________________
૨૦૨
અધ્યયન
X
.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
૨૦ “મહાનિગ્રન્થીય’
X
X
૦ ઓગણીસમું અધ્યયન કહ્યું, હવે વીસમું આરંભે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં નિષ્પતિકર્મતા કહી. આ અનાથત્વ પરિભાવનાથી જ પાળવી શક્ય છે, તેથી મહાનિર્પ્રન્થના હિતને કહેવાને અનાથતા જ અનેક પ્રકારે આના વડે કહે છે. એ સંબંધે આવેલ આ અધ્યયન છે, તે નામ નિષ્પન્ન નિક્ષેપામાં “મહાનિર્ગથીય’’ છે. ક્ષુલ્લકનો વિપક્ષ તે ‘મહાત્’ છે. તેથી ક્ષુલ્લક અને નિગ્રન્થનો નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે -
- X
• નિયુક્તિ - ૪૨૩ થી ૪૨૫
Jain Education International
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સ્થાન, પ્રતિ અને ભાવ આ ક્ષુલ્લકના નિક્ષેપો છે, પ્રતિપક્ષે ‘મહત્' જાણવું. નિગ્રન્થનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. દ્રવ્ય નિક્ષેપો બે ભેદે છે. ઉત્યાદિ પૂર્વવત્. દ્રવ્ય ક્ષુલ્લકાદિ ક્ષુલ્લક નિગ્રન્થીય અધ્યયન છે, જે પ્રતિપક્ષે મહાનિગ્રન્થીય કહ્યું, તેથી તેની વ્યાખ્યા ફરી વિસ્તારતા નથી. વક્ષ્યમાણ દ્વારો વડે ભાવ નિગ્રન્થ કહીશું તે દ્વારો આ છે -
• નિયુક્તિ - ૪૨૬ થી ૪૨૮ + વિવેચન
(અહીં 39 - દ્વારો છે, તેના નામો અને સંક્ષેપાર્થ વૃત્ત્તાનુસાર કહીએ છીએ.)
(૧) પ્રજ્ઞાપના - સ્વરૂપ નિરૂપણ, તે ક્ષુલ્લક નિગ્રન્થીયથી જાણવું. (૨) વેદ
-
· સ્ત્રી, પુરુષ, નપુંસક. તેમાં પુલાક પુરુષ તે નપુંસક વેદે હોય, સ્ત્રી વેદે નહીં. બકુશ. ત્રણે વેદે હોય. પ્રતિસેવના કુશીલ પણ ત્રણે વેદે હોય. કષાય કુશીલ - સવેદી કે અવેદી હોય, અવેદમાં ઉપશાંત કે ક્ષીણ બંને વેદે હોય. નિગ્રન્થ અવેદે જ હોય. એ પ્રમાણે સ્નાતક પણ જાણવો. પણ તે ઉપશાંત વેદે ન હોય.
(૩) રાગ - પુલાક બકુશ, કુશીલ સરાગી જ હોય. નિગ્રન્થ વીતરાગ હોય, તે ઉપશાંત કે ક્ષીણ કપાય વીતરાગ હોય. સ્નાતક ક્ષીણ કપાય વીતરાગ જ હોય. (૪) કલ્પ - સ્થિતાસ્થિતકલ્પ કે જિનકલ્પાદિ, પુલાકાદિ બંને કલ્પમાં હોય, પુલાક સ્થવિર કે જિનકલ્પમાં હોય, પણ કલ્પાતીતી ન હોય. - ૪ - · બીજા કહે છે, તે સ્થવિકલ્પે જ હોય. બકુશ અને પ્રતિસેવના કુશીલ બંને કલ્પમાં હોય પણ કલ્પાતીત ન હોય. કષાયકુશીલ ત્રણેમાં હોય, બાકીના બે કલ્પાતીત જ હોય.
(૫) ચારિત્ર - પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ એ ત્રણે સામાયિક અને છેદોપસ્થાપનીયમાં હોય. કાયકુશીલ આ બંને સાથે પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરાયમાં હોય. નિગ્રન્થ અને સ્નાતક યથાખ્યાતમાં જ હોય. (૬) પ્રતિસેવના - પુલાક પ્રતિસેવક હોય, બકુશ તેમજ હોય. પ્રતિસેવના કુશીલ પુલાકવત્ મૂળગુણ - ઉતગુણ વિરાધનાથી પ્રતિસેવક જ હોય. કષાય કુશીલ, નિગ્રન્થ અને સ્નાતક પ્રતિસેવક જ હોય.
For Private & Personal Use Only
www.jainelibrary.org