________________
૧૨૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
યુક્ત જોઈને એને ઉક્ત રૂપ કામ ભોગોની અભિકાંક્ષાપણાથી મેં પૂર્વ જન્મમાં ભોગની આશંસારૂપ અશુભાનુબંધી કર્મ બાંધ્યું. કદાચિત્ બાંદીને પણ જો તેને પ્રતિક્રાંત કરેલ હોત તો? તેથી કહે છે - તે નિદાનનું મેં પ્રતિક્રમણ ન કર્યું, અર્થાત્ તેનાથી હું નિવૃત્ત ન થયો. તેથી તમેં ઘણું જ કહેવા છતાં મારા ચિત્તમાં તેની પ્રવૃત્તિ થઈ નહીં. આ આવું અનંતર કહેવાનાર કર્મોનું ફળ છે. તે કેવું છે? તે કહે છે -
શ્રુતધર્માદિ ધર્મને જાણવા - સમજવા છતાં હું કામભોગોમાં મૂર્છિત છું તે આ કામભોગોમાં મૂર્ચ્છના એ મારા નિદાન કર્મોનું ફળ છે, અન્યથા ‘જ્ઞાનનું ફળ વિરતિ' છે, તે જાણવા છતાં પણ ધર્માનુષ્ઠાન મને કેમ ન રુચે? હવે નિયાણાના ફળને જ ઉદાહરણથી દર્શાવતા કહે છે -
સૂત્ર · ૪૩૬
જેમ દળદળમાં ફસાયેલો હાથી સ્થળને જોઈને પણ કિનારે પહોંચી શક્તો નથી. તેમ જ અમે કામ ભોગોમાં આસક્ત જન જાણતા હોવા છતાં ભિક્ષુમાર્ગનું અનુસરણ કરી શક્તા નથી.
♦ વિવેચન - ૪૩૬
-
નાગ - હાથી, જેમ કાદવવાળા જળમાં ખેંચી જાય, તે કદાચ જળરહિત એવા ભૂતલને જુએ છતાં, તેને પામી શક્તા નથી. અર્થાત્ તે કિનારાને અથવા સ્થળને પામતા નથી. એ પ્રમાણે તે હાથીની માફક અમે ઉક્તરૂપ કામગુણોમાં મૂર્છિત થયેલા સાધુના સદાચાર લક્ષણ માર્ગને અનુસરી શક્તા નથી. અહીં પંકજળની ઉપમાથી કામભોગો કહ્યા. તેથી તેની પરતંત્રતાથી તેનો પરિત્યાગ કરી શક્તા નથી. મુનિમાર્ગને જાણવા છતાં પણ કાદવમાં ખૂંપેલા હાથીની માફક અમે નીકળવા સમર્થ નથી. ફરી અનિત્યતાના દર્શનને માટે મુનિ કહે છે -
-
-
સૂત્ર
૪૩૭ -
હે રાજન્ ! સમય વ્યતીત થઈ રહ્યો છે, રાત્રિ દોડતી થઈ રહી છે. મનુષ્યોના ભોગો નિત્ય નથી. કામભોગ ક્ષીણ પુન્યવાળા વ્યક્તિને એવી રીતે છોડી દે છે, જે રીતે ક્ષીણ ફળવાળા વૃક્ષને પક્ષી છોડી દે છે.
♦ વિવેચન ૪૩૭ -
યથા આયુષ કાળ અતિક્રામી રહ્યો છે. એમ કેમ કહ્યું? રાત્રિ અને ઉપલક્ષણથી આ દિવસ પણ જલ્દી જઈ રહ્યો છે. આના વડે જીવિતવ્યનું અનિત્યત્વ કહ્યું. - X-X - અથવા આ કાળ અતિ જલ્દી જઈ રહ્યો છે એ કેમ જઈ રહ્યો છે? કેમ કે રાત્રિ જલ્દી પસાર થાય છે. વળી પુરુષોના ભોગો પણ શાશ્વત નથી. એ રીતે એવું કહેવા માંગે છે કે માત્ર જીવિત જ અનિત્ય નથી, તેમ નહીં, ભોગો પણ અનિત્ય છે. - ૪ - કોની જેમ? જેમ - જેના ફળો વિનાશ પામ્યા છે, તેવા વૃક્ષને પક્ષીઓ છોડી દે છે, તેમ ફળની ઉપમાથી પુન્ય, તે ચાલ્યા જતાં, વૃક્ષની જેમ પુરુષને, પક્ષીવત્ ભોગો છોડી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org