________________
૯૫
૧૨/૩૬ અનુરૂપ જ થયા કે નહીં? ના, જ્ઞાનાદિ ગુણ પ્રધાન થયા. અથવા અનુત્તર ગુણવાળા થયા. પ્રકર્ષ પ્રાપ્ત જ્ઞાનાદિ ગુણના ધારફ કે અનુત્તર ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયા અને રહ્યા તે પણ અન્યથા થયા. કોણ? હરિકેશ બલ. તેનું મુનિત પ્રતિજ્ઞા માત્રથી પણ હોય, તેથી કહે છે – ભિક - પ્રતિજ્ઞાત અનુષ્ઠાન વડે સુધાને કે આઠ પ્રકારના કર્મોને ભેટે છે માટે ભિક્ષ. વશીકૃત કરેલ છે સ્પર્શન આદિ ઇંદ્રિયો, તેથી જિનેન્દ્ર -
• સૂત્ર - ૩૬૧ -
તેઓ ઇચ, એષણા, ભાષા, ઉચ્ચાર, આદાન-નિક્ષેપ સમિતિ એ પાંચમાં યત્નશીલ અને સુસમાધિસ્થ સંયમી હતા.
• વિવેચન - ૩૬૧ -
ચાલવું તે ઇર્યા, શોધાય તે એષણા, બોલાય તે ભાષા, ઉચ્ચાર એટલે મળ - મૂત્રની પરિષ્ઠાપના, તે વિષયક સમિતિ - સખ્યમ્ ગમન, તેમાં સમ્યક્ રીતે પ્રવર્તવું તે. તેમાં ચહ્નવાન. આદાન - ગ્રહણ, પીઠ-કુલકાદિનું. નિક્ષેપ - સ્થાપન. તે આદાન નિક્ષેપ. - x- એ રીતે ઈર્ષા સમિતિ આદિ પાંચે સમિતિ. યુક્ત, સંયમવાળા અને સુખું સમાધિમાન થયા.
• સૂત્ર - ૩૬૨ -
મન - વચન - કાયાથી ગુપ્ત અને જિતેન્દ્રિય મુનિ ભિક્ષા યજ્ઞમંડપમાં ગયાં કે જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા.
• વિવેચન - ૩૬૨ -
મનના નિયંત્રણ રૂપથી ગુમ - સંવૃત્ત તેમનોગુપ્ત. અથવા જેનું મન ગુપ્ત છે તે. એ પ્રમાણે વાગ્યુસ - વાણીનો પ્રસાર નિરુદ્ધ કરેલ. કાસગુપ્ત એટલે અસત્ કાય ક્રિયા રહિત. જિતેન્દ્રિય શબ્દનું ફરી ગ્રહણ અતિશય જણાવવાને માટે છે. ભિક્ષાર્થે ગયા અર્થાત નિપ્રયોજન નહીં, કેમકે તેનો નિષેધ છે. બંબઈજ્જ – બ્રાહ્મણોનું વજન જેમાં છે તે યજ્ઞ માટે ગયા.
તેને ત્યાં આવતા જોઈને ત્યાંના લોકોએ જે કર્યું તે કહે છે - • સૂત્ર - ૩૬૩ -
તપથી તે મુનિનું શરીર સુકાઈ ગયેલું, ઉપધિ અને ઉપકરણ પણ પ્રાંત હતા. એવા મુનિને આવતા જોઈને અનાર્યો તેનો ઉપહાસ કરે છે.
• વિવેચન - ૩૬૩ -
બલ મુનિને આવતા જોઈને, કેવા મુનિ ? છઠ્ઠ, અહમાદિ રૂપ તપથી ચોતરફથી શોષિત - માંસ અને લોહી સુકાઈ ગયા ચાવત કૃશ થઈ ગયેલા. તથા પ્રાંત - જીર્ણ, મલિનત્વાદિ વડે અસાર ઉપધિ, તે જ ઉપકરણ એટલે ધર્મ અને શરીરના ઉપષ્ટભ હેતુ જેનો છે તે અથવા ઉપધિ એ જ ઉપકરણ - ઓપગ્રહિક, તે જોઈને હાંસી કરાય છે, જે આર્ય નથી તેવા અનાર્યો - પ્લેચ્છો, સાધુની નિંદા આદિ વડે અનાર્ય. તે અનાર્યો કેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org