________________
૧૧૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ યુગલને જોઈને, તેની સ્ત્રીના ઉદાર રૂપને જોઈને કુમાર આ પ્રમાણે બોલ્યો - જો તમારી કૃપાથી કંઈક મળી રહે તો સારું. ત્યારે તેણે કહ્યું કે વંશીકુંડમાં પ્રવેશી જા. તે કન્યાનો પતિ બોલ્યો - મારી પત્ની અહીં ગર્ભના મૂળથી આહત થઈને રહી છે. - X- ૪ - તેણીએ કુમારને જોયો. તેણીને પણ અનુરાગ થયો, તે બંને મોહનમાં પ્રવૃત્ત થયા. એ પ્રમાણે કેટલીક વેળા પછી કુડંકથી નીકળ્યા.
પોતાને ઓળખાવવા કુમાર પ્રતિ કહ્યું - નદીનું ફુડંક ગહન છે, તેનાથી પણ ગહનતર પુરુષનું હૃદય હોય છે. આના વડે આણે એવો અર્થ કર્યો - અમે પણ જાણીએ છીએ કે સ્ત્રીહદય અતિગહન હોય છે. તમારા ચિતથી તે પણ જિતાયું.- - X- પતિને ખોટો વિશ્વાસ પમાડવા તેણીએ બ્રહ્મદરનું ઉતરીય ગ્રહણ કર્યું. પછી પતિ સાથે ગઈ.
ત્યાંથી નીકળીને બ્રહાદત્ત સુપ્રતિષ્ઠ પહોંચ્યો. ત્યાં કુસકુંડી નામે કન્યા હતી. ભિકુંડી નામના રાજા દ્વારા નિકાશિત જિતશત્રુ નામે રાજાની પાસેથી મથુરાની અહિચ્છત્રા જતાં માર્ગમાં પ્રાપ્ત થાય છે.
તથા ઇન્દ્રપુરમાં શિવદત્ત નામ, રૂદ્રપુરમાં વિશાખાદત્તા નામે તેની બે પુત્રીઓ, દીર્ઘપૃષ્ઠના પુરષોથી ડરીને બ્રાહ્મણનો વેષ કરીને બે કન્યા અને રાજ્ય પામ્યો ત્યાર પછી રાજગૃહ, મિથિલા, હસ્તિનાપુર, ચંપા અને તે પ્રમાણે શ્રાવસ્તીમાં ભ્રમણ કર્યું. આ અનંતર દશવિલા નગરો, બ્રહ્મદત્તહિંડિથી જાણવા.
એ પ્રમાણે ભ્રમણ કરતા બ્રહાદત્તને પિતાના મિત્રો કટકદા, કરેણુદત્ત આદિ મળ્યા. પ્રત્યંત રાજાઓને ગ્રહણ કર્યા. ચકરત્ન ઉત્પન્ન થયું, તેના દ્વારા દેખાડાતા માર્ગે દિગ્વિજય કરવાનો આરંભ કર્યો. કાંડિલ્યનગરે પહોંચ્યા. દીર્ધપૃષ્ઠ તેની સામે લડવા નીકળ્યો. બ્રહ્મદરે તેને પાડી દીધો. એ પ્રમાણે તે દીર્ઘપૃષ્ઠના દેશના રોષમાંથી મુક્ત થયો.
આ અરસામાં મળેલા પિતાઓએ તેની કન્યાઓ પરણાવી. યથા અવસરે બાકીના રત્નો પણ બ્રહ્મદત્તને ઉત્પન્ન થયા. છ ખંડ ભારતની સાધના કરી - જીતી લીધું. નવે નિધિઓને પ્રાપ્ત કરી. ચક્રવર્તી પદ પરિણત થયું. એ પ્રમાણે સુકૃતના ફળનો ઉપભોગ કરતો કેટલોક કાળ પસાર થયો.
કોઈ દિવસે દેવતા વડે મંદારામ ભેટ ધરાયું. તેના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. હું નલિનીગુભ વિમાને દેવ હતો તે જાણ્યું.
આ પ્રમાણે કાંડિલ્યમાં સંભૂતનો જીવ ચક્રવર્તી થયો. હવે ચિત્રનો વૃત્તાંત શું છે, તે સૂત્રકાર જણાવે છે -
• સૂત્ર • ૪૦૮-૨
ચિત્ર મુમિતાલ નગરમાં જન્મ્યો. વિશાળ શ્રેષ્ઠીકુળમાં ઉત્પન્ન થયો. ધર્મ સાંભળીને તે પ્રાજિત થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org