________________
૧૩૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • નિયુક્તિ - ૩૫૫ થી ૩૫૯નું વિવેચન -
(અહીં પાંચ નિયુક્તિ ગાથા આપેલ છે. તેનું કોઈ જ વિવરણ ન આપીને વૃત્તિકારશ્રી એટલું જ નોંધે છે કે - ) વિશિષ્ટ સંપ્રદાયના અભાવે આ પાંચ ગાથાનું વિવરણ કરતાં નથી, હવે પ્રસંગથી જ ચિત્રની વક્તવ્યતા -
• સૂત્ર - ૪૪૧ -
કામભોગોથી નિવૃત્ત, ઉગ્ર ચાસ્ત્રિી અને તપસ્વી મહર્ષિ “ચિત્ર” અનુત્તર સંયમ પાલન કરીને, અનુત્તર સિદ્ધિ ગતિને પામ્યા. તેમ હું કહું છું.
• વિવેચન - ૪૪૧ -
પૂર્વજન્મના નામથી ચિત્ર નામના એક તપસ્વી મુનિ, તે ચિત્રમુનિ અભિલાષા કરવા યોગ્ય શબ્દાદિથી વિરક્ત થઈને, કામ - તેનો અભિલાષ, વિરક્ત કામ, ઉદાત્ત - પ્રધાન ચારિત્ર - સર્વ વિરતિ, તપ - બાર પ્રકારે. અથવા ઉદગ્ર ચાસ્ત્રિ તપ વાળા, મહેષી કે મહર્ષિ સર્વ સંચમ સ્થાનોથી ઉપરિવર્તી સંયમ - આશ્રવથી ઉપરમણાદિને સેવીને સર્વલોકાકાશની ઉપર રહેલ, અતિપ્રદાન મુક્તિ નામની ગતિને પામ્યા . - - - ૪ -
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૩નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org