________________
૧૪/૪૬૧
૧૩૯ • વિવેચન - ૪૬૧ -
જે પ્રકારે અમે સખ્ય દર્શનાદિ ધર્મને જાણતા ન હતા, પાપ હેતુક ક્રિયા પૂર્વે કરતા રહ્યા. મોહ - તત્ત્વના અનવબોધથી ઘરથી નીકળવાનું અપ્રાપ્ત થતાં અને અનુજીવિપણાથી પાલન કરતા હતા. પણ હવે તે પાપકર્મ ફરીથી આચરીશું નહીં. તેમાં રહીશું નહીં. કારણકે હવે અમને વસ્તુતત્વ ઉપલબ્ધ થઈ ગયેલ છે. બીજું -
• સૂત્ર - ૪૬૨ -
લોક આહત છે. ચારે તરફથી ઘેરાયેલ છે. અમોધા પડી રહી છે. એ સ્થિતિમાં અમે ઘરમાં સુખ પામતાં નથી.
• વિવેચન - ૪૬૨ -
લોકો અભિમુખ્યતાથી પીડિત છે. બધી દિશામાં ઘેરાયેલા છે. અમોધા - પ્રહરણની ઉપમાથી કહેલ છે, તે અમોધા આવી રહી છે. તેથી હવાસમાં અમને આસક્તિ થતી નથી. જેમ શિકારી વડે ઘેરાયેલ મૃગ, અમોઘ નામક પ્રહરણોથી શિકારી વડે પીડા પમાડાતા રતિ પામતા નથી, તેમ અમે પણ રતિ પામતા નથી.
ભૃગુ બોલ્યો - • સૂત્ર - ૪૬૩ -
હે પુત્રો આ લોક કોનાથી ગ્રાહત છે? કોનાથી ઘેરાયેલો છે? અમોઘા કોને કહે છે? તે જાણવા હું ક્ષિતિત છું.
• વિવેચન - ૪૬૩ -
કોણ શિકારી તુલ્યથી આ લોક અભ્યાહત છે? કયા શિકારી સ્થાનીયથી પરિવારિત છે? પ્રહરણની ઉપમા પામેલ અમોઘા કઈ છે, અભ્યાહત ક્રિયા પ્રતિ કરણપણે કહેલ છે? હે પુત્રો! તે જાણવા હું ચિંતિત છું. તો તમે મને તેનો અર્થ કહો.
તે પુત્રો કહે છે - • સૂત્ર - ૪૬૪ -
હે પિતાતમે સારી રીતે જાણી લો કે આ લોક મૃત્યુથી આહત છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયલ છે, રાશિને અમોથા કહે છે.
• વિવેચન - ૪૬૪ -
મૃત્યુ વડે - અંત કરવા વડે લોક અભ્યાહત છે, તેના સર્વત્ર અપ્રતિહત પ્રસાર હોવાથી. વૃદ્ધાવસ્થાથી પરિવારિત છે, તેના જ તે અભિઘાત યોગ્યતા આપાદનથી. અમોઘા - સત્રિ. દિવસના અવિનાભાવિ - પણાથી દિવસો પણ લેવા. તેના પતનથી લોકોનો અભિઘાત અવશ્ય થવાનો જ છે. હે તાતા આટલું જાણી લો. • વળી -
• સૂત્ર - ૪૬૫, ૪૬૬ -
જે જે રાશિઓ જઈ રહી છે, તે ફરી પાછી આવતી નથી. વર્ષ કરનારાની રાત્રિ નિષ્ફળ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org