________________
૧૧/૩૪૧
69
જે જેના ઉપધાન કહ્યા, તેથી અન્યથા ન ભણે, ન સાંભળે. પ્રિયંકર - અનુકૂળ કરે છે. ક્યારેક કોઈક અપકાર કરે તો પણ પ્રતિકૂળ આચરણ ન કરે પણ પોતાના કર્મોનો જ દોષ વિચારે તેથી જ પ્રિયવાદી બને, કોઈ અપ્રિય બોલે તો પણ પ્રિય જ બોલવાના સ્વભાવવાળો. અથવા આચાર્યાદિને અભિમત આહારાદિ વડે અનુકૂલકારી, આચાર્યના અભિપ્રાયને અનુવર્તીને બોલે તે પ્રિયવાદી. તેમાં શો ગુણ છે ? શિક્ષા શાસ્ત્રાર્થ ગ્રહણ આદિ રૂપ. તેને પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે. આના વડે અવિનીત, આનાથી વિપરીત શિક્ષાને પામવાને યોગ્ય નથી, તેમ કહેલ છે તથા જે શિક્ષાને પામે તે બહુશ્રુત, બાકીના અબહુશ્રુત.
• સૂત્ર - ૩૪૨
જેમ શંખમાં રાખેલ દુધ પોતાને અને પોતાને આધારના ગુણોને કારણે બંને તરફથી સુશોભિત રહે છે, તે જ રીતે બહુશ્રુત ભિક્ષુમાં ધર્મ, કીર્તિ અને શ્રુત પણ બંને તરફથી સુશોભિત રહે છે.
• વિવેચન ૩૪૨ -
જેમ શંખમાં રાખેલ દુધ બંને પ્રકારે અર્થાત્ માત્ર શુદ્ધતા આદિ સ્વસંબંધી ગુણ લક્ષણથી શોભે છે તેમાં તે કલુષ થતું નથી, ખટાશ પણ પકડતું નથી, સ્રવતું પણ નથી. આ જ પ્રકારે બહુશ્રુત ભિક્ષુમાં યતિધર્મ શ્લાધા તથા ધર્મકીર્તિવત્ આગમ શોભે છે. જો કે ધર્મકીર્તિ શ્રુત નિરૂપલેપતા આદિ ગુણોથી સ્વયં શોભાભાગી છે, તો પણ મિથ્યાત્વાદિ કાલુષ્યના વિગમથી નિર્મલતાદિ ગુણથી શંખની જેમ વિશેષથી શોભે છે. ઇત્યાદિ. શેષ સૂત્રાર્થવત્ સમજી લેવું. ફરી બહુશ્રુતને કહે છે - • સૂત્ર
૩૪૩
જે પ્રમાણે કંબોજ દેશના અશ્વોમાં કથક ઘોડા જાતિમાન અને વેગમાં
*X*X*
-
શ્રેષ્ઠ હોય છે, તે પ્રમાણે જ બહુશ્રુત શ્રેષ્ઠ હોય છે.
♦ વિવેચન - ૩૪૩ -
જે પ્રકારે કંબોજ દેશમાં થયેલાં અશ્વો શીલાદિ ગુણોથી વ્યાપ્ત છે, પ્રધાન છે, વેગવાળા છે. તે પ્રમાણે જિનધર્મને પામેલા વ્રતી કંબોજના અશ્વોની માફક, બીજા ધાર્મિકોની અપેક્ષાએ શ્રુત અને શીલાદિ વડે શ્રેષ્ઠ છે.
• સૂત્ર ૩૪૪ -
જેમ જાતિમાન્ અશ્વારૂઢ દંઢ પરાક્રમી શૂરવીર યોદ્ધા, બંને તરફ થનારા નાંદીઘોષથી સુશોભિત થાય છે, તેમજ બહુશ્રુત શોભે છે.
૭ વિવેચન - ૩૪૪
-
જેમ જાત્યાદિ ગુણયુક્ત અશ્વ ઉપર સમ્યક્ રીતે બેસેલો, તે કદાચ ફાયર પણ હોય, તેથી કહે છે - શૂર, દૃઢ, પરાક્રમ - શરીર સામર્થ્યરૂપ છે તે તથા જમણી અને ડાબી બંને બાજુએ અથવા આગળ અને પાછળ બાર વાજિંત્રોના નિનાદ રૂપ વડે અથવા આશીર્વચન રૂપ નાંદી - ‘તમે ઘણું જીવો'' ઇત્યાદિ, તેના ઘોષથી, બંદિજનોના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org