________________
૧૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર જે જે રાશિઓ જઈ રહી છે, તે ફરી પાછી આવતી નથી. ધર્મ કરનારાની રાત્રિઓ સફળ થાય છે.
• વિવેચન - ૪૬૫, ૪૬૬ -
જે જે રાત્રિઓ, ઉપલક્ષણથી દિવસ પણ જાય છે, તે ફરી પાછા આવતા નથી. તેના આગમનમાં જ સર્વદા, તે એક જન્મરાત્રિ થાય, પછી બીજી મરણ રાત્રિ
ક્યારેય પ્રગટ થતી નથી. તેમાં જે પ્રાણીઓ અધર્મ કરે છે, તેમની રાત્રિઓ નિષ્ફળ જાય છે. આયુષ્યના અનિત્યપણાથી અધર્મ કરવામાં ગૃહસ્થને તે અધમ નિબંધન છે. તેના નિષ્ફળ પણાથી તેનો પરિત્યાગ જ શ્રેયસર છે.
આનાથી વ્યતિરેક હારમાં પ્રવજ્યા સ્વીકારવાનો હેતુ જણાવીને તેનો જ અન્વય કહે છે. તે જ સાત્રિમાં જે ધર્મ કરે છે. તેનું ધર્મ લક્ષણ ફળ ઉપાર્જિત થવાથી, તેની રાત્રિ સફળ છે, વ્રતના સ્વીકાર વિના ધર્મ નથી, તેથી અમે વ્રતનો સ્વીકાર કરીશું, તમ કહેવા માંગે છે.
આ પ્રમાણે કુમારના વચનથી આવિર્ભૂત સમ્યકત્વ, તેના જ વચનને પુરસ્કૃત કરતાં ભૃગુ કહે છે -
• સૂત્ર - ૪૬૭ -
હે પુત્રો પહેલાં આપણે બધાં કેટલોક સમય સાથે રહીને પછી સમ્યકત્વ અને વ્રત મુક્ત થઈએ. પછી પાછલી વયમાં દીક્ષિત થઈને ઘરવેર ભિક્ષા ગ્રહણ કરતાં વિચરીશું.
• વિવેચન - ૪૬૩ -
એક સ્થાને આપણે સાથે વસીને, કોણ કોણ? તમે બે બાળકો અને અમે બે પતિ-પત્ની એમ ચારે. સમ્યકત્વ- તત્ત્વરુચિ રૂપથી સહિત, ઉપલક્ષણથી દેશવિરતિ વડે, ચૌવનના ઉત્તર કાળે - પાછલી વયમાં આપણે ગામ - નગાદિમાં માસકાથી ભ્રમણ કરીશું અર્થાત્ પ્રવજ્યા લઈને ભિક્ષાદિની યાચના કરતા ઘેર-ઘેર અર્થાત્ એક જ ઘરમાં નહીં અજ્ઞાતવૃતિથી ભિક્ષા કરીશું - ત્યારે બંને કુમારો બોલ્યા -
• સૂત્ર - ૪૬૮, ૪૬૯ •
જેની મૃત્યુ સાથે મળી છે, જે મૃત્યુ આવવાથી પલાયન થઈ શકે છે અથવા જે જાણે છે કે હું ક્યારેય મરીશ નહીં તે જ આવનારી કાળની આકાંક્ષા કરી શકે છે.
આપણે આજે જ રાગને દૂર કરીને શ્રદ્ધાથી યુક્ત મુનિધર્મનો સ્વીકાર કરી, જે પામીને ફરી આ સંસારમાં જન્મ લેવાનું થતું નથી. આપણે માટે કોઈ પણ ભોગ અભક્ત નથી. કેમકે તે અનંતવાર ભોગવેલ છે.
• વિવેચન - ૪૬૮, ૪૬૯ -
જે કોઈને મૃત્યુ અંતકાળ સાથે મિત્રતા છે, મૃત્યુથી જે નાસી શકે છે, થવા જે જાણે છે કે હું મરીશ નહીં, તેજ આ આગામી દિવસે કરીશું તેવી પ્રાર્થના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org