપી, (૬) મિત્રો પર ક્રોધ કરનાર, (૭) પ્રિય મિત્રોની પણ એકાંતમાં બુરાઈ કરે છે. (૮) અસંબદ્ધ પ્રલાપ કરે, (૯) દ્રોહી, (૧૦) અભિમાની, (૧૧) રસ લોલુપ, (૧૨) અજિતેન્દ્રિયા, (૧૩) આસંવિભાગી, (૧૪) આમીતિકર છે, તે અવિનિત છે. પંદર સ્થાને તે સુવિાનિત કહેવાય છે - (૧) જે નમ્ર છે, (૨) અસપલ છે, (૩) સામાસી, (૪) અકુતુહલી, (૫) કોઈની નિંદા ન કરનાર, (૬) ક્રોધને લાંબો સમય પકડી ન રાખે, (૭) મિત્રો પ્રતિ કૃતજ્ઞ, (૮) શ્રતને પામીને અહંકાર ન કરે. (૯) પાપ પરિક્ષેપી ન હોય, (૧૦) મિઓ ઉપર ક્રોધ ન કરે. (૧૧) અપ્રિય મિત્રને માટે પણ એકાંતમાં કલ્યાણની વાત કરે. (૧) વાફ કલહ અને મારપીટ ન , (૧૩) અભિજાત હોય, (૧૪) લજ્જશીલ હોય, (૧૫) પ્રતિસંલીન હોય, તે સાધુને વિનીત કહેલ છે. • વિવેચન - ૩૩૩ થી ૩૪૦ - ચૌદ સ્થાનોમાં રહેલો સંયત અવિનીત કહેવાય છે. તેવો તે મોક્ષ અને ચ શબ્દથી આ જ્ઞાનાદિને પામતો નથી. તે ૧૪ સ્થાનોમાં આ છે - (૧) તે વારંવાર કે ક્ષણે ક્ષણે કે અનવરત ક્રોધી હોય અને નિમિત્ત હોય કે ન હોય તે ક્રોધિત જ રહે છે. (૨) વિકથાદિમાં કે વિચ્છેદથી પ્રવર્તન કે પ્રબંધન કરે છે. (૩) મિત્રતા કરવા છતાં પણ, મિત્ર- આ મારો છે, તેમ ઇચ્છવા છતાં પણ તેનો ત્યાગ કરે છે. - x• x x-(૪) મૃત - આગમ પણ પ્રાપ્ત કરીને અભિમાન કરે છે. - - - (૫) કથંચિત સમિતિ આદિમાં અલિત લક્ષણોથી આચાર્યાદિનો તિરસ્કાર કરે છે, એવો આચાર જેનો છે તે પાપ પરિક્ષેપી (૬) મિત્રો પરત્વે પણ, બીજાઓ ઉપર પણ ક્રોધ કરે. (૭) અતિવલ્લભને પણ, મિત્રના એકાંતમાં પણ પાપોને બોલે અર્થાતુ આગળ પ્રિય બોલે અને પાછળથી તેના અનાચારને પ્રગટ કરે છે. (૮) જે પ્રકીર્ણ - આમ તેમ અર્થાત અસંબદ્ધ બોલવાના સ્વભાવવાળો, પ્રકીર્ણવાદી છે, વસ્તુતત્ત્વ વિચારમાં પણ જે યત્કિંચિનાવાદી કહે છે. અથવા જે - આ પાત્ર છે કે પાત્ર છે, એમ પરીક્ષા કર્યા વિના જ કંઈક અધિગત શ્રત રહસ્યને કહેવાનો સ્વભાવ જેનો છે તે પ્રકીર્ણવાદી. (૯) દ્રોગ્ધ - દ્રોહણશીલ, મિત્ર પ્રતિ પણ અદ્રોહ Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ કરનાર. (૧૦) હું તપસ્વી છું ઇત્યાદિ અભિમાન કરનાર, (૧૧) અન્ન આદિમાં અભિકાંક્ષાવાનું (૧૨) અનિગ્રહ, (૧૩) સંવિભાગ ન કરવાના સ્વભાવવાળો, અસંવિભાગી આહારદિ પ્રાપત કરીને બીજાને કંઈપણ ન આપે પરંતુ પોતાને જ પોષનાર હોય. (૧૪) અપ્રીતિકર - જોનાર, સાંભળનાર બધાને અપ્રીતિ જ ઉત્પાદિત કરે છે. આવા પ્રકારનો દોષયુક્ત હોય તેને અવિનિત કહે છે. આ પ્રમાણે અવિનિત સ્થાનોને જણાવીને વિનીત સ્થાનોને કહે છે - પંદર સ્થાનો વડે શોભન વિનયથી યુક્ત સુવિનિત કહેવાય છે. તેને જ કહે છે - નીચ - અનુદ્ધ જે રીતે થાય, એ પ્રમાણે નીચી શય્યાદિમાં વર્તે છે તે નીયવર્તી, ગુરુની નીચે વર્તે છે તે. અચપલ - આરંભેલા કાર્ય પ્રતિ અસ્થિર અથવા અપચલ - ગતિ, સ્થાન, ભાષા, ભાવ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં ગતિચપલ તે દ્રાચારી, સ્થાનચપલ તે બેઠો હોય તો પણ ચાલતો હોય તેમ રહે, ભાષાચલ - અસતુ, અસભ્ય, અસમીક્ષ્ય, અદેશકાળ પ્રલાપી ભેદથી ચાર પ્રકારે છે. અસત્ - અવિધમાન, અસભ્ય - ખર પુરુષાદિ, અસમીક્ષ્ય - આલોચના કર્યા વિના બોલનારો. ચોથો અદેશકાલપ્રલાપી - કાર્ય વીતી ગયા પછી જે બોલે - જો આમ હોય તો ત્યાં દેશ કે કાળમાં આમ કરત તો સુંદર થાત. ભાવચપલ - સૂત્રમાં કે અર્થમાં અસમાપ્ત જ જે બીજું ગ્રહણ કરે છે. અમારી – મનોજ્ઞ આહારાદિ પામીને ગુરુ આદિને વંચક ન થાય. અકુતૂહલ - કુટુક ઇન્દ્રજાલાદિ અવલોકનથી પર, અલ્પ – સ્તોક, તિરસ્કાર કરે અર્થાત અલ્પ એવા જ શબ્દ કે અભાવવચનાથી તિરસ્કાર કરે છે. એટલે કે કોઈને તિરસ્કાર કરતો જ નથી. મિત્રોને ઉપકાર કરે, પણ પ્રતિ ઉપકાર પ્રતિ અસમર્થ ન બને - કે કૃતઘ્ન ન બને, શ્રત પામીને અભિમાન ન કરે, પણ મદના દોષોને જાણીને વધારે નમ્ર થાય. પાપ પરિક્ષેપી ન થાય, મિત્રો પરત્વે કૃતજ્ઞતાથી કથંચિત અપરાધમાં પણ કોપ ન કરે. અપ્રિય એવા મિત્રના રહસ્યમાં પણ કલ્યાણ જ બોલે, - x- પણ તેના દોષ ઉધાડા ન પાડે. કલહ - વાગ્યાથી વિગ્રહ અને ડમર - પ્રાણઘાત આદિ, તેનો વર્જક હોય. બુદ્ધબુદ્ધિમાન. અજાતિ - કુલિનતા. દ્ી - લજ્જા, તે જેને વિધમાન છે, તે ફ્રીમાન, કથંચિત કલુષ અધ્યવસાયતામાં પણ અકાર્ય આચરતા લજ્જા પામે. પ્રતિસલીન - ગુરુની પાસે કે અન્યત્ર કાર્ય વિના અહીં - તહીં પ્રવૃત્તિ ન કરે. - x આવો વિનીત કેવો થાય? • સૂત્ર - ૩૪૧ - સદા ગુરુકૂળમાં રહે, યોગ અને ઉપધાનમાં નિરત છે, પય કરનાર અને પરભાષી છે, તે શિક્ષા પ્રાપ્ત કરી શકે છે. • વિવેચન- ૩૪૧ - વસે એટલે કે રહે. ક્યાં ? સદા આચાર્યાવાદિના ગચ્છમાં, અર્થાત્ તેમની આજ્ઞામાં. જાવજીવ ગુરુ આજ્ઞામાં જ રહે. યોજવું તે યોગ - વ્યાપાર, અહીં પ્રકમથી ધર્મગત વ્યાપાર લેવો. અથવા યોગ - સમાધિ, તે જેને છે તે યોગવાન. ઉપઘાન - અંગ, અનંગ અધ્યયન આદિ. યથાયોગ આયંબિલાદિ તપો વિશેષ. તેનાથી યુક્ત, Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૧/૩૪૧ 69 જે જેના ઉપધાન કહ્યા, તેથી અન્યથા ન ભણે, ન સાંભળે. પ્રિયંકર - અનુકૂળ કરે છે. ક્યારેક કોઈક અપકાર કરે તો પણ પ્રતિકૂળ આચરણ ન કરે પણ પોતાના કર્મોનો જ દોષ વિચારે તેથી જ પ્રિયવાદી બને, કોઈ અપ્રિય બોલે તો પણ પ્રિય જ બોલવાના સ્વભાવવાળો. અથવા આચાર્યાદિને અભિમત આહારાદિ વડે અનુકૂલકારી, આચાર્યના અભિપ્રાયને અનુવર્તીને બોલે તે પ્રિયવાદી. તેમાં શો ગુણ છે ? શિક્ષા શાસ્ત્રાર્થ ગ્રહણ આદિ રૂપ. તેને પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે. આના વડે અવિનીત, આનાથી વિપરીત શિક્ષાને પામવાને યોગ્ય નથી, તેમ કહેલ છે તથા જે શિક્ષાને પામે તે બહુશ્રુત, બાકીના અબહુશ્રુત. • સૂત્ર - ૩૪૨ જેમ શંખમાં રાખેલ દુધ પોતાને અને પોતાને આધારના ગુણોને કારણે બંને તરફથી સુશોભિત રહે છે, તે જ રીતે બહુશ્રુત ભિક્ષુમાં ધર્મ, કીર્તિ અને શ્રુત પણ બંને તરફથી સુશોભિત રહે છે. • વિવેચન ૩૪૨ - જેમ શંખમાં રાખેલ દુધ બંને પ્રકારે અર્થાત્ માત્ર શુદ્ધતા આદિ સ્વસંબંધી ગુણ લક્ષણથી શોભે છે તેમાં તે કલુષ થતું નથી, ખટાશ પણ પકડતું નથી, સ્રવતું પણ નથી. આ જ પ્રકારે બહુશ્રુત ભિક્ષુમાં યતિધર્મ શ્લાધા તથા ધર્મકીર્તિવત્ આગમ શોભે છે. જો કે ધર્મકીર્તિ શ્રુત નિરૂપલેપતા આદિ ગુણોથી સ્વયં શોભાભાગી છે, તો પણ મિથ્યાત્વાદિ કાલુષ્યના વિગમથી નિર્મલતાદિ ગુણથી શંખની જેમ વિશેષથી શોભે છે. ઇત્યાદિ. શેષ સૂત્રાર્થવત્ સમજી લેવું. ફરી બહુશ્રુતને કહે છે - • સૂત્ર ૩૪૩ જે પ્રમાણે કંબોજ દેશના અશ્વોમાં કથક ઘોડા જાતિમાન અને વેગમાં *X*X* - શ્રેષ્ઠ હોય છે, તે પ્રમાણે જ બહુશ્રુત શ્રેષ્ઠ હોય છે. ♦ વિવેચન - ૩૪૩ - જે પ્રકારે કંબોજ દેશમાં થયેલાં અશ્વો શીલાદિ ગુણોથી વ્યાપ્ત છે, પ્રધાન છે, વેગવાળા છે. તે પ્રમાણે જિનધર્મને પામેલા વ્રતી કંબોજના અશ્વોની માફક, બીજા ધાર્મિકોની અપેક્ષાએ શ્રુત અને શીલાદિ વડે શ્રેષ્ઠ છે. • સૂત્ર ૩૪૪ - જેમ જાતિમાન્ અશ્વારૂઢ દંઢ પરાક્રમી શૂરવીર યોદ્ધા, બંને તરફ થનારા નાંદીઘોષથી સુશોભિત થાય છે, તેમજ બહુશ્રુત શોભે છે. ૭ વિવેચન - ૩૪૪ - જેમ જાત્યાદિ ગુણયુક્ત અશ્વ ઉપર સમ્યક્ રીતે બેસેલો, તે કદાચ ફાયર પણ હોય, તેથી કહે છે - શૂર, દૃઢ, પરાક્રમ - શરીર સામર્થ્યરૂપ છે તે તથા જમણી અને ડાબી બંને બાજુએ અથવા આગળ અને પાછળ બાર વાજિંત્રોના નિનાદ રૂપ વડે અથવા આશીર્વચન રૂપ નાંદી - ‘તમે ઘણું જીવો'' ઇત્યાદિ, તેના ઘોષથી, બંદિજનોના Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર કોલાહલરૂપ હોય. એ પ્રમાણે બહુશ્રુત થાય છે. અહીં શું કહેવા માંગે છે? જે પ્રમાણે આવો સૂર કોઈથી અભિભૂત થતો નથી, કે તેનો આશ્રિત બીજો કોઈ પણ અભિભૂત ન થાય. તેમ આ પણ જિનપ્રવચનરૂપ ઘોડા ઉપર બેસીને પરવાદી દર્શનમાં પણ ત્રસ્ત ન થાય, તેના વિજય પ્રતિ સમર્થ છે. દિવસ - રાત્રિ સ્વાધ્યાયના ઘોષ રૂપથી કે સ્વપક્ષ - પરપક્ષનો ઘોષ કે “તમે ઘણું જીવો" થાય છે તેને પરતીર્થિ પણ પરાભવ કરવા સમર્થ નથી. તેને આશરે રહેલાં બીજા પણ કોઈ જીતાતા નથી. - તથા - • સૂત્ર - ૩૪૫ - જે પ્રકારે હાથણીથી ઘેરાયેલ સાઈઠ વર્ષનો બળવાન હાથી કોઈથી પરાજિત થતો નથી, તે પ્રમાણે બહુશ્રુત પણ પરાજિત થતો નથી. • વિવેચન - ૩૪૫ - જેમ હાથણીઓ વડે પરિવૃત્ત જે છે તે, એકલો નહીં, તેવો હાથી, વળી સાઈઠ વર્ષના આયુવાળો, તેને જ આટલાકાળ સુધી પ્રતિવર્ષ બળનો સંગ્રહ કર્યો હોય, તેથી જ જેને આટલું શરીર સામર્થ્ય છે તે બળવાન થઈને અપ્રતિ હત થાય છે. અર્થાત બીજા મદમુખો વડે કે મતાંગ વડે પરાંમુખ કરાય છે. બહુશ્રુત આવો થાય છે. તે પણ બીજાના પ્રસારના નિરોધરૂપ ત્યાતિકી આદિ બુદ્ધિ અને વિવિધ વિધા વડે આવૃત્ત હોય, સાઈઠ વર્ષ વડે અત્યંત સ્થિરમતિ હોય, તેથી જ બળવાન પણાથી અપ્રતિ હત થાય છે. ઘણાં દર્શન હણનારાઓ વડે પણ પ્રતિહનન કરવો શક્ય બનતો નથી. બીજું • સૂત્ર - ૩૪૬ - જેમ તીણ શગડાવાળો, બળવાન સ્કંધ વાળો, જૂથાધિપતિ વૃષભ શોભે છે, તેવી રીતે (ગણાધિપતિ) બહુશ્રુત શોભે છે. • વિવેચન - ૩૬ - જેમ તે તીણ શીંગડા જેને છે તેવો, અત્યંત ઉપચિત થયેલા ઝંઘ જેના છે તેવો, ઉપલક્ષણથી સમગ્ર અંગોપાંગ ઉપસ્થિત હોય છે તેવો બળદ શોભે છે. વળી તે ગાયોના સમૂહનો અધિપતિ- સ્વામી થઈને રહ્યો હોય. બહુશ્રુત પણ તેવો થાય છે. તે પણ પરપક્ષને ભેદવાપણાથી સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રરૂપ શીંગડાવડે યુક્ત હોય, ગચ્છના મોટા કામોની ધુરાને ધારણ કરવા વડે જાત સ્કંધ હોય અને સાધુ આદિ સમૂહનો અધિપતિ આચાર્ય થઈને શોભે છે - વળી - • સૂત્ર - ૩૪૭ - જેમ તીક્ષણ દાઢ વાળો પૂર્ણ યુવા અને દુષ્પરાજેય સિંહ પશુઓમાં શ્રેષ્ઠ હોય છે તેમ જ બહુશ્રુત હોય છે. • વિવેચન - ૩૪૭ - જેને તીક્ષણ દાઢા છે, તેવો તે તીક્ષ્ણદં, ઉત્કટ કે ઉદગ્ર વય સ્થિત, તેથી દુષ્યધર્ષ-બીજા વડે દુરભિભવ સિંહ, વન્ય પ્રાણીમાં પ્રધાન થાય છે એવો બહુશ્રુત થાય. છે. આ પરપક્ષને ભેદન પણાથી તીક્ષ્ણ દાઢા રૂપ મૈત્રમાદિ નયોથી પ્રતિભા આદિ ગુણ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૧/૩૪૭ ૮ ૯ વડે ઉદગ્રતાથી દુરભિભવ છે, તેથી અન્યતીર્થી રૂપ મૃહસ્થાનીયોમાં પ્રવર છે. • સૂત્ર - ૩૪૮ - જેમ શંખ, ચક્ર, ગદાને ધારણ કરનાર વાસુદેવ અપરાજિત બળ વાળો યોદ્ધો હોય છે, તેમજ બહુશ્રુત પણ અપરાજિત બળશાળી હોય છે. . • વિવેચન - ૩૪૮ - જેમ તે વાસુદેવ પંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદ ગદાને વહન કરે છે તેથી શંખ ચક્ર ગદાધર થઈ બીજા વડે ખલના પમાડવી અશક્ય છે, સામર્થ્ય જેનું તેવો અપ્રતિહત બલ વાળો યોદ્ધો - સુભટ હોય છે તે પ્રમાણે બહુશ્રુત પણ સ્વાભાવિક પ્રતિભા પાગલખ્યવાળો અને શંખાદિ માફક સમ્યગ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિ વડે યુક્ત ચોદ્ધો - કર્મવેરી પરાભવી થાય. • સૂત્ર - ૩૪૯ - જેમ મહાન દિવાનું ચાતુરંત ચક્રવર્તી ચૌદ રત્નોનો સ્વામી હોય છે, તેમજ બહુશ્રુત પણ ચૌદ પૂર્વાના સ્વામી હોય છે. વિવેચન - ૩૪૯ - જેમ ચારે દિશા પર્યા, એક તરફ હિમાવાન અને ત્રણ દિશામાં સમુદ્ર, જેને છે તે ચતુરંત અથવા ચાર - ઘોડા, હાથી, રથ, મનુષ્યરૂપ અંતશત્રુવિનાશરૂપ જેને છે તે છ ખંડ ભરતનો અધિપતિ, મોટી સમૃદ્ધિવાળો, ચૌદ રત્નો - સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, હાથી, ઘોડો, વર્ધિક, સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકણિ; ખગ, દંડ તેનો અધિપતિ હોય એ પ્રમાણે બહુશ્રુત પણ આસમુદ્ર પૃથ્વી મંડલ ઉપર ખાતકીર્તિપણાથી ચાતુરંત કહેવાય છે. અથવા ચાર પ્રકારે દાનાદિ ધર્મ વડે કમરીને વિનાશ કરવાથી ચાતુરંત, આમષધિ આદિ ઋદ્ધિવાન પ્રલાક આદિ લબ્ધિવાન, સકળ અતિશય નિધાન ચૌદ પૂર્વો રૂપી ચૌદરત્નો યુક્ત હોય છે. • સૂત્ર - ૩૫૦ - જેમ સહસ્રાક્ષ, વજપાણિ, પુરંદર, શક દેવોનો અધિપતિ હોય છે, તે પ્રમાણે બહુશ્રુત હોય છે. • વિવેચન - ૩૫૦ - જેને હજાર આંખો છે તે સહસ્રાક્ષ, અહીં સંપ્રદાય એવો છે કે ઇંદ્રને ૫૦૦ મંત્રી દેવો હોય છે, તેમની બળે એટલે હજાર આંખો છે અથવા જે હજાર આંખો વડે જોવાય છે તેથી સહસ્રાક્ષ છે. વજ - તેનામનું આયુધ જેના હાથમાં છે તે વજપાણિ. લોકોક્તિથી પૂરને દારણ કરવાથી પુરંદર, એવો તે શક - દેવોનો સ્વામી છે તેવા બહુશ્રુત થાય છે તે પણ શ્રુતજ્ઞાન વડે સંપૂર્ણ અતિશય રત્નાનિધાન તુલ્યતાથી હજારો લોચન હોય તેમ જાણે છે. પૂ નો અર્થ શરીર પણ થાય, તે વિકૃત તપ અને અનુષ્ઠાનથી કર્તાને વિચારે છે તેથી પુરંદર છે. શક્રવત્ દેવો વડે ધર્મમાં અત્યંત નિશ્ચલતાથી પૂજાય છે ઇત્યાદિ. - x Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ૦ સૂત્ર - ૩૫૧ - જેમ અંધકારનાશક ઉદીયમાન સુર્ય તેજથી બળતો હોય તેવો લાગે છે, તે પ્રમાણે બહુશ્રુત પણ તેજસ્વી હોય છે. ૦ વિવેચન - ૩૫૧ - જેમ તે અંધારનો વિનાશ કરે છે તે તિમિર વિધ્વંસક ઉગતો સૂર્ય, તે જ ઉર્વ આકારામાર્ગને આક્રાતિત કરતો અતિ તેજસ્વીતાને પામે છે. - x- અથવા પહેલા ઉગતો સૂર્ય તીવ્ર હોતો નથી, એ પ્રમાણે તીવ્રતાનો અભાવ જણાવે છે, અન્યથા તેની તીવ્રતાનું ષ્ટાંત ન કહેત. કેવો તીવ થાય? તેજની જ્વાલાને છોડતો એવો, બહુશ્રુત પણ તેવા જ થાય, તે પણ અજ્ઞાનરૂપ તિમિરને નિવારનારા છે, સંયમ સ્થાનોમાં વિશદ્ધ વિશુદ્ધતર અધ્યવસાયથી અને તપના તેજથી ઝળહળતા હોય છે. • સૂત્ર - ૩૫૨ - જેમ નક્ષત્રોના પરિવારથી પરિવૃત્ત ચંદ્રમા પૂર્ણિમાએ પરિપૂર્ણ થાય છે, તે પ્રમાણે બહુશ્રુત પણ જ્ઞાનાદિની કળાથી પરિપૂર્ણ થાય. • વિવેચન - ૩૫ર - જે રીતે તે નક્ષત્રોનો સ્વામી - ઉડુપતિ, ચંદ્ર, અશ્વિની આદિ નક્ષત્રોથી, ગ્રહો અને તારાઓ વડે પરિસ્વારિત થઈને પ્રતિપૂર્ણ સમસ્ત કલાયુક્ત થાય. ક્યારે થાય ? પૂર્ણિમાને દિવસે. અહીં ચંદ્ર એમ કહેવાથી કોઈ ચંદ્ર નામવાળો પણ ગ્રહણ થાય તેથી ઉડુપતિ એવુ નામ ગ્રહણ કર્યું. કવચિત એકાકી સિંહ જેવો પણ હોય, તેથી વિશેષણ મૂક્યું - નક્ષત્ર પરિવારિત, તે પણ બીજ આદિનો નહીં, પણ પૂર્ણિમાનો લેવો, એ પ્રમાણે બહુશ્રુત લેવા. તે પણ નક્ષત્રોની માફક અનેક સાધુના અધિપતિ છે. તથા તે પરિવારિત સર્વકળા યુક્ત પણાથી પ્રતિપૂર્ણ હોય છે. - બીજું - • સૂત્ર - ૩૫૩ - જે પ્રકારે સામાજિક - વ્યાપારી આદિના કોઠાર સુરક્ષિત અને અનેક પ્રકારના ધાન્યોથી પરિપૂર્ણ હોય છે તે પ્રમાણે બહુશ્રુત પણ વિવિધ પ્રકારના સુતથી પરિપૂર્ણ હોય છે. • વિવેચન - ૫૩ - જેમ સમાજ - સમૂહ તેમાં સાથે એકઠા થાય તે સામાજિક - સમૂહવૃત્ત લોકો, અથવા અતસી આદિ અંગોના ઉપભોગાંગતાથી શ્યામ આદિ અંગરૂપ ધાન્ય, તે કોષ્ઠ ધાન્યનો પલ્ય, તેના અગાર કે આધાર રૂપ જે ગૃહ, ઉપલક્ષણથી અન્ય પણ પ્રભૂત ધાન્યસ્થાન, જ્યાં બળી જવા આદિના ભયથી ધાન્ય કોઠાર કરાય છે, તે કોઠાગાર કહેવાય છે. • x - = - તેને પ્રાણરિક પુરુષાદિ વ્યાપાર દ્વારથી પાલિત દસ્યમૂષિકાદિથી સુરક્ષિત અને તે કદાચ પ્રતિ નિયત ધાન્ય વિષય અપ્રતિપૂર્ણ હોય, તેથી કહે છે. અનેક પ્રકારના ધાન્યોથી ભરેલો, એ પ્રમાણે બહુશ્રુત પણ હોય. બહુશ્રુત પણ સામાજિક લોકોની જેમ ગચ્છવાસીને ઉપયોગી એવા વિવિધ ધાન્યોની જેવા Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૧/૩૫૩ અંગ, ઉપાંગ, પ્રકીર્ણકાદિ ભેદોથી શ્રુતસ્થાન વિશેષથી પ્રતિપૂર્ણ જ હોય છે. પ્રવચનના આધારપણાથી સુરક્ષિત હોય છે. - વળી - • સૂત્ર ૩૫૪ - અનાદંત દેવનું સુદર્શના નામે જંબૂ વૃક્ષ, જેમ બધાં વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય છે, તેમ બહુશ્રુત બધાં સાધુમાં શ્રેષ્ઠ હોય છે. • વિવેચન - ૩૫૪ - જેમ તે વૃક્ષો મધ્યે પ્રધાન જંબૂ નામે સુદર્શના છે, જેમ આ અમૃત ફળની ઉપમા અને દેવાદિ આશ્રય છે, તેવું કોઈ વૃક્ષ નથી. જો કે આ વૃક્ષનો ફળ વ્યવહાર તેની પ્રતિરૂપતાથી જ છે, વસ્તુતઃ તે પૃથ્વીકાયિક છે, વજ વૈડૂર્યાદિમય તેના મૂળ આદિ ત્યાં ત્યાં કહેલા છે તે કોનું છે ? અનાદંત નામે દેવ જંબુદ્રીપાધિપતિ વ્યંતર દેવના આશ્રયત્વથી સંબંધી છે. બહુશ્રુત એ પ્રમાણે થાય છે. તેઓ પણ અમૃતની ઉપમાના ફળ સમાન શ્રુતયુક્ત દેવાદિને પણ પૂજ્યતાથી અભિગમનીય અને બાકીના વૃક્ષની ઉપમા સમાન સાધુમાં પ્રધાન છે - બીજું - ૦ સૂત્ર - ૩૫૫ - જે પ્રકારે નીલવંતથી વહેતી, જળપ્રવાહથી પરિપૂર્ણ, સમુદ્રગામિની સીતા નદી, બધી નદીઓમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બહુશ્રુત થાય છે. • વિવેચન - · 344 - જેમ તે નદી પ્રધાન જળથી પૂર્ણ છે, તે સાગરમાં મળતી હોવાથી ‘સાગરંગમા’ છે, પણ ક્ષુદ્ર નદીની જેમ માર્ગમાં નાશ પામતી નથી આ સીતા નદી - મેરુની ઉત્તર દિશાના વર્ષધર પર્વતથી નીકળે છે અથવા તે નીલવંતથી નીકળે છે. બહુશ્રુતો શીતા નદીવત્ હોય છે. નદીની જેમ બીજા સાધુના કે શ્રુતજ્ઞાનીની મધ્ય પ્રધાન છે, વિમળ જળ સમાન શ્રુતિજ્ઞાન વડે યુક્ત છે, સાગર રૂપ મુક્તિમાં જાય છે. ઉચિત અનુષ્ઠાન વડે તે પ્રવૃત્ત છે, તેને અન્યદર્શની માફક દેવાદિ ભાવની વાંછા નથી. - x − x - • સૂત્ર ૩૫૬ - જેમ વિવિધ પ્રકારની ઔષધિથી દીપ્ત મહાન મેરુ પર્વત બધાં પર્વતોમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બહુશ્રુત બધાં સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે. ♦ વિવેચન - ૩૫૬ ૯૧ - જેમ પર્વતોની મધ્યે અતિ પ્રધાન અતિ ગુરુ, અતિ ઉચ્ચ એવો મેરુ નામનો પર્વત છે, તે અનેકવિધ વિશિષ્ટ માહાત્મ્ય વનસ્પતિ વિશેષ રૂપ થકી પ્રકર્ષથી જ્વલિત - દીપ્ત છે, તેના યોગથી આ પણ પ્રજ્વલિત કહ્યા. એ પ્રમાણે બહુશ્રુતો જાણવા. શ્રુતના માહાત્મ્યથી અત્યંત સ્થિર હોવાથી બાકીના સાધુની અપેક્ષાથી પ્રવર જ થાય છે. ઇત્યાદિ - ૪ - x · - • સૂત્ર - ૩૫૭ જેમ સદૈવ અક્ષયજળથી પરિપૂર્ણ સ્વયંભૂરમણ સમુદ્ર વિવિધ રત્નોથી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર પરિપૂર્ણ રહે છે, તેમજ બહુશ્રુત રાક્ષવજ્ઞાનથી પરિપૂર્ણ રહે છે. • વિવેચન - ૩૫૭ - જેમ સ્વયંભૂરમણ નામક સમુદ્ર અક્ષય - અવિનાશી જળયુક્ત છે, વિવિધ પ્રકારના મરકત આદિ રત્નોથી ભરેલો હોય તેમ બહુશ્રુત પણ અક્ષય સમ્યગ્ર જ્ઞાનરૂપ જળથી ભરેલ અને વિવિધ અતિશય રત્નવાળા હોય છે. અથવા અક્ષત ઉદયવાળા હોય. હવે ફળદર્શનથી તેનું માહાભ્ય કહે છે - • સૂત્ર - ૩૫૮ • સમુદ્ર સમાન ગંભીર, દુરાસાય, અવિચલિત, અપરાજેવ, વિપુલ શ્રુતજ્ઞાનથી પરિપૂર્ણ ત્રાતા એવા બહુશ્રુત મુનિ કમનો ક્ષય કરી ઉત્તમ ગતિ પામે. • વિવેચન - ૩૫૮ - ગાંભીર્ય - જેનો મધ્યભાગ લબ્ધ નથી તેવો - સમુદ્ર, દુખે કરીને આશ્રય થાય તેવો, અબાસિત, દુષ્પર્ઘષક છે, તેમ બહુશ્રુતો આગમથી પૂર્ણ, અંગ - અનંગ આદિ ભેદથી વિસ્તીર્ણ, રક્ષણહાર હોય છે. હવે તેને ફળથી વિશેષિત કરે છે. જ્ઞાનાવરણ આદિ કમોંનો વિનાશ કરીને મુક્તિ નામે ઉત્તમા ગતિ પ્રાપ્ત થાય છે. - - - બહુશ્રુતની ગુણવર્ણનરૂપ પૂજા જણાવીને કહે છે - • સૂત્ર - ૩૫૯ - ઉત્તમાર્થ ગdષક મુનિ સુતનો આશ્રય લે જેનાથી તે પોતે અને બીજાને પણ સિદ્ધિ અપાવી શકે તેમ હું કહું છું. • વિવેચન - ૩૫૯ - જેથી બહુશ્રુતના આ ગુણો મુક્તિગમન સુધીના છે, તેથી આગમ અધ્યયન શ્રવણ ચિંતનાદિથી આશ્રયે. ઉત્તમાર્થ • મોક્ષની ગવેષણા કરે. તે શ્રતના આશ્રયથી પોતાને અને બીજા તપસ્વી આદિને - *- મુક્તિગતિ પ્રાપ્ત કરાવે છે, તેમાં કોઈ સંદેહ નથી. - X- X મુનિ દીપરત્નસાગરે કરેલ રાધ્યયન - ૧૧ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૨ ભૂમિકા અધ્યયન “હરિકેશીય” X-----X ૦ અગિયારમાં અધ્યયનની વ્યાખ્યા કરી. હવે બારમું કહે છે, તેનો આ અભિસંબંધ છે - અનંતર અધ્યયનમાં બહુશ્રુત પૂજા કહી, અહીં બહુશ્રુતે પણ તપમાં યત્ન કરવો જોઈએ તે જણાવવાને માટે તપઃ સમૃદ્ધિ વર્ણવાય છે. એ સંબંધે આવેલ આ અધ્યયનના - ૪ - નામ નિક્ષેપમાં આનું ‘હરિકોશીય’ નામ છે. તેનો નિક્ષેપો - નિયુક્તિ ૩૧૮ થી ૩૨૦ • વિવેચન - - ૧૨ ૩ - હરિકેશને નામ આદિ ચાર ભેદે નિક્ષેપ છે. તેમાં નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્ય વિષયક બે ભેદ - આગમથી, નોઆગમથી. તેમાં નોઆગમથી ત્રણ ભેદ - એક ભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખ નામ ગોત્ર. હરિકેશ નામ ગોત્રને વેદતો હોય તે ભાવથી હરિકેશ કહેવાય. તેના નામથી આ અધ્યયન આવેલ છે. હવે હરિકેશની વક્તવ્યતા કહે છે - • નિયુક્તિ - ૩૨૧ થી ૩૨૭ - વિવેચન . આ નિયુક્તિનો ભાવાર્થ કથાનકથી જાણવો જોઈએ, તે આ છે -મથુરા નગરીમાં શંખ નામે યુવરાજ હતો, તે ધર્મ સાંભળીને પ્રવ્રુજિત થયો. વિચરતા તે ગુજપુર પહોંચ્યો. ત્યાં ભિક્ષાર્થે જતાં એક ગલી જેવો માર્ગ આવ્યો. તે મુર્મુર સમાન અતિ ઉષ્ણ હતો. ઉષ્ણકાળે કોઈપણ ત્યાં ચાલવા સમર્થ ન હતા. જે તેને ન જાણતા તે ત્યાં ચાલે, તે વિનાશ પામતા, તેનું નામ જ ‘હુતવહરથ્યા’ થઈ ગયું. તે સાધુએ કોઈ પુરોહિતપુત્રને પૂછ્યું - એ રથ્યા વહન થઈ શકશે ? તે પુરોહિત પુત્રએ વિચાર્યુ - સાધુ બળી જશે, તેથી તેણે કહ્યું - હા, આ માર્ગે જવાશે. સાધુ તે માર્ગે ચાલ્યા. પુરોહિત પુત્ર છુપાઈને જુએ છે. સાધુ ત્વરા રહિત તે માર્ગે ચાલે છે. આશંકાથી તે માર્ગમાં ચાલ્યા, જેટલામાં તે ચાલ્યા, તેમના તપના પ્રભાવથી તે માર્ગ શીતીભૂત થઈ ગયો. તે પુરોહિત પુત્ર આકર્ષાયો, અહો ! આ મહાતપસ્વીને મેં આશાતિત કર્યા, ઉધાનમાં રહેલા તેમની પાસે જઈને કહ્યું - ભગવન્ ! મેં પાપકર્મ કરેલ છે હું તેમાંથી કઈ રીતે છુટીશ ? સાધુએ કહ્યું - દીક્ષા લેવી. તેણે દીક્ષા લીધી. તે પુરોહિત પુત્ર જાતિમદ અને રૂપમદ કરતાં મૃત્યુ પામ્યો. દેવલોક ગયો. દેવલોકથી ચ્યવીને પુરોહિત પુત્રનો જીવન મૃતગંગાના કિનારે બલકોટ્ટા નામે હરિકેશો હતા, તેના અધિપતિ બલકોટ્ટ નામે હતો. તેને બે પત્ની હતી - ગૌરી અને ગાંધારી. તે જીવ ગૌરીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. સ્વપ્રદર્શન થયું. વસંત ઋતુ જુએ છે. ત્યાં કુસુમિત આમ્રવૃક્ષ જુએ છે, સ્વપ્રપાઠકોને કહ્યું. તે બોલ્યા - મહાત્મા પુત્ર તમને થશે. યોગ્ય સમયે ગૌરીએ બાળકને જન્મ આપ્યો. તે પૂર્વભવના જાતિમદ રૂપ દોષથી કાળો અને વિરૂપી હતો. બલકોટ્ટમાં જન્મેલ હોવાથી તેનું ‘બલ' નામ રાખ્યું. તે સહનશક્તિ રહિત અને ખંડનશીલ હતો. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ તે બાળક ગમે ત્યારે ભોજન કરતો, દારૂ પીતો. તે અપ્રીતિકર થયો. ઘેરથી કાઢી મૂક્યો. ચારે તરફ જોતો ઉભો છે. તેટલામાં સર્પ આવ્યો. બધાં જલ્દી ઉભા થઈ ગયા. તે સપને મારી નાંખ્યો. બીજા મુહૂર્તમાં ભેગુંડ - દિવ્યક સર્પ આવ્યો. ડરીને ઉભા થઈ ગયા. તેને દિવ્યક જાણીને છોડી દીધો. તે જોઈને “બલ' વિચારે છે કે - અહો ! સ્વદોષથી જ જીવો કલેશના ભાગી થાય છે. તેથી ભદ્રકપણું જ રાખવું. ભદ્રક જ ભદ્રને પામે છે. કેમકે સવિષ સર્પ હણાય છે, ભેડ બચી જાય છે. એ પ્રમાણે વિચારતા બોધ પામીને દીક્ષા લીધી. તે બલ મુનિ વિચરતા વાણારસી ગયા. ત્યાં તિંદુક વન ઉધાન હતું, ત્યાં તિંદુક નામે યક્ષાયતન હતું. તેમાં ગંડીતિંદુક નામે યક્ષ વસતો હતો. તેની અનુજ્ઞા માંગી મુનિ ત્યાં રહ્યા. યક્ષ ઉપશાંત થયો. બીજા પક્ષો બીજા વનમાં વસતા હતા. ત્યાં પણ બીજા ઘણાં સાધુઓ રહેલા હતા. તેઓ પૂછે છે - ગંડીયક્ષ દેખાતો નથી. તેઓએ કહ્યું - સાધુની પપાસના કરે છે. ત્યાં સિંદુકે બતાવતા તે પણ ઉપશાંત થયો. તે બીજો યક્ષ બોલ્યો, મારા ઉધાનમાં પણ ઘણાં સાધુ છે. ચાલો આપણે જોઈએ. તે બંને પક્ષો ત્યાં ગયા. ભવિતવ્યતાથી તે સાધુઓ ત્યાં વિકથા કરતાં રહેલા હતા ત્યારે તે યક્ષ આમ બોલ્યો - અહીં સ્ત્રી કથા, જનપદ કથા, રાજ કથા થઈ રહી છે. ચાલો આપણે તેંદુક ઉધાનમાં પાછા જઈએ. કોઈ દિવસે યક્ષાયતને કૌશલિક રાજકન્યા ભદ્રા પુષ્પ, ધૂપ આદિ ગ્રહણ કરીને પૂજા કરવાને નીકળી. પ્રદક્ષિણા કરે છે. ત્યાં કાળા વિકરાળ બલ સાધુને જોઈને ઘૂંકી. યક્ષે રોષિત થઈને તેને આવિષ્ટ કરી. રાજાને કહ્યું - હવે તે જ મુનિને આ કન્યા આપો તો જ મુક્ત કરીશ, કેમકે આ કન્યાએ તે સાધુની આશાતના કરેલી છે. રાજાએ પણ “કન્યા જીવશે' એમ માનીને દેવાની હા પાડી. મહત્તરા સાથે કન્યાને લાવ્યા. રાત્રિમાં કન્યાને કહ્યું- પતિની પાસે જા. યક્ષાયતનમાં પ્રવેશ્યા. મુનિ પ્રતિમા ધ્યાને રહેલા. તેણે કન્યાને ન ઇચ્છી. ત્યારે યક્ષે પણ હષિના શરીરનું છાદન કરીને દિવ્યરૂપ બનાવ્યું. ફરી મુનિરૂપ બતાવ્યું. એ પ્રમાણે આખી રાત્રિ, વિડંબણા કરી. પ્રભાતે મુનિ ઇરછતા નથી. એમ કરીને પોતાને ઘેર પાછી ફરી. પુરોહિતે રાજાને કહ્યું કે - આ રાષિપત્ની છે માટે બ્રાહ્મણોને કહ્યું, એમ કરીને તેને આપી દીધી. - - x• આ પ્રમાણે સંપ્રદાયથી કથા કહી. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂકાલાપક અવસર છે, તે માટે સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે - • સૂત્ર - ૩૬૦ - હરિકેશભલ ચાંડાલકુલમાં ઉત્પન થયા, તો પણ જ્ઞાનાદિ ઉત્તમ ગુણોના ધારક અને જિતેન્દ્રિય ભિક્ષ હતા. • વિવેચન- ૩૬૦ - શ્વપાક - ચાંડાલ, તેનું કુળ, તેમાં ઉત્પન્ન થયા. તેથી શું? તે કુળની ઉત્પત્તિ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ૧૨/૩૬ અનુરૂપ જ થયા કે નહીં? ના, જ્ઞાનાદિ ગુણ પ્રધાન થયા. અથવા અનુત્તર ગુણવાળા થયા. પ્રકર્ષ પ્રાપ્ત જ્ઞાનાદિ ગુણના ધારફ કે અનુત્તર ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયા અને રહ્યા તે પણ અન્યથા થયા. કોણ? હરિકેશ બલ. તેનું મુનિત પ્રતિજ્ઞા માત્રથી પણ હોય, તેથી કહે છે – ભિક - પ્રતિજ્ઞાત અનુષ્ઠાન વડે સુધાને કે આઠ પ્રકારના કર્મોને ભેટે છે માટે ભિક્ષ. વશીકૃત કરેલ છે સ્પર્શન આદિ ઇંદ્રિયો, તેથી જિનેન્દ્ર - • સૂત્ર - ૩૬૧ - તેઓ ઇચ, એષણા, ભાષા, ઉચ્ચાર, આદાન-નિક્ષેપ સમિતિ એ પાંચમાં યત્નશીલ અને સુસમાધિસ્થ સંયમી હતા. • વિવેચન - ૩૬૧ - ચાલવું તે ઇર્યા, શોધાય તે એષણા, બોલાય તે ભાષા, ઉચ્ચાર એટલે મળ - મૂત્રની પરિષ્ઠાપના, તે વિષયક સમિતિ - સખ્યમ્ ગમન, તેમાં સમ્યક્ રીતે પ્રવર્તવું તે. તેમાં ચહ્નવાન. આદાન - ગ્રહણ, પીઠ-કુલકાદિનું. નિક્ષેપ - સ્થાપન. તે આદાન નિક્ષેપ. - x- એ રીતે ઈર્ષા સમિતિ આદિ પાંચે સમિતિ. યુક્ત, સંયમવાળા અને સુખું સમાધિમાન થયા. • સૂત્ર - ૩૬૨ - મન - વચન - કાયાથી ગુપ્ત અને જિતેન્દ્રિય મુનિ ભિક્ષા યજ્ઞમંડપમાં ગયાં કે જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા. • વિવેચન - ૩૬૨ - મનના નિયંત્રણ રૂપથી ગુમ - સંવૃત્ત તેમનોગુપ્ત. અથવા જેનું મન ગુપ્ત છે તે. એ પ્રમાણે વાગ્યુસ - વાણીનો પ્રસાર નિરુદ્ધ કરેલ. કાસગુપ્ત એટલે અસત્ કાય ક્રિયા રહિત. જિતેન્દ્રિય શબ્દનું ફરી ગ્રહણ અતિશય જણાવવાને માટે છે. ભિક્ષાર્થે ગયા અર્થાત નિપ્રયોજન નહીં, કેમકે તેનો નિષેધ છે. બંબઈજ્જ – બ્રાહ્મણોનું વજન જેમાં છે તે યજ્ઞ માટે ગયા. તેને ત્યાં આવતા જોઈને ત્યાંના લોકોએ જે કર્યું તે કહે છે - • સૂત્ર - ૩૬૩ - તપથી તે મુનિનું શરીર સુકાઈ ગયેલું, ઉપધિ અને ઉપકરણ પણ પ્રાંત હતા. એવા મુનિને આવતા જોઈને અનાર્યો તેનો ઉપહાસ કરે છે. • વિવેચન - ૩૬૩ - બલ મુનિને આવતા જોઈને, કેવા મુનિ ? છઠ્ઠ, અહમાદિ રૂપ તપથી ચોતરફથી શોષિત - માંસ અને લોહી સુકાઈ ગયા ચાવત કૃશ થઈ ગયેલા. તથા પ્રાંત - જીર્ણ, મલિનત્વાદિ વડે અસાર ઉપધિ, તે જ ઉપકરણ એટલે ધર્મ અને શરીરના ઉપષ્ટભ હેતુ જેનો છે તે અથવા ઉપધિ એ જ ઉપકરણ - ઓપગ્રહિક, તે જોઈને હાંસી કરાય છે, જે આર્ય નથી તેવા અનાર્યો - પ્લેચ્છો, સાધુની નિંદા આદિ વડે અનાર્ય. તે અનાર્યો કેવા Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯ ૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ છે ? તેઓ કઈ રીતે ઉપહાસ કરે છે ? તે કહે છે - • સુત્ર - ૩૬૪, ૩૬૫ - જતિમદથી ગર્વિષ્ઠ, હિંસક, અજિતેન્દ્રિય, બ્રહ્મચારી અને અજ્ઞાની લોકોએ આ પ્રમાણે કહ્યું - બીભત્સ રૂપવાળો, કાળ, વિકરાળ, મોટા નાકવાળો, અલ્પ વાવાળો, ધૂળથી મલિન થઈ પિશાચ જેવો લાગતો, ગળામાં સંતરવસ્ત્ર ધારણ કરનારો આ કોણ આવી રહ્યો છે ? • વિવેચન - ૩૬૪, ૩૬૫ - જાતિમદ વાળો, જેમકે- “અમે બ્રાહ્મણો છીએ" તેનાથી પ્રતિસ્તબ્ધકે પ્રતિબદ્ધ, પ્રાણીનું ઉપમાદન કરનારા, સ્પર્શનાદિને વશીકૃત ન કરેલ, તેથી જ અબ્રહ્મ - મૈથુન. તેને સેવન કરનારા, તેવા આ અબ્રાહ્મચારીઓ, કેમકે - તેઓ કહે છે - પુત્રની કામના માટે થતાં મૈથુનમાં કોઈ દોષ નથી, આદિ. તેથી જ બાલ-બાલક્રીડિતાનુકારી યાદિમાં પ્રવૃત્ત. તેઓ આ પ્રમાણે બોલ્યા - શું? - *- રે ! કોણ આવે છે ? તેઓ પરસ્પર બોલ્યા- આ કોણ છે? રે - આ આમંત્રણ વચન છે. જેનું શીમરૂપ છે તે, દીપ્ત વયન - અબીભત્સ, અત્યંત બળેલા - ફોડા થયેલા હોય તેવો, અથવા વિકૃતપણાથી દુર્દશ. કાલ - વર્ણથી કાળો, વિકરાલ - દાંતો વડે ભયાનક પિશાચવત, ફોકકા - આગળ ધૂળ અને ઉન્નત નાક જેનું છે તે. તથા લઘુત્વ જિર્ણત્વ આદિ વસ્ત્રો જેના છે તેવા અા વાવાળો, ધૂળ વડે પિશાચવતું થયેલ, પિશાચ જ લૌકિકોમાં લાંબા વાળ, નખ, રોમાદિ વાળો અને ધૂળ વડે લેપાયેલો ઇષ્ટ છે, તેથી મનિ પણ નિષ્પરિકમતાથી અને ધૂળથી લિપ્ત દેહપણાથી એવા કહ્યા. સંકર - તે અહીં તૃણ, ભસ્મ, છાણ, અંગારાદિ મળીને ઉકરડા જેવા થયેલ વસ્ત્રો તે સંકરદુષ્ય, તેમાં જ જે અત્યંત નિકૃષ્ટ, નિરુપયોગી છે, તે લોક વડે ત્યજાય છે. અથવા ત્યાજ્ય પ્રાયઃ વસ્ત્રો જ આ ગ્રહણ કરે છે, તેથી તેવા વસ્ત્રો પહેરીને. અથવા સ્વ ઉપધિને લઈને ભમે છે. - - - આવા મુનિને દૂરથી આવતો જોઈને બોલ્યા, શું બોલ્યા? • સૂત્ર - ૩૬૬ - અરે ! અદાય તું કોણ છે ? કઈ રાશાથી અહીં આવેલ છો ? ગદા અને ધૂળીયા વોથી, અર્ધનગ્ન પિશાચ જેવો તું દેખાઈ રહ્યો છે. જા, ભાગ અહથી. અહીં કેમ ઉભો છે ? • વિવેચન - ૩૬૬ - રે! તું કોણ છે? એ પ્રમાણે આદર્શનીય - જોવાને અયોગ્ય, કેવા રૂપથી અહીં આવેલ છે ? આ યજ્ઞ પાટકમાં કંઈ ઇચ્છાથી આવેલ છો ? અલ્પવસ્ત્રવાળો અને ધૂળથી પિશાચ જેવો, આનું ફરી ઉપાદાન અત્યંત અધિક્ષેપ દર્શાવવા માટે છે. આ યજ્ઞવાટકથી ચાલ્યો જા. અર્થાત અમારી આંખ સામેથી દૂર થા. તું કેમ અહીં ઉભો છે? તારે અહીં ઉભવું ન જોઈએ. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૨/૩૬૬ ૯૭ આવું કહેવા છતાં તે મુનિ પ્રશમતા ધારણ કરીને કંઈપણ બોલતા નથી, તેનો સાંનિધ્યકારી હિંદુક્યક્ષ જે કરે છે, તે કહે છે - સૂત્ર - ૩૬૭ ત્યારે તે મહામુનિની અનુકંપાવાળા હિંદુક વૃક્ષવાસી યક્ષે પોતાના શરીરને છુપાવીને આવા વચનો ઉચ્ચાર્યા - ♦ વિવેચન - ૩૬૭ . - યક્ષ – વ્યંતર વિશેષ, તે અવસરે હિંદુકવૃક્ષવાસીએ તેનો સંપ્રદાય આ છે - તે હિંદુકવનમાં મધ્યે મોટુ હિંદુક વૃક્ષ હતું, ત્યાં તે રહેતો હતો. તેની નીચે ચૈત્ય હતું. ત્યાં તે સાધુ રહ્યા હતા. અનુરૂપ ક્રિયા પ્રવૃત્તિવાળો તે અનુકંપક, કોની ? તે હરિકેશબલ મહામુનિની, પ્રકર્ષથી પોતાના શરીરને આવરીને, અર્થાત્ તપસ્વી મુનિના શરીરમાં પ્રવેશીને અને સ્વયંને ગોપવીને. હવે કહેવાનાર વચનો કહ્યા. તે શું વચન હતા ? • સૂત્ર - ૩૬૪, ૩૬૯ - • હું શ્રમણ છુ, સંયત છું, બ્રહ્મચારી છું. હું ધન, પંચન રાંધવું, પરિગ્રહનો ત્યાગી છુ. ભિક્ષા કાળે બીજા માટે નિષ્પન્ન આહારને માટે અહીં આવેલ છુ... અહીં પ્રચુર અન્ન દેવાય છે, ખવાય છે, ઉપભોગમાં લેવાય છે. તમે એ જાણો કે હું ભિક્ષાજીવી છું. તેથી બચેલા અક્ષમાંથી કંઈક આ તપસ્વીને પણ મળે. 38/7 Jain Lausation International ૭ વિવેચન ૩૬૮, ૩૬૯ શ્રમણ – મુનિ, હું - પોતા માટે નિર્દેશેલ છે. કેવા ? એવી આશંકાથી કહે છે - સમ્યક્ યત તે સંયત - અસત્ વ્યાપારથી અટકેલ. તેથી જ બ્રહ્મચારી, તથા વિરત, નિવૃત્ત. શેનાથી ? થન ચતુષ્પદ આદિ, ચન આહાર બનાવવો, પરિગ્રહ દ્રવ્યાદિમાં મૂર્છા. તેથી જ બીજાએ પોતાના માટે જ નિષ્પાદિત કરેલ, તે પરપ્રવૃત્ત. તેને જ પણ પોતાના માટે કરેલ નહીં. ભિક્ષાકાળે અર્થાત્ અકાળે નહીં, ભોજનને માટે, આ યજ્ઞપાટકે હું આવેલ છું. આના વડે - “તુ કોણ છે ? તું અહીં કેમ આવ્યો છે ? નોં ઉત્તર આપ્યો. - · w એ પ્રમાણે કહેતા તેઓ કદાચ કહે કે - “અહીં કશું કોઈને અપાતુ નથી કે દેય પણ નથી.'' તેથી કહ્યું - દીન અને અનાથોને અપાતું, ખંડ ખાધ આદિ ખવાય તે, ભોજન - સૂપ આદિ તે ભોજન થાય છે. આ બધું અલ્પ પણ હોય, તેથી કહે છે - ઘણું અને બીજાએ કરેલું. - x - પ્રાણધારણ માટે તેની યાચના કરું છું - X - માટે તમે મને આપો. કદાચ આ ઉત્કૃષ્ટ વસ્તુની યાચના કરે તો ? તેથી તેનો આશય કહ્યો. કંઈ અંત-પ્રાંત બચેલું હોય તે આ યતિ કે તપસ્વીને પ્રાપ્ત થાય. •x-જે એ પ્રમાણે યક્ષે કહેતા યજ્ઞવાટવાસીએ કહ્યું - . - Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - 390 - આ ભોજન માત્ર બ્રાહ્મણને માટે બનાવેલ છે, આ એકપક્ષીય છે. અમે તને આ યજ્ઞાથે નિષ્પન્ન અન્ન - પાણી દઈશું નહીં. તો પછી તું અહીં કેમ ઉભો છે ? • વિવેચન - ૩૭૦ - લવણાદિથી સંસ્કારેલ ભોજન બ્રાહ્મણોએ પોતાના માટે કરેલ તેથી તેને આત્માર્થિક કહ્યું. બ્રાહ્મણો વડે પણ પોતે જ ખાવું, બીજા કોઈને ન આપવું. કેમ ? આ યજ્ઞમાં એક પક્ષ - બ્રાહ્મણ માટે જ બનાવેલ છે. અર્થાત આ ભોજન બ્રાહ્મણ સિવાય બીજા કોઈને અપાય નહીં, શુદ્ધને તો ન જ અપાય. - - - તેથી અમે આ ઉક્તરૂપ ઓદનાદિ અને પાન - દ્રાક્ષ પાનાદિ તને આપીશું નહીં. તો શા માટે ઉભો છે? અહીં ઉભા રહીશ તો પણ તને કંઈ મળવાનું નથી. • સૂત્ર - ૩૧ - સારા પાકની આશાએ ખેડૂત ઉંચી અને નીચી ભૂમિમાં પણ બીજ વાવે છે. આ ખેડુતદષ્ટિથી જ મને દાન આપો. હું પણ પુન્ય ક્ષેત્ર છું તેથી મારી આરાધના કરો. ૦ વિવેચન - ૩૧ -. પાણીની અવસ્થિતિ રહિત ઉચ્ચ ભૂમિ ભાગમાં ખેડુત ઘઉં, ચોખા આદિ વાવે છે. તે પ્રમાણે નીચી ભૂમિમાં પણ વાવે છે. જ્યારે અત્યંત વર્ષા થાય ત્યારે ઉંચા સ્થળમાં ફળની પ્રાપ્તિની આશાએ અન્યથા નિમ્ન ભૂમિમાં પાકશે. આ ઉપમા વડે બતાવે છે કે- તમે પણ મને અન્નાદિ આપો. કેમકે જો તમે મને નિમ્ન માનતા હો તો પણ સ્થળતુલ્યતા બુદ્ધિએ દેવું યોગ્ય છે. કદાચ તેઓ કહેતા કે એ પ્રમાણે આપતા પણ ફળ ન મળે, તેથી કહે છે - આ પણ શુભ એવું દેખાતું ક્ષેત્ર છે કેમકે તેમાં પુન્યરૂપી ધાન્ય ઉગે છે તેથી આરાધના જ છે. આના વડે દાનનું ફળ કહ્યું. યક્ષે કહેલાં વચન પછી તેઓ આ પ્રમાણે બોલ્યા - • સૂત્ર - ૩૭૨ - સંસામાં અમને એવા ક્ષેત્રની ખબર છે કે, જ્યાં વાવેલ બીજ પૂર્ણ રૂપે ઉગે છે. જે બ્રાહાણ જાતિ અને વિધા સંપન્ન છે, તે જ પુન્યક્ષેત્ર છે. • વિવેચન - ૩૭૨ - ક્ષેત્ર તુલ્ય પાત્ર અમે જાણીએ છીએ. જગતમાં આપેલા અનશન આદિ જન્માંતરમાં સમસ્તપણે પ્રાદુર્ભત થાય છે. કોઈને થાય કે હું પણ તેવું જ ક્ષેત્ર છું. તો તેની આશંકાનો ઉત્તર આપે છે - જેઓ બ્રાહ્મણ છે, તે પણ નામથી નહીં, પણ બ્રાહ્મણ જાતિ રૂપ અને ચોદ વિધાના સ્થાન રૂપ, તેનાથી જ યુક્ત તેવા જાતિવિધાયુક્ત, તે જ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯ ૯ ૧૨/૩૭૨ ક્ષેત્ર છે તે શોભન પ્રીતિકર છે. તારા જેવા શુદ્ર જાતીય નહીં. શુદ્રમતિત્વથી જ વેદાદિ વિધાથી બહિસ્કૃત છે. આમ કહેતા, તેમને યક્ષે ઉત્તર આપ્યો - • સૂત્ર - ૩૭૩ - જેનામાં ક્રોધ, માન, હિંસા, જૂઠ, ચોરી અને પરિગ્રહ છે, તેઓ બ્રાહમણ જાતિ અને વિધાથી રહિત પાપયુક્ત ક્ષેત્રો છે. • વિવેચન - ૩૭૩ - ક્રોથ - રોષ, માન - ગર્વ, ચ શબ્દથી માયા અને લોભ, વઘ - પ્રાણીઘાત, મૃષા - અસત્ય ભાષણ, અદતા દાન, ચ શબ્દથી મૈથુન, પરિગ્રહ - ગો-ભૂમિ આદિનો સ્વીકાર છે. તમે બ્રાહાણો આ ક્રોધાદિથી યુક્ત છો, જાતિ અને વિધાથી રહિત છો. ચારે વર્ણની વ્યવસ્થા ક્રિયા અને કર્મ વિભાગથી છે. તેથી કહે છે કે - બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય. જેમ શિલ્પથી શિલ્પી થાય, અન્યથા ઇંદ્ર ગોપકીટકવતું નામ માત્ર છે. એવા પ્રકારની બ્રહ્મચર્યરૂપ ક્રિયા કોપાદિ યુક્તને તત્ત્વથી સંભવતી નથી, તેથી જાતિ સંભવ નથી. તથા વિધા પણ સત્ શાસ્ત્રરૂપ છે. બધાં જ સત્ શાસ્ત્રોમાં અહિંસાદિ પાંચ કહ્યા છે. તે અહિંસાયુક્ત પણું તેના જ્ઞાનથી જ થાય છે. જ્ઞાનનું ફળ વિરતિ અને સગાદિનો અભાવ છે. - *- x- પણ તમારા જેવા અગ્નિ આદિનો આરંભ કરનાર, ક્રોધાદિવાળાને રાગાદિના અભાવનો સંભવ નથી. - - - તેથી તે તમે જણાવેલા બ્રાહણ લક્ષણ ક્ષેત્રો અતિ પાપવાળા જ છે, પણ શોભન નથી, કેમકે ક્રોધાદિયુક્તતાથી અતિશય પાપ હેતુ પણ છે. કદાચિત તેઓ એવું કહે કે, “વેદ વિધાના અમે જ્ઞાતા છીએ. તેથી જ બ્રાહ્મણ જાતિ છે, તેથી કઈ રીતે જાતિ વિધા રહિત છીએ ? • સૂત્ર - ૩૭૪ - હે બ્રાહ્મણો ! આ સંસારમાં તમે માત્ર વાણીનો જ ભાર વહન કરો. છો. વેદોને ભણીને પણ તેનો અર્થ જાણતા નથી. જે મુનિ ભિક્ષા સમભાવપૂર્વક ઉંચ-નીચ ઘરોમાં જાય છે, તેઓ જ પુન્ય ક્ષેત્ર છે. • વિવેચન - ૩૭૪ - તમે આ લોકમાં ભારને ધારણ કરનારા છો. અથવા ભારવાહક છો. કોનો ? વાણીનો. પ્રક્રમથી વેદ સંબંધી વાણીનો તેમને ભારધારક કે ભારવાહી કેમ કહો છો? કેમકે તમે અર્થને જાણતા નથી. કદાચ ઋગ્વદ આદિનું અધ્યયન કરેલ હોય તો પણ અર્થજ્ઞાનથી અજ્ઞાન છો. - x- x x x- તમારા જ વેદ પાઠો મુજબ પણ તમે તત્ત્વથી વેદ વિધાવિદ્ થતાં નથી. તો પછી કઈ રીતે જાતિ વિધા સંપન્નત્વથી તમે “ક્ષેત્રભૂત” છો? તો પછી તમારા અભિપ્રાયથી તે ક્ષેત્રો કયા છે ? ઉચ્ચ-નીચ અર્થાત ઉત્તમ અને અધમ, તેને મુનિઓ ભિક્ષા નિમિત્તે ચરે છે - Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ઘરોમાં ભ્રમણ કરે છે. પણ તમારી જેમ મનિઓ રાંધવું આદિ આરંભમાં પ્રવૃત્ત નથી. તેથી પરમાર્થથી તો તેઓ જ વંદના અર્થને જાણે છે. કેમકે ત્યાં પણ કૈક્ષવૃત્તિથી જ સમર્થિતપણે છે. તેથી વેદાનુવાદી કહે છે - “માધુકરી વૃત્તિને માટે સ્વેચ્છકુળોમાં પણ વિચરે. • x અથવા - ઉચ્ચ અને નીચ અર્થાત્ વિકૃષ્ટ અને અવિકૃષ્ટ પણાથી વિવિધ પ્રકારના તપો છે. અથવા ઉચ્ચવતો તે બાકીના વ્રતોની અપેક્ષાથી મહાવ્રતો છે. જે વ્રતો મુનિઓ ચરે છે - સેવે છે. વળી તમે અજિતેન્દ્રિય પણ નથી અથવા અશીલો છે તે જ મુનિ લક્ષણ ક્ષેત્ર શોભન છે. એ પ્રમાણે યક્ષે અધ્યાપકને નિમુખી કરાયેલો જોઈને, તેના છાત્રો ત્યારે આ પ્રમાણે બોલ્યા કે - • સૂત્ર - ૩૫ - અમારી સામે પ્રાધ્યાપકો સામે પ્રતિકૂળ બોલનારા હે નિગ્રન્થ ! તું શું બકવાસ કરે છે ? આ અન્ન-જળ ભલે સડીને નષ્ટ થઈ જાય, પણ અમે તને નહીં આપીએ. - વિવેચન - ૩૫ - અધ્યાપન કરાવે - ભણાવે તે અધ્યાપક - ઉપાધ્યાય, તેમની પ્રતિકૂળ બોલે છે, તે પ્રતિકૂળભાષી. પ્રકર્ષથી બોલે છે, તમને ધિક્કાર છે. અમે ક્ષમા કરીશું કે નહીં કે જે તું અમારી સમીપે આ પ્રમાણે બોલે છે. આ અન્ન પાન જે દેખાઈ રહ્યા છે તે ભલે કોહવાઈ જાય, સ્વરૂપથી હાનિને પામે સડી જાય, પણ તને આપીશું નહીં. હે નિર્ગળ્યા નિકિંચન તું ગુરુ પ્રત્યનિક છે. અર્થાત જો પ્રત્યેનીક ન હોત તો કદાચ અનુકંપાથી કંઈક અંતરાંત અમે આપત. ત્યારે યક્ષે તેને કહ્યું - • સૂત્ર - ૩૬ - હું સમિતિમાં સુસમાહિત છું, ગુતિથી ગુ છું, જિતેન્દ્રિય છું. આમ એષણીય આહાર જે તમે મને નથી આપતા, તો આ જ યજ્ઞનો તમને શું લાભ થશે ? • વિવેચન - ૩૭૬ : સમિતિ - ઇર્યાસમિતિ આદિ મારામાં સારી રીતે સમાહિત છે. ગુણિ - મનોગતિ આદિ વડે ગુણિવાનું, જિતેન્દ્રિય છું. જો મને એટલે કે વ્યવહિત ક્રિયા પ્રતિ સમાહિતને તમે નહીં આપો, શું? આ એષણાવિશુદ્ધ અન્ન આદિ કંઈ નહીં આપો તો આજે આ જે યજ્ઞ છે, તે આ આબ્ધ યજ્ઞોનું અથવા હે આર્યો ! યજ્ઞોનું પુન્યપ્રાણિરૂપ ફળ તમને કંઈ નહીં મળે. કેમકે પાત્રમાં દાનથી જ વિશિષ્ટ પુન્ય પ્રાપ્તિ થાય છે, અન્યત્ર તથાવિધ ફળના અભાવથી દેવાય તો હાનિ જ થવાની. કેમકે અપાત્રને દેવથી માત્ર નાશ જ થવાનો છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ૧૨/૩૬ આ પ્રમાણે યક્ષે કહેતા જે પ્રધાન અધ્યાપકે કહ્યું, તે કહે છે - • સૂત્ર - ૩૭૭ - અહીં કોઈ ક્ષત્રિય ઉપજ્યોતિષ - રસોઈયા, અધ્યાપક કે છાત્ર છે, જે આ નિગ્રન્થને ડંડાથી કે પાટીયાથી મારીને અને કંઠેથી પકડીને અહીંથી બહાર કાઢી મૂકે ? • વિવેચન - ૩૭૭ - કોઈ આ સ્થાનમાં ક્ષત્રિય જાતિ કે વર્ણશંકરોત્પન્ન તેવા કાર્ય માટે નિયુક્ત, ઉપજ્યોતિષ - જ્યોતિની સમીપ રહેનારા અતિ અગ્નિની સમીપવર્તી એવા રસોઈયા કે ઋત્વિજ, અધ્યાપક કે પાઠક, છાત્ર છે? તેઓનું શું કામ છે? આ શ્રવણને ફલકમુષ્ટિપ્રહાર વડે મારે પછી કાંઠલો પકડીને અહીંથી કાઢી મૂકે. અભિઘાત કે કાઢી મૂકવામાં સમર્થ છે? એટલામાં જે થયું તે કહે છે - • સૂત્ર - ૩૭૮ - અધ્યાપકના આ વચન સાંભળીને ઘણાં કુમારો દોડતા ત્યાં આવ્યા અને દંડાથી, વેંતથી, ચાબુકથી તે વષિને મારવા લાગ્યા. . • વિવેચન - ૩૭૮ - અધ્યાપક - ઉપાધ્યાયના ઉક્તરૂપ વચનને સાંભળીને વેગથી દોડી આવ્યા. ક્યાં? જ્યાં આ મુનિ ઉભા હતા, ત્યાં ઘણાં કુમાર - બીજી વયમાં વર્તતા છત્ર આદિ. તેઓ ક્રીડા કરવામાં રસ હોવાથી અહીં ક્રીડાને માટે જલ્દીથી આવી ગયા, દંડ - વાંસની લાકડી આદિ, વેંત - જળ જ વાંસડારૂપ નેતર, કશ - ચાબુક, એ બધાં વડે તેઓ ભેગા થઈને તે વ્યષિને મારવા-હસવા લાગ્યા. આ અવસરમાં - • સૂત્ર - ૩૭૯ - રાજ કૌશલિકની અનિંદિત અંગવાળી ભદ્રા નામક કન્યા, મુનિને માર-પિટ કરાતા જઈને શુદ્ધ કુમારોને રોક્યા. • વિવેચન - ૩૭૯ - રાજ્ઞ - નૃપતિ, ત્યાં - યજ્ઞપાટકમાં, કોશલામાં થયેલ - કૌશલિક, તેની પુત્રી, ભદ્રા નામની જે કલ્યાણ શરીર હતી. તેણીએ હરિકેશબલને જોઈને, તેવી અવસ્થામાં સંયતને હિંસાદિથી સમ્યક વિરમેલાને દંડ આદિ વડે મારતા તે ક્રોધિત કુમારોના કોપના અગ્નિને ઠારવા વડે ચોતરફથી ઠંડા કરે છે અર્થાત ઉપશાંત કરે છે. તેણી તે કુમારોને ઉપશાંત કરીને, તે મુનિનું માહાભ્ય અને અતિ નિસ્પકતાને કહે છે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨. ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • સૂત્ર - ૩૮૦ થી ૩૮ર - દેવતાના અભિયોગથી નિયજિત થઈને રાજાએ મને આ મુનિને આપેલી, પણ મુનિએ મનથી પણ મને ન કચ્છી. જેણે મને વમી નાંખેલ છે તેવા આ મનિ નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પણ અભિનંદિત છે. આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય, સંયમી અને બ્રહમચારી છે, જેણે સ્વયં મારા પિતા રાજા કૌશલિક દ્વારા મને દેવાયા છતાં, જેણે મારી ઇચ્છા પણ કરી નથી. આ ત્રષિ મહાનુભાગ, માયશસ્વી, ઘોરnતી અને ઘોર પરાક્રમી છે. તેઓ અવહેલનાને યોગ્ય નથી, તેથી તમે તેની અવહેલના ભસ્મ કરી દે. એવું ન થાય કે, પોતાના તેજથી આ તમને બધાંને બાળીને ભસ્મ કરી દે. • વિવેચન - ૩૮૦ થી ૩૮૨ - દેવતાઓનો બળાત્કાર તે દેવાભિયોગ, તેના વડે વ્યાપારિત થઈને, અપ્રિયતાથી નહીં, મને આપેલી. અર્થાત હું જેને દેવાઈ. કોણે આપી? કૌશલિક રાજા વડે. તો પણ મન વડે પણ - ચિત્તથી પણ તેણે મને ન વિચારી અર્થાત અભિલાષા ન કરી. કોણે ? આ મુનિએ. મુનિ કેવા છે ? નરેન્દ્ર • નૃપતિઓ, દેવેન્દ્ર - શક આદિ, નરેન્દ્ર અને દેવેન્દ્રો વડે આભિમુખતાથી વંદિત - સ્તવન કરાયેલા. તેણે ઇચ્છા ન કરી હોવા છતાં નૃપના ઉપરોધથી સ્વીકારેલી કહી શકાય. તે બહષિ વડે હું ત્યજાયેલી છું, તે હષિ આ જ છે. જેની કદર્થના કરવાનું તમે શરૂ કરેલ છે, તેથી કદર્થના કરવી ઉચિત નથી. ફરી આ જ અર્થને સમર્થન કરવા કહે છે - આ તે જ છે, તેમાં જરાપણ સંશય નથી. ઉત્કૃષ્ટ કે દારુણ કર્મશગુઓ પ્રતિ અનશનાદિથી તપના અર્થાતુ ઉગ્રતપવાળા, તેથી જ મહાન્ - પ્રશસ્ય વિશિષ્ટ વિર્ષોલ્લાસથી આત્મા જેનો છે તે મહાત્મા. જિતેન્દ્રિય, સંયત, બ્રહ્મચારી. તે એટલે કોણ ? જે મને ત્યારે - વિવક્ષિત સમયમાં દેવાયા છતાં ઇચ્છતા નથી. કોણે આપેલી ? પિતાએ સ્વયં આપેલી, પ્રધાન આદિને મોકલીને નહીં તે પણ કેવા પિતા? કૌશલિક રાજાએ, કોઈ સામાન્ય જન સાધારણે નહીં. આના વડે તે વિભૂતિનું નિસ્પૃહત્વ કહ્યું. પાઠાંતરથી મહાનુભાવ, તેમાં અનુભાવ એટલે શાપ આપવાનું સામર્થ્ય. ઘોર વ્રત- અત્યંત દુર્ધર મહાવ્રતને ધારણ કરેલા, ઘોર પરાક્રમ- કષાય આદિના જય પ્રતિ નિષેધ કરે છે. આ અવજ્ઞાને ઉચિત નથી. કેમ? ક્યાંક સમસ્ત તપના માહાભ્ય રૂપ તેજથી તમને ભમસાત્ કરી દેશે. અર્થાત હેલના કરાતા એવા આ જે કદાચ રોષ પામશે તો બધુ જ બાળીને ભસ્મ કરી દેશે. એટલામાં તેણીનું વચન ખોટું ન પડે, તે માટે યક્ષે શું કર્યું? • સૂત્ર - ૩૮૩, ૩૮૪ - ભદ્રાના આ વચનો - સુભાષિતોને સાંભળીને ત્રાષિની વૈયાવચ્ચે Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૩ ૧૨/૩૮૩, ૩૮૪ માટે રહેલો યક્ષ કુમારોને રોકવા લાગ્યો. આકાશમાં સ્થિત ભયંકર રૂપવાળા, અસુર ભાવને પામેલો, શુદ્ધ ચક્ષ, તેમને પ્રતિપાદિત કરવા લાગ્યો. કુમારોને ક્ષાત - વિક્ષત અને લોહીની ઉલટી કરતા જોઈને ભદ્રાએ ફરીથી આ પ્રમાણે કહ્યું - • વિવેચન - ૩૮૩ - ૩૮૪ - તેણીના અનંતરોક્ત વચનો સાંભળીને. કોના ? યજ્ઞાવાટકના અધિપતિ સોમદેવ પુરોહિતની પત્ન ભદ્રાના. સુભાષિત – સૂક્ત વચનો. ઈષ તે તપસ્વીની વૈયાવચ્ચને માટે. આ પ્રયત્નીકોને નિવારવા રૂપ પ્રયોજનમાં વ્યાવૃત્ત થઈએ આ સમર્થન માટે તેમ વિચાર યક્ષો - યક્ષ પરિવાર, તે કુમારોને - તે ઋષિને મારનારાઓને ભૂમિમાં ગદોડી નાંખ્યા. તે યક્ષો રૌદ્રાકારધારી ઘોર રૂપે રહીને આકાશમાં આસુરભાવથી યુક્ત થઈને, તે જ યક્ષો, તે યજ્ઞાપાટકમાં તેને ઉપસર્ગ કરનાર છાત્રલોકને હણે છે. ત્યાર પછી તે કુમારો વિદારિત થયા. યક્ષના પ્રહારોથી તેમના શરીરો ભેરાઈ ગયા, તેમને લોહી વમતા કરી દીધા. તે જોઈને કૌશલિક રાજાની પુત્રીએ આ હવે કહેવાનાર વચનો વડે કહ્યું - ફરીથી કહ્યું તે શું છે? તે જણાવે છે - • સૂત્ર - ૩૮૫ થી ૩૮૭ - જે ભિક્ષુની અવમાનના કરે છે, તેઓ નખોથી પર્વત ખોદે છે, દાંતોથી લોઢ ચાવે છે, પગોથી અગ્નિને કાળે છે. મહર્ષિ આશિવિષ છે, ઘોર તારવી છે, ઘોર પરાક્રમી છે, જે લોકો ભિક્ષને ભોજનકાળે વ્યથિત કરે છે, તેઓ પતંગ સેનાની માફક અગ્નિમાં પડે છે. - જો તમે તમારું જીવન અને ધનને ઇચ્છતા હો, તો બધાં મળીને, નતમસ્તક થઈને, આ કષિનું શરણું લ્યો.. તમને ખબર હોવી જોઈએ કે આ વ્યાપિ કુપિત થતાં સમસ્ત વિશ્વને પણ ભસ્મ કરી શકે છે. • વિવેચન - ૩૮૫ થી ૩૮૭ - વિર – પર્વત, નખ - હથેળીનું મૂળ, અહીં મુખ્ય ખનન ક્રિયાદિ અસંભવે છે, છતાં ઉપમાર્થે આમ કહેલ છે કે- નખ વડે પર્વત ખોદવા જેવું છે. દાંત વડે લોટું ખાતા હો તેમ ખાઓ છો, જાતજસ - અગ્નિ, તેને પગ વડે તાડન કરી રહ્યા છો. તો અમારે શું કરવું? તે કહે છે - જે તમે આ ભિક્ષુની અવમાનના કરી રહ્યા છો તેનું ફળ અનર્થરૂપ છે. આમ કેમ કહ્યું? આચ્ચ - દાઢા, તેમાં જેને વિષ છે તે આસીવિષ. આસીવિષ લબ્ધિવાળા, શાપ કે અનુગ્રહમાં સમર્થ. અથવા આસીવિષ સર્પ સમાન આસીવિષ. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર તેઓ આવા પ્રકારે કેમ છે? કેમકે ઉગ્રતપસ્વી છે. મહેસિ - મહાન, બાકીના સ્વર્ગાદિની અપેક્ષાએ મોક્ષની અભિલાષા કરનારા. અથવા મહર્ષિ - ઘોર વ્રતી, ઘોર પરાક્રમી એમ હોવાથી અગ્નિમાં જેમ પતંગસેના આક્રમણ કરે છે, આ ઉપમા છે. જેમ પતંગની સેના મોટી હોય છે, તેની જેમ અગ્નિમાં પડતાં જલ્દીથી ઘાતને પામે છે. તમે જે ભિક્ષની અનુકંપા કરો છો, ભોજન સમયે તેમાં દીન આદિને અવશ્ય આપો છો, આ શિષ્ટ સિદ્ધાંતને ભૂલીને તમે આમને કંઈ આપવાને બદલે તાડન કરી રહ્યા છો. તેથી આ આસીવિષાદિ વિશેષણ યુક્તમુનિ, નખ વડે પર્વતને ખોદવા વગેરેની માફક આમને ભોજનકાળે પણ આ ભોજનાથને હણો છો. હવે વકૃત્ય માટે ઉપદેશ આપે છે. આ મુનિનો સ્વ રક્ષણાર્થે આસરો લો. - તેમની પાસે જાઓ. મસ્તક વડે પ્રણામ કરવા પૂર્વક આ જ અમારું શરણ છે, તેમ સ્વીકારો. કેવી રીતે ? બધાં મળીને. શા માટે ? જો તમે જીવવા ઇચ્છતા હો તો. જો તે કોપાયમાન થાય તો જીવિતવ્ય આદિના રક્ષણ માટે બીજું કઈ સમર્થ નથી. એવું કેમ કહો છો ? તે ક્રુદ્ધ થશે તો બધું બાળીને ખાખ કરી દેશે. • x- - x હવે તેનો પતિ છાત્રોને તેવા જોઈને શું કરે છે ? તે કહે છે - • સૂત્ર - ૩૮૮, ૩૮૯ - મુનિને તાડન કરનારા છાત્રોના મસ્તક પીઠ તરફ ઝૂકી ગયા હતા. ભુજાઓ ફેલાઈ ગઈ હતી, નિશ્ચત થઈ ગયેલા. આંખો ખૂલી રહી ગઈ હતી, મોઢામાંથી લોહી નીકળવા લાગેલું, ઉર્ધ્વમુખ થઈ ગયા. જીભ અને આંખો બહાર નીકળી આવેલી. આ પ્રમાણે છાત્રોને કાઇની જેમ નિશ્ચષ્ટ જોઈને, તે ઉદાસ અને ભયભીત બ્રાહ્મણ પોતાની પત્ની સાથે લઈને મુનિને પ્રસન્ન કરવા લાગ્યા - અંતે ! અમે તમારી જે નિંદા અને હેલણ કરી તેની ક્ષમા કરો. • વિવેચન - ૩૮૮, ૩૮૯ - અધોબાધિત કરાયેલા અર્થાત નીચે નમી ગયેલા, અવકોટિત - નીચેની તરફ વાળી નંખાયેલા, પૃષ્ઠ અભિમુખ કરાયેલા મસ્તકવાળા, - X- X- પ્રસારિત - ફેલાયેલી ભુજા જેમની છે તેવા, તેનાથી તે ચકર્મચેષ્ટા અર્થાત્ અવિધમાન - કર્મ હેતુથી વ્યાપારપણાથી રહિત થયેલા. અથવા કરાય તે કર્મો, અગ્નિમાં સમિધ પ્રક્ષેપણાદિ, તે વિષયક ચેષ્ટા તે કર્મચેષ્ટા અહીં ગ્રહણ કરાય છે. આંખો ફાટી ગયેલ, તે પ્રસારિત લોચનો જેમના છે તે. વળી લોહીના કોગળા કરતા, જેમના મુખ ઉર્ધ્વ તરફ થઈ ગયો છે, તેને કારણે જિલ્લા બહાર લબડી રહી છે તેવા - x x-. ઉક્ત રૂપે પોતાના છાત્રોને જોઈને. કેવા ? અત્યંત નિશ્ચેષ્ટપણાથી લાકડા જેવા થઈ ગયેલા, વિમનસ્ક થઈ ગયેલા, વિષાદને પામેલા - કઈ રીતે આ છાત્રો સારાસાજા થશે, તેવી ચિંતા વડે વ્યાકુળ. એવા દર્શન પછી સોમદેવ નામે બ્રાહ્મણ તે Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૨/૩૮૮, ૩૮૯ ૧૦૫ હરિકેશબલ નામના મુનિને પ્રસન્ન કરવાને માટે પત્નીની સાથે - તે ભદ્રા નામક ભાર્યા સહિત, મુનિની જે અવજ્ઞા અન નિંદા કરી તે માટે ક્ષમાયાચના કરે છે. ફરી પણ તેમને પ્રસન્ન કરવા કહે છે - • સૂત્ર ૩૯૦ - ભગવન્ ! મૂઢ અને અજ્ઞાની બાળકોએ આપની જે અવહેલના કરી છે, આપ તેમને ક્ષમા કરો. ઋષિઓ તો મહાન અને પ્રસન્ન ચિત્ત હોય છે. તેથી તેઓ કોઈ પરત્વે કોપવાળા થતા નથી. • વિવેચન ૩૯૦ - બાલ - બાળકો, છાત્રો, મૂઢ – કષાય મોહનીય ના ઉદયથી ચિત્ત રહિતતા કે વિપરીત ચિત્તને પામેલા. તેથી જ અજ્ઞ - હિતાહિત વિવેક રહિત. તેમણે જે તમારી અવજ્ઞા કરી, તેની હે ભદંત ! ક્ષમા કરો. આના વડે એમ કહે છે આ બાળકો મૂઢ અને અજ્ઞાત છે, તેમના ઉપર કોપ કરીને શું ? આ બધાં અનુકંપા કરવા લાયક છે. - × - x - ઋષિઓ - સાધુઓ તો ચિત્ત પ્રસતિરૂપ મહા કૃપાવાળા હોય છે. પરંતુ મુનિઓ ક્રોધને વશવર્તી હોતા નથી. ત્યારે મુનિ કહે છે - · - • સૂત્ર ૩૯૧ મારા મનમાં કોઈ દ્વેષ પહેલાં ન હતો, અત્યારે નથી આગળ પણ નહીં હોય. યક્ષો વૈયાવચ્ચ કરે છે, તેમણે જ કુમારોને હણ્યા છે. • વિવેચન ૩૯૧ પૂર્વે - પહેલા, આ કાળે, ભવિષ્ય કાળમાં મનમાં કોઈપણ પ્રદ્વેષ મને હતો નહીં, છે નહીં અને થશે નહીં. અહીં ભાવિ માટે પ્રમાણનો અભાવ છે છતાં જે અનાગતકાળ સંબંધી વચન કહ્યું, તેનો નિષેધ કરીને શ્રુતજ્ઞાનના બળથી ત્રણ કાળના પરિજ્ઞાન સંભવથી આ પ્રમાણે કહેલ છે. - x - x - - · - યક્ષ - દેવ વિશેષ, જેઓએ વૈયાવચ્યાર્થે પ્રત્યેનીકોને પ્રતિઘાત રૂપે કરેલ છે. તેથી જ આ કુમારોને તાડિત કે નિહત કરેલાં છે. પણ મારા મનમાં તેવો કોઈ દ્વેષ નથી. તેથી તેમના ગુણોથી આકૃષ્ટ ચિત્તથી ઉપાધ્યાયાદિએ કહ્યું - - • સૂત્ર - ૩૯૨ ધર્મ અને અર્થને યથાર્થ રૂપે જાણનારા ભૂતિપ્રજ્ઞ આપે ક્રોધ કરેલ નથી. અમે બધાં મળીને આપના ચરણનું શરણ સ્વીકારીએ છીએ. • વિવેચન - ૩૯૨ - અર્થ - જ્ઞેયપણાથી આ બધી જ વસ્તુ, અહીં પ્રક્રમથી શુભાશુભ કર્મ વિભાગ કે રાગ-દ્વેષનો વિપાક પરિગ્રહણ કરાય છે. અથવા અર્થ - અભિધેય, તે અર્થથી શાસ્ત્રો જ, તેને. ચ શબ્દથી તેમાં રહેલ અનેક ભેદો સૂચવે છે. થર્મ - સદાચાર કે દશવિધ યતિ ધર્મને. વિશેષથી વિવિધરીતે જાણતા અને તમે ક્રોધ કરો જ નહીં. ભૂતિ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ પ્રજ્ઞ - રક્ષા પ્રધાન મંગલબુદ્ધિથી યુક્ત છો, તેથી તમારા જ ચરણમાં અમે શરણ સ્વીકારવા બધાં લોકોની સાથે એકઠાં થયેલા છીએ. - વળી - • સૂત્ર - ૩૯૩ - હે મહાભાગ ! અમે આપની આય કરીએ છીએ. આપનું એવું કંઈ નથી કે અમે જેની અચ ન કરીએ. હવે તમે વિવિધ વ્યંજનોથી મિશ્રિત શાલિ - ચાવલથી નિષ્પક્ષ ભોજન કરો. • વિવેચન - ૩૯૩ - અર્ચા - પૂજા, અમે તમારા સંબંધી બધાંની પૂજા કરીએ છીએ. હે મહાભાગ! આપ પિંક - ભોજનાર્થે પધારશે. મહાભાગ એટલે અતિશય અચિંત્ય શક્તિયુક્ત. તમારા ચરણની ધૂળ આદિ એવું કંઈ પણ નથી કે જેની અમે પૂજા ન કરતા હોઈએ, પરંતુ બધાંની પૂજા કરીએ છીએ. અહીં ફરીથી વ્યતિરેકથી તે જ વાત સુખેથી સમજાય તે માટે કરેલી છે. આના વડે સ્વતઃ તેમનું પૂજ્યત્વ કહ્યું. તેના સ્વામીપણાનો પૂજ્યતા હેતુ છે. તથા વાપરો - ભોજન કરો, શેનું? શાલિ વડે નિષ્પન્ન ઓદનનું, કે જે વિવિધ વ્યંજન વડે - અનેક પ્રકારના દહીં આદિ વડે સમિશ્રનું. - વળી - • સૂત્ર - ૩૯૪ - આ અમારું પ્રચુર આક્ષ છે. અમારા અનુગ્રહાથે તેને સ્વીકારો. પુરોહિતના આ આગ્રહથી મહાત્માને તેની સ્વીકૃતિ આપી અને એક માસની તપશ્ચરાના પારણાને માટે આહાર-પાણી ગ્રહણ કર્યા. • વિવેચન - ૩૯૪ - આ પ્રત્યક્ષ જ દેખાતા, જે મારા વિધમાન એવા પ્રચુર અન્નમંડક, ખંડ, ખાજા આદિ સમસ્ત ભોજન છે. જે પહેલા “ઓદન’નું ગ્રહણ કર્યું, તે તેના સર્વ અન્નમાં પ્રાધાન્ય જણાવવાને માટે છે. તે ખાઈને અમારા ઉપર અનુગ્રહ કરો. અર્થાત અમે અનુગ્રહિત થઈએ. આ પ્રમાણે તેમણે કહેતા, મુનિ બોલ્યા કે - એ પ્રમાણે કરીએ. દ્રવ્યાદિથી શુદ્ધ હોવાથી તેને ઉક્ત ભોજન પાનને મુનિ ગ્રહણ કરે છે. - *- મહિનાને અંતે જે પારણું કરાય તે પર્યન્ત, ગૃહિત નિયમનું પારણું આના વડે કહ્યું. તે નિમિત્તે ભોજન ગ્રહણ કર્યું. ત્યારે ત્યાં જે બન્યું, તે કહે છે - • સૂત્ર - ૩૫ - દેવોએ ત્યાં સુગંધિત જળ, પુષ્પ અને દિવ્ય ધનની વૃષ્ટિ કરી, દુંદુભિ નાદ કર્યા, આકાશમાં “અહોદાન” એવો ઘોષ કર્યો. • વિવેચન - ૩૫ - ત્યાર પછી મુનિ ભોજન-પાનને સ્વીકારે છે. યજ્ઞપાટકમાં ગંઘ - આમોદ, તેનાથી પ્રધાન ઉદક - જળ, તે ગંધોદક. પુષ્પ - કસમ તેની વર્ષા એટલે ગંધોદક પુષ્પવર્ષા, Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૨/૩૯૫ ૧૦૭ દેવોએ કરી. દિવ્યા - શ્રેષ્ઠ, અથવા દિfa - આકાશમાં, ત્યાં જ બીજે નહીં. - x x વસુ - દ્રવ્ય, તેની ધારા - સતત પડવા રૂપ અર્થાત વસુધારાની સંતતિ, તેની વૃષ્ટિ કરી. કોણે? દેવોએ. પ્રકર્ષથી હતા- તાડિતતેuહતા, તે શું? દંભી. ઉપલક્ષણાથી બાકીના વાધો. કોણે વગાડ્યા? દેવોએ. તથા તેઓએ જ આકાશમાં - અહો! વિસ્મયમાં અર્થાતુ આ દાન વિસ્મયનીય છે, બીજો કોણ છે ? જે આ પ્રમાણે દાન દેવાને સમર્થ છે. એ પ્રમાણે દીધું તે સુદત્ત છે. તે બ્રાહ્મણો પણ વિમિત મનથી આમ કહે છે - • સૂત્ર - ૩૯૬ - પ્રત્યક્ષમાં તપની જ વિશેષતા દેખાઈ રહી છે, જતિની કોઈ વિશેષતા દેખાતી નથી. જેની આવા પ્રકારની મહાન ગુદ્ધિ છે, તે મહાનુભાગ હારિકૅશ મુનિ ચાંડાલપુત્ર છે. • વિવેચન - ૩૯૬ સાક્ષાત્ - પ્રત્યક્ષ, ખુ- નિશ્ચિત, તેથી આ સાક્ષાત જ દેખાય છે - અવલોકાય છે. આ કોણ છે? તપ - લોક પ્રસિદ્ધ વ્રત-ઉપવાસાદિ, તેનું વિશિષ્ટત્વ, માહાસ્ય તે તપોવિશેષ. જાતિ માહાભ્ય કંઈપણ દેખાતું નથી. એમ કેમ કહ્યું? આ ચાંડાલપુત્ર હરિકેશ છે, તે માતંગપણાથી પ્રસિદ્ધ પણે છે અને પતિપણાથી સાધુ હોવાથી “હરિકેશ સાધુ' છે તે અહીં જુઓ. કદાચિત બીજી કોઈ ક્યારેક આથી કહે છે - જેની આ દશ્યમાન રૂપ આવી ત્રાદ્ધિ - દેવ સંનિધાન રૂપ સંપત્તિ મહાનુભાગ છે - સાતિશય માહામ્ય છે. જાતિ વિશેષ છતાં સર્વોત્તમપણે બ્રાહાણ જાતિની જેમ અમારા દેવતા પણ વૈયાવચ્ચ કરે છે, એવો ભાવ છે. હવે તે જ મુનિ તેમને ઉપશાંત મિથ્યાત્વ મોહનીય ઉદયવાળાની જેમ જોતા આ પ્રમાણે કહે છે - • સૂત્ર - ૩૯૭ - બ્રાહ્મણો ! અગ્નિનો સમારંભ કરતા એવા તમે બહારથી જળથી શુદ્ધિ કરવા ઇચ્છો છો ? જે બહારથી શુદ્ધિને શોધે છે, તેને કુશળ પુરુષ સુષ્ટ કહેતા નથી. • વિવેચન : ૩૯૭ • કિમ - આ યુક્ત નથી. જે બ્રાહમણો અગ્નિના સમારંભથી અર્થાત યજ્ઞ કરણમાં પ્રવર્તમાન કે યાગ કરતાં, જળ વડે બાહ્ય શુદ્ધિ - નિર્મળતા કરવાને ઇચ્છે છે. • - ૪ - અહીં શો ઉપદેશ કરે છે? જે તમે બાહ્ય હેતુક વિશુદ્ધિ શોધી રહ્યા છો, તે સુખ સારી રીતે પ્રેક્ષિત નથી, તેમ કુશલો, તત્ત્વવિચાર પ્રતિ નિપુણો પ્રતિપાદિત કરે છે, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ રીતે આ સુદૃષ્ટ થતી નથી, તે રીતે સ્વતઃ જ કહે છે - - • સૂત્ર ૩૯ - કુશ, સૂપ, તૃણ, કાષ્ઠ અને અગ્નિનો પ્રયોગ તથા પ્રાતઃ અને સંધ્યાકાળે જળનો સ્પર્શ - આ પ્રમાણે તમે મંદબુદ્ધિ લોકો પ્રાણીઓ અને ભૂતોનો વિનાશ કરતા એવા પાપકર્મી રહ્યા છો. ♦ વિવેચન - ૩૯૮ - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ કુશ - દર્ભ, સૂપ, તૃણ - વીરણાદિ. કાષ્ઠ- સમિધ આદિ અને અગ્નિને સર્વત્ર પરિગ્રહણ કરો છો. સંધ્યાકાળે અને પ્રાતઃ કાળે જળને આચમન આદિમાં પરામૃશ કરો છો. પ્રાણના યોગથી પ્રાણી અથવા પ્રકર્ષથી વસે છે તે પ્રાણી. પ્રાણ - બે ઇંદ્રિય આદિ કેમકે પાણીમાં પૂરા આદિ રૂપે તે સંભવે છે. लूत વનસ્પતિ, ઉપલક્ષણથી પૃથ્વી આદિ એકેન્દ્રિયો. એનો વિશેષ કે વિવિધ બાધ્યમાન અર્થાત્ વિનાશ કરો છો. ફરી પણ કેવળ પહેલાં જ નહીં, પરંતુ વિશુદ્ધિકાળમાં પણ પાણી અને અગ્નિ આદિ જીવનું ઉપમર્દન કરતા જડ લોકો એવા તમે પ્રકર્ષથી અશુભ કર્મોને એકઠાં કરો છો. તેનો આશય આ પ્રમાણે છે - કુશલો જ કર્મ મળના વિલયરૂપ તાત્ત્વિકી જ શુદ્ધિને માને છે, જ્યારે તમારા અભિમત યાગ સ્નાનમાં યૂપાદિ પરિગ્રહ અને જળ સ્પર્શમાં અવિનાભાવથી જીવની હિંસાના હેતુપણાથી કર્મમળનો ઉપચય અને બંધ જ થાય છે તેથી કર્મ વિશુદ્ધિનો સંભવ જ નથી, તો તમે કઈ રીતે તેને શુદ્ધિમાર્ગણ સુદૃષ્ટ તમે કહો છો ? વાચકવર્ય કહે છે - શુભ ભાવશુદ્ધિ રૂપ આધ્યાત્મિક શૌચનો ત્યાગ કરીને જ્યાં જળ આદિ શૌચ ઇષ્ટ છે, તે મૂઢ માર્ગ જ છે. આ પ્રમાણે તેના વચનો સાંભળીને સમુત્પન્ન શંકાવાળા યાગ પ્રતિ ત્યારે એ પ્રમાણે પૂછે છે - ♦ વિવેચન - ૩૯૯ - - - ૦ સૂત્ર - ૩૯૯ - હે ભિક્ષુ ! અમે કઈ રીતે પ્રવૃત્તિ કરીએ, કઈ રીતે યજ્ઞ કરીએ ? કઈ રીતે પાપકર્મોને દૂર કરીએ ? હે યક્ષપૂજિત સંયત ! મને બતાવો કે તત્ત્વજ્ઞ પુરુષ શ્રેષ્ઠ યજ્ઞ કર્યો બતાવે છે ? કયા પ્રકારે અમે યાગમાં પ્રવર્તીએ ? હે ભિક્ષુ ! - મુનિ ! તથા યાગને કઈ રીતે કરીએ ? કઈ રીતે પાપ - અશુભ કર્મો કે જે પૂર્વે ઉપાચિત કરેલા હોય તેને પ્રેરિત કરીએ - નિવારીએ ? તે અમને કહો. હે સંયત ! પાપસ્થાનોથી સમ્યક્ અટકેલા, હે યક્ષપૂજિત - યક્ષો વડે અર્ચિત ! અમે કર્મોને નિવારવાના ઉપાય રૂપ યાગ કેમ કરીએ? કેમકે અમારા યાગને તમે દૂષિત કહો છો, તો આપ જ અમને યાગનો ઉપદેશ આપો. કદાચ અવિશિષ્ટ જ યજનનો ઉપદેશ કરે, એવી આશંકાથી કહે છે - કયા Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૨/૩૯૯ ૧૦૯ પ્રકારે શોભન યજન ઉક્ત રૂપ કુશલ પુરુષોએ બતાવેલ છે, તે અમને કહો. તેઓએ એ રીતે પૂછતા - મુનિ કહે છે - • સૂત્ર ૪૦૦ - દાંત મુનિ છ જીવનિકાયની હિંસા ન કરે, અસત્ય કે અદત્તને સેવે નહીં, પરિગ્રહ- સ્ત્રી તથા મન - માયાને સ્વરૂપથી જાણીને (તથા છોડીને) વિચરણ કરે. ૦ વિવેચન ૪૦૦ - પૃથ્વી આદિ છ જીવ નિયમોનો અસમારંભ કરે - હિંસા ન કરે, મૃષા - અસત્ય ભાષણ ન કરે, અદત્તાદાન ન સેવે - ન આચરે, પરિગ્રહ - મૂર્છા, સ્ત્રીઓ, માન - અહંકાર, માયા - પરપંચના રૂપ, તેના સહચારી પણાથી કોપ અને લોભ લેવો, અનંતરોક્ત પરિગ્રહ આદિને જ્ઞપરિજ્ઞાથી સર્વ પ્રકારે જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રત્યાખ્યાન કરીને તમે યાગમાં પ્રવર્તો. અથવા જેમ દાંત ચરે છે, તેમ આપે પણ વિચરવું જોઈએ. - ૦ - - પહેલાં પ્રશ્નનું પ્રતિવચન કહ્યું. હવે બાકીના પ્રશ્નોનું પ્રતિવચન કહે છે - - w સૂત્ર ૪૦૧ - જે પાંચ સંવરોથી પૂર્ણ પણે સંવૃત્ત હોય છે, જીવિતની આકાંક્ષા કરતા નથી, શરીરની આસક્તિનો પરિત્યાગ કરે છે, જે પવિત્ર અને દેહભાવ રહિત છે, તેઓ વાસના ઉપર વિજય પામનાર મહાજયી શ્રેષ્ઠ યજ્ઞ કરે છે. ૦ વિવેચન - ૪૦૧ - સંવૃત્ત - સમસ્ત આશ્રવદ્વારોને બંધ કરીને તે સુસંવૃત્ત. કોના વડે ? પાંચ સંખ્યાથી - પ્રાણાતિપાત વિરતિ આદિ વ્રતોથી સંવર કરેલ, આ મનુષ્ય જન્મમાં ઉપલક્ષણપણાથી પરલોકમાં, અસંયમ જીવિતને ન ઇચ્છતો અથવા આયુ સમાપ્ત થઈ જાય તો પણ બીજાના ધનાદિને ન ઇચ્છતો, જ્યાં વ્રતમાં વિઘ્ન થાય ત્યાં જીવિતને પણ ન ગણકારતો, તેથી જ વ્યુત્કૃષ્ટ - વિવિધ ઉપાયો વડે કે વિશેષથી પરીષહ અને ઉપસર્ગ સહિષ્ણુતા લક્ષણ વડે તજેલ - કાચ - શરીરને જેણે તે વ્યુત્કૃષ્ટકાય, શુચિ - અકલુષ વ્રત એવા તે ત્યક્ત દેહ - અત્યંત નિષ્પતિકર્મતાથી શુચિ વ્યક્ત દેહ, મહાન જય – કર્મશત્રુના પરાભવન રૂપ જે યજ્ઞમાં છે તે મહાજય. - x - x- શ્રેષ્ઠ વચનથી આવું યજન ઇષ્ટ છે, તેમ કુશલ પુરુષો કહે છે. - આને જ કર્મોને દૂર કરવાનો ઉપાય કહેલો છે. જો આવા પ્રકારના ગુણો તે શ્રેષ્ઠ યજ્ઞમાં પૂજે છે. તો તમે પણ આવા પ્રકારના ગુણો જ પૂજો. તથા તેને પૂજતા કયા ઉપકરણો અને કઈ યજન વિધિ છે ? તે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ અભિપ્રાયથી આ પ્રમાણે કહે છે - • સૂત્ર - ૪૦૨ - હે ભિક્ષ ! તમારી જ્યોતિ કઈ છે ? જ્યોતિનું સ્થાન કયું છે ? વૃતાદિ નાંખવા માટેની કડછી કઈ છે ? અગ્નિને પ્રદિપ્ત કરનારા કરિષાંગ કયા છે ? તમારું ઇંધણ અને હોમ કયા છે ? ક્યા હોમથી તમે જ્યોતિ પ્રજવલિત કરો છો ? • વિવેચન - ૪૦૨ - કેવા સ્વરૂપની તમારી જ્યોતિ - અગ્નિ છે, કેવા તમારા જ્યોતિસ્થાન છે કે જ્યાં અગ્નિ રખાય છે. ધૃત આદિને પ્રક્ષેપનારી દર્દી - કડછી કેવી છે? કરીષ - છાણ, તે જ અગ્નિના ઉદ્દીપનનું અંગ હોવાથી કરીષાંગ છે, જેના વડે અગ્નિ સંધુકાય છે. સમિધ, જેના વડે અગ્નિ પ્રજ્વલિત કરાય છે, તે તમારે શું છે? શાંતિ - દુરિત ઉપશમન હેતુ અધ્યયન પદ્ધતિ કયા પ્રકારે છે ? હે ભિક્ષ ! કેવી હવન વિધિ વડે આહુતિ આપીને અગ્નિને પ્રીણિત કરો છો ? છ જીવનિકાયના આરંભના નિષેધથી જ અમારો અભિમત હોય છે તેના ઉપકરણો પૂર્વે નિષિદ્ધ છે, તો યજનનો સંભવ કઈ રીતે થાય? મુનિ કહે છે - • સૂત્ર - ૪૦૩ - તપ એ જ્યોતિ છે, જીવ એ જ્યોતિનું સ્થાન છે, યોગ એ કડછી છે. શરીર કરિષાંગ છે. કર્મ ઇંધણ છે. સંયમની પ્રવૃત્તિ તે હોય છે એવો પ્રશાસ્ત ચજ્ઞ હું કરું છું. • વિવેચન - ૪૦૩ - તપ - બાહ્ય અત્યંતર ભેદે છે તે અગ્નિ છે. જેમ અગ્નિ ઇંધણને ભમ કરે છે, તેમ તપ પણ ભાવ ઇંધણ - કર્મોને ભસ્મ કરે છે. જીવ - જંતુ જ્યોતિ સ્થાન, તપ રૂપ અગ્નિ તેને આશ્રયે રહે છે. જેમાં સ્વ કર્મ વડે સંબંદ્ધ કરાય છે - જોડાય છે, તે યોગમન, વચન, કાયા. સ્નેહ સ્થાનીય તે શુભ વ્યાપારો છે, તપ રૂપ અગ્નિને જ્વલનના હેત રૂપે તેમાં સંસ્થાપિત કરાય છે. શરીર એ કરીષાંગ છે, તેના વડે જ તારૂપ અગ્નિ ઉદિત કરાય છે. કર્મો, તેને જ તપ વડે સ્મસાત કરાય છે. સંયમ યોગ - સંયમ વ્યાપાર, શાંતિ - સર્વ પ્રાપ્તિના ઉપદ્રવોને દૂર કરવા પડે. હોમ - હોમ વડે તપોજ્યોતિ પ્રદીપ્ત થાય છે. ઋષીણાં - મુનિના સંબંધી પ્રશસ્ત જીવોપઘાત રહિત પણાથી વિવેકી વડે સમ્યક ચારિત્ર વડે પ્રશંસિત છે. આના વડે કયા હોમ વડે અગ્નિને પ્રજ્વલિત કરાય છે, ઇત્યાદિનો ઉત્તર આપ્યો. આના દ્વારા બ્રાહ્મણોના લોકપ્રસિદ્ધ યજ્ઞોના અને સ્નાનના નિષિદ્ધપણાથી તેઓ વડે યજ્ઞ સ્વરૂપ પૂછાયું, તેનો ઉત્તર મુનિ વડે કહેવાયો. હવે સ્નાનનું સ્વરૂપ પૂછવાની ઇચ્છાવાળાને આમ કહે છે - Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૨/૪૦૪ ૧૧૧ • સૂત્ર - ૪૦૪ - હે યક્ષપૂજિત સયત ! અમને બતાવો કે તમારો દ્રહ કયો છે ? શાંતિ તીર્થ કયું છે ? તમે ક્યાં સ્નાન કરીને રજને દૂર કરો છો ? તે અમે આપની પાસેથી જાણવા ઇચ્છીએ છીએ. • વિવેચન - ૪૦૪ - તમારું દ્રહકે નદી ક્યા છે ? તમારું શાંતિ- પાપ ઉપશમન નિમિત્ત તીર્થ - પુન્ય ક્ષેત્ર તે શાંતિ તીર્થ કયું છે? અથવા કેવા સ્વરૂપે તમારે તીર્થ - સંસાર રૂપી સમુદ્રના તરણોપાય રૂપ તીર્થ વિધમાન છે ? કેમકે લોક પ્રસિદ્ધ તીર્થોનો તમારા વડે નિષેધ કરાયેલ છે. શેમાં તમે સ્નાત્ - શુચિભૂત થઈને કર્મરજનો તમારા વડે નિષેધ કરાયેલ છે. શેમાં તમે સ્માત - શુચિભત થઈને કર્મરજનો તમે ત્યાગ કરો છો ? આપનો અભિપ્રાય ગંભીર છે, તો અમને જણાવો કે આપનું દ્રઢતીર્થ - શુદ્ધિ સ્થાન અમારા જેવું જ છે કે અન્ય પ્રકારે છે, તે અમે જાણતા નથી. તો હે સંયત ! યક્ષપૂજિત ! અમે આપની પાસે તેનો અર્થ જાણવા અભિલાષા રાખીએ છીએ. ત્યારે મુનિ બોલ્યા - • સૂત્ર - ૪૦૫, ૪૦૬ - આત્મભાવની પ્રસન્નતારૂપ અકલુષ વેશ્યાવાળો ધર્મ મારું દ્રહ છે, જ્યાં નાન કરીને હું વિમળ, વિશુદ્ધ અને શાંત થઈને ફરજ દૂર કરું છું. કુશળ પુરુષોએ આને જ સ્નાન કહેલ છે. ત્રષિઓને માટે આ મહાન સ્નાન જ પ્રશસ્ત છે. આ ધર્મદ્રહમાં સ્નાન કરીને મહર્ષિ વિમલ અને વિશદ્ધ થઈને ઉત્તમ રસ્થાનને પામ્યા છે - તેમ હું કહું છું. • વિવેચન - ૪૦૫, ૪૦૬ - ઘર્મ - અહિંસા રૂપ કહ, કમરને દૂર કરવાથી બ્રહ્મ - બ્રહ્મચર્યને તે શાંતિ તીર્થ છે, તેના આસેવનથી જ સક્લમલના મૂલને રાગ-દ્વેષથી ઉમૂલિત કરે છે. તેની ઉમૂલનાથી કદાચિત મલનો સંભવ રહેતો નથી. અહિંસાના ઉપલક્ષણ સત્ય આદિ પણ લેવા. - x x- અથવા બ્રહ્મચર્યવાળા તે સાધુઓ જાણવા. કેમકે- ૪- સાધુનું દર્શન શ્રેષ્ઠ છે, સાધુઓ તીર્થરૂપ જ છે, તીર્થ કાળ વડે - સમયથી પવિત્ર કરે છે, સાધુનો સમાગમ જલ્દીથી પવિત્ર કરે છે. આપના દ્વારા પુનીત તીર્થ પ્રાણીના ઉપમર્દન હેતુપણાથી, તે મલના ઉપચય નિમિત્ત જ થાય છે, પછી તે શુદ્ધિના હેતુ માટે કઈ રીતે થાય? કહ્યું છે કે - રોજેરોજ હજારો વર્ષો સુધી સ્નાન કરે, સાગર વડે પણ સ્નાન કરે, તેટલા માત્રથી તેમની શુદ્ધિ કઈ રીતે થાય? દ્રહ શાંતિતીર્થમાં જ વિશેષથી કહે છે- અનાવિલ - મિથ્યાત્વ ગતિ વિરાધનાદિ વડે અકલુષ, અનાવિલત્વથી જ જીવને પ્રસન્ન - કંઈ પણ અકલુષ પીત આદિ અન્યતરા લેશ્યા જેમાં છે તે આમ પ્રસન્નલેશ્ય. અથવા આતા - પ્રાણીઓને અહીં કે પત્ર હિતને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ પ્રાપ્ત. તેના વડે જ ઉક્તરૂપ પ્રસન્ન લેશ્યા જેમાં છે તેવું ધર્મદ્રહ અને બ્રહ્મનામનું શાંતિતીર્થ છે. જો બ્રહ્મ શબ્દથી બ્રહ્મચર્ય લઈએ, તો તે પક્ષમાં વચનના વિપરિણામથી બંને વિશેષણોની વ્યાખ્યા કરી. જેમાં સ્નાન કરેલો અત્યંત શુદ્ધિ થવાથી વિમલ - ભાવમલ રહિત, તેથી જ અતિ વિશુદ્ધ - કલંક રહિત. સુશીતીભૂત રાગાદિ ઉત્પત્તિ વિરહિત સારી રીતે શૈત્યને પ્રાપ્ત. શોભન શીલ કે ચારિત્ર પ્રાપ્તને સુશીલ પ્રાપ્ત પ્રકર્ષથી ત્યજે છે, કોને ? કર્મ રૂપ દોષોને. આના વડે આમ કહે છે. મારે દ્રઢતીર્થમાં જ શુદ્ધિસ્થાનને પરમ એવંવિધ એ પ્રમાણે જ છે. હવે નિગમન કરવાને કહે છે - અનંતર ઉક્ત સ્નાન પૂર્વોક્ત રૂપે જ આ સ્નાનને મહાસ્નાન રૂપે જોયેલ છે, તમે કહેલાં નાનને નહીં કેમકે આ જ સવમલના અપહારિપણાથી સાચું જ્ઞાન છે. તેથી જ ઋષિઓને તે પ્રશસ્ત છે પણ જળ સ્નાનવત દોષપાથી નિદેલ નથી. આનું જ ફળ કહે છે - મહામુનિએ ઉત્તમ સ્થાન - મુક્તિ લક્ષણને આવું સ્નાન કરનારા પ્રાપ્ત કરે છે. - x• x મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૨ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ અધ્ય. ૧૩ ભૂમિકા 2 અધ્યયન - ૧૩ - “ચિત્રસંભૂતીય” હું હરિકેશીયનામક બારમું અધ્યયન કહ્યું. હવે તેરમું કહે છે. આનો અભિસંબંધ આ છે - અનંતર અધ્યયનમાં શ્રતવાળાને પણ યત્ન કરવો જોઈએ, તેમ જણાવવા તપની સમૃદ્ધિ કહી. અહીં તે પ્રાપ્ત થવા છતાં પણ નિદાનનો પરિહાર કરવો જોઈએ તેમ દર્શાવવા તે મહા અપાયનો હેતુ ચિત્ર અને સંભૂતના દષ્ટાંતથી નિર્દેશ કરે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનનો - ૪ - ૪- નામ નિક્ષેપો “ચિત્ર સંભૂતીય' નામ છે. તેથી ચિત્ર સંભૂતના નિક્ષેપના અભિધાન માટે નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૩૩૦ થી ૩૩૨ - ચિત્ર અને સંભૂતનો નિક્ષેપો બંનેમાં નામાદિ ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્ય નિક્ષેપે આગમથી અને નોઆગમથી બે ભેદ છે, ઇત્યાદિ બધું પૂર્વવત્ તે ભાવ નિક્ષેપાથી આ ચિત્રસંભૂત અધ્યયન સમુપસ્થિત છે. - - - હવે આ ચિત્ર અને સંભૂત કોણ હતા? આના વડે કોનો અધિકાર છે ? • નિર્યુક્તિ - ૩૩૩ થી ૩૩૫ આ ગાથાનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે - કોશલના અલંકાર ભૂત સાકેત નામે નગર હતું. તેમાં જીવાજીવાદિ તત્ત્વનો જ્ઞાતા એવો ચંદ્રાવતંસક નામે રાજા થયો. તેને ધારિણી નામે પત્ની (સણી) હતી. તેમનો પુત્ર મુનિચંદ્ર હતો. તે રાજા અન્ય કોઈ દિવસે સંવેગ ઉત્પન્ન થવાથી પોતાના પુત્રને રાજમાં અભિષિક્ત કરી પ્રવજ્યા લીધી. પ્રવજ્યા પાળીને માલ કલંક રહિત તઈને તે અપવર્ગે ગયા. કોઈ દિવસે સાગરચંદ્ર આચાર્ય ઘણાં શિષ્યોથી પરિવરીને ત્યાં આવ્યા. મુનિચંદ્ર રાજા તેમના વંશનાર્થે નીકળ્યો. તેમણે શ્રતને કહ્યું. રાજાને તે વિશદ્ધ ધર્મ કરવાનો અભિલાષ થયો. પોતાના પુત્રને રાજ સોંપીને તેણે દીક્ષા લીધી. શિક્ષા પ્રાપ્ત કરી. મુનિચંદ્ર મુનિ ગુરના નિયોગથી એકલા જ ભોજન-પાન નિમિત્તે કોઈ પ્રત્યંત ગ્રામમાં પ્રવેશ્યા. સાથે ચાલ્યો, આચાર્ય પણ ચાલ્યા, મુનિચંદ્ર મુનિ વિસ્મૃત થઈ ગયા. તેઓ માર્ગથી પરિભ્રષ્ટ થઈ ગયા. ચાર ગોપાલદારકોએ તેમને પૂછવાશ જોયા. મુનિ પ્રત્યે અનુકંપા ઉત્પન્ન થઈ. ગોરસ આદિ પીવડાવતા તેઓ સમાશ્વસ્ત થયા, તેમને ગોકુલમાં લઈ ગયા. પ્રાસુક અન્નાદિથી પ્રતિલાવ્યા. મુનિચંદ્ર મુનિએ જિનપ્રણિત ધર્મ કહ્યો. ચારેએ આ ભાવગર્ભ ધર્મ સ્વીકાર્યો. ત્યાં મળ વડે ખરડાયેલ દેહને જોઈને બે ને ગુપ્સા થઈ. તેમની અનુકંપાથી સખ્યત્વ અનુભાવથી નિવર્તિત થયા ત્યારે પણ તેઓ દેવાયુ પામીને દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવીને જેમણે જુગુપ્સા કરેલ ન હતી તે બે સાધુઓ કેટલાંક ભાવો પછી બને છપુકારપુરમાં બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા. તેની વક્તવ્યતા છપુકારીય નામના અનંતર અધ્યયનમાં કહેવાશે. 38/8] Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર જે બે મુનિએ જુગુપ્સા કરેલી તે બંને દશાર્ણ જનપદમાં બ્રાહ્મણ કુળમાં દાસપણે ઉત્પન્ન થયા. તેમાંનો એક અહીં બ્રહ્મદત્ત થશે, તેનો અહીં અધિકાર છે. અહીં નિયાણાને કહેવાનું છે, તેથી જ તેનું વિધાન છે. - x - અહીં નામ નિષ્પન્ન નિક્ષેપામાં પ્રસ્તુતમાં પ્રસંગથી અર્થાધિકાર કહ્યો. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. - X* X • ૧૧૪ હવે સૂત્ર કહેવું જોઈએ. ♦ સૂત્ર ૪૦૭ - જાતિથી પરાજિત સંભૂત મુનિએ હસ્તિનાપુરમાં ચક્રવર્તી થવા માટે નિયાણુ કર્યું, ત્યાંથી મરીને પદ્મગુલ્મ વિમાનમાં દેવ થયો. પછી બ્રહ્મદત્ત રૂપે ચુલણી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ૭ વિવેચન - ૪૦૭ - - આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે - તે બ્રહ્મદત્ત પૂર્વજન્મમાં વારાણસીમાં સંભૂત નામે ચાંડાલ હતો, ચિત્ર તેનાથી જયેષ્ઠ હતો. ત્યાં નમુચિ નામે બ્રાહ્મણ હતો. તેણે મારા અંતઃપુરને બગાડેલ છે, તેમ જાણીને રાજાએ તેને મારી નાંખવા ચાંડાલાધિપતિ જે ચિત્ર-સંભૂતનો પિતા હતો, તેને સોંપ્યો. ચાંડાલાધિપતિએ નમુચિને કહ્યું - જો મારા પુત્રોને બધી કળામાં કુશળ બનાવ તો તને જીવતો રાખું. નમુચિએ તેના ઘેર ગુપ્તપણે ભણાવ્યા. તે બંને પણ ‘વીણા’ વાદનાદિ બધી કળા શીખ્યા. નમુચિ મરવાના ભયથી ભાગીને હસ્તિનાપુર ગયો, સનક્કુમાર ચક્રવર્તીએ તેને મંત્રી બનાવ્યો. ચિત્ર અને સંભૂતની ગાયન કળામાં તરુણી આસક્ત બનવા લાગી. લોકોએ રાજાને તે ફરિયાદ કરી, રાજાએ તેમને નગરમાં વીણા વાદનાદિનો નિષેધ કર્યો કોઈ વખતે તે બંને કૌમુદી મહોત્સવ જોવાને આવ્યા. લોકોએ કદર્થના કરતા, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી બંનેએ દિક્ષા લીધી. વિકૃષ્ટ તપ કરવા લાગ્યા. તેજોલેશ્યાદિ લબ્ધિ પામ્યા. હસ્તિનાપુર ગયા. માસક્ષમણને પારણે સંભૂત મુનિ ભિક્ષાર્થે પ્રવેશ્યા. નમુચિએ તેમને જોયા. તેમનો તિરસ્કાર કરી નમુચિએ મુનિને કાઢી મૂક્યા. પછી લોકોએ પણ વિડંબના કરી. ત્યારે કુપિત થયેલા મુનિ સમસ્ત લોકોને બાળી નાંખવા તેજોલેશ્યા મૂકવા પ્રવૃત્ત થયા. તે જાણીને અંતઃપુર સહિત સનક્કુમાર ચક્રવર્તી અને સર્વ નગરના લોકો તેની પાસે આવ્યા. આ આખો વૃત્તાંત ચિત્ર મુનિએ જાણ્યો. સંભૂત મુનિને અનેક વચનો વડે ઉપશામિત કરવાનો આરંભ કર્યો, તો પણ તેમનો કોપ શાંત થતો ન જાણીને સ્ત્રીરત્ન સહિત ચક્રવર્તી તેમની ક્ષમા યાચના કરવા લાગ્યા. તે વખતે સ્ત્રીરત્નના કોમળ સ્પર્શથી સંભૂત મુનિને અભિલાષ થયો કે મેં ચાંડાલપણે અનેક કદર્થના ભોગવી છે. ચિત્ર મુનિએ તેમનું નિયાણું જાણીને ઘણાં અટકાવ્યા. તો પણ સંભૂત મુનિએ ચક્રવર્તીપણાનું નિયણું કર્યું. પછી અનશન કર્યું. પછી વૈમાનિક થઈ બ્રહ્મદત્ત રૂપે ચુલનીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ક્યાં ? તે કહે છે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૪૦૮૧ ૧૧૫ • સૂત્ર - ૪૦૮/૧ કાંપિલ્યપુરમાં સંભૂતo • વિવેચન - ૪૦૮/૧ કાંડિલ્ય નામે નગરમાં સંભૂત - પૂર્વજન્મમાં સંભૂત નામ હતું. વિશેષ કથન હવે કહેવાયેલ નિર્યુક્તિ વડે જાણવું • નિર્યુક્તિ - ૩૩૬થી ૩૩૮ - વિવેચન ત્યાં કાંપિલ્યમાં બ્રહ્મ નામે રાજા હતો. કુરમાં ગજપુરાધિપતિ કરેણુદત્ત રાજા હતો. અંગમાં ચંપાનો સ્વામી પુષ્પમૂલ રાજા હતો. બ્રહ્મની પત્ની ચલનીનો ભાઈ “દીર્ઘ રાજા હતો. કાસી જનપદનો આધિપતિ કટક રાજા હતો. આ પાંચે મિત્રો હતા. પાંચેએ એક જ કાળે પત્નીને સ્વીકારી પાંચે એક-એક વર્ષ બધાં સાથે વસતા હતા. આમ બે ગાથા કહી. હવે ત્રીજી ગાથાનું તાત્પર્ય કહે છે - - બ્રહ્મ રાજાને ઇન્દ્રથી આદિ ચાર રાણીઓ હતી. તેમાં ચુલનીએ પુત્રને જન્મ આપ્યો. ધનુ નામના સેનાપતિને ત્યાં પણ તે જ દિવસે પુત્રનો જન્મ થયો. બંનેને મંગલ અને કૌતુક કર્યા. દીન અને અનાથોને દાન આપ્યું. રાજપુત્રનું “બ્રહ્મદત્ત' એ પ્રમાણે નામ રાખ્યું. ધનુના પુત્રનું ‘વરધનુ' નામ રાખ્યું. કાળક્રમે બંને મોટા થયા. સર્વે કળાઓ ભણ્યા. આ અરસામાં બ્રહ્મ રાજા મૃત્યુ પામ્યો. કેટલાંક દિવસો વીત્યા બાદ, તેમના મિત્રોએ બ્રહ્મદત્તને ત્યાં રાજા રૂપે અભિસિંચિત કર્યો. તે મિત્રોએ પરસ્પર વિચાર્યું કે હજી આ બ્રહ્મદત્ત રાજ્યની ધુરાધારણ કરવા સમર્થ નથી. કેટલાંક વર્ષો તેનું પાલન કરવું ઉચિત છે. તેઓએ ત્યાં દીર્ઘપૃષ્ઠને સ્થાપિત કર્યો અને બધાં પોત-પોતાના દેશમાં ગયા. પછી બધે જ મુક્ત પ્રવેશ હોવાના કારણે દીર્ઘપૃષ્ઠ અને ચુલની પરસ્પર સંબંધમાં આવી ગયા. અંતઃપુરપાલિકા તેમના પ્રેમસંબંધને જાણી ગઈ, તેણે ધનુ નામના સેનાપતિ મંત્રીને કહ્યું. તેણે વરધનુને કહ્યું કે આ કુમારને કદી એકલો ન મૂકવો. કોઈ દિવસ બ્રહ્મદત્ત પણ ચુલની માતા અને દીર્ઘપૃષ્ઠ રાજાના સંબંધને જાણી ગયો. તે વિજાતીય સમળીને લાવ્યો. તે પોતાના જેવા સહચર બાળકોની વચ્ચે ભમતો કહેવા લાગ્યો કે જે કોઈ દુષ્ટશીલ હશે તેને હું આવી રીતે જ નિયંત્રિત કરીશ. આ વાત કોઈ રીતે દીર્ઘપૃષ્ઠ જાણી. તે કુમાર પતિ કોપાયમાન થયો અને ચુલનીને કહ્યું કે કોઈ ઉપાયથી તું અને મારી નાંખ, વિષના વૃક્ષની જેમ આની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. તે જ આપણે કલ્યાણને માટે થશે. ચુલનીએ દુરંત મોહોદયથી તે વાત સ્વીકારી. તેણીએ નક્કી કર્યુ કે - આને પુષ્પચૂલમામાની પોતાની પુત્રી જે પુષ્પચૂલા નામે છે, તે પરણાવીએ, તેને શયન માટે લાક્ષાગૃહમાં રાખવા. પછી તે ગૃહ બાળી નાંખવું. તે અંત પુરરક્ષિકાએ આ બધું ધનમંત્રીને કહી દીધું. મંત્રીને પણ લાગ્યું કે આનો વિનાશ કરી દેશે, તેથી તેણે કુમારના સંરક્ષણ માટે પ્રયત્ન શરૂ કર્યા. - - - X- ધનમંત્રીએ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર પણ સમજીને ત્યાંથી રજા લીધી. પોતાનું નિવાસસ્થાન ભાગીરથીના કિનારે બનાવ્યું. ત્યાર પછી તેણે તે લાક્ષાગૃહ સુધી એક સુરંગ ખોદાવી, વરધનુને તે વાત જણાવી દીધી. બ્રહ્મદત્તના લગ્ન કરાયા, લાક્ષાગૃહમાં મોકલ્યા. જોયું તો રાત્રે બધું બળતું હતું. વરધનુએ કહ્યું - તું ડરતો નહીં. મને મારા પિતા ધનુએ જ આ બધું જણાવેલું છે. · સુરંગના માર્ગેથી બચાવીને બ્રહ્મદત્તને સુરક્ષિત પણે બહાર કાઢી લીધો. બહાર બે પ્રધાન અશ્વો તૈયાર રખાયા હતા. તે બંનેને ધનુમંત્રીએ કહ્યું - આના ઉપર બેસીને દેશાંતર ચાલ્યા જાઓ અને દીર્ઘપૃષ્ઠથી તમારી રક્ષા કરો. * X - Xમા શુભ અવસર જોઈને વરધનુએ બ્રહ્મદત્તને આકુલિત ચિત્તથી ચુલનીના સર્વે છળ-કપટનો વૃત્તાંત જણાવી દીધો. અત્યારે તો અહીંથી નીકળી જવું જ શ્રેયસ્કર છે. બંને ત્યાંથી નીકળી ગયા. આ પ્રમાણે પ્રાપ્ત અવસર બ્રહ્મદત્તનું વિધાન આલેખ્યું, પછી ત્યાં જે કન્યાઓનો લાભ થયો તેને જણાવવાને આ પાંચ ગાથા છે. • નિયુક્તિ ૩૩૯ થી ૩૪૩ વિવેચન ચિત્ર નામે પિતા હતા. તેની બે કન્યાઓ હતી, વિધુન્ગાલા અને વિધુન્મતી. તથા ચિત્રસેનક પિતા તેની ભદ્રા નામે પુત્રી હતી. તથા પંથક પિતા અને નાગજસા કન્યા હતા. તથા કીર્તિમતિ કન્યા અને તેના પિતા કીર્તિસેન હતા. તથા નાગદત્તા, યશોમતી અને રત્નવતી હતી. આ ત્રણેનો પિતા યક્ષહરિલ હતો. વર્ચ્છી કન્યા, તેનો પિતા ચારુદત્ત. પછી કાત્યાયન ગોત્રનો વૃષભ નામે પિતા અને તેની શિલા નામે કન્યા. તથા ધનદેવ નામે વણિક્ અને બીજો વસુમિત્ર, અન્ય સુદર્શન અને દારુક. આ ચારે માયાપ્રધાન હતા. આ ચારે કુકડાના યુદ્ધના વ્યતિકરમાં મળ્યા. પુસ્તી નામની કન્યા. પિંગલા નામે કન્યા, તેનો પિતા પોત. સાગરદત્ત વણિક્ તેની પુત્ર દીપશિખા. કાંપિલ્ય પિતા અને તેની પુત્ર મલયવતી. વનરાજી નામે કન્યા, તેના પિતા સિંધુદત્ત તથા તેની જ બીજી સોમા નામે કન્યા. તથા સિંધુસેન અને પ્રધુમ્નસેન તેમને અનુક્રમે વાનીર નામની અને પ્રતિકા નામે કન્યા હતી. તથા હરિકેશા, ગોદત્તા, કરેણુદત્તા અને કરેણુપદિકા તથા કુંજરસેના અને કરેણુસેના. ઋષિવૃદ્ધિ અને કુટુમતી દેવી. આટલી કન્યા સાથે બ્રહ્મદત્ત પરણ્યો. . તેણે કુરુમતીને સ્ત્રીરત્ન રૂપે પ્રાપ્ત કરી. - ૪ - ૪ - x - હવે જે સ્થાનોમાં બ્રહ્મદત્ત ભટક્યો, તે સ્થાનોના નામો જમાવે છે - • નિર્યુક્તિ - ૩૪૪ થી ૩૫૪ વિવેચન અહીં અગિયાર ગાથા છે, આની પણ તે પ્રમાણે વ્યાખ્યા કરવી. કાંપિલ્યપુર, જ્યાં આનો જન્મ થયો. પછી બંને (બ્રહ્મદત્ત અને વરધનુ) ગિરિતટક સંનિવેશમાં ગયા. ત્યાંથી ચંપા નગરી, પછી હસ્તિનાપુર, ત્યાર પછી સાકેત નગરે, સાકેત પાસેના કટકમાં, પછી મંદિ નામના સંનિવેશમાં ગયા. પછી અવશ્યાનક Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૪૦૮-૧ ૧૧૭ નામના સ્થાનમાં ગયા. ત્યાંથી પણ અરણ્યમાં ભમીને વંસગ્રહણ, તેનાથી ઉપલક્ષિત પ્રાસાદ તે વંશી પ્રાસાદ. ત્યારપછી પણ સમકટક. સમકટકથી અટવી, તેને ભ્રમણ કરતા બ્રહાદતને અતિશય તૃષાથી કંઠે, હોઠ, તાળવું સુકાવા લાગ્યા. ત્યારે તેણે વરધનુને કહ્યું - હે ભાઈ !મને તૃષાની ઘણી પીડા થાય છે, તે માટે ક્યાંકથી પાણી લઈ આવ. એટલામાં એણે નીકટવર્તી એક વડનું ઝાડ જોયું. તેની શીતળ છાયામાં સૂઈ ગયો. વરધનુએ તેની સાથે સંકેત કર્યો કે- જો મને કોઈ દીઘપ્રહિત પુરુષ પ્રાપ્ત થશે. તો હું અન્યોક્તિથી અભિધાન કરીશ. પછી તારે અહીંથી પલાયન થઈ જવું. વરધનું પછી પાણી શોધવા નીકળ્યો. તેણે એકત્ર પક્ષિની ખંડ મંડિત સરોવર જોયું. પક્ષિની પત્ર પુટકમાં પાણી એકઠું કર્યું. બ્રહ્મદત્તની સન્મુખ જવા પ્રવૃત્ત થયો. તે વડની નજીક પહોંચ્યો ત્યાં કોઈ રીતે તેમના ભાગી જવાના વૃત્તાંતને જાણીને દીર્ઘપૃષ્ઠ મોકલેલા પુરુષો વડે અતિરોષથી વરધનુને પકડીને બાંધી દેવાયો. તેઓએ આક્રોશ કરતા દુષ્ટવચનો કહ્યા. બીજા કહે છે વરધનુને પીટવા લાગ્યા. પૂર્વે કરાયેલા સંકેત અનુસાર વરધનુ સંકેત વચનો બોલે છે. તે વચનોને બ્રહ્મદત્તકુમાર સાંભળતા ભયથી ત્રસ્ત થઈ ગયો. ત્યારપછી તે ઉન્માર્ગથી ભાગી ગયો. ત્યારપછી ભમતા-ભમતા તે વટપૂરક આવ્યો ત્યાંથી બ્રહ્મસ્થલક અને વટસ્થલક તેના વિશ્રામના વિષયો બન્યા. કૌશાંબી, વારાણસી, રાજગૃહ, મથુરા, અહિચ્છત્રા પણ રહ્યો. ત્યાંથી પણ જતાં અરણ્યમાં પ્રવેશતા તાપસોએ જોયા. તેઓ ઓળખી ગયા કેઆ આપણાં નિજક બ્રહ્મરાજાનો પુત્ર છે. ત્યાં ચોમાસી કરી ત્યાં તાપસકુમાર સાથે રમતા એક દિવસે તેણે વનહતિજોયો. ત્યારે તેને કુતૂહલ ઉત્પન્ન થયું. વિવિધ ગજશિક્ષા વડે રમણ કરવાનો આરંભ કર્યો. તેની પીઠ ઉપર બ્રહ્મદત્ત બેઠો. હાથી કુમારને લઈ જવા પ્રવૃત્ત થયો. કેટલેક દૂર જઈને અનેક વૃક્ષો જોયા. કુમાર તે રીતે વિટપના એક ભાગમાં પહોંચ્યો. હાથી વડે લઈ જવાયા પછી તે વિમૂઢ દિશામાં ભમવા લાગ્યો. એ રીતે ભમતા ભમતા અરણ્યથી નીકળીને વટપુરે ગયો. વટપુરથી શ્રાવતિ ગયો. જતાં જતાં તેને માર્ગમાં એક ગામ પ્રાપ્ત થયું. ત્યાં નજીકમાં વિશ્રામ કરવાને બેઠો. કોઈ શ્રેષ્ઠીએ તેને ત્યાં જોયો. તેને પોતાના ઘેર લઈ ગયો. અભ્યાગત કર્તવ્ય કર્યું. નૈમિત્તિકના કહેવાથી શ્રેષ્ઠીએ બ્રહદત્તને પોતાની પુત્ર પરણાવી. ભુજગનિક સંદેશ વિવિધ વસ્ત્રો, ઇંદ્રનીલાદિ પ્રધાન મણિઓ, કટક કેયૂર કંડલાદિ આમરણો વડે સકારાયો. બ્રહ્મદત્ત તેનામાં લુબ્ધિ થઈ ત્યાં કેટલોક કાળ રહ્યો. પછી શ્રેષ્ઠીની કન્યાને એક પુત્રનો જન્મ થયો. - આ તરફ દીર્ઘપૃષ્ઠના મોકલેલા પુરુષોએ તેની શોધ કરતા કરતા તેનું વૃત્તાંત જાયું, તેના ભયથી બ્રહાદત્ત ત્યાંથી નાસી ગયો. સુપ્રતિષ્ઠપુરની સન્મુખ ચાલવાનું શરૂ કર્યું. ત્યાં તેને કેટલાંક વિટ કાર્યટિકો મળ્યા. સામે આવતા કોઈ તેવા પ્રકારના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ યુગલને જોઈને, તેની સ્ત્રીના ઉદાર રૂપને જોઈને કુમાર આ પ્રમાણે બોલ્યો - જો તમારી કૃપાથી કંઈક મળી રહે તો સારું. ત્યારે તેણે કહ્યું કે વંશીકુંડમાં પ્રવેશી જા. તે કન્યાનો પતિ બોલ્યો - મારી પત્ની અહીં ગર્ભના મૂળથી આહત થઈને રહી છે. - X- ૪ - તેણીએ કુમારને જોયો. તેણીને પણ અનુરાગ થયો, તે બંને મોહનમાં પ્રવૃત્ત થયા. એ પ્રમાણે કેટલીક વેળા પછી કુડંકથી નીકળ્યા. પોતાને ઓળખાવવા કુમાર પ્રતિ કહ્યું - નદીનું ફુડંક ગહન છે, તેનાથી પણ ગહનતર પુરુષનું હૃદય હોય છે. આના વડે આણે એવો અર્થ કર્યો - અમે પણ જાણીએ છીએ કે સ્ત્રીહદય અતિગહન હોય છે. તમારા ચિતથી તે પણ જિતાયું.- - X- પતિને ખોટો વિશ્વાસ પમાડવા તેણીએ બ્રહ્મદરનું ઉતરીય ગ્રહણ કર્યું. પછી પતિ સાથે ગઈ. ત્યાંથી નીકળીને બ્રહાદત્ત સુપ્રતિષ્ઠ પહોંચ્યો. ત્યાં કુસકુંડી નામે કન્યા હતી. ભિકુંડી નામના રાજા દ્વારા નિકાશિત જિતશત્રુ નામે રાજાની પાસેથી મથુરાની અહિચ્છત્રા જતાં માર્ગમાં પ્રાપ્ત થાય છે. તથા ઇન્દ્રપુરમાં શિવદત્ત નામ, રૂદ્રપુરમાં વિશાખાદત્તા નામે તેની બે પુત્રીઓ, દીર્ઘપૃષ્ઠના પુરષોથી ડરીને બ્રાહ્મણનો વેષ કરીને બે કન્યા અને રાજ્ય પામ્યો ત્યાર પછી રાજગૃહ, મિથિલા, હસ્તિનાપુર, ચંપા અને તે પ્રમાણે શ્રાવસ્તીમાં ભ્રમણ કર્યું. આ અનંતર દશવિલા નગરો, બ્રહ્મદત્તહિંડિથી જાણવા. એ પ્રમાણે ભ્રમણ કરતા બ્રહાદત્તને પિતાના મિત્રો કટકદા, કરેણુદત્ત આદિ મળ્યા. પ્રત્યંત રાજાઓને ગ્રહણ કર્યા. ચકરત્ન ઉત્પન્ન થયું, તેના દ્વારા દેખાડાતા માર્ગે દિગ્વિજય કરવાનો આરંભ કર્યો. કાંડિલ્યનગરે પહોંચ્યા. દીર્ધપૃષ્ઠ તેની સામે લડવા નીકળ્યો. બ્રહ્મદરે તેને પાડી દીધો. એ પ્રમાણે તે દીર્ઘપૃષ્ઠના દેશના રોષમાંથી મુક્ત થયો. આ અરસામાં મળેલા પિતાઓએ તેની કન્યાઓ પરણાવી. યથા અવસરે બાકીના રત્નો પણ બ્રહ્મદત્તને ઉત્પન્ન થયા. છ ખંડ ભારતની સાધના કરી - જીતી લીધું. નવે નિધિઓને પ્રાપ્ત કરી. ચક્રવર્તી પદ પરિણત થયું. એ પ્રમાણે સુકૃતના ફળનો ઉપભોગ કરતો કેટલોક કાળ પસાર થયો. કોઈ દિવસે દેવતા વડે મંદારામ ભેટ ધરાયું. તેના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. હું નલિનીગુભ વિમાને દેવ હતો તે જાણ્યું. આ પ્રમાણે કાંડિલ્યમાં સંભૂતનો જીવ ચક્રવર્તી થયો. હવે ચિત્રનો વૃત્તાંત શું છે, તે સૂત્રકાર જણાવે છે - • સૂત્ર • ૪૦૮-૨ ચિત્ર મુમિતાલ નગરમાં જન્મ્યો. વિશાળ શ્રેષ્ઠીકુળમાં ઉત્પન્ન થયો. ધર્મ સાંભળીને તે પ્રાજિત થયો. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૪૦૮-૨ ૧૧૯ • વિવેચન- ૪૦૮-૨ ચિત્ર પરિમતાલમાં જમ્યો. તે ચિત્ર નામે મહર્ષિ. ત્યાં સંભૂતિ નામના ભાઈએ તે પ્રમાણે અનશન સ્વીકાર્યા પછી, અહો ! આ મોહ વિચિત્ર અને દુરંત છે. કર્મની પરિણતિ ચંચળ છે. ઇત્યાદિ વિચારીને ત્યારે આહારના પ્રત્યાખ્યાન કર્યા. પંડિતમરણથી મૃત્યુ પામ્યો. ત્યાં નલિનીગુભ વિમાનમાં ઉત્પન્ન થયો પછી ત્યાં સ્વસ્થિતિનું પાલન કરીને પરિમતાલ નગર ઉત્પન્ન થયો. ત્યાં પણ શ્રેષ્ઠીના કુળમાં, ઘણાં પુત્ર-પૌત્રાદિ હતા તેવા સ્થાને ઉત્પન્ન થયો. ઉંમર થતા તથા વિધ સ્થવિરની પાસે ક્ષાંતિ આદિરૂપ યતિ ધર્મ સાંભળીને પ્રવજ્યા સ્વીકારી. -૦- પછી શું થયું? • સૂત્ર - ૪૦૯ - કાંપિલ્યપુરમાં ચિત્ર અને સંભવ બને મળ્યા. તેઓએ પરસ્પર સુખ અને દુઃખ રૂપ કર્મફળના વિપાકના સંબંધમાં વાતચીત કરી. • વિવેચન ૪૦૯ - કાંડિલ્યનગર - બ્રહ્મદત્તનું ઉત્પતિસ્થાન, ત્યાં ચિત્ર અને સંભૂત - આ બંને નામો પૂર્વભવોના છે, તે ભેગા થયાં. સુકૃત-દુકૃત કર્મોના અનુભવ રૂપ પરસ્પર કહ્યા. તે પ્રમાણે એ બંનેએ કહ્યા. ભાવાર્થ આ છે - • નિર્યુક્તિ - ૩૫૫ - વિવેચન ત્યારે બ્રાહાદત્ત જાતિ સ્મરણ જ્ઞાન પામીને સ્વજાતીના એક શ્લોક અડધો લોકો સમક્ષ મૂકીને નિવેદન કર્યું કે, જે આ બીજ અર્ધ શ્લોક પૂરો કરશે, તેને હું અરાજ્ય આપીશ. પછી તેના અર્થી લોકો તે બોલવા લાગ્યા. તે ગામ, નગર, આકર આદિમાં બોલાતો સાંભળી કણોપકર્ણ ચિત્રના જીવ એવા સાધુ વડે, તેવા પ્રકારના જ્ઞાનના અતિશયના ઉપયોગથી સ્વજાતીને પામીને આનો અભિપ્રાય જાણ્યો. પછી જન્માંતરના પોતાના ભાઈ સંભૂતના જીવ બ્રહદત્તને પ્રતિબોધ કરવા નીકળ્યા. પોતાના સ્થાનેથી નીકળી ચિત્રમુનિ અનુક્રમે કાંપિલ્ય પહોંચ્યા. તેના બહારના ઉધાનમાં રહ્યા. ચાર ઘડી શ્રતનો પાઠ કર્યો. પછી અડધો શ્લોક પૂરો કરી બીજો શ્લોક કર્યો. ચાર ઘડી અવધારીને કોઈ પુરુષ રાજા પાસે રાજ્યના લોભથી દોડી ગયો તેમની આગળ શ્લોક બોલ્યો. તેનાથી ચિત્તનો આવેશ જમ્યો. તેનાથી મૂર્છા આવી ગઈ. આંખો ઢળી ગઈ. આસનથી ભૂમિ ઉપર પડી ગયો. આ શું છે ? ઇત્યાદિ વડે તે આકલિત થઈ ગયો. તેણે આ શ્લોક બોલનાર આરઘફ્રિકને જોયો. તેને પાર્ષિણના પ્રહારાદિથી માર્યો. તે બરાડવા લાગ્યો કે આ શ્લોક મેં પુરો કરેલ નથી. પણ કોઈ ભિક્ષુએ પુરો કરેલ છે. એટલામાં બ્રહ્મદત્તને ચેતન આવ્યું. તે ચક્રવર્તીએ સ્વસ્થતા પ્રાપ્ત કરી. પૂછયું કે આ શ્લોકને પુરો કરનાર ક્યાં રહેલ છે ? તેનો વ્યતિત કહો. કોઈ ભિક્ષુ વડે આ શ્લોક પુરો કરાયો છે, પણ આના વડે નહીં. હર્ષથી વિકસિત નયને તેને ફરી પૂછતા - Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ આરઘટ્ટિકે કહ્યું - હે દેવ ! મારી વાટિકામાં છે. એ સાંભળીને બ્રહ્મદત્ત સૈન્ય, વાહન, સર્વ અંતઃપુર સાથે તેમના દર્શન માટે ચાલ્યો. તે ઉધાને પહોંચ્યો. મુનિને જોયા. બહુમાન સહિત વંદન કરી એક આસને બેઠો. પરસ્પર નામ આદિ પૂછયા. પોતપોતે અનુભવેલ સુખ-દુઃખોની વાતો કરી. ત્યારપછી ચક્રવર્તીએ પોતાની સમૃદ્ધિનું વર્ણન કર્યું. તેના વિપાક્ના દર્શનની પ્રરૂપણા કરીને તેનો પરિત્યાગ ચિત્ર મુનિએ કહ્યો. આ જ પ્રસ્તુત અધ્યયનનો સૂત્રાર્થ જણાવો. હવે જે કહ્યું કે - ‘તે બંનેએ સુખ-દુઃખનો ફળ વિપાક પરસ્પર કહ્યો. તેમાં જે ચક્રવર્તીએ કહ્યું તે સંબંધ સહિત કહે છે - • સૂત્ર - ૪૧૦ થી ૪૧૩ મહદ્ધિક અને મહાયશસ્વી ચક્રવર્તી બ્રહ્મદત્તે અતિ આદર સહિત પોતાના (પૂર્વભવના) ભાઈને આ પ્રમાણે કહ્યું - આ પહેલાં આપણે બંને પરસ્પર વશવી, પરસ્પર અનુરક્ત અને પરસ્પર હિતેષી ભાઈ-ભાઈ હતા. આપણે બંને દશા દેશમાં દાસ, કાલિંજર પર્વતે હરણ, મૃતગંગાના કિનારે હંસ અને કાશી દેશમાં ચાંડાલ થયા. પછી આપણે બંને દેવલોકમાં મહર્ક્ટિક દેવ થયા. આ આપણો છઠ્ઠો ભવ છે, જેમાં આપણે એકબીજાથી દૂર અલગ-અલગ જન્મ્યા છીએ. • વિવેચન ૪૧૦ થી ૪૧૩ - - - ચક્રવર્તી મહર્ક્ટિક - ઘણી વિભૂતિવાળો બ્રહ્મદત્ત, મહાયશવાળો, તેવો જન્માંતરના સહોદર ભાઈને બહુમાન માનસ પ્રતિબંધથી આ પ્રમાણે કહ્યું - જેમકે આપણે બંને ભાઈઓ હતા, પરસ્પર એક્બીજાને વશવર્તી હતા, અનુરક્ત હતા, અતિ સ્નેહવાળા હતા, અન્યોન્ય હિતૈષી હતા, પરસ્પર શુભ અભિલાષવાળા હતા, અહીં વારંવાર “અન્યોન્ય' શબ્દનું ગ્રહણ તુલ્યચિત્તપણાના અતિશયને જણાવવા માટે છે. પુનર્ભવોમાં આપણે શું શું થયા, તે કહે છે - દશાર્ણ દેશમાં આપણે બંને દાસ હતા. પછી કાલિંજર નામના પર્વતે મૃગ થયા. મૃતગંગાતીરે આપણે બંને હંસ થયા. પછી કાશી નામના જનપદમાં ચાંડાલો થયા. પછી સૌધર્મ નામના દેવલોકમાં દેવો થયા, તે પણ મહદ્ધિક દેવો ફિલ્બિષિક દેવ નહીં, એ પ્રમાણે આપણા બંનેનો આ છઠ્ઠો ભવ છે કે જેમાં આપણે એકબીજા વિના અર્થાત્ પરસ્પર સહવર્તિપણા વિના, વિયુક્ત એ પ્રમાણે ઉત્પન્ન થયા છીએ. આ પ્રમાણે ચક્રવર્તીએ કહેતા મુનિ બોલ્યા - • સૂત્ર ૪૧૪ - રાજન્ ! તેં નિદાન કૃત્ કર્મોને વિશેષ રૂપથી ચિંતન કર્યા. તે કર્મફળના વિપાકથી આપણે અલગ-અલગ જન્મ્યા છીએ. - Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ૧૩/૪૧૪ • વિવેચન - ૪૧૪ - કર્મ – જ્ઞાનાવરણીય આદિ, નિત્ય દેખાય છે કે ખંડન કરાય છે તેવા પ્રકારના અનુબંધ ફલાભાવથી તપ - વગેરે જેનાથી તે નિદાન - આસક્તિ પ્રાર્થના રૂ૫, તેના વડે પ્રકર્ષથી કરાયેલ, તે નિદાન પ્રકૃત, નિદાન વશ બદ્ધ જે અર્થ. હે રાજન ! તે ચિંતવેલ છે, તેના હેતુભૂત આ ધ્યાનાદિ ધ્યાનથી કર્મોને. એવા પ્રકારના કર્મોના ફળનો આ વિપાક છે. અર્થાત શુભાશુભ જનક છે. અથવા કર્મ – અનુષ્ઠાન, નિદાન વડે જ બાકીના શુભ અનુષ્ઠોનાના આચ્છાદિતપણાથી પ્રગટ નિદાનોને હે રાજન! તે ચિંતવ્યા છે કે કર્યા છે. તે કર્મના વિપાકથી આપણે વિરહ પ્રાપ્ત થયો. અર્થાત જે તને ત્યારે નિવાર્યો છતાં પણ નિયાણું કર્યું, તેનું આ ફળ છે કે આપણે તેવા પ્રીતિવાળા હોવા છતાં વિયોગ થયો. આ પ્રમાણે વિયોગનો હેતુ જાણીને ચકીએ ફરી પ્રશ્ન કર્યો • સૂત્ર - ૪૧૫ - હે ચિત્ર : પૂર્વજન્મમાં મારા દ્વારા કરાયેલ સત્ય અને શુદ્ધ કમના ફળને આજે હું ભોગવી રહ્યો છું, શું તું પણ તેમજ ભોગવી રહ્યો છે ? વિવેચન - ૪૧૫ - સત્ય - મૃષા ભાષાના પરિવાર રૂપ, શૌચ - અમારી અનુષ્ઠાન, તેના વડે પ્રગટ શુભપ્રકૃતિરૂપ શુભ અનુષ્ઠાન, જે મેંપૂર્વે કરેલા છે, તે આજે હું ભોગવી રહ્યો છું. તેના વિપાકથી ઉત્પન્ન સ્ત્રી રત્નાદિ પરિભોગ દ્વારથી વેદી રહ્યો છું. હે ચિત્ર! શું તું પણ તેમ ભોગવી રહ્યો છે, કે ભિક્ષકત્વથી ભોગવી નથી રહ્યો. અર્થાત શું શુભ કર્મો વિફળ થયા છે ? મુનિ બોલ્યા - • સૂત્ર - ૪૧૬ થી ૪૧૮ - મનુષ્યો દ્વારા સમાચરિત બધાં સત્કમ' સફળ થાય છે. કરેલા કર્મોના ફળોને ભોગવ્યા વિના મુક્તિ નથી. મારો આત્મા પણ ઉત્તમાર્થ અને કામો દ્વારા પુજફળથી યુક્ત રહેલ છે.... હે સંભૂત ! જેમ તું તને પોતાને ભાગ્યવાન, મહાન, દ્વિસંપન્ન અને પુજફળ વાળો સમઝે છે. તેમજ ચિત્રને પણ સમજ. હે રાજન ! તેની પાસે પ્રચુર ત્રાદ્ધિ અને યુતિ રહેલ છે.... સ્થવિરોએ જનસમુદાયમાં અલ્પ અક્ષર, પણ મહાઈ ગાથા કહેલી, જેને શીલ અને ગુણોથી યુક્ત ભિન્ન ચનાથી અર્જિત કરે છે. તે સાંભળીને હું શ્રમણ થઈ ગયો. • વિવેચન - ૪૧૬ થી ૪૧૮ - સર્વ - નિરવશેષ, સુચી – શોભન અનુષ્ઠિત તપ વગેરે. અથવા પ્રોષિત વ્રત ઇત્યાદિ રૂઢિથી સાધુત્વ, ફળ સહિતવર્તે છે તેથી સલ. કોને? મનુષ્યોને ઉપલક્ષણથી બધાં પ્રાણીઓને. શા માટે ? અવશ્ય વેદવા પણાથી ઉપરચિત કર્મોથી મુક્તિ થતી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર નથી. અર્થાત તેનું ફળ તે અવશ્ય આપે છે. તારા વડે જ પ્રાર્થનીય દ્રવ્યો વડે, કામ - મનોજ્ઞ શબ્દાદિ વડે, પ્રધાન એવા તે કામથી, આનાથી ઉપલક્ષિત થયેલો મારા આત્મા પણ શુભ કર્મફળથી યુક્ત - પુન્યફલ સહિત છે. હે સંભૂત ! જે પ્રમાણે તું જાણે છે - અવધારે છે કે સંભૂત નામનો પૂર્વભવ હતો. મહાનુભાગ, સાતિશય વિભૂતિયુક્ત, તે પ્રમાણે જ પુન્યફળ સહિત ચિત્ર પણ તેમજ જાણે છે. હે રાજન! તે કઈ રીતે?બહદ્ધિ-સંપત્તિ, પુતિ-દીતિ, તે પણ જન્માંતરના ચિત્ર એવા નામથી જ. મને તેવા જ ઘણાં ભાવો છે અથવા મારો આત્મા પુન્યફળથી યુક્ત છે. આના દ્વારા ચિત્રમુનિએ પણ પોતાનો નિર્દેશ કર્યો. હે સંભૂત ! જેમ તું આત્માને મહાનુભાગ આદિ વિશેષણથી વિશિષ્ટ જાણે છે, તેમ ચિત્ર પણ જાણે છે, ચિત્ર નામના મારા પણ ગૃહસ્થ ભાવમાં એ પ્રમાણે જ હતું, તેવો ભાવ છે. બાકી પૂર્વવત. જો તને પણ એવા પ્રકારની સમૃદ્ધિ છે, તો દીક્ષા કેમ લીધી ? એ કહે છે - અપરિમિત અનંત દ્રવ્ય પર્યાય રૂપ પણાથી અર્થ - અભિધેવ જેનું છે તે મહાર્થ સ્વરૂપને, ચક્ષગ્રહ્મ ગુણોને નહીં તેથી જેનું મહાર્થ રૂપ છે તે તથા, અથવા મહતુ અર્થ - જીવાદિ તત્વરૂપ દશાવેિ છે, તે મહાર્થરૂપ, વચન વડે પ્રભૂત કે અ૫ભૂત - અર્થાત થોડાં અક્ષર, તે એવું શું છે ? ગવાય તે ગાથા, તે અહીં અર્થથી ધર્મને જણાવતી સૂત્ર પદ્ધતિ, તીર્થકર અને ગણધરાદિથી પછી ગવાયેલ તે અનુગીતા. અર્થાત તીર્થકર આદિથી સાંભળીને સ્થવિરોએ પ્રતિપાદિત કરેલી છે. આના વડે શ્રોત્રને અનુકૂળ જ દેશના કરાય છે, તેમ જણાવેલ છે. ક્યાં જણાવેલ છે ? મનુષ્યોનો સંઘ - સમૂહ, તેની મધ્યમાં ગાથાને જ ફરી વિશેષતા કરતાં કહે છે - જે ગાથા મુનિના શીલ - ચાસ્ત્રિ, અથવા ગુણથી પૃથક જ્ઞાન. તે શીલગુણો વડે - ચાસ્ત્રિ અને જ્ઞાન વડે યુક્ત છે, આ જગતમાં તે પઠન કે શ્રવણથી તેના અર્થનુષ્ઠાનાદિથી આવર્તાય છે અથવા જે ભિક્ષ તેને સાંભળીને આ જિન પ્રવચનમાં યત્નવાળા થાય છે તે મારા વડે પણ સંભળાઈ, પછી હું શ્રમણ થઈ ગયો. પણ દુઃખથી બળીને નહીં - તે સાંભળીને બ્રહ્મદત્ત નિમંત્રણ આપે છે - 0 સૂત્ર - ૪૧૯, ૪૨૦ - ઉદય, મધુ, કર્ક, મધ્ય અને બહાા આ મુખ્ય પ્રાસાદ તથા બીજા પણ અનેક રમણીય પ્રાસાદ છે. પાંચાલ દેશના અનેક વિશિષ્ટ પદાર્થોથી યુક્ત તથા મયુર અને વિવિધ ધનથી પરિપણ આ છે, તેનો તમે સ્વીકાર કરો... હે ભિક્ષ ! તમે નાસ, ગીત અને વાધોની સાથે રુડીઓ વડે ઘેરાયેલા આ ભોગોને ભોગવો. મને આ જ પ્રિય છે. પ્રવજ્યા નિશ્ચયથી દુઃખuદ છે. • ઉચ્યોદય આદિ પાંચ પ્રધાન પ્રાસાદો કહેલાં છે. મારા વર્તકીએ સુરૂપથી Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૪૧૯, ૪૨૦ ૧૨૩ આણેલા છે. બીજા પણ ભવનાદિ રમણીય અને સુરમ્ય છે. આ બધાં જે પ્રમાણે ચક્રવર્તીને રુચે, ત્યાં જ બનાવેલા હોય છે. આ પ્રત્યક્ષ જે અવસ્થિત પ્રાસાદરૂપ પ્રતીત છે, તે અને તે હિરણ્ય આદિ ધન, તેના વડે યુક્ત છે ત્યાં ઘણાં જ અનેક પ્રકારના આશ્ચર્ય છે અથવા જેમાં ધન છે તેવા પ્રભૂત ચિત્રધન છે. પાંચાલ નામે જનપદનું પ્રતિપાલન કરો, તેમાં ઇંદ્રિયોને ઉપકારી રૂપ આદિ ગુણો છે, તેના વડે યુક્ત તે પાંચાલગુણોપેત છે અર્થાત્ પાંચાલમાં જે વિશિષ્ટ વસ્તુઓ છે. તે બધી આ ગૃહમાં છે. વળી - બત્રીશ પાત્રોપલક્ષિત નાચ કે નૃત્યો વડે. વિવિધ અંગહારાદિ સ્વરૂપે ગીતો વડે - ગ્રામ, સ્વર, મૂર્છના લક્ષણ વડે, મૃદંગ - મુકુદ આદિ વડે, સ્ત્રીજનોને પરિવારી કરતાં અથવા પ્રવિયાર કરી સેવતા, આ પ્રત્યક્ષ દેખાતા ભોગો ભોગવો. હે ભિક્ષુ ! અહીં જે હાથી, ઘોડા આદિ ન જણાવીને સ્ત્રીઓનું જ અભિવાદન તે સ્ત્રીલોલુપ પણાથી છે, અથવા તેણીના જ અત્યંત આક્ષેપકત્વને જણાવવા માટે છે, કદાચિત્ ચિત્ર બોલે કે - આ જ સુખ છે, તેથી કહે છે - મને આ રુચે છે. પ્રવ્રજ્યા તો દુઃખ જ છે, જરાપણ સુખ નથી, તે દુઃખના હેતુ પણે છે. આ પ્રમાણે ચક્રવર્તીએ કહેતા મુનિએ શું કર્યુ ? તે કહે છે - • સૂત્ર - ૪૨૧ - તે રાજાના હિતૈષી, ધર્મમાં સ્થિત ચિત્રમુનિએ પૂર્વભવના સ્નેહથી અનુરક્ત અને કામભોગોમાં આસક્ત રાજાને આ પ્રમાણે કહ્યું - • વિવેચન - ૪૨૧ - બ્રહ્મદત્તને જન્માંતરના પ્રરૂઢ પ્રણયથી આસક્તિ જાણીને, રાજાને અભિલષ્યમાણ એવા શબ્દાદિમાં અભિકાંક્ષા યુક્ત જાણીને ધર્મસ્થિત અને ચક્રીના હિતની પર્યાલોચના કરવાવાળા કે કઈ રીતે આનું હિત થાય, એમ ચિંતન કરતા ચિત્રના જીવ એવા મુનિએ આવું વચન કહ્યું - તેઓ શું બોલ્યા ? તે કહે છે - ૦ સૂત્ર ૪૨૨, ૪૨૩ - સર્વે ગીત-ગાન વિલાપ છે, સમસ્ત નાટ્ય વિડબના છે. સ આભરણ ભાર છે અને સર્વે કામભોગ દુઃખપ્રદ છે. અજ્ઞાનીને સુંદર દેખાતી પણ વસ્તુતઃ દુઃખકર કામભોગોમાં તે સુખ નથી. જે સુખ શીલગુણોમાં રત, કામનાઓથી નિવૃત્ત તપોધન ભિક્ષુઓને છે. • વિવેચન ૪૨૨, ૪૨૩ - સર્વે વિલપિત માફક વિલપિત નિરર્થક પણે સુદિત યોનિત્વથી છે, તેમાં નિરર્થકપણે - ઉન્મત્ત બાળકના ગીતવત્ અને સુદિત યોનિતાથી તે વિરહ અવસ્થામાં પ્રોષિતભર્તૃકના ગીતવત્ છે. શું ? ગાન. તથા સર્વ નૃત્ય - શરીરના વિક્ષેપણરૂપ કે - Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ વિડંબિત છે, જેમ યક્ષાવિષ્ટ કે મધપાન કરેલો આમ-તેમ હાથપગને પછાડે છે એ પ્રમાણે નૃત્ય કરનારને પણ જાણવા. તથા બધાં આભરણો મુગટ આદિ પણ તત્ત્વથી તેમને ભારરૂપ જ છે. - x - x - તથા બધાં કામ - શબ્દાદિ, મૃગાદિની માફક દુઃખની પ્રાપ્તિના હેતુપણાથી છે, મત્સર, ઇર્ષ્યા, વિષાદ આદિથી ચિત્ત વ્યાકુળતા ઉત્પાદકપણાથી નરકાદિના હેતુપણે છે. ૧૨૪ તથા બાલ - વિવેકરહિતોને અભિરામ - ચિત્તને અભિરતિ હેતુક છે. તે દુઃખ પ્રાપક રૂપ છે, તેમાં કોઈ સુખ નથી. શેમાં? મનોજ્ઞ શબ્દાદિ કામગુણો સેવનારાઓમાં. હે રાજન! પૃથ્વીપતિ! કામ વિરક્તને એટલે વિષય પરાંગ્ મુખોને તપ એ જ ધન છે, તે તપોધના, તેમને જે સુખ છે અથવા યતીના શીલ અને ગુણોમાં આસક્તોને છે, (તે કામાસક્તને ક્યાંથી હોય?) હવે ધર્મફળના ઉપદર્શન સહ ઉપદેશ કહે છે - • સૂત્ર ૪૨૪ થી ૪૨૬ હે નરેન્દ્ર! મનુષ્યોમાં જે ચંડાલ જાતિ, અધમ જાતિ મનાય છે, તેમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છી, ચાંડાલોની વસ્તીમાં આપણે બંને રહીએ છીએ, જ્યાં બધાં લોકો આપણાથી ઘૃણા કરતા હતા. તે જાતિમાં આપણે જન્મ લીધો હતો અને તે જ વસ્તીમાં આપણે બંને રહેલા હતા. ત્યારે બધાં આપાથી ધૃણા કરતા હતા. તેથી અહીં જે શ્રેષ્ઠતા પ્રાપ્ત છે, તે પૂર્વજન્મના શુભ કર્મોનું ફળ છે. પૂર્વ શુભકર્મોના ફળ સ્વરૂપ આ સમય તે તુ હવે મહાનુભાગ, મહધ્ધિક રાજા બનેલ છો. તેથી તું ક્ષણિક ભોગોને છોડીને ચારિત્ર ધર્મની આરાધનાને માટે અભિનિષ્ક્રમણ કર. . ૭ વિવેચન - ૪૨૪ થી ૪૨૬ હે નરેન્દ્ર! ચક્રવર્તી! જેમાં જન્માય તે જાતિ, અઘમ નિકૃષ્ટ, મનુષ્યો મધ્યે ચાંડાળ જાતિ છે. જે આપણને બંનેને પ્રાપ્ત થયેલી હતી. અહીં શું કહેવા માંગે છે? જ્યારે આપણે ચાંડાળ જાતિમાં ઉત્પન્ન થયા ત્યારે બધાં લોકો વડે ગર્દિતા જાતિ હતી. કદાચિત તેને પામીને પણ બીજે આપણે વસી શક્યા હોત, તેથી કહે છે - જ્યાં જતાં ત્યાં પણ બધાં લોકોને અપ્રીતિ કર થઈને રહ્યા. ક્યાં? શ્વપાકના નિવેશો - ઘરોમાં. કદાચિત ત્યાં પણ વિજ્ઞાન વિશેષ આદિથી હીલનીય જ થયા હોત. - પછી બીજી જાતિમાં પણ કુત્સિતત્વને વિશેષિત કરે છે. પાપ જ પાપિકા, તે કુત્સિતામાં પાપ હેતુ ભૂતત્વથી તે પાપિકા અથવા પ્રાપિકા - નરકાદિ કુગતિને પ્રાપ્ત કરાવનાર. તેમાં આપણે વસ્યા. વળી તે ચાંડાલોના નિવેશો પણ કેવા હતા? બધાં લોકોને જુગુપ્સા કરાવનાર. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૪૨૪, ૪૨૬ ૧૨૫ આ જન્મમાં વળી શુભ અનુષ્ઠાન કે જે પૂર્વ જન્મમાં ઉપાર્જિત હતા. તે કર્મોથી - વિશિષ્ટ જાતિ નિબંધન કર્મોથી, ઉત્પન્ન પ્રત્યયોથી ફરી તેનું ઉપાર્જન કરવામાં યત્ન કરવો જોઈએ, પરંતુ વિષયાસક્ત વ્યાકુલિત માનસ વડે એ પ્રમાણે ન રહેવું જોઈએ. જે પૂર્વે સંભૂત નામે અણગાર હતા, તે આ કાળમાં અથવા હાલ રાજા મહાનુભાગ. મહધ્ધિક, પુન્ય ફળયુક્ત થઈ દૃષ્ટ ધર્મફળથી અભિનિષ્ક્રમણ કરે. અથવા તે જ અહીં રાજા મહાનુભાગતાદિ યુક્ત અહીં જન્મ્યો છે, તે પૂર્વકૃત કર્મોનું ફળ છે. અન્યથા તેવા પ્રકારની આવી સમૃદ્ધિ ક્યાંથી પામ્યો? જો એમ છે તો હવે અભિનિષ્ક્રમણ કર. શું કરીને? તે કહે છે - ત્યાગ કરીને, જે ભોગવાય તે ભોગ - દ્રવ્ય નિચય કામ, તેને અનિત્ય જાણીને. સદ્વિવેક વડે ગ્રહણ કરાય તે આદાન - ચાસ્ત્રિ ધર્મ, તે હેતુથી આભિમુખ્યતાથી પ્રવ્રુજિત થા. ગૃહસ્થ પણામાં સર્વ વિરતિ ચાસ્ત્રિનો સંભવ નથી, તે ભાવ છે. એમ ન કરવામાં શો દોષ છે? તે કહે છે - • સૂત્ર - ૪૨૭ - રાજન્ ! આ આશાશ્વત માનવજીવનમાં જે વિપુલ પુન્યકર્મ કરતો નથી. તે મૃત્યુ આવતા પશ્ચાતાપ કરે છે, અને ધર્મ ન કરવાના કારણે પરલોકમાં પણ પશ્ચાતાપ કરે છે. ♦ વિવેચન - ૪૨૭ - આ મનુષ્ય સંબંધી અસ્થિર આયુષ્યમાં હે રાજન ! જે અતિશય પુન્ય હેતુભૂત શુભ અનુષ્ઠાનો ન કરીને પુન્યનો અનુપાર્જક થાય, તે દુઃખથી આર્ત્ત થઈને પશ્ચાતાપ કરે છે. મૃત્યુ - આયુનો પરિક્ષય, તેના મુખ સમાન મુખ તે મૃત્યુ મુખ - શિથિલી થયેલ બંધનાદિ અવસ્થા, તેનાથી ઉપનીત, તથાવિધ કર્મોથી ઉપોક્તિ તે મૃત્યુમુખ ઉપનીત થઈને શુભાનુષ્ઠાન રૂપ ધર્મ ન કરીને, અનુષ્ઠાન રહિત પણે જન્માંતરમાં પણ જઈને નરકાદિમાં અસહ્ય અસાતા વેદનાથી પીડિત શરીર થાય છે. તે અધર્મકારી મેં ત્યારે જ સદનુષ્ઠાન કેમ ન કર્યા?’’ એવો ખેદ પામે છે. જ્યારે તે મૃત્યુના મુખમાં ધકેલાય છે કે બીજા દુઃખોથી હણાય છે, ત્યારે સ્વજનાદિ રક્ષણને માટે થશે, તેથી પસ્તાવું નહીં. એવી આશંકામાં કહે છે - ♦ સૂત્ર - ૪૨૮, ૪૨૯ - જેમ અહીં સીંહ હરણને પકડીને લઈ જાય છે, તેમ જ અંતકાળે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. મૃત્યુ સમયે તેના માતા-પિતા અને ભાઈ આદિ કોઈ પણ મૃત્યુ દુઃખમાં ભાગીદાર થતાં નથી. તેના દુઃખને જાતિના લોકો વહેંચી શક્તા નથી કે મિત્ર, પુત્ર, બંધુ લઈ શક્તા નથી. તે સ્વયં એકલો જ પ્રાપ્ત દુઃખોને ભોગવે છે, કેમકે કર્મો કર્તાની પાછળ જ ચાલે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • વિવેચન - ૪૨૮, ૪ર૯ - જેમ આ લોકમાં મૃગપતિ- સિંહ અથવા વ્યાધ્ર આદિ મૃગને લઈ જઈને સ્વમુખમાં કે પરલોકમાં લઈ જાય છે, એ પ્રમાણે મૃત્યુમનુષ્યને લઈ જ જાય છે. ક્યારે? અંતકાળે, જીવિતવ્યના અવસાન સમયે. અર્થાત્ જેમ આ સિંહ વડે લઈ જવાય ત્યારે કોઈ ના બચાવે તેમ આ પ્રાણીઓ પણ મૃત્યુ વખતે કદાચિત તેના સ્વજન સહાય કરશે તેમ શંકા થાય તો કહે છે કે - ત્યારે તેના માતા, પિતા, ભાઈ વગેરે કોઈ ને કાળે - જીવિતાંત રૂ૫ - મૃત્યુ વડે લઈ જવાતા હોય તો બચાવી શક્તા નથી. - x- *- કહ્યું છે કેપિતા, ભાઈ, પુત્ર, પત્ની, બાંધવા આદિ કોઈ પણ સંસાર સાગરમાં મરણથી રક્ષણ કરવાને સમર્થ નથી. - x-x-. મૃત્યુ વડે લઈ જવાતા તેમને તે કાળે થનારા દુ:ખથી અત્યંત પીડિતના શારીરિક કે માનસિક દુઃખનો કોઈ વિભાગ કરી શક્યું નથી, પછી તે દૂરવર્તી સ્વજન હોય કે મિત્ર વર્ગ હોય, પુત્ર હોય કે બંધુ હોય. કોઈ ન બચાવી શકે. એક આત્મા જ આ દુઃખને વેદે છે. કેમ કે જેઓ કર્મના ઉપાર્જિતા છે, ક તેની જ પાછળ જાય છે. અર્થાત જે કર્મો કરે છે, તે જ તેના ફળને અનુભવે છે. આ પ્રમાણે અશરણત્વ ભાવના જણાવીને એકત્વ ભાવના કહે છે - • સૂત્ર - ૪૩૦, ૪૩૧ - દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન-ધાન્ય આદિ બધું છોડીને આ પરાધીન જીવ પોતાના કરેલા કર્મોનો સાથ લઈને સુંદર કે પાપક એવા પરભવમાં જાય છે... જીવરહિત તે એકાકી તુચ્છ શરીરને ચિતામાં અનિથી બાળીને સ્ત્રી, પુત્ર અને જ્ઞાતિજન કોઈ બીજી આશ્રયદાતાને અનુસરે છે. • વિવેચન - ૪૩૦, ૪૩૧ - ત્યાગ કરીને, કોનો? દ્વિપદ - પત્ની આદિ, ચતુષ્પદ - હાથી આદિ, ક્ષેત્ર- ઇક્ષુ ક્ષેત્રાદિ, ગૃહ - ધવલગૃહ આદિ, ધન - કનકાદિ, ધાન્ય - શાલિ આદિ, વસ્ત્રાદિ, બધુ જ છોડીને પછી શું? તે કહે છે - કર્મો જ આત્માની સાથે અવશપણે પ્રકર્ષથી સાથે જાય છે. ક્યાં? અન્ય ભવમાં, સુંદર- સ્વર્ગ આદિ અને પાપક - નરકાદિ, સ્વકૃત કમનુરૂપ ગતિ થાય. ત્યાં શું અન્ય દર્શનીની માફક શરીર સહિત જ ભવાંતરમાં જાય છે કે અન્યથા જાય છે? ઓદારિક શરીરની અપેક્ષાથી અશરીર જ, તો પછી તે શરીરને તજ્યા પછી શું વાત હોય છે? જે તેણે અદ્વિતીયનો ત્યાગ કર્યો છે, તે દ્વિતીય પ્રાણીને અન્યત્ર સંક્રમણ કરતાં તુચ્છ - અસાર એવા કુત્સિત શરીરને, ભવાંતરમાં જાય ત્યારે ચિતામાં - મૃતકને બાળવા માટે ઇંધણમાં અર્થાત કાષ્ઠ રચિત ચિતામાં બાળી નાંખવામાં આવે છે. તેને અગ્નિમાં બાળ્યા પછી પત્ની, પુત્ર, જ્ઞાતિ જન આદિ તેમની અભિલષિત વસ્તુના સંપાદનને માટે બીજા કોઈ દાતાર પ્રતિ સરકી જાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૧૩/૪૩૦, ૪૩૧ તેઓ જ આ મરેલો) ઘરને રોકીને બેઠો છે, એમ વિચારીને તેને ઘરની બહાર કાઢીને, જન લજ્જાદિથી બાળી નાંખીને લોકિક કૃત્ય અને આકંદન આદિ કેટલાંક દિવસો કરીને ફરી સ્વાર્થતત્પરતાથી તે જ પ્રમાણે કોઈ બીજાને અનુવર્તે છે, તેમાં પ્રવૃત્તને પણ કોઈ પૂછતું નથી કે તમારું અનુગમન શા કારણે છે? એવો અભિપ્રાય છે. વળી - • સૂત્ર - ૪૩૨ - રાજન ! કમો કોઈપણ પ્રકારનો પ્રસાદ કર્યા વિના જીવનને પ્રતિક્ષણ મૃત્યુની સમીપે લઈ જાય છે, અને આ ર - મનુષ્યની કાંતિનું હરણ કરી રહી છે. હે પંચાલરાજા મારી વાત સાંભળો, અપકર્મ ન કરો. • વિવેચન - ૪૩૨ - તેવા પ્રકારના કર્મો વડે પ્રક્રમથી મૃત્યુ તરફ ધકેલાય છે. શું? જીવિત. તે પણ પ્રમાદ વિના જ. કેવી રીતે? નિરંતર આવી ચિમરમથી. જીવતો હોય તો પણ સુસ્નિગ્ધ છાયા રૂપ વૃદ્ધાવસ્થા મનુષ્યને દૂર લઈ જાય છે. હે રાજન ! ચક્રવર્તી! આમ હોવાથી હે પંચમંડલમાં ઉદ્ભવેલ નૃપતિ! મારું વચન સાંભળો, શું? અસત્ આરંભરૂપ કર્મો ન કરો. કે જે અતિશય મહાનું હોય અથવા મહા કર્મના આશ્લેષવાળા હોય. આ પ્રમાણે મુનિએ કહેતા રાજા બોલ્યો - • સૂત્ર - ૪૩૩ - હે સાધુ જે પ્રમાણે તમે મને બતાવી રહ્યા છો, તે હું પણ ઘણું છું કે આ કામભોગ બંધનરૂપ છે, પરંતુ તે આર્ય અમારા જેવા લોકોને માટે તો તે ઘણાં જ દુર્ભય છે. • વિવેચન - ૪૩૩ - - તમે જ નહીં, હું પણ આ જાણું છું. જે પ્રકારે આ જગતમાં હે સાધુ જે તમે મને ઉપદેશ રૂપ વચન કહી રહ્યા છો, તે હું જાણું છું તો પછી તે વિષયોનો પરિત્યાગ કેમ નથી કરતા? ભોગ - શબ્દાદિ, આ પ્રત્યક્ષ પ્રતિબંધ ઉત્પાદક છે. તેના નિત્ય અભિસંબંધથી તે દુઃખેથી જિતાય છે, માટે દુર્જય અથવા દુત્યાજ્ય કહ્યા. હું પણ આ ત્રણ પાદનો સાર જાણું છું કે આ મનુષ્યજન્મમાં પ્રધાન ચારિત્ર ધર્મરૂપ જ આદરણીય છે. પરંતુ સૂત્ર - ૪૩૪, ૪૩૫ - હે ચિત્ર હસ્તિનાપુરમાં મહશ્ચિક ચક્રવર્તી રાજાને જોઈને ભોગોમાં આસક્ત થઈને મેં અશુભ નિદાન કરેલું હતું. મેં તેનું પ્રતિક્રમણ ન કર્યું. તે કર્મનું આ ફળ છે કે ધર્મને જાણતા હોવા છતાં પણ હું કામ ભોગોમાં આસક્ત છું. • વિવેચન - ૪૩૪, ૪૩૫ - હે ચિત્ર નામક મનિા સનકુમાર નામે ચોથા ચક્રવર્તીને અતિશય સંપત્તિ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ યુક્ત જોઈને એને ઉક્ત રૂપ કામ ભોગોની અભિકાંક્ષાપણાથી મેં પૂર્વ જન્મમાં ભોગની આશંસારૂપ અશુભાનુબંધી કર્મ બાંધ્યું. કદાચિત્ બાંદીને પણ જો તેને પ્રતિક્રાંત કરેલ હોત તો? તેથી કહે છે - તે નિદાનનું મેં પ્રતિક્રમણ ન કર્યું, અર્થાત્ તેનાથી હું નિવૃત્ત ન થયો. તેથી તમેં ઘણું જ કહેવા છતાં મારા ચિત્તમાં તેની પ્રવૃત્તિ થઈ નહીં. આ આવું અનંતર કહેવાનાર કર્મોનું ફળ છે. તે કેવું છે? તે કહે છે - શ્રુતધર્માદિ ધર્મને જાણવા - સમજવા છતાં હું કામભોગોમાં મૂર્છિત છું તે આ કામભોગોમાં મૂર્ચ્છના એ મારા નિદાન કર્મોનું ફળ છે, અન્યથા ‘જ્ઞાનનું ફળ વિરતિ' છે, તે જાણવા છતાં પણ ધર્માનુષ્ઠાન મને કેમ ન રુચે? હવે નિયાણાના ફળને જ ઉદાહરણથી દર્શાવતા કહે છે - સૂત્ર · ૪૩૬ જેમ દળદળમાં ફસાયેલો હાથી સ્થળને જોઈને પણ કિનારે પહોંચી શક્તો નથી. તેમ જ અમે કામ ભોગોમાં આસક્ત જન જાણતા હોવા છતાં ભિક્ષુમાર્ગનું અનુસરણ કરી શક્તા નથી. ♦ વિવેચન - ૪૩૬ - નાગ - હાથી, જેમ કાદવવાળા જળમાં ખેંચી જાય, તે કદાચ જળરહિત એવા ભૂતલને જુએ છતાં, તેને પામી શક્તા નથી. અર્થાત્ તે કિનારાને અથવા સ્થળને પામતા નથી. એ પ્રમાણે તે હાથીની માફક અમે ઉક્તરૂપ કામગુણોમાં મૂર્છિત થયેલા સાધુના સદાચાર લક્ષણ માર્ગને અનુસરી શક્તા નથી. અહીં પંકજળની ઉપમાથી કામભોગો કહ્યા. તેથી તેની પરતંત્રતાથી તેનો પરિત્યાગ કરી શક્તા નથી. મુનિમાર્ગને જાણવા છતાં પણ કાદવમાં ખૂંપેલા હાથીની માફક અમે નીકળવા સમર્થ નથી. ફરી અનિત્યતાના દર્શનને માટે મુનિ કહે છે - - - સૂત્ર ૪૩૭ - હે રાજન્ ! સમય વ્યતીત થઈ રહ્યો છે, રાત્રિ દોડતી થઈ રહી છે. મનુષ્યોના ભોગો નિત્ય નથી. કામભોગ ક્ષીણ પુન્યવાળા વ્યક્તિને એવી રીતે છોડી દે છે, જે રીતે ક્ષીણ ફળવાળા વૃક્ષને પક્ષી છોડી દે છે. ♦ વિવેચન ૪૩૭ - યથા આયુષ કાળ અતિક્રામી રહ્યો છે. એમ કેમ કહ્યું? રાત્રિ અને ઉપલક્ષણથી આ દિવસ પણ જલ્દી જઈ રહ્યો છે. આના વડે જીવિતવ્યનું અનિત્યત્વ કહ્યું. - X-X - અથવા આ કાળ અતિ જલ્દી જઈ રહ્યો છે એ કેમ જઈ રહ્યો છે? કેમ કે રાત્રિ જલ્દી પસાર થાય છે. વળી પુરુષોના ભોગો પણ શાશ્વત નથી. એ રીતે એવું કહેવા માંગે છે કે માત્ર જીવિત જ અનિત્ય નથી, તેમ નહીં, ભોગો પણ અનિત્ય છે. - ૪ - કોની જેમ? જેમ - જેના ફળો વિનાશ પામ્યા છે, તેવા વૃક્ષને પક્ષીઓ છોડી દે છે, તેમ ફળની ઉપમાથી પુન્ય, તે ચાલ્યા જતાં, વૃક્ષની જેમ પુરુષને, પક્ષીવત્ ભોગો છોડી દે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૪૩૮ - • સૂત્ર ૪૩૮ - હે રાજન્ ! જો તું કામ ભોગોને છોડવામાં અસમર્થ છે, આર્ય કર્મ જ કર. ધર્મમાં સ્થિત થઈને બધાં જીવો પ્રતિ દયા કરનારો થા. જેનાથી તું ભાતિમાં વૈક્રિય શરીરધારી દેવ બની શક. • વિવેચન ૪૩૮ W જો તું ભોગોને છોડવાને અસમર્થ છો, તો હે રાજન્ ! આર્ય - હેય ધર્મોથી - દૂર જઈને, શિષ્ટ જનને ઉચિત એવા કર્મો - અનુષ્ઠાનો કર. ગૃહસ્થ ધર્મમાં સમ્યક્ દૃષ્ટિ આદિ શિષ્ટ આચરિત આચાર રૂપે રહીને સમસ્ત પ્રાણી પરત્વે દયાવાન્ થા. તેનું શું ફળ છે? આર્ય કર્મ કરવાથી તું વૈમાનિક દેવ થઈશ. ક્યારે? આ મનુષ્ય ભવ પછી, કેવો? વૈક્રિય શરીર વાળો. કેમકે ગૃહસ્થ ધર્મમાં પણ સમ્યક્ત્વ દેશવિરતિરૂપને દેવલોક ફળપણે કહેલ છે. - ૧૨૯ આટલું કહ્યાં છતાં તે ન સમજ્યો ત્યારે તેની અવિનેચતાથી કહ્યું - • સૂત્ર - ૪૩૯ - ભોગોને છોડવાની તારી બુદ્ધિ નથી. તું આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે. મેં વ્યર્થ જ તારી સાથે આટલી વાતો કરી. તને સંબોધિત કર્યો. હે રાજન્ ! હું જઈ રહ્યો છું. ♦ વિવેચન - ૪૩૯ તને શબ્દાદિ ભોગોનો પ્રતિષેધ કર્યો છતાં, અનાર્ય કર્મોથી રોવા છતાં તે ભોગોનો ત્યાગ કરીને, મેં કહેલ ધર્મમાં બુદ્ધિ ન થઈ, પણ આરંભ અને પરિગ્રહમાં જ મૂર્છિત છે. - અવધ હેતુ પ્રવૃત્તિમાં અને ચતુષ્પદ, દ્વિપદાદિના સ્વીકારમાં જ ગૃદ્ધ છે. તું મારા પૂર્વ જન્મનો ભાઈ છે, એવા સ્નેહ લક્ષણથી, તેવા મોહથી તને આટલું સમજાવ્યું. કહેવાનો આશય છે - અનેક પ્રકારે જીવિતનું અનિત્યાદિ દર્શન દ્વારથી કહેવા છતાં તે લેશમાત્ર વિષયથી વિરક્ત ન થયો ત્યારે અવિનેયત્વથી તારી ઉપેક્ષા જ શ્રેયકારી છે. - - x - આમ કહીને મુનિના ગયા પછી બ્રહ્મદત્તને શું થયું? r • સૂત્ર - ૪૪૦ - પાંચાલ દેશનો રાજા બ્રહ્મદત્ત, મુનિના વચનોનું પાલન ન કરી શક્યો, તેથી અનુત્તર ભોગો ભોગવીને અનુત્તર નરકમાં ગયો. ♦ વિવેચન - ૪૪૦ - 38/9 પંચાલ રાજા બ્રહ્મદત્ત, સાધુના અનંતરોક્ત હિતોપદેશદર્શક વચનોને વજ્રના તંદુલવત્ ભારેકર્મીપણાથી અત્યંત દુર્ભેદત્વથી અનુષ્ઠાન ન કરીને, સર્વોત્તમ કામભોગોનું પાલન કરીને, સ્થિતિ આદિથી સર્વે નરકમાં જ્યેષ્ઠ અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થયો. આના વડે નિપાણાનું નરક રૂપ ફળત્વ દર્શાવેલ છે. આ શેષ વક્તવ્યતા સૂચક પાંચ નિયુક્તિગાથા કહેલ છે - Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • નિયુક્તિ - ૩૫૫ થી ૩૫૯નું વિવેચન - (અહીં પાંચ નિયુક્તિ ગાથા આપેલ છે. તેનું કોઈ જ વિવરણ ન આપીને વૃત્તિકારશ્રી એટલું જ નોંધે છે કે - ) વિશિષ્ટ સંપ્રદાયના અભાવે આ પાંચ ગાથાનું વિવરણ કરતાં નથી, હવે પ્રસંગથી જ ચિત્રની વક્તવ્યતા - • સૂત્ર - ૪૪૧ - કામભોગોથી નિવૃત્ત, ઉગ્ર ચાસ્ત્રિી અને તપસ્વી મહર્ષિ “ચિત્ર” અનુત્તર સંયમ પાલન કરીને, અનુત્તર સિદ્ધિ ગતિને પામ્યા. તેમ હું કહું છું. • વિવેચન - ૪૪૧ - પૂર્વજન્મના નામથી ચિત્ર નામના એક તપસ્વી મુનિ, તે ચિત્રમુનિ અભિલાષા કરવા યોગ્ય શબ્દાદિથી વિરક્ત થઈને, કામ - તેનો અભિલાષ, વિરક્ત કામ, ઉદાત્ત - પ્રધાન ચારિત્ર - સર્વ વિરતિ, તપ - બાર પ્રકારે. અથવા ઉદગ્ર ચાસ્ત્રિ તપ વાળા, મહેષી કે મહર્ષિ સર્વ સંચમ સ્થાનોથી ઉપરિવર્તી સંયમ - આશ્રવથી ઉપરમણાદિને સેવીને સર્વલોકાકાશની ઉપર રહેલ, અતિપ્રદાન મુક્તિ નામની ગતિને પામ્યા . - - - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૩નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ અધ્ય. ૧૪ ભૂમિકા છે અધ્યયન - ૧૪ - “પુકારીય” ? ૦ તેરમા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે ચૌદમું આરંભે છે આનો સંબંધ છે - અનંતર અધ્યયનમાં મુખ્યતાથી નિદાન દોષ કહ્યો. પ્રસંગથી નિર્નિદાનતા એ ગુણ છે. અહીં મુખ્યપણે તે જ કહે છે. આ સંબંધથી આવેલા આ અધ્યયનમાં – x - ૮ - નામ નિક્ષેપમાં “ઇષકારીય' અધ્યયન કહે છે. તેથી “પુકાર'નો નિક્ષેપ કહેવાને નિયુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૩૬૦ થી ૩૬૨ + વિવેચના - “ઇપુકાર' શબ્દનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્ય નિક્ષેપાના બે ભેદો છે. નોઆગમથી પુકારના ત્રણ ભેદ છે. ઇત્યાદિ પૂર્વવતુ. પુકાર એવા નામ ગોત્રને વેદતો તે ભાવ પુકાર, તેમાંથી આ અધ્યયન ચાલ્યું છે. - x-x- પુકારના હિતને માટે તે “પુકારીય' કહેવાય છે. પ્રાધાન્યથી “સજા' જાણવો. - ૮ - ૪ - હવે આ “પુકાર' કોણ છે? તેની વક્તવ્યતા કહે છે - • નિર્યુક્તિ - ૩૬૩ થી ૩૭૩ - (વૃત્તિકારશ્રીએ અહીં અગિયાર ગાથાનો અક્ષરાર્થ આપતા કહ્યું કે અક્ષરાર્થ સ્પષ્ટ છે, પછી વિશિષ્ટ શબ્દોના અર્થો નોંધેલ છે, જેમ કે - સંઘડિય - સમ્યક ઘટિતા, પરસ્પર નેહથી સંબદ્ધ મિત્રો ઇત્યાદિ. પછી ભાવાર્થ સંપ્રદાયથી જાણવો કહીને, આ ઉદાહરણ નોંધે છે :-) પૂર્વના અધ્યયનમાં કહેલાં ચાર ગોપદારકમાંના બે ગોપદારકો - ગોવાળોને સાધુની અનુકંપાથી સખ્યત્ત્વ પ્રાપ્ત થયું, કાળકરીને દેવલોકમાં તે બંને ઉત્પન્ન થયા. તે બંને તે દેવલોકથી ચ્યવીને ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં ઇષ્ણકુળમાં બંને પણ ભાઈ રૂપે જમ્યા. ત્યાં બીજાં પણ ચાર ઇભ્ય બાળકો મિત્રો રૂપે જન્મ્યા. ત્યાં પણ ભોગોને ભોગવીને તથારૂપ સ્થવિરોની પાસે દીક્ષા લીધી. ઘણાં કાળ સુધી સંયમની પરિપાલના કરીને ભક્ત પ્રત્યાખ્યાન કરીને સૌધર્મકામાં પદ્મગુભ વિમાનમાં છ એ પણ જણા ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાં જે પૅલા ગોવાળપુત્ર રૂપ દેવ સિવાયના જે ચારે હતા, તે ત્યાંથી ચ્યવીને કુરુજનપદમાં ઇષકારપુર નગરમાં ઉત્પન્ન થયાં. તેમાં એક પુકાર નામે સજા થયો. બીજી ત્યાં મહાદેવી કમલાવતી નામે થઈ. ત્રીજે ત્યાં રાજાનો ભંગ નામે પુરોહિત થયો. ચોથો પુરોહિતની પત્ની, વાશિષ્ટ ગોવિયા “ચશા' નામે ઉત્પન્ન થયો. - તે ભૂગ પુરોહિત સંતાનરહિત હતો. તે અપત્ય નિમિત્તે ગાઢ તપે છે. દેવી પાસે અપત્યની યાચના કરે છે. નૈમિત્તિકોને પૂછે છે. તે બંને પણ પૂર્વભવના ગોવાળો દેવભવમાં વર્તતા હતા ત્યારે અવધિ વડે જાણે છે કે - આપણે બંને આ ભૃગુ પુરોહિતના પુત્રો થઈશું. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર તેઓ શ્રમણનું રૂપ કરીને ભૃગુની સમીપે આવ્યા. ભૃગુપુરોહિતે પત્ની સહિત તે બંનેને વાંધા. સુખાસને બેસીને બંને એ ધર્મ કહ્યો. તે બંનેએ શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. પુરોહિતે પૂછ્યું અમને સંતાનો થશે? સાધુએ ઉત્તર આપ્યો કે - તમને બે બાળકો થશે. તે બંને બાલ્યપણામાં જ દીક્ષા લેશે. તમારા બંનેએ તેમને દીક્ષામાં વ્યાઘાત ન કરવો. તે બંને ઘણાં લોકોને સમ્યફ બોધ પમાડશે. એમ કહીને બંને દેવો પાછા ગયા. વધારે સમય પસાર કર્યા વિના તે બંને દેવલોકથી ચ્યવીને તે જ પુરોહિતની પત્ની વાશિષ્ઠી ગોટીયા “યશા'ના ઉદરમાં ઉત્પન્ન થયા. પછી પુરોહિત તેની પત્નીને સાથે લઈને ત્યાંથી નીકળી ગયો. પ્રત્યંત ગામે રહ્યો. ત્યાં જ તે બ્રાહ્મણીને પ્રસવ થયો. બે બાળકોને જન્મ આપ્યો. પછી તે બંને દીક્ષા ન લઈ લે તે માટે બંનેને વ્યગ્રાહિત કરે છે. જેમ કે - આ સાધુઓ દિવ્ય રૂપ ગ્રહણ કરીને બાળકોને મારીને તેનું માંસ ખાઈ જાય છે. તેમની પાસે ન જવું. અન્ય કોઈ દિવસે તે બંને ગામમાં રમતાં બહાર નીકળ્યા. આ તરફ માર્ગમાં સાધુઓ આવતા હતા. પછી તે બને બાળકો સાધુને જોઈને ભય પામીને ત્યાંથી પલાયન થઈને એક વટવૃક્ષ ઉપર ચડી ગયા. ભવિતવ્યતાથી તે સાધુઓ ભોજનપાન ગ્રહણ કરીને તે જ વડની નીચે રોકાયા. મુહૂર્ત માત્ર વિશ્રામ કરીને જના કરવામાં પ્રવૃત્ત થયા. તે બંને બાળકો વડ ઉપર ચડીને જુએ છે કે સ્વાભાવિક ભોજન - પાન છે, માંસ નથી. - તે બંને ત્યાં વિચારવામાં પ્રવૃત્ત થયા કે- આપણે આવું રૂપ પૂર્વે ક્યાંક જોયેલ છે. જાતિ સ્મરણ જ્ઞાન થયું. બંને બોધ પામ્યા. સાધુને વાંદીનો બંને માતા-પિતાની પાસે ગયા. માતા-પિતાને બોધ પમાડી ચારે એ સાથે દીક્ષા લીધી. સણી બોધ પામી, તેણીએ સજાને બોધ પમાડ્યો. બંનેએ પણ દીક્ષા લીધી. એ પ્રમાણે તે છ એ કેવળજ્ઞાન પામી નિર્વાણ પામ્યા. નામ નિષ્પન્ન નિક્ષેપ કહો. હવે સૂત્ર ઉચ્ચારણ કરવું જોઈએ - • સૂત્ર - ૪૪૨ થી ૪૪૬ - દેવલોક સમાન સુરમ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળી પુકાર નગર હતું. તેમાં પૂર્વજન્મમાં એક જ વિમાનવાસી કેટલાંક જીવ દેવાયુ પૂર્ણ કરી અવતરિત થયા... પૂર્વત પોતાના બાકીના કમને કારણે તે જીવો ઉચ્ચ કુળોમાં ઉત્પન્ન થયા, સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈને કામ ભોગોનો પરિત્યાગ કરીને જિનેન્દ્ર માગનું શરણ સ્વીકાર્યું. પુરુષત્વ પ્રાપ્ત બંને પુરોહિત કુમારો, પુરોહિત, તેની પત્ની યશા, વિશાળ કીર્તિવાળો પુકાર રાજ અને રાણી કમલાવતી - આ છ હતા. જન્મ જરા મરમના ભયથી ભિભૂત કુમારોનું ચિત્ત મુનિદર્શનથી બહિર્લિહાર - મોક્ષ પ્રતિ આકૃષ્ટ થયા. ફળથી સંસાર ચકથી મુક્તિ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૪૪૨ થી ૪૪૬ ૧૩૩ પામવાને માટે તેઓ કામગુણોથી વિરક્ત થયા... યજ્ઞ યાગાદિ કર્મમાં સંલગ્ન બ્રાહ્મણ ના આ બંને પુત્રો પોતાના પૂર્વજન્મ તથા શુચીર્ણ તપ સંયમ યાદ કરી વિરક્ત થયા. • વિવેચન - ૪૪૨ થી ૪૪૬ - દેવ થઈને અનંતર અતીત જન્મમાં કોઈ નામ નિર્દેશ વગરના, એક પદ્મગુભ નામના વિમાનમાં વસનારા, ત્યાંથી ચ્યવીને પુરાણા એવા ઉષ્કાર નામના નગરમાં ઉત્પન્ન થયા. તે નગર ખ્યાત, ઋદ્ધિમાન અને દેવલોકવત્ રમણીય હતું. તેઓ સર્વથા પુન્ય ભોગવીને ચ્યવ્યા કે અન્યથા? પોતાના પુચ પ્રકૃતિ રૂપ કર્મો, તેના બાકીના - ઉદ્ધરીને આવ્યા. પુરાકૃત- પૂર્વ જન્માંતરમાં ઉપાર્જિત તેનાથી. ઉચ્ચકુળમાં તે દેવો ઉત્પન્ન થયા. તેઓ ઉદ્વિગ્ન થયા. કોનાથી? સંસારના ભયથી. ભોગાદિનો પરિત્યાગ કરીને, જિનેન્દ્ર માર્ગ - તીર્થકરે ઉપદેશેલ સમ્યમ્ દર્શન - જ્ઞાન - ચાસ્ત્રિ રૂપ મુક્તિ પથનું શરણ - અપાય રક્ષા સમર્થ આશ્રયને સ્વીકાર્યો. કેવા સ્વરૂપના થઈને જિનેન્દ્ર માર્ગનું શરણું સ્વીકાર્યું? પુરુષત્વને પામીને. બંને કુમારો, સુલભ બોધિપણાથી, આ બંનેનું પૂર્વે ગ્રહણ તેમના પ્રાધાન્યને જણાવવાને માટે છે, ત્રીજો પુરોહિત, ચોથી તેની પત્ની યશા, વિસ્તીર્ણ ચશવાળો પુકાર નામે રાજા અને છઠ્ઠી તેની મુખ્ય પત્ની કમલાવતી. હવે જે રીતે આ બધાંએ જિનેન્દ્ર માર્ગ સ્વીકાર્યો આદિ દશવિ છે - જાતિ • જન્મ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ - પ્રાણત્યાગરૂપ, ભય - આ સાધુ છે, તેનાથી અભિભૂત - બાધિત થઈને, સંસારથી બહાર વિહાર કરીને મોક્ષમાં બદ્ધ આગ્રહ અંતઃકરણ જેમનું છે તેવા તથા સંસાર ચક્રવત ચક્રભ્રમણને આશ્રીને, તેના પરિત્યાગ નિમિત્ત એવા સાધુને જોઈને અથવા આ કામગુણો મુક્તિમાર્ગના શત્રુ છે, તેમ પર્યાલોચના કરીને અનંતરોક્ત કામ - ગુણોથી - શબ્દાધિ વિષયોથી વિરક્ત - પરાંપ્રમુખ થયા. આ બંને પુત્રો પુરોહિતને પ્રિય હતા, તે બ્રાહ્મણ યજન - યાજનાદિ સ્વકીય અનુષ્ઠાનોમાં નિરત હતો. તેવા શાંતિકમાં પુરોહિતના બંને પુત્રો પોતાના ચિરંતન સંનિવેશ કે કુમાર ભવમાં વર્તતા હતા. તેમને પૂર્વ જન્મ, સુચીર્ણ કે સુચરિત, નિદાનાદિથી ઉપહત નહીં તેવા, અનશનાદિ તપ, અને સંયમ યુક્ત હતા, તેમણે અહીં કામગુણવિરક્તિ રૂપ જિનેન્દ્ર માર્ગ સ્વીકાર્યો. ત્યાર પછી તે બંનેએ શું કર્યું? તે કહે છે - • સૂત્ર - ૪૭ - મનુષ્ય તથા દિવ્ય કામ ભોગોમાં અનાસક્ત , મોક્ષાભિલાષી, શ્રદ્ધા સંપન્ન તે બંને પુત્રોએ પિતા પાસે આવીને આ પ્રમાણે કહ્યું - Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • વિવેચન - ૪૪૭ - તે બંને પુરોહિતપુત્રો મનુજ સંબંધી અથવા દેવ સંબંધી કામ ભોગોમાં સંગને ન કરતા, મુક્તિની અભિલાષા વાળા, તત્ત્વરૂચિ ઉત્પન્ન થઈ છે તેવા, તેઓએ પિતાની પાસે આવીને આ પ્રમાણે કહ્યું - તે બંને પુત્રોને સાધુના દર્શન પછી આપણે આવું રૂપ પૂર્વે ક્યાં જોયેલ છે? એમ વિચારતા જાતિ સ્મરણ ઉત્પન્ન થયું. તેથી વૈરાગ્ય જન્મતા પ્રવજ્યાર્થે અભિમુખ થઈ આત્માને ઉચ્ચ ગુણ સ્થાન કે લઈ જવા અને માતા-પિતાને પ્રતિબોધવા હવે કહેવાશે તે કહ્યું તેઓ જે બોલ્યા તે કહે છે - • સૂત્ર - ૪૪૮ - આ જીવનની અશાશ્વતતાને અમે જોઈ છે, તે ઘણાં અંતરાયવાળું છે, ચાય પણ દીધું નથી. તેથી ઘરમાં મને કોઈ આનંદ મળતો નથી. સાપની અનુમતિથી અને મુનિધર્મનું આચરણ કરીશું. • વિવેચન - ૪૪૮ - અશાશ્વત - અનિત્ય જોઈને, શું? આ પ્રત્યક્ષ વિહરણ એટલે મનુષ્યપણે અવસ્થાન, એવું કેમ? ઘણાં જ વિપ્નો, વ્યાધિ આદિ જેમાં છે તેવું બહુ અંતરાયમાં પણ કદાય લાંબું રહેવાનું હોય તો? તેથી કહે છે - જીવિત દીર્ઘકાળ નથી, હાલ પલ્યોપકા આયુષ્કતાનો પણ અભાવ છે, તેથી બધું અનિત્ય છે, તેથી ઘરમાં વૃતિ પામતા નથી. તેથી અમે પૂછીએ છીએ કે અમે મુનિભાવ - સંયમનું આચરણ કરીએ? એ પ્રમાણે તે બંનેએ કહેતા - • સૂત્ર - ૪૪૯, ૪૫o - આ સાંભળીને પિતાએ તેમની તપસ્યામાં બાધાર આ વાત કરી • વેદોના જ્ઞાતા કહે છે કે “પુત્રિકોની ગતિ થતી નથી. હે પુત્રો પહેલાં વેદોનું અધ્યયન કરો, બ્રાહ્મણોને ભોજન આપો, વિવાહ કરી શ્રીઓ સાથે ભોગો ભોગવો. પછી પુત્રોને ઘરનો ભાર સોંપી અરજવાસી પ્રશસ્ત મુનિ બનજે. • વિવેચન - ૪૪૯, ૪૫૦ - ત્યાર પછી સંતાનને કરે અને પાળે, સર્વ આપત્તિથી રક્ષે તે તાત. તે સંનિવેશમાં કે અવસરમાં ભાવથી સ્વીકારેલ મુનિ ભાવવાળા તે બંને કુમારોને અનશનાદિ તપ અને સર્વે સદ્ધર્માનુષ્ઠાનમાં બાધા કરતાં વચનો કહ્યા. શું કહ્યું - વેદવિદો આવું પ્રતિપાદન કરે છે કે - અવિધમાન પુત્ર વાળાને પરલોક પ્રાપ્ત થતો નથી. કઈ રીતે? પુત્રો વિના પિંડ પ્રદાનના અભાવે ગતિ ન થાય. • • x• અપુત્રની ગતિ નથી, વગતો છે જ નહીં, ગૃહીધર્મ આદરીને જ સ્વર્ગે જવાશે. આમ હોવાથી હે પુત્રો ! હગવેદાદિ ભણીને, બ્રાહ્મણોને જમાડીને, પુત્રોને કલા અને પત્ની ગ્રહણ કરાવીને ગૃહસ્થ ધર્મમાં સ્થાપીને તે પુત્રો પણ ઘેર જન્મેલા, માંગેલા નહીં. અથવા તે પુત્રોને સ્વામીપણે ઘરમાં સ્થાપીને, હે પુત્રો! શબ્દાદિ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૪૪૯, ૪૫૦ ૧૩૫ ભોગોને સ્ત્રી સાથે ભોગવીને પછી આરણ્યક વ્રતધારી થાઓ કેવા? તપસ્વી મુનિ થઈ પ્રશંસા પામો. પ્રમાણે જ બ્રહ્મચર્યાદિ આશ્રમની વ્યવસ્થા છે. - 1 -. “વેદો ભણો” એમ કહીને બ્રહાચર્યાશ્રમ કહ્યો, બ્રાહ્મણ જમાડો કહીને ગૃહસ્થ આશ્રમ કહ્યો. આરણ્યક થાઓ કહીને વાનપ્રસ્થાશ્રમ કહ્યો. મુનિના ગ્રહણ વડે યતિ આશ્રમ કહો. - - તે સાંભળી બંને કુમારોએ શું કર્યું? • સૂત્ર - ૪૫૧ થી ૪૫૬ - (૫૧) પોતાના રાગાદિ ઇંધણથી પ્રદીપ્ત તથા મોહ રૂપ પવન વડે પ્રજવલિત શોકાનિના કારણે જેમનું અંતઃકરણ સંતસ તથ પરિસ છે. મોહગ્રસ્ત થઈ અનેક પ્રકારે દીનહીન વચન બોલી રહ્યા છે . (૪૫ર) - જે ક્રમશઃ વારંવાર અનુનય કરી રહ્યા છે, ધન અને કામ ભોગોનું નિમંત્રણ આપી રહ્યા છે, તે કુમારોએ સારી રીતે વિચારીને કહ્યું - (૪૫૩) ભણેલા વેદ પણ રક્ષણ નથી કરતા, હિંસોપદેશક બ્રાહાણ પણ ભોજન કરાવાતા અંધકારછન્ન સ્થિતિમાં લઈ જાય છે. સૌરસ પુત્ર પણ રક્ષા કરનાર થતા નથી, તો આપના કથનને કોણ અનુમોદન કરશે? (૪૫૪) આ ફામભોગ ક્ષણ વાર માટે સુખ આપીને, લાંબો કાળ દુઃખ આપે છે. સંસારથી મુક્ત થવામાં બાધક છે, અનર્થની ખાણ છે. (૪૫) જે કામનાઓથી મુક્ત થતાં નથી, તે અતૃતિના તાપથી બળતા પુરુષ રાત દિવસ ભટકે છે અને બીજા માટે પ્રમાદ આચરણ કરનાર તે ધનનીતિમાં લાગેલા, એક દિવસ જરા અને મૃત્યુને પામે છે - (૫૬)આ મારી પાસે છે, આ મારી પાસે નથી. આ માટે કરવું છે, આ મારે નથી કરવું. આ પ્રમાણે વ્યર્થ બકવાદ કરનારાને અપહરનારુ મૃત્યુ લઈ જાય છે તો પછી પ્રમાદ આ માટે? • વિવેચન - ૪૫૧ થી ૪૫૬ - (આખી વૃત્તિ ગુટક વ્યાખ્યારૂપ છે). પુત્રના વિયોગની સંભાવના જનિત મનોદુઃખ તે શોક, અને તે રૂપ અગ્નિ તે શોકાગ્નિ, આત્મ ગુણ - કર્મના ક્ષયોપશમાદિથી ઉભવેલ સમ્યગદર્શનાદિ, તે રૂ૫ ઇંધનથી બાળવાથી, અનાદિકાળ સહચરિતપણાથી રાગાદિ કે આત્મ ગુણો ઇંધણ ઉદ્દીપકતાથી જેને છે તે, તથા મોહ • મૂઢતા - અજ્ઞાન, તે પવન • મોહાનિલ તેનાથી પણ અધિક, પકર્ષથી બળવું તે અધિક પ્રજવલન વડે, ચારે બાજુથી તમ, અંતઃકરણમાં જે સંતપ્ત ભાવ તેને. તેથી જ ચારે બાજુથી દહ્યમાન અર્થાત્ શરીરમાં દાહ પણ શોકાવેશથી ઉત્પન્ન થાય. લોલુપ્યમાન - તેમના વિયોગથી શંકાવશ થઈ ઉત્પન્ન દુઃખ પરશુ વડે અતિશય હૃદયમાં છેદતા. પુરોહિત ક્રમથી • પરિપાટીથી સ્વ અભિપ્રાય વડે પ્રજ્ઞાપના કરતા અને નિમંત્રણ કરતાં, તે બંને પુત્રોને ભોગો વડે ઉપચ્છાદન કરતા, દ્રવ્ય વડે યથાક્રમે - પ્રકમથી અનતિક્રમથી ભિલાષ કરવા યોગ્ય શબ્દાદિ વિષયો વડે અથવા કામગુણોમાં કુમારોને આવા અંધકારમય વચનો તેના પિતાએ કહેલાં છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ - - * - * - X ". ભણેલાં ઋગ્વેદો કંઈ શરણ રૂપ થતાં નથી. તેના ભણવા માત્રથી દુર્ગતિમાં પતનથી રક્ષણનો હેતુ અસિદ્ધ છે. × - ૪ - x -. બ્રાહ્મણોને જે ભોજનની વાત, તે પણ અજ્ઞાનથી અંધકાર વધારનારી, નરક તુલ્ય છે. કેમકે બ્રાહ્મણો પણ કુમાર્ગની પ્રરૂપણા, પશુવધ આદિમાં કર્મોપચય નિબંધન અસત્ વ્યાપારમાં પ્રવર્તે છે. આવા અસમાં પ્રવર્તતાને જે ભોજન તે નરક ગતિના હેતુપણે જ છે. આના વડે તેમના નિસ્તારકપણાંને દૂર કર્યું છે. વળી ઉત્પન્ન કરેલા પુત્રો પણ નરકાદિમાં ગતિમાં જતાં તમને શરણ રૂપી થવાના નથી. કેમકે તમારા મનમાં જ કહેલું છે કે - “જો પુત્રોથી જ સ્વર્ગ મળતો હોય તો દાન ધર્મનું અસ્તિત્વ જ રહેશે નહીં. આ પ્રમાણે અનંતર ત્રણ ઉપદેશ કહ્યા વેદ અધ્યયનાદિ, ભોગો ભોગવો, એ ચોથા ઉપદેશનો ઉત્તર આપતાં કુમારો કહે છે - તે ભોગો ક્ષણમાત્રને માટે સુખ આપનારા છે. પછી ઘણો કાળ માટે નરકાદિ શારીરિક - માનસિક દુઃખોને આપનારા છે. કદાચ સ્વલ્પ કાળ માટે અતિશય સુખ આપનારા થાય અને દુઃખ પણ અન્યથા સ્વલ્પ કાળ માટે જ આપે, તો પણ તે બહુકાળ ભાવી દુઃખના નિમિત્ત રૂપ બને છે. તે અતિશય દુઃખને દેનારા હોવાથી ‘અપ્રકૃષ્ટમુખા' કહ્યા છે. તેથી સંસાર થકી મોક્ષ - વિશ્લેષ જ શુભ ફળ આપશે. અને તેના વિપક્ષે તે પ્રતિબંધક્તાથી અત્યંત પ્રતિકૂળ છે. ૧૩૬ તે કામ ભોગોને આવા કેમ કહ્યાં? ખનિ - આકર, ખાણ. કોની? અનર્થોની. આલોક અને પરલોકમાં દુઃખની પ્રાપ્તિ કરાવવા રૂપ. આવી ખાણ જ કામ ભોગોને કહી તે વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે વિષય સુખના લાભાર્થે અહીં-તહીં ભમતા, ‘અનિવૃત્તકામ' થઈ રાત્રિ-દિવસ તેની પ્રાપ્તિમાં ચોતરફથી ચિંતા અગ્નિ વડે બળતા, બીજા જે સુહત સ્વજનાદિ અથવા ભોજનાદિના માટે પ્રમાદી બને છે. ધનને વિવિધ ઉપાયોથી ગવેષતા તે પુરુષો વયની હાનિ રૂપ જરાને અથવા પ્રાણ ત્યાગ રૂપ મૃત્યુને પામે છે. · - w · મારી પાસે રજત રૂપ્ય આદિ છે, મારી પાસે પદ્મરાગાદિ નથી. હજી મારે ગૃહ પ્રાકારાદિ કરવાના છે, આ અકૃત્ય આરંભેલી છે, વાણિજ્યાદિ કરવા ઉચિત નથી. એ પ્રમાણે તે પુરુષ વૃથા જ અતિ વ્યક્તવાચાથી બોલતો આયુ વડે હરણ કરાઈ જાય છે. હર દિવસ રાત્રિ આદિ કે વ્યાધિ વિશેષથી, હરન્તિ - જન્માંતરમાં લઈ જાય છે. હવે ઉપસંહાર કરતા કહે છે ઃ- હેતુથી - ધર્મમાં કયા પ્રકારે અનુધમ કરવો ઉચિત છે? હવે તે બંનેને ધનાદિથી લોભાવવા પુરોહિત કહે છે - ૦ સૂત્ર - ૪૫૭ જેની પ્રાપ્તિને માટે લોકો તપ કરે છે, તે વિપુલ ધન, સ્ત્રીઓ, સ્વજનો અને ઇંદ્રિયોના મનોજ્ઞ વિષયભોગ - તમને અહીં જ સ્વાધીન રૂપથી પ્રાપ્ત છે. (પછી ભિક્ષુ શા માટે બનો છો?) Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૧૪/૪૫૭ • વિવેચન - ૪૫૭ - ધન - દ્રવ્ય, તે પણ પ્રચુર અને સ્ત્રીઓ સહિત, કાકી-મામા આદિ સ્વજનો, શબ્દાદિ કામગુણો પણ અતિશય છે. તે માટે તપ - કષ્ટાનુષ્ઠાન લોકો કરે છે. તમારે તો તે બધું સ્વાધીન જ છે. આ ઘરમાં જ ઉપલબ્ધ છે. જો કે સ્ત્રીઓ નથી, ચતાં સૂત્રમાં “સ્ત્રીઓ' સ્વાધીન છે કહ્યું, તે તેની પ્રાપ્તિની યોગ્યતાને આશ્રીને કહેલ છે. પુત્રો બોલ્યા - • સૂત્ર - ૪૫૮ - જેને ધર્મની ધુરાને વહન કરવાનો અધિકાર પ્રાપ્ત છે, તેને ધન, સ્વજન, ઐન્દ્રય વિષયોનું શું પ્રયોજન છે? અમે તો ગુણ સમુહના ધારક, પ્રતિબદ્ધ વિહારી, શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનારા શ્રમણ બનીછું. • વિવેચન - ૪૫૮ - દ્રવ્ય વડે શું? કંઈ નહીં. ધર્મ જ અતિ સાત્વિક્તાથી વહન કરાતા ધૂરાની માફક જ ધર્મધુરા છે. તેનો અધિકાર પ્રાપ્ત થયા પછી સ્વજનો અને કામગુણોનું શું પ્રયોજન છે? - - તેથી અમે બંને શ્રમણ - તપસ્વી થઈશું. ગુણોધ - સખ્યમ્ દર્શનાદિ ગુણ સમૂહને ધારણ કરનારા ગુણધધારી થઈને ગામ - નગરાદિથી બહાર વર્તવા વડે દ્રવ્યથી અને ભાવથી પ્રતિબદ્ધ વિહાર વડે વિહરનારા અને શુદ્ધ ભિક્ષાને આશ્રીને તેનો જ આહાર કરનારા થઈશું. આત્માના અસ્તિત્વના મૂળપણાથી સર્વે ધર્માનુષ્ઠાન તેના નિરાકરણને માટે પુરોહિત બોલ્યો - • સુત્ર - ૪૫૯ - હે પુત્રો જેમ આરણિમાં અગ્નિ, દૂધમાં ઘી, તલમાં તેલ, કાસવું હોય છે, તેમ શરીરમાં જીવ પણ અસતુ જ ઉત્પન્ન અને નષ્ટ થાય છે. શરીરનો નાશ થતાં, જીવનું કંઈ અસ્તિત્વ રહેતું નથી. • વિવેચન - ૪૫૯ - જેમ અગ્નિ - વૈશ્વાનર, અરણિથી - અગ્નિ મન્થન કાષ્ઠથી અવિધમાન જ સમૂચ્છે છે. તે પ્રમાણે દૂધમાં ઘી, તલમાં તેલ આદિ જાણવા, એ પ્રમાણે જ પુરા શરીરમાં સંત્વો સમૂચ્છે છે. પૂર્વે ન હોવા છતાં શરીરાકર પરિણત ભૂત સમુદાયથી ઉત્પન્ન થાય છે. - *- તથા નાશ પામે છે - વાદળના રંગની જેમ પ્રલયને પામે છે. પરંતુ શરીરને નાશ થયા પછી ક્ષણવાર પણ તેની અવસ્થિતિ રહેતી નથી. અથવા શરીર હોવા છતાં આ સત્ત્વો નાશ પામે છે, પણ રહેતા નથી. જેમ જળનો પરપોટો રહેતો નથી. - x - પ્રત્યક્ષથી આનું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. આ શરીરમાં કે શરીર સિવાય ભવાંતર પ્રાપ્તિ પક્ષ ઉપલબ્ધ નથી. જેમ સસલાને શીંગડા નથી. - ૦ - કુમારો બોલ્યા - Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - ૪૬૦ - આત્મા અમૂર્ત હોવાથી તે ઇંદ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. જે અમૂર્ત ભાવ હોય છે, તે નિત્ય હોય છે. આત્માના આંતરિક હેત જ નિશ્ચિત રૂપથી બંધના કારણ છે અને બંધને જ સંસારનો હેતુ કહેલો છે. • વિવેચન - ૪૬૦ - કરો - પ્રતિષેધ અર્થમાં છે, શ્રોત્ર આદિથી સંવેધ તે ઇંદ્રિયગ્રાહ્ય પ્રક્રમથી સત્વ. અસત્વથી જ આ ઇંદ્રિયને અગ્રાહ્યા છે, એવી શંકા થાય, તેથી કહે છે - ઇંદ્રિયગ્રાહ્યરૂપ આદિના અભાવથી, અહીં કહેવાનો આશય આ છે કે- જે ઇંદ્રિયગ્રાહ્ય થઈને ઉપલબ્ધ છે, તે અસત છે તેમ નિશ્ચય કરાય છે - X - X - X -. (અહીં આત્મવાદની કિંચિત વક્તવ્યતા છે. અમારી પૂર્વ પ્રતિજ્ઞાનું સાર આ વિષય છોડી દીધેલ છે. તજજ્ઞો પાસે મૂળવાદ સમજીને જ અનુવાદ સમજવો જોઈએ.) વૃદ્ધો વ્યાખ્યા કરતા કહે છે કે - અમૂર્ણપણાથી તે નોઇંદ્રિય ગ્રાહ્ય છે. નોઇંદ્રિય એટલે મન, મન જ આત્મા. તેથી આત્મા સ્વપક્ષ છે. કઈ રીતે? સૈકાવ્ય કાર્યના વ્યપદેશથી. તે આ પ્રમાણે - મેં કર્યું છે. - હું કરું છું - હું કરીશ, મેં કહ્યું છે - હું કહું છું - હું કહીશ ઇત્યાદિ, આ જે ત્રિકાલ કાર્ય વ્યપદેશ હેતુ “અહં' પ્રત્યય છે, તે આનુમાનિક પણ નથી, આગમિક પણ નથી. તો શું છે? પ્રત્યક્ષકૃત જ છે. આના વડે આત્માને સ્વીકારો. તથા અમૂર્તભાવથી પણ તે નિત્ય છે. તેથી જ કહે છે કે - જે દ્રવ્યત્વ છતાં અમૂર્ત છે, તે નિત્ય છે, જેમકે આકાશ, અમૂર્ત એવું આ દ્રવ્યત્વથી છે. આના વડે વિનાશનું અનવસ્થાન કહ્યું. એ પ્રમાણે અમૂર્તત્વથી જ તેના બંધનો સંભવ કે અસંભવ નથી. તેથી કહે છે - “અધ્યાત્મ હેતુ નિયત બંધ” અધ્યાત્મ શબ્દથી આત્મામાં રહેલ મિથ્યાત્વ આદિ અહીં કહે છે. તેના નિમિત્તે અપરસ્થ હેતુના કૃતત્વમાં અતિ પ્રસંગાદિ દોષના સંભવથી નિયત - નિશ્ચિત, સંદિગ્ધ નહીં. જગના વૈચિશ્યથી અન્યથા અનુપપત્તિથી, પ્રાણીને કર્મો વડે સંશ્લેષ થાય. જેમ અમૂર્ત એવા આકાશમાં મૂર્ત એવા ઘટ આદિથી સંબંધ છે. તેમ અમૂર્ત એવા આત્માને પણ મૂર્ત એવા કર્મોથી સંબંધ તે વિદ્ધ નથી. • x• x- તે મિથ્યાત્વ આદિ હેતુપણાથી છે પણ બધાંને હંમેશાં તેનો પ્રસંગ હોતો નથી. અર્થાત મિથ્યાત્વ આદિથી વિરહિત સિદ્ધોને કર્મબંધ નથી. સંસાર - ચારે ગતિમાં પર્યટન રૂપ, તે કારણથી કર્મબંધ કહેલ છે. આના વડે અમૂર્તત્વથી આકાશની માફક નિષ્ક્રિયત્ન પણ નિસહત કરેલ છે. જો એ પ્રમાણે આત્મા નિત્ય છે, તેથી જ તે ભવાંતર અનુયાયી છે. તેને બંધ છે, બંધથી મુક્તિ પણ છે. તેથી - • સૂત્ર - ૪૬૧ - જ્યાં સુધી અમે ધર્મથી અનભિજ્ઞ હતા, ત્યાં સુધી મોહવશ પાપ કર્મ કરતા રહ્યા, આપ અમને રોક્યા અને અમારું સંરક્ષણ થતું રહ્યું. પણ હવે અમે ફરી પાપકર્મનું આચરણ કરીશું નહીં. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૪૬૧ ૧૩૯ • વિવેચન - ૪૬૧ - જે પ્રકારે અમે સખ્ય દર્શનાદિ ધર્મને જાણતા ન હતા, પાપ હેતુક ક્રિયા પૂર્વે કરતા રહ્યા. મોહ - તત્ત્વના અનવબોધથી ઘરથી નીકળવાનું અપ્રાપ્ત થતાં અને અનુજીવિપણાથી પાલન કરતા હતા. પણ હવે તે પાપકર્મ ફરીથી આચરીશું નહીં. તેમાં રહીશું નહીં. કારણકે હવે અમને વસ્તુતત્વ ઉપલબ્ધ થઈ ગયેલ છે. બીજું - • સૂત્ર - ૪૬૨ - લોક આહત છે. ચારે તરફથી ઘેરાયેલ છે. અમોધા પડી રહી છે. એ સ્થિતિમાં અમે ઘરમાં સુખ પામતાં નથી. • વિવેચન - ૪૬૨ - લોકો અભિમુખ્યતાથી પીડિત છે. બધી દિશામાં ઘેરાયેલા છે. અમોધા - પ્રહરણની ઉપમાથી કહેલ છે, તે અમોધા આવી રહી છે. તેથી હવાસમાં અમને આસક્તિ થતી નથી. જેમ શિકારી વડે ઘેરાયેલ મૃગ, અમોઘ નામક પ્રહરણોથી શિકારી વડે પીડા પમાડાતા રતિ પામતા નથી, તેમ અમે પણ રતિ પામતા નથી. ભૃગુ બોલ્યો - • સૂત્ર - ૪૬૩ - હે પુત્રો આ લોક કોનાથી ગ્રાહત છે? કોનાથી ઘેરાયેલો છે? અમોઘા કોને કહે છે? તે જાણવા હું ક્ષિતિત છું. • વિવેચન - ૪૬૩ - કોણ શિકારી તુલ્યથી આ લોક અભ્યાહત છે? કયા શિકારી સ્થાનીયથી પરિવારિત છે? પ્રહરણની ઉપમા પામેલ અમોઘા કઈ છે, અભ્યાહત ક્રિયા પ્રતિ કરણપણે કહેલ છે? હે પુત્રો! તે જાણવા હું ચિંતિત છું. તો તમે મને તેનો અર્થ કહો. તે પુત્રો કહે છે - • સૂત્ર - ૪૬૪ - હે પિતાતમે સારી રીતે જાણી લો કે આ લોક મૃત્યુથી આહત છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયલ છે, રાશિને અમોથા કહે છે. • વિવેચન - ૪૬૪ - મૃત્યુ વડે - અંત કરવા વડે લોક અભ્યાહત છે, તેના સર્વત્ર અપ્રતિહત પ્રસાર હોવાથી. વૃદ્ધાવસ્થાથી પરિવારિત છે, તેના જ તે અભિઘાત યોગ્યતા આપાદનથી. અમોઘા - સત્રિ. દિવસના અવિનાભાવિ - પણાથી દિવસો પણ લેવા. તેના પતનથી લોકોનો અભિઘાત અવશ્ય થવાનો જ છે. હે તાતા આટલું જાણી લો. • વળી - • સૂત્ર - ૪૬૫, ૪૬૬ - જે જે રાશિઓ જઈ રહી છે, તે ફરી પાછી આવતી નથી. વર્ષ કરનારાની રાત્રિ નિષ્ફળ થાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર જે જે રાશિઓ જઈ રહી છે, તે ફરી પાછી આવતી નથી. ધર્મ કરનારાની રાત્રિઓ સફળ થાય છે. • વિવેચન - ૪૬૫, ૪૬૬ - જે જે રાત્રિઓ, ઉપલક્ષણથી દિવસ પણ જાય છે, તે ફરી પાછા આવતા નથી. તેના આગમનમાં જ સર્વદા, તે એક જન્મરાત્રિ થાય, પછી બીજી મરણ રાત્રિ ક્યારેય પ્રગટ થતી નથી. તેમાં જે પ્રાણીઓ અધર્મ કરે છે, તેમની રાત્રિઓ નિષ્ફળ જાય છે. આયુષ્યના અનિત્યપણાથી અધર્મ કરવામાં ગૃહસ્થને તે અધમ નિબંધન છે. તેના નિષ્ફળ પણાથી તેનો પરિત્યાગ જ શ્રેયસર છે. આનાથી વ્યતિરેક હારમાં પ્રવજ્યા સ્વીકારવાનો હેતુ જણાવીને તેનો જ અન્વય કહે છે. તે જ સાત્રિમાં જે ધર્મ કરે છે. તેનું ધર્મ લક્ષણ ફળ ઉપાર્જિત થવાથી, તેની રાત્રિ સફળ છે, વ્રતના સ્વીકાર વિના ધર્મ નથી, તેથી અમે વ્રતનો સ્વીકાર કરીશું, તમ કહેવા માંગે છે. આ પ્રમાણે કુમારના વચનથી આવિર્ભૂત સમ્યકત્વ, તેના જ વચનને પુરસ્કૃત કરતાં ભૃગુ કહે છે - • સૂત્ર - ૪૬૭ - હે પુત્રો પહેલાં આપણે બધાં કેટલોક સમય સાથે રહીને પછી સમ્યકત્વ અને વ્રત મુક્ત થઈએ. પછી પાછલી વયમાં દીક્ષિત થઈને ઘરવેર ભિક્ષા ગ્રહણ કરતાં વિચરીશું. • વિવેચન - ૪૬૩ - એક સ્થાને આપણે સાથે વસીને, કોણ કોણ? તમે બે બાળકો અને અમે બે પતિ-પત્ની એમ ચારે. સમ્યકત્વ- તત્ત્વરુચિ રૂપથી સહિત, ઉપલક્ષણથી દેશવિરતિ વડે, ચૌવનના ઉત્તર કાળે - પાછલી વયમાં આપણે ગામ - નગાદિમાં માસકાથી ભ્રમણ કરીશું અર્થાત્ પ્રવજ્યા લઈને ભિક્ષાદિની યાચના કરતા ઘેર-ઘેર અર્થાત્ એક જ ઘરમાં નહીં અજ્ઞાતવૃતિથી ભિક્ષા કરીશું - ત્યારે બંને કુમારો બોલ્યા - • સૂત્ર - ૪૬૮, ૪૬૯ • જેની મૃત્યુ સાથે મળી છે, જે મૃત્યુ આવવાથી પલાયન થઈ શકે છે અથવા જે જાણે છે કે હું ક્યારેય મરીશ નહીં તે જ આવનારી કાળની આકાંક્ષા કરી શકે છે. આપણે આજે જ રાગને દૂર કરીને શ્રદ્ધાથી યુક્ત મુનિધર્મનો સ્વીકાર કરી, જે પામીને ફરી આ સંસારમાં જન્મ લેવાનું થતું નથી. આપણે માટે કોઈ પણ ભોગ અભક્ત નથી. કેમકે તે અનંતવાર ભોગવેલ છે. • વિવેચન - ૪૬૮, ૪૬૯ - જે કોઈને મૃત્યુ અંતકાળ સાથે મિત્રતા છે, મૃત્યુથી જે નાસી શકે છે, થવા જે જાણે છે કે હું મરીશ નહીં, તેજ આ આગામી દિવસે કરીશું તેવી પ્રાર્થના કરે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૪૬૮, ૪૬૯ ૧૪૧ પરંતુ કોઈને મૃત્યુ સાથે મળી નથી, તેના આભાવ જ્ઞાનથી પલાયન થઈ શક્તા નથી. તેથી આજે જ યતિ-ધર્મનો સ્વીકાર કરીશું. તે જ ફળની ઉપમાના દ્વારથી દશવિ છે - આ ધર્મને સ્વીકારીને ફરી જન્મ લેવો નહીં પડે, કેમકે તેના નિબંધન રૂપ કર્મો દૂર થયા છે, આ જરા મરણાદિના અભાવ યુક્ત છે. આ મનોરમ વિષય સુખ આદિ અનાદિ સંસારમાં પૂર્વે ઘણી વાર પ્રાપ્ત કર્યા છે. તેને માટે ઘેર રહેવું યુક્ત નથી. અથવા આગતિ રહિત બીજું કંઈ નથી. કેમકે આનું અવસ્થન ધ્રુવભાવિપણે છે. જ્યાંથી પાછું આવવું ન પડે તેવું બીજું કોઈ સ્થાન નથી. તેથી આલોક-પરલોકમાં શ્રેય પ્રાતિ નિમિત્ત અનુષ્ઠાનની જ શ્રદ્ધા આપણે કરવી યુક્ત છે. તેથી સ્વજનની આસક્તિ રૂપ રાગને દૂર કરીએ, કેમકે તત્વથી કોણ કોનું સ્વજન છે અથવા નથી. - X - X - તેના વચન સાંભળીને પુરોહિત વ્રતગ્રહણ પરિણામ ઉત્પન્ન થતા, બ્રાહ્મણીને ધર્મવિજ્ઞકારણિ માનીને આમ કહે છે - • સૂત્ર - ૪૭૦, ૪૭૧ - હે વાશિષ્ઠિા પુત્રો વિના આ ઘરમાં મારો નિવાસ થઈ શકશે નહીં, ભિક્ષાવાયનો કાળ આવી ગયો છે. વૃક્ષ શાખાણી જ સુંદર લાગે છે. શાખા કપાઈ ગયા પછી તે માત્ર ઠંડું કહેવાય છે. પાંખો વિનાના પક્ષી, યુદ્ધમાં સેના સહિત રાજા, જહાજ ઉપર ધન રહિત વ્યાપારી જેમ સહાય હોય છે, તેમ જ પત્રો વિના હું અસહાય છું. • વિવેચન - ૪૭૦, ૪૭૧ - પ્રહીણપુત્ર - જેનાથી બંને પુત્રો દૂર થયાં છે તે. અથવા પુત્રથી ત્યજાયેલો એવા મને ઘરમાં રહેવું નહીં ગમે, હે વાણિષ્ટિા વશિષ્ટ ગોત્રમાં ઉત્પન્ન થયેલી હવે ભિક્ષા ગ્રહણ, ઉપલક્ષણથી વ્રત ગ્રહણનો કાળ આવી ગયો છે. એ પ્રમાણે કેમ? જેમ વૃક્ષ શાખા વડે જ સ્વાધ્ય પામે છે. છેદાયેલી શાખા વડે તે જ વૃક્ષને લોકો ઠુંઠા રૂપે ઓળખે છે. કેમકે શાખાઓ જ તેના શોભા સંરક્ષણમાં સહાયક હોવાથી વૃક્ષ માટે સમાધિનો હેતુ છે, એ પ્રમાણે મને પણ આ બંને પુત્રો સમાધિનો હેતુ છે, તેમના વિના હું પણ ઠુંઠા સમાન જ છું. તેમના વિના ઘેર રહીને શું? પક્ષ - પડતાં ને રક્ષણ રૂપ તે પાંખો, તેનાથી હિત અથતિ જેમ આ લોકમાં પક્ષીઓ પાંખો વિના પલાયન થવા અસમર્થ હોવાથી બિલાડા આદિથી અભિભૂત થઈ જાય છે. તથા જે પ્રમાણે પદાતી સૈન્ય રહિતનો રાજા સંગ્રામમાં શત્રુજનોથી પરાજિત જ થાય છે. તથા જેમ હિરણ્ય, રન આદિ જેના વિનાશ પામ્યા છે તેવા વણિફ સાંયાત્રિક વહાણ ભાંગી જતા થઈ જાય છે અને સમુદ્ર મધ્યે વિષાદ પામે છે. તેમ હું પુત્રથી ત્યજાતા થઈ જઈશ. ત્યારે વાશિષ્ટીએ કહ્યું - સૂત્ર - ૪૨ - સુસંગૃહીત કામભોગ ૨૫ ઘર વિષયરસ જે આપણને પ્રાપ્ત થયેલ છે, તેને પહેલાં કચ્છનુરૂપ ભોગવી લઈએ ત્યારપછી આપણે મુનિધર્મના Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ પ્રધાન મા ચાલીશ.. • વિવેચન - ૪૭૨ - અતિશયપણે સંભૂત - એવા જે કામગુણો, આ સ્વગૃહમાં વર્તી રહ્યા છે. તેનો પ્રત્યક્ષપણે નિર્દેશ કરે છે, તે સારી રીતે એકત્રિત કરાયેલ છે તે મધુરાદિ રસ પ્રધાન પ્રચૂર કામગુણોમાં અંતર્ગત પણે હોવા છતાં સોનું પૃથક ઉપાદાન તેના અતિ ગૃદ્ધિત્વથી છે. અથવા કામગુણ વિશેષણ જે પ્રધાન એવા શૃંગારાદિ રસો જેમાં છે તે માટે છે. અથવા સુખોમાં પ્રધાન તે કામગુણો તે આપણે ભોગવીએ. આ સ્વાધીન ભોગોને ભોગવી મુક્ત ભોગી થઈ, પછી વૃદ્ધાવસ્થામાં મહાપુરુષ સેવિત એવા પ્રવજ્યા રૂપ મુક્તિપથે જઈશું. પછી - પુરોહિતે કહ્યું - • સૂત્ર - ૪૭૩ - હે ભવતિ આપણે વિષયરસને ભોગવી ચૂક્યા છીએ. યુવા-અવસ્થા આપણને છોડી રહી છે. હું કોઈ જ જીવનના પ્રલોભનમાં ભોગોને છોડી નથી રહ્યો. લાભ-લાભ, સુખ-દુઃખને સમદષ્ટિથી જતો એવો હું મુનિ ધર્મનું પાલન કરીશ. • વિવેચન - ૪૭૩ - સેવેલા છે મધુરાદિ રસો, ઉપલક્ષણથી કામગુણોને અથવા રસ એટલે સામાન્યથી આસ્વાધમાનપણાથી ભોગો, હે ભવતિા આમંત્રણ વચન છે, આ કાળકૃત શરીરાવસ્થા રૂ૫ વય આપણને છોડી રહી છે. તેમાં અહીં અભિમત ક્રિયા કરવાનું સામર્થ્ય લેવું, તે ભોગવેલા વારંવાર ભોગોને વય ત્યજી રહી છે, ઉપલક્ષણથી જીવિત ને ત્યજી રહી છે. એટલામાં તે તજીને જાય, તે પૂર્વે દીક્ષા લઈ લઈએ. વય અને ધ્યેયદિ જણાવતો દીક્ષાનો કોઈ કાળ નથી. તેથી અસંયમ જીવિત ન જીવવા, તેને માટેના ભોગોનો પ્રકર્ષથી ત્યાગ કરીએ. પરંતુ અભિમત વસ્તુની પ્રાપ્તિ રૂપ લાભ કે તેના અભાવ રૂપ અલાભને કારણે હું આવો ત્યાગ કરવાનું કહેતો નથી. પરંતુ લાભ કે અલાભ, સુખ કે દુખ, જીવિત કે મરણાદિમાં સમતાને ભાવિત કરતો હું મુનિભાવને આચરીશ, તેથી મક્તિને માટેજ મારે દીક્ષા સ્વીકારવી છે. ત્યારે વાશિષ્ટી બોલી કે - • સૂત્ર - ૪૭૪ - પ્રતિસોતમાં તરનારા વૃદ્ધ હંસની માફક ક્યાંક તમારે ફરી તમારા ભાઈઓને યાદ ન કરવા પડે? તેથી મારી સાથે ભોગોને ભોગવો. આ ભિક્ષાચય અને વિહાર તો ઘણાં દુઃખરૂપ છે. • વિવેચન - ૪૭૪ - એક ઉદરમાં તમારી સાથે રહેલા તે સોદર્ય અર્થાત સમાન કુક્ષિમાં થયેલા ભાઈઓ, તેમને ઉપલક્ષણથી શેષ સ્વજન અને ભોગોને યાદ કરસો. કોની જેમ? જી - વયની હાનિને પામેલા હંસની જેમ કેવો? પ્રતિકુળ સ્રોતમાં ગમન કરનાર. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૪૭૪ ૧૪૩ જેમ હંસ પ્રતિકુળ ગમન કરવામાં અશક્ત છે, તે પ્રમાણે તમે પણ દુરનુચર સંયમ ભારને વહન કરવામાં અસમર્થ થઈ રહી સહોદરોનું કે ભોગોનું સ્મરણ કરશો. તેના કરતાં મારી સાથે ભોગોને ભોગવો. આ ભિક્ષાચર્યા અને ગ્રામાદિમાં અપ્રતિબદ્ધ વિહાર. ઉપલક્ષણથી દીક્ષા દુઃખહેતુક જ છે. પછી પુરોહિતે કહ્યું - ૭ સૂત્ર - ૪૭૫, ૪૭૬ હે ભવતિા જેમ સાંપ પોતાના શરીરની કાંચળીને છોડીને મુક્તમનથી ચાલે છે, તેમ જ બંને પુત્રો ભોગોને છોડીને જઈ રહ્યા છે. તો હું એકલો રહીને શું કરું? તેમનું અનુગમન શા માટે ન કરું? રોહિત મત્સ્ય જેમ નબળી જાળને કાપીને બહાર નીકળી જાય છે, તેમ ધારણ કરેલા ગુરુતર સંયમ ભારને વહન કરનાર પ્રધાન તપસ્વી ધીર સાધક કામગુણોને છોડીને ભિક્ષાચર્યાનો સ્વીકાર કરે છે. ♦ વિવેચન - ૪૭૫, ૪૭૬ - હે ભવતિ! હે ભોગિની ! શરીરમાં થયેલ તે તનુજ -સર્પ, કાંચળી ઉતારીને, નિરપેક્ષ કે અનાસક્ત થઈને નીકળી જાય છે. તે પ્રમાણે આ તારા બંને પુત્રો પ્રકર્ષથી ભોગોનો ત્યાગ કરીને જાય છે, તો હું શા માટે પ્રવ્રજ્યા ગ્રહણ વડે તેને ન અનુસરું? શા માટે એકલો રહું? જો આ બંને કુમારોને આટલો વિવેક છે, જે કાચળી સમાન અત્યંત સહચરિત એવા ભોગોને સર્પની જેમ ત્યજી દે છે, તો પછી ભુક્તભોગી એવો હું તેને કેમ ન ત્યજું? મારે અસહાયને ગૃહવાસથી શું લાભ? · તીક્ષ્ણપુચ્છ વડે બે ભાગ કરીને જાળને જીર્ણત્વાદિથી નિઃસારની જેમ છેદીને રોહિત જાતીનો મત્સ્ય નીકળી જાય છે. તે પ્રમાણે જાળ જેવો કામ ગુણોનો પરિત્યાગ કરીને ભારને વહેતા બળદની જેમ ગુરુતર ભાર વહન કરવાના સ્વભાવથી, અનશનાદિ તપ વડે પ્રધાન સત્વવંતો જે રીતે ભિક્ષાચર્યાને સેવે છે ઉપલક્ષણથી વ્રતગ્રહણ કરે છે, તે પ્રમાણે હું આ જ વ્રતને ગ્રહણ કરીશ. આ પ્રમાણે પ્રતિબોધિત કરાયેલ બ્રાહ્મણી કહે છે - • સૂત્ર ૪૭૭ - જેમ ક્રૌંચ પક્ષી અને હંસો પારધી દ્વારા ફેલાવાયેલ જાળને કાપીને આકાશમાં સ્વતંત્ર ઉડી જાય છે, તે પ્રમાણે જ મારા પુત્ર અને પતિ પણ છોડીને જઈ રહ્યા છે, એકલી રહેવા કરતા હું પણ કેમ તેને ન અનુસરું? • વિવેચન - ૪99 - . આકાશની જેમ, પક્ષિ વિશેષો તે-તે દેશોને ન ઉલ્લંઘીને, તે વિસ્તીર્ણ જાલ બંધન વિશેષ રૂપને પોતાને માટે અનર્થ હેતુક જાણીને, તેને છેદીને ચોતરફથી ઉડી જાય છે. તેમ મારા બંને પુત્રો અને રો પતિ જાળની ઉપમા જેવી વિષય આસક્તિને ભેદીને નિરૂપલેપપણે સંયમ માર્ગમાં તે તે સંયમ સ્થાનોને અતિક્રામે છે, તો હું પણ કેમ તેનું અનુગમન ન કરું? અનુગમન કરીશ જ. મારે પણ પુત્ર કે પતિ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર પ્રમાણે જ ગતિ થાઓ. કેમકે સ્ત્રીને પણ પુત્રાદિ બંધન જ છે. ઇત્યાદિ • x. આ પ્રમાણે ચારેને પ્રવજ્યા સ્વીકારમાં એકવાક્યતા થતા શું થયું? • સૂત્ર - ૪૭૮ થી ૪૮૧ - પુત્ર અને પત્ની સહિત પુરોહિતે ભોગોને ત્યાગીને અભિનિષ્ક્રમણ કરેલ છે, તે સાંભળીને, તે કુટુંબની પ્રણયર અને શ્રેષ્ઠ ધનસંપત્તિને ઇચ્છતા રાજાને રાણી કમલાવતીએ કહ્યું - તમે બ્રાહાણ દ્વારા પરિત્યક્ત ધનને ગ્રહણ કરવાને ઇચ્છો છો, હે રાજનું! વમનને ખાનારો પુરુષ પ્રશંસનીય હોતો નથી. સર્વ જગતુ અને તેનું સર્વ ધન પણ તમારું થઈ જાય તો પણ તે તમારે માટે આપણામ જ થશે. અને તે ધન તમારું રક્ષણ કરી નહીં શકે. હે રાજન ! એક દિવસ આ મનોજ્ઞ કામ ગુણોને છોડીને જ્યારે મરશો ત્યારે એક ધર્મ જ સંરક્ષક થશે. હે નરદેવા અહીં ધર્મ સિવાય બીજું કોઈ રક્ષા કરનાર નથી. વિવેચન - ૪૭૮ થી ૪૮૧ - ભૃગુ નામક પુરોહિત, બંને પુત્રો અને પત્ની સહિત અભિનિષ્ક્રમણ કરી, ઘરથી નીકળી, પ્રકર્ષથી શકદાદિ ભોગોને ત્યજીને “પ્રવજિત' થયાનું જાણી તેના પ્રધાન વિપુલ ધન ધાન્યાદિ, જે પુરોહિતે તાજેલા છે, તે ગ્રહણ કરવા ઇચ્છતા રાજાને વારંવાર સમ્યફ વચન કહેતી તેની અગ્રમહિષી કમલાવતી શું કહે છે? ઉલટી કરેલાને ખાનારો પુરુષ, હે રાજન! વિદ્વાનો વડે પ્રશસિત ન થાય. તમે બ્રાહ્મણોએ તજેલા ધનને ગ્રહણ કરવા ઇચ્છો છો, તે વમેલાને ખાવા બરાબર જ છે. આપના જેવાને તે ઉચિત નથી. - ૪ - આખું જગત તમારું થઈ જાય, કદાચ આવું બની પણ જાય, અને બધું જ ધન - રજત, રૂપ્ય આદિ દ્રવ્ય પણ તમારું થઈ જાય. ત્યારે તે બધું પણ તમારી ઇચ્છાપૂર્તિને માટે અપર્યાપ્ત છે. કેમકે ઇચ્છા આકાશ સમાન અનંત છે. તથા આ સર્વ જગતનું ધન પણ જરા, મરણને દૂર કરનાર થવાનું નથી. - x- પૂર્વે આના વડે ગહ ફરીને પુરોહિતના ધનાદિના અગ્રહણનો હેતુ અનુપકારિતા દેખાડીને હવે તેની અનિત્યતાને તેનો હેતુ કહે છે - હે રાજન ! જ્યારે મરીશ, પ્રાણોને ત્યજીશ. કેમકે જન્મેલનું મૃત્યુ અવય થવાનું છે, ત્યારે પણ કદાચિત અભિલષિત વસ્તુ મેળવીને મરીશ, તો પણ ઉક્ત રૂપ ચિત્ત આલ્હાદક કામગુણોને પ્રકર્ષથી ત્યજીને એકલો જ મરીશ, તેમાંનું કંઈ તારી સાથે નહીં આવે. ત્યારે એક સમ્યગ્દર્શનાદિ રૂપ ધર્મ જ હે રાજન ! આપત્તિમાં પરિરક્ષણ કરવામાં સમર્થ થશે બીજું કંઈ જ નહીં. અર્થાત્ આ સ્વજન, ધન આદિ યુક્ત આ મૃત્યુ લોકમાં મુક્તિના હેતુપણાથી ધર્મ જ એક ત્રાણ રૂપ થશે. બીજું કંઈ નહીં. તેથી ધર્મ જ અનુષ્ઠય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૧૪/૪૭૮ થી ૪૦૧ જે કારણે ધર્મનો આદર કરવો, બીજું કંઈ પ્રાણ નથી, તેથી - • સૂત્ર - ૪૮૨ થી ૪૮૯ - (૪૮૨) પંખિણી જેમ પિંજરામાં સુખને અનુભવતી નથી. તેમ જ મને પણ અહીં આનદ નથી. હું નેહ બંધનો તોડીને અકિંચન, સરળ, નિરાસક્ત, પરિગ્રહ અને હિંસાથી નિવૃત્ત થઈને મુનિધર્મને આચરીશ. (૪૮૩) જેમ વનમાં લાગેલ દાવાનળમાં જંતુને બળતા જઈને રાગહેપને કારણે બીજા જીવ પ્રમુદિત થાય છે. (૪૮૪) તે જ પ્રકારે કામભોગોમાં મૂર્દિત આપણે મૂઢ લોકો પણ રાગદ્વેષના અગ્નિમાં બળતા એવા જગતને સમજી શક્તા નથી. (૪૮૫) આત્મવાનુ સાધક ભોગોને ભોગવીને અને અવસરે તેને ત્યાગીને વાયુની માફક અપ્રતિબદ્ધ થઈને વિચરણ કરે છે. પોતાની ઇચ્છાનુસાર વિચરણ કરનારા પક્ષી માફક પ્રસન્નતાપૂર્વક સ્વતાં વિહરે છે. (૪૮૬) હે આર્મી આપણે હસ્તગત થયેલ આ કામભોગ જેને આપણે નિયંત્રિત સમજેલા છે, વસ્તુતઃ તે ક્ષણિક છે. હજી આપણે કામનામાં આસક્ત છીએ, પણ જેમ આ બંધનમુક્ત થયા, તેમ આપણે થઈ. (૪૮૭) જે ગીધ પક્ષીની પાસે માંસ હોય છે, તેના ઉપર બીજ માંસભક્ષી પક્ષી ઝાટકે છે. જેની પાસે માંસ નથી, તેની ઉપર નથી ત્રાટક્તા. તેથી હું પણ માંસપિમ બધાં કામભોગો છોડીને નિરામિષ ભાવે વિચારીશ. (૪૮૮) સંસારવઈક કામ ભોગોને ગીઘ સમાન જાણીને તેનાથી તે રીતે જ શક્તિ થઈને ચાલવું જોઈએ, જેમ ગરુડ સમીપે સાપ ચાલે છે. (૪૮૯) બંધન તોડીને જેમ હાથી પોતાના નિવાસ સ્થાને ચાલી જાય છે, તેમ જ આપણે પણ આપણા વાસ્તવિક સ્થાને જવું જોઈએ. હે મહારાજ પુકાર ! આ જ શ્રેયસ્કર છે, એવું મેં સાંભળેલ છે. • વિવેચન - ૪૮૨ થી ૪૮૯ -. ન - નિષેધ અર્થમાં છે, અહં - આત્મ નિર્દેશમાં છે. રતિ પામતી નથી જેમ સારિકા આદિ પાંજરામાં હોય. અર્થાતુ આ દુઃખોત્પાદિની પંજરમાં રતિને પામતા નથી, તેમ હું પણ જરા-મરણાદિ ઉપદ્રવ થી ભવપંજરમાં રતિ પામતી નથી. તેથી સ્નેહ સંતતિ વિનાશિત થતાં હું મુનિબાવમાં ચરીશ - અનુષ્ઠાન કરીશ. કંઈ વિધમાન નથી તે અકિંચન, દ્રવ્યથી - હિરણ્ય આદિ, ભાવથી - કષાયાદિ રૂપ નહીં તેવા. તેથી જ ઋજુ - માયા રહિત, અનુષ્ઠાન કરવું તે હજુકતા. કેવી રીતે થશે? નીકળીને. આમિષ - ગૃદ્ધિના હેતુથી અભિલષિત વિષયાદિથી અથવા નિર્ગત આમિષ તે નિરામિષ. પરિગ્રહ અને આરંના દોષો - આસક્તિ અને હિંસક્તા આદિ, તેનાથી અટકલે તે પરિગ્રહારંભદોષ નિવૃત્ત તેથી તે વિકૃતિ વિરહિત છે. Jain 38/10hternational Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ જેમ વનમાં દાવાનળમાં બળતા - ભસ્મસાત્ કરાતા પ્રાણીમાં, બીજા પ્રાણીઓ અવિવેકી હોવાથી પ્રકર્ષથી ખુશ થાય છે. કમકે તેઓ રાગ - દ્વેષને વશ થયેલા છે. આપણે મૂઢ - મોહને વશ પણ ઉક્ત રૂપ કામભોગોમાં મૂર્છિત અને ગદ્ધ થઈ બળતા એવા આપણે રાગદ્વેષના અગ્નિને વશ થઈ પ્રાણી સમૂહને જાણતા નથી. જે વિવેકી હોય રાત્રાદિ વાળો ન હોય તે દાવાનળથી બળતા, બીજા જીવોને જોઈને હું પણ આના વડે બળી જઈશ તેમ વિચારી તેના રક્ષણના ઉપાયમાં તત્પર થાય છે. પ્રમાદને વશ થઈને ખુશ થતા નથી. જે અત્યંત અજ્ઞ અને રાગાદિવાળા છે તે આપત્તિનો વિચાર કર્યા વિના ખુશ થાય છે અને તેના ઉપશમનને માટે પ્રવર્તતા નથી. આપણે પણ ભોગના અપરિત્યાગથી તેવા જ છીએ. ૧૪૬ જેઓ એવા નથી થતાં તે શું કરે છે? મનોજ્ઞ શબ્દાદિને ભોગવીને પછી ઉત્તરકાળે તેનો ત્યાગ કરીને, વાયુ જેવા લઘુભૂત થઈએ. ત્યારપછી લઘુભૂત અપ્રતિબદ્ધ વિહારી થઈને વિચરીએ. અથવા લઘુભૂત - સંયમ, તેમના વડે વિચારવાનો સ્વભાવ જેનો છે, તેવા થઈએ. તેવા પ્રકારના અનુષ્ઠાન વડે હર્ષિત થતાં વિવક્ષિત સ્થાને જઈએ. કોની જેના? દ્વિજ અર્થાત્ પક્ષીની જેમ અભિલાષ વડે ક્રમે છે તે કામક્રમા, જેમ પક્ષીઓ સ્વેચ્છાથી જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં પ્રમોદ કરતાં ભ્રમણ કરે છે. મુનિઓ પણ આસક્તિની પરતંત્રતાના અભાવથી જ્યાં જ્યાં સંયમમાત્રાનો નિર્વાહ થાય ત્યાં ત્યાં જાય છે. આ અનુભવવાથી પ્રત્યક્ષ શબ્દાદિ નિયંત્રિત છે. અનેક ઉપાયોથી રક્ષિત છે, તે અસ્થિત ધર્મપણાથી સ્પંદિત થાય છે. તે કેવા પ્રકારના છે? આ મારા - તમારા હાથમાં હોય તેવા અર્થાત્ સ્વ વશ છે, તેમ માનતા રહી તેની સાથે આસક્ત થઈ જઈએ છીએ. - x -. અભિલાષ કરવા યોગ્ય શબ્દાદિમાં ફરી આસક્તિ અર્થાત્ મોહથી વિલાસ કરતા અથવા આયુની ચંચળતાથી પરલોકના ગમનને માટે સ્પંદિત થઈએ છીએ. જો એમ છે, તો આપણે આ પુરોહિતાદિ જેવા થઈએ, જેમ તેઓએ ચંચળતાને જોઈને બધો પરિત્યાગ કર્યો, તેમ આપણે પણ ત્યાગ કરીશું. જો અસ્થિરત્વપણું છે. તો પણ શું સુખના હેતુપણાથી તજીએ છીએ? તેથી કહે છે માંસના ટુકડાને કુલલની જેમ ગૃધ્ર કે સમળીની પાસે જોઈને બીજા પક્ષીઓ પીડા કરે છે. નિરામિષ ને પીડતા નથી. તે પ્રમાણે આમિષ - આસક્તિના હેતુ એવા ધન ધાન્યાદિને તજીને અપ્રતિબદ્ધ વિહારપણાથી વિચરીશું. નિરામિષ એટલે આસક્તિનો હેતુ તજીને. ઉક્ત કથનના અનુવાદથી ઉપદેશ કરતાં કહે છે - ગીધની ઉપમાથી જાણીને. કોને? વિષય માંસ રૂપ લોકને, વિષયો સંસારવૃદ્ધિના હેતુપણાથી જાણીને, અથવા કમયોગને અત્યંત મૃદ્ધિ પણે જાણીને, તેને સંસારવર્ધક જાણીને પછી શું કરે? જેમ સર્પ, ગરૂડની પાસે ભયંત્રસ્ત થઈને મંદપણે કે યતનાપૂર્વક વિયરે - ક્રિયામાં પ્રવર્તે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૪૮૨ થી ૪૮૯ ૧૪૭ તે પ્રમાણે વિષયો વડે પીડિત ન થવા માટે સંયમની આસેવના કરીએ. પછી શું? જેમ હાથી સાંકળ આદિના બંધનને છેદીને પોતે વિંધ્ય અટવી પ્રતિ જાય છે, એ પ્રમાણે તમે પણ કર્મબંધનોને હણીને કમરહિત થઈને શુદ્ધ થઈ, જ્યાં આત્માનું અવસ્થાન છે, તે મુક્તિમાં જઈને રહે. આના વડે પ્રસંગથી દીક્ષાનું ફળ કહ્યું. એ પ્રમાણે ઉપદેશ આપીને નિગમન કરતાં કહે છે - હે પ્રશસ્ય ભૂપતિ પુકાર! જે મેં કહ્યું છે તે હિતકારી છે, તે મેં સ્વબુદ્ધિથી કહેલ નથી,પણ સાધુની પાસેથી અવધારેલ છે. એ પ્રમાણે તે વચનો સાંભળીને પ્રતિબદ્ધ થયેલ રાજાએ શું કર્યું? • સૂત્ર - ૪૯૦, ૪૯૧ - વિશાળ રાજ્યને છોડીને, દુત્યજય કામભોગોને તજીને, તે રાજ અને રાણી પણ નિર્વિષય, નિરામિષ, નિસ્નેહ અને નિષ્પરિગ્રહી થઈ ગયા... ધર્મને સમ્યફ જાણીને, ઉપલબ્ધ શ્રેષ્ઠ કામગુણોને છોડીને, બંને યથોપદિષ્ટ ઘોર તપ સ્વીકારીને સંયમમાં ઘોર પરાક્રમી બને. • વિવેચન - ૪૯૦, ૪૫૧ - વિસ્તીર્ણ રાષ્ટ્રમંડલ કે રાજ્યને છોડીને, ઉક્તરૂપ કામભોગો જે દુષ્યપરિહાર્ય છે. તે શબ્દાદિ વિષય વિરહિત બંને, તેથી નિરામિષ થયા. અથવા દેશથી વિરહિત, રાષ્ટ્રનો પરિત્યાગ અને કામભોગના ત્યાગથી આસક્તિના હેતુથી વિરહિત થયા. તેથી નિહાદિo - પ્રતિબંધ રહિત, પરિગ્રહ રહિત, અવિપરીત ચુત ચાસ્ત્રિ રૂપ ધર્મને જાણીને વિશેષથી સમજીને શબ્દાદિ કામગુણોને છોડીને, અનશનાદિ તપને સ્વીકારીને, જે પ્રકારે તીર્થકરાદિ વડે કહેવાયેલ છે. તે અતયત દુરનુચર ઘોરકર્મ કરી. ધર્મવિષયક સામર્થ્ય રૂપ તે રાણી - રાજા તે પ્રમાણે જ કર્યું. હવે ઉપસંહાર - • સૂત્ર - ૪૯૨ થી ૪૯૪ એ પ્રમાણે તે બધાં ક્રમશઃ બુદ્ધ થયા. ધર્મપરાયણ થયા, જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયા, તેથી જ દુ:ખનો અંતગવેષી થયા. જેમણે પૂર્વ જન્મમાં અનિત્યાદિ ભાવનાઓથી પોતાનો આત્મા ભાવિત કરે છે. તે બધા રાજ, સી, બ્રાહ્મણ, પુરોહિત, તેની પત્ની અને તેના બંને પુત્રો વીતરાગ આહંતુ શાસનમાં મહોને દૂર કરી થોડાં સમયમાં જ દુઃખનો અંત કરીને મુક્ત થઈ ગયા - એ પ્રમાણે હું કહું છું. વિવેચન - ૪૯૨ થી ૪૯૪ - આ પ્રકારે અનંતર કહેવાયેલા એવા છે એ પણ અભિહિત પરિપાટીથી તત્ત્વોને જાણીને, સર્વ ધર્મ એકનિષ્ઠ થઈને, પરંપરાથી ધર્મ જેને છે તે પરંપરધર્મો, તે કહે છે - સાધુના દર્શનથી બંને કુમારો, કુમારના વચનથી તેના માતા-પિતા, તેના અવલોકનથી મલાવતી, ત્યારપછી પરંપરાએ રાજાને ધર્મપ્રાપ્તિ થઈ. જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થઈને અસાતાનો અંત, તેના ગવેષક થયા. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ફરી તેની જ વક્તવ્યતા કહે છે - દર્શનમાં મોહરહિત થયેલ અન્ય જન્મમાં અભ્યાસરૂપથી વાસિત અથવા જેમણે ભાવના ભાવેલી છે તે. તેથી જ થોડાજ કાળથી દુઃખના અંતને - મોક્ષને પ્રાપ્ત થયા. મંદમતિના સ્મરણ માટે અધ્યયનો ઉપસંહાર કરતા કહે છે - ઇષકાર રાજા, કમલાવતી રાણી, ભૃગુનામે બ્રાહ્મણ પુરોહિત, તેની પત્ની બ્રાહાણી - યશા, તેમના બંને પુત્રો બધાં પૂર્વવત્ કમગ્નિના ઉપશમથી શીતીભૂત થઈને મુક્તિને પામ્યા. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #150 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૫ ભૂમિકા અધ્યયન “સભિક્ષુક” છે X X X ' ૦ અધ્યયન ૧૪ની વ્યાખ્યા કરી હવે પંદરમું કહીએ છીએ. તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયનમાં ‘નિર્નિદાનપણું' ગુણ કહ્યો. તે મુખ્યતાએ ભિક્ષુને જ હોય. - ૪- આ સંબંધે આવેલ આ અધ્યયનના × - નામ નિક્ષેપામાં ‘સભિક્ષુક' એ નામ છે. તેમાં ‘સ’ શબ્દ અને ‘ભિક્ષુ’ શબ્દ દશવૈકાલિકમાં જ કહ્યો છે, છતાં અહીં ‘ભિક્ષુ'નો નિક્ષેપ કહે છે - • નિયુક્તિ - ૩૭૪, ૩૭૫ વિવેચન ‘ભિક્ષુ' નો નિક્ષેપ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ચાર ભેદે છે તેમાં નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્યભિક્ષુ બે ભેદે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી ત્રણ ભેદે - જ્ઞ શરીર, ભવ્ય શરીર, તદ્બતિરિક્ત. તેમાં તદ્ વ્યતિરિક્ત દ્રવ્ય ભિક્ષુ નિહવાદિમાં, આદિ શબ્દથી સરજસ્ક આદિ અન્તતર જાણવા. આનું દ્રવ્યત્વ રાગાદિ લક્ષણના ભેદવાના અભાવે છે. ભાવ ભિક્ષુ - જે ક્ષુધાને વિદારે છે, તેથી તે જ ભિક્ષુ ભાવથી થાય. અહીં ‘ભેદે' કહ્યું. તેથી કર્તા-કરણ-કર્મ વડે પ્રયોજન છે, તેથી કહે છે - - S ૧૫ - · - • નિયુક્તિ - ૩૭૬ થી ૩૭૮ વિવેચન જે ભેદે છે તે કર્તા. ભેદન તે કરણ જેના વડે ભેદાય છે. ભેત્તવ્ય' જ ભેત્તવ્યક કર્મ - જે ભેદાય છે. આ ત્રણેના બબ્બે ભેદ છે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યમાં - રથકાર - તક્ષક, તે આદિ દ્રવ્યથી ભેત્તા - ભેદનાર છે. આદિ શબ્દથી લુહાર આદિ લેવા. પરશુ - કુહાડી આદિ દ્રવ્યથી ભેદન, દારુક - કાષ્ઠ વગેરે જે દ્રવ્યથી ભેદાય છે તે. . · - સાધુ - તપસ્વી, કર્મ - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારે, પ ત્રણે અનુક્રમે ભેદનાર, ભેદવા યોગ્ય, ભેદન જાણવા. ભિત્તિ કહ્યું. • નિયુક્તિ - ૩૭૯ વિવેચન . - ૧૪૯ હવે ‘મુઘ’ની વ્યાખ્યા - રાગદ્વેષ, મનોદંડાદિ દંડ, યોગકરણ, કારણ, અનુમતિ રૂપ. ભ્રુથ - ભુખ. ગૌરવ - ઋદ્ધિ ગારવાદિ, શલ્ય માયા શલ્ય આદિ. વિકથા - સ્ત્રીકથાદિ. સંજ્ઞા - આહાર સંજ્ઞાદિ આઠ પ્રકારના કર્મ રૂપ, તે પણ ‘ક્ષુધ’ કહેવાય છે. કષાય - ક્રોધાદિ, પ્રમાદ - મધ આદિ. તે ક્ષુધા સંબંધે જાણવા. હવે ઉપસંહાર કરતાં કહે છે - અનશન આદિ. આ રાગાદિ ‘ક્ષુ' શબ્દ વાચ્ય છે, તે નિશ્ચે વિદારાય છે. ‘ભેદે જ છે' તે શોભન અનતિચાર પણે વ્રતો - પ્રાણાતિપાત વિરતિ આદિ જેમને છે તે સુવ્રતવાળા મુનિઓ. તેઓ ભિન્ન કર્યો જ અતિ દુર્ભેદપણાથી જે કર્મગ્રન્થિ ભેદીને મુક્તિપદરૂપ અજરામર સ્થાને જાય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ નામનિષ્પન્ન નિક્ષેપ કર્યો. હવે સૂબાનુગમનમાં સૂત્ર કહે છે - • સૂત્ર - ૪૫ - ધર્મનો સ્વીકાર કરી મુનિભાવનું આચરણ કરીશ. “ઉક્ત સંકલ્પ વડે યુક્ત, સરળ આયરણવાળા, નિદાનનો છેદ કરેલા, પૂર્વ પરિચયને તજીને, કામનાથી મુક્ત થઈ, અજ્ઞાત ગવેષી, પ્રતિબદ્ધ છે તે ભિક્ષુ છે. • વિવેચન - ૪૯૫ - મુનિનું કર્મ તે મીન - સમ્યફ ચારિત્ર, તેને આચરીશ. કેવી રીતે? શ્રત અને ચાત્રિ ભેદે ધર્મને પામીને - દીક્ષા લઈને. સહિત - સમ્યગ દર્શનાદિ કે અન્ય સાધુ સાથે. સ્વહિત કે સદનુષ્ઠાન કરવાથી એવો કોણ? હજુ - સંયમથી પ્રધાન અથવા માયાના ત્યાગથી ઋજુ, કૃતમ્ - અનુષ્ઠાન, જેણે કરેલ છે તે બાજુકૃત. નિદાન - વિષય આસક્તિરૂપ, અથવા નિદાન એટલે પ્રાણાતિપાતાદિ કર્મબંધનના કારણ, તેને છેદીને દૂર કર્યા છે તે. અથવા છિન્નનિદાન તે અપ્રમત્ત સંયત. સંસવ - પૂર્વ સંસ્તુત તે માતા આદિ, પશ્ચાત સંસ્તુત - તે સસરા આદિ. તેનો પરિચય તજે છે. - X- કામ - ઇચ્છાકામ અને મદનકામ, જે પ્રાર્થના કરે છે તે કામકામ, જેને તે નથી તે અકામકામ. અથવા અકામ - મોક્ષ, તેમાં સર્વે અભિલાષોથી નિવૃત્ત થઈ તેને જે પ્રાર્થે છે તે. તેથી જ અજ્ઞાતપણે આહારદિની ગવેષણા કરનાર, અનિયત વિહારીપણાથી વિચરે છે. એવા પ્રકારનો જે છે તે ભિક્ષ. આના વડે સિંહપણાથી જ વિચરણને ભિક્ષત નિબંધન કહ્યું. તે સિંહપણે વિહરણ જે રીતે થાય તે - • સૂત્ર - ૪૯૬ - જે રાગથી ઉપરત છે, સંયમ તત્પર છે, વિરત - વેદવિદ્ - આત્મરક્ષક અને પ્રાજ્ઞ છે, રાગદ્વેષનો પરાજય કરી. બધાંને પોતાના સમાન જુએ છે, કોઈ વસ્તુમાં મૂર્શિત ન થાય, તે ભિક્ષુ છે. • વિવેચન - ૪૯૬ - રાગ - આસક્તિ, ઉપરત - નિવૃત્ત, જે રીતે રાગથી નિવૃત્ત થઈને વિયરે છે. આના વડે મૈથુન નિવૃત્તિ કહી. રાગ વિના મૈથુન ન હોય, અથવા શનિના ભક્ષણથી નિવૃત્ત. આના વડે સકિ ભોજનથી નિવૃત્ત કહી. લtઢ - સદનુષ્ઠાનપણાથી પ્રધાન, વિરત - અસંયમથી નિવૃત્ત, અહીં સંયમના આક્ષેપથી પ્રાણાતિપાત નિવૃત્તિ કહી. સાવધ વયનના નિવૃત્તિરૂપપણાથી વાણીના સંયમ વડે મૃષાવાદ નિવૃત્તિ પણ બતાવી. જેના વડે તtત્વ જણાય તે વેદ - સિદ્ધાંત, તે જાણીને આત્મા રક્ષિત - દુર્ગતિમાં પડવાથી રોકેલ છે જેના વડે તે, અથવા વેદને જાણે તે વેદવિતુ, તથા રક્ષેલ છે સમ્યગ્દર્શનાદિ લાભો જેના વડે તે રક્ષિતતાય. પ્રાજ્ઞ એટલે હેય - ઉપાદેયના બુદ્ધિમાન, આભિભૂય - પરીષહ અને ઉપસર્ગને પરાજિત કરીને. જીવોને સમસ્ત પણે આત્મવતું જોનાર. અથવા રાગ અને દ્વેષને અભિભૂત કરીને બધી વસ્તુ સમપણે જોનાર, Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૪૯૬ ૧૫૧ સર્વદર્શી. એમ હોવાથી કોઈપણ સચિત્તાદિ વમાં મૂર્શિત ન થાય, આના વડે પરિગ્રહ નિવૃત્તિ કહી. અપ્રતિબદ્ધ વ્યક્તિ કઈ રીતે અદત્ત લઈ શકે? તેનાથી અદતાદાનની નિવૃત્તિ જાણવી આ પ્રમાણે મૂલગુણ યુક્ત હોય તે ભિક્ષુ થાય છે. • સૂત્ર - ૪૯૭ - કઠોર વચન અને વધને પોતાના પૂર્વકૃત કર્મોના ફળને જાણીને જે ધીમુનિ શાંત રહે છે, લાઢ છે, નિત્ય આત્મગુપ્ત છે, આકુળતા અને હષાતિરેકથી રહિત છે, સમભાવે બધું સહે છે, તે ભિક્ષુ છે. • વિવેચન - ૪૯૭ - આક્રોશ કરવો તે આક્રોશ, અસભ્ય આલાપ. વઘ - ઘાત કે તાડન, આક્રોશ વધને જાણીને, આ સ્વકૃત કર્મનું ફળ છે, એમ માનીને ધીર પુરુષ સમ્યક્રતયા સહન કરે, મુનિ અનિયત વિહારપણાથી ચરે. આના વડે આક્રોશ, વધ, ચર્યા પરીષહ સહન કરવાનું કહ્યું. નિત્ય - સદા, આત્મા - શરીર, તેના વડે ગુપ્ત તે આત્મગુપ્ત. અથવા ગુમ - અસયંમ સ્થાનોથી રક્ષિત કરેલો છે આત્મા જેણે તે. અવ્યગ્ર - અનાકુલ. અસમંજસ, ચિંતાથી ઉપરમ, તેથી મન:- ચિત્ત જેનું છે તે, વ્યગ્રમનવાળા. અસંપ્રહષ્ટ - આક્રોશાદિમાં હર્ષવાનું ન બને. હવે આનો ઉપસંહાર કહે છે - ઉત્કૃષ્ટાદિ ભેદથી સમસ્ત આક્રોશ અને વધને સમભાવે સહન કરે છે, તે ભિક્ષુ છે. • સૂત્ર - ૪૯૮ - જે પ્રાંત શયન અને આસનને સમભાવે સ્વીકારે છે, શીત ઉષ્ણ તથા ડાંસ, મચ્છરાદિના ઉપસર્ગો'માં હર્ષિત કે વ્યથિત થતા નથી, જે બધું જ સહી લે છે, તે ભિક્ષુ છે. • વિવેચન - ૪૯૮ - પ્રાંત - તુચ્છ શયન - સંસ્તારકાદિ, આસન - પીઠક આદિ, ઉપલક્ષણથી ભોજન, આચ્છાદનાદિને સેવીને શીત અને ઉષ્ણ પરીષહને સેવીને, વિવિધ પ્રકારના દંશ અને મશક, ઉપલક્ષણાદિથી માંકડ વગેરે જે અવ્યગ્ર મનથી અને અસંપહષ્ટ થઈને સહન કરે તે ભિક્ષ છે. અહીં જે પ્રાંત શયનાસનને ભોગવીને કહ્યું, તે અતિ સાત્વિક્તાના દર્શનાર્થે છે. પ્રાંત શયનાદિતામાં જે શીતાદિ અતિ દુસહ છે. આના વડે શીતોષ્ણ દંશમશક પરીષહને સહન કરવાનું કહ્યું. • સૂત્ર - ૪૯૯ - જે ભિક્ષ સત્કાર, પૂજા અને વંદના પણ ઇચ્છતા નથી. તે કોઈ પાસેથી પ્રશંસાની અપેક્ષા કઈ રીતે કરશે? જે સયત છે. સુવતી છે અને તપસ્વી છે, જે નિર્મળ આચારથી યુક્ત છે, આભગવેષી છે, તે ભિક્ષુ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ) • વિવેચન - ૪૯૯ - સત્કાર - અભ્યત્યાન, અનુગામનાદિ રૂપને ઇચ્છતો નથી. વસ્ત્ર, પાત્રાદિ વડે પૂજાને ઇચ્છતો નથી. દ્વાદશવર્ત આદિ વંદનને ઇચ્છતો નથી. તે પોતાના ગુણોત્કીર્તન રૂપ પ્રશંસા કેમ ઇચ્છે? ન જ ઇચ્છે. એવો તે સદનુષ્ઠાન પ્રતિ સમ્યફ યત્ન કરે તે સંયત. તેથી જ સુવત. સુવતપણાથી જ પ્રશસ્ય તપસ્વી, સમ્યગ્ર જ્ઞાન - ક્રિયા વડે સહિત. અથવા હિત સહિત અર્થના અનુષ્ઠાનથી વર્તે છે, તે સહિત. તેથી જ કર્મ રહિત શુદ્ધ સ્વરૂપને ગવેષે છે, તેને આત્મ ગવેષક કહે છે. અથવા આર્ચ - સમ્યમ્ દર્શનાદિ લાભ, સૂત્રપણાથી આયત - મોક્ષ, તેની ગવેષણા કરે તે આચગવેષક છે. જે, તેને મિક્ષ કહે છે. આના વડે સત્કાર પુરસ્કાર પરીષહ સહેવાનું કહ્યું. હવે સ્ત્રી પરીષહને સહેવાનું કહે છે - • સૂત્ર - ૫૦૦ - સ્ત્રી હોય કે પુરુષ, જેની સંગતિથી સંયમી જીવન છૂટી જાય, અને બધી તરફથી પૂર્ણ મોહમાં બંધાઈ જાય, તપસ્વી ને સંગતિથી દૂર રહે છે, જે કુતુહલ કરતો નથી, તે ભિક્ષ છે. • વિવેચન - ૫૦૦ - જે હેતુથી, પુનઃ શબ્દ, સર્વથા સંયમ ધાતિત્વનો વિશેષ ધોતક છે. સંયમ જીવિતને તજે છે. કષાય અને નોકષાયાદિ રૂપ મોહનીયને સમસ્ત કે કૃષ્ણ શુદ્ધાશય વિનાશક્તાથી બાંધે છે. એવા પ્રકારના નર-નારીને પ્રકર્ષથી, તે તપસ્વી સર્વકાળ તજે. કૂતૂહલ - અભક્ત ભોગપણામાં સ્ત્રી આદિ વિષયક કૌતુક ન થાય અને ભક્ત ભોગીને તેની સ્મૃતિ ન થાય, તો તેને ભિક્ષુ કહે છે. આ પ્રમાણે પરીષહ સહેવા વડે ભિક્ષત્વના સમર્થનથી, સિંહ વિહારિત્વ કહીને, તેજ પિંડવિશદ્ધિ દ્વારથી કહે છે - • સૂત્ર - ૫૦૧ - જે છિન્ન સ્વર, ભીમ, અંતરિક્ષ, મ, લક્ષણ, દંડ, વાસ્ત, અંગ વિકાસ અને સ્વર વિધા, વિધાથી જે જીવતો નથી. તે ભિક્ષુ છે. • વિવેચન - ૫૦૧ - છેદવું તે છિન્ન, વસ્ત્ર લાકડું આદિનું, તે વિષયક શુભ અશુભ નિરૂપિકા વિધા પણ છિન્નવિધા કહેવાય છે. એ પ્રમાણે સર્વત્ર જાણવું સ્વર - સ્વરનું સ્વરૂપ, જેમ કે ષ૪ સ્વરથી આજીવિકા પ્રાપ્ત થાય છે ઇત્યાદિ. ભૌમ - ભૂતિ સંબંધી, જમીન કંપવી આદિ રૂ૫, તેનાથી થતાં શુભાશુભનું કથન. અંતરિક્ષ - આકાશમાં થાય તે, ગંધર્વ નગરાદિ લક્ષણ. તેના શુભાશુભનું કથન. સ્વપ્ર- સ્વપ્નના શુભાશુભે કથન, જેમ કે - ગાતા અને રડતા બોલે તો વધ કે બંધન થાય આદિ. લક્ષણ - સ્ત્રી અને પુરુષના, જેમ કે - આંખો સ્નિગ્ધ હોય તો સુખી થાય આદિ. દંડ - લાકડીનું સ્વરૂપ કથન, જેમકે એક પર્વ હોય તો પ્રશસિત છે, ઇત્યાદિ વાવિધા Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૫૦૧ ૧૫૩ - પ્રાસાદાદિ લક્ષણ નામક શાસ્ત્ર રૂ૫ - ૮ - ૪ - અંગવિકાર • મસ્તકનું સૂરણ આદિના શુભાશુભ સૂચક શાસ. સ્વર - પોદકી શિવાદિના સ્વર રૂ૫, તેના સંબંધી શુભાશુભનું નિરૂપણ - ૮ - ૪ - . જેઓ આવી વિધા વડે જીવતા નથી, આવી જીવિકાથી શુભાશુભને કહીને જેઓ પ્રાણોને ધારણ કરતા નથી, તે ભિક્ષ છે. આના વડે નિમિત્ત લક્ષણ વિષયક દોષ પરિહાર કહ્યો. હવે મંત્ર આદિ રૂપ, તેના દોષના પરિવારને માટે કહે છે - • સૂત્ર - ૧૦૨ - જે રોગાદિથી પીડિત હોવા છતાં પણ મંત્ર, મૂલ આદિ વિચારણા, વમન, વિરેચન, ધૂમનાલી, સ્નાન, સ્વજનોનું શરણ અને ચિકિત્સા તજીને આપ્રતિબદ્ધ ભાવે વિચરણ કરે છે, તે ભિક્ષ છે. • વિવેચન - ૫૦૨ - મંત્ર - ૐ કાર આદિથી સ્વાહા પર્યન્ત, હકારાદિ વર્ણવિન્યાસ - રૂપ, મૂલ સહદેવી મૂલિકા રૂપ અથવા તે -તે શાસ્ત્ર વિહિત મૂળ કર્મ, વિવિધ પ્રકારે વૈધ સંબંધી ચિંતા - વિવિધ ઔષધ, પથ્યાદિ વ્યાપાર રૂપ, વમન - ઉલટી, વિરેચન - કોઠાની શુદ્ધિ રૂપ, ધૂમ - મનઃ શિલાદિ સંબંધી, નેત્ર શબ્દથી નેત્ર સંસ્કારક અહીં સમીરાં જન આદિ લેવાય છે. નાન - સંતાનાર્થે મંત્ર ઔષધિ યુક્ત જળ વડે અભિષેક કરવો. રોગાદિ પીડિતને સ્મરણ કરાવવું, ઇત્યાદિ રૂપ ચિકિત્સા - રોગ પ્રતિકાર રૂપ. આ બધાંને જ્ઞ પરિજ્ઞાથી જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રત્યાખ્યાન કરી, સર્વ પ્રકારે સંયમ માર્ગમાં ચાલે, તે ભિક્ષુ છે. - બીજું - • સૂત્ર - ૧૦૩ -. ક્ષત્રિય, ગણ, ઉગ્ર, રાજપુત્ર, બ્રાહ્મણ, ભોગિક અને બધા પ્રકારના શિલ્પીઓની પૂજા તથા પ્રશંસામાં જે ક્યારેય કશું કહેતા નથી, પરંતુ તેને હેય જાણીને વિચરે છે, તે ભિક્ષુ છે. • વિવેચન - ૫૦૩ - ક્ષત્રિય - હૈહેય આદિ અન્વય જનિત, ગણ - મલ્લ આદિનો સમૂહ. ઉગ્ર - આરક્ષકાદિ, રાજપુત્રો, માને - બ્રાહ્મણ, ભોગ-વિશિષ્ટ વસ્ત્રાદિથી ચરે છે, ભોગિક - રાજાના માન્ય પ્રધાન પુરુષો, વિવિધ પ્રકારના સ્થપતિ આદિ શિલ્પો. આ ક્ષત્રિયાદિને જે પ્રતિપાદિત કરતાં નથી, કેવી રીતે? જેમકે ગ્લાધા - આ શોભન છે વગેરે. પૂર - આ પૂજવા યોગ્ય છે આદિ, કેમકે બંનેમાં પાપની અનુમતિ આદિ મહાદોષનો સંભવ છે. તેને બંને પરિજ્ઞાથી જાણે અને છોડે તે ભિક્ષ છે. આના વડે વનપકત્વનો પરિહાર કહ્યો. હવે સંતવ પરિહાર - • સૂત્ર - ૫૦૪ - જે વ્યક્તિ પ્રાજિત થયા પછીના કે પ્રવજિત થયાની પહેલાના પરિચિત હોય, તેમની સાથે લોકના ફળની પ્રાપ્તિ હેતુ જે સંસ્તવ કરતો Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નથી, તે ભિક્ષુ છે. • વિવેચન ૫૦૪ દીક્ષા લીધા પછીના જે ગૃહસ્થ કે પરિચિતો છે કે ગૃહસ્થપણાંના પરિચિત છે. આ બંને પ્રકારના પરિચિત ગૃહસ્થો સાથે આ લોકના ફળને માટે - વસ્ત્ર, પાત્રાદિના લાભ નિમિત્તે પરિચય ન કરે, તે ભિક્ષુ છે. - સૂત્ર - ૫૦૫ - શયન, આસન, પાન, ભોજન અને વિવિધ પ્રકારના ખાધ અને સ્વાધ કોઈ સ્વયં ન આપે, માંગવા છતા પણ ના પાડી દે, તો જે નિગ્રન્થ તેમના પ્રત્યે દ્વેષ ન કરે, તે ભિક્ષુ છે. • વિવેચન ૫૦૫ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ - શયનાદિ, અનેક પ્રકારના ખાદિમ - પિંડ, ખજૂર આદિ, સ્વાદિમ - એલચી, લવિંગ આદિ, ગૃહસ્થાદિ વડે ન અપાતા, ક્વચિત્ કોઈ કારણે માંગવા છતાં મનાઈ કરાયેલ હોય. તે નિર્પ્રન્થ - દ્રવ્ય અને ભાવગ્રંથિથી મુક્ત એવા તે, જે ન અપાતા દ્વેષ કરતા નથી, ફરી ક્યારેક આપશે. એમ વિચારી ક્ષપક ઋષિવત્ રહે તે ભિક્ષુ છે. આના વડે ક્રોધપિંડ પરિહાર કહ્યો. ઉપલક્ષણથી આના વડે સંપૂર્ણ ભિક્ષાદોષ પરિહાર કહ્યો. હવે ગ્રાસૈષણા દોષનો પરિહાર કહે છે ૦ સૂત્ર - ૫૦૬ - ગૃહસ્થો પાસેથી વિવિધ પ્રકારના અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પ્રાપ્ત કરી, જે મન વચન કાયાથી અનુકંપા કરતાં નથી પણ મન વચન કાયાથી પૂર્ણ સંવૃત્ત રહે છે, તે ભિક્ષુ છે. • વિવેચન ૫૦૬ - જે કંઈ થોડાં પણ અશન, પાન અને વિવિધ ખાદિમ, સ્વાદિમ છે તે ગૃહસ્થ પાસેથી પ્રાપ્ત કરીને જે, તે આહારાદિ વડે મન વચન કાયાથી અનુકંપા કરતા નથી અર્થાત્ ગ્લાન, બાલ આદિને ઉપકાર કરતા નથી. તે ભિક્ષુ નથી, જે મન-વચનકાયાથી સારી રીતે સંવૃત્ત છે. તથાવિધ આહારાદિના અભિલાષનો નિરોધ કરીને અથવા મન-વચન-કાયાથી સુસંવૃત્ત છે, તે રીતે જ ગ્લાનાદિની અનુકંપા કરે છે, તે ભિક્ષુ છે. અથવા અનુરૂપ અનુકંપા કરતા નથી, કઈ રીતે? મન, વચન, કાયાથી સુસંવૃત્ત થઈને તે ભિક્ષુ છે. આના વડે અર્થથી વૃદ્ધિનો અભાવ જણાવીને અંગાર દોષનો પરિહાર કહ્યો. હવે ધૂમ દોષનો પરિહાર કહે છે - • સૂત્ર - ૫૦૭ - ઓસામણ, જવનું ભોજન, શીત, સૌવીર, વોદક. જેવી નીસભિક્ષા જે નિંદતા નથી પરંતુ ભિક્ષાર્થે પ્રાંતકુળોમાં જાય છે તે ભિક્ષુ છે. • વિવેચન ૫૦૭ ઓસામણ, ચ શબ્દ સમુચ્ચયમાં કે સ્વગત અનેક ભેદ જણાવવા માટે છે, - Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૫૦૦ ૧૫૫ યવનું ભોજન, શીત - શીતળ, અંત, પ્રાંત લક્ષણ, સૌવીર - કાંજી, યવોદક - જવનું પ્રક્ષાલન પાણી, તેને નિંદે નહીં. આવા અમનોજ્ઞ પાણી આદિ કેમ લેવું? પણ ગૃહસ્થ પાસેથી ઉપલબ્ધ તે ભોજન, પાણી આદિને આસ્વાદ સહિત, અર્થથી નીરસ હોય છતાં પણ આવા પ્રાંતકુળો કે દરિદ્રકુમોમાં જે ભિક્ષાર્થે જાય છે, તે ભિક્ષુ છે. - બીજું સૂત્ર - ૧૦૮ - સંસારમાં દેવતા, મનુષ્ય અને તિર્યંચોના જે અનેકવિધ રૌદ્ર, અતિ ભયંક્ર અને અદભૂત શબ્દ હોય છે, તેને સાંભળીને જે ન છે, તે ભિક્ષ છે. ૦ વિવેચન - ૫૦૮ - શબ્દ - ધ્વનિ, વિવિધ - વિમર્શ, પ્રદ્વેષાદિથી ધારણ કરાતાં વિવિધ પ્રકારના જે લોકમાં થાય છે, તે દેવ; મનુષ્ય કે તિર્યંચ સંબંધી હોય તે રોદ્ર, ભયથી ભૈરવ - અત્યંત ડરામણા, મહાન, તેને સાંભળીને જે વ્યથા ન પામે, ડરે નહીં અથવા ધર્મ ધ્યાનથી ચલિત ન થાય તે ભિક્ષ. આના વડે ઉપસર્ગ સહિષ્ણુત્વ. સિંહવિહારિતાનું નિમિત્ત કહે છે. હવે સમસ્ત ધર્માચારનું મૂળ તે સમ્યક્ત વૈર્ય કહે છે - • સૂત્ર - પ૦૯ - લોક પ્રચલિત વિવિધ ધર્મવિષયક વાદોને જાણીને પણ જે સ્વધર્મમાં સ્થિત રહે છે, કર્મો ક્ષીણ કરવામાં પ્રવૃત્ત છે, શાસ્ત્ર પરમાર્થ પ્રાપ્ત છે, પ્રાજ્ઞ છે. પરીષહોને જીતે છે, સર્વદર્શી અને ઉપશાંત છે, કોઈને અપમાનિત કરતા નથી, તે ભિક્ષ છે. • વિવેચન પ૦૯ - વાદ - સ્વ સ્વ દર્શનના અભિપ્રાય વચન વિજ્ઞાન રૂપ અનેક પ્રકારે - ધર્મ વિષયમાં પણ અનેક ભેદે વિવાદ કરે છે. - x- તે જાણીને સ્વહિતમાં સ્થિર રહે. કર્મોનો ખેદ કરે છે, ખેદ - સંયમ, તેના વડે યુક્ત હોય, શાસ્ત્ર પરમાર્થ પામીને રહે, કોઈને વિબાધક ન બને, તે ભિક્ષ છે. - તથા - • સૂત્ર • ૫૧૦ - જે અશિલ્પજીવી છે, જે અહી છે, જે મિત્ર છે, જિતેન્દ્રિય છે, સર્વથા વિમુક્ત છે, અમુકષાયી છે, નીરસ અને પરિમિત આહાર લે છે, ગૃહવાસ છોડી એકાકી વિચરે છે, તે ભિલુ છે. એમ હું કહું છું. • વિવેચન - ૫૧૦ - શિલ્પા - ચિત્ર પત્રના છેદાદિ વિજ્ઞાનથી જીવવાનો સ્વભાવ છે જેનો તે શિલાજીવી, તેવા નથી તે અશિલ્પજીવી. ગૃહ વિરહિત, અવિધમાન મિત્ર - આસક્તિહેતુક છે જેને નથી તે અમિત્ર. જિનેન્દ્રિય - વશીકૃત કરેલી છે. શ્રોત્રાદિ ઇંદ્રિયો જેણે તે સર્વથા - બાહ્ય અને આપૅતર ગ્રંથથી વિવિધ પ્રકારોથી પ્રકર્ષથી મુક્ત ને વિપ્રમુક્ત. જેના સંજ્વલન નામક ક્રોધાદિ કષાયો ઘણાં અલ્પ છે તે અણુ કષાયી. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ અથવા ઉત્કષાયી એટલે પ્રબળ કષાયી, તેવા નથી તે અનુત્કષાયી. અલ્પ્સ - થોડાં, લઘુ - નિઃસાર, નિષ્પાવ આદિ ખાવાનો આચાર જેનો છે, તે અલ્પલઘુભક્ષી. દ્રવ્ય અને ભાવથી ઘરનો ત્યાગ કરીને, એક - રાગદ્વેષ વિરહિત, તથાવિધ યોગ્યતા પામીને અથવા અસહાય વિચરે છે તે એકચર એ જ ભિક્ષુ છે આના વડે એકાકી વિહાર બતાવ્યો. - *X* મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન ૧૫નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - Page #158 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૬ ભૂમિકા અધ્યયન ૧૬ “બ્રહ્મચર્ય સમાધિ સ્થાન” X પંદરમું અધ્યયન કહ્યું, હવે સોળમું કહે છે, તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં ભિક્ષુના ગુણો કહ્યા. તે તત્ત્વથી બ્રહ્મચર્યમાં રહેલાને હોય છે, તે પણ બ્રહ્મ ગુપ્તિના પરિજ્ઞાનથી હોય, તેથી તેને અહીં જણાવે છે. એ સંબંધે આવેલા અધ્યયનના - x- નામ નિક્ષેપમાં દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાન' નામ છે. તેથી દશ આદિ પાંચે પદોનો નિક્ષેપ કરવો જોઈએ. તેમાં એકના અભાવમાં દશ - ન સંભવે. તેથી એકનો નિક્ષેપ કહે છે - • નિયુક્તિ - ૩૭૯ + વિવેચન - નામ, સ્થાપના, દ્રવ્ય, માતૃકાપદ ઇત્યાદિ, આનો અર્થ ચતુરંગીય અધ્યયનમાં કહેલો જ છે, આના અનુસાર બે આદિનો નિક્ષેપ સુગમ છે. તેથી તેની ઉપેક્ષા કરીને દશનો નિક્ષેપ કહે છે - 0 • નિયુક્તિ - ૩૮૦ + વિવેચન - દશના નિક્ષેપમાં છ ભેદો જાણવા. તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે. તેમાં પહેલા બે સુગમ છે. દ્રવ્ય વિષયમાં દશને વિચારતા દશ પ્રદેશના પરિમાણને જાણવું, તે દશ પ્રદેશિક સ્કંધ કહેવાય છે. કેમકે તે દશ પરિમાણ દ્રવ્યથી નિષ્પન્ન થાય છે. તથા સ્કંધની અવગાહનામાં વિચારતા ક્રમથી દશ પ્રદેશ અવગાઢ ક્ષેત્ર તે દશ કહેવાય, સ્થિતિમાં દશસમય સ્થિતિક તે જ કાળદશ કહેવાય. - • પર્યાય દશ સંખ્યત્વથી વિવસિત ભાવદશ ક્ષયમાં જે પર્યાય છે તે કહે છે - જેમકે જીવ પર્યાયની વિવક્ષામાં કષાય આદિ, અજીવ પર્યાય તે પુદ્ગલ સંબંધી વર્ણોદય છે. * * * તે • નિર્યુક્ત - ૩૮૧,૩૮૨ વિવેચન - ब्रह्म નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ચાર ભેદે નિક્ષેપ છે. તેમાં જેનું ‘બ્રહ્મ' નામ છે, તે નામ બ્રહ્મ. સ્થાપના બ્રહ્મ તે બ્રાહ્મણોની ઉત્પત્તિ કથન, જે આચારાંગમાં કહેલ છે. દ્રવ્યમાં ઉપસ્થનો નિરોધ માત્ર. મિથ્યાર્દષ્ટિને દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાનનાં બોધ શૂન્યને બ્રહ્મના પ્રતિજ્ઞાતવ્ય જાણવા. ભાવમાં ફરી વિચારતા ઉપસ્થનો નિરોધ જાણવો. કોના સંબંધી? તે બ્રહ્મના રક્ષણ પ્રયોજનને માટે વિવિક્તા શયન, આસેવનનું સેવન આદિ, - ૪ - ૪ - હવે ચરણનો નિક્ષેપ કહે છે - • નિયુક્તિ 323 વિવેચન ચરણના વિષયમાં છ પરિમાણ ઉક્તરૂપ નિક્ષેપ છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ કહેવાયેલ છે. દ્રવ્યમાં ગતિરૂપ ચરણ તે ગતિયરણ ગ્રામ આદિ ગમન રૂપ. ભક્ષણ ચરણ - ૪ - ચરણ શબ્દનો ગતિ અને ભક્ષણ બંને અર્થ થાય છે. ભાવમાં મૂળગુણ અને ઉત્તરગુણ રૂપ સેવન. હવે સમાધિ નિક્ષેપ કહે છે - - ૧૫૭ - . Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • નિયુક્તિ - ૩૮૪ - વિવેચન સમાધિમાં પૂર્વવત્ નામાદિ ચાર ભેદે નિક્ષેપ છે તેમાં દ્રવ્યસમાધિ તે માધુર્યાદિ ગુણયુક્તતાથી જે સમાધિ- સ્વાથ્ય તે જ સમાધિનો હેતુ હોવાથી સમાધિ છે. ભાવમાં જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર, સમાધિ એટલે આના જ પરસ્પર વિરોધરહિત જે અવસ્થાન તે ભાવસમાધિ જાણવી. હવે સ્થાન નિક્ષેપ કહે છે - • નિર્યુક્તિ - ૩૮૫ - વિવેચન નામસ્થાન તે પ્રસિદ્ધ છે. સ્થાપના સ્થાન છે જે જે ગણથી યુક્ત હોય, જે આચાર્યપદિપદમાં સ્થપાય છે, તે જ જેમાં રહેલ હોય તે સ્થાન તે સ્થાપનાસ્થાન કહે છે. દ્રવ્યસ્થાન તે આકાશ. એમાં જ જીવાદિ દ્રવ્યો રહે છે. ક્ષેત્ર સ્થાન પણ આકાશ જ છે - *- અદ્ધારસ્થાન તે અઢી દ્વીપ સમુદ્ર રૂપ સમય ક્ષેત્ર, તેમાં જ સમય, આવલિકાદિ ઉપલક્ષિત અદ્ધાકાળની સ્થિતિ છે ઉર્ધ્વરસ્થાન જેમાં ઉર્ધ્વ રહે તે કાયોત્સર્ગ. ઉપરતિ સ્થાન - સર્વ સાવધની વિરતિ પામે. વસતિ સ્થાન - સ્ત્રી, પંડક આદિ દોષ રહિત યતિનો નિવાસ. સંયમ સ્થાન - શુભ શુભતર અધ્યવસાય વિશેષ જેમાં સંયમની અવસ્થિતિ છે. પ્રગ્રહસ્થાન - જેમાં આયુધના ગ્રહણ થાય તે સ્થાન. યોધસ્થાન - આલીટ, પ્રત્યાલીઢ આદિ. અસલ સ્થાન - જેમાં જરા પણ ચલન ન સંભવે, તે મુખ્યતાથી મુક્તિ જ છે. ગણના સ્થાન - જ્યાં એકથી શીર્ષ પ્રહેલિકા સુધીની ગણના થાય છે. સંધણ સ્થાન - જે દેશમાં ટિત મુક્તાવલી આદિ એકત્વ રહે છે. અને ભાવસ્થાન - ઓદયિકાદિ ભાવોનું યથાસ્વમ અવસ્થાન છે. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂકાનુગમમાં સૂત્ર કહે છે. તે આ - • સૂત્ર - ૫૧૧ - હે આયુષ્યમાનું ! મેં સાંભળેલ છે કે ભગવતે આમ કહેલ છે. અહીં સ્થવિર ભગવંતો એ દશ બ્રહાચર્ય સમાધિ સ્થાનો બતાવ્યા છે. જેને સાંભળીને, અવધારીને, ભિક્ષ સંયમ, સંવર તથા સમાધિથી અધિકાધિક સંપન્ન થાય. ગુપ્ત રહે, ગુનેન્દ્રિય થાય, ગુપ્ત બ્રહ્મચારી થાય, સદા આમત્ત થઈને વિચરણ કરે, • વિવેચન - ૫૧૧ - મેં સાંભળેલ છે, તે આયુષ્યમાના તે ભગવંતે આ પ્રમાણે કહેલ છે. આ ક્ષેત્ર કે પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર - ગણધરો વડે, પરમ ઐશ્વર્યાદિ યુક્ત ભગવંતે દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાપનો પ્રરૂપેલ છે એટલે અમે અમારી બુદ્ધિથી નહીં કહેતા પણ ભગવંતે પણ આ પ્રમાણે કહેલ છે, મેં સાંભળેલ છે, તેથી અહીં અનાસ્થા ન કરવી. તેને જ વિશેષિત કરે છે. જે બ્રહ્મચર્ય સ્થાનોને ભિક્ષ શબ્દથી સાંભળે તેને જ અર્થથી અવધારે છે. સંયમ - આશ્રવવિરમણાદિ ઘણી સંખ્યામાં થાય તે રીતે તેમાં સંયમબદુલ - વિશુદ્ધ, વિશુદ્ધતર સંયમ ફરી ફરી કરે. અથવા પ્રભૂત સંયમ જેને છે તે બહુલસંયમ. તેથી જ સમાધિ - ચિત્ત સ્વાચ્ય, તેની બહુલતા તે બહુલ સમાધિ. ગુપ્ત - મન, વચન, Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૬/૫૧૧ ૧૫૯ કાયાથી ગમ. ગુપ્તપણાથી જ ગુપ્ત વિષય પ્રવૃત્તિથી રક્ષિત શ્રોત્રાદિ ઇંદ્રિયો જેના વડે છે તે. તે નવગુપ્તિના સેવનથી બ્રહ્મચર્ય આચરવાના શીલવાળા તે ગુપ્ત બ્રહ્મચારી. સદા સર્વકાળ પ્રમાદ રહિત વિચરે અર્થાત્ પ્રતિબદ્ધ વિહારપણાથી વિચરે. આ સંયમ બહુલત્વ આદિ દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાનનું ફળ કહ્યું. કેમકે તેનો તેની સાથે અવિનાભાવિત્વથી સંબંધ છે. • સૂત્ર - ૫૧૨ - સ્થવિર ભગવંતો એ બ્રહ્મચર્ય સમાધિના કયા સ્થાન બતાવેલ છે. જેને સાંભળી, જેના અર્થનો નિર્ણય કરી ભિક્ષ સંયમ, સંવર અને સમાધિથી અધિકાધિક સંપન્ન થાય, ગુપ્ત, ગુસેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી થઈ સદા પ્રમત્ત ભાવે વિચરણ કરે? તે સ્થાનો આ છે - જે વિવિક્ત શયન, આસનને સેવે છે. તે નિJભ્ય છે. જે સ્ત્રી, પશ અને નપુંસક સંસક્ત શયન, આસન ન સેવે તે નિન્ય છે એમ કેમ? આચાર્ય કહે છે - નિગ્રન્થોને નિશ્ચ સ્ત્રી, પશુ, પંડફ સંસક્ત શયન, આસન સેવતા બ્રહાયારીના બ્રહાચર્યમાં શંકા, કાંસા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ થાય. ઉન્માદ પ્રાપ્ત થાય, દીકિાલિક રોગાતંક થાય અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ભંસ પણ થાય. તેથી નિગ્રન્થોએ સ્ત્રી, પશુ, પંડક, સંસક્ત શયન, આસન સેવવા નહીં. • વિવેચન - ૫૧૨ - કેટલા વગેરે પ્રશ્નસૂત્ર છે, આટલા વગેરે નિર્વચન સૂત્ર છે. તે જ કહે છે. વિવિદા - સ્ત્રી, પશુ, પંડક થી ભરેલી ન હોય. શયન - જેમાં સૂવાય તે, ફલક સંતારક આદિ. આસન - જેમાં બેસાય તે, પાદપીઠ આદિ. ઉપલક્ષણથી સ્થાનો, તેને ન સેવે. જે તે નિર્ચન્થ છે. અર્થાત્ દ્રવ્ય અને ભાવ ગ્રંથથી નિદ્ધાંત છે. આ પ્રમાણે અન્વયથી જણાવીને અવ્યુત્પન્ન શિષ્યોના અનુગ્રહને માટે આ જ અર્થ વ્યતિરેકથી કહે છે - દેવી કે માનુષી સ્ત્રીઓ, ઘેટી-બકરી આદિ પશુઓ, નપુંસકો તેમનાથી સંસક્ત એવા શયન, આસનનો ઉપભોક્તા ન થાય. કેમકે જે નિર્ચન્થ આવા સ્ત્રી આદિ સંસક્ત સ્થાનને સેવે તો બ્રહાચારી હોય તો પણ બ્રહ્મચર્યમાં શંકા થાય છે કે તે બ્રહ્મચારી હશે કે નહીં? શંકા - બીજાને થાય કે આ આવા શયન, આસન સેવનારો બ્રહ્મચારી હશે કે નહીં? કાં - સ્ત્રી આદિની અભિલાષા રૂપ, વિચિકિત્સા - ધર્મ પ્રતિ ચિત્તમાં વિધ્વતિ ઉત્પન્ન થાય છે. અથવા શંકા - શ્રી આદિ વડે અત્યંત અપહત ચિત્તપણે સર્વ આપી ઉપદેશ વિમૃત થતાં - તેને આ અસાર સંસારમાં સાર રૂપ તે સ્ત્રી જ દેખાય, આવા કુવિકલ્પથી વિકલ્પો કરતો મિથ્યાત્વના ઉદયથી વિચારે કે કદાચ આવો નિષેધ તીર્થકરે કરેલ નહીં હોય, અથવા આના આસેવનમાં જે દોષ કહેલ છે, તે દોષ થાય જ નહીં તેવો સંશય ઉપજે છે. કાંક્ષા - અન્ય અન્ય દર્શનનો આગ્રહ જન્મે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર વિચિકિત્સા - ધર્મ પ્રત્યે, આવા કષ્ટ અનુષ્ઠાનનું ફળ મળશે કે નહીં? ઉક્ત શંકા આદિના ફળ રૂપે ચાત્રિનો વિનાશ પ્રાપ્ત થાય અથવા કામ ગ્રહ રૂપ ઉન્માદને પામે, સ્ત્રી વિષય અભિલાષાના અતિરેકથી તથાવિધ ચિત્ત વિપ્લવ સંભવે લાંબા કાળ માટેના દાહરૂર આદિ રોગ અને જલ્દી મરણ થાય તેવા શલાદિ આતંક થાય. સ્ત્રી આદિના અભિલાષથી અરોચકત્વ જન્મ, તેનાથી વરાદિ થાય. કેવલી પ્રજ્ઞપ્ત ચૂત અને ચારિત્ર રૂપ ધર્મથી ભ્રષ્ટ થાય. કદાચિત કિલષ્ટ કર્મોદયના કારણે સર્વથા ધર્મનો પરિત્યાગ સંભવે. તે કારણે આવું સ્થાન ન સેવે. પહેલું સમાધિસ્થાન કહ્યું. હવે બીજું કહે છે - • સૂત્ર - પ૧૩ - જે સ્ત્રીઓની કથા નથી કરતા, તે નિર્ગળ્યું છે. એમ કેમ? આચાર્ય કહે છે. જે સ્ત્રીની કથા કરે છે, તે બ્રહ્મચારી નિન્જને હાચર્ય વિષયમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. ઉન્માદને પામે છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તે સ્ત્રી કથા ન કહેવી જોઈએ. ૦ વિવેચન - ૫૧૩ - એકલી સ્ત્રીને વાક્ય પ્રબંધ રૂપ ધર્મ ન કહેવો અથવા સ્ત્રીઓની કથા, જેમકે - કામક્રીડામાં ચતુર ઇત્યાદિ અથવા જાતિ, કુળ, રૂપ અને વસ્ત્રના ભેદથી ચાર પ્રકારે સ્ત્રી કથા, જાતિમાં - બ્રાહાણી આદિ, કુળમાં ઉગ્ર આદિ, એ પ્રમાણે. જેઓ તે કહેતા નથી તે નિર્ગળ્યુ છે. હવે ત્રીજું • સૂત્ર - ૫૧૪ - જે રીઓની સાથે એક આસને બેસતા નથી, તે નિર્ગસ્થ છે. એમ કેમ ? જે સ્ત્રીઓ સાથે એક આસને બેસે છે, તે બ્રહ્મચારી ને બ્રહાયાંના વિષયમાં શંકા, કલા, વિચિકિત્સા ઉત્પન્ન થાય. ભેદ પામે, ઉન્માદને પ્રાપ્ત કરે, દીર્ઘકાલિક રોગ કે આતંક થાય અથવા કેવલિ પ્રજ્ઞમાં ધર્મથી ભ્રષ્ટ થાય, તેથી નિજાને રીની સાથે એક આસને બેસી વિચરવું ન કલો. • વિવેચન - ૫૧૪ - સ્ત્રીઓની સાથે જેમાં સારી રીતે બેસાય તે સંનિષધા - પીઠ આદિ આસન, તેમાં રહેવું તે. શો અર્થ છે? સ્ત્રીઓ સાથે એક આસને ન બેસે. સ્ત્રી ઉઠી જાય પછી પણ ત્યાં મુહૂર્ત માત્ર ન બેસવું તે સંપ્રદાય છે. જે એવા છે તે નિગ્રન્થ છે, બીજ નહી. હવે ચોથું કહે છે - • સૂત્ર - પ૧૫ - જે સ્ત્રીઓની મનોહર અને મનોરમ દ્રિયોને જોતો નથી. તેના વિષયમાં ચિંતન કરતો નથી, તે નિબ્ધ છે. એમ કેમ? જે નિર્ગm Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૬/૫૧૫ ૧૬૧ સ્ત્રીઓની મનોહર અને મનોરમ ઇંદ્રિયોને યાવતુ ધ્યાન કરતો રહે છે, તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. તે ઉન્માદને પામે છે, રોગાતક થાય છે, કેલિપ્રજ્ઞમ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિગ્રન્થોએ સ્ત્રીઓની ઇંદ્રિયોનું ચિંતન કરવું ન જોઈએ. • વિવેચન - ૫૧૫ - સ્ત્રીઓના નયન, નાસિકાદિ ઇંદ્રિયો, મનોહર- જોવા માત્રથી ચિત્તને હરનારી, મનોરમ - જોયા પછી પણ તેના ચિંતનથી આ@ાદ ઉત્પન્ન કરે તે મનોરમ, આલોકિત - ચોતરરૂપી જોવી, નિર્ગાતા - દર્શન પછી તેનું અત્યંત અનુચિંતન કરવું - X- અથવા આલોકિત - કંઈક જોવી, નિર્માત એટલે એટલે પ્રબંધથી નિરીક્ષિત. તેમ ન કરે તે નિર્ચન્થ. હવે પાંચમું સ્થાન કહે છે - • સૂત્ર - ૫૧૬ - માટીના દિવાલના અંતરથી, વસ્ત્રના અંતરથી કે પાકી દિવાલના અંતરથી સ્ત્રીઓના કૂજન, રૂદન, હાસ્ય, ગર્જન, આકંદન કે વિલાપના શબ્દો સાંભળતા નથી, તે નિબ્ધ છે. એમ કેમ? આચાર્યએ કહ્યું - સ્ત્રીઓને માટીની ભીંત કે વસ્ત્રના કે પાકી ભીતના અંતરેથી જુએ છે ચાવત વિલપિત શબ્દોને સાંભળતા. બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થતાં, ભેદને પામે છે. ઉન્માદને પ્રાપ્ત થાય છે. દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ચાવતુ બંશ થાય છે, તેથી નિર્ગળ્યો રુનીઓને કુચંતામાં ચાવત સાંભળતો ન વિચરે. • વિવેચન - પ૧૬ - સ્ત્રીઓને કુચ - ખટિકાદિથી રચિત, તેના વ્યવધાનથી કે તેમાં, વસ્ત્રના અંતરથી અર્થાત્ પડદા પાછળથી, ભિતિ - પાકી ઇંટથી બનાવેલ, તેના અંતરેથી રહીને, વિવિધ પક્ષીની ભાષાથી અવ્યક્ત શબ્દ જે કામ ક્રીડા ભાવી હોય, રતિ કલાદિથી સ્ત્રી વડે કરતા શબ્દને રદિત, પંચમ આદિ ગીત શબ્દ, કડકડાદિ હસિત શબ્દ, સ્વનિત શબ્દ, રતિ સમયે થતાં કંદિત શબ્દ કે તેમના વડે થતાં વિલાપ કે પ્રલાપ રૂપ શબ્દોના જે શ્રોતા ન થાય, તે નિગ્રંથ છે. છઠું સ્થાન કહે છે - • સુત્ર - ૨૧૭ - જે સમગ્રહણની પૂર્વેની રતિ અને કીડાનું અનુસ્મરણ કરતો નથી, તે નિબ્ધ છે. એમ કેમ? આચાર્ય કહે છે - જે સંયમ ગ્રહણની પૂર્વેની રતિક્રીડાનું અનુસ્મરણ કરે છે, તે બ્રહ્મચારી નિગ્રન્થને બ્રહ્મચર્ય વિષયમાં શકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પામે છે. ઉન્માદને પ્રાપ્ત કરે છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિગ્રોએ સ્ત્રીઓ સાથે પૂરત કે પૂર્વ કીડિતનું અનુસ્મરણ કરવું ન જોઈએ. 8/11 Jain Education international Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન - ૫૧ - પૂર્વમિન - ગૃહસ્થ અવસ્થા કાળમાં, રતા - શ્રી આદિ સાથે વિષય અનુભવ રૂપ પૂર્વરત. સ્ત્રી આદિ સાથે પૂર્વકાળમાં રમણ કરેલ તે પૂર્વ ક્રીડિતનું અનુચિંતન ન કરે તે નિર્ઝન્ય છે. હવે સાતમું સ્થાન - • સૂત્ર - ૫૧૮ - જે પ્રણિત અથવા રસયુક્ત પૌષ્ટિક આહાર કરતો નથી, તે નિગ્રન્થ છે. એમ કેમ? આચાર્ય કહે છે - જે રસયુક્ત પૌષ્ટિક ભોજન, પાન કરે છે, તે બ્રહ્મચારી નિગ્રન્થને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે, બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી થાય છે. તેથી નિર્ગસ્થ પ્રણિત આહાર ન કરે. • વિવેચન - ૫૧૮ - પ્રીત ગલત બિંદુ, ઉપલક્ષણથી બીજાં પણ અત્યંત ધાતુ પુષ્ટિકારક અશનાદિ આહારનો ભોક્તા થતો નથી તે નિર્ગળ્યું છે. પ્રણિત પાન-ભોજનને છોડવા તે અહીં પાન ભોજનનું ગ્રહણ એટલા માટે કરેલ છે, કેમકે સાધુ દ્વારા મુખ્યતાએ તેનો આહાર થાય છે, અન્યથા ખાધ, સ્વાધ પણ વર્જનીય કહ્યા હોત. હવે આઠમું સ્થાન - • સૂત્ર - ૫૧e - જે અતિ માત્રાથી પાન ભોજન કરે છે, તે નિબ્ધ છે. એમ કેમ ? આચાર્ય કહે છે - જે અતિ માત્રાથી ખાય-પીએ છે, તે બ્રહ્મચારી નિન્થને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે અથવા બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિન્ય અતિમાત્રામાં ન ખાય - પીએ. • વિવેચન - ૫૧૯ - માત્રાથી અતિરિક્ત, તેમાં માત્રા - પરિમાણ. તે પુરુષને બત્રીશ કોળીયા અને સ્ત્રીઓને અઢાવીશ કોળીયા હોય છે. તેનાથી અધિક આહાર ભોગવતા ન હોય તે નિર્ચન્થ કહેવાય છે. હવે નવમું સ્થાન - સૂત્ર - પર૦ - જે શરીરની વિભૂષા કરતો નથી. તે નિર્ગળ્યું છે. એમ કેમ ? આચાર્ય કહે છે - જે વિભૂષા નિમિત્તે શરીરની વિભૂષા કરે છે, તેથી તે સ્ત્રીજનોને અભિલાષણીય થાય છે. તેથી સ્ત્રીઓ દ્વારા કચ્છતા તે બ્રહમચારીના બ્રહાચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય છે. તેના બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદને પામે છે, દીર્ધકાલિક રોગાતક થાય છે અથવા કેવલિ પ્રજ્ઞા ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિભ્યોએ વિભૂષા અનુપાતી થવું ન જોઈએ. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬/પર૦ ૧૬૩ • વિવેચન પ૨૦ - વિભૂષા - શરીર અને ઉપકરણ આદિમાં, નાન ધાવનાદિ વડે સંસ્કાર, તેના અનુપાતી, અર્થાત તેના કર્તા થાય છે. તેમ ન કરે તે નિર્ગસ્થ છે. તે કેમ ? વિભૂષા કરવાના સ્વભાવવાળા તે વિભૂષાવર્તિક તે કઈ રીતે? અલંકૃત, સ્નાનાદિ વડે સંસ્કૃત શરીર જેનું છે. તે વિભૂષિત શરીરી, તથા તે યુવતીને પ્રાર્થનીય થાય છે. તેનાથી શો દોષ? સ્ત્રીજનના અભિલાષને યોગ્ય થવાથી - પ્રાર્થનીય થવાથી બ્રહ્મચારીના પણ બ્રહ્મચર્યમાં શંકા થાય છે કે આ રીતે પ્રાર્થના કરાતો હોવાથી સ્ત્રીનો ઉપભોગ કરતો હોવો જોઈએ. ભાવિમાં પણ શાભલી વૃક્ષને આશ્લેષાદિ નરકના વિપાકો રૂ૫ કષ્ટો થાય. હવે દશમું સ્થાન - • સૂત્ર - પર૧ - જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત થતો નથી તે નિન્જ છેએમ કેમ? આચાર્ય કહે છે કે જે શબ્દાદિમાં આસક્ત રહે છે, તે બ્રહ્મચારીના બ્રહાચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય છે અથવા બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિન્ય શબ્દાદિ પાંચમાં આસક્ત ન બને. આ બહાચર્ય સમાધિનું દશમું સ્થાન છે. અહીં શ્લોકો છે - • વિવેચન - પર૧ - શબ્દ - મન્મન ભાષિતાદિ, રૂપ - કટાક્ષ નિરીક્ષણાદિ ચિત્રાદિમાં રહેલ સ્ત્રી આદિ સંબંધી રૂ૫, રસ - મધુરાદિ અતિ પ્રશસ્ત. ગંધ - સુરભિ, સ્પર્શ - અનુકૂળ, કોમળ મૃણાલાદિ, આ બધાં આસક્તિના હેતુ છે, તેના અનુગામી ન બને તે નિર્ચન્થ. તે શા માટે? આદિ સુગમ છે આ દશમું બ્રહ્મચર્ય સ્થાન. આ પ્રત્યેક સ્ત્રી આદિ સંસક્ત શયનાદિના શંકાદિ દોષ દર્શન થકી, તેના અત્યંત દુષ્ટતા દર્શક પ્રત્યેકની અપાય હેતતા પ્રતિ તુલ્ય બલવને જણાવવા માટે છે. ઉક્ત અર્થમાં જ અહીં શ્લોકો - પધરૂપ છે, • સૂત્ર - પરર થી પ૩૧ - (૫૨) બ્રહ્મચર્યની રક્ષાને માટે સંયમી એકાંત, અનાકીર્ણ અને સ્ત્રીઓથી રહિત સ્થાનમાં રહે. (૫૨૩) બ્રહાચર્યમાં રત ભિક્ષ મનમાં આહાદ ઉત્પન્ન કરનારી, કામરાગ વધારનારી સ્ત્રી કથાનો ત્યાગ કરે. (૫૪) બ્રહ્મચર્યરત ભિન્ન સ્ત્રીઓ સાથે પરિચય તથા વારંવાર વાતલિાપનો સદા પરિત્યાગ કરે. (પ) તે ભિક્ષ ચ ઇંદ્રિય ગ્રાહ્ય સ્ત્રીઓના અંગપ્રત્યંગ, સંસ્થાન, બોલી તથા કટાક્ષ દર્શનનો ત્યાગ કરે. (૧ર૬) બ્રહ્મચર્ય રત ભિક્ષ શ્રોબેન્દ્રિય ગ્રાહ્ય સ્ત્રીઓના કૂજન, રોદન, ગીત, હાસ્ય, ગર્જન અને ફૂદન ન સાંભળે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ (૫૨૭) બ્રહ્મચર્યમાં રત ભિક્ષુ, દીક્ષાથી પૂર્વ જીવનમાં સ્ત્રીઓ સાથે અનુભૂત હાસ્ય, ક્રીડા, રતિ, અભિમાન અને આકસ્મિક માસનું ક્યારેય અનુચિંતન ન કરે. (૫૨૮) બ્રહ્મચર્યરત ભિક્ષુ જલ્દીથી કામવાસનાને વધારનાર પ્રણીત આહારનો સદા પરિત્યાગ કરે. (૫૨૯) તે ચિત્ત સ્થિરતાને માટે ઉચિત સમયમાં ધર્મ મર્યાદાનુસાર પ્રાપ્ત પરિમિત ભોજન કરે, પણ માત્રાથી અધિક ગ્રહણ ન કરે. (૫૩૦) બ્રહ્મચર્ય રત ભિક્ષુ વિભૂષાનો ત્યાગ કરે. શ્રૃંગારને માટે શરીરનું મંડન ન કરે. (૫૩૧) શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ પ્રકારના કામ-ગુણોનો સદા ત્યાગ કરે. ૦ વિવેચન પરર થી ૫૩૧ - ૧૬૪ દશ સૂત્રો છે - વિવિ એટલે રહસ્યભૂત, તેમાં જ સ્ત્રી આદિના અભાવથી વસે. અનાકીર્ણ - અસંકુલ, તે તે પ્રયોજનથી આવેલ શ્રી આદિ અનાકુળપણાથી, રહિત - અકાદચારી વંદનાદિ નિમિત્તે આવનાર સ્ત્રીજનને તજેલ. - x - × - ઉક્ત રૂપ બ્રહ્મચર્યના પાલન નિમિત્તે આશ્રય કરે. - x - x - માઁ - ચિત્ત, તેનો પ્રહ્લાદ, અહો! આ અભિરૂપા છે, ઇત્યાદિ વિકલ્પજન્ય આનંદ, તેને ઉત્પન્ન કરતી, તે મનઃ પ્રહ્લાદજનની, તેથી જ વિષય આસક્તિને વિશેષથી વધારતી એવી કામરાગ વદ્ધિની તેવી સ્ત્રી કથાનો ત્યાગ કરે. સંસ્તવ - સહ પરિચય, સ્ત્રી સાથે બેસવું, એક આસને રહેવું, તેણીની સાથે સતત વાતો કરવા રૂપ, તે પણ નિત્ય અને વારંવાર. અંગ - મસ્તક વગેરે, પ્રત્યંગ - સ્તન, બગલ આદિ, સંસ્થાન - આકાર વિશેષ અથવા અંગ, પ્રત્યંગનું સંસ્થાન - આકાર વિશેષ. શોભન બોલવું વગેરે, તેના સહગન મુખાદિ વિકાર રૂપ. પ્રેક્ષિત - અર્ધ કટાક્ષાદિ આ બધું, બ્રહ્મચર્યરત પુરુષ ચક્ષુ વડે ગ્રહણ કરે છે, તેથી ચક્ષુ ગ્રાહ્ય થઈને વર્જન કરે. અર્થાત્ ચક્ષુ વડે જ રૂપનું ગ્રહણ અવશ્ય થાય તેથી તેના દર્શનનો પણ પરિહાર કરવો જોઈએ. પરંતુ રાગ વશ થઈને તેને વારંવાર જોવી જોઈએ નહીં. કેમ કે ચક્ષુ સમક્ષ આવેલ તેણીના રૂપને ન જોવાનું શક્ય નથી, પણ તેમાં થતા રાગ - દ્વેષનો ત્યાગ કરરવો જોŪ. હાસ્ય સૂત્રમાં :- રતિ - સ્ત્રીના સંગમાં જન્મેલી પ્રીતિ, દર્પ - મનસ્વિનીના માન ભંગથી ઉત્પન્ન ગર્વ, સહસા અવત્રાસિત એટલે પરાંમુખ થવું, આંખનુ સ્થગન, મઘટ્ટનાદિથી ત્રાસોત્પાદન. - X-. પ્રણીત સૂત્ર - મદ એટલે કામનો ઉદ્વેગ, તેની વૃદ્ધિ કરવી. આ કામવૃદ્ધિના હેતુનો વિશેષથી ત્યાગ કરવો. ધર્મ વડે એષણીય, ગૃહસ્થ પાસેથી પ્રાપ્ત, પોતે રાંધેલ નહીં. ધર્મના હેતુથી અથવા ધર્મલાભ વડે પામેલ. - x - ઘર્મ - ઉત્તમ ક્ષમાદિ રૂપ, તેને પામીને. “આ કઈ રીતે મારું” એમ નિરતિચાર થાય. આગમમાં કહેલ પ્રમાણાદિ યુક્ત આહાર, યાત્રાર્થે - સંયમના નિર્વાહણ અર્થે, પણ રૂપાદિને માટે આહાર ન કરે. તે પણ ચિત્ત સ્વાસ્થ્ય - Page #166 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ૧૬/પ૨૨ થી પ૩૧ માટે કરે, રાગ-દ્વેષને વશ થઈને ન ભોગવે. માત્રાને અતિક્રમીને ન ખાય. અથવા મર્યાદાને ઓળંગીને આહાર ન કરે. - X• કોણ? જે બ્રહ્મચર્યરત છે તે. સર્વકાળ, કેમકે - ક્યારેક પણ કારણથી અતિમાત્રાથી આહાર અદુષ્ટ છે. વિભૂષા - ઉપકરણની, ઉત્કૃષ્ટ વસ્ત્રાદિ રૂપ વિભૂષાનો ત્યાગ કરે. વાળ - દાઢી આદિને સંવારવા રૂપ શરીર પરિમંડનનો પણ ત્યાગ કરે. અર્થાત્ બ્રહ્મચર્ય રત સાધુ શૃંગારાર્થે ન ધારણ કરે. શબ્દ સૂત્રમાં કામ- ઇચ્છા મદન રૂપ, ગુણ - સાધન ભૂતકે ઉપકારક. કામગુણો રૂપ જે શબ્દાદિ છે તે. ' હવે પૂર્વે જે કહ્યું કે શંકા આદિ થાય, તેને દષ્ટાંતથી કહે છે - • સૂત્ર - પ૩ર થી પ૩૪ - સ્ત્રીઓની આકીણ સ્થાન, મનોરમ સ્ત્રી કથા, સ્ત્રીઓનો પરિચય, તેની ઇંદ્રિયને જોતી, તેણીના કૂજન, રૂદન, ગીત અને હાસ્યયુક્ત શબ્દોને સાંભળવા, ભક્ત ભોગ અને સહ અવસ્થાનનું સ્મરણ કરવું, પ્રણીત ભોજન - પાન, માત્રાધિક ભોજન - પાન, શરીર વિભૂષાની ઇચ્છા, દુર્જય કામ ભોગ, આ દશ આભગવેષક મનુષ્યને માટે તાલપુટ વિષ સમાન છે. • વિવેચન - ૫૩૨ થી ૫૩૪ - સૂત્ર સુગમ છે, વિશેષ આ - સાવ એટલે પરિચય, તે અહીં પણ એક આસને બેસવાથી લેવો. કૂજિતથી હસિત સુધી ભીંત આદિના અંતરે રહિને ન સાંભળવા રૂપ લેવા. સ્ત્રી સાથેના ભક્તાદિ ભોગોનું સ્મરણ. તેમાં ભુક્ત - ભોગરૂપ, આસિત - તે સ્ત્રી આદિ સાથે રહીને. શરીર વિભૂષાની ઇચ્છા, અહીંઇચ્છાનો પણ નિષેધ છે, કરવાની તો વાત જ ક્યાં રહી? કામના કરાય તે કામ અને ભોગવાય તે ભોગો. સંક્ષેપથી શબ્દાદિ ચેષ્ટા. વિષ - સામાન્ય ઝેર, તાલપુર - જલ્દીથી ઘાત કરનાર, જે હોઠમાંથી અંદર મૂક્તાં તાલ માત્ર કાળના વિલંબથી મૃત્યુ ઉપજાવે છે. તેનો અર્થ આ છે - જેમ આ ઝેર આદિ વિપાકથી દારુણ છે, તેમ સ્ત્રીજનથી આકીર્ણ આલય આદિ પણ દારુણ વિપાકી છે. શંકાદિ કરવાથી સંયમરૂપ ભાવ જીવિતનો પણ નાશનો હેતુ છે. હવે તેનું નિગમન કરતાં કહે છે - • સૂત્ર - ૫૩૫, ૫૩૬ - એકાગ્રચિત્તવાળા મુનિ દુજે કામ ભોગોનો સદૈવ ત્યાગ કરે અને બધાં પ્રકારના શંકા સ્થાનોથી દૂર રહે. જે શૈર્યવાન છે, ધર્મ સારથી છે, ધમરિમમાં રત છે, દાંત છે, બહાચર્યમાં સુસમાહિત છે, તે ભિક્ષુ ધમરામમાં વિચરે છે. • વિવેચન - ૫૩૫, ૫૩૬ - દુઃખે કરીને જીતાય છે તે દુર્જય. તે ઉક્તરૂપ કામ ભોગો ને નિત્ય સર્વ પ્રકારે ત્યજે. અનંતરોક્તદશે શંકા સ્થાનોને એકાગ્ર મનથી વર્ષે અન્યથા આજ્ઞા, અનવસ્થા, Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ મિથ્યાત્વ વિરાધનાદિ દોષો સંભવે છે. આનો વર્જક શું કરે? પાપ સંતાપથી ઉપતત પામીને નિવૃત્તિ હેતુતાથી અભિલષિત ફળ પ્રદાનથી ધર્મરૂપ બગીચામાં વિચરે. અથવા ધર્મમાં ચોતરફથી રમણ કરે છે માટે તે ઘમરામ છે, તે ધર્મારામના સંયમ રૂપ માર્ગે ભિક્ષ જાય. કૃતિ - ચિત્તનું સ્વાથ્ય, તેનાથી યુક્ત. એવો તે ધર્મસારથી, બીજાને પણ ધર્મમાં પ્રવતવિ. એ રીતે ધમરામમાં આસક્ત થાય. ઉપશાંત થઈ, બ્રહ્મચર્યમાં સમાહિત રહે. હવે તેનું માહાભ્ય કહે છે - • સૂત્ર - ૩૭ - જે દુષ્કર બ્રહાચર્યનું પાલન કરે છે, તેને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર એ બધાં નમસ્કાર કરે છે. • વિવેચન - ૫૩૭ - દેવ - જ્યોતિષ્ક અને વૈમાનિક, દાનવ - ભુવનપતિઓ, ગંઘર્વ - રાક્ષસ - કિંમર તે વ્યંતર વિશેષ છે. આ ભૂત, પિશાચાદિ બધાં પણ તે બ્રહ્મચર્યવાનું યતિ ને નમસ્કાર કરે છે. કેમકે તેઓ કાયરજનને દુરનુચર એવા અનુષ્ઠાનને - બ્રહ્મચર્યને આદરે છે. હવે સગરનો ઉપસંહાર - • સૂત્ર - પ૩૮ - આ બ્રહાચર્ય ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, જિનોપદિષ્ટ છે. આ ધર્મ દ્વારા અનેક સાધક સિદ્ધ થયા છે, થાય છે અને થશે. તેમ હું કહું છું. • વિવેચન - ૫૩૮ - અનંતરોક્ત બ્રહ્મચર્ય રૂપ ધર્મ, ધ્રુવ - પરપ્રવાદિ વડે કંપાવવા છતાં પ્રતિષ્ઠિત છે. નિત્ય - સ્થિર એક સ્વભાવવાળો છે, દ્રવ્યાર્થપણાથી શાશ્વત છે, પર્યાયાર્થિપણાથી અચાન્ય રૂપે ઉત્પન્ન છે. અથવા નિત્ય - ત્રણેકાળે પણ સંભવે છે. અનવરત હોવાથી શાશ્વત છે. અથવા આ બધાં એકાર્થિક છે. તીર્થકર વડે પ્રતિપાદિત છે. તેનું ત્રિકાળ ગોચરફળ કહે છે- અનંતી અવસર્પિણી ઉત્સર્પિણીમાં સિદ્ધ થયા છે, અહીં પણ અને મહાવિદેહમાં પણ થયા છે. આના વડે બ્રહ્મચર્ય રૂપ ધર્મથી મોક્ષે જાય છે તે કહ્યું - x મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૬ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭. આધ્ય. ૧૭ ભૂમિકા અધ્યયન - ૧૭ “પાપશ્રમણીય” સોળમું અધ્યયન કહ્યું, હવે સત્તરમું કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં બ્રહ્મચર્ય ગતિ કહી. તે પાપસ્થાનના વર્જનથી જ આરાધવી શક્ય છે, તે પાપભ્રમણનું સ્વરૂપ જાણીને જ થાય, તે સંબંધથી આ અધ્યયન આવેલ છે. તેનો નિક્ષેપો હવે કહે છે - • નિર્યુક્તિ - ૩૮૭ થી ૩૮૯ + વિવેચન - પાપ વિષયક છ પરિમાણ છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નિક્ષેપ કરવો. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યથી વિચારતા આગમથી જ્ઞાતા છે પણ અનુપયુક્ત છે. નોઆગમથી તવ્યતિરિક્ત કહે છે - સચિત્ત, અચિત, મિશ્ર. તેમાં સચિત્ત દ્રવ્ય પાપ જે દ્વિપદ, ચતુષ્પદ, અપદમાં અસુંદર, અચિત દ્રવ્ય પાપ તે જ જીવરહિત ૮૪ પાપ પ્રકૃતિ કે હવે કહેવાનાર. મિશ્ર દ્રવ્યપાપ તથાવિધ દ્વિપદાદિ જ અશુભ વસ્ત્રાદિ યુક્ત, અથવા તેના શરીરનો જીવ વિયુક્તક દેશ- નખ, કેશ આદિ. - x- - . અથવા પાપપ્રકૃતિયુક્ત પ્રાણીને પણ મિશ્રદ્રવ્યપાપ કહે છે. ક્ષેત્ર વિચારણામાં પાપ - નકાદિ પાપ પ્રકૃતિના ઉદય વિષયભૂત, જે ક્ષેત્રમાં તેનો ઉદય થાય. કાલ પાપ - દુષ્યમાદિ, જેમાં કાલાનુભાવથી પ્રાયઃ પાપોદય જ પ્રાણીને થાય છે. આદિ શબ્દથી બીજા કાળમાં જ્યાં કોઈ પ્રાણીને તેનો ઉદય થાય. ભાવ પાપ - અનંતર કહેવાનાર હિંસા-પ્રમાદયોગથી પ્રાણનું વ્યયરોપણ. મૃષા- અસત અભિધાન. ચોરી - સૈન્ય, અબ્રહ્મ - મૈથુન, પરિગ્રહ - મૂળરૂપ ગુણ - સભ્ય દર્શનાદિ, તેના વિપક્ષ રૂપ તે અગુણ - મિથ્યાત્વ આદિ. - *- તેને આ અધ્યયનમાં કહે છે. શ્રમણ વિષયક પણ ચાર નિક્ષેપા છે - નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્યમાં નિલવ આદિ. પ્રશસ્ત જ્ઞાનવાનું, સદનુષ્ઠાન પ્રવૃત્તિથી સમ્યફ, યમ - પાપસ્થાનોથી ઉપરમણ, સંયમ કે ચાસ્ત્રિ સહિત હોય તેને ભાવથી શ્રમણ જાણવો. હવે પ્રસ્તુતમાં યોજના કહે છે - • નિયુક્તિ - ૩૯૦ + વિવેચન જે ભાવો • સંસક્ત અપઠનશીલતાદિ અર્થો કરવા અનુચિત છે. તે પ્રસ્તુત અધ્યયનમાં જિનેશ્વરે વર્ણવેલા છે. - *- ઉક્તરૂપ પાપથી ઉપલક્ષિત શ્રમણ તે પાપશ્રમણ અર્થાત તે ભાવ સેવતો પાપશ્રમણ કહેવાય. આનાથી જે વિપરીત છે, તેને શ્રમણ કહેવાય. તેનું ફળ કહે છે - • નિર્યુક્તિ - ૩૯૧ + વિવેચન આ અધ્યયનમાં કહેલાં પાપ હેતુભૂત શયાલતા આદિને જે ભજે છે, તે સુવતી ઋષિ છે. પાપરૂપ કર્મ તે પાપકર્મ, તેના ઉપલક્ષણથી પુન્ય કર્મથી પણ મુક્ત એવા પાપકર્મમુક્ત અંતરાયના અભાવથી સિદ્ધિ ગતિમાં જાય છે. નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે - Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - ૫૩૯, ૫૪૦ જે કોઈ ધર્મને સાંભળીને અત્યંત દુર્લભ બોવિલાભને પામીને, પહેલાં વિનય સંપન્ન થઈ જાય છે, નિર્ગસ્થ રૂપે પ્રાજિત થાય છે. પછી સુખની સ્પૃહાને કારણે સ્વચ્છેદ વિહારી થઈ જાય છે... રહેવા માટે સારું સ્થાન મળી રહે છે, મારી પાસે વસ્ત્રો છે, મને ખાવા-પીવા મળી રહ્યું છે. અને જે થી રહ્યું છે, તેને હું જાણું છું. હે ભગવન ! શાસ્ત્રના અધ્યયન કરીને હું શું કરીશ? • વિવેચન - ૫૩૯, ૫૪૦ - જે કોઈ આ નિષ્ક્રાંત છે, તે કઈ રીતે પ્રવજિત છે, તે કહે છે - શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મને સાંભળીને, જ્ઞાન - દર્શન - ચાસ્ત્રિ અને ઉપચારરૂપ યુક્ત તે વિનયયુક્ત થઈ અતિશય દુપ્રાપ્ય જિનપ્રણિત ધર્મપ્રાપ્તિરૂપ બોધિ પામીને, આના વડે ભાવ પ્રતિપક્તિથી આ પ્રવજિત છે, તેમ કહેલ છે. તે પ્રવજન પછીના કાળે જે રીતે વિચારે છે. તે કહે છે - પહેલા સિંહ રૂપે પ્રવજિત થઈને, પછી જેમ જેમ વિકથાદિ કરણ રૂપ પ્રકારથી આત્માને સુખી માને છે. પછી શિયાળ વૃત્તિથી વિચરે છે, તે ગુરુ દ્વારા કે બીજા હિતૈષી વડે અધ્યયન પ્રતિ પ્રેરિત થઈને જે કહે છે, તે આ છે - શય્યા - વસતિ, દેઢ - વાત, આતપ, જલાદિ ઉપદ્રવોથી અનભિભાવ્ય છે. પ્રવર - વર્ષાકલા આદિ, મારી પાસે છે. ભોજન અને પાણીને માટે અનુક્રમે અશન, પાન મળી રહે છે. - X- તો શા માટે, હે પૂજ્ય! હું આગમનું અધ્યયન કરું? - x- - માત્ર વર્તમાનને જોનારા જ આ પ્રમાણે કહે છે - મારી પાસે આ બધું છે, તો શા માટે હૃદય, ગળું, તાળવું શોષવનાર આ અધ્યયન કરવું જોઈએ? એ પ્રમાણે અધ્યવસાયવાળો જે છે, તે પાપભ્રમણ કહેવાય છે. - વળી - સૂત્ર - ૨૪૧ - જે કોઈ પણ પ્રગતિ થઈને નિદ્રાશીલ રહે છે, ઇચ્છાનુસાર ખાઈપીને સુખે સુખે સૂઈ જાય છે, તે પાપભ્રમણ કહેવાય છે. • વિવેચન - ૫૪૧ - જે કોઈ પ્રજિત નિદ્રાલુ રહે, ઘણાં દહીં-ભાત આદિ ખાને કે તક આદિ પીને, જેમ સુખ ઉપજે તેમ સર્વ ક્રિયા અનુષ્ઠાનથી નિરપેક્ષ થઈને સૂઈ રહે છે, ગ્રામ આદિ વસતિમાં રહે છે, તે પાપભ્રમણ કહેવાય છે. આ પ્રમાણે માત્ર ન ભણવાથી જ પાપભ્રમણ નથી કહેવાતો. - વળી - . • સૂત્ર - ૫૪૨ - જે આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી શ્રત અને વિનય ગ્રહણ કરેલ છે, તેમની જ નિંદા કરે છે, તે બાલને પાપભ્રમણ કહે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૭/૫૪૨ ૧૬૯ • વિવેચન - ૫૪ર - આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી આગમને શબ્દથી અને અર્થથી સાંભળીને અને વિનય ગ્રહણ કરીને જે શિક્ષિત થાય છે. તે જ આચાર્યાદિની નિંદા કરે છે, તે વિવેક રહિત બાલ પાપભ્રમણ કહેવાય છે. આ પ્રમાણે જ્ઞાનાચાર નિરપેક્ષ પાપભ્રમણ કહીને હવે દર્શનાચાર નિરપેક્ષને કહે છે - • સૂત્ર - ૨૪૩ - આચાર્ય અને ઉપાદયાયની જે ચિંતા કરતા નથી, પણ અનાદર કરે છે, જે તબ્ધ (દાંડ) છે, તે પાપભ્રમણ કહેવાય છે. • વિવેચન - ૫૪૩ - આચાર્ય અને ઉપાધ્યાયોને અવિપરીતપણાથી તેમની તૃપ્તિ ન કરે, દર્શનાચાર અંતર્ગત વાત્સલ્યથી વિરહિત થઈ તેમના કાર્યોની ચિંતા ન કરે. અરહંત આદિમાં યથોચિત પ્રતિપત્તિથી પરાંચમુખ અને ગર્વથી સ્તબ્ધ થઈને કોઈ વડે પ્રેરાયા છતાં તેના વચનમાં ન પ્રવર્તે તે પાપભ્રમણ કહેવાય છે, હવે ચારિત્રાચાર રહિતને કહે છે - • સૂત્ર - પ૪૪ થી પપર - (૫૪૪) જે પ્રાણી, બીજ અને વનસ્પતિનું સંમર્દન કરે છે, જે અસંયત હોવા છતાં પોતાને સંયત માને છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૪૫) જે સંથારો, ફલક, પીઠ, નિષા, પાદ કંબલના પ્રમાર્જન કર્યા વિના જ તેના ઉપર બેસે છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૫૪૬) જે જલ્દી જલ્દી ચાલે છે, પુનઃ પુનઃ પ્રમાદાચરણ કરે છે, જે મયદાઓનું ઉલ્લંઘન કરે છે, જે ક્રોધી છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૪૭) જે પ્રમત્ત થઈને પડિલેહણ કરે છે, જે પાત્ર અને કંબલને જ્યાં ત્યાં રાખી દે છે, પડિલેહણમાં અનાયુક્ત છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૫૪૮) જે અહીં - તલની વાતોને સાંભળતો પ્રમત્તભાવથી પડિલેહણ કરે છે, ગુરુની અવહેલના કરે છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૫૪૯) જે ઘણો માયાવી, વાચાળ, પીઠો, લોભી કે અતિગ્રહ છે, અસંવિભાગી છે, ગુરુ પ્રતિ પ્રેમ નથી રાખતો, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૦) જે વિવાદને ઉદીરે છે, ધર્મમાં પોતાની પ્રજ્ઞાને હણે છે, કદાગ્રહ અને કલહમાં વ્યસ્ત છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૫૧) જે અસ્કિરાસન કરે, કૌફુટ્ય કરે, જ્યાં-ત્યાં બેસે છે, આસન ઉપર બેસવામાં અનાયુક્ત છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૨) જે રજલિમ પગ સાથે સુઈ જાય છે, શય્યાનું પ્રમાર્જન ન કરે, સંથારામાં અનાયુક્ત રહે, તે પાપગ્રહણ કહેવાય છે. • વિવેચન - પ૪૪ થી પાર - (સૂબાઈ સ્પષ્ટ હોવાથી, અહીંવૃત્તિમાં કહેલ વિશિષ્ટ શબ્દોની જ અમે નોંધ કરેલ છે. આ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ નોંધ ક્રમશઃ ૫૪૪ થી ૫૫૨ સૂત્રોની છે - ) સંમર્દન - હિંસા કરતો, પ્રાણના યોગથી પ્રાણી - બેઇંદ્રિયાદિ. બીજ - શાલિ આદિ. હરિત - દૂર્વા આદિ. ઉપલક્ષણથી બધાં એકેન્દ્રિયો લેવા. પોતાને સંયત માને, આના વડે આ લોકોને સંવિગ્નપાક્ષિકત્વ પણ નથી. તેમ કહ્યું. સંસ્તાર - કંબલ આદિ, ફલક - ચંપક પટ્ટાદિ. પીઠ - આસન, નિષધા - સ્વાધ્યાય ભૂમિ આદિ, જેમાં બેસાય છે. પાદકંબલ - પાદપુંછન, અપ્રમૃજ્ય - રજોહરણાદિ વડે શોધ્યા વિના, ઉપલક્ષણત્વથી પ્રત્યુપ્રેક્ષા કર્યા વિના. વટવ જલ્દી જલ્દી, તથાવિધ આલંબન વિના પણ ત્વરિત ચાલે. ગોચર ચર્યાદિમાં પરિભ્રમણ કરે છે. પ્રમત્ત - પ્રમાદવશ થાય છે. ઉલ્લંઘન - બાલાદિને ઉચિત પ્રતિપત્તિકરણ છતાં ઉલ્લંઘે, ચંડ - ક્રોધ અથવા પ્રમત્ત - ઇર્યા સમિતિમાં અનુપયુક્ત, મર્યાદાઓને ઉલ્લંઘક. - પડિલેહણ - પ્રમાદી થઈને પ્રત્યુપ્રેક્ષા કરે, અપોઋતિ - જ્યાં ત્યાં ફેંકે છે, પ્રત્યુપ્રેક્ષા કરતો નથી. પાદકંબલ - પાત્ર કે કંબલને. આનાથી બધી જ ઉપધિ લેવી. તે આ પ્રમાણે પ્રત્યુપ્રેક્ષામાં અનુપયુક્ત રહે. વિકથામાં આક્ષિપ્ત ચિત્ત થઈને પડિલેહણા કરે, ગુરુ સાથે વિવાદ કરે અથવા ગુરુની અવહેલના કરે કે અસભ્ય વચનો કહે અથવા એમ કહે કે - જાતે જ પડિલેહણા કરી લો, તમે અમને આમ જ શીખવેલ છે, તે તમારો જ દોષ છે, એ પ્રમાણે પ્રમાદમાં વર્તે. વિરૂપવાદ તે વિવાદ - વાક્કલહ, કંઇક ઉપશાંત થયેલા કલહને પણ વધારે. અધર્મ - અવિધમાન સદાચાર, અત્તહૃહ - આત્મ પ્રશ્ન, તેને હણે. કોઈ પૂછે કે - ભવાંતરમાં જનારો આત્મા છે કે નહીં? ત્યારે તેના પ્રશ્નને અતિ વાચાળતાથી હણે છે. જેમ કે - પ્રત્યક્ષાદિ પ્રમાણના અભાવે આત્મા જ નથી, તેથી આ પ્રશ્ન અયુક્ત છે. - યુગ્ગહ - યુગ્રહ, દંડાદિ ઘાત જનિત વિરોધ, કલેહ - તે જ વાચિક થાય. યંત્ર તંત્ર - સંસક્ત રજસ્ક આદિમાં, નિષિદતિ - બેસે છે. આસન પીઠ આદિ, અનાયુક્ત - અનુપયુક્ત થઈને, શેષ પૂર્વવત્. - X - X - સરજસ્ક - રજ સહિત વર્તે છે તેવા પગ જેના છે તે. સ્વપિતિ - સંયમ વિરાધના પ્રતિ ડર્યા વિના પગને પ્રમામાં વિના સુવે છે અર્થાત્ વસતિની પ્રતિલેખના ન કરે, ન પ્રમાર્જે. સંસ્તારક ફલક, કંબલ આદિ. અનાયુક્ત - કુકડીની જેમ પગ પ્રસારણ. આદિ આગમ અર્થમાં અનુપયુક્ત. • સૂત્ર ૫૫૩ થી ૫૫૫ - (૫૫૩) જે દૂધ, દહીં આદિ વિગઈઓ વારંવાર ખાય છે, જે તપ અને ક્રિયામાં રુચિ રાખતા નથી, તે પાપશ્રમણ કહેવાય છે. (૫૫૪) જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વારંવાર ખાતો રહે છે, જે સમજાવવાથી ઉલટો વર્તે છે, તે પાપશ્રમણ કહેવાય છે. - Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૭/પપ૩ થી પપપ ૧૭૧ (પણ) જે આચાર્યનો ત્યાગ કરીને અન્ય પાખંડને સ્વીકારે છે. જે ગારંગાણિક છે. તે નિદિત પાપભ્રમણ કહેવાય છે. • વિવેચન - પપ૩ થી પપપ - | દુધ, દહીં આદિ વિકૃતિના હેતુ રૂપ હોવાથી વિગઈ કહી છે. ઉપલક્ષણ થકી ઘી આદિ બાકીની વિગઈ પણ લેવી. તથાવિધ પુષ્ટ આલંબન વિના પણ લે - આહાર કરે તેથી જ અનાશનાદિ તપોકર્મમાં અપ્રીતિવાળો થાય. સૂર્યના અસ્ત સમય સુધી અને ચ કારથી ઉદયના આરંભથી વારંવાર ખા-ખા કર્યા કરે. અર્થાત્ સવારથી સાંજ સુધી આહાર કરે, અથતિ રોજેરોજે વારંવાર ખાય. જો કોઈ ગીતાર્થ સાધુ તેને પ્રેરણા વચન કહે કે “હે આયુષ્યમાન! તું કેમ આહાર તત્પરતાથી જીવે છે? દુર્લભ મનુષ્ય જન્મમાં તપસ્યામાં ઉધમ કરવો ઉચિત છે, “ત્યારે તે સામું બોલે કે - “તમે ઉપદેશમાં કુશળ છો, અનુષ્ઠાન સ્વયં કરવામાં નહીં, અન્યથા તમે કેમ વિકૃષ્ટ તપ કરતા નથી?' તે જ આચાર્ય તપોકર્મમાં ઉધમવાનું હોય, લાવેલા અન્ન આદિ બાળ, ગ્લાનને આપતા હોય, ત્યારે અતી આહાર લોલુપતાથી આચાર્યનો ત્યાગ કરે અને બીજા પાખંડો અર્થાત અન્ય મતવાળા કે જે અત્યંત આહારમાં પ્રસક્ત છે તેને સેવતો તે-તે મતમાં સરક્તો જાય, સ્વેચ્છા પ્રવૃત્ત થઈ છ માસમાં જ એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરે - X- તેથી જ દુર્નિન્દામાં અર્થાત દુરાચારપણાથી નિંધ થાય. હવે વીર્યાતિયાર વિરહથી તેને જ કહે છે - સૂત્ર - ૨૫૬, ૫૫૭ - જે પોતાનું ઘર છોડીને ઘરઘરમાં વ્યાપૃત્ત થાય છે, નિમિત્તો બતાવીને વ્યવહાર કરે છે, તે પાપભ્રમણ કહેવાય છે. જે પોતાના જ્ઞાતિજનોની હર ગ્રહણ કરે છે, બધાં ઘરોથી સામુદાયિક ભિક્ષા લેતો નથી, ગૃહસ્થની શય્યાએ બેસે છે. તે પાપમણ છે. • વિવેચન - પપ૬, પપ૭ - સ્વયં પોતાનું ઘર પ્રવજ્યા સ્વીકારીને છોડે છે. બીજાના ઘરમાં ભોજનાર્થી થઈ ગૃહસ્થોને આમભાવ દર્શાવતો પોતેજ તેના કામો કરે છે, તે જ હેતુથી ગૃહ નિમિત્તે ક્રય-વિક્રય વ્યવહાર કરે છે, શુભાશુભ નિમિત્તે વડે દ્રવ્ય સર્જન કરે છે. વળી પોતાના સ્વજનાદિથી ઇચ્છિત એવા જે સ્નિગ્ધ, મધુર આહાર આપે તે સ્વાતિ પિંડને ખાય છે, પણ સામુદાયિક ભિક્ષાને ઇચ્છતો નથી, ઘણાં ઘરોની અજ્ઞાત ભિક્ષા લેતો નથી, ગૃહસ્થના પલંગ, ગાદી આદિ શય્યાને સુખશીલતાથી વાપરે છે. હવે અધ્યયનના ઉપસંહારમાં ઉક્ત દોષ ત્યાગનું ફળ કહે છે - • સૂત્ર - પપ૮, પપ૯ - જે આવા પ્રકારે આચરણ કરે છે, તે પાંચ કુશીલ સમાન અસંવૃત્ત છે, Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર કેવળ મુનિવેશધારી છે, શ્રેષ્ઠ મુનિઓમાં નિકૃષ્ટ છે. આ લોકમાં વિષની જેમ નિંદનીય થાય છે. તે નથી આ લોકનો રહેતો - નથી પરલોકનો રહેતો. જે સાધુ આ દોષોને સદા દૂર કરે છે, તે મુનિઓમાં સતત થાય છે. તે આ લોકમાં અમૃતની સમાન પૂજાય છે, તેથી તે આલોક અને પરલોક બંનેમાં આરાધક થાય છે. તેમ હું કહું છું. • વિવેચન - પપ૮, ૫૫૯ - પંચ સંખ્યક કુશીલ શીલ જેમનું છે તે પાર્થસ્થાદિ તે પંચકુશીલ. તેની જેમ અસંવૃત્ત - અનિરુદ્ધ આશ્રય દ્વાર, રજોહરણાદિ વેશધારક માત્ર, અતિ પ્રધાન તપસ્વી મુનિમાં અધોવર્તી અર્થાત્ અતિ જધન્ય સ્થાનવર્તીત્વથી નિકૃષ્ટ છે. હવે આનું ફળ કહે છે - આ જગતમાં ઝેરની જેમ નિંદિત, પ્રતિજ્ઞાભ્રષ્ટ અને સામાન્ય લોકોમાં પણ નિંદિત થાય છે. તે કારણે તે આલોકમાં કે પરલોકમાં કોઈ ગુણનું ઉપાર્જન કરતો નથી. - x-. જે ઉક્તરૂપ દોષોનો સદેવ પરિત્યાગ કરે છે, કયા દોષોનો? યથાસુખ વિહારાદિ પાપ અનુષ્ઠાન રૂપનો, તે તથાવિધ નિરતિચારપણાથી પ્રશસ્ય વ્રત વાળો થાય છે. ભાવમુનિત્વથી તે મુનિઓ મધ્યે ગણના પાત્ર થઈ આ લોકમાં અમૃતની જેમ પૂજિત થાય છે. બંને લોકમાં તે અતિ પ્રતીતપણાથી પ્રત્યક્ષ કહેવાય છે. તે કારણે પાપવર્જન જ કરવું જોઈએ. - x-. મુનિ દીપરત્નસાગરે કરેલ આધ્યયન - ૧૭ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #174 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૮ ભૂમિકા ૧૭૩ જે અધ્યયન - ૧૮ - “સંયતીય હો - x x — x -xo સત્તરમું અધ્યયન કહ્યું, હવે અઢારમું આરંભે છે. તેનો આ અભિસંબંધ છે - અનંતર અધ્યયનમાં પાપનું વર્જન કહ્યું અને તે સંયતને જ થાય. તે ભોગ ઋદ્ધિ ત્યાગથી જ થાય. તે જ સંયતના ઉદાહરણથી અહીં કહેવાય છે. તે સંબંધે આવેલ આ અધ્યયનના - ૮ - નામનિક્ષેપોમાં “સંયતીય' એ નામ છે. તેથી સંયત “સંજય” શબ્દનો નિક્ષેપો કહે છે - • નિર્યુક્તિ - ૩૯૨ થી ૩૯૪ - વિવેચન સંજયીય અધ્યયનમાં અર્થાત “સંજય નો” નિક્ષેપો કરતાં તે નામ આદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યમાં આગમથી અને નોઆગમથી આદિ બે ભેદો પ્રસિદ્ધ છે, તે પૂર્વવત્ કહેવા. સંજયના અભિધેય રૂપથી આ અધ્યયન ઉત્પન્ન થયેલ છે, તેથી સંજયીય’ નામ છે. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે - • સૂત્ર - ૫૬૦ - કંપિલ્લપુર નગરમાં સેના કાને વાહનથી સંપન્ન સંજય નામે રાજ હતો. તે એક દિવસ મૃગયા - શિકારને માટે નીકળ્યો. • વિવેચન - પ૬૦ કાંડિલ્ય નગરમાં રાજા, બલ - ચતુરંગી સેના, વાહન - મિલિ, ચિલ્લિ આદિ રૂપથી સંપન્ન અથવા બલ - શરીર સામ, વાહન - હાથી, ઘોડા, પદતી આદિ. તેનું નામ સંજય હતું. મૃગયા - શિકારને માટે. સમીપતાથી નગરથી નીકળ્યો. તે કેવી રીતે નીકળ્યો? શું કર્યું? તે કહે છે - • સૂત્ર - પ૬૧, ૫૬૨ - તે રાજ વિશાળ અશ્વ સેના, હાથી સેના, રથ સેના, પદાતિ સેનાથી બધી બાજુથી પરિવૃત હતો.. રાજ અશ્વારઢ હતો. તે રસ મૂર્ષિત થઈને કાંપિલ્સનગરના કેસર ઉધાન પ્રતિ ધકેલાતા ભયભીત અને શાંત હરણોને મારી રહ્યો હતો. . • વિવેચન - ૫૬૧, ૫૬૨ - પદાતીનું સૈન્ય તે પાદાતાનીક, મહતા - ઘણાં પ્રમાણમાં મૃગોને ધકેલીને, તે જ કાંડિલ્ય નગર સંબંધી કેશર નામના ઉધાનમાં. ભીત - ત્રસ્ત, તે મૃગોને બાણ વડે હણે છે કે વ્યથિત કરે છે. રસમૂછતા - હરણનું માંસ ખાવામાં વૃદ્ધ આ જ અર્થને સૂત્ર સ્પર્શિકા નિયુક્તિથી સ્પષ્ટ કરે છે - • નિયુક્તિ - ૩૯૫, ૩૯૬ + વિવેચન - કંપિલ્લપુરમાં સંજયનામેનરવરેન્દ્ર હતો, તે સેના સહિત કોઈ દિવસે મૃગયા માટે નીકળ્યો.. અશ્વારૂઢ રાજા હરણોને કેસર ઉધાન પ્રતિ દોડાવે છે. તે હરણો ત્રસ્ત થયા, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ રાજા રસમૂતિ થઈ તેમનો વધ કરે છે. તેટલામાં ત્યાં શું થયું તે સૂત્રકારશ્રી કહે છે - • સૂત્ર - ૫૬૩, પ૬૪ - તે કેશર ઉધાનમાં એક તપોધન અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા, તેઓ ધર્મધ્યાનને ધ્યાવી રહ્યા હતા. આશ્રયનો ક્ષય કરનારા તે લતામંડપમાં દયાન કરી રહ્યા હતા. તેમની સમીપે આવેલ હરણનો તે રાજાએ વધ કરી દીધો. • વિવેચન - ૫૬૩, ૫૬૪ - પછી કેશર ઉધાનમાં અનગાર તપોધન સ્વાધ્યાય - અનુપ્રેક્ષાદિ ધર્મધ્યાનાદિ વડે ચુત, યથાકાળ તેના આસેવનપણાથી સહિત, તેથી જ આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનને ચિંતવે છે. ક્યાં? વૃક્ષાદિ આકીર્ણ આસી- વૃક્ષ, ગુલ્મ, લતાથી ઢંકાયેલા મંડપ - નાગવલ્લી આદિ સંબંધી, તેમાં રહીને ધર્મ ધ્યાન કરે છે. કર્મબંધના હેતુ એવા આશ્રયનો ક્ષય કરીને રહેતા તે અણગારની સમીપે આવેલા મૃગને સંજય નામના રાજાએ હણ્યું. આ જ અર્થને નિર્યુક્તિકાર વિશેષથી કહે છે - છે નિયુક્તિ - ૩૯૭ + વિવેચન - કેશર ઉધાનમાં ગર્દભાલિ નામે અણગાર આસ્તીર્ણ મંડપમાં હિંસાદિ દોષોને ખપાવીને ધ્યાન કરતા હતા. પછી ત્યાં શું થયું? • સૂત્ર - ૫૬૫ - અશ્વારૂઢ રાજ જલ્દી ત્યાં આવ્યો, મૃત હરણ ને જોઈને તેણે ત્યાં એક તરફ ધ્યાનરત અણગારને જયા. • વિવેચન - ૫૫ - પછી અશ્વ ઉપર બેઠેલો રાજા સંજય શીધ્ર ત્યાં આવીને, જે મંડપમાં તે મુનિરાજ ધ્યાન કરતા હતા, ત્યાં વિનાશીત મૃગને જ, અણગારને નહીં જોઈને પછી તે જ સ્થાને રહેલા સાધુને જોયા. પછી તેણે શું કર્યું? • સૂત્ર - પ૬૬ થી ૫૬૯ - રાજ મનિને જોઈને સહસા ભયભીત થઈ ગયો તેને થયું કે હું કેટલો મંદપુન્ય, સમૃદ્ધ અને હિંસક છું, મેં વ્યર્થ મુનિને આહત કર્યા. ઘોડાને છોડીને તે રાજાએ વિનયપૂર્વક અણગારના ચરણોમાં વંદન કરીને કહ્યું - ભગવન ! મને આ અપરાધ માટે ક્ષમા કરો. તે અણગાર ભગવંત મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કંઈ ઉત્તર ન આપ્યો. તેથી રાજા વધારે ભયાકાંત થયો. ભગવના હું સંજય છું આપ મારી સાથે કંઈક તો બોલો. હું જાણું છું કે કુદ્ધ અણગાર પોતાના તેજથી કરોડો મનુષ્યને બાબી દે છે. • વિવેચન - ૫૬૬ થી પ૬૯ - રાજા, મુનિના દર્શનથી ભય વ્યાકુળ થઈ ગયો. કેમકે મુનિ થોડા પણ આહત Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૫૬૬ થી ૫૬૯ ૧૭૫ પામ્યા છે, તેની નીકટ મૃગના હનનથી તેમ થાય તેવું વિચાર્યું. મંદ પુણ્ય, રસ મૂર્જિત, હનનશીલ એવા મારા વડે. તેથી ઘોડાને છુટા કર્યો. તે અણગારને કહ્યું કે - હું સંજય નામે રાજા છું, ઉચિત પ્રતિપત્તિથી ચરણમાં વંદના કરી, આ અતિ આદર બતાવવા કહ્યું છે. કેમકે તેમના પગ પણ સ્તવનીય છે. હે ભગવન! આ મૃગયારૂપ મારો અપરાધ ક્ષમા કરો. ત્યારે વચનના નિરોધ રૂપ મનથી ગર્દભાલી આણગાર ધર્મધ્યાનમાં રહેલા હોવાથી કંઈ બોલ્યા નહીં કે - હું ક્ષમા કરું છું કે નથી કરતો. ત્યારે તેમના પ્રતિવચનના અભાવમાં આ અવશ્ય ક્રુદ્ધ છે, તેથી મારે સાથે કઈ બોલતા નથી એમ વિચારીને રાજા સંજય અતી ભયભીત થયો કે હું જાણતો નથી કે આ ક્રુદ્ધ અણગાર શું કરશે? ત્યારે તે બોલ્યો કે હું સંય નામે રાજા છું - *- ભગવના મારી સાથે કંઈક તો વાત કરો. ભયથી ત્રસ્ત તે બોલ્યો કે - ક્રોધયુક્ત થયેલા મુનિ તેજલેશ્યાદિ વડે કરોડો મનુષ્યોને ભસ્મસાત્ કરી દે છે. તેથી હું ઘણો જ ડરી ગયેલો છું. આ જ વાતનો નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૩૯૮ થી ૪૦૧ + વિવેચન - ઘોડા ઉપર બેસેલો રાજા તેને જોઈને સંભ્રમથી ત્યાં આવ્યો. બોલ્યો કે- અરેરે! હું આ કષિ વધથી લેપાયો. ઘોડાને છોડીને તે સાધુની પાસે આવ્યો. વિનયથી વંદન કરીને અપરાધની ક્ષમા માંગી. મૌન રહેલા તે અણગારે રાજાને જવાબ ન આપ્યો. તેમના તપ તેજથી ડરેલા રાજાએ આ પ્રમાણે કહ્યું - હું કાંપિલ્યપુરનો અધિપતિ રાજા સંજય છું. હું આપના શરણે આવેલો છું, મને તમારા તપ-તેજથી બાળશો નહીં. • સૂત્ર - ૫૭૦ થી ૫૭૬ - (૫૭૦) સાધુએ કહ્યું- હે રાજા તને અભય છે. તે પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું ફેમ હિંસામાં સંલગ્ન છે. (૫૧) બધું છોડીને જ્યારે તારે અવશ્ય લાચાર થઈને જવાનું છે, તો આ અનિત્ય જીવલોકમાં તું કેમ રાજ્યમાં આસક્ત થાય છે? (૫૭૨) રાજન ! તું જેમાં મોરમુગ્ધ છે. તે જીવન અને રૂપ વિજળીની ચમક માફક ચંચળ છે. તું પ્રત્યાર્થને સમજતો નથી. (૫૭૩) સ્ત્રી, પુત્ર, મિત્ર, બંધુજન આવતાની સાથે જ જીવે છે, કોઈ પણ મૃત વ્યક્તિની પાછળ જતાં નથી. (૫૭૪) પરમ દુ:ખ સહિત પુત્ર પોતાના મૃત પિતાનું નીરણ કરે છે. તે પ્રમાણે જ પુત્રને પિતા અને ભાઈને ભાઈ બહાર કાઢે છે. તેથી હે રાજ! તું તપનું આચરણ કર. (૫૫) મૃત્યુ પછી, તે મૃત વ્યક્તિ દ્વારા- અર્જિત ધન અને સારી રીતે રાખેલ નીઓનો હૃષ્ટ, તુષ્ટ, અલંકૃત થઈને બીજ ઉપભોગ કરે છે. (૫૭૬) જે સુખ કે દુઃખના કર્મો જે વ્યક્તિએ કરેલા છે. તે તેના તે જ કર્મો સાથે પરભવમાં જાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • વિવેચન - પ૦ થી પ૦૬ - (સૂત્રાર્થ અતિ સ્પષ્ટ છે, તેથી વૃત્તિગત વિશેષતા જ નોંધીએ છીએ) અભય - ભયનો અભાવ. તને કંઈ બાળશે નહીં. આ પ્રમાણે તેને આશ્વાસ્ય કરીને કહ્યું - પ્રાણીને અભય દેનાર થા. જેમ તને મૃત્યુનો ભય છે, તેમ બીજાને પણ છે. આ જ અર્થને વ્યતિરેક દ્વારથી કહે છે - આ અશ્વાશ્વત જીવલોકમાં શા માટે પ્રાણિવધ રૂપ હિંસામાં અભિવ્વા છે? જીવલોક પણ અનિત્ય છે, તું પણ અનિત્ય છે, તો થોડાં દિવસ માટે આ પાપ શા માટે ઉપાર્જે છે? આ ઉચિત નથી. આ પ્રમાણે હિંસાત્યાગનો ઉપદેશ આપીને રાજ્ય પરિત્યાગનો ઉપદેશ કહે છે - આ બધો ખજાનો આદિ અહીં જ છોડીને જવાનું છે. તે પણ અવશપણે જવાનું છે. ક્યાં? અનિત્ય જીવલોકમાં તો પછી શા માટે રાજાપણાનો ત્યાગ કરતો નથી? રાજ્યનો ત્યાગ જયુક્ત છે. જીવલોકના અનિત્યત્વને જ બતાવતા કહે છે - આયુ અને શરીરની શોભા વિધુતના ચમકારા જેવી અતીવ અસ્થિર છે. તે જીવિત અને રૂપમાં તું મોહને ધારણ કરીને રહેલો છે. મૂઢ જ હિંસામાં આસક્ત થાય છે. હે રાજના તું પરલોકના પ્રયોજનને જાણતો નથી. પછી શું કરવું? પત્ની, મિત્રો, સ્વજનો જીવતાના જ ઉપાર્જિત ધન આદિના ઉપભોગથી ઉપજીવે છે. મૃત્યુની પાછળ કોઈ જતું નથી. તો શા માટે તું સાથે જાય છે? આ સ્ત્રી આદિ કૃતજ્ઞોમાં આસ્થા રાખીને ધર્મમાં ઉદાસીન થવાનું યુક્ત નથી. ફરી તેના નિબંધનના નિરાકરણને માટે કહે છે - મરણ પામેલાના પુત્રો પિતાને, ઘણું દુઃખ થાય તો પણ ઘરમાંથી કાઢી જાય છે, હે રાજન! તો શું કરવું જોઈએ? તપ આચર. વળી તે મૃતના નીહરણ પછી તેણે અર્જિત કરેલ ધન આદિ અને સર્વ ઉપાયથી પરિપાલિત સ્ત્રી વગેરેની સાથે તે મિત્ર. આદિ વિલાસ કરે છે. હે રાજના તે બીજા; હૃષ્ટ - બહારથી પુલકાદિવાળા, તુષ્ટ - અંતરની પ્રીતિવાળા, અલંકૃત - વિભૂષિત થઈ તે જ ધનથી અને સ્ત્રીઓથી વિલાસ કરે છે. હે રાજના આવી ભવસ્થિતિ છે, તેથી તપ કર. મરનારનું શું વૃત્તાંત છે, તે કહે છે - મરેલ વ્યક્તિએ જે શુભ - પુન્યપ્રકૃતિ રૂપ અથવા સુખ હેતુક કર્મ કરેલ છે અથવા દુઃખહેતુક કે પાપપ્રકૃતિરૂપ કર્મ છે, તે શુભાશુભ કર્મો વડે જાય છે, પણ દુખેથી પરિરક્ષિત દ્રવ્યાદિ વડે બીજા ભવમાં જતો નથી. જો શુભા-શુભ જ સાથે જનારા છે, તો શુભ હેતુક તપને જ આયાર પછી રાજાએ શું કર્યું? • સૂત્ર - પ૭૭, ૫૭૮ - અણગારની પાસે મહાન ધર્મ સાંભળીને, રાજા મોક્ષાભિલાષી અને સંસારથી વિમુખ થ... રાજ્યને છોડીને તે સંજય રાજ ભગવાન ગર્દભાલિની સમીપે જિનશાસનમાં દીક્ષિત થઈ ગયો. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૫૭૭, ૫૭૮ ૧૭૭ • વિવેચન - પ૭૭, ૫૭૮ • સંજય રાજા એ તે અણગાર પાસે સાધુ ધર્મ સાંભળીને તેમની સમીપે મહા આદરથી, સંવેગ - મોક્ષનો અભિલાષ, નિર્વેદ - સંસારની ઉદ્વિગ્નતા પામીને, તેણે રાજ્યને છોડીને જિનશાસન - અરહંતદર્શનમાં દીક્ષા લીધી, પણ સુગત આદિ ઉપદેશેલ અસત દર્શનમાં દીક્ષા ન લીધી. કોની પાસે? ગર્દભાલિ નામક અણગારની પાસે. આ અર્થ નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૦૨ થી ૪૦૪ + વિવેચન - હે નરપતિ! તને અભય છે, જળના પરપોટા સમાન મનુષ્યત્વ છે, પોતાનું દુઃખ જાણવા છતાં, શા માટે હિંસામાં આસક્ત થાય છે? આ બધું જ છોડીને જ્યાં અવશ્ય જવાનું જ છે, તો પછી કિંપાક ફળની ઉપમા સમાન ભોગોમાં શા માટે આસક્ત થાય છે? તે અલગારની પાસે ધર્મ સાંભળીને, તે ગુણસમગ્ર રાજ્ય છોડીને પ્રવ્રજિત થયો. ઉક્ત નિયુક્તિ વ્યાખ્યાત પ્રાયઃ છે. વિશેષ આ અપ્પણોદુ:- પોતાનું દુ:ખજનક મરણ. કિંગફલોપમણિલેસુ - જોવામાં મધુર દેખાતા પણ પરિણતિથી દારુણ એવી છાયા જેવી છે તેવા ફળો. અણગાર - અવિધમાન ગૃહ. તે શાક્યાદિને પણ સંભવે, તેથી કહ્યું - પ્રવજિત - વિષયાસક્તિના પરિવાર રૂપથી પ્રકર્ષથી નીકળેલો, ભાવભિક્ષુ. ગુણ - મનોજ્ઞ શબ્દાદિ કામગુણો, તેનાથી સંપૂર્ણ તે ગુણસમગ્ર. એ પ્રમાણે દીક્ષા લઈ હેય અને ઉપાદેયને જાણીને, દશવિધ ચક્રવાલ સામાચારી રત, અનિયત વિહારીપણાથી વિચરતો તેવા પ્રકારના સંનિવેશમાં આવ્યો. ત્યાં તેને શું થયું? તે કહે છે - • સૂત્ર - પ૭૯, ૫૮૦ - રાષ્ટ્રને છોડીને પ્રજિત થયેલ ક્ષત્રિય મુનિએ એક દિવસ સંજય મુનિને કહ્યું - જેમ તમારું આ રૂપ પ્રસન્ન છે, તેમ છતર્મન પણ પ્રસન્ન છે? તમારું નામ શું છે? ગોત્ર કયું છે? કયા પ્રયોજનથી તમે મહાન મુનિ બન્યા છો? કઈ રીતે આચાર્યની સેવા કરો છો? કયા પ્રકારે વિનીત કહેવાઓ છો? • વિવેચન - પ૭૯, ૫૮૦ - ગ્રામ નગરાદિ સમુદાયને છોડીને દીક્ષા સ્વીકારેલ ક્ષત્રિય જાતિના મુનિએ કહ્યું, કોને ? સંજય મુનિને તે પૂર્વજન્મમાં વૈમાનિક દેવ હતા. ત્યાંથી ચ્યવીને ક્ષત્રિયકુળમાં જન્મ્યા. પૂર્વજન્મની સ્મૃતિથી, પૂર્વવત્વૈરાગ્ય ઉત્પન્ન થતાં દીક્ષા લીધેલી. પછી વિચરતા એવા તેણે સંજય મુનિને જોયા, તેની સાથે વિમર્શ કરવા આ પ્રમાણે કહ્યું - તમારી આકૃતિ જેવી વિકાર રહિત દેખાય છે, તે જ પ્રકારે તમારું ચિત્ત પ્રસન્ન છે? તમારું નામ શું છે? કયા પ્રયોજનથી માહણ - “હણ નહીં” એ પ્રકારે જેની મન અને વચનની ક્રિયા છે તે. તે પ્રવજિતને જ સંભવે છે. બુદ્ધ - આચાર્યને કઈ રીતે પ્રતિચરો છો? કઈ રીતે વિનયવાનું કહેવાઓ છો? ત્યારે સંજય મુનિએ કહ્યું - bi 38/12 ternational Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - ૫૮૧ - મારું નામ સંજય છે, મારું ગોત્ર ગૌતમ છે. વિદ્યા અને ચરણના પારગામી “ગદંભાલિ” મારા આચાર્ય છે. • વિવેચન - ૫૮૧ - તમારું નામ શું? પ્રશ્નનો ઉત્તર આપ્યો કે - મારું નામ સંજય છે. એ પ્રમાણે બધાં પ્રશ્નો ઉત્તર સૂત્રાર્થમાં કહ્યો છે. વિશેષ આ - આચાર્ય એટલે ધમોપદેશક, જેના વડે તત્ત્વ વિધમાન છે તે વિધા - શ્રુત જ્ઞાન, ચરણ - ચારિત્ર. આ વિધા અને સાત્રિના પર્યાન્વગામી. વિઘાચરણના પારગવથી, તેના વડે નિવૃત્ત - મુક્તિરૂપ ફળ કહ્યું. તેથી તે અર્થમાં હું માહણ છું. જેવો તેમનો ઉપદેશ છે, તે પ્રમાણે હું સેવન કરું છું. આ પ્રમાણે જાણીને તેના ગુણ બહુમાનથી આકૃષ્ટ થઈ ક્ષત્રિય બોલ્યા - • સૂત્ર - ૫૮૨ - હે મહામુનિ ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન આ ચાર સ્થાનો વડે કેટલાંક તવ વેત્તા અસત્ય તત્ત્વને પ્રરૂપે છે. વિવેચન - ૫૮૨ - (અહીંવૃત્તિમાં જે વાદોનું દર્શન છે, તે અમારા નિર્ધારિત ક્ષેત્રની બહારનો વિષય હોવાથી છોડી દીધેલ છે, છતાં વિસ્તાર જાણવા સૂયગડાંગ સૂત્ર જેવું.) ક્રિયા - “છે' તે સ્વરૂપે. અક્રિયા - તેનાથી વિપરીત. વિનય - નમસ્કાર કરણ આદિ. જ્ઞાન - વસ્તુ તત્ત્વનો બોધ, તેનો અભાવ તે અજ્ઞાત. હે મહામુનિ! સમ્યક પ્રવજ્યા પ્રતિપત્તિ ગુરુ પરિચર્યાદિ કરણથી પ્રશંસાય છે. આ ક્રિયાદિ ચાર વડે જીવો કર્મવશ થઈ તેમાં રહે છે તેથી સ્થાન - મિથ્યા અધ્યવસાયના આધાર ભૂત, તેના વડે મપાય છે. જેના વડે જીવાદિ વસ્તુને તે જાણે છે, તેથી મેયજ્ઞ, ક્રિયાદિ ચાર સ્થાનો વડે સ્વ-સ્વ અભિપ્રાયથી કલ્પિત વસ્તુ તત્વ પરિચ્છેદી થઈ કુત્સિત પ્રકર્ષથી બોલે છે. ક્રિયાવાદી - “આત્મા છે તેમ માને છે. - x x x x- જે અક્રિયાવાદી છે તે અસિ' ક્રિયા વિશિષ્ટ આત્માને ઇચ્છતા નથી. - x x x x- ઇત્યાદિ.- X- - જે આવા નથી તે દેવલોક ગતિમાં અનેકવિધ કૃતધર્મનું આચરીને જાય છે. અહીં સત્વરૂપમારૂપ શ્રતધર્મ જ છે. તેથી હે આય! અસત્ પ્રરૂપણાના પરિહારથી સપ્રરૂપણાવાળા જ તમારે થવું જોઈએ. આ પાપકારીઓ કેવા છે? તે કહે છે - • સૂત્ર - ૫૮૫ - આ કિયાવાદી આદિનું કથન માયાપૂર્વક છે, તેથી મૃષા ભાષા છે, નિરર્થક છે. હું તેનાથી સંયમપૂર્વક રહું છું અને ચાલું છું. • વિવેચન - ૫૮૫ - શઠતાપૂર્વક બોલતા જે અનંતર ક્રિયાવાદીઓ છે, તેઓ મૃષાભાષા બોલે છે. તે વચન સખ્ય અભિધેય શૂન્ય છે. તેથી તેમની ઉક્તિ સાંભળવાથી હું ઉપરત થયેલ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૫૮૫ ૧૭૯ છું. વિશેષથી તેમના સ્થિરીકરણાર્થે કહે છે કે - તેમનાથી બચવા હું ઉપાશ્રયમાં રહું છુંઅને ગોચરચર્યાદિમાં જઉ છું. તો તમે તેમના વચનો સાંભળી કઈ રીતે સંયત રહેશો? - • સૂત્ર - ૫૮૬ - જે મિથ્યાષ્ટિ અને અનાર્ય છે, તે બધાં મારા જણેલા છે. હું પરલોકમાં રહેલાં એવા મને સારી રીતે જાણું છું. • વિવેચન - ૫૮૬ - બધાં જ તે ક્રિયાવાદીઓ મારા જાણેલા છે કે આ વિપરીતા - પરલોક આત્માદિ અપલાપિતા યુક્ત દૃષ્ટિ - બુદ્ધિવાળા, મિથ્યાષ્ટિ છે. તેથી જ અનાર્ય કર્મ પ્રવૃત્ત છે. તેમને આવા પ્રકારના કેમ જાણ્યા? અન્ય જન્મ વિધમાન હોવા છતાં આત્માને અવિપરીત જાણે છે. પણ પરલોકમાં આત્માના સભ્ય વેદનથી મેં આ પ્રમાણે જાણેલ છે. તેથી તેમના વચનો સાંભળીને હું સારી રીતે મને બચાવું છું. આત્માનો બીજા જન્મ કઈ રીતે જાણો છે? • સૂત્ર - ૫૮૭, ૫૮૮ - હું પહેલા માયાણ વિમાનામાં વર્ષ શતોપમ આયુવાળો યુતિમાન દેવ હતો. જેમ અહીં સો વર્ષનું આયુ પૂર્ણ મનાય છે, તેમ જ ત્યાં પલ્યોપમ અને સાગરોપમની દિવ્ય આયુ પૂર્ણ છે. - બ્રહ્મલોકનું આયુ પૂર્ણ કરીને હું મનુષ્ય ભવમાં આવેલ છું. હું જે રીતે મારી આયુને જાણું છું, તેમજ બીજાની આયુ પણ જાણું છું. • વિવેચન - પ૮૭, ૨૮૮ - હું પહેલાં મહાપ્રાણ નામના બ્રહ્મલોક વિમાનમાં દીપ્તિમાન અને વર્ષ શત જીવિતની ઉપમા જેવી છે તેવો દેવ હતો. જેમ અહીં ૧૦૦ વર્ષનું જીવન એ પરિપૂર્ણ આયુ કહેવાય છે, તેમ હું પણ ત્યાં પરિપૂર્ણ આયુવાળો હતો. જે તે પાલિ - જીવિત જળ ધારણાથી ભવસ્થિતિ, તે આગળ મહા શબ્દના ઉપાદાનથી અહીંપલ્યોપમ પ્રમામ અને સાગરોપમ પ્રમાણ કહેવાય છે. ઉત્કૃષ્ટથી પણ ત્યાં સાગરોપમ જ આયુ લેવાય છે. ઉત્સર્પિણી આદિથી નહીં - - - ત્યાં મારી મહાપાલી દિવ્ય ભવસ્થિતિ હતી. તે સ્થિતિના પરિપાલન પછી પાંચમાં કલ્પથી ચ્યવીને મનુષ્ય સંબંધી ભવમાં આવ્યો. આ તેનું જાતિ મરણ રૂપ અતિશય જ્ઞાન બતાવીને કહે છે. હું મારું અને બીજાનું આયુ પણ જાણું છું. અર્થાત્ જે પ્રકારે સ્થિતિ હોય, તે જ પ્રકારે પણ અન્યથા નહીં. આ રીતે પ્રસંગથી અને પરિતોષથી ન પૂછવા છતાં પણ સ્વ વૃત્તાંત જણાવીને ઉપદેશ અર્થે કહે છે - • સૂત્ર - ૫૮૯ - વિવિધ પ્રકારની રુચિ અને વિકલ્યોને તથા બધાં પ્રકારના અનર્થક વ્યાપારોને સંયતાત્મા મુનિ સર્વ પ્રકારે ત્યાગ કરે. આ તત્ત્વજ્ઞાન રૂપ વિધાનું લક્ષ્ય કરીને સંયમ માર્ગે સચરણ કરે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • વિવેચન - ૫૮૯ - વિવિધ પ્રકારની રચિ - ક્રિયાવાદી આદિ મત વિષયક ઇચ્છા, છંદ - સ્વમતિ કલિત અનેક અભિપ્રાય, તેનો સંયત મુનિ ત્યાગ કરે. તથા અનર્થ હેતુક જે સંપૂર્ણ હિંસા આદિ વિષયક હોય તેને પણ વર્ષે અથવા બધાં જ ક્ષેત્રાદિમાં નિપ્રયોજન જે વ્યાપાર, તેને પણ પરિવર્ષે. આવા પ્રકારની વિધા - સખ્ય જ્ઞાન રૂપનું લક્ષ્ય કરીને તમે સમ્યફ એવા સંયમ માર્ગે ચાલો. - બીજું - • સૂત્ર - ૫૦ - હું શુભાશુભસુચક પ્રશ્નોથી અને ગૃહસ્થોની મંત્રણાથી દૂર રહું છું. દિવસરાત માચરણમાં ઉધત રહું છું. આ જાણીને તમે પણ તપ આચરણ કરો. • વિવેચન - ૫૯૦ - પ્રતિક્રમામ- પ્રતિનિવર્તુછું. કોનાથી? શુભાશુભ સૂચક અંગુષ્ઠપ્રશ્નાદિથી અથવા બીજા પણ સાધિકરણોથી. ગૃહસ્થોના કાર્યોની આલોચનારૂપ મંત્રણાઓથી પણ. કેમકે તે અતિ સાવધ છે. જે સંયમ પ્રતિ ઉત્થાનવાનું છે તે ધર્મ પ્રતિ ઉધત છું, તે પણ ક્યારેક નહીં, રોજેરોજ. આ પ્રમાણે જાણીને તમે પણ તપમાં વિયરો. ફરી કહે છે - • સૂત્ર - પ૯૧ - જે તમે મને સમ્યફ શબ્દ ચિત્તથી કાળના વિષયમાં પૂછી રહ્યા છો, તેને સર્વજ્ઞ એ પ્રગટ કરેલ છે, તે જ્ઞાન જિનશાસનમાં છે. • વિવેચન - ૫૧ - જે મને કાળ- પ્રસ્તાવમાં અવિપરીત બોઘવાળા ચિત્તથી તમે પૂછો છો, તેને સૂત્ર પણાથી હું પ્રગટ કરીશ - પ્રતિપાદન કરીશ. બુદ્ધ એટલે વસ્તુ તત્વને જાણનાર, “હું કઈ રીતે જાણું છું?” તેથી કહે છે - જે કંઈ આ જગતમાં જ્ઞાન - યથાવિધ વસ્તુનો અવબોધપ્રચારાય છે. તે જિનશાસનમાં છે, તેમ જાણવું. હું ત્યાં રહેલો ચું, તેથી હું તે જાણું છું. તમે સભ્ય બુદ્ધ ચિત્તથી પૂછો છો. તેથી મેં પ્રસ્નોના ઉત્તરો આપ્યા છે. તેથી તમને જે ઇચ્છા હોય તે પૂછો, અથવા તે જ લક્ષ્ય કરીને જે કહેવાયું કે હું મારું અને બીજાનું આયુ જાણું છું. તેથી તેણે સંજય મુનિને પૂછ્યું કે મારું આયુ કેટલું છે? તેથી આણે કહ્યું કેજે તમે કાળવિષયમાં પૂછો છો, તે મેં પ્રતિપાદિત કરેલ છે. તે જ્ઞાન જિનશાસનમાં વિધમાન છે, પણ બીજા સુગતિ આદિ શાસનમાં નથી, તેથી જિનશાસનમાં જ યત્ન કરવો જોઈએ. તેથી જેમ હું જાણું છું, તેમ તમે પણ જાણો. - - - સૂત્ર - ૫૨ - ધીર પુરુષ ક્રિયામાં રુચિ રાખે અને ક્રિયાનો ત્યાગ કરે. સમ્યફ દષ્ટિથી દષ્ટિસંપન્ન થઈ તમે દુશ્ચર ધર્મનું આચરણ કરો. ક્રિયા - “જીવ છે” ઇત્યાદિ રૂપ કે સદનુષ્ઠાન રૂપ, રુચિ- તેવી તેવી ભાવનાથી જે જે પ્રકારે આ આત્મામાં રૂચિ જન્મ તેમ ધારણ કરે કોણ? થીર - મિથ્યાદષ્ટિથી Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૫૯૨ ૧૮૧ ક્ષોભિત નહીં તેવા તથા અક્રિયા - “આત્મા નથી' ઇત્યાદિ અથવા મિથ્યાષ્ટિથી પરિકલિત તેને અનુષ્ઠાનરૂપ, તેનો ત્યાગ કરે. સખ્યણું દર્શન રૂપના હેતુભૂતતાથી દષ્ટિસંપન્ન, એ પ્રમાણે સમ્ય દર્શન અને જ્ઞાન યુક્ત થઈને ચારિત્ર ધર્મનું સેવન કરો. કેમકે તે અત્યંત દુરનુષ્ઠય છે. ફરી ક્ષત્રિય મુનિ જ સંજય મુનિને મહાપુરુષોના ઉદાહરણથી સ્થિર કરવાને માટે કહે છે - • સૂત્ર - ૫૯૩ થી ૧૦ - (૫૯૩) અર્થ અને ધર્મથી ઉપશોભિત આ પુન્ય પદને સાંભળીને ભરત ચક્રવર્તી ભારતવર્ષ અને કામભોગોનો ત્યાગ કરી પ્રાજિત થયા. (૫૯૪) નરાધિપ સાગર ચક્રવર્તી સાગરપર્યન્ત ભારતવર્ષ અને પૂર્ણ ઐશ્વર્યાને છોડીને સંયમ સાધનાથી પરિનિવાણને પ્રાપ્ત થયા. (૧૯૫) મહાન ઋદ્ધિ સંપન્ન, મહા યશસ્વી મધવા ચક્રવતીએ ભારતવર્ષનો ત્યાગ કરીને પ્રવજ્યા સ્વીકારી. (૫૯૬) મા ગાદ્ધિ સંપન્ન, મનુષ્યજ સનસ્કુમાર ચક્રવતીએ પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તપનું આચરણ કર્યું. (૫૯૭) મહદ્ધિક અને લોકમાં શાંતિ કરનાર શાંતિ ચક્રવર્તી એ ભારતવર્ષને છોડીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. (૫૯૮) ડાકુ કુળના રાજાઓમાં શ્રેષ્ઠ નારેશ્વર, વિખ્યાતકીર્તિ, ધૃતિમાન ક્યુ એ અનુત્તર ગતિને પ્રાપ્ત કરી. (૫૯૯) સાગર પર્યન્ત ભારતવર્ષનો ત્યાગ કરીને, કમરજને દૂર કરીને નરેશ્વરોમાં શ્રેષ્ઠ આર (નાથે) અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. (૬૦૦) ભારતવર્ષનો ત્યાગ કરીને, ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ ચક્રવર્તીએ તપનું આચરણ કર્યું. (૬૦૧) શત્રુઓના માનનું મર્દન કરનાર હરિર્ષણ ચક્રવતીએ પૃથ્વી ઉપર એક છત્ર શાસન કરીને પછી અનુત્તરગતિ પ્રાપ્ત કરી. (૬૦૨) હજાર રાજાઓની સાથે શ્રેષ્ઠ ત્યાગી જય ચક્રવત એ રાજ્યનો પરિત્યાગ કરી જિનભાષિત સંયમને આવરીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. (૬૦૩) સાક્ષાત દેવેન્દ્રથી પ્રેરિત થઈને દશાણભદ્ર રાજાએ પોતાના બધાં પ્રકારની પ્રમુદિત દશાર્ણ રાજ્યને છોડીને પ્રવજ્યા લીધી અને મુનિ ધર્મનું આચરણ કર્યું. (૬૦૪) સાક્ષાત દેવેન્દ્રથી પ્રેરિત થઈને પણ વિદેહરાજ નમિ શ્રામગ્ર ધર્મમાં સમ્યફ સ્થિર રહ્યા અને પોતાને અતિ વિનમ્ર બનાવ્યા. (૬૦) કલિંગમાં કર કંડુ, પાંચાલમાં દ્વિમુખ, વિદેહમાં નમિ રાજ અને ગાંધામાં નગ્નતિ.... (એ બધાં) Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર (૬૦૬) રાજાઓમાં વૃષભ સમાન હતા. તેઓએ પોતપોતાના પુત્રોને રાજ્યમાં સ્થાપિત કરીને ગ્રામય ધર્મ સ્વીકાર કર્યો. (૬૦૭) સૌવીર રાજાઓમાં વૃષભ સમાન ઉદાયણ રાજાએ રાજ્યનો ત્યાગ કરી, પ્રજ્ઞા લીધી, મુનિ ધર્મ વિચર્યા, અનુત્તરગતિ પામ્યા. (૬૦૮) આ પ્રકારે શ્રેય અને સત્યમાં પરાક્રમશીલ કાશી રાજાઓ કામ ભોગોનો પરિત્યાગ કરી, કર્મ રૂપી મહાવનનો નાશ કર્યો. (૬૦૯) તે જ પ્રમાણે અમરકીર્તિ, મહાયશસ્વી વિજય રાજાએ ગુણસમૃદ્ધ રાજ્યને છોડીને પ્રજ્ઞા લીધી. (૬૧૦) તે પ્રમાણે જ અનાકુળ ચિત્તથી ઉગ્ર તપશ્ચર્યા કરીને રાજર્ષિ મહાબલે અહંકારનું વિસર્જન કરી, સિદ્ધિરૂપ ઉચ્ચપદ પ્રાપ્ત કર્યું. • વિવેચન - ૫૯૩ થી ૬૧૦ - અહીં સત્તર સૂત્રો છે. અનંતરોક્ત પુન્યના હેતપણાથી પુન્ય, તેના વડે જે અર્થ જણાય કે, તે પુન્ય પદ અથવા પુન્યનું સ્થાન તે પુચ પદ - ક્રિયા આદિ વાદિ સ્વરૂપ વિવિધ રુચિ પરિવર્જનાદિ આવેદક શબ્દ સંદર્ભ સાંભળીને, અર્થ કરાય તે અર્થ - સ્વર્ગ, અપવગદિ. ધર્મ - તેના ઉપાય રૂપ શ્રતધર્માદિ, તેના વડે ઉપશોભિત એવા ભરત નામના ચક્રવર્તી ભરત વર્ષ ક્ષેત્રનો ત્યાગ કરીને, વિષયોને છોડીને દીક્ષા લીધી. સગર ચક્રવર્તીએ પણ આદિ બધું સ્પષ્ટ છે. વિશેષ આ સમુદ્ર પર્યન્ત ત્રણ દિશા, અન્યત્ર હિમવતુ પર્યન્ત, ઐશ્વર્ય - આજ્ઞા ઐશ્વર્યાદિ, કેવલ- પરિપૂર્ણ કે અનન્ય સાધારણ થયા - સંયમ વડે પરિ નિવૃત્ત - અહીં જ કષાયરૂપી અગ્નિને શીતીભૂત કે મુક્ત કરીને. અર - અર નામક તીર્થકર ચક્રવર્તી, રત કે જના અભાવ રૂપ અરત કે અરજ અથવા શૃંગારાદિ રસના અભાવથી અરસ થઈ મુક્તિમાં ગયા. ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ્મ નામે ચક્રવર્તીએ આચર્યો. એક છત્ર - રાજ ચિહ્ન જેને છે તે અર્થાત્ અવિધમાન બીજો સજા. તે પૃથ્વીને વશીકૃત કરીને, અહંકારનો વિનાશ કરીને મનુષ્યન્દ્ર અર્થાત ચક્વર્તી. શોભન પ્રકારથી રાજ્યાદિનો પરિત્યાગ કરવાના સ્વભાવવાળા- સુપરિત્યાગી. જિનવરે કહેલ અચારીત ચરીને જય ચક્રી અનુત્તરગતિને પામ્યો. દશાર્ણ નામે દેશ, તેનો અધિપતિ, સર્વ ઉપદ્રવ રહિત અને પ્રમોદવાન રાજ્યને ત્યજીને, અપ્રતિબદ્ધવિહારપણાથી વિચર્યો, સાક્ષાત શકએ અધિક વિભૂતિ દર્શન વડે તેને ધર્મ પ્રતિ પ્રેરિત કરેલો હતો. શ્રામસ્ય - શ્રમણ ભાવમાં પૃપસ્થિતા - તે અનુષ્ઠાન પ્રતિ ઉધત થયો. તથા સૌવીરમાં રજવૃષભ - તે કાળો વર્તતા રાજામાં પ્રધાન, રાજ્યનો ત્યાગ કરીને. મુનિ - ત્રિકાળ અવસ્થા વેદી થઈને ચરે. તે કોણ? ઉદાયન નામે હતો તે પ્રવજિત થયો. મુનિધર્મનું આચરણ કરીને અનુત્તર ગતિને પામ્યો. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૫૯૩ થી ૬૧૦ ૧૮૩ તે જ પ્રકારે કાશી મંડલાધિપતિ, અતિપ્રશસ્ય સંયમમાં જેમનું પરાક્રમ - સામર્થ્ય છે, તે સત્યપરાક્રમી થઈને તે કર્મ મહાવનને બાળી નાંખ્યું. તે પ્રમાણે વિજય નામે આર્તધ્યાન રહિત, દીન અને અનાથાદિને દાન દેવાથી પ્રાપ્ત કીર્તિ અથવા સકલદોષ રહિતતાથી અબાધિત કીર્તિ જેની છે, તે અનાd કીર્તિ. આજ્ઞા - આગમ. - x- - તથા વિધા આકૃતિ અર્થાત મુનિવેશ રૂપ જેમાં છે તે. ગુણ સમૃદ્ધ એવા તે રાજાએ દીક્ષા લીધી. - તથા મસ્તક માટે મસ્તક આપીને અર્થાત જીવિતથી નિરપેક્ષ થઈને સર્વ જગતના ઉપરિવર્તિપણાથી મોક્ષ. અહીં “શિરશ્રિ' એટલે કેવલ લક્ષ્મી. આ મહાપુરુષોના ઉદાહરણો વડે જ્ઞાનપૂર્વક ક્રિયાનું માહાભ્ય બતાવીને ઉપદેશ આપવાને માટે કહે છે - • સૂત્ર - ૬૧૧ - આ ભરત આદિ સૂર અને ઢ પરાક્રમી રાજાઓએ જિનશાસનમાં વિશેષતા જોઈને જ તેનો સ્વીકાર કર્યો હતો. તેથી અહેવાદોથી પ્રેરિત થઈને હવે કોઈ કઈ રીતે ઉન્મત્ત વતુ પૂedી ઉપર વિચરણ કરે? • વિવેચન - ૬૧૧ - કયા પ્રકારે ધીર ક્રિયાવાદી આદિ પરિકલ્પિત કુહેતુ વડે ઉન્મતની માફક તાત્ત્વિક વસ્તુનો અપલાપ કરીને જેમ-તેમ બોલવા વડે પૃથ્વી ઉપર ભ્રમણ કરે અર્થાત્ ન કરે. શા માટે? જે અનંતર કહેલ ભરત આદિને વિશેષથી જાણીને જિનશાસનને ગ્રહણ કરીને મનમાં અવધારીને ગૂઢ અને દઢપરાક્રમી આનો જ આશ્રય કરે. અર્થાત્ જે પ્રકારે આ મહાત્માઓએ કુવાદી કલ્પિત દર્શનનો પરિહાર કરીને જિનશાસનને વિશેષ ગ્રહણ કરીને નિશ્ચિત થયા, તેમ તમારે પણ ધીરતાપૂર્વક આમાં જ નિશ્ચિત ચિત્તને ધારણ કરવું. • સૂત્ર - ૬૧૨ - મેં આ અત્યંત યુક્તિ સંગત સત્ય વાણી કહી છે. તેને સ્વીકારીને અનેક જીવો સંસારનો પાર પામ્યા, પામે છે અને ભાવિમાં પણ પામશે. • વિવેચન - ૧૨ - અતિશય નિદાન - કારણો વડે, શો અર્થ છે? હેતુ વડે પણ પરપ્રત્યયથી નહીં. ક્ષમા - યુક્ત તે અત્યંત નિદાન ક્ષમ અથવા નિદાન - કર્મકાલ શોધવા તે, તેમાં સમર્થ, સંપૂર્ણ સત્ય મેં કહેલ છે, તે વાણી-જિનશાસનના જ આશ્રયણીય રૂપ છે. તેને અંગીકાર કરીને કેટલાંયે જીવો તરી ગયા છે. હાલ પણ બીજા ક્ષેત્રોની અપેક્ષાએ પાર પામી રહ્યા છે, તથા ભાવિમાં પણ ભવસમુદ્રને તરી જશે. -૦- જો એમ છે તો....... • સૂત્ર - ૬૧૩ - વીર સાધક એકાંતવાદી અહેતુવાદોમાં પોતાને કઈ રીતે જે જે સર્વ અંગોથી વિનિમુક્ત છે, તે જ કર્મરજથી રહિત થઈને સિદ્ધ થાય છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ તેમ હું કહું છું. • વિવેચન - ૬૧૩ - કઈ રીતે ધીર અહેતુને ગ્રહણ કરીને, ક્રિયાતિવાદી મતમાં સર્વ પ્રકારે વસે? તેમાં અભિનિવિષ્ટ ન થાય. અહેતુ વડે આત્માનો નિવાસ ન જ કરે. આમ ન કરવાનું ફળ શું? નિરવશેષ - સંપૂર્ણ પણે જીવો કર્મોથી બંધાય છે. દ્રવ્યથી કર્મ દલિકો બંધાય અને ભાવથી મિથ્યાત્વરૂપ બાંધે. તેથી આવા ક્રિયા આદિ વાદોથી વિરહિત થઈ, સર્વે સંગથી વિમુક્ત થઈને તે જરહિત થયેલાઓ સિદ્ધ થાય છે. આના વડે ઉક્ત હેતુના પરિહારથી સમ્યગ્ર જ્ઞાન હેતુપણાથી સિદ્ધત્વ રૂ૫ ફળ કહ્યું. આ પ્રમાણે સંજયમુનિ અનુશાસિત કરીને તે ક્ષત્રિયમુનિ વિવક્ષિત સ્થાને ગયા. સંજયમુનિની વક્તવ્યના નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૦૫ + વિવેચન - ઘણા વર્ષો તપ અને ચાત્રિ આરાધના કરીને રાગાદિ કલેશોને દૂર કરીને, તે સ્થાનને સંપ્રાપ્ત થયા, જે સંપ્રાપ્ત થતાં કોઈ શોક રહેતો નથી. મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૧૮નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #186 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૯ ભૂમિકા ૧૮૫ છે અધ્યયન - ૧૯ - “મૃગાપુત્રીય” છે 0 અઢારમું અધ્યયન કહ્યું, હવે ઓગણીસમું કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં ભોગ ઋદ્ધિનો ત્યાગ કહ્યો. તેનાથી શ્રામાણ્ય જન્મે છે, તે અતિકર્મતાથી પ્રશસ્યતર થાય છે. તેથી અપ્રતિકર્મતા કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના - *- નામ નિષ્પન્ન નિક્ષેપમાં મૃગાપુત્રીચ નામથી મૃગાના પુત્રનો નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૦૬ થી ૪૦૮ + વિવેચન - મૃગાનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યનિક્ષેપ બે ભેદે છે. નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ત્રણ ભેદે છે. મૃગાના આયુ અને નામ ગોત્રને વેદતા તે ભાવમૃગા થાય. એ પ્રમાણે પુત્રનો પણ નિક્ષેપો જાણવો. બધું જ પૂર્વવત્ કહેવું. વિશેષ એ કે આલાવો મૃગાનો જાણવો. નામ નિયુક્તિ કહે છે - • નિર્યુક્તિ - ૪૦૯ - વિવેચન મૃગા નામે અગ્રમહિષી હતી. તેનો પુત્ર તે મૃગાદેવી પુત્ર “બલશ્રી” નામે ઉત્પન્ન થયો. તેથી મૃગાપુત્રીય નામક, “મૃગા' શબ્દથી મૃગાદેવી ઉક્ત આ અધ્યયન છે. તેમ જાણવું. નામ નિષ્પન્ન નિક્ષેપ કહો. - - હવે સૂત્ર કહે છે - , • સૂત્ર - ૬૧૪ થી ૬૧૭ - (૬૧૪) કાનન અને ઉધાનોથી સુશોભિત “સુગ્રીવ’ નામના રમ નગરમાં બલભદ્ર રાજ હતો. મૃગા પટ્ટરાણી હતી. (૬૧) તેમને બલી નામે પુત્ર હતો. તે મુગાબ નામે પ્રસિદ્ધ હતો. તે માતા-પિતાને પય હતો. યુવરાજ અને દમીશ્વર હતો. (૬૧) પ્રસન્ન ચિત્તથી તે સદા નદન પ્રાસાદમાં દોસુંદર દેવોની માફક (પોતાની) સ્ત્રીઓ સાથે ક્રીડા કરતો હતો. (૬૧૭) કોઈ દિવસે મૃગાપુત્ર મણિ અને રત્નોથી જડિત કુષ્ટિમ તલવાળા પ્રાસાદના ગવાક્ષમાં ઉભો હતો. નગરના ચતુષ્ઠાદિ જઈ રહ્યો હતો. • વિવેચન - ૬૧૪ થી ૬૧૭ - સુગ્રીવ નામના નગર, જે રમણીય કાનન - મોટા વૃક્ષો આશ્રિત વનો વડે, ઉધાનો વડે શોભતું હતું. ત્યાં બલભદ્ર નામનો રાજા હતો. મૃગા નામે તેની અગ્રમહિષી - પ્રધાનપત્ની હતી. તેઓને એક પુત્ર હતો, તેનું બલશ્રી' નામ હતું. તે માતાપિતાએ રાખેલ હતું, લોકમાં તેનું નામ “મૃગાપુત્ર” વિખ્યાત હતું તે તેના માતા-પિતાને વલ્લભ હતો. યુવરાજ રૂપે તેનો અભિષેક કરેલો હતો. દમન - શત્રુઓનું દમન કરનારો હતો. પ્રભુર્દમીશ્વર હતો અથવા સહજ ઉપશમ ભાવથી ઇશ્વર તે દમીશ્વર, આ ભાવિકાળની અપેક્ષાએ છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ તે નાંદન - લક્ષણયુક્તતાથી સમૃદ્ધિજનક એવા પ્રાસાદમાં તે પ્રમાદાઓ સાથે વિલાસ કરતો હતો. કોની જેમ? દોગંદગ દેવની જેમ. આ દેવો તેત્રીશ હોય છે, તેઓ નિત્ય ભોગ પરાયણ, સદા હર્ષિત ચિત્ત હોય છે તે એ પ્રમાણે ક્રીડા કરતા કદાચિત વિશિષ્ટ મહાગ્યવાળા ચંદ્રકાંતાદિ મણીઓ અને ગોમેયક આદિ રત્નોથી યુક્ત કુટ્ટિમતલ જેમાં છે, તેવા પ્રાસાદમાં જ્યાંથી દિશાઓનું આલોકન થાય તેવા ગવાક્ષમાં અર્થાત સર્વથી ઉપર રહેલી ચતુરિકા રૂપમાં બેઠા બેઠા કુતૂહલથી જોઈ રહ્યો હતો. શું જોઈ રહ્યો હતો? તે સુગ્રીવ નગરના ચતુષ્ક, મિક, ચત્વરોનું પછી શું થયું? • સૂત્ર - ૧૮ થી ૬૨૨ (૬૧૮) મૃગાપુત્રએ ત્યાં રાજપથ ઉપર જતાં એવા તપ, નિયમ અને સંયમ ઘર, શીલ સમૃદ્ધ, ગુણોની ખાણ એક સંત શ્રમણને જયા. (૧૯) મૃગાપુત્ર તે મુનિને અનિમેષ દષ્ટિથી જુએ છે અને વિચારે છે કે - હું માનું છું કે આવું રૂપ મેં આની પહેલાં પણ ક્યાંક જોયેલ છે. (૬૨૦) સાધુનું દર્શન તથા ત્યારપછી શોભન અધ્યવસાય થતાં, ઉહાપોહ કરતાં મોહમ્રામ મૃગાપુત્રને જતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. (૬૨૧) સંHિજ્ઞાન સમુત્પન્ન થતાં તે પૂર્વ જાતિનું સ્મરણ કરે છે. - દેવલોકથી અવીને હું મનુષ્યભવમાં આવેલ છું. (૬૨) જતિ સ્મરણ ઉત્પન્ન થતાં મહર્તિક મૃગાપુત્ર પોતાની પૂર્વજાતિ અને પૂર્વ આચરિત બ્રામણયનું સ્મરણ કરે છે. • વિવેચન - ૬૧૮ થી ૬૨૨ - ત્યાર પછી તે ચતુક, ત્રિક, ચત્વરમાં સંયત શ્રમણને જતાં જુએ છે. અહીં શ્રમણ તો શાક્યાદિ પણ હોય. તેથી સંયત શબ્દનું ગ્રહણ કર્યું તપ- અનશન આદિ, નિયમ - દ્રવ્યાદિ અભિગ્રહ રૂપ અને સંયમને ધારણ કરનાર, તેથી જ શીલ ૧૮૦૦૦ શીલાંગ રૂ૫, તેનાથી પરિપૂર્ણ. તેથી એ પ્રમાણે જ્ઞાનાદિ ગુણોની ખાણ સમાન હતા. તે શ્રમણ સંયતને જોઈને મૃગાપુત્ર ને થયું કે આવા પ્રકારનો આકાર મેંપૂર્વે ક્યાંક જોયેલ છે. પૂર્વે પૂર્વજન્મમાં બાકી સ્પષ્ટ છે. વિશેષ એ કે- અધ્યવસાન એટલે અંતઃકરણના પરિણામ, શોભન - ક્ષાયોપથમિક ભાવ વર્તી, મોહ - મેં આવું ક્યાં જોયું છે? અતિ ચિંતાથી ચિત્ત સંઘ જ મૂછ રૂપને પ્રાપ્ત થયા તથા પૌરાણિક જન્મ અને જન્માંતરમાં અનુષ્ઠિત શ્રમણભાવનું સ્મરણ થયું. આને જ અતિસ્પષ્ટતા હેતુથી કહેવા માટે નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૧૦ થી ૪૧૬ + વિવેચન - સુગ્રીવનગરમાં બલભદ્ર નામે રાજા હતો, તેની અગ્રમહિષી મૃગાવતી નામે હતી. તે બંનેનો પુત્ર “બલશ્રી' નામે હતો. તે ધીમાન, વજષભ સંઘયણી, યુવરાજ, Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૯/૬૧૮, ૬૨૨ ૧૮૭૩ ચરમ ભવધારી હતો. તે રમ્ય એવા નંદન નામક પ્રાસાદમાં નંદિત થતાં હૃદયથી પ્રમદાઓની સાથે દોગક દેવની માફક ક્રીડા કરતો હતો. તેમાં કોઈ દિવસે પ્રાસાદતલ ઉપર રહેલા તેણે નગરના માર્ગ ઉપર ગુણ સમગ્ર એવા મુનિને જોયા. રાજપથ ઉપર જતાં તે સંયત શ્રમણને જોયા, જે તપ-નિયમ-સંયમના ધારક, શ્રુતસાગરના પારગ અને ધીર હતા. ત્યારે તે રાજપુત્રને શ્રમણને અનિમેષ દૃષ્ટિથી જોતો વિચારે છે કે - મેં પૂર્વ જન્મમાં આવું રૂપ ક્યાંક જોયું છે. એ પ્રમાણે અનુચિંતન કરતાં ત્યાં જ સંજ્ઞિજ્ઞાન ઉત્પન્ન થયું. મેં પણ પૂર્વ ભવમાં આવું શ્રામણ્ય પાળેલ છે, તે જાણ્યું. ગાથાર્થ કહ્યો. વિશેષ એ કે ધૃતિમાન્ય્ - ચિત્ત સ્વાસ્થ્યવાળા, ચરમ ભવધારી - પર્યન્ત જન્મવર્તી, ઉલ્લંદમાણ - પ્રબળતાથી આનંદને પામતા મનવાળો, રુન્દ - વિસ્તીર્ણ, ગુણ - ઋજુત્વ, સમત્વ આદિ, સમગ્ર - પરિપૂર્ણ આ બધાં વડે ભાવભિક્ષુત્વ બતાવ્યું - જાતિ સ્મરણ થયા પછી શું કર્યું? X = X - - • સૂત્ર - ૬૨૩ ' વિષયોથી વિરક્ત અને સંયમમાં અનુરક્ત મૃગાપુત્રએ માતાપિતાની સમીપ આવીને આ પ્રમાણે કહ્યું - ૦ વિવેચન - ૬૨૩ વિષય - મનોજ્ઞ શબ્દાદિમાં આસક્તિ ન કરતાં, સંયમમાં રક્ત થઈને માતાપિતા પાસે આવીને હવે કહેવાનાર આ વચનો કહ્યા - - - ૦ સૂત્ર - ૬૨૪ મેં પાંચ મહાવ્રતોને સાંભળેલા છે, નરક અને તિર્યંચ યોનિમાં દુઃખ છે. હું સંસાર રૂપ સાગરથી નિર્વિર્ણ થઈ ગયો છુ. હું પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. હે માતા! મને અનુજ્ઞા આપો. • વિવેચન ૬૪ અન્ય જન્મમાં મેં સાંભળેલ છે, હિંસા વિરમણ આદિ પાંચ સંખ્યક મહાવ્રતો છે. તથા નરકમાં અસાતા છે, તે અહીં જ કહેવાશે. તિર્યંચ યોનિમાં પણ દુઃખ છે, ઉપલક્ષણથી દેવ અને મનુષ્ય ભવમાં પણ દુઃખ છે. તેથી શું? તે કહે છે - હવે હું અભિલાષથી પ્રતિનિવૃત્ત થયેલો છું. શેનાથી? સંસારરૂપ મહાસમુદ્રથી. જો એમ છે, તેથી મને અનુમતિ આપો. કે હું પ્રવ્રજ્યા લઈશ. અમ્મા - પૂજ્યતરત્વથી અને વિશિષ્ટ પ્રતિબંધપણાથી માતાને આમંત્રણ છે. જેથી ભવિષ્યનું દુઃખ ન આવે અથવા તે દુઃખ આવે તો તેને પ્રતિકાર કરવા કહ્યું. હું તો ઉભયથી વિજ્ઞ છું. તો શા માટે દુઃખ પ્રતીકારના ઉપાય રૂપ મહાવત રૂપ પ્રવજ્યાને સ્વીકારીશ. આ જ અર્થને નિર્યુક્તિકાર કહે છે નિયુક્તિ - ૪૧૭ + વિવેચન . B તે મૃગાપુત્ર બોધિલાભ - જિનધર્મ પ્રાપ્તિરૂપને પામીને, માતા-પિતાના પગે વંદન કરીને કહે છે - આ આત્માને મુક્ત કરાવવાની મને અભિલાષા છે. તેને માટે હું Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ શ્રમણત્વ - પ્રવજ્યાને સ્વીકારીશ. ત્યારે તેના માતા-પિતાએ તેને ભોગને માટે ઉપ નિમંત્રણ કરવાના અભિપ્રાયથી જે કહ્યું, તે સૂત્રકાર કહે છે - • સૂત્ર - ૬૨૫ થી ૬૨૭ - (૬૨૫) હે માતાપિતા! હું ભોગો ભોગવી ચૂક્યો છુ, તે વિષફળ સમાન, પછી કટુવિપાકવાળા અને નિરંતર દુઃખ દેનારા છે. (૬૨૬) આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિથી ઉત્પન્ન છે, આ આવાસ અશાશ્વત છે. તથા દુઃખ અને કલેશનું ભાજન છે. (૬૨૭) આ શરીરને પહેલાં કે પછી છોડવાનું જ છે. તે પરપોટાની સમાન છે, તેથી તેમાં મને આનંદ પ્રાપ્ત થતો નથી. ૭ વિવેચન - ૬૨૫ થી ૬૨૭ ૧૮૮ ત્રણે સૂત્રોનો અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે - વિષ એટલે વિષવૃક્ષ, તેના ફળ તે વિષફળ, તેની ઉપમાથી કહે છે, પાછળથી કટુ છે. તેનો વિપાક અનિષ્ટપણે છે, આરંભે જ મધુર દેખાય છે. અનવચ્છિન્ન દુઃખદાયી છે. જેમ વિષફળ આરંભે સ્વાદિષ્ટ પણ પછીના કાળે મધુર અને કટુવિપાકના સાતત્યથી દુઃખને લાવનાર છે. આ કામ સ્પર્શ પ્રધાન છે, સ્પર્શ શરીરને આશ્રીને છે. શરીર અનિત્ય છે. સ્વાભાવિક શૌચ રહિત છે. તે અશુચિરૂપ શુદ્ર અને શોણિતથી ઉત્પન્ન છે. તે કથંચિત્ રહેવા છતાં જીવનું અવસ્થાન તેમાં અનિત્ય છે. આના વડે અતીવ અસારત્વાવેશ સૂચવ્યો. દુઃખ - અશાતા, તેનો હેતુ તે કલેશ - જવરાદિ રોગોનું સ્થાન છે. તે કારણે મને તેમાં રતિ પ્રાપ્ત થતી નથી. શરીરના આશ્રયપણે હોવાથી ભોગમાં પણ રતિ નથી. શરીરનું અશાશ્વતત્વ એ છે કે - તે પહેલાં કે પછી ત્યાજ્ય જ છે. પછી વૃદ્ધાવસ્થામાં અને પૂર્વે બાલ્યાદિમાં ભોગે ત્યજે છે. આયુ ક્ષય થતાં અવશ્ય ત્યાજ્ય છે. વળી શરીર ક્ષણમાં દૃષ્ટ-નષ્ટ પણે છે. આના વડે અશાશ્વતત્વ કહ્યું. એ પ્રમાણે ભોગ નિયંત્રણનો પરિહાસ કરીને હવે સંસારના નિર્વેદનો હેતુ કહે છે • સૂત્ર - ૬૨૮ થી ૬૩૧ (૬૨૮) વ્યાધિ અને રોગોનું ઘર તથા જરા ને મરણથી ગ્રસ્ત આ સાર મનુષ્ય શરીરમાં એક ક્ષણ પણ મને સુખ મળતું નથી. (૬૨૯) જન્મ દુઃખ છે, જરા દુઃખ છે. રોગ દુઃખ છે. મરણ દુઃખ છે. અહો! સંસાર જ દુઃખ રૂપ છે, જ્યાં જીવ કલેશ પામે છે. (૬૩૦) ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, પુત્ર, સ્ત્રી, બંધુજન અને આ શરીરને છોડીને એક દિવસ વિવશ થઈને મારે ચાલ્યું જવાનું છે. - · (૬૩૧) જેમ વિષ રૂપ કિંપાક ફળોનું પરિણામ સુંદર હોતું નથી તેમ ભોગવેલા ભોગોનું પરિણામ પણ સુંદર હોતું નથી. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૨૮ થી ૬૩૧ ૧૮૯ • વિવેચન - ૬૨૮ થી ૬૩૧ - ચારે સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ - વ્યાધિ - અતિ બાધાહેતુ કુષ્ઠ આદિ. રોગ - વર આદિ - - આના વડે માનુષત્વથી અસારતા કહી. તેમાં ક્ષણ માટે પણ અભિરતિ પામતો નથી. આ પ્રમાણે મનુષ્ય ભવના અનુભૂય માનવથી નિર્વેદનો હેતુ કહીને ચાગતિક સંસારને કહે છે • જન્માદિના નિબંધનથી સંસાર જ દુઃખ હેતુક છે. આ ચાર ગતિક સંસારમાં જન્માદિ દુઃખથી જીવો બાધા અનુભવે છે. એ રીતે સંસારનો દુ:ખ હેતુત્વ કર્યું. ઇષ્ટ વિયોગ અને અશરણત્વને સંસારના નિર્વેદ હેતુ કહ્યા. - xઉપસંહાર સૂત્રથી ઉદાહરણ દ્વાર વડે ભોગની દુરંતતા જ નિર્વેદનો હેતુ કહો. તે કહીને બે દાંતથી સ્વાભિપ્રાય પ્રગટ કરે છે - • સૂત્ર - ૬૩૨ થી ૬3૭ - (૩ર) જે વ્યક્તિ પાથેય લીધા વિના લાંબા માર્ગે ચાલી નીકળે છે તે ચાલતો ચાલતો ભૂખ અને તરસથી પીડાય છે. (૬૩૩) એ પ્રમાણે જે ધર્મ કર્યા વિના પરભવમાં જાય, તે વ્યાધિ ને રોગથી પીડાઈને દુ:ખી થાય છે. (૬૩) જે પાથેય સાથે લઈને લાંબા ગાળે જાય છે, તે ચાલતા ચાલતા ભૂખ - તરસના દુ:ખ રહિત સુખી થાય છે. (૬૩) આ પ્રમાણે જે ધર્મ કરીને પરભવમાં જાય છે, તે અત્યકર્મી વેદનાથી રહિત સુખી થાય છે. (૬૩૬) જેમ ઘર બળી જતાં ગૃહસ્વામી સાર વસ્તુ લઈ લે છે અને સાર છોડી દે છે. તે પ્રકારે આપની અનુમતિથી જરા-મરણથી બળતા આ લોકમાંથી સારભૂત ટોળી મારા આત્માને બહાર લઈ જઈશ. • વિવેચન - ૬૩ર થી ૬૩૭ - છ એ સૂત્રો પ્રગટાર્થ જ છે. અહીં પહેલાં સૂત્રમાં દૃષ્ટાંત કહેલ છે. અહીં માર્ગમાં જેને પાથેય - શંબલ જેને વિધમાન નથી તે “અપાથેય' અહીં ભુખ - તરસની પીડા તે દુઃખીપણાનો હેતુ છે. બીજા સૂત્રમાં દષ્ટિતિક બતાવે છે. તેવ્યાધિ અને રોગનું પીડિતત્વ અહીં દુઃખીત્વના નિમિત્તો છે, ઉપલક્ષણથી દારિદ્ઘ પણ લેવું. પછીના બે સૂત્રમાં આનાથી વ્યતિરેક સુખીત્વના હેતુ કહ્યાં છે. ઘર્મ- પાપવિરતિરૂપ થાય છે. સુખીત્વમાં અલ્પકર્મત અને અવેદનત્વ હેતુ છે. તેથી પાપને વેદના રૂપે ગ્રહણ કરેલ છે. આના વડે ધર્મ અને અધર્મ કરવા - ન કરવાના ગુણ-દોષ દર્શનથી ધર્મ કરવાનો અભિપ્રાય પ્રગટ કર્યો છે. જે પછીના બે સૂત્રોથી દઢ કર્યો છે. જેમ મહામૂલ્ય વગાદિ કાઢી લે છે અને જીર્ણ વસ્ત્રાદિ અસાર વસ્તુનો ત્યાગ કરે છે એ પ્રમાણે જગત પણ બળી રહ્યું છે. તેથી સારરૂપ આત્માને જરા મરણથી પ્રદીપ્ત લોકની પાર લઈ જઈશ. અસાર એવા કામ ભોગોનો ત્યાગ કરીશ. આના વડે ધર્મકરણમાં વિલંબનું અસહ્ય કહ્યું. તમારે બંનેએ પણ અનુમતિ આપવી જોઈએ. આવું કહેતા - Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર ૬૩૮ થી ૬૫૭ - (૬૩૮) ત્યારે માતા-પિતાએ તેને કહ્યું - હે પુત્ર! શ્રામણ્ય અતિ દુષ્કર છે. ભિક્ષુને હજારો ગુણો ધારણ કરવાના હોય છે. (૬૩૯) જગતમાં શત્રુ અને મિત્ર પ્રતિ, સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવાનો છે. જીવન પર્યન્ત પ્રાણાતિપાત વિરતિ ઘણી દુષ્કર છે. (૬૪૦) સદા અપ્રમત્ત ભાવે મૃષાવાદનો ત્યાગ કરવો, નિત્ય ઉપયોગપૂર્વક હિતકારી સત્ય બોલવું ઘણું દુષ્કર છે. (૬૪૧) દંત શોધનાદિ પણ કોઈના આપ્યા વિના ન લેવું, પ્રદત્ત પણ અનવધ અને એષણીય જ લેવું દુષ્કર છે. (૬૪૨) કામ ભોગોના રસથી પરિચિતને અબ્રહ્મચર્યથી વિરતિ અને ઉગ્ર મહાવ્રત બ્રહ્મચર્યનું ધારણ કરવું દુષ્કર છે. (૬૪૩) ધન ધાન્ય પ્રેષ્યવર્ગ આદિ પરિગ્રહનો ત્યાગ તથા બધાં જ આરંભ અને મમત્વનો ત્યાગ પણ ઘણો દુષ્કર થાય છે. (૬૪૪) ચારે પ્રકારનો આહાર રાત્રિમાં છોડવો અને સંનિધિ સંચય છોડવો ઘણો દુષ્કર છે. (૬૪૫) ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ - મચ્છરોનું કષ્ટ, આક્રોશ વચન, દુઃખ શય્યા, હિણ સ્પર્શ અને મેલ, (૬૪૬) તાડન, તર્જના, વધ, બંધન, ભિક્ષા ચર્ચાય, યાચના, અલાભ પરીષહો સહેવા દુષ્કર છે. (૬૪૭) આ કાપોતી વૃત્તિ, દારુણ કેશ લોચ, ઘોર બ્રહ્મચર્યવ્રતને ધારણ કરવું મહાત્માને પણ દુષ્કર છે. (૬૪૮) હે પુત્ર! તું સુખોચિત છે, સુકુમાર છે. સુમતિ છે. તેથી શ્રામણ્ય પાલન માટે તું સમર્થ નથી. (૬૪૯) હે પુત્ર! સાધુચર્યામાં જીવન પર્યન્ત વિશ્રામ નથી, લોહભરની જેમ ગુણોને તે ભાર ગુરુતર છે, તેથી દુર્વહ છે (૬૫૦) આકાશગંગાનો શ્રોત અને પ્રતિશ્રોત દુસ્તર છે, સાગરને ભુજાથી તરવો દુષ્કર છે તેમજ સંયમ સાગર તરવો દુષ્કર છે. (૬૫૧) સંયમ રેતીના કોળીયા માફક સ્વાદથી રહિત છે. તપનું આચરણ તલવારની ધાર પર ચાલવા સમાન દુષ્કર છે. ૧૯૦ (૬૫૨) સાંપની જેમ એકાંત દૃષ્ટિથી ચારિત્ર ધર્મમાં ચાલવું હે પુત્રા કઠિન છે. લોઢાના ચણા ચાવવા સમાન આ ચારિત્ર પાલન દુષ્કર છે. (૬૫૩) જેમ પ્રજ્વલિત અગ્નિશિખાનું પાન દુષ્કર છે, તેમ યુવાવસ્થામાં શ્રમણત્વ પાલન દુષ્કર છે. (૬૫૪) જેમ વસ્ત્રના થેલામાં હવા ભરવી કઠિન છે, તેમ જ યુવાવસ્થામાં શ્રમણ ધર્મનું પાલન દુષ્કર છે. (૬૫૫) જેમ મેરુ પર્વતને માવાથી તોળવો દુષ્કર છે તેમ જ નિશ્ચલ અને નિઃશંક ભાવે શ્રમણધર્મ પાલન દુષ્કર છે. (૬૫૬) જેમ ભુજાથી સમુદ્ર તરવો કઠિન છે, તેમ અનુપશાંત વડે સંયમ સાગર પાર કરવો દુષ્કર છે. (૬૫૭) હે પુત્ર! તું પહેલાં માનુષી ભોગો ને ભોગવ. પછી તું મુક્ત - Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯/૬૩૮થી ૬૫૭ ૧૯૧ ભોગી થઈને ધર્મનું આચરણ કરજે, • વિવેચન - ૬૩૮ થી ૬૫૭ - વીસે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - તે બલશ્રી જેનું બીજું નામ મૃગાપુત્ર છે તે યુવરાજને તેના માતા-પિતા કહે છે કે પ્રામાણ્ય દુશ્વર છે. તેમાં શ્રમણ્યને ઉપકારક હજારો ગુણો આત્મામાં સ્થાપવા જોઈએ. અર્થાત્ વ્રતગ્રહણ કરવા જોઈએ. કેવા ગુણ? ભિક્ષુ સંબંધી ગુણો ધારવા જોઈએ. સર્વ જીવો પ્રતિ રાગ દ્વેષમાં તુલ્યતા તે સમતા, શત્રુ અને મિત્ર એટલે કે અપકારી - ઉપકારીમાં ઉદાસીનતા. આના વડે સામાયિક કહ્યું. પ્રથમ વ્રત રૂ૫ પ્રણાતિપાતથી વિરતિ જાવજીવ માટે દુરનુયર છે. પ્રમત્તનું ગ્રહણ કર્યું કેમ કે નિદ્રાદિ પ્રમાદવશ જીવ જ મૃષા પણ બોલે. સતત ઉપયુક્ત રહેવું કેમકે અનુપયુક્તને અન્યથા પણ ભાષણ સંભવે છે. આ બધું દુષ્કર છે.- X- X• આના વડે બીજા વ્રતની દુકરતા કહી. દંત શોધન અર્થાત્ અતિ તુચ્છ વસ્તુ પણ અનવધ, એષણીય અને અપાયેલી જ લેવી, તેનાથી ત્રીજા વ્રતની દુષ્કરતા કહી. ઉક્ત રૂપ કામ ભોગ, તેનો આસ્વાદ અથવા શૃંગારાદિ રસ તે કામ ભોગ રસને જાણવો. કેમ કે તેનાથી અજ્ઞને તેનો બોધ ન હોવાથી તેના વિષયની અભિલાષા જ ન થાય તથા સારી રીતે પણ થાય. આના વડે ચોથા વ્રતની દુકરતા કહી. પરિગ્રહ - હોય તો સ્વીકારવું, તેનું વર્જન કર્યું. તથા બધાં પણ જે આરંભ દ્રવ્યોત્પાદન વ્યાપાર તેનો પરિત્યાગ. આના વડે નિરાકાંક્ષાપણું અને નિર્મમત્વા કહ્યું બધે જ મારાપણાની બુદ્ધિનો પરિહાર. આના વડે પાંચ મહાવતની દુષ્કરતા કહી. નરકાદિમાં જે જોડે છે તે સંનિધિ - વૃતાદિને ઉચિતકાળ અતિક્રમીને રાખી મૂકવા. તેનો જે સંચય તે સંનિધિ સંચય. તેને વર્જવો પણ દુષ્કર છે. આના વડે છઠ્ઠા વ્રતની દુકરતા કહી. સુધા ઇત્યાદિ પરીષહો બતાવ્યા. અહીં દંશ-મશકથી તેના વડે ખવાતા ઉત્પન્ન થયેલ દુખાનુભવરૂપ વેદના. દુઃખ શય્યા-વિષમકે ઉનૃતત્વાદિ દુઃખ હેતુ વસતિ. તાડના - હાથ વડે મારવું, તર્જના - આંગળી ઘુમાવવી આદિ, વધ - ચાલુકાદિ પ્રહાર, બંધ - મયૂરબંધ આદિ, તે રૂપ પરીષહ. યાચના આ બધામાં દુઃખ છે. - - ૪ - કપોત - પક્ષી વિશેષ તેની જે વૃત્તિ - નિર્વાહનો ઉપાય. જેમ તે નિત્ય શક્તિ થઈને કણ-કીટકાદિના ગ્રહણમાં પ્રવર્તે છે. એ પ્રમાણે ભિક્ષ પણ એષણા દોષની આશંકાથી ભિક્ષાદિમાં પ્રવર્તે તે દુરનુચર હોવાથી કાયરોના મનને વિદારતી હોવાથી દારુણ કહી. ઉપલક્ષણ થકી બધાં ઉત્તરગણો લેવા. બ્રહ્મચર્યવ્રતની દુર્ધરતા જે ફરીથી કહી છે તે તેના અતિ દુકરત્વને જણાવવા માટે છે. હવે ઉપસંહાર કહે છે - સાતાને ઉચિત તે સુખોચિત, સુકુમાર - અકઠિન દેહ, સુમજ્જિત - સારી રીતે સ્નાન કરેલ. તેથી તે અનંતર કહેલ ગુણના પાલનમાં સમર્થ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉત્તરાધ્યયન મૂલસૂમ-સટીક અનુવાદ થઈ શક્તો નથી. - x- ફરી પણ અસમર્થપણાને ઉદાહરણ વડે સમર્થન આપવા કહે છે - જે મુનિપણાને સ્વીકારે છે તેને ક્ષણવાર પણ વિશ્રામ મળતો નથી. કેમકે યતિગુણોનો ભાર એ લોઢાના ભાર સમાન વહન કરવો દુર્વહ છે. તું સુખોચિત હોવાથી તે વહી શકશે નહીં. આકાશમાં ગંગાના શ્રોતવ દુતર છે. આ લોકરૂઢિથી કહેલ છે, તથા પ્રતિશ્રોત - જળ પ્રવાહને પાછો વાળવા સમાન દુત્તર છે. બે ભૂજા વડે સમુદ્રને પાર જવું તે પણ દુષ્કર છે. કેવો સમુદ્રી જ્ઞાનાદિ ગુણો રૂપ સમુદ્ર, અહીંમન, વચન, કાયાની નિયંત્રણાને દુકરત્વનો હેતુ છે. નિરાસ્વાદ - વિષયમૃદ્ધોને વૈરના હેતુપણાથી નીસ્સ છે. સર્પની જેમ એકાંત - નિશ્ચય જેનો છે તેવી દષ્ટિ તે એકાંતદષ્ટિ, તેના વડે એકાંત બુદ્ધિને આશ્રીને આ એકાંદ દષ્ટિક કે ચારિત્ર દુશ્વર છે. કેમકે વિષયોથી મનને દુર્નિવારવ છે. લોઢાના યવ, જેમ તેને ચાવવા દુષ્કર છે, તેમ ચાગ્નિ પાલન દુષ્કર છે. અગ્નિની ઉજ્જવલ જ્વાલા તે બળતી હોય, તેને પી જવાનું દુષ્કર છે, તેમ ચાગ્નિ પાલન દુષ્કર છે. ઇત્યાદિ ઉપમા વડે ચારિત્ર્ય પાલનની દુકરતાઓને સૂત્રકારે બતાવી છે. અનુપરાંત - ઉત્કટ કષાય વડે, અહીં દમસાગર શબ્દોથી તેનું પ્રાધાન્યત્વ જણાવવા કેવલ ઉપશમને સમુદ્રની ઉપમા બતાવી. પૂર્વે ગુણોદધિ કહ્યું તેથી આના વડે નિઃશેષ ગુણોવાળાને કહ્યું છે. આ બધાં કારણોથી તારણ્યમાં પ્રવજ્યા દુષ્કર છે. તેથી ભોગ ભોગવવા માટે માતા-પિતાએ ઉપદેશ આપ્યો. ભોગ-શબ્દાદિ પંચક સ્વરૂપ છે. હે પુત્રા ભોગો ભોગવીને પછી વૃદ્ધત્વમાં દીક્ષા લે. તેમના વચનો સાંભળીને જે મૃગાપુત્રે કહ્યું, તે બતાવે છે - • સૂત્ર ૬૫૮ થી ૬૮૮ • (૬૮) ત્યારે મૃગાપુરા માતાપિતાને કહ્યું - તમે જે કહ્યું તે ઠીક છે, પણ આ સંસારમાં જેની તરસ છીપી ગઈ છે, તેને કશું દુષ્કર નથી. (૬૫૯) મેં અનંતવાર શારીરિક, માનસિક વેદનાને સહન કરી છે અને અનેકવાર ભયંકર દુખ અને ભયને અનુભવ્યા છે. (૬૬) મેં જરા મરણ રૂપ કાંતારમાં, ચાતુરત ગતિમાં, ભવાકરમાં ભયંકર જરા મરણને સહ્યા છે. (૬૬૧) જેમ રાહ નિ ઉષ્ણ છે, તેનાથી અનંતગુણ દુ:ખ રૂપ ઉષ્ણ વેદના મેં નરકમાં સાનુભાવી છે. (૬૬૨) જેમ અહીં શીત છે, તેનાથી અનંત ગુણ દુખ રૂપ શીત વેદના મેં નરકમાં અનુભવેલી છે. (૬૬૩) હું નરકની કંદુ કુંભમાં ઉપર પગ અને નીચે મસ્તક કરીને પ્રજવલિત અગ્નિમાં આક્રંદ કરતો અનંતવાર પકાવાયો છું. (૬૬) મહાભયંકર દાનાગ્નિ તુલ્ય અમદેશમાં તથા વજ વાલુકા અને કદંબ તાલુકામાં અનંતવાર બળાયો છું. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯/૬૫૮ થી ૬૮૮ ૧૯૩ (૬૬૫) બંધુથી રહિત આસહાય, રડતો એવો હું કુંદકુંભમાં ઉંચે બંધાયો તથા કરવત આદિ શસ્ત્રોથી અનંતવાર દાયો છું. (૬૬૬) અત્યંત તીવ્ર કાંટાથી વ્યાસ, ઉચા શાલ્મલિ વૃક્ષ ઉપર પાશ વડે બાંધીને અહીં - તહીં ખેંચીને મને અસહ્ય કષ્ટ અપાયું છે. (૬૬) અતિ ભયાનક આક્રંદ કરતો હું પાપકમાં, પોતાના કર્મોને કારણે શેરડી માફક મોટા યંત્રમાં અનંતવાર પીલાયો છું. (૬૬૮) હું અહીં-તહીં ભાગતો, આકંદન કરતો, કાળા અને કાબર ચિતરા વર અને કુતરા દ્વારા અનેકવાર પાડી દેવાયો, ફાડી ખવાયો અને છેદાયેલો છું. (૬૬૯) પાપકર્મોના કારણે હું નરકમાં જન્મીને અલસીના ફૂલ સમાન નીલરંગી તલવારોથી, ભાલાથી, લોહદંડોથી છેદાયો, ભેદાયો, ખંડ-ખંડ કરાયો છું. (૬૭૦) સમિલાયુક્ત સૂપવાળા બળતા લોહરથમાં પરાધીન પણે હું જોતરાયો છું, ચાબુક અને સ્મીથી ચલાવાયો છું તથા રોઝની માફક પીટાઈને જમીન ઉપર પાડી દેવાયો છું. (૬૭૧) પાપકમોથી ઘેરાયેલો, પરાધીન હું અગ્નિની ચિત્તામાં ભેંસની જેમ ભળાયો અને પકાવાયો છું. (૬૨) લોહ સમાન કઠોર સંડાસી જેવી ચાંચવાળા ઢકાદિ વડે હું રોતો-તિલપતો અનંતવાર નોચાયો છું. (૬૭૩) તરસથી વ્યાકુળ થઈ, દોડતો એવો હું વૈતરણી નદીએ પહોંચ્યો, “પાણી પીશ' એમ વિચારતો હતો, ત્યારે છરાની ધાર જેવી તીર્ણ જલધારા વડે હું ચીરાયો છું. (૭૪) ગમીથી સંતપ્ત થઈ છાયાને માટે અસિપત્ર મહાવનમાં ગયો. ત્યાં પણ ઉપરથી પડતાં અસિપત્રો વડે - તેના તીણ પાંદડા વડે અનેકવાર ઝેદાયો છે. (૬૭૫) બધી તરફથી નિરાશ થયેલા મારા શરીરને મુગરો, યુસુંડીઓ, શૂળો અને મુસલ દ્વારા ચૂર ચૂર કરાયું. એ રીતે મેં અનંતવાર દુઃખ પ્રાપ્ત કર્યું. (૬૭૬) તેજ ધારવાળી છરી, છરા અને કાતરથી અનેક વાર કપાયો, ટુકડા કરાયા, છેદાયો તથા મારી ચામડી ઉતારાઈ છે. (૬૭૭) પાશા અને ફૂટાળોથી વિવશ બનેલા મૃગની માફક હું અનેકવાર છળ વડે પકડાયો, બંધાયો, રોકાયો અને વિનષ્ટ કરાયો છું. (૬૭૮) ગલ વડે તથા મગરો પકડવાની જાળથી માછલા માફક વિવશ હું અનંતવાર ખેંચાયો, ફડાયો, પકડાયો અને મરાયો છું. (૬૭૯) બાજપક્ષી, જાળ, વજલપ દ્વારા પક્ષી માફક અનંતવાર પકડાયો, ચિપકાવાયો, બંધાયો, મરાયો છું. (૬૮૦) કઠિયારા દ્વારા વૃક્ષની માફક કુહાડી અને સી આદિથી હું અનંતવાર કુટાયો, ફાયો, છેદાયો, છોલાયો છું. (૬૮૧) લુહારો દ્વારા ફિ8/13 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ લોઢાની માફક હું પરમાધામી અસુરો દ્વારા થપ્પડ અને મુક્કા આદિ તારક માનતવાર પીટાસો, કુટાયો, ખંડ ખંડ કરાયો અને સૂર્ણ બનાવી દેવાયો છું. (૬૮૨) ભયંકર કંદ કરતા છતાં પણ મને કળકળતા ગરમ તાંબા, લોઢા, ગંગા અને સીસા પીવડાવાયા છે. (૬૮૩) “તને કાપેલું અને શુળમાં પરોવી પકાવાયેલા માંસ પ્રિય હતું” એમ યાદ કરાવી. મારા જ શરીરનું માંસ કાપીને અને તપાવીને અનેકવાર ખવડાવાયું છે. (૬૮૪) “તને દાર, સીધ, ગરેય આદિ પ્રિય હતા તે યાદ દેવડાવીને મને સળગતી ચરબી અને ખૂન પીવડાવાયેલ છે. (૬૮૫) મેં પૂર્વ જન્મોમાં આ રીતે નિત્ય ભયભીત, સંબસ્ત, દુઃખી અને વ્યથિત રહેતા અત્યંત દુઃખપૂર્ણ વેદના અનુભવી છે. (૬૮૬) તીવ્ર, પ્રચંડ, પ્રગાઢ, ઘોર, અત્યંત દુસહ, મહા ભયંકર, ભીખ વેદનાઓને મેં નરકાં અનુભવી છે. (૬૮૭) હે તાતા મનુષ્યલોકમાં દેખાતી વેદનાથી અનંત ગુણ અવિક વેદના નરકમાં છે. (૬૮૮) મેં બધાં ભવોમાં આસાતા વેદના વેદી છે. ક્ષણવાદ પણ સુખરૂપ વેદના ત્યાં અનુભવી નથી. • વિવેચન • ૬૫૮ થી ૬૮૮ આ એકત્રીસ સૂત્રોનો સ્ત્રાર્થ કહ્યો. વિશેષ એ કે - માતાપિતાએ અનંતર ગાથામાં જે કહ્યું, તેના ઉત્તરમાં મૃગાપુત્ર આ પ્રમાણે કહે છે - હે માતા પિતા! આ આમંત્રણ પદ . આપે જે કહ્યું કે પ્રવજ્યા દુષ્કર છે. તે સત્યતાને અનતિકાંત અને અવિતથ છે તો પણ આ લોકમાં નિસ્પૃહને, આલોક શબ્દથી હલૌકિક સ્વજન, ધન, સંબંધાદિ ગ્રહણ કરાય છે. જેમાં અતિ કષ્ટ વિધમાન નથી તે શુભાનુષ્ઠાન જ છે. દુરનુષ્ક્રય કહ્યું, તે ભોગાદિની સ્પૃહાવાળાને જ આ દુષ્કરપણે છે. નિઃસ્પૃહતાના હેતુને કહે છે - સામાન્યથી સંસારનું દુઃખરૂપતા કહ્યું. અહીં શારીર-માનસમાં થતી તે શારીરિક, માનસિક વેદના તે પણ અસાતા રૂપ જાણવી, તે દુઃખ ઉત્પાદક અને રાજ વિદ્વરાદિ જાનિત છે. જરા અને મરણ વડે અતિ ગહનપણાથી કાંતાર રૂપ છે. તેમાં દેવાદિ ચારે ભવોના અવયવોથી ચાતુરંત સંસાર, તેમાંથી ઉત્પન્ન વેદના સહી છે, તે અતિ દુઃખ જનકત્વથી રૌદ્ર છે. જ્યાં ઉત્કૃષ્ટ શારીરિક માનસિક વેદના સહી છે તે આ પ્રમાણ સૂત્રો વડે કહેલી છે - આ મનુષ્ય લોકમાં અગ્નિ ઉષ્ણ અનુભવાય છે, તેનાથી તે અનુભૂત વેદના અનંતગુણ છે, જ્યાં હું ઉત્પન્ન થયો. ત્યાં બાદર અગ્નિના અભાવથી પૃથ્વીનો તથાવિધ સ્પર્શછે ઉષ્ણ અનુભવરૂપથીદખરૂપેમેંવેદેલી છે. અગ્નિથી અનંતગણવેશનાર્મેનરકમાં અનુભવેલી છે, તેમ યોજવું. આમનુષ્યલોકમાંમાઘમાસાદિમાં સંભવતાહિતકણથી થતી આત્યંતિક વેદના પરિગ્રહણ કરાય છે. તેનાથી અનંતગણી તે પૂર્વવતુ જાણવી. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯/૬૫૮ થી ૬૮ ૧૯૫ કુંકુંભી, તે પકાવવાનું, લોઢાનું વાસણ વિશેષ છે. દેવ માયાકૃત અગ્નિ એવા મહાદવાગ્નિ વડે સંકાશ - અતિદાહક્તાથી સદેશ તેમાં, અહીં અન્ય દાહકતરનો અસંભવ હોવાથી આવી ઉપમા આવેલી છે. અન્યથા આ અગ્નિથી અનંતગુણ જ ત્યાં ઉષ્ણ પૃથ્વીનો અનુભાવ કહ્યો. મહુ વાલુકાની જેમ, વજ્રવાલુકા નદી સંબંધી રેતી • x - જે નરક પ્રદેશમાં છે તે પ્રમાણે કદંબ વાલુકા નદીની રેતી મહાદવાગ્નિ સદેશ યોજવી. ઉર્ધ્વ - ઉપર વૃક્ષ શાખાદિમાં નિયંત્રિત, જેથી અહીંથી તે નાસી ન જાય, અબાંધવની જેમ અશરણતા કહે છે - કરવત, ક્રકચ તેનાથી ખેદ, કલેશ અનુભવેલ છે. પરમાધામી વડે કર્ષણ કે અપકર્ષણથી દુઃસહય છે. ઇક્ષુ - તેની જેમ, આક્રંદન કરતો, હિંસાદિ વડે ઉપાર્જિત સ્વ કર્મો વડે - જ્ઞાનાવરણાદિથી પાપાનુષ્ઠાનને કારણે યંત્રમાં પીલેલો છે. કૂવા - કૂંજન, કોલસ્ટ્રણય - સૂકર સ્વરૂપધારી કાળા અને કાબર ચીતરા પરમાધામી વિશેષથી જમીને પટકાવાયો, જીર્ણવસ્ત્રની જેમ ફડાયો, વૃક્ષની જેમ ઉભય દાંતા વાળી કરવતથી છેદાયો. પ્રહરણ વિશેષથી અહીં - તહીં ચલિત કરાયો. વળી અતસ્ત જેનો કૃષ્ણ વર્ણ છે તેવી તલવાર અને પ્રહરણ વિશેષથી બે ટુકડા કરાયા, વિદારાયો, સૂક્ષ્મ ખંડ કરાયો. અથવા ઉર્ધ્વ છેદાયો, તિર્થો ભેદાયો, વિવિધ પ્રકારોથી ઉર્ધ્વ અને તીર્થ્રો નરકમાં અવતારાયો. પાપ કર્મ વડે - તે હેતુ દર્શન પાપના પરિહારને માટે છે. – લોહરથ - લોહમય શકટમાં મને જોડાયો. પરમાધાર્મિકો વડે એ વાક્ય બધે જોડવું. કદાચિત્ દાહના ભયથી ત્યાંથી નાસી જાય તો, તેથી કહે છે - સમિલા સહિતનું યુગ જેમાં છે તે, અથવા તેમાં સમિલા યુક્ત, બળતા એવા સમિલા યુગમાં પ્રેરિત, પ્રાજનક બંધન વિશેષથી મર્મ ઘટ્ટન અને આહનન વડે હણે છ. રોજસ્ટ્સ - પશુ વિશેષ તેની જેમ ભૂમિ ઉપર પડાતો, ચાબુક આદિથી પીટાતો, અગ્નિમાં બળાતો જાણવો. ક્યાં? પરમાધાર્મિક વડે નિર્મિત ઇંધન સંચય રૂપ ચિતામાં બાળે. ભેંસની જેમ બાળીને ભસ્મસાત કરે છે, પકાવે છે. જેનું મુખ સાણસા તુલ્ય છે તથા લોહવત્ નિષ્ઠુર છે, તેવા મુખવાળા તે લોહતુંડ પક્ષી - ઢંક કે ગીધ વડે, આ પક્ષી વૈક્રિય લેવા. કેમકે ત્યાં તિર્યંચોનો અભાવ છે. તે પક્ષી વડે છેદાયો - ભેદાયો. આવી રીતે કદર્થના પમાડાતા તેને તૃષા ઉત્પન્ન થાય તેમાં તો કહેવાનું જ શું હોય? તૃષ્ણા વડે ગ્લાનિને પામેલા તે તૃષ્ણાક્રાંત, તે હું પાણી પીશ એમ વિચારતા સુરધારા વડે અતિ છેદક્તાથી વૈતરણીના જળબા તરંગો વડે વિપાટિત કે વિપાદિત થયો - વિનાશ કરાયો. વજ્રવાલુકાદિ સંબંધી ઉષ્ણ તાપ વડે આભિમુખ્યતાથી તમ થઈને, ખડ્ગની જેમ ભેદક્તાથી છેદાતા પર્ણોની જેમ, તથા મુદ્ગરાદિ આયુધ વિશેષોથી નાશ કરાયો. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આશા - મનોરથ રૂપ, તે જવાથી ‘ગતાશ' થાય છે. ભગ્ન ગાત્રથી તે દુઃખને પામે છે. કલ્પિત વસ્ત્રવત ખંડિત. કપની વડે પાડેલ- બે ટુકડા કરેલ, ઉર્ધ્વમાં છરિકા વડે છિન્ન - ખંડિત. એ પ્રમાણે આયુક્ષયથી મૃત્યુ પામતા અથવા ક્ષુરાધિથી ચામડી ઉતરડાય છે. પાશ - ફૂટજાળ, તે બંધન વિશેષથી પસ્વસ, ગ્રહણ કરાતો બંધન વડે બંધાતો, બાહપ્રચાર નિષેધ વડે રુંધાતો વિનાશિત થાય. ગલ અને મકર આકાર અનુસરી પરમાધાર્મિક વડે વિરચિત જાળો વડે, ગળાથી પકડાતો અને મકર ગૃહીત જાળ વડે પડાતો અથવા મકર જાળ વડે ગૃહીત છતાં મરાતો, તથાવિધ શ્યનાદિ કાળથી બંધાતો, વજલપાદિથી અર્થાત્ શ્લેષ દ્રવ્યો વડે ચોંટાડાતો. અથવા પક્ષીની જેમ પકડીને, વિર્દેશક જાળ વડે બંધાઈને લેપદ્રવ્યો વડે ચોંટાડીને મરાયો હતો. સૂક્ષ્મ ખંડો કરાયા હતા અને વૃક્ષની જેમ ચામડી ઉતારાય છે. થપ્પડ અને મુઠ્ઠી વડે મરાય છે, લુહારની જેમ ઘણ આદિથી ટીપાય છે. મરાય છે, છિન્ન-ભિન્ન કરાય છે. પ્રક્રમથી પરમાધાર્મિકો વડે તમ તામ્રાદિ વિકુવને અથવા પૃથ્વી અનુભાવ રૂપથી કલકલ શબ્દ કરતો અતિ ઉકાળાય છે. ત્યાર પછી પરમાધામી તેને કહે છે - હે ! તને માંસના ટુકડા ને તે પણ પકાવાયેલા બહુ પ્રિય હતા ને? એમ કહી તે નારકીના એટલે કે મારા જ શરીરનું માંસ છેદીને અતિ તમ એવા માંસ મને ખવડાવતા હતા. મધાદિ મને પ્રિય હતા, તે યાદ કરાવીને બળતા એવા અતિ ઉષ્ણ ચરબી અને લોહી મને પીવડાવતા હતા. નરકની વક્તવ્યતાનો ઉપસંહાર કરતા કહે છે - અહીં ભયથી ત્રસ્ત થઈને, ઉદ્વેગ પામીને જ વિવિધ દુ:ખોને પામ્યો. વ્યથિત થયો. - - તીવ્ર અનુભાગથી તે જ ઉત્કટ, પ્રગાઢ, ઘોર, રોદ્ર. અત્યંત દુરધ્યાસ વેદના અનુભવી. મહતી ભય પ્રદ વેદના વેદી. આ બધાં એકાઈક અથવા અત્યંત ભય ઉત્પાદનને માટે કહેલાં શબ્દો છે. વળી તે વેદના કઈ રીતે અતિ તીવાદિ રૂપ હતી, તે આશંકાથી કહે છે કે - આ અતિ વેદનાથી અપેક્ષાથી નરકની દુઃખ વેદના અનંતગુણ હતી. વળી મેં કેવળ આ નરકની દુઃખ વેદના જ અનુભવી નથી, પરંતુ બધી જ ગતિમાં પુનઃ નિગમના દ્વારથી કહે છે - આ અસાતા દુઃખરૂપ વેદના મધ્યે આંખના પલકારા માત્ર એટલો કાળ પણ મેં સાતા સુખરૂપ વેદના ન અનુભવી, તત્ત્વથી અહીં વૈષયિક સુખ અસુખ જ છે. કેમકે ઈદિ અનેક દુઃખથી વિદ્ધ થઈને વિપાક દારુણ પણાથી તેમાં કોઈ સુખ નથી. આ આખા પ્રકરણનો આશય આ છે કે - જે મેં આંખના પલકારા માત્ર જેટલો કાળ પણ સુખ ન મેળવ્યું, તો પછી હું કઈ રીતે સુખોચિત કે સુકુમાર કહેવાઉં? જેણે નરકમાં અતિ ઉષ્ણ અને શીતાદિ મહાવેદના અનેક વખત સહન કરી, તેને મહાવ્રત પાલન કે સુધાદિ સહેવા તેમાં કઈ બાધા થવાની? તત્ત્વથી તે પરમ આનંદનો હેતુ છે. તેથી મારે પ્રવજ્યા જ સ્વીકારવી જોઈએ. તેણે આમ કહ્યું ત્યારે.. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯/૬૮૯ ૧૯૭ • સૂત્ર - ૬૮૯ - ત્યારે માતા-પિતાએ કહ્યું - હે પુત્રા તારી ઇચ્છાથી તું ભલે દીક્ષા લે. પણ શામશ્વ જીવનમાં નિપ્રતિકમતા એ કષ્ટ છે. • વિવેચન - ૬૮૯ - મૃગાપુત્રને તેના માતાપિતાએ કહ્યું- આ તારો સ્વકીય અભિપ્રાય છે. તેના વડે હે પુત્રા તને અભિરચિત હોય તો પ્રવજિત થા, પરંતુ શ્રમણ ભાવમાં ક્યારેક રોગોત્પત્તિ થાય તો ચિકિત્સા ન કરવા રૂપ દુઃખ છે. • સૂત્ર - ૬૯૦ થી ૬૯૭ - (૬૦) હે માતા પિતા! તમે જે કહ્યું તે સત્ય છે, પણ વનમાં રહેતા મૃગ - પશુપક્ષીની ચિકિત્સા કોણ કરે છે? (૬૯૧) જેમ જંગલમાં મૃગ એકલા વિયરે છે, તેમ હું પણ સંયમ અને તપ સાથે એકાકી થઈ ધર્મનું આચરણ કરીશ. (૬૯૨) જ્યારે મહાવનમાં મૃગને આતંક ઉપજે છે. ત્યારે વૃક્ષની નીચે બેઠેલા તે મૃગની ચિકિત્સા કોણ કરે છે? (૬૩) કોણ તેને ઔષધિ આપે છે? કોણ સખાવાત પૂછે છે? કોણ આહાર લાવી આપે છે? (૬૯૪) જ્યારે તે સ્વસ્થ થાય છે, ત્યારે સ્વયં ગોચર ભૂમિમાં જાય છે અને ખાવા-પીવાને માટે ગહન ઝાડી અને જળાશયો ને શોધે છે. (૬) તે નિકુંજ અને જળાશયોમાં આઈ-પીને પ્રગયય કરતો તે મૃગ પોતાની મૃગચયએ ચાલ્યો જાય છે. (૬૯૬) રપાદિમાં આપતિબદ્ધ, સંયમને માટે ઉધત ભિક્ષુ સ્વતંત્ર વિચરતો મૃગારયતિત આવરણ કરીને મોક્ષમાં ગમન કરે છે. (૬૯૭) જેમ મૃગ એકલો અનેક સ્થાને વિચરે છે, રહે છે, સદૈવ ગોચર ચયથી જીવન યાપન કરે છે, તેમજ ગૌચરી ગયેલ મુનિ કોઈની નિંદા કે અવજ્ઞા ન કરે. વિવેચન - ૬૯૦ થી ૬૭ - તમે જે આ નિપ્રતિકર્મતાને દુઃખરૂપ પણે કહી તે બરાબર છે. પણ આ પ્રમાણે પરિભાવના કરવી જોઈએ - રોગોત્પત્તિમાં ચિકિત્સા કોણ કરે છે? કોઈ નહીં, ક્યાં? અરણ્યમાં, કોની? મૃગપક્ષીની. તો પણ તેઓ જીવે છે અને વિચારે છે. તો આ દુઃખ રૂપ ભાવ શા માટે? જેમ તે વનમાં એકલા છે, તેમ સંયમ અને તપ વડે ધર્મચરણના હેતુથી એકલો વિચરીશ. વળી ક્યારેક મોટા અરણ્યમાં કોઈક ક્યારેક કૃપાથી ચિકિત્સા કરે પણ ખરા. સાંભળેલ છે કે કોઈ વૈધે અટવીમાં કોઈ વાઘના આક્ષની ચિકિત્સા કરેલી. અથવા તેવા કોઈના અભાવે વૃક્ષની નીચે પડી રહે છે ત્યારે કોઈ ઔષધ આદિના ઉપદેશથી નીરોગી કરતું નથી કે ઔષધ પણ તેને પ્રાપ્ત થતું નથી. " તેનું નિર્વહણ કઈ રીતે થાય? જ્યારે તે સુખી થાય છે, આપમેળે જ રોગાભાવ થાય છે, ત્યારે ગાયની જેમ પરિચિત કે અપરિચિત ભૂભાગની પરિભાવના સહિત Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાર ભ્રમણ કરે છે. ત્યાં જે ભક્ષ્ય તૃણ આદિ અને પાન મળે તેની શોધ કરે છે. - X- Xપોતાના ભક્ષ્યને નિકુંજોમાં ખાય છે અને સરોવરમાં પાણી પી છે. એ રીતે પરિમિત ભક્ષણ રૂપ ચર્ચા કરીને જ સ્વરૂપથી જ મૃગો રહે છે. - x• x પાંચ સૂત્રો વડે દષ્ટાંત કહ્યું. બે સૂત્રો વડે તેનો ઉપસંહાર કહે છે. એ પ્રમાણે મૃગવત્ સંયમ અનુષ્ઠાન પ્રતિ ઉધત થઈ તથાવિધ આતંક ઉત્પન્ન થાય તો પણ કોઈ ચિકિત્સા પ્રતિ અભિમુખ ન થાય. પણ મૃગની જેમ કોઈ વૃક્ષ નીચે રહે છે. તે એક જ સ્થાને નહીં, પણ કદાચિત ક્વચિત્ અનિયત સ્થાને રહે છે. ઘર વગરના રહે છે. એ પ્રમાણે સાધુ મૃગચર્યાનિ ચરીને મૃગની જેમ આતંકના અભાવે ભોજન પાનને માટે ગૌચરીએ જઈને, તે પ્રાપ્ત ભોજન-પાનથી, વિશિષ્ટ સમ્યમ્ જ્ઞાનાદિ ભાવથી શુકલ દયાને આરૂઢ થઈ શેષ કર્મોને દૂર કરી ઉર્ધ્વ દિશામાં જાય છે. અર્થાત્ સર્વોપરી સ્થાને સ્થિત થાય છે. એ પ્રમાણે - *- મૃગની ઉપમાથી મુનિઓ અહીં-તહીં પ્રતિબદ્ધ વિહારીપણાથી વિચારીને જાય છે. મૃગચર્યાને જ સ્પષ્ટ કરતાં કહે છે - જેમ મૃગ એટલે એકત્ર ભોજન પાન નથી કરતો, એકજ સ્થાને રહેતો નથી પણ સર્વદા ગોચર વડે પ્રાપ્ત આહાર જ આહારે છે તે પ્રમાણે જ મુનિ પણ ભિક્ષાટન માટે પ્રવેશ કર્યા પછી નિકૃષ્ટ અશનાદિ પામતા તેની અવજ્ઞા ન કરે તે તથાવિધ આહાર પામીને પોતાની કે બીજાની નિંદા ન કરે. - અહીં વારંવાર મૃગનું દષ્ટાંત પ્રાયઃ તેમના પ્રશમ પ્રધાનત્વથી અપાય છે. તેમ સંપ્રદાય છે. એ પ્રમાણે મૃગચર્યાનું સ્વરૂપ કહ્યું, ત્યારે પિતાએ શું કહ્યું? પિતાના વચન પછી તેણે શું કર્યું? • સૂત્ર - ૬૯૮ થી ૨૦૧ - (૬૯૮) “હું મૃગચયથી ચરીશ.” હે પુજા “જેમ સુખ ઉપજે તેમ કરો.” પ્રમાણે માતા-પિતાની અનુમતિ પામીને, તે પરિગ્રહને છોડે છે. (૬૯૯) હે માતા તમારી અનુમતિ પામીને સર્વ દુઃખોનો ક્ષય કરનારી મૃગચયને આચરીશ. હે પુત્રી સુખ ઉપજે તેમ કરો. (૭૦૦) આ પ્રમાણે તે અનેક રીતે માતાપિતાને અનુમતિને માટે સમજાવી મમત્વનો ત્યાગ કરે છે, જે રીતે મા નાગ કાંટાળીને છોડે છે. (૦૦૧) કપડા ઉપર લાગેલી ભૂળ માફક નહિ, ધન, મિત્ર, પુત્ર, પત્ની અને જ્ઞાતિજનોને ફગાવીને સંયમ યાત્રાને માટે નીકળી ગયો. • વિવેચન - ૬૯૮ થી ૭૦૧ - ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે- મૃગની જેવી ચર્યા- ચેષ્ટા, તે નિપ્રતિકમેતાદિ રૂપને હું ચરીશ. બલશ્રી મૃગાપુત્ર બોલ્યો. માતા - પિતાએ પણ કહ્યું, તને રુચિ હોય, જેમ સુખ ઉપજે તેમ કર. એમ અનુજ્ઞા મળતા તે દ્રવ્યથી ઉપકરણ, આભરણ આદિનો Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯/૬૯૮ થી ૭૦૧ ૧૯૯ અને ભાવથી છદ્મ આદિ જેનાથી આત્મા નરકમાં જાય, તેનો ત્યાગ કરી, દીક્ષા લે છે તેમ કહ્યું છે. આ અર્થને જ વિસ્તારથી કહે છે સર્વે અશાતા વિમુક્તિ હેતુને, હે માતા! આપની અનુમતિ પામીને મહાનાગ જેમ કાંચળી ઉતારે તેમ તે મમત્વને દૂર કરે છે. આના વડે અંતર્ ઉપાધિ ત્યાગ કહ્યો. હવે બાહ્ય ઉપાધિ ત્યાગ કહે છે - હાથી, ઘોડા આદિ સંપત્તિ, સહોદરને તજીને ઘેરથી નીકળ્યો. અર્થાત્ પ્રજિત થયો. આ જ અર્થને સ્પષ્ટ કરતાં નિયુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૪૧૮ થી ૪૨૧ + વિવેચન મૃગાપુત્રની નિશ્ચયમતિ જાણીને કે - તે એમ જ કરશે, ત્યારે તેમણે કહ્યું - હે પુત્ર! તને ધન્ય છે, જેથી તું વિરક્ત થયો છું. હે પુત્ર! સીંહની જેમ નીકળીને સીંહની હૈ જેમ જ વિચરજે. કામભોગથી વિરક્ત થઈને ધર્મનો જ અભિલાષ કરતો વિચરજે. તું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, નિયમ, સંયમ ગુણોથી, ક્ષાંતિ અને મુક્તિથી વૃદ્ધિ પામજે. સંવેગ જનિત હાસ્ય, મોક્ષ ગમન બદ્ધ ચિહ્ન રૂપ વચને ધારણ કરજે, તેણે માતાપિતાના વચનોને અંજલિ જોડીને સ્વીકાર્યાં. અહીં વૃત્તિકારે કરેલ વૃત્તિમાં પ્રાયઃ ઉક્ત નિયુક્તિ અર્થ જ છે. કિંચિત્ વિશેષ આટલું જ છે - જેમ સિંહ પોતાના સ્થાનેથી નિરપેક્ષ જ નીકળે છે પછી તેવી જ નિરપેક્ષ વૃત્તિથી વિચરે છે, તેમ તું પણ વિચરજે. ચાસ્ત્રિમાં સમાવિષ્ટ છતાં તપ વગેરેનો ઉપદેશ સામાન્યથી વિશેષને કહે છે. સંવેગ - મોક્ષાભિલાષ, સંવેગ જનિત હાસ્ય - આ મુક્તિનો ઉપાય છે. અર્થાત્ દીક્ષાને ઉત્સવ માનીને પ્રહસિત મુખ, મુક્તિ ગમન માટે બદ્ધ ધર્મધ્વજાદિ, તે જ દુર્વચન શર-પ્રસર નિવારક સન્નાહ છે - - X • સૂત્ર - ૭૦૨ થી ૭૦૭ - પાંચ મહાવ્રત યુક્ત, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, બાહ્યાતર તોકર્મમાં ઉધત, નિમ, નિરહંકાર, નિત્સંગ, ગૌરવ ત્યાગી, ત્રસ સ્થાપવર સર્વ ભૂતોમાં સમર્દષ્ટિ, લાભ-લાભમાં, સુખદુઃખમાં, જીવિત-મરણમાં, નિંદા-પ્રશંસામાં, માન-અપમાનમાં સમ, (તથા) ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય, શોકથી નિવૃત્ત, નિદાન અને બંધનથી મુક્ત... આલોક અને પરલોકમાં અનાસક્ત, વાંસલા અને ચંદનના સ્પર્શમાં સમભાવી, અશન કે અનશનમાં પણ સમ... પ્રશસ્ત દ્વારોથી આવનારા કર્મ પુદ્ગલોનો સર્વથા નિરોધક એવા મહર્ષિ અધ્યાત્મ ધ્યાન યોગથી પ્રશસ્ત સંયમમાં લીન થયા. ૭ વિવેચન - ૭૦૨ થી ૭૦૭ - છ એ સૂત્રો સ્પષ્ટ જ છે. વિશેષ એ કે - અત્યંતર તપ તે પ્રાયશ્ચિતાદિ, બાહ્ય તપ - અનશનાદિ. પ્રધાન હોવાથી પહેલાં અત્યંતરનું ઉપાદાન છે. નિર્મમ - મમત્ત્વ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર બુદ્ધિ પરિહારથી. નિસંગ - સંગના હેતુ ધનાદિનો ત્યાગ. મ - રાગદ્વેષ રહિત. લાભાલાભ આદિમાં સમત્વ તે બીજા પ્રકારે સમત્વ કહ્યું. અબ્બન્ધન - રાગદ્વેષ રહિત. તેથી જ આલોક અને પરલોકમાં અનિશ્રિત અર્થાત્ આલોક કે પરલોકાર્થે અનુષ્ઠાનવાન નહીં. વાંસળા કે ચંદન સ્પર્શમાં સમાન ઇત્યાદિ દ્વારા પણ સમત્વ કહ્યું છે. અનશન એટલે ભોજનના અભાવમાં કે કુત્સિત અશન ભાવમાં પણ સમાન. એ પ્રમાણે બધામાં સમભાવ ને દેખાડ્યો. * - * * * * પ્રશંસા ન પામે તેવા કર્મના ઉપાર્જન ઉપાય - હિંસા આદિથી, કર્મ સંલગનરૂપ બધાં આશ્રવો, તેના દ્વારોને બંધ કરેલ છે તેવો વિહિત આશ્રવ અથવા સર્વે અપ્રશસ્ત દ્વારોથી નિવૃત્ત. પછી આત્મામાં શુભ ધ્યાન વ્યાપાર રૂપ યોગ તે અધ્યાત્મ ધ્યાન યોગોથી અહીં અધ્યાત્મ ગ્રહણ, પરસ્થાને તેમને કંઈ કરવાનું નથી માટે કહેલ છે. પ્રશસ્ત તે પ્રશંસા પ્રાપ્ત, દમ - ઉપશમ, શાસન - સર્વજ્ઞના આગમ રૂપ. - હવે તેનું ફળ દર્શાવે છે - ♦ સૂત્ર ૩૦૮, ૭૦૯ એ પ્રમાણે જ્ઞાન, ચારિત્ર, દર્શન, તપ અને શુદ્ધ ભાવનાથી આત્માને સમ્યક્ષણે ભાવિત કરીને - ઘણાં વર્ષો સુધી શ્રામણ્યધર્મનું પાલન કરીને અંતે માસિક અનશનથી તે અનુત્તર સિદ્ધને પામ્યા. ♦ વિવેચન " 906, 906 - સૂત્રાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે ભાવના અર્થાત્ મહાવ્રત સંબંધી, કે અનિત્યત્પાદિ વિષયોની. વિશુદ્ધ - નિદાનાદિ દોષ રહિત, અપ્પયં - આત્માને, માસોપવાસ કરીને સિદ્ધિ - સર્વ કર્મ ક્ષય રૂપ. આનાથી અંજન સિદ્ધ આદિનું ખંડન કર્યું. દ્ધિ આદિ સૂત્રના તાત્પર્યાર્થ નિયુક્તિકાર કહે છે • નિયુક્તિ - ૪૨૨ + વિવેચન - - - ઋદ્ધિ - વિભૂતિ પૂર્વક નીકળીને પરમઘોર - કાયરોને દુરનુચર એવા શ્રમણત્વને કરીને, તે ધીર ત્યાં ગયો, જ્યાં ક્ષીણસંસારી જાય છે. ક્ષીણસંસાર - મોક્ષ. હવે સલ અધ્યયનના ઉપસંહાર દ્વારથી ઉપદેશ કહે છે - • સૂત્ર - ૭૧૦ થી ૩૧૨ (૭૧૦) સંબુદ્ધ, પંડિત પ્રવિચક્ષણ એમ જ કરે છે. તેઓ મૃગાપુત્ર મહર્ષિની માફક કામભોગોથી નિવૃત્ત થાય છે. (૭૧૧) મહાપ્રભાવી, મહાયશા મૃગાપુત્રના તપપ્રધાન ત્રિલોક વિદ્યુત, મોક્ષરૂપ ગતિથી પ્રધાન, ઉત્તમ ચારિત્રને સાંભળીને (૭૧૨) ધનને દુઃખ વિવર્ધક અને મમત્વ બંધનને મહા ભયાવહ જાણીને નિર્વાણગુણ પ્રાપક, સુખાવહ, અનુત્તર ધર્મધુરાને ધારણ કરો. તેમ હું કહું છું. · - Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ૧૯/૧૦ થી ૧૨ • વિવેચન - ૭૧૦ થી ૧૨ - સંપ્રજ્ઞા - સંગત પ્રજ્ઞા કે સંપન્ન જ્ઞાનાદિથી, ઋષિ - મુનિ. મૃગાપુત્રની સંસાર દુઃખ સ્વરૂપતા વેદક જે તેણે પિતા પાસે કહ્યું. પ્રધાન તપ અને પ્રધાનગતિ - મોક્ષ. ત્રિલોક - વિકૃત - ત્રણ જગતમાં પ્રતીત. * * - મમત્વ બંધ ચૌરાદિ કરતાં પણ મહાભયાવહ છે. ધર્મધુરા - પાંચ મહાવત રૂ૫, મહાસત્વી વડે જ વહન કરાવી શક્ય છે. નિર્વાહગુણ - અનંત જ્ઞાન દર્શન વીર્ય સુખાદિ તેને પ્રાપ્ત કરનાર જ ધર્મધુરાને ધારણ કરે છે. આ નિર્વાણ ગુણાવહત્વને સુખાવહત્વમાં હેતુ છે. મહતી - અપરિમિત માહાભ્યપણાથી મહતી. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૯ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અધ્યયન X . ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ૨૦ “મહાનિગ્રન્થીય’ X X ૦ ઓગણીસમું અધ્યયન કહ્યું, હવે વીસમું આરંભે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં નિષ્પતિકર્મતા કહી. આ અનાથત્વ પરિભાવનાથી જ પાળવી શક્ય છે, તેથી મહાનિર્પ્રન્થના હિતને કહેવાને અનાથતા જ અનેક પ્રકારે આના વડે કહે છે. એ સંબંધે આવેલ આ અધ્યયન છે, તે નામ નિષ્પન્ન નિક્ષેપામાં “મહાનિર્ગથીય’’ છે. ક્ષુલ્લકનો વિપક્ષ તે ‘મહાત્’ છે. તેથી ક્ષુલ્લક અને નિગ્રન્થનો નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે - - X • નિયુક્તિ - ૪૨૩ થી ૪૨૫ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સ્થાન, પ્રતિ અને ભાવ આ ક્ષુલ્લકના નિક્ષેપો છે, પ્રતિપક્ષે ‘મહત્' જાણવું. નિગ્રન્થનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. દ્રવ્ય નિક્ષેપો બે ભેદે છે. ઉત્યાદિ પૂર્વવત્. દ્રવ્ય ક્ષુલ્લકાદિ ક્ષુલ્લક નિગ્રન્થીય અધ્યયન છે, જે પ્રતિપક્ષે મહાનિગ્રન્થીય કહ્યું, તેથી તેની વ્યાખ્યા ફરી વિસ્તારતા નથી. વક્ષ્યમાણ દ્વારો વડે ભાવ નિગ્રન્થ કહીશું તે દ્વારો આ છે - • નિયુક્તિ - ૪૨૬ થી ૪૨૮ + વિવેચન (અહીં 39 - દ્વારો છે, તેના નામો અને સંક્ષેપાર્થ વૃત્ત્તાનુસાર કહીએ છીએ.) (૧) પ્રજ્ઞાપના - સ્વરૂપ નિરૂપણ, તે ક્ષુલ્લક નિગ્રન્થીયથી જાણવું. (૨) વેદ - · સ્ત્રી, પુરુષ, નપુંસક. તેમાં પુલાક પુરુષ તે નપુંસક વેદે હોય, સ્ત્રી વેદે નહીં. બકુશ. ત્રણે વેદે હોય. પ્રતિસેવના કુશીલ પણ ત્રણે વેદે હોય. કષાય કુશીલ - સવેદી કે અવેદી હોય, અવેદમાં ઉપશાંત કે ક્ષીણ બંને વેદે હોય. નિગ્રન્થ અવેદે જ હોય. એ પ્રમાણે સ્નાતક પણ જાણવો. પણ તે ઉપશાંત વેદે ન હોય. (૩) રાગ - પુલાક બકુશ, કુશીલ સરાગી જ હોય. નિગ્રન્થ વીતરાગ હોય, તે ઉપશાંત કે ક્ષીણ કપાય વીતરાગ હોય. સ્નાતક ક્ષીણ કપાય વીતરાગ જ હોય. (૪) કલ્પ - સ્થિતાસ્થિતકલ્પ કે જિનકલ્પાદિ, પુલાકાદિ બંને કલ્પમાં હોય, પુલાક સ્થવિર કે જિનકલ્પમાં હોય, પણ કલ્પાતીતી ન હોય. - ૪ - · બીજા કહે છે, તે સ્થવિકલ્પે જ હોય. બકુશ અને પ્રતિસેવના કુશીલ બંને કલ્પમાં હોય પણ કલ્પાતીત ન હોય. કષાયકુશીલ ત્રણેમાં હોય, બાકીના બે કલ્પાતીત જ હોય. (૫) ચારિત્ર - પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ એ ત્રણે સામાયિક અને છેદોપસ્થાપનીયમાં હોય. કાયકુશીલ આ બંને સાથે પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરાયમાં હોય. નિગ્રન્થ અને સ્નાતક યથાખ્યાતમાં જ હોય. (૬) પ્રતિસેવના - પુલાક પ્રતિસેવક હોય, બકુશ તેમજ હોય. પ્રતિસેવના કુશીલ પુલાકવત્ મૂળગુણ - ઉતગુણ વિરાધનાથી પ્રતિસેવક જ હોય. કષાય કુશીલ, નિગ્રન્થ અને સ્નાતક પ્રતિસેવક જ હોય. Page #204 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૦ ભૂમિકા ૨૦ ૩ (૭) જ્ઞાન - પુલાક, બકુશ, પ્રતિસેવક બે કે ત્રણ જ્ઞાનવાળા હોય, પુલાકને નવમાં પૂર્વની ત્રીજી આચારવસ્તુથી આભીને નવ પૂર્વો સુધી હોય. કષાય કુશીલને બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય. નિગ્રન્થને તેમજ હોય. સ્નાતકને માત્ર કેવળ જ્ઞાન જ હોય. શ્રુતજ્ઞાન વિશે ક્ષુલ્લક નિર્ગુન્શીયમાં કહેલું છે. (૮) તીર્થ - જે તીર્થકર કરે છે. પુલાક, બકુશ, પ્રતિસેવક તીર્થમાં હોય, કષાયશીલ તીર્થ કે અતીર્થમાં હોય. એ પ્રમાણે નિગ્રન્થ અને સ્નાતક પણ જાણવા. (૯) લિંગી - લિંગ દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. દ્રવ્યથી સ્વલિંગમાં, અન્ય લિંગમાં કે ગૃહી લિંગમાં હોય. ભાવથી સ્વલિંગ જ હોય. (૧૦) શરીર • પુલાક ઔદારિક, તૈજસ, કામણમાં હોય, બકુશ અને પ્રતિસેવના કુશીલ ત્રણ કે ચાર શરીરમાં હોય, તેમને વૈક્રિયનો પણ સંભવ છે. કષાય કુશીલને પાંચે શરીરો હોય, તેમને આહારક પણ સંભવે. નિગ્રન્થ અને સ્નાતકને પુલાવતુ જાણવા. (૧૧) ક્ષેત્ર- કર્મભૂમિ આદિ. તેમાં જન્મ અને સદભાવને આશ્રીને પાંચે કર્મભૂમિમાં હોય. સંકરણ બધે થાય. (૧૨) કાળ - પાંચે પુલાકાદિ જન્મથી અને સભાવથી ત્રીજા, ચોથા, પાંચમાં આરામાં અવસર્પિણીમાં અને ઉત્સર્પિણીમાં ત્રીજા અને ચોથા આરામાં હોય. ભરત, એરવત અને વિદહેમાં હોય. સંહરણને આશ્રીને યથોક્તથી અન્યત્ર કાળમાં, પણ હોય. જો કે પ્રજ્ઞપ્તિના અભિપ્રાયમાં કિંચિત્ ભેદ છે, પણ અમે અત્રે નોંધતા નથી.- ૪ - • (જિજ્ઞાસુએ મૂળ સાક્ષીપાઠ જોવો.) (૧૩) ગતિ - અહીં તે આરાધના અને વિરાધનાના ભેદથી કહે છે - તેમાં પુલાક અવિરાધનાથી ઇંદ્રમાં ઉત્પન્ન થાય અને વિરાધનાથી ઇંદ્ર, સામાનિક, ત્રયઢિશત લોકપાલમાંથી કોઈમાં પણ ઉપજે. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ જાણવા. કષાયકુશીલ અવિરાધનાથી ઇન્દ્ર કે અહમિન્દ્રોમાં જન્મ, વિરાધનાથી કોઈપણ ઇન્દ્રાદિમાં ઉપજે. નિગ્રન્થ તો અહમિન્દ્રોમાં જ ઉપજે. (૧૪) સ્થિતિ પુલાકની જધન્ય સ્થિતિ પલ્યોપમ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી અઢાર સાગરોપમ, બકુશ અને પ્રતિસેવના કુશીલની જધન્ય પલ્યોપમ પૃથક્વ, ઉત્કૃષ્ટથી બકુશ અને પ્રતિસેવકોની બાવીશ સાગરોપમ, કષાય કુશીલની 33 - સાગરોપણ છે. નિર્ગુન્થની અજઘન્યોત્કૃષ્ટની ૩૩ - સાગરોપમ. (૧૫) સંયમ - પુલાકાદિ ચારના અસંખ્યાત સંયમ સ્થાનો છે, નિર્ગસ્થ અને સ્નાતકોને અજધન્યોત્કૃષ્ટ એક જ સંયમ સ્થાન છે. (૧૬) સંનિકર્ષ - સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાથી તુલ્ય, અધિક, હીનત્વને વિચારવું. તેમાં સંયમ સ્થાનની અપેક્ષાથી સૌથી થોડાં નિર્ચન્થ, સ્નાતકને એક સંયમ સ્થાન છે, તેનાથી પુલાકને અસંખ્યાતગુણ, એ પ્રમાણે બકુશ, પ્રતિસેવક, કષાય કુશીલોને પૂર્વાપૂર્વની અપેક્ષાથી અસંખ્યયગુણત્વ જાણવું આ પાંચે ને પ્રત્યેકને અનંતાનંત ચાસ્ત્રિ પર્યાયો છે. ચાસ્ત્રિ પર્યાયની અપેક્ષાથી સ્વસ્થાન સંનિકર્મ ચિંતામાં મુલાકાદિના ચારિત્ર પર્યાયોનું વર્ણન વૃત્તિકારે કરેલ છે. (અમે આ આખું વર્ણન છોડી દીધેલ છે.) Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ (૧૭) યોગ - પુલાકાદિ બધાંને ત્રણે યોગો હોય છે, સ્નાતક સયોગી કે અયોગી હોય. (૧૮) ઉપયોગ - પુલાકાદિને મત્યાદિ ચારે ભેદથી સાકાર ઉપયોગ અને ચક્ષુ આદિ ત્રણ ભેદે અનાકાર ઉપયોગ હોય છે. સ્નાતકને કેવલજ્ઞાન અને કેવલ દર્શન ઉપયોગ હોય છે. (૧૯) કપાય - પુલાક, બકુશ અને પ્રતિસેવકોને સંજ્વલ કષાયો વડે ચાર કષાયો, કષાય કુશીલને ચારે સંજવલન ક્રોધાદિમાં ત્રણ, બે કે એક હોય, નિગ્રન્થો અકષાયી હોય પણ તે ઉપશમથી કે ક્ષયથી હોય. સ્નાતકો ક્ષીણકષાયી જ હોય. ૨૦૪ (૨૦) લેશ્યા - પુલાક, બકુશ, પ્રતિસેવકને પીત્, પદ્મ, શુકલ નામક ત્રણ લેશ્યા હોય. કષાય કુશીલને છ એ લેશ્યામાં હોય, નિગ્રન્થને શુકલ લેશ્યા હોય. સ્નાતકને તે જ લેશ્યા અતિશુદ્ધ હોય છે. (૨૧) પરિણામ - પુલાકાદિ ચારેને વર્લ્ડમાન, હીયમાન કે અવસ્થિત પરિણામ હોય છે, નિગ્રન્થ અને સ્નાતકોને વર્લ્ડમાન અને અવસ્થિત પરિણામો હોય. ઇત્યાદિ − x - x - ને (૨૨) બંધન - કર્મ બંધન, તેમાં આયુને વર્જીને સાત કર્મ પ્રકૃતિ ને પુલાક બાંધે છે. બકુશ અને પ્રતિસેવક. સાત કે આઠ કર્મો બાંધે. કષાય કુશીલ આઠ, સાત, છ બાંધે. નિગ્રન્થ એક જ સાતા વેદનીય બાંધે, સ્નાતક એ પ્રમાણે એક જ બાંધે અથવા કર્મના અબંધક હોય. (૨૩) ઉદય - કર્મોદય, પુલાકાદિ ચાર આઠે કર્મ વેદે છે. નિગ્રન્થ મોહને વર્જીને સાત કર્મો વેદે છે. સ્નાતક વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મો વેદે છે. (૨૪) કર્મ ઉદીરણા - પુલાક આયુ અને વેદનીય વર્જીને છ કર્મ - પ્રકૃતિ ઉદીરે છે, બકુશ પ્રતિસેવકો આઠ, સાત કે છ વેદે. કષાય કુશીલ એ પ્રમાણે, આઠ, સાત, છ કે પાંચને ઉદીરે. નિર્પ્રન્થો પણ આ જ પાંચ કે બે ને ઉદીરે. સ્નાતકો આ બે જ ઉદીરે અથવા અનુદીરક હોય. (૨૫) ઉપસંપદા - અન્યરૂપ પ્રતિપત્તિ, તે સ્વરૂપ પરિત્યાગથી ઉપસંપત્તાનં છે. તેમાં પુલાક પુલાકતાને ત્યજીને તેનો પરિત્યાગ કરતાં કષાય કુશીલત્વ કે અસંયમની ઉપસંપદા પામે છે. - X- બકુશ પણ બકુશતાને ત્યજીને પ્રતિસેવકત્વ, કષાય કુશીલત્વ, અસંયમ કે સંયમાસંયમને પામે છે. પ્રતિસેવના કુશીલ પ્રતિસેવના કુશીલત્વને ત્યજીને બકુશત્વ, કષાયકુશીલત્વ, અસંયમ, સંયમા સંયમને પામે છે. કષાય કુશીલ કષાય - કુશીલત્વને ત્યજીને પુલાકાદિ ત્રણ, નિગ્રન્થત્વ, અસંયમ, સંયમાસંયમને પામે છે. યાવત્ સ્નાતક સ્નાતકલ્પને ત્યજીને સિદ્ધિગતિને પામે છે. (૨૬) સંજ્ઞા - પુલાક, નિગ્રન્થ, સ્નાતકોનો સંજ્ઞોપયુક્ત છે. બકુશ, પ્રતિસેવક, કષાયકુશીલ, સંજ્ઞોપયુક્ત અને નોસંજ્ઞોપયુક્ત છે. (૨૭) આહાર - પુલાકાદિ નિન્થ પર્યન્ત આહારકો છે. સ્નાતકો આહારક કે અનાહારક હોય. (૨૮) ભવગ્રહણ પુલાકાદિ ચારે ધન્યથી એક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી પુલાક એ નિગ્રન્થને ત્રણ, બકુશ અને બંને કુશીલને આઠ. સ્નાતકને એક જ હોય. . Page #206 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૦ ભૂમિકા ૨૦૫ (૨૯) આકર્ષ - આકર્ષવું તે આકર્ષ તે અહીં સર્વવિરતિનું ગ્રહણ અને મોક્ષ છે. પુલાકાદિ ચારેને ધન્ય એકભવિક જ આકર્ષ હોય. ઉત્કૃષ્ટથી પુલાને ત્રણ, બકુશ અને બંને કુશીલોને સેંકડો, નિગ્રન્થને બે, સ્નાતકને અધન્યોત્કૃષ્ટ એક જ આકર્ષ હોય. વિવિધ ભવિક આકર્ષની અપેક્ષાથી પુલાકાદિ ચારેને જધન્યથી બે, ઉત્કૃષ્ટથી પુલાકને સાત, બકુશ અને બંને કુશીલને હજારો, નિગ્રન્થને પાંચ, સ્નાતકને નથી હોતા. * * - * - * -. (૩૦) કાળ - પુલાક જધન્ય કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી. બકુશ અને બંને કુશીલને જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ, નિગ્રન્થને જધન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. (૩૧) અંતર - પુલાકાદિ ચારેનું અંતર જધન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંત કાળ છે. તે કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી દેશોન અપાર્ટ્ઝ પુદ્ગલ પરાયર્ન, સ્નાતકને અંતર હોતું નથી. આ એકને આશ્રીને કહ્યું, ઘણાં પુલાક નિગ્રન્થોને ધન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પુલાકને સંખ્યાત વર્ષો, નિર્પ્રન્થને છ માસ. (૩૨) સમુદ્ઘાત - પુલાકને વેદના, કષાય, મારણાંતિક ત્રણ સમુદ્દાત છે. બકુશ અને કુશીલને એ ત્રણ તથા વૈક્રિય અને તેજસ સહિત પાંચ. કષાયકુશીલ ને તે જ આહારાક સહિત છ, નિગ્રન્થને એકે નહીં. સ્નાતકને એક કેવલી સમુદ્દાત છે. (૩૩) ક્ષેત્ર - પુલાકાદિ ચાર લોકના અસંખ્યય ભાગમાં હોય છે. સ્નાતક અસંખ્યેય ભાગમાં કે સર્વલોકમાં હોય છે. (૩૪) સ્પર્શના - ક્ષેત્રવત્ જાણવી. [] (૩૫) ભાવ - પુલાકાદિ ત્રણે ક્ષાયોપશમિક ભાવમાં, નિગ્રન્થ ઔપશમિક કે ક્ષાયિકમાં, સ્નાતક- ક્ષાયિક ભાવમાં હોય. (૩૬) પરિમાણ - પુલાકો પ્રતિપધમાનક ક્યારેક હોય, ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જધન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ. પૂર્વપ્રતિપન્ન પણ જો હોય ત્યારે ધન્યથી તેમ જ, ઉત્કૃષ્ટથી સહસ્રપૃથકત્વ, બકુશ પણ પ્રતિપધમાનક જો હોય તો જધન્ય અને ઉત્કૃષ્ટથી પુલાકવત્ કહેવા પૂર્વપ્રતિપન્નકો જધન્યથી કોટિશત પૃથકત્વ, ઉત્કૃષ્ટ થી પણ તેમજ છે. એ પ્રમાણે પ્રતિસેવકને પણ જાણવા. કષાય કુશીલ ઉત્કૃષ્ટથી સહસ્રપૃથક્ત્વ અને પૂર્વપ્રતિપન્નજધન્ય અને ઉત્કૃષ્ટથી કોટિ સહસ્ર પૃથક્ક્સ છે. નિર્પ્રન્થો ઉત્કૃષ્ટથી ૧૬૨, પૂર્વ પ્રતિપન્ન હોય તો ઉત્કૃષ્ટથી શત પૃથકત્વ. સ્નાતકો ઉત્કૃષ્ટથી ૧૦૮, પૂર્વ પ્રતિપન્નકો કોટિ પૃથકત્વ. - x-. (૩૭) અલ્પબહુવ મહાનિર્પ્રન્થોનું દ્રવ્ય નિગ્રન્થની અપેક્ષાથી આ જ પ્રશસ્ય મુનિનું અલ્પ બહુત્વ કહેવું. તેમાં સૌથી થોડાં નિગ્રન્થો છે. તેથી પુલાક સંખ્યાતગણા, સ્નાતક, બકુશ, પ્રતિસેવક, કષાયકુશીલ અનુક્રમે સંખ્યાત-સંખ્યાત ગણો જાણવા. - ૭ - હવે નિગ્રન્થ નિરુક્તિ દ્વારથી ઉપસંહાર - • નિયુક્તિ ૪૨૯ અત્યંતર અને બાહ્ય ગ્રંથથી સાવધ ગ્રંથ મુક્ત, આ પ્રમાણેની નિયુક્તિ મહાનિર્ગુન્થ સૂત્રની જાણવી. - ૦ - હવે સૂત્રને કહે છે - - Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર - ૧૩ - સિદ્ધો અને સંતોને ભાવથી નમસ્કાર કરીને હું મોક્ષ અને ધર્મ સ્વરૂપ બોધક તથ્ય પૂર્ણ શિક્ષાનું કથન કરું છું. તે સાંભળો. • વિવેચન - ૭૧૩ - રિટ - બદ્ધ આ અષ્ટવિધ કર્મ, તેને ભસ્મસાત કરવાથી તે સિદ્ધ - ધ્યાન અગ્નિ વડે બાળી નાંખેલ છે. આઠ પ્રકારના કર્મ ઇંધણ જેણે તેમને. શો અભિપ્રાય છે? તીર્થકર સિદ્ધ અને બીજા સિદ્ધોને નમસ્કાર કરીને સર્વ સાવધ વ્યાપારોથી ઉપરત એવા આચાર્ય, ઉપાધ્યાય અને સર્વે સાધોને ભાવથી - પરમાર્થથી. આ પંચ પરમેષ્ઠી રૂપ ઇષ્ટ દેવતાની સ્તવના, અભિધાપ અને અભિધેયાદિ ત્રણને કહે છે. અર્થ અને ધર્મ. અર્થ - હિતાર્થી વડે અભિલાષા કરાય છે તે. આ અર્થ અને ધર્મથી ગતિ - ગત્યર્થ અને જ્ઞાનાર્થ પણ હિતાહિત લક્ષણરૂપ સ્વરૂપનો બોધ જેના વડે છે તે અર્થધર્મગતિ. તથ્ય - અવિપરીત, હિતોપદેશ રૂપ શિક્ષાને સાંભળીને હું કથન કરું છું. આ સ્થવિર વચન છે. આના વડે પૂર્વોત્તરકાળ ભાવિ બે ક્રિયા અનુગત એક કર્તા પ્રતિપાદન વડે આત્માનું નિત્ય-અનિત્યત્વ કહેલ છે. - x x x x- અહીં શિક્ષા એ અભિધેય છે. અર્થ ધર્મગતિ એ પ્રયોજન છે. આ બંનેનો પરસ્પર ઉપાય - ઉપેય ભાવ લક્ષણ સંબંધ સામર્થ્યથી કહ્યો. હવે ધર્મ કથાનું યોગત્વથી આનું ધર્મકથા કથન - • સૂત્ર - ૭૧૪ થી ૭૨૦ - (૧૪) પ્રસુર રત્નોથી સમૃદ્ધ મગધાધિપતિ રાજા શ્રેણિક મંડિફુક્તિ રીત્યમાં વિહાર યાત્રાને માટે નગરી નીકળ્યો. (૭૧) તે ઉધાન વિવિધ વૃક્ષ અને લતાથી છીણ હતું. વિવિધ પક્ષની પરિસેવિત હતું. વિવિધ પુષ્પોથી આચ્છાદિત અને નંદનવનની સમાન હતું. (૧૬) રાજાએ ઉધાનમાં વૃક્ષ નીચે બેઠેલા છોક સંયત, સુસમાહિત, સુકુમાર, સુખોચિત સાધુને જેરા. (૧૭) સાધુના અનુપમ રૂપને જોઈને રાજાને તેમના પ્રતિ ઘણું જ અધિક અને અતુલનીય વિસ્મય થયું. (૭૧૮) અહો! શું વર્ષ છે? શું રૂપ છે? અહો! આર્યની કેવી સૌમ્યતા છે? કેવી ક્ષતિ છે? કેવી મુક્તિ - નિલભતા છે? અો ભોગો પ્રતિ કેવી અસંગતા છે? (૭૧૯) મુનિના ચરણોમાં વંદના કરી, પ્રદક્ષિણા કરી, પછી યોગ્ય સ્થાને ઉભો રહી અને હાથ જોડીને મુનિને પૂછવું - (૭૨૦) હે આર્મી તમે હજી યુવાન છો, તો પણ ભોગકાળમાં દીક્ષિત થયા, શ્રમયમાં ઉપસ્થિત થયા તેનું શું કારણ છે, તે હું સાંભળવા ઇચ્છું છું. • વિવેચન - ૭૧૪ થી ૭૨૦ - સાતે સૂત્રો પાઠ સિદ્ધ છે. રત્ન - મરકતાદિ કે પ્રવર હાથી ઘોડાદિ રૂપ. વિહાર Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦/૦૧૪ થી ૭૨૦ ૨૦૭ યાત્રા - ક્રીડાર્થે અશ્વ વાહનિકાદિ રૂપ, નિર્યાત • નગરાદિથી નીકળ્યો. મંડિકુક્ષિ નામક ચેત્ય-ઉધાનમાં, સાધુબધાં જ શિષ્ટ કહેવાય છે, તેનો વ્યવચ્છેદ કરીને “સંયત' એમ કહ્યું. તે પણ બાહ્ય સંયમવાનું કે નિલવાદિ પણ હોય. સુસમાહિતતાથી મનના સમાધાનવાળા સુખોચિત કે શુભોચિત છો. અતિશય પ્રધાન અનન્ય સદેશ રૂપ વિષય વિસ્મય, અહો! ઇત્યાદિ વડે વિસ્મય સ્વરૂપ કહ્યું. અહીં અહો! આશ્ચર્યમાં છે. વર્ણ - સુનિધ્ધ ગોરતા આદિ. રૂપ - આકાર, સૌમ્યતા - ચંદ્રની જેમ જોનારને આનંદદાયી. અસંગતતા - નિસ્પૃહતા. પાદવંદના પછી પ્રદક્ષિણાનામક પૂજ્યોને જોતાં જ પ્રણામ કરે છે. પછી પ્રશ્ન કરે છે - તરુણ ઇત્યાદિથી પ્રશ્ન સ્વરૂપ કહેલ છે. અહીં જે કારણે તરણ છે, તેથી જ પ્રવજિતને ભોગકાળ કહે છે. અથવા તારણ્યમાં પણ રોગાદિ પીડામાં ભોગકાળ ન થાય, તેથી આ પ્રમાણે કહ્યું તે પણ કદાચિત સંયમમાં અનધત જ હોય. તેથી કહ્યું - શામણ્યમાં કૃત ઉધમ છો. જે નિમિત્તે આપ આવી અવસ્થામાં પણ પ્રવજિત થયા છો. તે હું સાંભળવા ઇચ્છું છું. પછી પણ તમે જ કહેશો, તે પણ હું સાંભળીશ. ત્યારે મુનિ બોલ્યા - • સૂત્ર - ૨૧ - મહારાજા હું અનાથ છું. મારો કોઈ નાથ નથી. મારી ઉપર અનુકંપા રાખનાર કોઈ સુદ - મિત્ર હું પામી રહ્યો નથી. • વિવેચન - ૭ર૧ : હે મહારાજા હું અનાથ - અસ્વામિક છું. એમ કેમ? કેમકે નાથ - યોગક્ષેમના વિધાતા મારે વિધમાન નથી. અણુકંપક - જે મારી અનુકંપા કરે. મારો કોઈ મિત્ર નથી. તું અનંતરોક્ત અર્થ જાણતો નથી. કોઈ અનુકંપક કે મિત્ર પણ મારી સાથે આવતો નથી, કે હું તે કોઈનો સંગત નથી. એ કારણે તારુણ્ય હોવા છતાં પ્રવજિત થયો. -૦ - એ પ્રમાણે મુનિ વડે કહેવાતા - • સૂત્ર - ૨૨, ૭૨૩ - (૭૨) તે સાંભળીને મગધારિપ રાજા શ્રેણિક જોરથી હસ્યો અને બોલ્યો, એ પ્રમાણે તમારા જેવા ઋદ્ધિમાનને કોઈ નાથ કેમ નથી? (૭૨૩) હે ભદતા હું તમારો નાથ થઈશ. હે સંયતા મિત્ર અને જ્ઞાતિજનો સાથે ભોગો ભોગવો. આ મનુષ્ય જીવન ઘણું દુર્લભ છે. • વિવેચન - ૦૨૨, ૭૨૩ - બંને સૂત્રોના અર્થો કહ્યા વિશેષ એ કે - દેખાવમાં તો વિસ્મયનીય વર્ણાદિ સંપત્તિવાળા લાગો છો. કયા પ્રકારે નાથ વિધમાન નથી. આપની આકૃતિ જોતાં તો કઈ રીતે આપને અનાથત્વ સંભવે? જો અનાથત્વ જ તમારે પ્રવજ્યાનો હેતુ હોય તો હે પૂજ્ય! હું તમારો નાથ થઉં. મારા નાથપણામાં મિત્ર, જ્ઞાતિજનો સાથે ભોગ ભોગવવા તમને સુલભ થશે. ત્યારે મુનિ બોલ્યા - Page #209 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - ૩૨૪ થી ૭૨૭ - (૭૨૪) હે શ્રેણિકા તું સ્વયં અનાથ છે. હે મગધાધિપ! જ્યારે તું સ્વયં અનાથ છે, તો કોઈનો નાથ કેવી રીતે બની શકીશ? ૨૦૮ (૭૨૫) પહેલેથી વિસ્મિત રાજા, મુનિના અશ્રુત પૂર્વ વચનો સાંભળીને અધિક સંભ્રાંત અને અધિક વિસ્મિત થયો. પછી બોલ્યો કે - (૭૨૬) મારી પાસે ઘોડા, હાથી, માણસો, નગર અને અંતઃપુર છે. હું મનુષ્યજીવનના બધાં સુખ ભોગ ભોગવી રહ્યો છું. મારી પાસે શાસન અને ઐશ્વર્ય પણ છે. (૭૨૭) આવી શ્રેષ્ઠ સંપત્તિ, જેના દ્વારા બધાં કામભોગ મને સમર્પિત છે, તો હું કઈ રીતે અનાથ છું. હે ભદંત! આપ જુઠ્ઠું ન બોલો. • વિવેચન ૭૨૪ થી ૭૨૭ - - સૂત્ર સુગમ છે. પહેલાંની ઘટનાથી જ તે શ્રેણિક નરેન્દ્ર વિસ્મયવાળો હતો, પૂર્વે પણ રૂપાદિ વિષયથી વિસ્મય યુક્ત એવો તે ‘તું પણ અનાથ છો' એવું સાંભળીને સાધુના આવા અશ્રુતપૂર્વ વચનોથી અતિ આકુળ અને અતિ વિસ્મયવાળો થઈને બોલ્યો - મારે અશ્વ આદિ છે. માનુષી ભોગો, અસ્ખલિત શાસનરૂપ દ્રવ્યાદિ સમૃદ્ધિ અથવા આજ્ઞા વડે પ્રભુત્વ છે. ઉક્ત રીતે મારે પ્રકર્ષ સમૃદ્ધિ છે, તેમાં સંપદાનો લાભ, સમર્પિત સર્વ કામ છતાં ક્યા પ્રકારે હું અનાથ છું. તો હે ભદંત! તમે જૂઠું ન બોલો. તે સાંભળી મુનિ બોલ્યા - . • સૂત્ર • ૭૨૮ થી ૭૪૭ - (૭૨૮) હે પાર્થિવા તું અનાથના અર્થ કે પરમાર્થને જાણતો નથી કે મનુષ્યો અનાથ કે સનાથ કઈ રીતે થાય છે? (૭૨૯) હૈ મહારાજ! અવ્યાક્ષિક્ષ ચિત્તથી મને સાંભળો, અનાથ કેમ થાય? મેં કેમ તે પ્રયોજ્યો? (૩૩૦) પ્રાચીન નગરોમાં અસાધારણ કૌશાબી નગરી છે ત્યાં મારા પિતા છે. તેની પાસે પ્રચુર ધનનો સંગ્રહ હતો. (૩૩૧) મહારાજ! યુવાવસ્થામાં મારી આંખોમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ. હે પાર્થિવા તેનાથી મારા આખા શરીરમાં અત્યંત જલન થતી હતી. (૭૩૨) કુન્દ્ર શત્રુ જે રીતે શરીરના મર્મસ્થાનોમાં અત્યંત તીક્ષ્ણ શાં ઘોંચી દે અને તેનાથી જેમ વેદના થાય, તેમ મારી આંખોમાં વેદના થતી હતી. (૭૩૩) જેમ કેંદ્રના વજ્રપ્રહારથી ભયંકર વેદના થાય, તે રીતે મારે કટિભાગ, હૃદય અને મસ્તકમાં અતિ દારુણ વેદના થઈ રહી હતી. (૭૩૪) વિધા અને મંત્રથી ચિકિત્સા કરનાર, મંત્ર - મૂલના વિશારદ્ અદ્વિતીય શાસ્ત્ર કુશલ, આચાયો ઉપસ્થિત હતા (૭૩૫) તેઓએ મારી ચતુષ્પાદ ચિકિત્સા કરી, પણ મને દુઃખથી મુક્ત ન કરાવી શક્યા તે મારી અનાથતા. (૭૩૬) મારા પિતાએ મારે માટે ચિકિત્સકોને સર્વોત્તમ વસ્તુઓ આપી, પણ તે મને દરથી મત ન કરી શક્ઝામો પાછી નાતા તી Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ૨૦/૨૮ થી ૦૪૭ (૩૭) મારી માતા, પુત્ર શોકના દુઃખથી ઘણી પીડિત રહેતી હતી, પણ તોયે મને દુઃખ મુક્ત ન કરાવી શકી, તે મારી અનાથતા હતી. (૩૮) મહારાજ! મારા મોટા-નાના બધા ભાઈઓ મને દુ:ખમુક્ત ન કરાવી શક્યા. તે મારી અનાથતા છે. (૭૩૯) મારી મોટી અને નાની સગી બહેનો પણ મને દુઃખ મુક્ત ન કરાવી શકી આ હતી મારી અનાથતા. (૭૪૦) મહારાજા મારામાં અનુરક્ત અને અનુલત પત્ની અશુપૂર્ણ નયને મારી છાતી ભજવતી રહેતી હતી. (૭૪૧) તે બાળા મારી જાણમાં કે અજાણમાં ક્યારેય પણ અન્ન, પાન, નાન, ગંધ, માલ્ય અને વિલેપનનો ઉપભોગ કરતી ન હતી. (૭૪ર) ક્ષણ - માબ પણ મારાથી દૂર થતી ન હતી. તો પણ તે મને દુ:ખથી મુક્ત કરાવી ન શકી. મહારાજા આ મારી અનાથતા છે. (93) ત્યારે મેં વિચાર કર્યો કે જીવને આ અનંત સંસારમાં વારંવાર અસહ્ય વેદના અનુભવવી પડે છે. (૭૪૪) આ વિપુલ વેદનાથી જો એક વાર મુક્ત થાઉં, તો હું ક્ષાંત, દાંત, નિરારંભ શણગાર વૃત્તિમાં પ્રણજિત થઈ જઈશ. (૭૪) હે નરાધિપ. આ પ્રમાણે વિચારીને હું સૂઈ ગયો. વીતતી એવી રાત્રિ સાથે મારી વેદના પણ ક્ષીણ થઈ ગઈ. (૭૪૬) ત્યાર પછી પ્રાતઃ કાળમાં નીરોગી થતાં જ હું બધુજનોને પૂછીને ક્ષાંત, દાંત, નિરારંભ થઈ આણગાર વૃત્તિમાં પ્રાજિત થઈ ગયો. (૭૪૭) ત્યાર પછી હું પોતાનો અને બીજાનો, બસ અને સ્થાવર બધાં જીવોનો નાથ થઈ ગયો. • વિવેચન - ૭૨૮ થી ૭૪૭ - વીસ સૂત્રો કહ્યા, તેમાં વિશેષાર્થ આ પ્રમાણે - હે રાજન! તું અનાથ શબ્દનો અર્થ જાણતો નથી. અભિધેય, ઉત્થાન કે મૂળ ઉત્પત્તિ જાણતો નથી. કે ક્યા અભિપ્રાયથી મેં આમ કહેલ છે પ્રકૃષ્ટ ઉત્થાનરૂપ જે રીતે અનાથ કે સનાથ કહ્યું કે તું જાણ. હું તે કહું છું. જે રીતે આ અનાથત્વને મેં પ્રરૂપિત કરેલ છે. આના વડે ઉત્થાન કહ્યું. પુરાણપુર- સ્વગુણ વડે અસાધારણપણાથી ભેદ વડે વ્યવસ્થાપિત એવી પ્રધાન નગરી હતી. જેનું કૌશાંબી નામ હતું. તે પોતે પણ પ્રયુર ધની હતા. મારી યૌવન વય હતી, તે વખતે ચક્ષુરોગ જનિત એવી અતુલ વેદના - વ્યથા મને થઈ. તેથી સર્વ અંગોમાં વિપુલ દાહ થતો હતો. શરીરના વિવર - કર્ણ આદિ. તેના અંતરમાં તે વેદના પ્રવેશી. અહીં શરીરના વિવરોનું ગ્રહણ તેના અતિ સુકુમાલપણાથી ગાઢ વેદના દર્શાવ્યા કરેલ છે. આ અક્ષિવેદના શસ્ત્રવત્ મને અબાધા પહોંચાડતી હતી. ત્રિક - કટિભાગ, અત્તરા - મધ્ય ભાગમાં મને તે પીડા થતી હતી. એ પ્રમાણે બીજી પણ ઇન્દ્ર વજ સમાન અતિદાહોત્પાદકત્વથી તે વેદના ઘોર - બીજાને પણ દેખાય તેવી ભય ઉત્પાદક અને પરમ દારુણ વેદના હતી. 38/ 1 Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ તો એ ઉપસ્થિત વેદના પ્રતિ કોઈ પ્રતિકાર ન કર્યો? મારા જે પ્રાણાચાર્ય અર્થાત વૈધો, વિધા અને મંત્રો વડે વ્યાધિનો પ્રતિકાર કરનાર, અનન્ય સાધારણ પણાથી અર્થાત્ તેવા પ્રકારના બીજાના અભાવથી શસ્ત્રોમાં કુશલ, અને મંત્ર અને મૂલ - ઓષધિમાં વિશારદ વૈધો હતા. તેઓ માત્ર હતા તેમ નહીં. પણ મારી ચિકિત્સા કરતા હતા તે પણ ચતુષ્પાદ - વૈધ, રોગી, ઔષધ અને પરિચારક રૂપ ચાર પ્રકારે હિતને અતિક્રખ્યા વિના, ગુરુ સંપ્રદાયથી આવેલ વમન અને વિરેચકાદિ રૂપે કરી. એ પ્રમાણે કરવા છતાં મને એવા પ્રકારના રોગથી જનિત અસાતાથી મૂકાવી ન શક્યા. આ દુઃખ વિમોચન રૂપ મારી અનાથના છે. - બીજું સર્વ સાર વસ્તુ રૂપ તેમને આપ્યા. એવું ન હતું કે માત્ર આદરવાન પણાથી દુઃખને મુક્ત કરતા હતા. તથા પુત્ર વિષય શોક કે અરેરે! મારો આ દુઃખી પુત્ર કઈ રીતે આ ઉત્પન્ન દુઃખથી પીડિત છે. તેથી પુત્રશોકથી દુઃખાતક દુઃખાર્દિત છે. તથા સહોદર પોતાના જ ભાઈઓ અને બહેનો, મારી પત્ની કે જે મારામાં અનુરાગવાળી હતી, અનુવ્રતા - કુળને અનુરૂપ આચાર વાળી કે પતિવ્રતા હતી, વયને અનુરૂપ હતી. તેણી પણ માસ અતિપ્રધાન વક્ષઃ ને આંસુ વડે ચોતરફથી પલાળતી રહી. એવી પત્ની કે જે ગંધોદકાદિ સ્નાન, મારા જાણવા કે ન જાણવા છતાં પણ કરતી ન હતી, આ બધાં દ્વારા પત્નીની સભાવતા બતાવી. મેં ઉત્તરૂપ અક્ષિ રોગાદિ મેં પ્રાપ્ત કર્યો. ત્યારે તે અભિનવ યૌવના પણ તે ભોગાદિ સેવતી ન હતી. પણ સદા મારી સંનિહિત રહેતી હતી. આના દ્વારા પત્નીની અતિવાત્સલ્યતા બતાવી. (તો પણ મારી વેદના દૂર ન થઈ, તે હતી મારી અનાથતા) આ રીતે રોગ પ્રતિકાર કરવા છતાં, તે દુસહા વેદના હું ફરી ફરી તે રોગ વ્યથાને અનુભવતો - વેદતો હતો. ત્યારે કોઈ વખતે મને વિચાર આવ્યો કે જો હું આ વિપુલ વેદનાથી મુક્ત થાઉં તો - ક્ષમાવાનું ઇંદ્રિય અને નોઇંદ્રિય દમન વડે પ્રવજ્યા લઈશ. કેવી પ્રવજ્યા? ગૃહથી નીકળીને અનગારતા રૂપ-ભાવ ભિક્ષતા રૂપ અંગીકાર કરીશ. જેથી સંસારનો મૂલથી ઉચ્છેદ કરવાથી વેદનાનો સંભવ ન રહે, તે ભાવ છે. એ પ્રમાણે માત્ર બોલીને નહીં, પણ વિચારીને હું સૂઈ ગયો. એ પ્રમાણે રાત્રિ વીતાવ્યા પછી, વેદના ઉપશાંત થતા, નીરોગી થઈ, પ્રભાતે અર્થાત ચિંતાદિની અપેક્ષાથી બીજા દિવસે હું પ્રકર્ષથી નીકળ્યો અર્થાત પ્રવજિત થયો. એટલે કે અનગારિતાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી પ્રવજ્યાના સ્વીકાર પછી હું નાથ થયો, યોગ ક્ષેમને કરવા સમર્થ થયો. પોતાને કે બીજા પુરુષાદિને, બધાં ત્રણ સ્થાવર જીવોનો નાશ થયો. પ્રવજ્યા સ્વીકાર પછી કઈ રીતે તમે નાથ થયા, પૂર્વે નહીં? • સૂત્ર - ૭૪૮; 9૪૯ (૭૪૮) મારો પોતાનો જ આત્મા વૈતરણી નદી છે. ફુટ શાલ્મલી વૃક્ષ છે, કામદુધા ગાય છે અને નંદનવન છે. (૭૪૯) આત્મા જ પોતાના સુખદુઃખનો કતાં અને ભોક્તા છે. સત પ્રવૃત્તિ સ્થિત આત્મા જ પોતાનો Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ૨૦/૩૪૭ થી ૭૪૯ મિત્ર છે અને દુવૃત્તિ સ્થિત આત્મા પોતાનો શત્રુ છે. • વિવેચન - 9૪૮, ૪૯ - આત્મા જ, બીજું કોઈ નહીં, શું કહે છે? નરકની વૈતરણી નામે નદી છે તેથી મહા અનર્થપણાથી નરક નદીવત્ છે. તેથી આત્મા જ કૂટની જેમ જંતુ યાતના હેતુત્વથી શાભલી એટલે નરકોદ્ભવ કૂટશાભલી છે. તથા આત્મા જ કામ - અભિલાષાને અર્થાત્ કામિત અર્થને પ્રાપાથી પૂરા કરે છે, કામ દુધા ગાયની જેમ. આ રૂઢિથી કહેલ છે, આ ઉપમાપણું અભિલષિત સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિના હેતુ પણ છે. મારો આત્મા જ નંદન નામે વન છે. આ ઉપમા ચિત્તનો પ્રહ્નાદ હેતુપણાથી છે. જો આમ છે, તો કહે છે - આત્મા જ દુઃખ કે સુખનો વિધાતા છે અને આત્મા જ આત્માનો વિક્ષેપક છે. આત્મા જ ઉપકારીપણાથી મિત્ર છે અને અપકારીપણાથી અમિત્ર છે. કેવો થઈને? દુષ્ટ પ્રવૃત્ત કે દુરાચાર વિધાતા અને સુષુપ્રસ્થિત તે સદનુષ્ઠાનના કર્તાપણાથી દુષ્પસ્થિત આત્મા જ સમસ્તદુઃખ હેતુથી વૈતરણી આદિ રૂપ અને સુપ્રસ્થિત આત્મા જ સર્વે સુખના હેતુથી કામધેનુ આદિ સમાન છે. તથા પ્રવજ્યા અવસ્થામાં જ સુપસ્થિત પણાથી પોતાના અને બીજાના યોગકરણના સમર્થપણાથી નાથત્વ છે, તેમ જાણવું. હવે બીજી રીતે અનાથત્વ કહે છે - • સૂત્ર - ૭૫૦ થી ૭૬૨ - (૭૫૦) હે રાજન ! એક બીજી પણ અનાથના છે, શાંત અને એકાગ્ર ચિત્ત થઈને મારી પાસેથી સાંભળો. એવા ઘણાં કાયરો હોય છે, જે નિર્ગસ્થ ધર્મ પામીને પણ સીદાય છે. (૭૫૧) જે મહાવતોને સ્વીકારીને પ્રસાદના કારણે તેનું સમ્યફ પાલન કરતા નથી. આત્માનો નિગ્રહ કરતાં નથી, રસોમાં આસકત છે, તે મૂળથી રાગદ્વેષ રૂપ બંધનોનો ઉચ્છેદ કરી શક્તા નથી. (૫૨) જેની જય, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉચ્ચાર, પ્રસવણના પરિષ્ઠાનમાં આયુક્તતા નથી, તે એ માર્ગનું અનુગમન કરી શક્તા નથી, કે જે માર્ગ વીરયાત છે. (૭૫૩) જે અહિંસાદિ વાતોમાં અસ્થિર છે, તપ અને નિયમોથી ભ્રષ્ટ છે. તે લાંબા કાળ સુધી મુંડરુચિ રહીને અને આત્માને કષ્ટ દઈને પણ તેઓ સંસારથી પાર પામી શક્તા નથી. (૭પ૪) જે પોલી મઢીની માફક નિસાર છે, ખોટા સિક્કા માફક અપમાણિત છે, વૈડૂર્ય માફક ચમકનારા તુચ્છ કાચમણિ છે, તેઓ જાણનારા • પરીક્ષકોની દષ્ટિમાં મૂલ્યહીન છે. (૩૫) જે કુશલલિંગ, કપિધ્વજ - રજોહરણાદિ યિહ ને ધારણ કરી જીવિકા ચલાવે છે, અસંગત હોવા છતાં પણ પોતાને સંગત કહે છે, તે લાંબાકાળ માટે વિનાશને પ્રાપ્ત થાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ (૩૫૬) પીવાયેલ કાલકૂટ વિષ, ઉલટુ પકડેલ શસ્રા, અનિયંત્રિત વેતાલ, જેવા વિનાશકારી હોય છે, તેમ જ વિષયવિકાર યુક્ત ધર્મ પણ વિનાશકારી થાય છે. ૨૧૨ (૭૫૭) જે લક્ષણ અને સ્વપ્રવિધાનો પ્રયોગ કરે છે, નિમિત્ત શાસ્ત્ર અને કૌતુક કાર્યમાં અત્યંત આસક્ત છે, કુહેટ વિધાઓથી જીવિકા ચલાવે છે, તે કર્મફળ ભોગ સમયે કોઈનું શરણ પામી શક્તા નથી. (૩૫૮) તે શીલ રહિત સાધુ પોતાના તીવ્ર જ્ઞાનના કારણે વિપરીત દૃષ્ટિને પ્રાપ્ત થાય છે. ફલતઃ સાધુ પ્રકૃતિવાળા તે સાધુ મુનિધર્મની વિરાધના કરી સતત દુઃખી થઈ નરક તિય ગતિમાં આવજા કરે છે. (૩૫૯) જે ઔદ્દેશિક, ક્રીત, નિયાગ આદિ રૂપે અલ્પ પણ અનેષણીય આહાર છોડતો નથી, તે અગ્નિ માફક સર્વભક્ષી ભિક્ષુ પાપકર્મ કરીને અહીંથી મરીને દુર્ગતિમાં જાય છે. (૭૬૦) સ્વયંની દુવૃત્તિ જે અનર્થ કરે છે, તે ગળું કાપનાર શત્રુ પણ કરી શક્તા નથી. ઉક્ત તથ્યને સંયમહીન મનુષ્ય મૃત્યુની ક્ષણોમાં પશ્ચાતાપ કરતા કરતા જાણી શકશે. (૭૬૧) જે ઉત્તમામાં વિપરીત દૃષ્ટિ રાખે છે, તેની શ્રામણ્યમાં અભિરુચિ વ્યર્થ છે. તેના માટે આ લોક નથી, પરલોક પણ નથી. બંને લોકના પ્રયોજનથી શૂન્ય હોવાથી તે ઉભય ભ્રષ્ટ નિરંતર ચિંતામાં ઝુઝે છે. (૭૬૨) આ પ્રકારે સ્વચ્છંદ અને કુશીલ સાધુ પણ જિનોત્તમ માર્ગની વિરાધના કરીને એ જ રીતે પરિતાપ કરે છે, જે રીતે ભોગાસક્ત થઈ નિરર્થક શોક કરનારી કુરરી પરિતાપને પ્રાપ્ત થાય છે. ♦ વિવેચન - ૭૫૦ થી ૭૬૨ - અનંતર જ કહેવાનાર બીજી પણ અનાથતા - અસ્વામીતા, કે જેના અભાવે હું ‘નાથ' થયો, તે કહે છે - હે રાજન! તે અનાથતાને તું એકાગ્રમનથી સ્થિર થઈ સાંભળી. તે કઈ છે? નિગ્રન્થોનો ધર્મ - આચાર, તે પામવા છતાં પણ તેના અનુષ્ઠાન પ્રત્યે શિથીલ થાય છે. કેટલાંક કાયર - નિઃસત્વી લોકો. જે સર્વથા નિઃસત્ય છે તે મૂળથી જ નિગ્રન્થ માર્ગને સ્વીકારેલ નથી, એમ કહે છે. અથવા આવા નિઃસત્વો સીદાતા પોતાનું કે બીજાનું રક્ષણ કરવાને માટે સમર્થ થતા નથી. આ સીદાવા લક્ષણ રૂપ બીજી અનાથતા છે. સીદાતા એવાની જ અનેક પ્રકારે સ્વરૂપ અનુવાદથી ફળદર્શક સ્પષ્ટતા કરતા કહે છે - જેઓ નિદ્રાદિથી અનિગૃહીત - અવિધમાન વિષય નિયંત્રણ આત્મા તે અનિગ્રહાત્મા. તેથી જ મધુરાદિ રસમાં ગૃદ્ધિમાન તેના વડે કર્મ બાંધે છે, તે રાગ દ્વેષ રૂપ બંધન. આયુક્તતા - ઉપયોગ પૂર્વક સ્વલ્પ પણ, ઉપકરણને લેતા કે મૂક્તા જુગુપ્સા Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦/૫૦ થી ૭૬૨ ૨૧૩ કરે છે. અહીં ઉચ્ચારાદિની સંયમ અનુપયોગિતાથી જુગુપ્સાથી પરઠવવા વિષયક જુગુપ્સા કહી. તે આ પ્રકારે કેમ કહી? કેમકે તે વીર વડે વાત - અનુગમન કરાતો માર્ગ છે. કયો માર્ગ? સમ્ય દર્શનાદિ. લાંબા કાળના મુંડ હોય તે માત્ર કેશને જ દૂર કરે છે, બાકીના અનુષ્ઠાનથી પરસંગમુખપણાથી રુચિ જેને છે, તે મુંડરચિ. અસ્થિર વ્રતવાળો, ઉક્ત રૂપ તપોનિયમથી ભ્રષ્ટ, આત્માને કલેશપમાડવા જ લોચ કરે છે. પણ તે પર્યાગામી થતો નથી. સંપરય - જીવો ઘણું ભ્રમણ કરે છે, તે સંસાર, (અર્થાત આવો મુંડ સંસારમાં જ ભ્રમણ કરે છે.) જે પોલી મુટ્ટીની માફક નિઃસાર છે. આ અસારત્વ - બંને રીતે સઅર્થની શૂન્યતાથી છે, તે ખોટા સિક્કાની માફક અપ્રમાણિત છે. જેમ કોઈ કૂટપણાથી નિયંત્રિત તાય છે. તેમ આ પણ અવિનીતતાથી ઉપેક્ષણીય પણ છે. કાચનો મણિ પૈડૂર્યવત પ્રકારો છે, પણ વૈડૂર્યમણિ સમાન અમદાર્ધક - મૂલ્યવાન થતો નથી. છતાં મુગ્ધજન છેતરાય છે. કુશીલ લિંગ - પાર્થ સ્થાદિ વેશ, આ જન્મમાં અનિયિહ-રજોહરણાદિ ધારીને જીવિકાને માટે અર્થાત અસંયમ જીવિતને નિર્વહણા ઉપાય રૂપે પોષે છે, તેથી તે અસંયત જ થઈ સંયત આત્માનો અપલાપ કરે છે. સંયતલાભ - સ્વર્ગ કે અ વર્ગની પ્રાપ્તિ રૂપ મને થશે તેમ માને છે પણ તે તેને વિવિધ અભિધાન રૂપ થાય છે. થોડાકાળમાં નરકાદિ ગતિ પામે છે. અહીં હેતુ કહે છે - જેમ કાલકૂટ ઝેર પીનારો હણાય છે. શાસ્ત્ર પણ ખોટી રીતે ગ્રહણ કરાય તો હણે છે. આ વિષાદિ વત યતિધર્મપણ જો શબ્દાદિ વિષયુક્ત હોય તો હણે છે. કેમ કે દુર્ગતિમાં પડવાનો હેતુ છે. તે વૈતાલની જેમ મંત્રાદિ વડે અનિયંત્રિત છે. જે લક્ષણ અને પ્રના ફળને પ્રયોજે. ભીમાદિ નિમિત્ત અને અપત્ય આદિ અર્થે કૌતુક કરે. તે પ્રવૃત્તિમાં અતિ આસક્ત રહે, કુહંટ વિધા-ખોટા આશ્ચર્ય પમાડનારી મંત્ર તંત્ર જ્ઞાન રૂપ વિધા ને પ્રયોજે છે, તે કર્મ બંધના હેતુ પણાથી આશ્રય દ્વાર વડે જીવિત રહે છે. તેઓ શરણ- દુષ્કૃતમાં રક્ષા કરવા સમર્થ થતાં નથી. ક્યારે? તે કર્મના ફળના ઉપભોગ કાળમાં. આ જ અર્થને જ ભાવિત કરતાં કહે છે - અતિ મિથ્યાત્વથી ઉપડતતાથી, પ્રકૃષ્ટ અજ્ઞાનથી જ અશીલને પ્રાપ્ત થઈ. સદા વિરાધના જનિત દુઃખથી જ તત્ત્વાદિમાં વિપરીતતાને પામે છે. તેનાથી સતત નરક અને તિર્પચ યોનિમાં જાય છે. ચારિત્રને વિરાધીને તત્ત્વથી અયતિ સ્વભાવવાળો થાય, આ રીતે વિરાધનાનું અનુબંધફળ કહ્યાં. કઈ રીતે મુનિપણું વિરાધીને, કઈ રીતે નરકાદિ ગતિમાં જાય, તે દેશિક આદિ દોષો સેવે છે. તેમાં ખરીદવું તે ક્રીત, નિર્વતિત તે કૃત, નિત્યાગ એટલે નિત્યપિંડ, અર્થાત્ અપાશુકને ભક્ષણ કરવાના સ્વભાવવાળો અગ્નિ માફક સર્વભક્ષી થઈને પાપ કરે છે પછી કુગતિમાં જાય છે. જેથી એ પ્રમાણે દુશ્ચરિતથી જ દુર્ગતિની પ્રાપ્તિ છે, તેથી કહે છે કે - પોતાની Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉત્તરાધ્યયન મૂવસૂમ-સટીક અનુવાદ/ર જ જે દુષ્ટાચાર પ્રવૃત્તિ રૂપ જે અનર્થ કરે છે, તે ગળું કાપનાર - પ્રાણ હર્તા શત્રુ પણ નથી કરતા, પણ અત્યંત અમૂઢતાથી આને આચરવા છતાં જીવો જાણતા નથી. તો શું ઉત્તરકાળે પણ ન જાણે? તે દુરાત્મતા કત જ્યારે મરણ સમય આવે ત્યારે જાણે છે. કઈ રીતે? પશ્ચાતાપ વડે કે - “મેં આ ખોટું કર્યું.” દયા એટલે સંયમ, સત્ય કે અહીંસા રહિત થઈને મરણ સમયમાં પ્રાયઃ અતિ મંદ ધર્મીને પણ ધમાંભિપ્રાયની ઉત્પત્તિ થાય તેથી આવું કથન છે. જેથી આ મહાન અનર્થનો હેતુ અને પશ્ચાતાપનો હેતુ છે, તે કારણથી દુષ્ટાચાર પ્રવૃત્તિને પહેલાંથી જ મૂઢતા તજીને તે દુરાત્માનો પરિહાર કરવો જોઈએ. જે મૃત્યુના મુખમાં પડવા છતાં પણ તેને જાણતો નથી, તેના વિશે તો કહેવાનું જ શું હોય? નિરર્થક - નિષ્ફળ જ છે, શું? નગ્નતામાં અર્થાત્ શ્રમણ્યમાં રુચિ. જે ઉતમાર્થ - પર્યન્ત સમયની આરાધનામાં પણ, દુષ્ટાચાર પ્રવૃત્તિ હોવા છતાં પણ સુંદર આચાર પ્રવૃત્તિ રૂપ પરિજ્ઞાન પામતા નથી. - x- ૪- તેને આ પ્રત્યક્ષ લોક વિધમાન નથી. એટલું જ નહીં પરલોક - જન્માંતર રૂપ પણ વિધમાન નથી. તેમાં આ લોકનો આભાવ કેમ? શરીરના કલેશના હેતુથી જ લોચાદિ કરે છે. પરલોકનો અભાવ - કુગતિમાં જવાથી શારીરિક માનસિક દુ:ખના સંભવથી નાશ પામે છે. તેથી આ લોક અને પરલોક બંનેના અથનો અભાવ થાય છે. તે આલોક અને પરલોકમાં અર્થ સંપત્તિવાળા લોકોને જોઈને વિચારે છે કે - “ધિક્કાર છે મને કે હું અપુન્યભાગી છું, ઉભયથી ભ્રષ્ટ થયો છું. આ ચિંતાથી તે ક્ષીણ થાય છે. જે કહ્યું કે, “પછીથી અનુતાપ વડે જાણે છે” તેમાં આ જે રીતે પરિતાપ પામે છે. તેને દર્શાવતા ઉપસંહારમાં કહે છે- એ પ્રમાણે મહાવતને સ્પશદિન કરીને સ્વરુચિ વિરચિત આચાર અને કુત્સિત શીલાદિ રૂપ સ્વભાવથી કુરરી - એક પાક્ષિણી, તેની જેમ નિપ્રયોજન શોક કરતાં પશ્ચાતાપરૂપને પામે છે. જેમ માંસ ગૃદ્ધ પક્ષી માર્ગમાં વિપત્તિ પામીને પસ્તાય છે, આનો વિપત્તિનો કોઈ પ્રતિકાર નથી. એ પ્રમાણે આ પણ ભોગરસ ગૃદ્ધ આલોક અને પરલોકમાં અનર્થ પ્રાપ્ત થતાં પસ્તાય છે. સ્વ - પર પરિત્રાણના અસમર્થપણાથી અનાથત્વ કહ્યું. આ સાંભળીને જે કરવું જોઈએ તેનો ઉપદેશ આપે છે• સૂત્ર - ૩૬૩ - મેધાવી આ સુભાષિત અને જ્ઞાનગુણ યુક્ત અનુશાસનને સાંભળીને કુશીલ વ્યક્તિના બધાં માર્ગોને છોડીને, માનિJભ્યોના માન ચાલે. • વિવેચન - ૬૩ - હે મેધાવી. શોભન પ્રકારે કહેવાયેલ આ અનંતરોક્ત અનુશાસન, તેમજ વિરમણ રૂપ જ્ઞાનના ગુણોને જાણીને, અથવા જ્ઞાનગુણોથી યુક્ત થઈને, મહા નિરૈનોના માર્ગે ચાલે. તેનાથી શું ફળ છે? તે કહે છે - Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦/૭૬૪ ૨૧૫ • સૂત્ર - ૭૬૪ - ચારિત્રાચાર અને જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન નિન્જ નિરાશ્રય હોય છે. અનુત્તર શુદ્ધ સંયમનું પાલન કરીને તે કર્મોનો ક્ષય કરીને વિપુલ, ઉત્તમ તથા શાશ્વત મોક્ષને પ્રાપ્ત કરે છે. • વિવેચન - ૬૫ - ચારિત્રનું આચરણ તે આચાર, તેનું આસેવન જ ગુણ છે. અથવા ગુણ - જ્ઞાન. તેનાથી યુક્ત તે ચાસ્ટિાચાર ગુણ યુક્ત, મહાનિર્ગસ્થના માર્ગે જઈને, પ્રધાન - ચાખ્યાત ચાત્રિ રૂપ સંયમને પાળીને હિંસાદિ આશ્રવ રહિત થઈને, કમોં ખપાવીને - જ્ઞાનાવરણાદિનો સંક્ષય કરીને જાય છે. ક્યાં? વિપુલ, ત્યાં અવસ્થિતિથી ઉત્તમ એવા નિત્ય - મુક્તિપદને પામે છે - તેનો ઉપસંહાર કહે છે - સૂત્ર - ૬૫ - એ પ્રમાણે ઉગ્ર, દાંત, મહા તપોવન, મહાપ્રતિજ્ઞ, મહાયશસ્વી તે મહામુનિએ આ મહાનિર્ચન્થીય મહાશુતને મા વિસ્તારથી કહ્યું. • વિવેચન - ૬૫ - ઉક્ત પ્રકારે શ્રેણિકના પૂછવાથી મુનિએ કહેલ, ઉગ્ર - ઉત્કટ કર્મશત્રુના જય પ્રતિતેજદાંત તે ઉગ્રદાંત, મહાપ્રતિજ્ઞ- અતિદઢવ્રતને સ્વીકારેલ, તેથી જ મહાયશવાળા મહાનિર્ચન્થોના હિતને માટે આ મહાનિર્ચન્થીય અધ્યયન કહ્યું. • સૂત્ર - ૭૬૬ થી ૭૬૯ - (૭૬૬) રાજા શ્રેણિક સંત થયો અને હાથ જોડીને બોલ્યો - ભગવદ્ ! અનાથનું યથાર્થ સ્વરૂપ આપે મને સારી રીતે સમજાવ્યું. (૭૬) હે મહર્ષિ તમારો મનુષ્ય જન્મ સફળ છે, ઉપલબ્ધિઓ સફળ છે. તમે સનાથ અને સબાંધવ છો, કેમકે તમે જિનેશ્વરના માર્ગ સ્થિત છો. (૭૬૮) હે સંયતા તમે નાથોના નાથ છે, બધાં જીવોના નાથ છો. હે મહાભાગા હું તમારી ક્ષમા ચાહું છું, હું તમારાથી અનુશાસિત થવાની ઇચ્છા રાખું છું. (૭૬૯) મેં તમને પ્રખ્ખ કરીને જે ધ્યાનમાં વિઘ્ન કર્યું અને ભોગોને માટે નિમંત્રણ આપ્યું. તે બધાં માટે ક્ષમા કરો. • વિવેચન - ૩૬૬ થી ૭૬૯ - ચારે સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ કે - ખુશ થઈને પછી શ્રેણિકે આ પ્રમાણે કહ્યું - આપે જે કંઈ ઉપદેશ કર્યો, આપે વર્ણ રૂપાદિની પ્રાપ્તિ રૂપ અને ધર્મ વિશેષ ઉપલંભ રૂપ લાભો ઉત્તરોત્તર ગુણના પ્રકર્ષ હેતુથી સુલબ્ધ કર્યા છે. આપ તત્ત્વથી સનાથ અને સબાંધવ છો. અહીં જિનોત્તમ માર્ગમાં સ્થિત રૂપ જન્મત્વ આદિ સુલબ્ધ કર્યા છે. તે હેતુ છે. પૂર્વાર્ધમાં ગુણ પ્રશંસા કરીને ઉતરાર્ધમાં ક્ષમાયાચના દર્શાવી. - x x-. ફરીથી ક્ષમાયાચનાર્થે વિશેષથી કહે છે - મેં તમને પૂછ્યું કે - આપ શા માટે યૌવન વયમાં પ્રવજિત થયા? પછી તમને ભોગને માટે નિમંત્રણા કરી. તે બધાં માટે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ મને ક્ષમા કરો. હવે સમગ્ર અધ્યયનનો ઉપસંહાર કહે છે - • સૂત્ર ૭૭૦ થી ૭૨૨ - (૭૭૦) એ પ્રમાણે રાજસિંહ શ્રેણિકે અણગારસિંહ મુનિની પરમ ભક્તિથી સ્તુતિ કરી, અંતઃપુર તથા પરિજનો સહિત તે વિમળ ચિત્તથી ધર્મમાં અનુરક્ત થઈ ગયો. (૭૭૧) રાજાના રોમકૂપ આનંદથી ઉલ્લસિત થઈ રહ્યા હતા. તે મુનિની પ્રદક્ષિણા અને મસ્તકથી વંદના કરીને પાછો ગયો. (૩૭૨) આ તરફ તે ગુણ સમૃદ્ધ, ત્રણ ગતિથી ગુપ્ત, ત્રણ દંડોથી વિરત મોહ મુક્ત મુનિ પક્ષીની માફક વિમુક્ત થઈને પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા - તેમ હું કહું છું. • વિવેચન - ૭૭૦ થી ૭૭૨ - અતિ પરાક્રમતાથી સિંહ જેવો આ રાજા, કર્મ મૃગો પ્રતિ દારુણપણાથી સિંહ જેવા તે અણગાર, અથવા બંનેમાં “સિંહ” શબ્દ પ્રશંસાને જણાવે છે. સાવરોધ- અંતઃપુર સહિત, સપરિજન - પરિવાર સહિત. મિથ્યાત્વમળ ચાલી જતાં, રોમ કૂપ ઉલ્લસિત થતાં, સ્વસ્થાને ગયા. સંપત પણ પક્ષીવત ક્યાંય પણ પ્રતિબંધ રહિત વિચારવા લાગ્યા. મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન - ૨૦ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ અધ્ય. ૨૧ ભૂમિકા ( અધ્યયન - ૨૧ - “સમુદ્ધપાલિત” છે. ૦ મહાનિર્ચન્થીય નામક વીસમું અધ્યયન કહ્યું. હવે એકવીસમું આરંભીએ છી. તેના આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં અનાથતા અનેક રીતે કહી. અહીં તેની વિચારણાથી વિવિક્ત ચર્ચા વડે જ ચરવું જોઈએ, એ અભિપ્રાયથી તે જ કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારા પૂર્વવત્ પ્રરૂપીને યાવત નામ નિષ્પન્ન નિક્ષેપોમાં “સમુદ્રપાલિક' નામથી સમુદ્રપાલનો નિક્ષેપો કહે છે - . • નિર્યુક્તિ - ૪૩૦, ૪૩૧ + વિવેચન - સમુદ્ર વડે પાલિત તેનો નામાદિ ચાર ભેદે નિક્ષેપો કરવો ઇત્યાદિ બધુ પૂર્વવત કહેવું. ભાવથી સમુદ્રપાલ એ નામ કર્મને વેદનો તે, તેનાથી આ સમુદ્રપાલ અધ્યયન આવેલ છે. સમુદ્ર વડે પાલિત એ વ્યુત્પત્તિને જણાવવા માટે કહેલ છે. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે, તે સૂત્ર હોય તો થાય, તેથી સૂત્ર કહે છે - " • સૂત્ર - ૭૭૩ થી ૭૮૨ - (૦૭૩) ચંપા નગરીમાં “પાલિત' નામે એક વણિક શ્રાવક હતો. તે મહાત્મા ભગવંત મહાવીરનો શિષ્ય હતો. (૭૭૪) તે શ્રાવક નિગ્રન્થ પ્રવચનનો વિશિષ્ટ વિદ્વાન હતો. એક વખત પોત જહાજથી વ્યાપાર કરતો તે પિદુડ નગરમાં આવ્યો. (૭૭૫) પિહુડ નગરમાં વ્યાપાર કરતી વખતે તેને એક વેપારીએ પોતાની પુત્રી પરણાવી. થોડા સમય પછી ગર્ભવતી પત્નીને લઈને સ્વદેશ ચાલ્યો. () પાલિતની પત્નીએ સમુદ્રમાં જ પુત્રને જન્મ આપ્યો. તેનો જન્મ સમુદ્રમાં થવાથી તેનું નામ “સમુદ્રપાલ' રાખ્યું. (૭૭૭) તે શ્રાવક સકુશલ ચંપાનગરીમાં પોતાને ઘેર આવ્યો. તે સુકુમાર બાળક તેના ઘરમાં આનંદથી મોટો થવા લાગ્યો. (૩૭૮) તે બાળકે બોંતેર કળા શીખી, તે નીતિ નિપુણ થઈ ગયો. યુવાવસ્થાથી સંપન્ન થયો ત્યારે બધાંને સુંદર અને પ્રિય લાગવા માંડ્યો. (૦૭૯) પિતાએ તેના માટે રૂપિણી' નામની સુંદર પની લાવી આપી તે પોતાની પત્ની સાથે દોસુંદક દેવવત સુરમ્ય પ્રસાદમાં કીડા કરવા લાગ્યો. (૭૮) કોઈ સમયે તે પ્રાસાદના ઝરૂખામાં બેઠો હતો. વધ્યજન ઉચિત આભુષણોથી યુક્ત વધ્યને ધ્યાને લઈ જવાતો તેણે જોયો. (૭૮૧) તેને જોઈને સંવેગ પ્રાપ્ત સમદ્રપાલે મનમાં આ પ્રમાણે કહ્યું - ખેદની વાત છે કે- આ અશુભ કર્મોનું દુઃખદ પરિણામ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ (૭૮૨) આ પ્રમાણે ચિંતન કરતા તે મહાન આત્મા સંવેગ પામીને સંબુદ્ધ થઈ ગયા. માતા પિતાને પૂછીને તેણે અનગારિતા દીક્ષા ગ્રહણ કરી. • વિવેચન - ૭૭૩ થી ૭૮૨ - દશ સૂત્રો કહ્યા. તેની કિંચિત્ વ્યાખ્યા કરતા કહે છે - ચંપા નામની નગરીમાં પાલિત નામે સાર્થવાહ શ્રાવક હતો. તે વણિક જાતિનો હતો. ભગવંત મહાવીરનો શિષ્ય હતો. તે પ્રશસ્ય આત્મા હતા. તે કેવો હતો? નિગ્રન્થ સંબંધી પ્રવચનમાં શ્રાવક એવો તે પાલિત પંડિત હતો. જીવાદિ પદાર્થનો જ્ઞાતા હતો. પ્રવહણ વડે વ્યાપાર કરતો પિહુંડ નામે નગરે આવ્યો. તે પિહુંડ નગરમાં વ્યાપાર કરતો હતો ત્યારે તેના ગુણોથી આકર્ષાઈને કોઈ વણિકે તેને પોતાની પુત્રી પરણાવી. તે ત્યાં કેટલોક કાળ રહ્યો. પોતાની પત્નીને ગર્ભવતી જાણીને સ્વદેશ પ્રતિ પાછો ચાલ્યો આવતો હતો ત્યારે તેની પત્નીએ સમુદ્રમાં બાળકનો પ્રસવ કર્યો. તે સમુદ્રમાં પ્રસવ પામ્યો તેથી તેનું સમુદ્રપાલ નામ આપ્યું. અનુક્રમે સુખપૂર્વક તે વણિક ઘેર પહોંચ્યો. પોતાને ઘેર તે બાળકને ઉછેરવા લાગ્યા. તે બાળક સુકુમાર થયો. બાળક મોટો થતાં કળા ગ્રહણને યોગ્ય જાણી તે ૭૨ કળાઓ શીખ્યો. પછી નીતિનો જ્ઞાતા થયો. યૌવનથી પરિપૂર્ણ શરીરી થતાં તે સુરૂપ અને પ્રિયદર્શનપણાંથી બધાંને આનંદદાતા થયો. તેની પરણવાની યોગ્યતા જાણીને રૂપવતી એવી પત્ની તથાવિધ કુળમાંથી પાલિતે લાવીને પરણાવી. તે બંને પ્રાસાદમાં રમણ કરતાં હતા. કેવી રીતે? દોગંદક દેવની જેમ. કોઈ દિવસે ત્યાંથી અવલોકન કરતાં કોઈ વધ્ય પુરુષને વધ્યાનુરૂપ આભુષણોથી યુક્ત કરીને વધને માટે નગરના બહારના પ્રદેશ લઈ જવાતો જોયો. તે પ્રમાણે વધ્યને જોઈને તેને સંસારથી વૈમુખ્યતા ઉત્પન્ન થઈ. મુક્તિનો અભિલાષ થયો. તે બોલ્યો - પાપ અનુષ્ઠાન જન્ય અશુભ કર્મોનું આ પ્રત્યક્ષ ફળ છે. એમ વિચારતા બોધ પામ્યો. તે જ પ્રાસાદમાં બેઠાબેઠા ને પ્રકૃષ્ટ સંવેગ પામતા, માતાપિતાને પૂછીને અણગારિક દીક્ષા લીધી. હવે અનુવાદ જ છે તો પણ સ્પષ્ટતા હેતુ વ્યાખ્યાંગને જણાવવા ઉક્ત અર્થનો જ અનુવાદ કરતાં નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૩ર થી ૪૪૨ + વિવેચન - ચંપામાં પાલિત નામે સાર્થવાહ હતો. તે ક્ષીણમોહી વીરવર ભગવંતનો શિષ્ય હતો. કોઈ દિવસે તે પાલિત સમુદ્ર જહાજથી ગણિમ અને ધરિમ ભરીને નીકળ્યો. તે પિહુંડ નામના નગરે પહોંચ્યો. ત્યાં પિહંડ નગરમાં વ્યાપાર કરતા ત્યાં કોઈ વણિકે તેની પુત્રી પરણાવી. ત્યાંથી પત્નીને લઈને તે સ્વદેશ આવવા માટે નીકળ્યો. તે સાર્થવાહ પત્નીએ સમુદ્ર મધ્યે પુત્રને જન્મ આપ્યો. તે સર્વાગથી પ્રિયદર્શન અને સમુદ્રપાલ નામે હતો. ક્ષેમ પૂર્વક તે પાલિત શ્રાવક પોતાને ઘેર પહોંચ્યો. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧/૭૩ થી ૭૮૨ ૨૧૯ પાંચ ધાત્રી વડે પરિપાલિત કરાતો તે સમુદ્રપાલ મોટો થવા લાગ્યો. બોંતેર કળા શીખ્યો. નીતિ કોવિદ થયો. તે ચોવન પામતા અધિક પ્રિયદર્શન થયો. ત્યારે તેના પિતાએ તે રૂપિણી નામે કન્યા પરણાવી. તે કન્યા ચોસઠ ગુણથી યુક્ત અને દેવાંગના સદશ રૂપવાળી હતી. તે રૂપિણી સાથે દોગંદક દેવની જેમ ભવનપુંડરિકમાં ક્રીડા કરતો હતો. નિત્ય કિંકરોથી પરિસ્વરેલો રહેતો. કોઈ દિવસે પોતાની પત્ની સહિત ઝરૂખામાં બેઠો હતો ત્યારે તેણે લોકો વડે કોઈ વધ્ય પુરુષને લઈ જવાતો જોયો. તે સંજ્ઞ જ્ઞાનથી બોલ્યો અને સંસારના દુ:ખોથી ભયભીત થયો. આ પાપક તેના જ પાપકર્મોથી લઈ જવાય છે તે એશ્વર્યવાનુ બોધ પામ્યો. અનુત્તર સંવેગને પ્રાપ્ત થયો. પોતાના પિતાને પૂછીને તે યશકીર્તિએ નિષ્ક્રમણ કર્યું. આ નિયુક્તિઓ વ્યાખ્યાત જ છે. વિશેષ આ - વરવર - નામથી બીજાં પણ વીરો સંભવે છે, તે ભાવથી પણ વીર હતો તેથી વર શબ્દ લીધો. આના વડે ભગવંતની સમકાળતા પણ દર્શાવી. ગણિમ - સોપારી આદિ. ઘરમ - સુવર્ણ આદિ. પ્રિયદર્શન - સર્વજન વડે અભિમત અવલોકન. દસદ્ધ - પાંચ ધાત્રીઓ - દુધ, સ્નાન, મંડન, ક્રીડન અને અંક નામની. - - - x ચોસઠ ગુણો - અશ્વ શિક્ષાદિ આઠ કળા રહિત. કલા જ અપર નામે વિજ્ઞાન કહેવાય છે. ભવનપુંડરિક - પ્રધાન ભવન. અહીં પંડરિક શબ્દ પ્રશંસાવાચી છે. સેંકડો અવિવેકીજનોથી અનુગમન કરાતા વધ્યપુરુષને લઈ જવાતો જોયો. સંજ્ઞી- સમ્યગૃષ્ટિ. ભીત - ત્રસ્ત. નિકૃષ્ટ પાપહેતુ ચોરી આદિ અનુષ્ઠાનોથી આ પાપનું ફળ છે. આ ચોરને જે પાપકર્મોનું અનિષ્ટ ફળ મળે છે તેનું ફળ મને પણ મળે. -૦- હવે દીક્ષા લઈને તેણે શું કર્યું? • સૂત્ર - ૭૮૩ થી ૭૯૫ - (૭૮૩) દીક્ષા લઈને મુનિ મહાફ લેશકારી, મહામોહ અને પૂર્ણ ભયકારી સંગનો પરિત્યાગ કરીને પણ ધર્મમાં, વ્રતમાં, શીલમાં, પરીષહોને સમભાવે સહેવામાં અભિરુચિ રાખે. (૭૮૪) વિદ્વાન મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહાયર્સ અને અપરિગ્રહ, આ પાંચ મહાવતોને સ્વીકારીને જિનોપદિષ્ટધર્મ આચરે. (૭૮૫) ઇંદ્રિયોનું સમ્યફ સંવરણ કરનાર ભિક્ષ બધાં જીવો પ્રતિ કરુણાવાન રહે, ક્ષમાથી દુર્વચનાદિ સહે, સંપત થાય, બ્રહાયારી થાય. સદૈવ સાવધ રોગનો પરિત્યાગ કરતો વિચરે. (૭૮૬) સાધુ સમયાનુસાર પોતાના બલાબલને જાણીને રાષ્ટ્રોમાં વિચરણ કરે. સિંહની માફક ભયોત્પાદક શબ્દો સાંભળીને પણ સંબસ્ત ન થાય. અસભ્ય વચન સાંભળીને બદલામાં અસખ્ય વચન ન કહે. (૭૮૭) સંયમી પ્રતિકુળતાની ઉપેક્ષા કરતો વિસરે. પિય-અપ્રિય પરીષહોને સહન કરે. સબ બધી વસ્તુની અભિલાષા ન કરે. પૂજા અને Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર ગહની પણ ઇચ્છા ભિક્ષ ન કરે. (૭૮૮) અહીં સંસારમાં મનુષ્યોને અનેક પ્રકારના છંદ-અભિપ્રાય હોય છે. ભિક્ષ તેને પોતામાં પણ ભાવથી જાણે છે. તેથી દેવ-મનુષ્યતિર્યંચ કૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગોને સહન કરે. (૭૮૯) અનેક દુર્વિષહ પરીષહ પ્રાપ્ત થતાં ઘણાં ફાયર લોકો ખેદનો અનુભવ કરે છે. પરંતુ ભિક્ષ પરિષહ પ્રાપ્ત થતાં સંગ્રામમાં આગળ રહેનારા હાથીની માફક વ્યથિત ન થાય. (૭૯૦) શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, દિણ સ્પર્શ તથા બીજા વિવિધ પ્રકારના આતંક જ્યારે ભિક્ષુને સ્પર્શ, ત્યારે તે કુત્સિત શબ્દો ન કરતો, તેને સમભાવથી સહન કરે. પૂર્વકૃત કર્મોને ક્ષીણ કરે. (૭૯૧) વિચક્ષણ ભિક્ષ સતત રાગદ્વેષ અને મોહને છોડીને, વાયુથી અર્કાપિત મેરુની માફક આત્મગુપ્ત બનીને પરીષહોને સહન કરે, (૭૯૨) પૂજા-પ્રતિષ્ઠામાં ઉન્નત અને ગહમાં અવનત ન થનાર મહર્ષિ પૂજા અને ગહમાં લિપ્ત ન થાય. તે સમભાવી, વિરત, સંયમી, સરળતાને સ્વીકારીને નિવણ માને પ્રાપ્ત થાય છે. (૭૯૩) જે આરતિ - રતિને સહન કરે છે, સંસારીજનના પરિચયથી દૂર રહે છે, વિરક્ત છે. આત્મહિતનો સાધક છે; સંયમશીલ છે. શોક રહિત છે, મમત્વ રહિત છે. અકિંચન છે. તે પરમાર્થ પદોમાં સ્થિત થાય છે. (૭૯) ગાયી, મહાયશસ્વી, ગઠષિઓ દ્વારા સ્વીકૃત, લેપાદિ કર્મ રહિત, અસંસ્કૃત, એકાંત સ્થાનોને સેવે અને પરીષહોને સહન કરે. (૭૯) અનુત્તર ધર્મ સંચયનું આચરણ કરીને સદજ્ઞાનથી જ્ઞાનને પ્રાપ્ત કરનારા, અનુતર, જ્ઞાનધારી, યશસ્વી, મહર્ષિ, અંતરિક્ષમાં સૂર્યની સમાન ધર્મસંધમાં પ્રકાશમાન થાય છે. વિવેચન - ૭૮૩ થી ૭૫ - તેરે સૂત્રો પ્રાયઃ સુગમ જ છે. વિશેષ આ પ્રમાણે - સત ગ્રન્થને તજીને સ્વજનાદિ પ્રતિબંધ રૂપ સંગને તજીને, જેનાથી કે જેમાં મહા કલેશ છે, થાય છે તે મહાન મોહ - આસક્તિ જેમાં છે, તથાવિધ કૃત્ન કે કૃષ્ણ લેશ્યા પરિણામ હેતુત્વથી મહાક્લેશાદિ રૂપત્યથી વિવેકીને ભયાવહ છે. પર્યાય - પ્રવજ્યા પર્યાય. તેમાં ધર્મ તે પર્યાય ધર્મ. પછી અભિરોચિતવાન - તે અનુષ્ઠાન વિષયા પ્રીતિ કૃતવાનું. - ૮- ૪ - અથવા આત્માને જ આ પ્રમાણે અનુશાસિત કરે છે - જેમકે હે આત્મન ! સંગ ત્યજીને પ્રવજ્યાધર્મ આપને અભિરુચે છે. એ પ્રમાણે ઉત્તર ક્રિયામાં પણ યથાસંભવ ભાવના કરવી. પ્રવજ્યા પર્યાય ધર્મ જ હવે વિશેષથી કહે છે - મહાવતો, પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તરગુણ રૂપ શીલ, પરીષહોને સહેવા. આ અભિરુચિ કરીને, પછી જે કર્યું, તે કહે છે Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧/૭૮૩ થી ૭૯૫ અહિંસા, સત્ય આદિ સ્વીકારે છે. પાંચ મહાવ્રતો - અહિંસા આદિનો સ્વીકારીને પૂર્વવત્ વિયરે છે. અર્થાત્ અંગીકાર કર્યા વિના રહેતા નથી. ઘર્મ - શ્રુત અને ચારિત્રરૂપ કે જે જિનેશ્વરે કહેલ છે. વિઊ એટલે વિદ્વાન, જ્ઞાતા. બાકી બધાં જ પ્રાણીમાં દયા વડે - હિતોપદેશદાનાદિ રૂપથી અથવા રક્ષણ રૂપથી જે અનુકંપનશીલ છે તે દયાનુકંપી. ક્ષાંતિ વડે - અશક્તિથી નહીં ખમે છે - પ્રત્યનીકાદિ ઉદીરિત દુર્વચનાદિને સહન કરે છે. તેથી ક્ષાંતિ ક્ષમ. સંયત, એવો તે બ્રહ્મચારી. પૂર્વે બ્રહ્મચર્યનો સ્વીકાર કહેલો હોવા છતાં ફરી અહીં ‘બ્રહ્મચારી’ એ અભિધાન બ્રહ્મચર્યના દુરનુચરત્વ જણાવવા માટે છે. આના વડે મૂલ ગુણ રક્ષણનો ઉપાય કહ્યો. કાલ પ્રસ્તાવે અથવા કાલેન - પાદોન પૌરુષિ આદિ વડે, તે કાલોચિત પ્રત્યુપ્રેક્ષણાદિ કરતા હતા. રાષ્ટ્ર - મંડલમાં, લાગૅલ - સહિષ્ણુત્વ. અસહિષ્ણુત્વ લક્ષણ જાણીને જે રીતે આત્માની સંયમ યોગ હાનિ ન થાય. . ૨૨૧ બીજા કહે છે - સિંહવત્ એટલે ભય ઉત્પાદકત્વથી પણ સત્વોને ત્રાસિત કરીને નહીં. સિંહના દૃષ્ટાંતથી સાત્ત્વિકત્વથી અતિસ્થિર પણાથી. તેથી જ દુઃખ ઉત્પાદક અસભ્ય - અશ્લીલ રૂપ વચનો સાંભળીને તેવા જ વચનો સામે ન બોલે. તો શું કરે? તેની ઉપેક્ષા કરતાં ચાલે. તથા પ્રિય કે અપ્રિય - અનુકૂળ કે પ્રતિકૂળ બધાંને સહન કરે. અર્થાત્ બધી વસ્તુ બધાં સ્થાને ગમી જાય તો પણ યથાર્દષ્ટ - જે જે જુએ તેની અભિલાષાવાળો ન થાય. અથવા જો એકત્ર પુષ્ટ આલંબનથી સેવે તો પણ તે બધું અભિમત આહારાદિથી બધે અભિલાષાવાળો ન થાય. પૂજા કે ગર્હામાં પણ અભિરુચિ ન કરે. ગર્ભ એટલે નિંદા કે પરપરિવાદ. (શંકા) ભિક્ષુને પણ શું અન્યથા ભાવ સંભવે છે? કે જેથી આ - આ પ્રમાણે તેના ગુણનું અભિધાન છે? તેથી કહે છે - અનેક છંદ - અભિપ્રાયો સંભવે છે. તે તત્ત્વવૃત્તિથી ઔદયિક ભાવથી ધારણ કરાય છે. અણગાર - ભિક્ષુ પણ આવા આવા ભાવને ધારણ ન કરે, તે માટે તેના ગુણનું અભિધાન કરેલ છે. · ભયભૈરવ - ભયોત્પાદકત્વથી ભીષણ, તેમાં બ્રહ્મચર્યની સ્વીકૃતિ કહી. પૂર્વે ‘ભીમ’ શબ્દ વાપરેલો, ફરી તેને અહીં કહ્યો તે તેની અતિ રૌદ્રતાને જણાવવાને માટે છે. દિવ્ય ઇત્યાદિ ઉપસર્ગો જાણવા. પરિષહો જ્યારે ઉદીરાય છે, ત્યારે સંયમ પ્રતિ શિથીલ થાય છે. જ્યારે ઉપસર્ગો કે પરીષહો પ્રાપ્ત થાય - અનુભવન દ્વારથી આવે ત્યારે વ્યથા ન પામે. ભયથી ચલિત ન થાય, પણ ભિક્ષુ સત્ત્વવાળા થઈને સંગ્રામ શીર્ષ - યુદ્ધપ્રકર્ષ સમાન હસ્તિરાજવત્. સ્પર્શ - તૃણ સ્પર્શાદિ, તથા રોગો ઉપતાપિત કરે છે. . - x - ૪ - એ પ્રમાણે રજની માફક - જીવની મલિનતાથી હેતુપણાથી કર્મોને પરીષહ સહન કરવા વડે ખપાવે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ/૨ મોહ - મિથ્યાત્વ, હાસ્ય આદિ રૂપ કે અજ્ઞાન ગ્રહણ કરાય છે. આત્મા વડે ગુમ તે આત્મગુમ - કાચબાની જેમ સંકુચિત સર્વાગ વાળા, આના વડે પરીષહ સહન કરવાનો ઉપાય કહેલ છે. સંયત પૂજા કે ગહમાં સંગ ન ધારણ કરે. તેમાં અનુન્નત કે અવનતત્વ એટલે કે પૂજામાં ઉન્નત ન થાય, ગહમાં અવનત ન થાય. પૂર્વવત અભિરુચિનો નિષેધ જાણવો. પણ તે હજુભાવ - આર્જવતાને અંગીકાર કરીને સંયત સભ્યમ્ દર્શનાદિ રૂપ વિરત થઈને વિશેષથી નિર્વાણ માર્ગને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી તે ત્યારે શું કરે છે? તે કહે છે - સંયમ અસંયમ વિષયમાં અરતિ-રીતિને સહન કરે. તેનાથી બાધિત ન થાય. તે અરતિરતિસહ. સંતવ-પૂર્વ કે પશ્ચાત સંતવ રૂપ અથવા વચન સંવાસ રૂપ ન કરે. કોની સાથે? ગૃહસ્થો સાથે. પ્રધાન એવો જે સંયમ મુક્તિના હેતુ પણાથી જેને છે તે પ્રધાનવાન અથવા પરમ પુરુષાર્થવાન થાય. પરમાર્થ એટલે મોક્ષ, તે જેના વડે જણાય તે પરમાર્થ પદો - સખ્ય દર્શનાદિ, તેમાં અવિરાધક્તાથી રહે. છિન્ન શોક અથવા છિન્ન શ્રોત છે તેવો. શ્રોત એટલે મિથ્યાદર્શન આદિ છેદેલા છે જેણે તે છિન્ન શ્રોતા. તેથી જ અમમ અને અકિંચન છે. અહીં આ સંયમના વિશેષણો છે. - x x- તથા વિવિક્તલયન અર્થાત સ્ત્રી આદિ રહિત ઉપાશ્રય રૂ૫. નિરુપલેપ - ભાવથી આસક્તિ રૂપ ઉપલેપ વર્જિન, દ્રવ્યથી પણ તેમાટે ઉપલિપ્તનહીં તેવા. અસંસ્કૃત - બીજાદિ વડે અભિવ્યાપ્ત, તેથી જ નિર્દોષતાથી મુનિ વડે આસેવિત છે. - *- X ફરી ફરી પરીષહ “સ્પર્શન' નામે છે તે અતિશય જણાવવાને માટે છે. તેનાથી સમુદ્રપાલ મુનિ કેવા પ્રકારના થયા? સમુદ્રપાલ મુનિ શ્રુતજ્ઞાન વાળા થયા. યથાવત્ ક્રિયાકલાપથી યુક્ત થયા. શોભન એવા અનેક રૂપ જ્ઞાનો - સંગ ત્યાગ, પર્યાય ધર્મ રુચિ, તત્ત્વાદિનો અવબોધ, તેના વડે યુક્ત થયા. ધર્મ સંચય - ક્ષમા આદિ યતિ ધર્મનો સમૃદય. અનુત્તર જ્ઞાન - કેવળ જ્ઞાન, તેને ધારણ કરવાથી અનુત્તર જ્ઞાનધર થયા. - - - - X-. તેથી જ યશસ્વી, અંતરિક્ષમાં સૂર્યની જેમ પ્રકાશ કરતા, જેમ આકાશમાં સૂર્ય અવભાસે છે, તેમ આ ઉત્પન્ન કેવલજ્ઞાનથી અવભાસે છે. હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતાં તેનું ફળ કહે છે - • સૂત્ર - ૭૯૬ - - સમુદ્રપાલ મુનિ પુન્ય પાપ બંનેને ખપાવીને, સંયમમાં નિશ્ચલ અને સર્વથા વિપ્રમુક્ત થઈને સમુદ્ર જેવા વિશાળ સંસાર પ્રવાહને તરીને અપુનરાગમન સ્થિતિમાં - મોક્ષમાં ગયા. - તેમ હું કહું છું. વિવેચન - ૭૯૬ - બે ભેદે - ઘાતકર્મ અને ભવોપગ્રાહી કર્મના ભેદથી, પુન્ય પાપ- શુભ અશુભ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧/૦૯૬ ૨૨૩ પ્રકૃતિ રૂપ, નિરંજન - કર્મસંગથી રહિત અથવા નિરંગણ - સંયમ પ્રતિ નિશ્ચલ, શેલેશી અવસ્થા પ્રાપ્ત. તેથી જ બાહ્ય અને અત્યંતર આસક્તિ હેતુથી તેને તજીને) અતિ દુસરપણાથી મહાન સેવા ભવોદપિ - દેવાદિ ભવ સમૂહને ઉલ્લંઘીને મોક્ષમાં ગયા. આ જ અર્થને સ્પષ્ટ કરવાને માટે નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૪૪૩ + વિવેચન - ઘણાં વર્ષો સુધી તપશ્ચરણ કરીને તે ક્લેશ, તે નિવારીને તે સ્થાનને સંપ્રાપ્ત થાય છે, જે સંપ્રાપ્ત થતાં શોક રહેતો નથી. - - - મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૨૧ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ — — — – - ભાગ - ૩૮ - પૂર્ણ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ વિભાગીકરણ ભાગ 39 ૩૮ ૩૯ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ અધ્યયનો અધ્ય. ૧ થી ૬ અધ્ય. ૭ થી ૨૧ અધ્ય. ૨૨ થી ૩૬ Page #226 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ ભાગ ક્રમાંક : 1 અને 2 3 અને 4 | 5 થી 7. We | 9 થી 13 15 આગમનું નામ આચારાંગ. સૂત્રકૃતાંગા સ્થાનાંગ. સમવાયાંગ. ભગવતી જ્ઞાતાધર્મકથા ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીય જીવાજીવાભિગમ પ્રજ્ઞાપના સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ | મહાનિશીથ આવશ્યક પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ દશવૈકાલિક ઉત્તરાધ્યયન નંદીસૂત્ર અનુયોગદ્વાર કલ્પ (બારસા) સૂત્ર | 16 | 17 17 થી 19 20 થી 22 | | 23,24. 25 થી 27 | 28 II 29 | 30 | 31 થી 34 ( 35 | 36 37 થી 39 : 40 | | 41 42