________________
૧૩૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - ૪૬૦ -
આત્મા અમૂર્ત હોવાથી તે ઇંદ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. જે અમૂર્ત ભાવ હોય છે, તે નિત્ય હોય છે. આત્માના આંતરિક હેત જ નિશ્ચિત રૂપથી બંધના કારણ છે અને બંધને જ સંસારનો હેતુ કહેલો છે.
• વિવેચન - ૪૬૦ -
કરો - પ્રતિષેધ અર્થમાં છે, શ્રોત્ર આદિથી સંવેધ તે ઇંદ્રિયગ્રાહ્ય પ્રક્રમથી સત્વ. અસત્વથી જ આ ઇંદ્રિયને અગ્રાહ્યા છે, એવી શંકા થાય, તેથી કહે છે - ઇંદ્રિયગ્રાહ્યરૂપ આદિના અભાવથી, અહીં કહેવાનો આશય આ છે કે- જે ઇંદ્રિયગ્રાહ્ય થઈને ઉપલબ્ધ છે, તે અસત છે તેમ નિશ્ચય કરાય છે - X - X - X -. (અહીં આત્મવાદની કિંચિત વક્તવ્યતા છે. અમારી પૂર્વ પ્રતિજ્ઞાનું સાર આ વિષય છોડી દીધેલ છે. તજજ્ઞો પાસે મૂળવાદ સમજીને જ અનુવાદ સમજવો જોઈએ.) વૃદ્ધો વ્યાખ્યા કરતા કહે છે કે - અમૂર્ણપણાથી તે નોઇંદ્રિય ગ્રાહ્ય છે. નોઇંદ્રિય એટલે મન, મન જ આત્મા. તેથી આત્મા સ્વપક્ષ છે. કઈ રીતે? સૈકાવ્ય કાર્યના વ્યપદેશથી. તે આ પ્રમાણે - મેં કર્યું છે. - હું કરું છું - હું કરીશ, મેં કહ્યું છે - હું કહું છું - હું કહીશ ઇત્યાદિ, આ જે ત્રિકાલ કાર્ય વ્યપદેશ હેતુ “અહં' પ્રત્યય છે, તે આનુમાનિક પણ નથી, આગમિક પણ નથી. તો શું છે? પ્રત્યક્ષકૃત જ છે. આના વડે આત્માને સ્વીકારો. તથા અમૂર્તભાવથી પણ તે નિત્ય છે. તેથી જ કહે છે કે -
જે દ્રવ્યત્વ છતાં અમૂર્ત છે, તે નિત્ય છે, જેમકે આકાશ, અમૂર્ત એવું આ દ્રવ્યત્વથી છે. આના વડે વિનાશનું અનવસ્થાન કહ્યું. એ પ્રમાણે અમૂર્તત્વથી જ તેના બંધનો સંભવ કે અસંભવ નથી. તેથી કહે છે - “અધ્યાત્મ હેતુ નિયત બંધ” અધ્યાત્મ શબ્દથી આત્મામાં રહેલ મિથ્યાત્વ આદિ અહીં કહે છે. તેના નિમિત્તે અપરસ્થ હેતુના કૃતત્વમાં અતિ પ્રસંગાદિ દોષના સંભવથી નિયત - નિશ્ચિત, સંદિગ્ધ નહીં. જગના વૈચિશ્યથી અન્યથા અનુપપત્તિથી, પ્રાણીને કર્મો વડે સંશ્લેષ થાય. જેમ અમૂર્ત એવા આકાશમાં મૂર્ત એવા ઘટ આદિથી સંબંધ છે. તેમ અમૂર્ત એવા આત્માને પણ મૂર્ત એવા કર્મોથી સંબંધ તે વિદ્ધ નથી. • x• x- તે મિથ્યાત્વ આદિ હેતુપણાથી છે પણ બધાંને હંમેશાં તેનો પ્રસંગ હોતો નથી. અર્થાત મિથ્યાત્વ આદિથી વિરહિત સિદ્ધોને કર્મબંધ નથી.
સંસાર - ચારે ગતિમાં પર્યટન રૂપ, તે કારણથી કર્મબંધ કહેલ છે. આના વડે અમૂર્તત્વથી આકાશની માફક નિષ્ક્રિયત્ન પણ નિસહત કરેલ છે. જો એ પ્રમાણે આત્મા નિત્ય છે, તેથી જ તે ભવાંતર અનુયાયી છે. તેને બંધ છે, બંધથી મુક્તિ પણ છે. તેથી -
• સૂત્ર - ૪૬૧ -
જ્યાં સુધી અમે ધર્મથી અનભિજ્ઞ હતા, ત્યાં સુધી મોહવશ પાપ કર્મ કરતા રહ્યા, આપ અમને રોક્યા અને અમારું સંરક્ષણ થતું રહ્યું. પણ
હવે અમે ફરી પાપકર્મનું આચરણ કરીશું નહીં. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org