________________
અધ્ય. ૧૦ ભૂમિકા
૬ ૩ અહીં મેઢીપ્રમાણ છો, તેમ દીક્ષામાં પણ થાઓ. પછી કાંપિલપુરથી ગાગલીને બોલાવીને પટ્ટબદ્ધ અભિષિક્ત રાજા બનાવ્યો.
ગાગલીની માતા જે કંપિલપુરમાં પિઠરને પરણાવેલી, તેને બોલાવી બંને ભાઈઓએ બે શિબિકા કરાવી. ચાવતુ બંનેએ દીક્ષા લીધી. બહેન યશોમતી પણ શ્રાવિકા થઈ. બંને શ્રમણો અગિયાર અંગ ભણ્યા. ત્યાર પછી શ્રમણ ભગવન મહાવીર બહારના જનપદમાં વિચરે છે.
તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ભગવંત પધાર્યા. ત્યારે ભગવંત ફરી પણ નીકળીને ચંપા તરફ ચાલ્યા. ત્યારે શાલ અને મહાશાલ મુનિએ પૂછ્યું - અમે પૃષ્ઠચંપા જવા નીકળીએ, કદાચ કોઈ ત્યાં બોધ પામે અથવા સમ્યકત્વનો લાભ પામે. ભગવંત જાણતા હતા કે તેઓ બોધ પામવાના છે, ત્યાર ભગવંતે ગૌતમ સ્વામી સાથે તે બંનેને મોકલ્યા. ગૌતમ સ્વામી સાથે પૃષ્ઠચંપા પધાર્યા -
ગાગલી, પીઠર અને યશોમતી નીકળ્યા, ભગવંતે ધર્મ કહ્યો. તેઓ ધર્મ સાંભળીને સંવેગવાળા થયા. ત્યારે ગાગલિ બોલ્યો કે - હું માતા-પિતાને પૂછીને અને મોટાપુત્રને રાજ્યમાં સ્થાપે. (પછી દીક્ષા લઉં) તેના માતા-પિતાએ પણ સામેથી જ કહ્યું - જો તું સંસારના ભયથી ઉદ્વેગ પામ્યો છે તો અમે બંને પણ ઉદ્વિગ્ન થયા છીએ. ત્યારપછી તેણે પુત્રને રાજ્યમાં સ્થાપીને ગાગલીએ માતા-પિતા સાથે દીક્ષા લીધી. ગૌતમ સ્વામી તેમને લઈને ચંપાનગરી જવા નીકળ્યા.
તે શાલ અને મહાશાલ બંનેને માર્ગમાં જતાં - જતાં હર્ષ થયો, જે રીતે અમને સંસારમાંથી બહાર કાઢ્યા, એ પ્રમાણે તેમને બંનેને શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. બીજાને પણ એવી વિચારણા શરૂ થઈ કે આ પ્રમાણે આ બંને ભાઈઓએ આપણને રાજ્ય આપ્યું. સંસારથી છોડાવ્યા ઇત્યાદિ વિચારણાથી શુભ અધ્યવસાય થતાં ત્રણેને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ રીતે શાલ, મહાશાલ આદિ પાંચે કેવળી થયા.
એપ્રમાણે તે ઉત્પન્ન જ્ઞાનવાળા બધા ચંપા પહોંચ્યા. ભગવંતને પ્રદક્ષિણા કરીને, તીર્થને નમસ્કાર કરીને કેવલિની પર્ષદા પ્રતિ ચાલ્યા. ગૌતમ સ્વામી પણ ભગવંતને વાંદીને ત્રણ વખત પ્રદક્ષિણા કરીને, પગે પડીને, ઉભા થઈને બોલ્યા - ક્યાં જાઓ છો? પહેલા અહીં તીર્થકરને વંદના કરો. ત્યારે ભગવંત બોલ્યા- હે ગૌતમ કેવલીની આશાતના ન કરો. ત્યારે ગૌતમ સ્વામીએ ખમાવ્યા, પછી સંવેગને પામ્યા.
ત્યારે ગૌતમ સ્વામીને શંકા થઈ કે - હું કદાચ મોક્ષે જઈશ નહીં, એ પ્રમાણે ગૌતમ સ્વામી વિચારે છે. આ તરફ દેવોમાં સંલાપ ચાલતો હતો - જે અષ્ટાપદ ચડીને ચેત્યોને વાંદે, તો તેવા મનુષ્ય તે જ ભવે સિદ્ધિ પામે છે. ભગવંત ત્યારે તેના ચિત્તને અને તાપસોના બોધ પામવા વિશે જાણે છે. ગૌતમ સ્વામી પણ સ્થિર થશે અને તાપસો પણ સંબોધિત થશે, એમ બે કાર્યો થશે. ગૌતમ સ્વામી પણ ભગવંતને પૂછે છે કે અષ્ટાપદ જાઉં? જા, અષ્ટાપદ જઈને ચેત્યોની વંદના કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org