________________
૯ ૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ છે ? તેઓ કઈ રીતે ઉપહાસ કરે છે ? તે કહે છે -
• સુત્ર - ૩૬૪, ૩૬૫ -
જતિમદથી ગર્વિષ્ઠ, હિંસક, અજિતેન્દ્રિય, બ્રહ્મચારી અને અજ્ઞાની લોકોએ આ પ્રમાણે કહ્યું - બીભત્સ રૂપવાળો, કાળ, વિકરાળ, મોટા નાકવાળો, અલ્પ વાવાળો, ધૂળથી મલિન થઈ પિશાચ જેવો લાગતો, ગળામાં સંતરવસ્ત્ર ધારણ કરનારો આ કોણ આવી રહ્યો છે ?
• વિવેચન - ૩૬૪, ૩૬૫ -
જાતિમદ વાળો, જેમકે- “અમે બ્રાહ્મણો છીએ" તેનાથી પ્રતિસ્તબ્ધકે પ્રતિબદ્ધ, પ્રાણીનું ઉપમાદન કરનારા, સ્પર્શનાદિને વશીકૃત ન કરેલ, તેથી જ અબ્રહ્મ - મૈથુન. તેને સેવન કરનારા, તેવા આ અબ્રાહ્મચારીઓ, કેમકે - તેઓ કહે છે - પુત્રની કામના માટે થતાં મૈથુનમાં કોઈ દોષ નથી, આદિ. તેથી જ બાલ-બાલક્રીડિતાનુકારી યાદિમાં પ્રવૃત્ત. તેઓ આ પ્રમાણે બોલ્યા - શું?
- *- રે ! કોણ આવે છે ? તેઓ પરસ્પર બોલ્યા- આ કોણ છે? રે - આ આમંત્રણ વચન છે. જેનું શીમરૂપ છે તે, દીપ્ત વયન - અબીભત્સ, અત્યંત બળેલા - ફોડા થયેલા હોય તેવો, અથવા વિકૃતપણાથી દુર્દશ. કાલ - વર્ણથી કાળો, વિકરાલ - દાંતો વડે ભયાનક પિશાચવત, ફોકકા - આગળ ધૂળ અને ઉન્નત નાક જેનું છે તે. તથા લઘુત્વ જિર્ણત્વ આદિ વસ્ત્રો જેના છે તેવા અા વાવાળો, ધૂળ વડે પિશાચવતું થયેલ, પિશાચ જ લૌકિકોમાં લાંબા વાળ, નખ, રોમાદિ વાળો અને ધૂળ વડે લેપાયેલો ઇષ્ટ છે, તેથી મનિ પણ નિષ્પરિકમતાથી અને ધૂળથી લિપ્ત દેહપણાથી એવા કહ્યા. સંકર - તે અહીં તૃણ, ભસ્મ, છાણ, અંગારાદિ મળીને ઉકરડા જેવા થયેલ વસ્ત્રો તે સંકરદુષ્ય, તેમાં જ જે અત્યંત નિકૃષ્ટ, નિરુપયોગી છે, તે લોક વડે ત્યજાય છે. અથવા ત્યાજ્ય પ્રાયઃ વસ્ત્રો જ આ ગ્રહણ કરે છે, તેથી તેવા વસ્ત્રો પહેરીને. અથવા સ્વ ઉપધિને લઈને ભમે છે. - - - આવા મુનિને દૂરથી આવતો જોઈને બોલ્યા, શું બોલ્યા?
• સૂત્ર - ૩૬૬ -
અરે ! અદાય તું કોણ છે ? કઈ રાશાથી અહીં આવેલ છો ? ગદા અને ધૂળીયા વોથી, અર્ધનગ્ન પિશાચ જેવો તું દેખાઈ રહ્યો છે. જા, ભાગ અહથી. અહીં કેમ ઉભો છે ?
• વિવેચન - ૩૬૬ -
રે! તું કોણ છે? એ પ્રમાણે આદર્શનીય - જોવાને અયોગ્ય, કેવા રૂપથી અહીં આવેલ છે ? આ યજ્ઞ પાટકમાં કંઈ ઇચ્છાથી આવેલ છો ? અલ્પવસ્ત્રવાળો અને ધૂળથી પિશાચ જેવો, આનું ફરી ઉપાદાન અત્યંત અધિક્ષેપ દર્શાવવા માટે છે. આ યજ્ઞવાટકથી ચાલ્યો જા. અર્થાત અમારી આંખ સામેથી દૂર થા. તું કેમ અહીં ઉભો છે? તારે અહીં ઉભવું ન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org