________________
૪૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર બોલ્યો - મારા શ્મશાનમાં થયો છે, માટે હું આપીશ નહીં. બ્રાહ્મણ બોલ્યો - તું બીજો દંડ લઈ લે. પણ બાળકે તેની વાત ન માની. તે વિવાદ કારણિક (ન્યાય કરનાર) સુધી પહોંચ્યો ત્યારે તે બાળકને પૂછ્યું- તું આને દંડ કેમ આપતો નથી? તે બોલ્યો - હું આ દંડના પ્રભાવથી રાજા થઈશ. ત્યારે કારણિકે હસીને કહ્યું - જ્યારે તું સજા થા ત્યારે તું આને એક ગામ આપજે. બાળકે તે કબુલ રાખ્યું.
તે બ્રાહાણે બીજા બ્રાહ્મણોને પોતાના પક્ષમાં કર્યા - આને મારી નાંખીને દંડ પાછો હરી લઈએ. ત્યારે તેના પિતાએ તે સાંભળ્યું. તે બધાં ભાગ્યા, યાવત્ કાંચનપુર પહોંચ્યા. ત્યાં રાજા અપુત્ર મૃત્યુ પામેલો. અશ્વને અધિવાસિત કર્યો. તે બહાર સુતેલા બાળક પાસે આવ્યો. તેને પ્રદક્ષિણા કરીને રહ્યો. તેટલામાં નગરજનોએ તે લક્ષણયુક્ત બાળકને જોયો. જય-જય શબ્દ કર્યો. નંદી વાજિંત્ર વગાડ્યું. તે કરકંડૂ પણ બગાસુ ખાતો ઉભો થયો. વિશ્વસ્ત થઈ ઘોડા ઉપર બેઠો. તેને ચાંડાળ જાણીને બ્રાહાણો તેને પ્રવેશવા દેતા નથી. ત્યારે તેણે દંડરત્ન ગ્રહણ કર્યો, તે દંડ સળગવા લાગ્યો. બધાં ડરીને ઉભા રહી ગયા. ત્યારે તેણે હરિકેશા બ્રાહ્મણા કર્યા.
તે બાળકનું ઘરનું નામ અવકીર્ણ હતું પછી તેનું બાળકોએ કરેલ નામ “કરકૂંડ'' એ પ્રમાણે સ્થાપિત થયું. ત્યારે પેલો બ્રાહ્મણ આવ્યો, તેણે કહ્યું - મને ગામ આપ. ત્યારે કરકંડૂ રાજાએ કહ્યું કે- તને જે ગામ ચે તે લઈ લે. મારું ઘર ચંપાનગરીમાં છે. ત્યાં એક ગામ આપ.
ત્યારે કરેકંડૂએ ચંપાનગરીએ દધિવાહન રાજાને લેખ લખ્યો, મને એક ગામ આપો, હું તમને જે ગમતું હોય તે ગામ કે નગર તમને આપીશ. તે રોપાયમાન થયો. હે દુષ્ટ માતંગ! તું મને ઓળખતો નથી, કે મારી ઉપર આવો લેખ મોકલે છે. દૂતે પાછા આવીને કરકંડૂને તે વાત કરી. કરકં ક્રોધિત થયો. તેણે ચંપાનગરીને રૂંધી. યુદ્ધ ચાલુ થયું. આ વાત સાધ્વીએ જાણી, લોકોનો સંહાર ન થાય, તે માટે કરકંડૂની પાસે જઈને રહસ્યસ્ફોટ કર્યો કે આ દધિવાહન તારા પિતા છે. ત્યારે કરકંડૂએ તેના માતાપિતાને પૂછ્યું. તેઓએ સદ્ભાવ કહ્યો. અભિમાનથી તે ત્યાંથી પાછો ન ફર્યો. ત્યારે પદ્માવતી સાધ્વી ચંપાએ ગયા. દાસ-દાસીઓ તેણીના પગે પડીને રડવા લાગ્યા. રાજા પણ તે સાંભળીને આવ્યો. વંદન કરીને આસન આપીને, તેણીને ગર્ભ વિશે પૂછ્યું. સાધ્વી બોલ્યા કે - આજે તમારા નગરને રોપીને રહેલો છે, તે તમારો પુત્ર છે. બંને મળ્યા. બંને રાજ્યો તેને આપીને દધિવાહને દીક્ષા લીધી.
ત્યારપછી કરકંડૂમહાશાસનવાળો થયો. તે ગોકુલપ્રિય હતો. તેને અનેક ગોકુલ થયા. તેટલામાં શરદઋતુ આવી. એક વાછરડોઘણો પુષ્ટ અને તહતો, તેને રાજાજુએ છે. ત્યારે તે ગોવાળોને કહે છે કે- આ વાછરડાની માતાને દોહતા નહીં, તે જ્યારે મોટો થાય ત્યારે તેને બીજી ગાયોના દુધ પીવડાવજો. તે ગોવાળોએ પણ તે વાત સ્વીકારી. તે ઘણાં ઉંચા શીંગડાવાળો એવો સમર્થ બળદ થયો. રાજા તેને જોઈને ખુશ થયો. .
ફરી ઘણાં કાળે રાજા ત્યાં આવ્યો. મહાકાય જીર્ણ વૃષભ જોયો. નાની ભેંસો પણ તેને પરેશાન કરતી હતી. રાજાએ ગોવાળોને પૂછ્યું કે - તે બળદ ક્યાં છે ? Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org