SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર કોલાહલરૂપ હોય. એ પ્રમાણે બહુશ્રુત થાય છે. અહીં શું કહેવા માંગે છે? જે પ્રમાણે આવો સૂર કોઈથી અભિભૂત થતો નથી, કે તેનો આશ્રિત બીજો કોઈ પણ અભિભૂત ન થાય. તેમ આ પણ જિનપ્રવચનરૂપ ઘોડા ઉપર બેસીને પરવાદી દર્શનમાં પણ ત્રસ્ત ન થાય, તેના વિજય પ્રતિ સમર્થ છે. દિવસ - રાત્રિ સ્વાધ્યાયના ઘોષ રૂપથી કે સ્વપક્ષ - પરપક્ષનો ઘોષ કે “તમે ઘણું જીવો" થાય છે તેને પરતીર્થિ પણ પરાભવ કરવા સમર્થ નથી. તેને આશરે રહેલાં બીજા પણ કોઈ જીતાતા નથી. - તથા - • સૂત્ર - ૩૪૫ - જે પ્રકારે હાથણીથી ઘેરાયેલ સાઈઠ વર્ષનો બળવાન હાથી કોઈથી પરાજિત થતો નથી, તે પ્રમાણે બહુશ્રુત પણ પરાજિત થતો નથી. • વિવેચન - ૩૪૫ - જેમ હાથણીઓ વડે પરિવૃત્ત જે છે તે, એકલો નહીં, તેવો હાથી, વળી સાઈઠ વર્ષના આયુવાળો, તેને જ આટલાકાળ સુધી પ્રતિવર્ષ બળનો સંગ્રહ કર્યો હોય, તેથી જ જેને આટલું શરીર સામર્થ્ય છે તે બળવાન થઈને અપ્રતિ હત થાય છે. અર્થાત બીજા મદમુખો વડે કે મતાંગ વડે પરાંમુખ કરાય છે. બહુશ્રુત આવો થાય છે. તે પણ બીજાના પ્રસારના નિરોધરૂપ ત્યાતિકી આદિ બુદ્ધિ અને વિવિધ વિધા વડે આવૃત્ત હોય, સાઈઠ વર્ષ વડે અત્યંત સ્થિરમતિ હોય, તેથી જ બળવાન પણાથી અપ્રતિ હત થાય છે. ઘણાં દર્શન હણનારાઓ વડે પણ પ્રતિહનન કરવો શક્ય બનતો નથી. બીજું • સૂત્ર - ૩૪૬ - જેમ તીણ શગડાવાળો, બળવાન સ્કંધ વાળો, જૂથાધિપતિ વૃષભ શોભે છે, તેવી રીતે (ગણાધિપતિ) બહુશ્રુત શોભે છે. • વિવેચન - ૩૬ - જેમ તે તીણ શીંગડા જેને છે તેવો, અત્યંત ઉપચિત થયેલા ઝંઘ જેના છે તેવો, ઉપલક્ષણથી સમગ્ર અંગોપાંગ ઉપસ્થિત હોય છે તેવો બળદ શોભે છે. વળી તે ગાયોના સમૂહનો અધિપતિ- સ્વામી થઈને રહ્યો હોય. બહુશ્રુત પણ તેવો થાય છે. તે પણ પરપક્ષને ભેદવાપણાથી સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રરૂપ શીંગડાવડે યુક્ત હોય, ગચ્છના મોટા કામોની ધુરાને ધારણ કરવા વડે જાત સ્કંધ હોય અને સાધુ આદિ સમૂહનો અધિપતિ આચાર્ય થઈને શોભે છે - વળી - • સૂત્ર - ૩૪૭ - જેમ તીક્ષણ દાઢ વાળો પૂર્ણ યુવા અને દુષ્પરાજેય સિંહ પશુઓમાં શ્રેષ્ઠ હોય છે તેમ જ બહુશ્રુત હોય છે. • વિવેચન - ૩૪૭ - જેને તીક્ષણ દાઢા છે, તેવો તે તીક્ષ્ણદં, ઉત્કટ કે ઉદગ્ર વય સ્થિત, તેથી દુષ્યધર્ષ-બીજા વડે દુરભિભવ સિંહ, વન્ય પ્રાણીમાં પ્રધાન થાય છે એવો બહુશ્રુત થાય. છે. આ પરપક્ષને ભેદન પણાથી તીક્ષ્ણ દાઢા રૂપ મૈત્રમાદિ નયોથી પ્રતિભા આદિ ગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy