________________
૧૧/૩૪૭
૮ ૯ વડે ઉદગ્રતાથી દુરભિભવ છે, તેથી અન્યતીર્થી રૂપ મૃહસ્થાનીયોમાં પ્રવર છે.
• સૂત્ર - ૩૪૮ -
જેમ શંખ, ચક્ર, ગદાને ધારણ કરનાર વાસુદેવ અપરાજિત બળ વાળો યોદ્ધો હોય છે, તેમજ બહુશ્રુત પણ અપરાજિત બળશાળી હોય છે. . • વિવેચન - ૩૪૮ -
જેમ તે વાસુદેવ પંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદ ગદાને વહન કરે છે તેથી શંખ ચક્ર ગદાધર થઈ બીજા વડે ખલના પમાડવી અશક્ય છે, સામર્થ્ય જેનું તેવો અપ્રતિહત બલ વાળો યોદ્ધો - સુભટ હોય છે તે પ્રમાણે બહુશ્રુત પણ સ્વાભાવિક પ્રતિભા પાગલખ્યવાળો અને શંખાદિ માફક સમ્યગ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિ વડે યુક્ત ચોદ્ધો - કર્મવેરી પરાભવી થાય.
• સૂત્ર - ૩૪૯ -
જેમ મહાન દિવાનું ચાતુરંત ચક્રવર્તી ચૌદ રત્નોનો સ્વામી હોય છે, તેમજ બહુશ્રુત પણ ચૌદ પૂર્વાના સ્વામી હોય છે.
વિવેચન - ૩૪૯ -
જેમ ચારે દિશા પર્યા, એક તરફ હિમાવાન અને ત્રણ દિશામાં સમુદ્ર, જેને છે તે ચતુરંત અથવા ચાર - ઘોડા, હાથી, રથ, મનુષ્યરૂપ અંતશત્રુવિનાશરૂપ જેને છે તે છ ખંડ ભરતનો અધિપતિ, મોટી સમૃદ્ધિવાળો, ચૌદ રત્નો - સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, હાથી, ઘોડો, વર્ધિક, સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકણિ; ખગ, દંડ તેનો અધિપતિ હોય એ પ્રમાણે બહુશ્રુત પણ આસમુદ્ર પૃથ્વી મંડલ ઉપર ખાતકીર્તિપણાથી ચાતુરંત કહેવાય છે. અથવા ચાર પ્રકારે દાનાદિ ધર્મ વડે કમરીને વિનાશ કરવાથી ચાતુરંત, આમષધિ આદિ ઋદ્ધિવાન પ્રલાક આદિ લબ્ધિવાન, સકળ અતિશય નિધાન ચૌદ પૂર્વો રૂપી ચૌદરત્નો યુક્ત હોય છે.
• સૂત્ર - ૩૫૦ -
જેમ સહસ્રાક્ષ, વજપાણિ, પુરંદર, શક દેવોનો અધિપતિ હોય છે, તે પ્રમાણે બહુશ્રુત હોય છે.
• વિવેચન - ૩૫૦ -
જેને હજાર આંખો છે તે સહસ્રાક્ષ, અહીં સંપ્રદાય એવો છે કે ઇંદ્રને ૫૦૦ મંત્રી દેવો હોય છે, તેમની બળે એટલે હજાર આંખો છે અથવા જે હજાર આંખો વડે જોવાય છે તેથી સહસ્રાક્ષ છે. વજ - તેનામનું આયુધ જેના હાથમાં છે તે વજપાણિ. લોકોક્તિથી પૂરને દારણ કરવાથી પુરંદર, એવો તે શક - દેવોનો સ્વામી છે તેવા બહુશ્રુત થાય છે તે પણ શ્રુતજ્ઞાન વડે સંપૂર્ણ અતિશય રત્નાનિધાન તુલ્યતાથી હજારો લોચન હોય તેમ જાણે છે. પૂ નો અર્થ શરીર પણ થાય, તે વિકૃત તપ અને અનુષ્ઠાનથી કર્તાને વિચારે છે તેથી પુરંદર છે. શક્રવત્ દેવો વડે ધર્મમાં અત્યંત નિશ્ચલતાથી પૂજાય છે ઇત્યાદિ. - x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org