________________
૨૧
૭/૧૮૩, ૧૮૫
• વિવેચન - ૧૮૩ થી ૧૮૫ -
હણવાના રવભાવવાળો તે હિંસ. - સ્વભાવથી જ હિંસા કરનાર, અજ્ઞાની, પાઠાંતરથી હેતુ વિના કોપ કરનારો - ક્રોધી, અસત્ય બોલનારો, માર્ગમાં લુંટફાટ કરનાર. - માર્ગમાં જતા લોકોનું સર્વસ્વ લુંટનાર, રાજાદિ વડે અપાયેલને વચ્ચેથી જ હરી લેનાર. અથવા બીજા વડે અપાયેલને હરનાર કે ગામ નગારાદિમાં ચોરી કરનાર, વિસ્મરણશીલ, સર્વ અવસ્થામાં બાલવને જણાવવા માટે છે. ચોરી વડે જ ઉપકલિત આત્મવૃત્તિવાળા, ગ્રંથિ છેદાદિ ઉપાય વડે અપહરે છે તે ચોર, ખાતર પાડનાર, વંચનામાં એક ચિત્ત, કોનું શું કરી લઉં? એવા અધ્યવસાય યુક્ત, વક્ર આચારવાળા.
તથા સ્ત્રી અને વિષયોમાં અભિકાંક્ષાવાળા, અપરિમિત અનેક જંતુને ઉપઘાત કરનાર વ્યાપાર વાળા, ધાન્યાદિના સંચયવાળા, માંસ-મદિરા ભોગી, ઉપચિત માંસ અને લોહી વડે બળવાન, તેથી જ બીજાને દમનાર.
બકરાની જેમ કર્કર કરતાં. • અહીં પ્રસ્તાવથી અતિ પફવ માંસને દાંત વડે ચાવતા. અથવા માંસના ભોજી, તેથી જ મોટા પેટવાળા થયેલા. ઉપચયને પ્રામ, લોહીથી પુષ્ટ. આદિથી યુક્ત તે સીમંતકાદિ નરકની તેને યોગ્ય કર્મ આરંભીપણાથી કાંક્ષા કરે છે. કોની જેમ? ઉક્તરૂપ ઘેટાની માફક. અહીં હિંસા ઇત્યાદિ અર્ધ શ્લોક વડે આરંભ કહ્યો. માંસાદિ ભાજીપણાથી રસમૃદ્ધિ બતાવી, આયુ વડે દુર્ગતિ ગમન કહ્યું. તેના પ્રતિપાદન વડે અર્થથી પ્રત્યપાયને કહ્યા.
નરકાયુની કાંક્ષા પછી શું કરે? અથવા સાક્ષાત્ ઐહિક અપાય કહે છે - • સૂત્ર - ૧૮૬, ૧૮૭ -
આસન, શય્યા, વાહન, ધન અને અન્ય કામભોગોને ભોગવી દુખે એકત્રિત કરેલ ધનને છોડીને, કર્મની ઘણી જૂળ સંચિત કરીને... કેવળ વર્તમાનને જોવામાં તત્પર, કર્મોથી ભારે થયેલ જીવ મૃત્યુ સમયે તે રીતે જ શોક કરે છે, જે રીતે મહેમાન આવતા ઘેટું કરે છે.
• વિવેચન ૧૮૬, ૧૮૭ -
આસન, શયન, યાનને ભોગવીને, દ્રવ્ય અને મનોજ્ઞ શબ્દાદીને ભોગવીને દુઃખથી પોતાને અને બીજાને દુઃખ કરવાથી, અતિશય ઉપાર્જિત તે દુઃખાહત અથવા દુઃખ સંહરાય છે માટે દુઃસંહત, દ્રવ્યને ભોગવીને અસત્ વ્યયથી તજીને મિથ્યાત્વાદિ કર્મબંધુ - હેતુના સંભવથી. પ્રભૂત આઠ પ્રકારની કર્મ રજ ઉપાજીને, પછી શું? તે કહે છે - પછી રજના સંચયથી, કર્મના ભારથી અધો નરકગામીપણાથી, ભારેક પ્રાણી વર્તમાનમાં પરાયણ બની, “જે આંખે દેખાય છે, તેટલો જ લોક છે” તેવા નાસ્તિક મતાનુસારીતાથી પરલોક નિરપેક્ષ થઈ, મહેમાનની પ્રતિક્ષા કરતા બકરા માફક મૃત્યુની પ્રતિક્ષા કરે. આ રીતે શિષ્યોના અનુગ્રહને માટે ઘેટાના દષ્ટાંતનો વિસ્તાર કર્યો. તે ભારેકર્મી જીવ વિચારે છે - મારા વિષય વ્યામોહને ધિક્કાર છે, હવે મારે ક્યાં જવું ? ઇત્યાદિ પ્રલાપ કરતો ખેદ પામે છે. • x- હવે પારભવિક કહે છે - For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International