________________
૧૩/૪૩૮
-
• સૂત્ર
૪૩૮ -
હે રાજન્ ! જો તું કામ ભોગોને છોડવામાં અસમર્થ છે, આર્ય કર્મ જ કર. ધર્મમાં સ્થિત થઈને બધાં જીવો પ્રતિ દયા કરનારો થા. જેનાથી તું ભાતિમાં વૈક્રિય શરીરધારી દેવ બની શક.
• વિવેચન
૪૩૮
W
જો તું ભોગોને છોડવાને અસમર્થ છો, તો હે રાજન્ ! આર્ય - હેય ધર્મોથી - દૂર જઈને, શિષ્ટ જનને ઉચિત એવા કર્મો - અનુષ્ઠાનો કર. ગૃહસ્થ ધર્મમાં સમ્યક્ દૃષ્ટિ આદિ શિષ્ટ આચરિત આચાર રૂપે રહીને સમસ્ત પ્રાણી પરત્વે દયાવાન્ થા. તેનું શું ફળ છે? આર્ય કર્મ કરવાથી તું વૈમાનિક દેવ થઈશ. ક્યારે? આ મનુષ્ય ભવ પછી, કેવો? વૈક્રિય શરીર વાળો. કેમકે ગૃહસ્થ ધર્મમાં પણ સમ્યક્ત્વ દેશવિરતિરૂપને દેવલોક ફળપણે કહેલ છે.
-
૧૨૯
આટલું કહ્યાં છતાં તે ન સમજ્યો ત્યારે તેની અવિનેચતાથી કહ્યું - • સૂત્ર - ૪૩૯ -
ભોગોને છોડવાની તારી બુદ્ધિ નથી. તું આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે. મેં વ્યર્થ જ તારી સાથે આટલી વાતો કરી. તને સંબોધિત કર્યો. હે રાજન્ ! હું જઈ રહ્યો છું.
♦ વિવેચન - ૪૩૯
તને શબ્દાદિ ભોગોનો પ્રતિષેધ કર્યો છતાં, અનાર્ય કર્મોથી રોવા છતાં તે ભોગોનો ત્યાગ કરીને, મેં કહેલ ધર્મમાં બુદ્ધિ ન થઈ, પણ આરંભ અને પરિગ્રહમાં જ મૂર્છિત છે. - અવધ હેતુ પ્રવૃત્તિમાં અને ચતુષ્પદ, દ્વિપદાદિના સ્વીકારમાં જ ગૃદ્ધ છે. તું મારા પૂર્વ જન્મનો ભાઈ છે, એવા સ્નેહ લક્ષણથી, તેવા મોહથી તને આટલું સમજાવ્યું. કહેવાનો આશય છે - અનેક પ્રકારે જીવિતનું અનિત્યાદિ દર્શન દ્વારથી કહેવા છતાં તે લેશમાત્ર વિષયથી વિરક્ત ન થયો ત્યારે અવિનેયત્વથી તારી ઉપેક્ષા જ શ્રેયકારી છે. - - x - આમ કહીને મુનિના ગયા પછી બ્રહ્મદત્તને શું થયું?
r
• સૂત્ર - ૪૪૦ -
પાંચાલ દેશનો રાજા બ્રહ્મદત્ત, મુનિના વચનોનું પાલન ન કરી શક્યો, તેથી અનુત્તર ભોગો ભોગવીને અનુત્તર નરકમાં ગયો. ♦ વિવેચન - ૪૪૦ -
38/9
Jain Education International
પંચાલ રાજા બ્રહ્મદત્ત, સાધુના અનંતરોક્ત હિતોપદેશદર્શક વચનોને વજ્રના તંદુલવત્ ભારેકર્મીપણાથી અત્યંત દુર્ભેદત્વથી અનુષ્ઠાન ન કરીને, સર્વોત્તમ કામભોગોનું પાલન કરીને, સ્થિતિ આદિથી સર્વે નરકમાં જ્યેષ્ઠ અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થયો. આના વડે નિપાણાનું નરક રૂપ ફળત્વ દર્શાવેલ છે. આ શેષ વક્તવ્યતા સૂચક પાંચ નિયુક્તિગાથા કહેલ છે -
For Private & Personal Use Only
www.jainelibrary.org