________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ૦ સૂત્ર - ૩૫૧ -
જેમ અંધકારનાશક ઉદીયમાન સુર્ય તેજથી બળતો હોય તેવો લાગે છે, તે પ્રમાણે બહુશ્રુત પણ તેજસ્વી હોય છે.
૦ વિવેચન - ૩૫૧ -
જેમ તે અંધારનો વિનાશ કરે છે તે તિમિર વિધ્વંસક ઉગતો સૂર્ય, તે જ ઉર્વ આકારામાર્ગને આક્રાતિત કરતો અતિ તેજસ્વીતાને પામે છે. - x- અથવા પહેલા ઉગતો સૂર્ય તીવ્ર હોતો નથી, એ પ્રમાણે તીવ્રતાનો અભાવ જણાવે છે, અન્યથા તેની તીવ્રતાનું ષ્ટાંત ન કહેત. કેવો તીવ થાય? તેજની જ્વાલાને છોડતો એવો, બહુશ્રુત પણ તેવા જ થાય, તે પણ અજ્ઞાનરૂપ તિમિરને નિવારનારા છે, સંયમ સ્થાનોમાં વિશદ્ધ વિશુદ્ધતર અધ્યવસાયથી અને તપના તેજથી ઝળહળતા હોય છે.
• સૂત્ર - ૩૫૨ -
જેમ નક્ષત્રોના પરિવારથી પરિવૃત્ત ચંદ્રમા પૂર્ણિમાએ પરિપૂર્ણ થાય છે, તે પ્રમાણે બહુશ્રુત પણ જ્ઞાનાદિની કળાથી પરિપૂર્ણ થાય.
• વિવેચન - ૩૫ર -
જે રીતે તે નક્ષત્રોનો સ્વામી - ઉડુપતિ, ચંદ્ર, અશ્વિની આદિ નક્ષત્રોથી, ગ્રહો અને તારાઓ વડે પરિસ્વારિત થઈને પ્રતિપૂર્ણ સમસ્ત કલાયુક્ત થાય. ક્યારે થાય ? પૂર્ણિમાને દિવસે. અહીં ચંદ્ર એમ કહેવાથી કોઈ ચંદ્ર નામવાળો પણ ગ્રહણ થાય તેથી ઉડુપતિ એવુ નામ ગ્રહણ કર્યું. કવચિત એકાકી સિંહ જેવો પણ હોય, તેથી વિશેષણ મૂક્યું - નક્ષત્ર પરિવારિત, તે પણ બીજ આદિનો નહીં, પણ પૂર્ણિમાનો લેવો, એ પ્રમાણે બહુશ્રુત લેવા. તે પણ નક્ષત્રોની માફક અનેક સાધુના અધિપતિ છે. તથા તે પરિવારિત સર્વકળા યુક્ત પણાથી પ્રતિપૂર્ણ હોય છે. - બીજું -
• સૂત્ર - ૩૫૩ -
જે પ્રકારે સામાજિક - વ્યાપારી આદિના કોઠાર સુરક્ષિત અને અનેક પ્રકારના ધાન્યોથી પરિપૂર્ણ હોય છે તે પ્રમાણે બહુશ્રુત પણ વિવિધ પ્રકારના સુતથી પરિપૂર્ણ હોય છે.
• વિવેચન - ૫૩ -
જેમ સમાજ - સમૂહ તેમાં સાથે એકઠા થાય તે સામાજિક - સમૂહવૃત્ત લોકો, અથવા અતસી આદિ અંગોના ઉપભોગાંગતાથી શ્યામ આદિ અંગરૂપ ધાન્ય, તે કોષ્ઠ ધાન્યનો પલ્ય, તેના અગાર કે આધાર રૂપ જે ગૃહ, ઉપલક્ષણથી અન્ય પણ પ્રભૂત ધાન્યસ્થાન, જ્યાં બળી જવા આદિના ભયથી ધાન્ય કોઠાર કરાય છે, તે કોઠાગાર કહેવાય છે. • x - = - તેને પ્રાણરિક પુરુષાદિ વ્યાપાર દ્વારથી પાલિત દસ્યમૂષિકાદિથી સુરક્ષિત અને તે કદાચ પ્રતિ નિયત ધાન્ય વિષય અપ્રતિપૂર્ણ હોય, તેથી કહે છે. અનેક પ્રકારના ધાન્યોથી ભરેલો, એ પ્રમાણે બહુશ્રુત પણ હોય. બહુશ્રુત પણ સામાજિક લોકોની જેમ ગચ્છવાસીને ઉપયોગી એવા વિવિધ ધાન્યોની જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org