________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ત્યારે ગૌતમ સ્વામી હર્ષિને અને સંતુષ્ટ થઈ, ભગવંતને વાંદીને નીકળ્યા. ત્યાં અષ્ટપદે પણ જનવાદ સાંભળીને ત્રણ તાપસો ૫૦૦-૫૦૦ ના પરિવાર સહિત પ્રત્યેક અષ્ટાપદ ચડીએ એ પ્રમાણે ત્યાં કલેશ કરી રહ્યા હતા. કૌડિન્ય તાપસો હતા તે એકાંતર ઉપવાસ કરતા અને પારણે સચિત મૂલ અને કંદનો આહાર કરતા હતા. તે અષ્ટાપદની પહેલી મેખલાએ અટકી ગયેલા. બીજા દત્ત તાપસો છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા અને પડી ગયેલા પાંડુ પત્રોના આહાર કરતા હતા, તે બીજી મેખલાએ અટકી પડેલા. ગૌવાલ તાપસી અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરતા હતા. તેઓ સ્વંય મલીન થયેલી શેવાલનો આહાર કરતા હતા. તેઓ ત્રીજી મેખલાએ અટકી ગયેલા. એ પ્રમાણે તેઓ પણ કલેશ પામતા હતા.
ગૌતમ સ્વામી ઉદાર શરીરી હતા, અગ્નિ કે વિજળી જેવા ચમકતા સૂર્યના કિરણો સદેશ તેજવાળા હતા. તાપસો તેમને આવતા જોઈને એ પ્રમાણે બોલે છે કે - આ આવા સ્થૂળકાય શ્રમણ કઈ રીતે અષ્ટાપદ ચડશે? આપણે જે મહાતપસ્વી, શુષ્ક, બુભૂક્ષિત પણ ચડી શકતા નથી. ગૌતમ સ્વામી અંધાયારણ લબ્ધિથી ભૂતાતંતપટકની પણ નિશ્રાએ ચડવા લાગ્યા. હજી તો તેઓ જુએ છે કે આ આવ્યા, તેટલામાં તો ગૌતમ સ્વામી દેખાતા બંધ થઈ ગયા. ત્યારે તે તાપસો વિસ્મીત થયા. તેમની પ્રશંસા કરવા લાગ્યા અને સહ જોતાં ઉભા રહી ગયા. જ્યારે પાછા આવે ત્યારે આપણે તેમના શિષ્યો બની જઈશું એવી પ્રતીક્ષા કરતા રહે છે.
- ગૌતમ સ્વામી પણ ચેત્યોને વાંદીને ઇશાન દિશા ભાગમાં પૃથ્વી શિલા પટ્ટકે બેઠા, અશોક વૃક્ષની નીચે રાત્રિયાસાર્થે આવ્યા.
આ તરફ શક્રનો લોકપાલ વૈશ્રમણ, તે પણ અષ્ટાપદે ચૈત્યવંદનાર્થે આવ્યો. તે ચૈત્યોને વાંદીને ગૌતમ સ્વામીને વંદે છે. ત્યારે ગૌતમ સ્વામી ધર્મ કહે છે. ભગવદ્ અણગારના ગુણોને કહેવાને પ્રવૃત્ત થયા. અણગારો અંતાહારી, પ્રાંતાહારી હોય એ પ્રમાણે વર્ણન કરે છે.
વૈશ્રમણ વિચારે છે કે- આ ભગવન ગૌતમ સ્વામીના આવા ગુણોને વર્ણવિ છે, જ્યારે તેમના પોતાના શરીરની સુકુમારતા જેવી છે, તેવી તો દેવોને પણ ન હોય. ગૌતમ સ્વામીએ તેના મનોભાવ જાણીને પુંડરીક નામે અધ્યયનની પ્રજ્ઞાપના કરી.
પુષ્કલાવતી વિજયમાં પંડરીકિણીનગરીમાં નલિનીગુભ ઉધાન છે. ત્યાં મહાપદ્મ નામે રાજા હતો. પદ્માવતી રાણી હતી. તેમને બે પુત્રો હતા - પુંડરીક અને કંડરીક. તે બંને સુકમાલ યાવત પ્રતિરૂપ હતા. પુંડરીક યુવરાજ થયો. તે કાળે તે સમયે સ્થવિર ભગવંતો યાવત્ નલિનીગુભ ઉધાનમાં પધાર્યા. રાજામહાપદ્મ નીકળ્યો. ધર્મ સાંભળીને બોલ્યો- હે દેવાનુપ્રિયો પુંડરીક કુમારને સજા પણે સ્થાપીને દીક્ષા ગ્રહણ કર્યું. સ્થવિરોએ કહ્યું- સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરશો. એ પ્રમાણે યાવત પંડરીક રાજા થયો. યાવત્ વિચરે છે. પછી કંડરીકકુમાર યુવરાજ થયા. ત્યારે તે મહાપદ્મ રાજા પુંડરીક સજાને પૂછે છે, ત્યાર પછી પુંડરીક સજા શિબિકા મંગાવે છે. ચાવત મહાપદ્મ રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org