________________
૧૦૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - ૫૮૧ -
મારું નામ સંજય છે, મારું ગોત્ર ગૌતમ છે. વિદ્યા અને ચરણના પારગામી “ગદંભાલિ” મારા આચાર્ય છે.
• વિવેચન - ૫૮૧ -
તમારું નામ શું? પ્રશ્નનો ઉત્તર આપ્યો કે - મારું નામ સંજય છે. એ પ્રમાણે બધાં પ્રશ્નો ઉત્તર સૂત્રાર્થમાં કહ્યો છે. વિશેષ આ - આચાર્ય એટલે ધમોપદેશક, જેના વડે તત્ત્વ વિધમાન છે તે વિધા - શ્રુત જ્ઞાન, ચરણ - ચારિત્ર. આ વિધા અને સાત્રિના પર્યાન્વગામી. વિઘાચરણના પારગવથી, તેના વડે નિવૃત્ત - મુક્તિરૂપ ફળ કહ્યું. તેથી તે અર્થમાં હું માહણ છું. જેવો તેમનો ઉપદેશ છે, તે પ્રમાણે હું સેવન કરું છું.
આ પ્રમાણે જાણીને તેના ગુણ બહુમાનથી આકૃષ્ટ થઈ ક્ષત્રિય બોલ્યા - • સૂત્ર - ૫૮૨ -
હે મહામુનિ ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન આ ચાર સ્થાનો વડે કેટલાંક તવ વેત્તા અસત્ય તત્ત્વને પ્રરૂપે છે.
વિવેચન - ૫૮૨ -
(અહીંવૃત્તિમાં જે વાદોનું દર્શન છે, તે અમારા નિર્ધારિત ક્ષેત્રની બહારનો વિષય હોવાથી છોડી દીધેલ છે, છતાં વિસ્તાર જાણવા સૂયગડાંગ સૂત્ર જેવું.)
ક્રિયા - “છે' તે સ્વરૂપે. અક્રિયા - તેનાથી વિપરીત. વિનય - નમસ્કાર કરણ આદિ. જ્ઞાન - વસ્તુ તત્ત્વનો બોધ, તેનો અભાવ તે અજ્ઞાત. હે મહામુનિ! સમ્યક પ્રવજ્યા પ્રતિપત્તિ ગુરુ પરિચર્યાદિ કરણથી પ્રશંસાય છે. આ ક્રિયાદિ ચાર વડે જીવો કર્મવશ થઈ તેમાં રહે છે તેથી સ્થાન - મિથ્યા અધ્યવસાયના આધાર ભૂત, તેના વડે મપાય છે. જેના વડે જીવાદિ વસ્તુને તે જાણે છે, તેથી મેયજ્ઞ, ક્રિયાદિ ચાર સ્થાનો વડે સ્વ-સ્વ અભિપ્રાયથી કલ્પિત વસ્તુ તત્વ પરિચ્છેદી થઈ કુત્સિત પ્રકર્ષથી બોલે છે.
ક્રિયાવાદી - “આત્મા છે તેમ માને છે. - x x x x- જે અક્રિયાવાદી છે તે અસિ' ક્રિયા વિશિષ્ટ આત્માને ઇચ્છતા નથી. - x x x x- ઇત્યાદિ.- X- - જે આવા નથી તે દેવલોક ગતિમાં અનેકવિધ કૃતધર્મનું આચરીને જાય છે. અહીં સત્વરૂપમારૂપ શ્રતધર્મ જ છે. તેથી હે આય! અસત્ પ્રરૂપણાના પરિહારથી સપ્રરૂપણાવાળા જ તમારે થવું જોઈએ.
આ પાપકારીઓ કેવા છે? તે કહે છે - • સૂત્ર - ૫૮૫ -
આ કિયાવાદી આદિનું કથન માયાપૂર્વક છે, તેથી મૃષા ભાષા છે, નિરર્થક છે. હું તેનાથી સંયમપૂર્વક રહું છું અને ચાલું છું.
• વિવેચન - ૫૮૫ -
શઠતાપૂર્વક બોલતા જે અનંતર ક્રિયાવાદીઓ છે, તેઓ મૃષાભાષા બોલે છે. તે વચન સખ્ય અભિધેય શૂન્ય છે. તેથી તેમની ઉક્તિ સાંભળવાથી હું ઉપરત થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org