________________
૧૨/૩૯૯
૧૦૯
પ્રકારે શોભન યજન ઉક્ત રૂપ કુશલ પુરુષોએ બતાવેલ છે, તે અમને કહો. તેઓએ એ રીતે પૂછતા - મુનિ કહે છે -
• સૂત્ર
૪૦૦ -
દાંત મુનિ છ જીવનિકાયની હિંસા ન કરે, અસત્ય કે અદત્તને સેવે નહીં, પરિગ્રહ- સ્ત્રી તથા મન - માયાને સ્વરૂપથી જાણીને (તથા છોડીને) વિચરણ કરે.
૦ વિવેચન
૪૦૦ -
પૃથ્વી આદિ છ જીવ નિયમોનો અસમારંભ કરે - હિંસા ન કરે, મૃષા - અસત્ય ભાષણ ન કરે, અદત્તાદાન ન સેવે - ન આચરે, પરિગ્રહ - મૂર્છા, સ્ત્રીઓ, માન - અહંકાર, માયા - પરપંચના રૂપ, તેના સહચારી પણાથી કોપ અને લોભ લેવો, અનંતરોક્ત પરિગ્રહ આદિને જ્ઞપરિજ્ઞાથી સર્વ પ્રકારે જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રત્યાખ્યાન કરીને તમે યાગમાં પ્રવર્તો. અથવા જેમ દાંત ચરે છે, તેમ આપે પણ વિચરવું જોઈએ. - ૦ - - પહેલાં પ્રશ્નનું પ્રતિવચન કહ્યું.
હવે બાકીના પ્રશ્નોનું પ્રતિવચન કહે છે -
-
w
સૂત્ર ૪૦૧ -
જે પાંચ સંવરોથી પૂર્ણ પણે સંવૃત્ત હોય છે, જીવિતની આકાંક્ષા કરતા નથી, શરીરની આસક્તિનો પરિત્યાગ કરે છે, જે પવિત્ર અને દેહભાવ રહિત છે, તેઓ વાસના ઉપર વિજય પામનાર મહાજયી શ્રેષ્ઠ યજ્ઞ કરે છે.
૦ વિવેચન - ૪૦૧ -
સંવૃત્ત - સમસ્ત આશ્રવદ્વારોને બંધ કરીને તે સુસંવૃત્ત. કોના વડે ? પાંચ સંખ્યાથી - પ્રાણાતિપાત વિરતિ આદિ વ્રતોથી સંવર કરેલ, આ મનુષ્ય જન્મમાં ઉપલક્ષણપણાથી પરલોકમાં, અસંયમ જીવિતને ન ઇચ્છતો અથવા આયુ સમાપ્ત થઈ જાય તો પણ બીજાના ધનાદિને ન ઇચ્છતો, જ્યાં વ્રતમાં વિઘ્ન થાય ત્યાં જીવિતને પણ ન ગણકારતો, તેથી જ વ્યુત્કૃષ્ટ - વિવિધ ઉપાયો વડે કે વિશેષથી પરીષહ અને ઉપસર્ગ સહિષ્ણુતા લક્ષણ વડે તજેલ - કાચ - શરીરને જેણે તે વ્યુત્કૃષ્ટકાય, શુચિ - અકલુષ વ્રત એવા તે ત્યક્ત દેહ - અત્યંત નિષ્પતિકર્મતાથી શુચિ વ્યક્ત દેહ, મહાન જય – કર્મશત્રુના પરાભવન રૂપ જે યજ્ઞમાં છે તે મહાજય. - x - x- શ્રેષ્ઠ વચનથી આવું યજન ઇષ્ટ છે, તેમ કુશલ પુરુષો કહે છે.
-
આને જ કર્મોને દૂર કરવાનો ઉપાય કહેલો છે.
જો આવા પ્રકારના ગુણો તે શ્રેષ્ઠ યજ્ઞમાં પૂજે છે. તો તમે પણ આવા પ્રકારના ગુણો જ પૂજો. તથા તેને પૂજતા કયા ઉપકરણો અને કઈ યજન વિધિ છે ? તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org