________________
૨૧/૭૮૩ થી ૭૯૫
અહિંસા, સત્ય આદિ સ્વીકારે છે.
પાંચ મહાવ્રતો - અહિંસા આદિનો સ્વીકારીને પૂર્વવત્ વિયરે છે. અર્થાત્ અંગીકાર કર્યા વિના રહેતા નથી. ઘર્મ - શ્રુત અને ચારિત્રરૂપ કે જે જિનેશ્વરે કહેલ છે. વિઊ એટલે વિદ્વાન, જ્ઞાતા.
બાકી બધાં જ પ્રાણીમાં દયા વડે - હિતોપદેશદાનાદિ રૂપથી અથવા રક્ષણ રૂપથી જે અનુકંપનશીલ છે તે દયાનુકંપી. ક્ષાંતિ વડે - અશક્તિથી નહીં ખમે છે - પ્રત્યનીકાદિ ઉદીરિત દુર્વચનાદિને સહન કરે છે. તેથી ક્ષાંતિ ક્ષમ. સંયત, એવો તે બ્રહ્મચારી. પૂર્વે બ્રહ્મચર્યનો સ્વીકાર કહેલો હોવા છતાં ફરી અહીં ‘બ્રહ્મચારી’ એ અભિધાન બ્રહ્મચર્યના દુરનુચરત્વ જણાવવા માટે છે. આના વડે મૂલ ગુણ રક્ષણનો ઉપાય કહ્યો.
કાલ
પ્રસ્તાવે અથવા કાલેન - પાદોન પૌરુષિ આદિ વડે, તે કાલોચિત પ્રત્યુપ્રેક્ષણાદિ કરતા હતા. રાષ્ટ્ર - મંડલમાં, લાગૅલ - સહિષ્ણુત્વ. અસહિષ્ણુત્વ લક્ષણ જાણીને જે રીતે આત્માની સંયમ યોગ હાનિ ન થાય.
.
૨૨૧
બીજા કહે છે - સિંહવત્ એટલે ભય ઉત્પાદકત્વથી પણ સત્વોને ત્રાસિત કરીને નહીં. સિંહના દૃષ્ટાંતથી સાત્ત્વિકત્વથી અતિસ્થિર પણાથી. તેથી જ દુઃખ ઉત્પાદક અસભ્ય - અશ્લીલ રૂપ વચનો સાંભળીને તેવા જ વચનો સામે ન બોલે. તો શું કરે? તેની ઉપેક્ષા કરતાં ચાલે. તથા પ્રિય કે અપ્રિય - અનુકૂળ કે પ્રતિકૂળ બધાંને સહન કરે. અર્થાત્ બધી વસ્તુ બધાં સ્થાને ગમી જાય તો પણ યથાર્દષ્ટ - જે જે જુએ તેની અભિલાષાવાળો ન થાય. અથવા જો એકત્ર પુષ્ટ આલંબનથી સેવે તો પણ તે બધું અભિમત આહારાદિથી બધે અભિલાષાવાળો ન થાય. પૂજા કે ગર્હામાં પણ અભિરુચિ ન કરે. ગર્ભ એટલે નિંદા કે પરપરિવાદ.
(શંકા) ભિક્ષુને પણ શું અન્યથા ભાવ સંભવે છે? કે જેથી આ - આ પ્રમાણે તેના ગુણનું અભિધાન છે? તેથી કહે છે -
અનેક છંદ - અભિપ્રાયો સંભવે છે. તે તત્ત્વવૃત્તિથી ઔદયિક ભાવથી ધારણ કરાય છે. અણગાર - ભિક્ષુ પણ આવા આવા ભાવને ધારણ ન કરે, તે માટે તેના ગુણનું અભિધાન કરેલ છે.
·
ભયભૈરવ - ભયોત્પાદકત્વથી ભીષણ, તેમાં બ્રહ્મચર્યની સ્વીકૃતિ કહી. પૂર્વે ‘ભીમ’ શબ્દ વાપરેલો, ફરી તેને અહીં કહ્યો તે તેની અતિ રૌદ્રતાને જણાવવાને માટે છે. દિવ્ય ઇત્યાદિ ઉપસર્ગો જાણવા.
Jain Education International
પરિષહો જ્યારે ઉદીરાય છે, ત્યારે સંયમ પ્રતિ શિથીલ થાય છે. જ્યારે ઉપસર્ગો કે પરીષહો પ્રાપ્ત થાય - અનુભવન દ્વારથી આવે ત્યારે વ્યથા ન પામે. ભયથી ચલિત ન થાય, પણ ભિક્ષુ સત્ત્વવાળા થઈને સંગ્રામ શીર્ષ - યુદ્ધપ્રકર્ષ સમાન હસ્તિરાજવત્. સ્પર્શ - તૃણ સ્પર્શાદિ, તથા રોગો ઉપતાપિત કરે છે. . - x - ૪ - એ પ્રમાણે રજની માફક - જીવની મલિનતાથી હેતુપણાથી કર્મોને પરીષહ સહન કરવા વડે ખપાવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org