________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર
• સૂત્ર - ૩૧૧ થી ૩૧૬ (૩૧૧) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, શ્રવણશક્તિ નબળી પડી રહી છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર.
૭૬
-
(૩૧૨) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, આંખોની શક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર.
(૩૧૩) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, પ્રાણશક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૧૪) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, જીભની શક્તિ નષ્ટ થઈ રહી છે. ગૌતમ ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૧૫) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, સ્પર્શ શક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર.
(૩૧૬) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, તારું સર્વ બલ હીન થાય છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર.
♦ વિવેચન - ૩૧૧ થી ૩૧૬
પરિજીયંતિ – સર્વ પ્રકારે વયની હાનિ અનુભવે છે. તારું શરીર જરા આદિથી અભિભૂતપણાથી અનુકંપનીય થયું છે, અથવા આત્માને પરિનિંદે છે - અર્થ કરવો. જેમકે - મને ધિક્કાર છે, હું કેવો થઈ ગયો ? કઈ રીતે ? માથાના વાળ, ઉપલક્ષણથી રોમ પણ સફેદ થઈ ગયા છે. પૂર્વે લોકોના નયનને આકર્ષણ કરતાં અતિ કૃષ્ણ હતા, હવે સફેદ થઈ ગયા છે. - ૪ - પૂર્વે જે મારું શ્રોત્ર બળ અર્થાત્ દૂર આદિના શબ્દોને સાંભળવાનું સામર્થ્ય હતું તે, વૃદ્ધાવસ્થાથી ક્ષયને પામી રહ્યું છે. અથવા શરીરની જીર્ણતા અવસ્થાને વિચારવી, આ બંને યોજવા - શરીર જીર્ણ થઈ રહ્યું છે અને વાળ સફેદ થઈ રહ્યા છે. એ પ્રમાણે આ શ્રોત્રબળ ઘટી રહ્યું છે, તેથી શરીરના સામર્થ્યના અસ્થિરપણાથી, ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર. આ પ્રમાણે પાંચે સૂત્રો જાણવા. વિશેષ એ કે - અહીં પહેલાંથી શ્રોત્રનું ઉપાદાન તેની પ્રધાનતા બતાવે છે. તેનું પ્રધાનત્વ તેના હોવાથી બાકીની ઇંદ્રિયોના અવશ્ય ભાવથી પટુતર ક્ષપોપશમજત્વથી છે. તથા ઉપદેશના અધિકારથી ઉપદેશનું શ્રોત્રગ્રાહ્યત્વથી છે. તથા સર્વબળ - એટલે હાથ, પગ આદિ અવયવોના સ્વ-સ્વ વ્યાપારનું સામર્થ્ય, અથવા મન - વચન - કાયાના બધાં ધ્યાન, અધ્યયન, ચંક્રમણ આદિ ચેષ્ટા વિષયક શક્તિ.
-
sol
વૃદ્ધાવસ્થાથી શરીરની અશક્તિ કહી, હવે રોગથી તેને કહે છે
Jain Education International
• સૂત્ર - ૩૧૭ -
અરતિ, ગંડ, વિસૂચિકા, આતંક, વિવિધ રોગોની સ્પર્શનાથી તે શરીર પડી જાય છે, વિધ્વસ્ત થઈ જાય છે. તેથી હે ગૌતમ ! સમય માત્ર
પણ પ્રમાદ ન કર.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org