________________
૧૧૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ અભિપ્રાયથી આ પ્રમાણે કહે છે -
• સૂત્ર - ૪૦૨ -
હે ભિક્ષ ! તમારી જ્યોતિ કઈ છે ? જ્યોતિનું સ્થાન કયું છે ? વૃતાદિ નાંખવા માટેની કડછી કઈ છે ? અગ્નિને પ્રદિપ્ત કરનારા કરિષાંગ કયા છે ? તમારું ઇંધણ અને હોમ કયા છે ? ક્યા હોમથી તમે જ્યોતિ પ્રજવલિત કરો છો ?
• વિવેચન - ૪૦૨ -
કેવા સ્વરૂપની તમારી જ્યોતિ - અગ્નિ છે, કેવા તમારા જ્યોતિસ્થાન છે કે જ્યાં અગ્નિ રખાય છે. ધૃત આદિને પ્રક્ષેપનારી દર્દી - કડછી કેવી છે? કરીષ - છાણ, તે જ અગ્નિના ઉદ્દીપનનું અંગ હોવાથી કરીષાંગ છે, જેના વડે અગ્નિ સંધુકાય છે. સમિધ, જેના વડે અગ્નિ પ્રજ્વલિત કરાય છે, તે તમારે શું છે? શાંતિ - દુરિત ઉપશમન હેતુ અધ્યયન પદ્ધતિ કયા પ્રકારે છે ? હે ભિક્ષ ! કેવી હવન વિધિ વડે આહુતિ આપીને અગ્નિને પ્રીણિત કરો છો ?
છ જીવનિકાયના આરંભના નિષેધથી જ અમારો અભિમત હોય છે તેના ઉપકરણો પૂર્વે નિષિદ્ધ છે, તો યજનનો સંભવ કઈ રીતે થાય? મુનિ કહે છે -
• સૂત્ર - ૪૦૩ -
તપ એ જ્યોતિ છે, જીવ એ જ્યોતિનું સ્થાન છે, યોગ એ કડછી છે. શરીર કરિષાંગ છે. કર્મ ઇંધણ છે. સંયમની પ્રવૃત્તિ તે હોય છે એવો પ્રશાસ્ત ચજ્ઞ હું કરું છું.
• વિવેચન - ૪૦૩ -
તપ - બાહ્ય અત્યંતર ભેદે છે તે અગ્નિ છે. જેમ અગ્નિ ઇંધણને ભમ કરે છે, તેમ તપ પણ ભાવ ઇંધણ - કર્મોને ભસ્મ કરે છે. જીવ - જંતુ જ્યોતિ સ્થાન, તપ રૂપ અગ્નિ તેને આશ્રયે રહે છે. જેમાં સ્વ કર્મ વડે સંબંદ્ધ કરાય છે - જોડાય છે, તે યોગમન, વચન, કાયા. સ્નેહ સ્થાનીય તે શુભ વ્યાપારો છે, તપ રૂપ અગ્નિને જ્વલનના હેત રૂપે તેમાં સંસ્થાપિત કરાય છે. શરીર એ કરીષાંગ છે, તેના વડે જ તારૂપ અગ્નિ ઉદિત કરાય છે. કર્મો, તેને જ તપ વડે સ્મસાત કરાય છે. સંયમ યોગ - સંયમ વ્યાપાર, શાંતિ - સર્વ પ્રાપ્તિના ઉપદ્રવોને દૂર કરવા પડે. હોમ - હોમ વડે તપોજ્યોતિ પ્રદીપ્ત થાય છે. ઋષીણાં - મુનિના સંબંધી પ્રશસ્ત જીવોપઘાત રહિત પણાથી વિવેકી વડે સમ્યક ચારિત્ર વડે પ્રશંસિત છે. આના વડે કયા હોમ વડે અગ્નિને પ્રજ્વલિત કરાય છે, ઇત્યાદિનો ઉત્તર આપ્યો.
આના દ્વારા બ્રાહ્મણોના લોકપ્રસિદ્ધ યજ્ઞોના અને સ્નાનના નિષિદ્ધપણાથી તેઓ વડે યજ્ઞ સ્વરૂપ પૂછાયું, તેનો ઉત્તર મુનિ વડે કહેવાયો. હવે સ્નાનનું સ્વરૂપ પૂછવાની ઇચ્છાવાળાને આમ કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org