________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
-
- * - * - X ".
ભણેલાં ઋગ્વેદો કંઈ શરણ રૂપ થતાં નથી. તેના ભણવા માત્રથી દુર્ગતિમાં પતનથી રક્ષણનો હેતુ અસિદ્ધ છે. × - ૪ - x -. બ્રાહ્મણોને જે ભોજનની વાત, તે પણ અજ્ઞાનથી અંધકાર વધારનારી, નરક તુલ્ય છે. કેમકે બ્રાહ્મણો પણ કુમાર્ગની પ્રરૂપણા, પશુવધ આદિમાં કર્મોપચય નિબંધન અસત્ વ્યાપારમાં પ્રવર્તે છે. આવા અસમાં પ્રવર્તતાને જે ભોજન તે નરક ગતિના હેતુપણે જ છે. આના વડે તેમના નિસ્તારકપણાંને દૂર કર્યું છે. વળી ઉત્પન્ન કરેલા પુત્રો પણ નરકાદિમાં ગતિમાં જતાં તમને શરણ રૂપી થવાના નથી. કેમકે તમારા મનમાં જ કહેલું છે કે - “જો પુત્રોથી જ સ્વર્ગ મળતો હોય તો દાન ધર્મનું અસ્તિત્વ જ રહેશે નહીં. આ પ્રમાણે અનંતર ત્રણ ઉપદેશ કહ્યા વેદ અધ્યયનાદિ, ભોગો ભોગવો, એ ચોથા ઉપદેશનો ઉત્તર આપતાં કુમારો કહે છે - તે ભોગો ક્ષણમાત્રને માટે સુખ આપનારા છે. પછી ઘણો કાળ માટે નરકાદિ શારીરિક - માનસિક દુઃખોને આપનારા છે. કદાચ સ્વલ્પ કાળ માટે અતિશય સુખ આપનારા થાય અને દુઃખ પણ અન્યથા સ્વલ્પ કાળ માટે જ આપે, તો પણ તે બહુકાળ ભાવી દુઃખના નિમિત્ત રૂપ બને છે. તે અતિશય દુઃખને દેનારા હોવાથી ‘અપ્રકૃષ્ટમુખા' કહ્યા છે. તેથી સંસાર થકી મોક્ષ - વિશ્લેષ જ શુભ ફળ આપશે. અને તેના વિપક્ષે તે પ્રતિબંધક્તાથી અત્યંત પ્રતિકૂળ છે.
૧૩૬
તે કામ ભોગોને આવા કેમ કહ્યાં? ખનિ - આકર, ખાણ. કોની? અનર્થોની. આલોક અને પરલોકમાં દુઃખની પ્રાપ્તિ કરાવવા રૂપ. આવી ખાણ જ કામ ભોગોને કહી તે વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે વિષય સુખના લાભાર્થે અહીં-તહીં ભમતા, ‘અનિવૃત્તકામ' થઈ રાત્રિ-દિવસ તેની પ્રાપ્તિમાં ચોતરફથી ચિંતા અગ્નિ વડે બળતા, બીજા જે સુહત સ્વજનાદિ અથવા ભોજનાદિના માટે પ્રમાદી બને છે. ધનને વિવિધ ઉપાયોથી ગવેષતા તે પુરુષો વયની હાનિ રૂપ જરાને અથવા પ્રાણ ત્યાગ રૂપ મૃત્યુને પામે છે.
·
-
w
·
મારી પાસે રજત રૂપ્ય આદિ છે, મારી પાસે પદ્મરાગાદિ નથી. હજી મારે ગૃહ પ્રાકારાદિ કરવાના છે, આ અકૃત્ય આરંભેલી છે, વાણિજ્યાદિ કરવા ઉચિત નથી. એ પ્રમાણે તે પુરુષ વૃથા જ અતિ વ્યક્તવાચાથી બોલતો આયુ વડે હરણ કરાઈ જાય છે. હર દિવસ રાત્રિ આદિ કે વ્યાધિ વિશેષથી, હરન્તિ - જન્માંતરમાં લઈ જાય છે. હવે ઉપસંહાર કરતા કહે છે ઃ- હેતુથી - ધર્મમાં કયા પ્રકારે અનુધમ કરવો ઉચિત છે?
હવે તે બંનેને ધનાદિથી લોભાવવા પુરોહિત કહે છે -
Jain Education International
૦ સૂત્ર - ૪૫૭
જેની પ્રાપ્તિને માટે લોકો તપ કરે છે, તે વિપુલ ધન, સ્ત્રીઓ, સ્વજનો અને ઇંદ્રિયોના મનોજ્ઞ વિષયભોગ - તમને અહીં જ સ્વાધીન રૂપથી પ્રાપ્ત છે. (પછી ભિક્ષુ શા માટે બનો છો?)
For Private & Personal Use Only
www.jainelibrary.org