SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ સાગરોપમ પ્રમાણ છે. તેમાં એક - એક ભવનું ગ્રહણ જ કહેલ છે. માટે જીવ તેટલું જ ત્યાં રહે, માટે પ્રમાદ ન કરવો. ઉક્ત અર્થના જ ઉપસંહારને માટે કહે છે - • સૂત્ર ૩૦૫ - પ્રમાદ બહુલ જીવ શુભાશુભ કર્મોને કારણે એ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવો નહીં. - • વિવેચન ૩૦૫ ઉક્ત પ્રકારે પૃથ્વી આદિ કાયસ્થિતિ લક્ષણથી થવું જ - તિર્યંચ આદિ જન્મરૂપ સંસરવાપણાથી સંસાર તે ભવસંસાર, તેમાં પર્યટન કરે છે.. શુભ - શુભ પ્રકૃતિરૂપ, અશુભ - અશુભ પ્રકૃતિરૂપ તે શુભાશુભ, કર્મ – પૃથ્વીકાયાદિ ભવ નિબંધન વડે પ્રાણી પ્રમાદથી વ્યાપ્ત થઈને અથવા ઘણાં ભેદોને લાવે તે બહુલ - મધ આદિ અનેક ભેદથી પ્રમાદ એટલે ધર્મ પ્રતિ અનુધાત્મક જેને છે તે બહુલ પ્રમાદ. અહીં આશય એવો છે કે જીવ પ્રમાદ - બહુલ થઈ શુભાશુભ કર્મો એકઠા કરે છે. એકઠા કરીને, તેને અનુરૂપ ગતિમાં તેવા - તેવા ભાવોને પામીને ભ્રમણ કરે છે. તેના કારણે ફરી માનુષત્વ દુર્લભ થાય છે. આ રીતે પ્રમાદના મૂળપણાથી બધી અનર્થ પરંપરા થાય છે. તે કારણે હે ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવો નહીં. એ પ્રમાણે મનુજત્વનું દુર્લભત્વ કહ્યું. હવે તે પામીને ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે, તેને કહે છે - સૂત્ર - ૩૦૬ થી ૩૧૦ - (૩૦૬) દુર્લભ મનુષ્યત્વ પામીને પણ આર્યત્વ પામવું દુર્લભ છે. કેમકે ઘણાં દસ્યુ અને મલેચ્છ હોય છે, ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૦૭) આર્યત્વ પ્રાપ્ત થયા પછી પણ અહીન પંચેન્દ્રિયત્ન દુર્લભ છે. ઘણાં વિકલેન્દ્રિયો દેખાય છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૦૮) અહીન પંચેન્દ્રિયત્વની પ્રાપ્તિ પછી પણ ઉત્તમ ધર્મનું શ્રમણ દુર્લભ છે. કુતીર્થિકોની ઉપાસના કરનારા લોકો દેખાય છે. તેથી હે ગૌતમા ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૦૯) ઉત્તમ ધર્મની શ્રુતિ મળવા છતાં તેની શ્રદ્ધા થવી દુર્લભ છે. ઘણાં લોકો મિથ્યાત્વ સેવે છે. તેથી ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૧૦) ધર્મની શ્રદ્ધા કરતો પણ તદનુરૂપ આચરણ દુર્લભ છે. ઘણાં લોકો કામગુણોમાં મૂર્છિત છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. ♦ વિવેચન ૩૦૬ થી ૩૧૦ - આ મનુષ્યત્વ અતિ દુર્લભ જ છે, છતાં કોઈકને પ્રાપ્ત થઈ પણ જાય, તો પણ આર્યત્વ - મગધાદિ આર્ય દેશમાં ઉત્પત્તિ થવી દુર્લભ છે. તેથી કહે છે - ઘણાં જ દસ્યો - દેશના છેડે વસનારા ચોર, મલેચ્છ - અવ્યક્ત વાચાવાળા, જે ઉક્ત આર્યત્વને ધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy