________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
99
૧૦ ‘દ્રુમપત્રક’
X
X
X
નવમું અધ્યયન કહ્યું, હવે દશમું કહે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં ધર્મચરણ પ્રતિ નિષ્કપત્વ કહ્યું. તે પ્રાયઃ અનુશાસનથી જ થાય છે. તે ઉપમા વિના સ્પષ્ટ ન થાય, એ પ્રમાણે પહેલાં ઉપમા દ્વારથી ‘અનુશાસન’ નામે આ અધ્યયન છે. એ સંબંધે આવેલા આ અધ્યયનનો - x- નામ નિષ્પન્ન નિક્ષેપે ‘દ્રુમપત્રક’ એવું દ્વિપદ નામ છે. તેથી દ્રુમ અને પત્રનો નિક્ષેપો કહે છે -
વિવેચન
૬૨
અધ્યયન
• નિયુક્તિ - ૨૮૦ થી ૨૮૨
દ્રુમ વિષય નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યનિક્ષેપ બે ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ત્રણ ભેદે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તદ્બતિક્તિ. આ તદ્બતિરિક્ત દ્રુમ પણ ત્રણ ભેદે છે - એકભવિક, બદ્ઘાયુષ્ક અને અભિમુખનામ ગોત્ર. દ્રુમના આયુ, નામ, ગોત્રને વેદતો તે ભાવદ્રુમ. આ પ્રમાણે જ પત્ર ના પણ નિક્ષેપ જાણવા.
હવે નામનો અર્થ -
Jain Education International
• નિયુક્તિ ૨૩
વિવેચન
દ્રુમ - વૃક્ષ, પત્ર પાંદડા, આ વૃક્ષના પર્ણોની ઉપમાથી આયુષને કહે છે. કયા ગુણોથી ઉપમિત કરે છે ? સ્વકાળના પરિપાકથી પાતિત રૂપે, ઉપક્રમણ - દીર્ઘકાળ ભાવિની સ્થિતિની સ્વલ્યકાળતાનું આપાદન - તેથી ક્રુમપત્ર અધ્યયન કહેવાય છે. જે રીતે આનું સમુત્થાન છે, તે રીતે દર્શાવતી તેવીશ ગાથાનો સમૂહ કહે છે - વિવેચન
X -
• નિયુક્તિ - ૨૮૪ થી ૩૦૬
(વૃત્તિકારશ્રી અહીં નોંધે છે કે -) આનો અક્ષરાર્થ સ્પષ્ટ જ છે, છતાં કિંચિત્ જણાવે છે - મગધાપુર નગર એટલે રાજગૃહ. તેના તે કાળની અપેક્ષાથી મગધોમાં પ્રધાનપુરપણાથી અને અવિધમાન કરપણાથી કહ્યું. નાયક સર્વ જગના સ્વામી અથવા જ્ઞાત, ઉદાર ક્ષત્રિય, સર્વ જગતમાં જેમની વિખ્યાત છે તેવા, સ્વભાવથી અતિ નિર્મળ એવી શુક્લ લેશ્યાવાળા, કર્મોને નિરાકૃત કરેલા અથવા કરીને ઇત્યાદિ - x - * - * - * - * - * - X* X * X + X - (અમે વિશેષ કથન છોડી દઈએ છીએ. કેમકે નિમ્નોક્ત કથાના ભાવાર્થમાં તેનો સમાવેશ થયેલો જ છે.)
સંપ્રદાયથી આ નિયુક્તિના ભાવાર્થરૂપ કથાનક કહે છે, તે આ -
તે કાળે તે સમયે પૃષ્ઠચંપા નામે નગરી હતી. ત્યાં શાલ નામે રાજા અને મહાશાલ નામે યુવરાજ હતો. તે શાલ અને મહાશાલની બહેન યશોમતી નામે હતી. તેના પતિનું નામ પિઠર હતું. આ યશોમતી અને પીઠરને ગાગલિ નામે પુત્ર હતો. ત્યાં વર્ધમાન સ્વામી સુભૂમિ ભાગ ઉધાનમાં પધાર્યા. શાલ રાજા નીકળ્યો. ધર્મ સાંભળીને બોલ્યો - મહાશાલને રાજા તરીકે સ્થાપીશ, (પછી દીક્ષાની ભાવના છે). તે ગયો. તેને પૂછ્યા પહેલાં મહાશાલે કહ્યું - હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલો છું તમે જેમ અમારે
For Private & Personal Use Only
-
A
-
www.jainelibrary.org