________________
૩ ૪
ઉત્તરાધ્યયન મૂલસૂર-સટીક અનુવાદ/૨ મોક્ષ. આ બંનેને માટે અથવા સમસ્ત હિત તે સમ્યગજ્ઞાનાદિ. તેના જ તત્ત્વથી હિતપણા થકી તેવા નિઃશેષ હિતને માટે અર્થાત કઈ રીતે નિઃશેષ હિત તેઓને પ્રાપ્ત થાય? સર્વે જીવોને અને તે ૫૦૦ ચોરોને આઠ પ્રકારના કર્મોથી મુક્તિ મળે. તે જ પ્રયોજનને માટે મુનિ બોલે છે. - x x
મુનિવર – અનિપ્રધાન. જેનો મોહ વિનષ્ટ થયો છે તે વિગતમોહ. અહીં વિગતમોહ વચનથી ચારિત્ર મોહનીયના અભાવથી યથાખ્યાત ચારિત્ર કહ્યું. - ૮- ૪ - - હવે કપિલ મુનિ જે બોલે છે, તે કહે છે -
• સૂત્ર - ૨૧૨ -
તથાવિધ ભિક્ષુ બધાં પ્રકારની ગ્રન્થિ અને કલહનો ત્યાગ કરે. બધાં પ્રકારના કામભોગોમાં દોષ જોતો મુનિ તેમાં લિપ્ત ન થાય.
વિવેચન - ૨૧૨ -
બધાં જ બાહ્ય - ધનાદિ અને અત્યંતર - મિથ્યાત્વ આદિ જે ગ્રંથી, તથા કલહનો હેતુ હોવાથી - ક્રોધ, ચ શબ્દથી માનાદિ, અહીં ક્રોધ અત્યંતર ગ્રંથરૂપ હોવા છતાં તેનું પૃથક્ ઉપાદાન તેના બહુદોષનો જણાવવા માટે છે. એ બધાંનો ત્યાગ કરે. રાથવિઘ - કર્મ બંધ હેતુનો, પણ ધર્મ ઉપકરણનો નહીં. ભિક્ષુ - તે જ આવા પ્રકારના ધર્મને યોગ્ય હોવાથી અહીં લીધા છે. અથવા તેઓ જ એ પ્રમાણે મૂક્ત થાય છે. તેથી શું થાય?
બધાં જ મનોજ્ઞ શબ્દાદીના પ્રકારો કે સમૂહોના કટુ વિપાકોને જોતો - તે વિષયક દોષોને જોતો. કર્મોથી લપાતો નથી. કેમકે કામદોષજ્ઞને પ્રાયઃ તેવી પ્રવૃત્તિનો અભાવ રહે છે. તથા દુર્ગતિથી આત્માનું રક્ષણ કરે છે. આ પ્રમાણે ગ્રંથ ત્યાગીના ગુણોને જાણીને વિપક્ષે દોષો કહે છે -
• સૂત્ર - ૨૧૩ -
ભોગરૂપ આશિષ દોષમાં ડૂબેલો, હિત અને નિઃશ્રેયસમાં વિપરીત બુદ્ધિવાળો, અજ્ઞાની, મંદ અને મૂઢ જીવ, કફમાં માખીની જેમ કર્મા'માં બંધાય છે.
• વિવેચન - ૨૧૩ -
ભોગવાય તે ભોગો - મનોજ્ઞ શબ્દાદિ, તે રૂપ આમિષ, અત્યંત ગૃદ્ધિ હેતુ પણાથી ભોગામિષ, તે જ આત્માને દૂષિત કરે છે, દુઃખ લક્ષણ વિકાર કરણથી ભોગમિષદોષમાં વિશેષથી નિમગ્ન, અથવા ભોગામિષના દોષો. તેઓ તેમાં આસક્ત થઈને વિચિત્ર કલેશ, સંતાન ઉત્પતિ, તેનું પાલન આદિથી વ્યાકુળ થઈને વિષાદમાં પડેલ તે ભોગદોષ વિષણ. - x x
હિત - એકાંત પથ્ય, નિ:શ્રેયસ - મોક્ષ, અથવા હિત - યથા અભિલષિત વિષયની પ્રાપ્તિથી અભ્યદય અને નિઃશ્રેયસ. તેથી કે તેમાં કે તે બંનેની બુદ્ધિ - તેની પ્રાપ્તિના ઉપાયવિષયક મતિ, તેમાં વિપર્યયતા જેની છે તે હિતનિઃશ્રેયસબુદ્ધિવિપર્યસ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org