________________
અધ્ય. ૯ ભૂમિકા
૪ ૫ તેઓએ આ જીર્ણ વૃષભ બતાવ્યો. તેને જોઈને રાજાને વિષાદ પ્રાપ્ત થયો. તે અનિત્યતાની વિચારણા કરતો બોધ પામ્યો.
આ પ્રમાણે પ્રત્યેક બુદ્ધ - ૧ - “કરકંડૂ' ને જણાવ્યો.
(૨) દુર્મુખ - આ તરફ પાંચાલ જનપદમાં કંપીલપુર નગર હતું. ત્યાં દુર્મુખ નામે રાજા હતો. તેણે ઇંદ્રધ્વજને જોયો. લોકો તેની પૂજા કરતા હતા. અનેક હજાર પતાકાઓ વડે તે મંડિત હતો, ખૂબ રમ્ય લાગતો હતો. રાજા પાછો ફરે છે, ત્યારે જુએ છે - એ ઇન્દ્રધ્વજ વિલુપ્ત છે. નીચે પડેલો છે, તે પણ મળ અને મૂત્રની મધ્યમાં. આ જોઈને દુર્મુખ રાજાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો (આવી અનિત્યતા જગતમાં છે, તે પણ બોધ પામી પ્રવજિત થયો.
એ પ્રત્યેકબુદ્ધ - ૨ - “દુર્મુખ' ને વૃત્તિકારે સંક્ષેપમાં કહેલ છે.
(3) નમિરાજર્ષિ - આ તરફ વિદેહ જનપદમાં મિથિલા નગરીમાં નમિ રાજા હતો. તેને શરીરમાં દાહ ઉપડ્યો. રાણીઓ ચંદનનો લેપ કરે છે. તે વખતે તેણીના વલયો અવાજ કરે છે. રાજા બોલ્યો - મને આ કંકણનો અવાજ કાનમાં ભટકાય છે. રાણીએ એક એક કરીને બધાં કંકણો કાઢી નાંખ્યા, માત્ર એક જ કંકણ રહેવા દીધું. તેણીને રાજાએ પૂછ્યું - હવે તે વલયોનો ખખડાટ કેમ સંભળાતો નથી? તેણી બોલી - કંકણો કાઢી નાંખ્યા. રાજા તે દુઃખથી આહત થઈને પરલોકાભિમુખ થઈને ચિંતવે છે - ઘણામાં દોષ છે, એકમાં દોષ નથી. જો આ રોગમાંથી મુક્ત થઈશ, તો પ્રવજ્યા સ્વીકારીશ.
ત્યારે કારતક પૂર્ણિમા વર્તતી હતી, એ પ્રમાણે વિચારતા તે સૂઈ ગયો. વહેલી પરોઢે એક સ્વપ્ર જોયું - શ્વેત નાગરાજ મેરુની ઉપર પોતાને આરૂઢ કરે છે, પછી નંદીઘોષના નાદથી વિબોધિત થયો - જામ્યો હાર્ષિત અને સંતુષ્ટ થઈને વિચારે છે - અહો !પ્રધાન સ્વપ્ર મેં જોયું. ફરી વિચારે છે કે મેં આવો ગુણજાતીય પર્વત પૂર્વે જોયેલ છે, એમ વિચારતા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વે મનુષ્યભવમાં શ્રામસ્ય પાળીને તે પુષ્પોત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ હતો. ત્યાં દેવત્વમાં મેરુ પર્વત ઉપર જિનમહિમાદિ માટે આવેલ. એ પ્રમાણે પૂર્વભવ જોયો, તે બોધ પામ્યો દીક્ષા લીધી.
એ પ્રમાણે પ્રત્યેકબુદ્ધ - ૩ - નમિરાજર્ષિ કહ્યા.
(૪) નગ્નતી રાજા - આ તરફ ગાંધાર જનપદમાં પુરુષપુર નામે નગર હતું. ત્યાં નગ્નતી નામે રાજા હતો. તે કોઈ દિવસે અનુયાત્રાએ નીકળ્યો. તેણે પપિત થયેલ એવી આશ્રમંજરી જોઈ. તેણે તેમાંથી એક મંજરી તોડી. એ પ્રમાણે આખા લશ્કરે એક-એક મંજરી તોડી. છેલ્લે ત્યાં માત્ર ઝાનું ઠંડુ રહ્યું. પાછો ફરતા રાજાએ પૂછ્યું કે - તે આમ્રવૃક્ષ ક્યાં ગયું? અમાત્યએ કહ્યું કે- આ જ તે વૃક્ષ છે. રાજાએ પૂછ્યું - તો લાકડાનું ઠંડુ કેમ થઈ ગયું? અમાત્ય બોલ્યો- તમે એક મંજરી લીધી, પાછળ બધાંએ તેમ કર્યું. રાજા વિચારે છે - આવી આ રાજ્યની લક્ષ્મી છે. જ્યાં સુધી ત્રદ્ધિ છે, ત્યાં સુધી શોભે છે. વૈરાગ્ય વાસિત થઈ રાજા બોધ પામ્યો, તે પણ પ્રવજિત થયો.
આ પ્રમાણે પ્રત્યેષુદ્ધ - ૪ નગ્નતિ કહો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org