________________
૨૦૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર બુદ્ધિ પરિહારથી. નિસંગ - સંગના હેતુ ધનાદિનો ત્યાગ. મ - રાગદ્વેષ રહિત. લાભાલાભ આદિમાં સમત્વ તે બીજા પ્રકારે સમત્વ કહ્યું. અબ્બન્ધન - રાગદ્વેષ રહિત. તેથી જ આલોક અને પરલોકમાં અનિશ્રિત અર્થાત્ આલોક કે પરલોકાર્થે અનુષ્ઠાનવાન નહીં. વાંસળા કે ચંદન સ્પર્શમાં સમાન ઇત્યાદિ દ્વારા પણ સમત્વ કહ્યું છે. અનશન એટલે ભોજનના અભાવમાં કે કુત્સિત અશન ભાવમાં પણ સમાન. એ પ્રમાણે બધામાં સમભાવ ને દેખાડ્યો.
* - * * * *
પ્રશંસા ન પામે તેવા કર્મના ઉપાર્જન ઉપાય - હિંસા આદિથી, કર્મ સંલગનરૂપ બધાં આશ્રવો, તેના દ્વારોને બંધ કરેલ છે તેવો વિહિત આશ્રવ અથવા સર્વે અપ્રશસ્ત દ્વારોથી નિવૃત્ત. પછી આત્મામાં શુભ ધ્યાન વ્યાપાર રૂપ યોગ તે અધ્યાત્મ ધ્યાન યોગોથી અહીં અધ્યાત્મ ગ્રહણ, પરસ્થાને તેમને કંઈ કરવાનું નથી માટે કહેલ છે. પ્રશસ્ત તે પ્રશંસા પ્રાપ્ત, દમ - ઉપશમ, શાસન - સર્વજ્ઞના આગમ રૂપ.
-
હવે તેનું ફળ દર્શાવે છે -
♦ સૂત્ર
૩૦૮, ૭૦૯
એ પ્રમાણે જ્ઞાન, ચારિત્ર, દર્શન, તપ અને શુદ્ધ ભાવનાથી આત્માને સમ્યક્ષણે ભાવિત કરીને - ઘણાં વર્ષો સુધી શ્રામણ્યધર્મનું પાલન કરીને અંતે માસિક અનશનથી તે અનુત્તર સિદ્ધને પામ્યા.
♦ વિવેચન
"
906, 906 -
સૂત્રાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે ભાવના અર્થાત્ મહાવ્રત સંબંધી, કે અનિત્યત્પાદિ વિષયોની. વિશુદ્ધ - નિદાનાદિ દોષ રહિત, અપ્પયં - આત્માને, માસોપવાસ કરીને સિદ્ધિ - સર્વ કર્મ ક્ષય રૂપ. આનાથી અંજન સિદ્ધ આદિનું ખંડન કર્યું. દ્ધિ આદિ સૂત્રના તાત્પર્યાર્થ નિયુક્તિકાર કહે છે
• નિયુક્તિ - ૪૨૨ + વિવેચન
-
-
-
ઋદ્ધિ - વિભૂતિ પૂર્વક નીકળીને પરમઘોર - કાયરોને દુરનુચર એવા શ્રમણત્વને કરીને, તે ધીર ત્યાં ગયો, જ્યાં ક્ષીણસંસારી જાય છે. ક્ષીણસંસાર - મોક્ષ. હવે સલ અધ્યયનના ઉપસંહાર દ્વારથી ઉપદેશ કહે છે -
• સૂત્ર - ૭૧૦ થી ૩૧૨
(૭૧૦) સંબુદ્ધ, પંડિત પ્રવિચક્ષણ એમ જ કરે છે. તેઓ મૃગાપુત્ર મહર્ષિની માફક કામભોગોથી નિવૃત્ત થાય છે. (૭૧૧) મહાપ્રભાવી, મહાયશા મૃગાપુત્રના તપપ્રધાન ત્રિલોક વિદ્યુત, મોક્ષરૂપ ગતિથી પ્રધાન, ઉત્તમ ચારિત્રને સાંભળીને (૭૧૨) ધનને દુઃખ વિવર્ધક અને મમત્વ બંધનને મહા ભયાવહ જાણીને નિર્વાણગુણ પ્રાપક, સુખાવહ, અનુત્તર ધર્મધુરાને ધારણ કરો. તેમ હું કહું છું.
Jain Education International
·
-
For Private & Personal Use Only
www.jainelibrary.org