________________
૧૦૩૦૬ થી ૩૧૦
૭૫ કરતા નથી તેવા શક, યવન, શબર આદિ દેશોમાં ઉદ્ભવ, તેમાં મનુષત્વ પામીને પણ પ્રાણી ઉત્પન્ન થાય છે. આ બધાં જ ધર્મ-અધર્મ, ગમ્ય-અગમ્ય, ભક્ષ્ય-અભક્ષ્ય, આદિ બધાં જ આર્ય વ્યવહાર નિર્યયપ્રાયઃ જ છે. એમ હોવાથી હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર.
- આ રીતે આર્ય દેશમાં ઉત્પત્તિ રૂપ આર્યત્વ અતિ દુર્લભ છે, તો પણ કદાચ તે પ્રાપ્ત થઈ જાય. તો અવિકલ સ્પર્શનાદિ પાંચે ઇન્દ્રિયો જેને છે તે અહીન પંચેન્દ્રિયતા દુર્લભ જ છે. હવે તેનો હેત કહે છે. વિકલ એટલે રોગાદિ વડે ઉપહત ઇંદ્રિયો, જેમાં તેનો ભાવ છે તે વિકલેન્દ્રિયતા દુ’ શબ્દ અનેકાર્થતાથી બહુભસૂચક છે, તેથી જે કારણે બાહુલ્યથી વિકલેન્દ્રિયતા દેખાય છે, તેથી દુર્લભ જ અહીન પંચેન્દ્રિયતા છે. તે કારણે હે ગૌતમ! સમયનો પણ પ્રમાદ ન કર,
તેથી અહીન પંચેન્દ્રિયતા પણ ઉક્ત ન્યાયથી અતિ દુર્લભ છે તેમ કહીને જણાવે છે કે કદાચ જીવને તે પણ પ્રાપ્ત થઈ જાય, તો પણ ઉત્તમ જે ધર્મ, તેનું શ્રવણ રૂપ તે ધર્મ શ્રુતિ તેનાથી પણ દુર્લભ છે. શા માટે ? કુલિત એવા જે તે તીર્થો તે કુતીર્થ - શાક્ય, ઉલ્કાદિ, તેને અનુષ્ઠયપણાથી સ્વીકાર કરવાથી તે કુતીર્થકોને નિત્ય સેવે છે માટે કુતીર્થનિષેધક લોકો. કુતીર્થિકો જ યશ અને સત્કાર આદિની ઇચ્છાવાળા હોવાથી લોકોને જે પ્રિય છે તે વિષયક જ ઉપદેશ આપે છે, તેના તીર્થના કર્તા પણ આવા પ્રકારના જ હોય છે. - - - તેમને સેવનારને ઉત્તમ ધર્મશ્રતિ ક્યાંથી હોય ? એ પ્રમાણે તેનું દુર્લભત્વ અવધારીને, ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર,
* ઉત્તમ ધર્મ વિષયત્વથી ઉત્તમા, ઉક્તિરૂપ શ્રુતિ પ્રાપ્ત થાય તો પણ તેની શ્રદ્ધા - તત્ત્વરૂચિ રૂ૫ થવી તે પણ દુર્લભ છે. તેનો હેતુ અહીં કહે છે - મિથ્યાત્વ - અતત્વમાં પણ જે તત્ત્વની પ્રતીતિ, તેને જે સેવે છે તે મિથ્યાત્વ નિષેવક લોકો છે. અનાદિ ભવની અભ્યસીતાથી કે ભારેકર્મીપણાથી તેમાં જે પ્રાયઃ પ્રવૃત્તિ રહે છે. જો એમ છે, તો ગીતમાં સમય માત્રનો પ્રમાદ ન કર.
વળી કહે છે - ઘર્મ તે પ્રકમથી સર્વજ્ઞ પ્રણિત લેવો. તેની શ્રદ્ધા કરતો હોવા છતાં - તેને કરવાના અભિલાષ હોવા છતાં દુર્લભ છે તેના કાયા એટલે શરીરથી અને ઉપલક્ષણથી મન અને વચન વડે સ્પર્શવું અર્થાત તે ધર્મનું અનુષ્ઠાન કરવું કારણ કેઆ જગતમાં શબ્દાદિ કામ ગુણામાં મૂર્શિત અથવા ગૃદ્ધિવાળા પ્રાણીઓ છે. પ્રાયઃ જીવોને અપથ્ય એવા જ વિષયોમાં આસક્તિ હોય છે. - X- વિષયાતુર જગને તે પ્રમાણે પ્રિય વિષયો અનુકૂળ હોય છે. પાઠાંતરથી કામગુણો વડે મૂર્જિતની જેમ મૂર્જિત, ધર્મ વિષયક ચેતન્યથી વિલુમ, તેઓને આવી ધર્મસામગ્રી પ્રાપ્ત થવી દુર્લભ છે, તે કારણે હે ગૌતમ! સમય માબ પણ પ્રમાદ ન કર,
આ પ્રમાણે પાંચ સૂત્રોનો અર્થ કહ્યો. વળી શરીરનું સામર્થ્ય પણ હોય અને ધર્મની સ્પર્શના પણ હોય, તો પણ તેની અનિત્યતા જણાવીને અપ્રમાદનો ઉપદેશ આપતા કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org